The Ultimate Adventure in Gujarati Adventure Stories by Bhavin H Jobanputra books and stories PDF | The Ultimate Adventure

Featured Books
Categories
Share

The Ultimate Adventure

ધ અલ્ટીમેટ એડવેંચર

વર્ષ 2007 મારા માટે ઘણું યાદગાર છે. વર્ષમાં બે- ત્રણ મોટા પ્રવાસ કર્યા હતા અને મારા વ્હાલા ગીરમાં તો મજા આવી જતી. માર્ચ મહિનામાં બોર્ડની પરિક્ષાઓ પુરી થઈ અને કલાસ પર મીટીંગો શરૂ થઈ. ચાલોને આ વખતે કંઈ નવી જગ્યા પર. દર વખતે નવી જગ્યાઓ શોધવી કયાંથી? પાછા ધોરણ દસના વિદ્યાર્થીઓ નું બજેટ પણ માત્ર બસો ત્રણસો રુપિયા હોય. બધા ટબુડીયાઓ ભેગા થઈ એક જ ચર્ચા કરે કયાંક જાવું છે પછી મને કહે “સર કંઈ ગોઠવોને”. પછી હું મારા એક પ્રકુતિપ્રેમી અને સાહસિક મિત્રને ત્યાં ગયો. તેમને એક સુચન કર્યુ કે “ઈન્દ્રેશ્વર, આત્મેશ્વર અને ઈંટવા જવા જેવું ખરું. બસ છેડો લાગી ગ્યો મને અને પછી બધાને.

પીરેટસ ઓફ કેરેબીયન ની જેમ બધા જહાજીઓ તૈયાર થયા. જેમના ભરોષે હુ ચાલતો હતો તે મિત્ર પ્રવાસ ના આગલે દિવસે છટકી ગ્યા. મને તેને એક ચોપડી આપી એમાં એક નકશો અને થોડી વિગત હતી. વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે “સર ત્યાં શું છે?” જવાબ જુનો ને જાણીતો હોય “ ત્યાં જબકાવાનુંજ છે.” જુનાગઢ અમે લોકો પહોંચી ગ્યા સવારે સાત વાગ્યે. મુખ્ય પ્રવેશદ્વાર પર પુછીને દોલતપરા તરફ રવાના થયા. આટી ઘુટી વાળો વિચીત્ર રસ્તો શરું થયો. અત્યારે તો ત્યાં ઘણી વસાહત છે અને સમય પ્રમાણે ઘણા ફેરફાર થઈ ગ્યા છે. થોડે દુર લીલાં છમ વુક્ષો દેખાતા હતાં અને બોર્ડ પરથી સમજાઈ ગયુ કે આતો શકકરબાગ પ્રાણી સંગ્રહાલય નો પાછડનો ભાગ છે.

ઘણા બધા મોર સામે દેખાતા હતાં. એક સુકાયેલી જલધારા હતી અને ઘટાટોપ વુક્ષો પણ નજરે દેખાતાં હતાં. એવામાં ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. મંદિર નાં પટાંગણામાં અને આસપાસ અલૌકિક વાતાવરણ હતું. બધાએ દર્શન કર્યા અને થોડો સમય પછી નાસ્તો કરવા બેસી ગયા. હું અને મારો નાનો વિદ્યાર્થી રથીન સાથી હતાં. રથીને મને બેગમાંથી શૂટીંગ નો કેમેરો દેખાડ્યો અને આ તેની જીંદગી નુ પહેલું શૂટીંગ હતું. અમેરીકન કેમેરો હતો અને તેમાં અલગજ સિસ્ટમ હતી. મારી પાસે મોબાઈલ ન હતો અને એકજ છોકરા પાસે નોકીયા 6600 હતો, તે પણ જોરદાર ગણાતો. મંદિરમાં પુજારી અને અન્ય લોકો ને આત્મેશ્વર અને ઈંટવા વિશે પુછયું. તે લોકો ના મત મુજબ રસ્તો સાવ નિર્જન અને સુમશાન હતો. પછી કોક એમ પણ કહે “આવશે બોવ મજા હો”. અમને શું ખબર કે શું હશે? ચાલો જબકાવો.

