Tara vinani dhadhti saanj - 5 in Gujarati Love Stories by Manasvi Dobariya books and stories PDF | તારા વિનાની ઢળતી સાંજ-૫

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

તારા વિનાની ઢળતી સાંજ-૫

મનસ્વી ડોબરીયા

manasvidobariya@gmail.com

લેખકનો પરીચય

હું વીસ વર્ષની લેખિકા છું. અત્યારે બી.એસ.સી કરું છું અને મન થાય ત્યારે થોડી ઘણી શબ્દો સાથે વાતો કરી લઉં છું. આથી વિશેષ તમે મને મારી કલમથી ઓળખશો તો વધુ ગમશે. આભાર.

પ્રસ્તાવના

આ એક સાચુકલા પ્રેમી પઁખીડા ના ધગધગતા આંસુ છે. અને જયારે સાચા લોકો શબ્દો સાથે જીવતા થાય ત્યારે તેની કોઈ જ પ્રસ્તાવના ના હોય. માફ કરશો.

પ્રકરણ-૫

"શું થયું શિવ..?? નબીરે કંઈ કર્યું છે..??" મેં પ્રશ્ન પૂછતાં પૂછતાં એક નજર નબીર પર પણ નાખી દીધી. એના ચહેરાની રોશની તેના હોઠ પર તાળું દઈને ફરવા ચાલી ગઈ હતી અને બીક તેની આસપાસ આંટા મારી રહી હતી. હું એનો અર્થ સમજી શકતી હતી. નબીરે કંઈક તો કર્યું જ હતું.

"ના યાર.. સૉરી.. મેટર બીજી કંઈક છે.. અને ગુસ્સો એના પર ઉતર્યો.." તેણે કપાળ પર હાથ પછાડયો અને કંઇક બબડયો. મને કંઇજ સમજાતું નહોતું કે એના અંદર શું ચાલી રહ્યું હતું એટલે મેં પૂછ્યું,

"તો.. શેનો ગુસ્સો છે..??"

"અરે યાર બસનું પઁચર પડયું'તું તો માંડ ઘરે પહોચ્યો છું.. બસ એટલે જ.." ખબર નહીં પણ મને એની વાત ગળે ના ઉતરી પરન્તુ મને એટલું સમજાઈ ચૂક્યું હતું કે તે મારી સામે કંઇજ બોલવા નહોતો માંગતો. આથી મેં પણ પૂછવાનું ટાળ્યું. એમ પણ મારા મગજમાં બીજા કેટલાય વિચારો હથોડા ઝીંકી રહ્યા હતાં.. આ રીતે અચાનક રાતે મને કંઇક થવું.. આખી રાત હું ક્યાં હતી..?? શું થયું હતું..?? એ કશુંજ યાદ ના આવવું.. સવાર સવારમાં બેભાન હાલતમાં મારુ રોડ પર હોવું.. નબીરનું નામ ઉચ્ચારવું.. અને નબીરનું મને મળવું.. ખબર નહીં આ બધું કઈ રીતે બની ચૂક્યું હતું, હું નહોતી કાબુમાં કરી શકતી મારા વિચારોના વન્ટોળ ને.. એક એક પળ મને માથામાં પછડાતી હતી એ છતાંય હું તેને સ્પષ્ટ જોઈ શકતી નહોતી. એ બધુંજ હજુ જાણે મારા માટે ઓછું હોય એમ નબીરના લગ્નજીવન વિષે જાણીને હું વધારે તૂટતી જતી હતી. મારે કંઇજ નહોતું જાણવું એના વિશે.. બસ એની મારા પ્રત્યેની ચાહત હું યથાવત જોવા માંગતી હતી.. બીજું બધુંજ હું ભૂલી શકત અને પડદો નાખીને મનને મનાવી શકત પણ એનો મારા પ્રત્યેનો પ્રેમ.. એ ચાહત.. એ ગાંડપણ.. એ ઝનૂન.. સહેજ પણ ઓછું હું કલ્પી શકું એમ નહોતી. નબીર હંમેશા મારી હીંમત પર વારી જતો. જયારે મારા મામા મને નબીર પાસેથી ઘરે લઈને આવ્યા હતા એ પછી એમની યુક્તિ એવી હતી કે મને ઘરે મૂકીને ફરીવાર નબીરને મારવા માટે જવું. પણ મને ખબર પડતાંની સાથે જ મારું લોહી ઊકળી ઉઠ્યું હતું, હું તાડકેલી,

"જો નબીરને કંઈ કર્યું ને તો આજે નહીં તો કાલે તમને કોઈને જીવતા નહી રેહવા દઉં.. જમવામાં કંઈક નું કંઈક ભેળવીને બધાને મોતને ઘાટ ઉતારી દઈશ.."