એટલી હદે કોન્ફીડન્ટ હતાં કે બેટ-બોલ સાથે લીધા રમવાં માટે. ડ્રાઈવર એટલે કે બાપુ પણ સાથે નિકળ્યો. બાપુ ના મત મુજબ જમવાનું સાથે ન લેવાય, નિચે આવીને જમશું. બધા સાથે થોડું ચડવાનું સરું કર્યુ. શરુઆતમાં તો રસ્તો ખુબજ લીલોછમ હતો, થોડું ઉપર ચડયા ત્યાં માત્ર સુકાયેલા ઝાળી-ઝાંખરાં. બધું એક સરખું લાગે, ધુળ, પાણાં, સુકાયેલા વુક્ષો અને ઝાળીઓનો રંગ. કોઈ આગળ ચાલેલાં વ્યક્તિએ નિશાનીઓ કરેલી અને તેના ટેકે અમે પણ જવાં લાગ્યા. ગિરનાર પર્વત પણ ખુબજ રહસ્યમય છે. રસ્તામાં પણ કેટકેટલી કેડીયો નિકળે. કયાંક ચોકથી કોઈએ કંઈ નિશાન કરેલ હોય તો કયાંક કોઈ ગુફાવીશેનાં ચિત્રો દોરેલા હોય. અમે તો આગળ ચાલતાંજ રહ્યાં અને આત્મેશ્વર પહોચ્યાં. આત્મેશ્વર નું મંદિર પણ બહું પ્રાચીન અને ભવ્ય છે. ત્યાંનું પાણી પીધું અને કંઈ અલગજ સંતોષ થયો. ત્યાંનાં પુજારીએ સમજાવીયું કે અહિંયા દેવોનો વાસ છે તેથી અહીં જેવું પાણી કયાંય નહીં હોય. વાત પણ સાચીજ છે. આ અગાવ પણ એક પ્રવાસ દરમિયાન ગૌમુખી ગંગા કરીને ગિરનાર પર એક પવિત્ર સ્થાન છે જેનું પાણી એટલું સરસ હતું કે મેં બે જગ પીધા હતાં શિયાળામાં. આતો ઉનાળો હતો એટલે બધાને મજા આવી ગઈ.

આગળ નિકળ્યાં અને રસ્તો એક નાની કેડી જેવો રહ્યો અને દુર થોડા લોકો દેખાયા. હવે બધાનાં પગ દુખતા હતાં. અમે ત્યાં પહોચ્યાં. તે જગ્યાં હતી “ જોગણી નો ઘુનો”. ત્યાં એક નાનકડો ઘુનો હતો. એમાં થોડું પાણી હતું અને બાજુમાં દેવિનું સ્થાનક હતું. જગ્યા પણ ખુબજ પ્રચીન લાગતી હતી. ત્યાં બેઠેલા લોકોએ કહ્યું, “ જેટલું પાણી એમાંથી કાઢવું હોય એટલું કાઢો પણ ઘુનો ખાલી નહીં થાય”. અમે શરું કર્યુ સત્ય તપાસવાનું અને સાચેજ એમ થયું. તે એક પહાડમાંથી નિકળતો અવિરત જળસ્ત્રોત હતો. ખરેખર આશ્ચ્રર્ય થયું અને મજાવી કે ખરેખર કંઈકતો છે જ અહિંયા. થોડી વાર ત્યાં બેઠા અને આરામ કર્યો. મનમાં અનેક પ્રશ્નો દોડવા લાગ્યા. એડવેંચર છે કયાં?

નવી ઉર્જા અને સ્ફુર્તિ સાથે આગળ ચાલવાનું શરું કર્યુ. હવે કોઈ દેખાતું ન હતું. માત્ર મોટા પથ્થરો અને સૂરજ દાદા પણ તેમનો કમાલ દેખાડતાં હતાં. થોડી થોડી વારે કોઈને કોઈ બેસી જાય, પાણીના બ્રેક આવે. રથીન ઉત્સાહમાં બધાંનો વિડીયો ઉતારે. હવે નિશાનીઓ દેખાતી ન હતી માત્ર ઉપર જતાં હતાં. ક્યાંક એવી આડી ચુકી કેડીયો આવે કે પાછળ આવતાં કોઈ ન દેખાઈ. થોડી થોડી વારે ઉભા રહી અને બધાં નંગ ગણી લઈ. હવે બેટ-બોલ વાળો થાકયો અને બેટ નથી ઉપાડવુ એમ કહે છે. રસ્તો પુરો થતો હોય તેમ લાગતુંજ ન હતું. ખુબ ચાલ્યાં અને ખરેખર ભાન ભુલ્યાં હોય તેવું લાગતું હતું. પગ હવે જવાબ દેવા લાગ્યાં હતાં. થોડી થોડી વારે હવે કોઈને પગમાં મોજ આવી જતી હતી. કોઈને કાંટો લાગ્યો. પણ આગળની મુસાફરી ચાલુ રહી.