અને મારા મામાએ હથિયાર હેઠાં મૂકી દીધાં'તાં, કારણકે એ જાણતાં હતાં કે હું જે કહું છું એ કર્યા પછી જ જમ્પુ છું.. મારી હિંમત અને મારા શબ્દોની સત્યતાથી મારા ઘરમાં કોઈ જ અજાણ નહોતું. મારી એ હઠ જોયા પછી મારો નબીર સુરક્ષિત હતો. મારા પ્રેમની ઊંડાઈ મારા ઘરના લોકો જોઈ ચુક્યા હતાં. એ ઘટના પછી જયારે મને નબીર મળેલો હું મારી જાતને ન્હોતી રોકી શકી અને દોડીને ગળે વળગી ગયેલી. એની બાહોમાં જે સુખ હતું.. જે એહસાસ હતો.. જે શાંતિ હતી.. એવી પરમશાંતિ મને એ પહેલાં ક્યાંય નહોતી મળી. મારા શરીરની નસે નસ જાણે ત્યારે જ જીવન્ત થઈ હોય રીતસર મને એવો અનુભવ થયો હતો. નબીર વિનાના આ આઠ મહીના મેં કેવી રીતે કાઢ્યાં હતાં, એ મારા હૃદયની હમ્ફાયેલ સ્થિતિ સિવાય બીજું કોઈજ પળે પળ બતાવી શકે એમ નહોતું. કદાચ નબીર વગરના દિવસો હજુ પસાર થઇ શકે પરન્તુ જયારે તમારા જીવનમાં કોઈ જબરદસ્તીથી ઘુસી જાય અને પળે પળે તમને તમારો પ્રેમ સર્વશ્રેષ્ઠ હતો એવો એહસાસ કરાવે એ સમયે તેના વગરની પળોને પસાર કરવી ખુબ જ મુશ્કેલ પડી જાય છે.. મારે કેટ કેટલું કેહવું હતું નબીરને.. એના વગર મેં કેવી રીતે શ્વાસ લીધા હતાં.. એના વગર મેં કઈ રીતે દિવસો કાઢ્યા હતાં.. નબીર તો મારા જીવનમાં એક દિવસ બનીને આવ્યો અને આથમી ગયો પણ મારી સંવેદનાઓ દરરોજ સવારે એના ઉગવાની રાહ જોયા કરતી અને એના વિનાની ઢળતી સાંજે મારી દરેક અસન્તુષ્ટ આશાઓ ઠરીને ઠીકરું થઇ જતી..

"ચાલ ખુશુ, તને ઘરે મૂકી જાઉં.." હું અચાનક બેધ્યાન થઇ અને મારા વિચારોની કડીઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ.

"હંઅઅ..?? હા ચલ.." મેં મારા વાળ સરખા કર્યા અને મોં ધોઈને એની સાથે ચાલતી થઈ. આજે કેટલાં સમય પછી આમ એની બાઇક પાછળ બેસવાનો લ્હાવો મળવાનો હતો. હું અંદરથી જ હરખાતી હતી. મારા ઘરે શું થયું હશે..?? ભાઈ આવી ગયો હશે તો શું જવાબ આપીશ..?? મમ્મી-પાપા નો કોલ આવશે અને ભાઈ કહેશે કે હું ઘરે નથી તો શું થશે..?? એવા દરેક વિચારો નબીરની હાજરી માત્રથી મારી દૂર ભાગતાં હતાં.. શિવ હજુ પણ માથું પકડીને બેઠો હતો. હું તેની બાજુમાંથી પસાર થઈ,

"સારું તો ચલ, આવજે શિવ.."

"હા ઓ.કે. બાય.." તેણે કંઈ ખાસ ધ્યાન ના આપ્યું. હું રૂમમાંથી બહાર નીકળી ગઈ. નબીર બહાર જ લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો. લિફ્ટમાં ઉભા રહ્યા પછી પણ અમારી વચ્ચે મૌન જ વાતો કરી રહ્યું હતું. મારી અંદર શબ્દો ઉછાળા મારી રહ્યા હતાં બહાર નીકળવા માટે.. પરન્તુ મૌનની જીત પાક્કી જ હતી. નબીરે તેની બાઇક ચાલુ કરી,