બપોરનાં સાળા અગિયાર થયાં અને ઈંટવાનો કોઈ અત્તોપત્તો ન હતો. પુછવુંય કોને ચારે બાજુએ સુકાયેલા ઝાડ અને ખરેલા પાંદડાઓના ઢગલાં અને મોટા પથ્થરો. અચાનક આગળ લીલોતરી દેખાણી અને થયું કે આતો ગિરનાર છે અહીં બધુ શક્ય છે. તે તરફ અમે વળ્યાં, ત્યાં તો ઝાડની ઠંઠક અને પક્ષીઓનાં અવાજ સંભળાતા હતાં. કેસુડા અને ગુલમોહર રસ્તાંમાં વિખરાયેલા હતાં. આગળ આંબા દેખાતા હતાં અને લુમેઝુમે કેસર દેખાતી હતી. છોકરાઓ ત્યાં ગયા અને ખરેખર ગાળોનો વરસાદ થયો. “ અહીંયા ન આવો, આ જગ્યા પવિત્ર છે. આ જગ્યાને બગાડતાં નહિં. તમારું અહીંયા કંઈ કામ નથી.”

બધાંને શાંત રહેવાનું કહ્યું અને મેં એક નાનકડી દેખાતી વાડની ઝાપલી ખોલી. ત્યાં એક મોટી ઉંમરના ભાઈએ અમારું આવું સ્વાગત કર્યું હતું. તેમની પાસે હુ ગયો. મેં કહ્યું અમે ગિરનાર દર્શન માટે આવ્યા છીએ અને અહીંયાથી નિકળ્યા હતાં. થોડી મારા પર લાગણી આવી અને મને બેસવાનું કહ્યું. મને પુછયું કે “ સાધું સંતના દર્શન કરવા છે?” તરતજ મેં હા પાડી. થોડી વારમાં તે ભાઈ અંદર ગયો અને એક જટાધારી સંત (બાવો) બાહર આવ્યો. ખરેખર બાવો કેવો હોઈ તે મેં પહેલી વાર અનુભવ્યું, એકદમ પાંચ હાથ પુરો અને ખરેખર શંકર ભગવાનનું અંશ છલકતું હતું.

તેમણે કહ્યું, “ હું અઘોરી છું. અહીંયા અઘોર વિધ્યાની સાધના થાય છે.” મેં તેમને પગે લાગી બધાને અંદર બોલાવાની વિનંતી કરી. તેમણે મારી વાત માની. મને તેમની પાસેજ બેસાડયો અને કહ્યું “ તું કોણ છે?” હજી હું કંઈ બોલુ ઈ પેહલા રથીન કહે કે “અમે દુરદર્શનમાંથી આવ્યાં છીએ”. અઘોરીની સાથે હતાં તે ભાઈ પણ ખુબજ ઉત્સાહી હતાં “ આતો ટી.વી. વાળા સાહેબ લાગે છે.” હવે મારે કંઈ બોલવાં જેવું આ લોકોએ રાખ્યું ન હતું. બાબાને મેં પુછયું “ અઘોર વિદ્યા એટલે શું?” બાવો તો ખરેખર વિકીપીડીયા હતો. મને કહે, “ હું ગમે તે , ગમે ત્યારે જીવવાં માટે ખાઈ લવ, ભગવાન નવડાવે ત્યારે નાઈ લવ, ભગવાન રાખે તેમ રવ”. વાત ઘણી મહત્વની હતી. તેમનાં વાળ લગભગ ગોઠણે પહોંચે એવડાતો હશેજ. રથીને ઈશારો કરીને કીધું “ ભાઈ હવે શુટીંગ શરું કર”. વળી પાછી મેં અઘોર વિધ્યાની વાત ઉપાડી. હવે તે મને સમજાવાવા માટે એક માટીનું વાસણ લઈ આવ્યા,એમાં વિછીં હતો. તરતજ તે લઈ અને તેને ઉશ્કેર્યો અને વિછીંએ તેમને દંખ માર્યો , અઘોરી હસવાં લાગ્યો. તે કહે, “ આવા કોઈ મને કંઈ ન કરી શકે”. મને તેના શરીર પર નાં ઘણાં નિશાન અને ચાંઠા દેખાડયાં અને કહે , “ સાપ અને વિંછી મને કંઈ નથી કરી શકતાં.” ત્યાં ખરેખર મને નોળીયો દેખાયો.