"બેસી જા.." હું નબીરની પાછળ બેસી તો ગઈ પરન્તુ એક એક વસ્તુઓ મને અમારા ભૂતકાળમાં પકડી પકડી ને ખેંચી જતી હતી. હંમેશા નબીર મને આમ જ બાઇક ચાલુ કરીને બેસવા કહેતો અને હું તેના ખભ્ભા પકડીને તેની પાછળ ચોંટી જતી. હવાની પણ તાકાત નહોતી કે અમારા બન્નેની વચ્ચેથી પસાર થઇ શકે. તેની સાથેની એકપણ પળને હું અફસોસ પાસે પહોંચાડવા નહોતી માંગતી. મને ખબર હતી નબીર મારાથી હજુ પણ નારાજ હતો. મેં સગાઈ જ કેમ કરી..?? અને કરી તો કરી પણ સગાઇ કર્યા પછી પણ એકવીસ દિવસે છેક એને કેમ કહ્યું..?? એ બન્ને વાતોને લઈને એ હજુ પણ માથું પછાડતો હતો. પરન્તુ સગાઈ પછી તરત જ મને મામાના ઘરે મોકલી દેવાઈ હતી. મારા ઘરે તો હજુ પણ કદાચ તેની સાથે વાત કરવાનો મોકો મળી જાય પણ મામાના ઘરે તો સહેજ પણ શક્યતા નહોતી. મારી પાસેથી ફોન પણ લઇ લેવામાં આવ્યો હતો. ત્યાં હું રાતના બે બે વાગ્યા સુધી એમ જ પથારીમાં આંખો મીંચીને જાગતી પડી રહેતી, માત્ર એ જ વિચારીને કે બધા ઊંઘે અને મને કોઈક નો ફોન મળી જાય વાત કરવા માટે.. પણ વીસ દિવસ સુધી સતત હું નિષ્ફળ રહી હતી.. એ છતાંય હું હિંમત નહોતી હારી.. એક એક રાતનો ઉજાગરો મારી નબીર માટેની ચાહતને વધુને વધુ મજબૂત કરી રહ્યો હતો. આખરે એ વીસમાં દિવસની રાત મારા માટે જ ઉગી. અચાનક રાતે સાડા અગ્યાર વાગે મામાના ફોનની રીંગ વાગી. મામીના પાપા સ્વર્ગ સિધાવ્યાં હતાં. એ જ મિનિટે મામી અને મામા ત્યાં જવા માટે નીકળી ગયાં. લગભગ અડધો કલાક પછી મામાનો છોકરો અને બા બન્ને ઊંઘી ગયાં હતાં. હું વિચારી રહી હતી કે ફોન મળશે કે નહીં કારણકે કોઈ શક્યતા તો નહોતી જ કે ફોન મને મળી શકે. હું ઉભી થઈ અને ટેબલ પર જોયું તો જલ્દી જલ્દીમાં મામી તેમનો ફોન લઈ જવાનું ભૂલી ગયાં હતાં અને એ જોઈને જ મારું હૃદય તો ખુશીનો બળાત્કાર ભોગવવા લાગ્યું. હું ઝડપથી ફોન લઈને રસોડામાં જતી રહી. ખુબ જ ઝડપે નબીરનો ફોન નમ્બર લગાવ્યો અને રીંગ વાગતાંની સાથે જ મારી આંખોએ મારા અંદરની એ છલકાતી ખુશીને આંસુનો માર્ગ આપી દીધો. લગભગ એક રીંગ વાગી ના વાગી તેણે ફોન ઉપાડયો,

"હેલ્લો..??" એનો અવાજ સાંભળતાંની સાથે જ મારાથી ડૂસકું નખાઈ ગયું.. મારા શબ્દો એટલી હદે ધ્રુજયા કે લગભગ કંઈ સ્પષ્ટ હું બોલી જ ના શકી.. પરન્તુ નબીર ઓળખી ગયો,

"હેલ્લો ખુશુ..??"

"હહહઆ.."

"અરે કેમ રડે છે તું..?? શું થયું..??" એ લગભગ ખેંચાઈ ગયો. હા, એ મને રડતાં ક્યારેય નહોતો જોઈ શકતો. એની સૌથી વધુ નબળી નસ મારા આંસુ હતાં. મારા આંસુને રોકવા એ કોઈ પણ હદ સુધી જઈ શકતો. એક ભિક્ષુક હતો જેની એક્ટિંગ મને જયારે પણ યાદ આવે, હું હસી પડતી. આથી જયારે પણ હું રડતી હોઉં, નબીર એની એક્ટિંગ કરતો અને હું અનાયાસે જ હસી પડતી,

"શું નબીર તું પણ.."

"ખુશુ, આ તો માત્ર એક એક્ટિંગ છે.. પણ જો જરૂર પડી ને, તો તારા આંસુને રોકવા હું ભિખારી બનવા પણ ત્યાર છું.." એના એ શબ્દો અમારા બન્નેના શરીરને એક કરવા માટે પૂરતાં રહેતાં. એ રાતે પણ નબીરે મને ઘણું પૂછ્યું,

"ખુશુ, પ્લીઝ બોલ.. શું થયું છે..??"

પરન્તુ એના દરેક સવાલમાં નિતરતો પ્રેમ મને વધુને વધુ રડાવતો હતો. આખરે મને એણે પૂછ્યું,

"પેલા ભિખારીને બોલવું..??"

સાંભળતાં જ હું રડતાં રડતાં હસી પડી,

"તને અત્યારે એવું કેમ સૂઝે છે..??"

"તો શું..?? મને તો હવે એ ભિખારીની ઈર્ષ્યા આવે છે"

"ચિંતા ના કર.. હું એની સાથે નહીં ભાગી જાઉં.."

"લાગે છે કે એ દિવસ પણ દૂર નહીં હોય.." અને અમે બન્ને હસી પડેલાં પણ એ પછીની અમારી બન્નેની હસી ગાયબ થવાની હતી. જે હજુ પણ અમેં શોધી નહોતા શક્યાં. મેં બનેલી દરેક વાત તેને કહી. તે ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો. એ રાતનું એનું રૂપ મને તેના મારી પ્રત્યેના હિંસક પ્રેમ ની સાક્ષી પૂરતું હતું.. હું તો હિંસક નહીં પણ મારી ભાષામાં નોન-વેજ લવ જ કહીશ.. કેમકે એ માત્ર એટલું જ જોઈ શકતો હતો કે હવે હું એની નબીરી નથી રહી બસ.. પણ તેણે મારી હાલત જોવાની કે સમજવાની કોશિશ નહોતી કરી. એ ગમે તે રીતે મને ઈચ્છતો હતો પરન્તુ મેં આવું શા માટે કર્યું..?? મારી કન્ડિશન શું હતી..?? કેવી રીતે હું એ બધું મેનેજ કરી શકી હોઈશ..?? એ કંઇજ વસ્તુ એના ધ્યાનમાં નહોતી આવી. હું ખુબ જ નિરાશ થઇ ચુકી હતી. તેણે મને સાથ આપવાની જગ્યાએ મારી આગળ ફરીયાદો ધરી હતી. એ રાત પછી લગભગ કંઇજ અમારી વચ્ચે 'ખાસ' નહોતું થઇ શક્યું. મેં મારા જીવનની મોટામાં મોટી ભૂલ ત્યારે કરી નાખી જયારે મને ખબર હતી કે એક અઠવાડિયામાં નબીર લગ્ન કરવાનો છે એ છતાં પણ મેં મારા ઈગોના લીધે એની સાથે વાત કરવાનો પ્રયત્ન ના કર્યો. હું ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી અને દુઃખી પણ.. કે તેે મને પામવાની કોશિશ સુધ્ધાં મૂકીને એક બીજા સંબન્ધમાં જોડાવા માટે જઈ રહ્યો હતો.. હું સપનામાં પણ નહોતી વિચારી શકતી નબીરને કોઈ બીજી છોકરી સાથે.. એની જગ્યાએ તે તો લગ્ન કરવા જઈ રહ્યો હતો. હું ના કરી શકી એને એક ફોન.. ના કરી શકી હું તેને એક પણ મેસેજ.. જો મારો ગુસ્સો.. મારો ઈગો.. મારો એટીટ્યુડ.. બધુંજ એક બાજુએ મૂકીને મેં તેને માત્ર એક મિસ કોલ પણ કરી દીધો હોત ને, તો આજે એ માત્ર મારો હોત.. માત્ર મારો.. મારી આંખો છલકાઈ આવી. એવામાં જ નબીરે બાઇક ઉભી રાખી. મેં જલ્દી જલ્દી આંખો સાફ કરીને આસપાસ નજર કરી,

"કેમ અહીં ઉભી રાખી..??"

"જમવા માટે.." કહેતાં તેણે બાઇકને સ્ટેન્ડ કરી દીધી. હું નીચે ઉતરી. અમે સામેના જ એક રેસ્ટોરેન્ટમાં ગયાં જ્યાં અમે અવારનવાર જમવા માટે જતાં હતાં.. અમારી ઘણી ખાટી-મીઠી હરકતોનું સાક્ષી રહ્યું હતું આ રેસ્ટોરેન્ટ.. તેને જોઈને જ ફરીવાર મારી આંખો ભરાઈ આવી.. હું કદાચ હવે છેલ્લી વખત આ રીતે નબીર સાથે આ રેસ્ટોરેન્ટના પગથિયાં ચઢવાની હતી.. અમે બન્ને અંદર ગયાં.. હંમેશની જેમ જ અમે પહેલાં મુખવાસ લીધો.. હંમેશની જેમ જ ખૂણાની જગ્યાએ ગોઠવાયાં.. હંમેશની જેમ જ મેં મારી દીવાલ બાજુના બન્ને ફરતાં નાના પઁખાઓને મારી તરફ કરાવ્યાં.. પરન્તુ હવે જે બન્યું એ હંમેશની જેમ નહોતું.. નબીરે મને પૂછ્યું,

"શું ખાઈશ તું..??"