હું ઉભો થયો અને છોકરાઓ પાસે ગ્યો અને ડરશો નઈ એવી વાત કરી. અઘોરી બાવા સાથેના માણસે ચા માટે પુછ્યું મેં ખુબજ ના પાડી. છોકરાઓને કેરીમાં રસ હતો, મને જાવા માં અને બાવાને હજી ડેમો આપવામાં રસ હતો. એક ઝાડ પાસે ઉંચુ બધા બેસી શકે એવું સ્થાન હતું ત્યાં અમને બેસવાનું કહ્યં. બધા બેઠા. વચ્ચે બાબા બેઠા અને કહ્યું કે “મારી ઉંમર મને ખબર નથી.” લાગતું પણ એવું હતું. બાબાએ પોટલી માંથી ગાંજો કાઢયો અને ચલમમાં પીવા લાગ્યા. ખરેખર ખતરનાક વાસ આવતી હતી. ત્યાં ચા આવી, અને કોઈ ચા ન પીવે, બધા મનમાં ડરે કે આનો વિશ્વાસ કરાંય કે ન કરાંય? એક વ્યકિતએ હિંમત કરી અમારાં ડ્રાઈવરે. પછી તો અંદરથી બીજા કોઈ ભાઈ આવ્યા સાથે તબલાં અને પેટી લઈ અને ભજન શરું થયાં. આ બધું કેમેરામાં રેકોર્ડ થતું હતું. એક ભજન પછી મેં વિનંતી કરી કે “ છોકરાઓ ક્રિકેટ રમે?”

તરત જ હા આવી અને રમવાનું શરું. હું તેમની પાસે થોડી વખત બેસ્યો અને ભજન સંભળ્યા અને પછી તરતજ રથીનને લઈ ત્યાં ચક્કર મારવાં લાગ્યો. ત્યાં એક મોટો રૂમ હતો અને એની નિચે ભોંયરા જેવું હતું. તેની વંટીલેશનની નાની બારી માંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને તેમાંથી ભયંકર વાસ આવતી હતી. ત્યાંથી બીજી તરફ ગ્યા ત્યાં શંકર ભગવાનની લીંગ હતી અને ત્યાં ધુણી ધખાવેલી હતી. મનમાં વિચાર આવ્યો કે આ લોકો અહીંયા રહેતા કેવી રીતે હશે? તેમનાં ભજન હજી ચાલુ હતાં અને હું પણ થોડું ક્રિકેટ રમ્યો. ત્રણ ચાર ભજન પુરા થયા એટલે મેં વિદાય માગી. હવે અમને તે લોકો રોકાવાનો આગ્રહ કરે. જમીને જાજો. અમે સમજાવીયું કે અમારું જમવાનું નિચે ઈન્દ્રેશ્વર પાસે પડેલા વાહનમાં છે. ઓલા ભાઈ તે તરતજ લઈ આવવાની વાત કરે. અમને ખુબજ આગ્રહ કર્યો. પછી તેમને ઘણા રહ્સ્યોની વાત કરી કે અહિંયા ગિરનારમાં એવી ગુફાઓ છે કે જેમાં ચાર પગે જવુ પડે અને તે શિવલિંગમાં દરરોજ સવારે માણસો પહોંચે તે પહેલા કોઈ પૂજા કરી જાય છે. તેમને એમ પણ કહ્યું કે “આજગ્યા પર સાપ, નોળિયા અને મોર સાથે રહે છે”. તેમણે એમ પણ કહ્યું કે “ રાત્રે અહીંયા સિંહ અને હરણ સાથે જોવા મળે છે.” મને તેની વાત પર શંકા થઈ અને મેં કહ્યું, “ ચાલો અત્યારે સિંહ દેખાડો.”