અને મારુ હૃદય જાણે એક ધબકાર ચુકી ગયું,

"કેમ શું ખાઈશ એટલે..?? આપણે અહીંયા એક જ વસ્તુની ચોઇસ કરતાં.."

"આપણે ઘણું-બધું એક જ ચોઇસ કરતાં.. પણ "ક ર તાં.." કદાચ હવે તારી ચોઇસ બદલાઈ પણ હોય.."

"સમય બદલાયો છે નબીર.. ચોઇસ નહીં.." ત્યાં જ બાજુમાં વેઈટર આવીને ઉભો રહ્યો. આથી નબીરે ઓર્ડર કરી દીધો,

" બે ભાજીપાઉં.. ત્રણ છાશ.. અને બે ભાજી એક્સ્ટ્રા.."

"જી પાઉં યા ભાજી..??"

"ભાજી.."

તે જતો રહ્યો.. હું સહેજ મલકાઈ.. જો કે અમારે દર વખતનું હતું.. અમારે ક્યારેય એક્સ્ટ્રા પાઉં ની જરૂર નહોતી.. અમે ભાજી જ એક્સ્ટ્રા મનગાવતાં અને પછી અમારી પોતાની એક ડીશ પુરી થાય એટલે બે કોક નો ઓર્ડર કરીને એક્સ્ટ્રા મન્ગાવેલી ભાજી સાથે એને પીતાં.. કોક અમારે ક્યારેય ફિક્સ ના હોતી.. બે.. ત્રણ.. મન પડે એટલી.. ભાજીની સાથે ગટગટાવી જતાં.. ખુબ મજા આવતી..

"શું વિચારે છે.. ખુશુ..??"

"એ જ કે મને આવી રીતે કોણ એક્સેપ્ટ કરી શકશે..??"

"કેવી રીતે..??"

"રેસ્ટોરાં માં જઈએ તો જમતાં પહેલાં એક વાટકી મુખવાસ ખાવાનો જ.. જ્યાં ભાજીપાઉં હોય ત્યાં બીજો વિચાર પોતે તો નહીં જ કરવાનો પણ સાથેવાળા ને પણ નહીં કરવા દેવાનો.. એક્સ્ટ્રા પાઉં નહીં પણ આખી ભાજી જ મન્ગાવવાની.. ફર્સ્ટ ડીશ માટે અનલીમીટેડ છાશ અને સેકન્ડ માટે અનલીમીટેડ કોક ફીક્સ જ.. કોણ ચલાવી લેશે આવા નખરાં નબીર..?? ક્યારેય પાપા પણ નથી ચલાવતાં.. અને આપણે બન્ને જો.. હજુ પણ નથી બદલાયા.." હું ગળગળી થઇ ગઈ. નબીરે મારો હાથ પકડી લીધો,

"ખુશુ.. કાલે સમય બદલાશે તો આપણી આદત પણ બદલાઈ જ જશે.."

"નથી બદલવી મારે મારી આદત નબીર.. હું મને મારીને નહી જીવી શકું.. મારી આદત તું છે નબીર.. બીજા કોઈને હું મારી પથારીમાં ધારી પણ કઈ રીતે શકું..??"

★ શું થયું હતું શિવ ને..??? આખરે શા માટે એ અચાનક જ ગાળો ભાંડતો જોવા મળ્યો..???

★ શિવને આમ ગુસ્સામાં જોઈને નબીરના મોઢાં પર અચાનક બાર કેમ વાગી ગયેલાં..???

★ એવું શું હતું કે નબીર અને ખુશુ બન્ને એકબીજાની સામે હોવા છતાં પણ સાથે નહોતા..???

★ ખુશુની સાથે એ રાતે શું થયું હતું..???

★ બપોર થઇ ગઈ હોવાથી ખુશુના ઘરે શું હાલત હશે..??? તેનો ભાઈ આવી ગયો હશે કે નહીં..?? તેના પેરેન્ટ્સ ને જયારે ખબર પડશે ત્યારે..???

★ ક્યાં સુધી છે