તરતજ બાબા બોલ્યા, “ મોટા કપાળ વાળાને વિશ્વાસ નથી. લઈ જાઓ સિંહ દેખાડવા”. છોકરાઓ તૈયાર અને તે લોકો તૈયાર. મને કરી શંકા થઈ કારણ કે અમે કયાં હતાં તે અમને નહોતી ખબર અને વળી પાછુએ કેમ જવું તે મોટો પ્રશ્ન હતો. મેં વિનંતી કરી બાબાને કે અમે કરી પાછા આવશું અને ત્યારે સિંહ જોવા લઈ જાજો. બાબા પાછો બોલ્યો, “ તો ચાલ્યા જાવ, તમારે જાવું હોય ત્યાં.” પેલા ભાઈ ઉભા થઈ અમને ઈંટવા તરફનો રસ્તો દેખાડયો અને અમે તે તરફ નિકળ્યા. લીલોતરી બધે હતી. પણ ચાલવાનું એકદમ ગીચ રસ્તાં માંથી હતું. આજુબાજુમાં કોઈ પાણીનો સ્ત્રોત હોય તેવું લાગતું હતું. પક્ષીઓનાં અવાજ સંભળાતાં હતાં.રથીને શુટીંગ શરું કર્યું પક્ષીઓનું અને જીવજંતુઓનું. નોળિયા અને સાપ પણ દેખાતા હતાં. આગળ પહોંચ્યા. હવે બધા ખુબજ થાકયા હતાં અને થોડું ઉપર આવીને ઈંટવા દેખાયું. આ પુરાતત્વ વિભાગની સાઈટ હતી. ઈંટવામાં બધી જગ્યા પર ઈંટના અવશેસો હતાં. કોઈ જમાનામાં અહીંયા કંઈ હશે એવું લાગ્યું. મજા આવી.

ભુખ અને તરસ અત્યંત લાગી હતી અને સમય બપોરના બે વાગ્યા હતાં. પાછા જવાનું શરું કર્યું. મને રસ્તો યાદ હતો અને હું તે પ્રમાણે આગળ ચાલતો હતો. પણ ડ્રાઈવર વારંવાર કહે, “ આ ખોટો રસ્તો છે.” મેં તેની વાત માની અને તેના પ્રમાણે ચાલ્યા. હવે તો અમે સારા ફસ્યાં. અમે એક એવી કેડી પર હતાં કે તે અમને વારંવાર ત્યાં ની ત્યાંજ લાવતી હતી. ત્રણ વાર એકની એક જગ્યાં પર અમે પહોંચ્યા ફરીફરીને. પછી મેં કીટમાંથી ચોક લઈ નિશાન કર્યા અને મારા મિત્રનો નકશો બાહર કાઢયો. નકશા પ્રમાણે ચાલ્યાં અને નિચે ચાર વાગ્યે પહોંચ્યા. આ રસ્તાં તો માત્ર જોગણીનો ઘુણો અને આત્મેશ્વર આવ્યાં. ઓલી બાવા વાળી જગ્યાં હતી કઈ?

જમીને પાછાં ઈન્દ્રેશ્વર મંદિરમાં ગ્યા અને ત્યાં બેઢેલા લોકોને આખી વાત કહીં. એક વડીલે ખરું કહ્યું, “ ભાઈ આ ગિરનાર છે. અહિયા બધુ શક્ય છે. તમે જે જોયું, સાંભળ્યું અને અનુભવ્યું તે બધું સત્ય છે. અહીંયા તર્ક ન ચાલે. તમે નસીબદાર છો કે તમને આવા અઘોરી હઠયોગી ના દર્શન થયાં”. મારા પગ સોજી ગ્યા હતાં એટલે હું બેસીજ ગ્યો ત્યાં અને વિચારવાં લાગ્યો તર્કથી. “ શું અમે ભુલા પડ્યાં તે પેલા યોગીની માયા હતી?” કારણ કે મેં તેમની વાત માની ન હતી. “ શું ડ્રાઈવર અમને કેડી ભટકાવી ત્યારે તે યોગીના અંકુશમાં હતો?” કારણ કે તેણે ત્રણ વખત ત્યાંજ અમને લાવ્યાં હતાં. જ્યારે પાછાં ફર્યા ત્યારે તે જગ્યા કેમ ન આવી? શું હતો સંદેશ વિંછી નો દંખ દેખાડીને? કે માણસોની પ્રકુતિ આવી છે અને સંતો આવા હોય.

જવાબ ગોતવાના ત્રણ ચાર વખત પ્રયત્ન કરેલ છે પણ તે જગ્યાં કે તે બધુ મને કદી પાછું જોવા મળ્યું નથી.

એક વાત તો મને ચોકક્સપણે સમજાઈ ગઈ કે વિજ્ઞાન અને તર્કથી પણ આગળ એક બીજી દુનિયા છે જેના વિશે આપણા જેવા લોકે ને કંઈ ખબર નથી. આપણે લગભગ વસ્તુઓને હળવાશમાં લેતા હોય. જયારે પાછા કરીને કેસેટ જોઈ ત્યારે ઘરનાં લોકો ડરી ગ્યા હતાં કે આવી જગ્યા તમે ગ્યા હતાં? થોડું તે જગ્યાં વિશે તપાસ કરી અને બધા લેખોમાં એમ ઉલ્લેખ હતો કે તે રસ્તો નિર્જન જ છે. ફોરેસ્ટર એક મારા મિત્રને પુછયું, “ ખરેખર ત્યાં સિંહ છે?” તેમણે જવાબ આપ્યો “ ત્યાં સિંહ છે અને એક એક અઠવાડિયું આરામ કરતાં હોય છે, પેટ ભરાયાં પછી.” મેં ફરી પુછયું “ ત્યાં હરણ તો ન હતાં” તેમણે ફરીથી જવાબ આપ્યો કે ગિરનાર ગિરનોજ એક ભાગ છે અને અભ્યારણ્ય છે. તેમણે એમ પણ ઉદાહરણ આપ્યું કે ત્યાંના દિપડા શકકરબાગમાં જઈ હરણ ને મારી લાવતાં. મને કંઈ સમજાતું ન હતું. છેલ્લે એમ પણ કહ્યું , “ આટલા વર્ષોમાં એવો એક પણ બનાવ નથી કે સિંહોએ ગિરનાર પર કે ગિરનાર જંગલમાં કે પરિક્રમા વખતે કોઈ પણ ઉપર હુમલો કર્યો હોય.” હવે તે યોગીની બધી વાત મારા સમક્ષ સામે હતી. તેની બધી વાત સાચી હતી. તેને ખરેખર સિંહ કયાં હતાં તે ખબર હતી કારણ કે તેણે કહ્યું હતું કે ત્યાંથી પાછા આવતાં રાત્ર થઈ જાય. એનો મતલબ એ હતો કે તે પ્રકુતિસાથે જોડાયા હતાં અને તેને બધીજ ખબર હતી.

એક વડીલ અમારા ગોંડલનાએ તે વાતની પણ પુષ્ટી કરી આપી કે હા એવી ગુફા ગિરનારમાં છે જયાં આપણે પહેલા ચાર પગે અને પછી ગુફા સાંકળી થાતી જાય અટલે સુતા સુતા જવું પડે. એમણે એમ પણ દાવો કર્યો કે તે ત્યાં ગયા છે. તેમણે સામે ચાલીને કહ્યું કે અંદર કંઈ દેખાતું ન હતું એટલે કાગળ સળગાવીને તે આગળ ગ્યા હતાં. તેમણે પણ તેજ વાત કહીં, “ ગુફાની અંદર એક ભવ્ય શિવલિંગ હતું અને તેની ઉપર કોઈએ તાજા ફુલો ચડાવ્યાં હતા અને કોઈ ત્યા પૂજા કરીનેજ ગયું હોય તેવું લાગતું હતું.” ખરેખર મને મજા પડી ગઈ કે હું યોગ્ય જગ્યા પર ગયો હતો અને હું ખરેખર નસીબદાર છું.

Written by:

Address:

Sardar Complex,

Ab: Rajbhog Sweets,

Gondal.

Contact No:

Mail:

Like Page:

Whatsapp:

Facebook:

Groups: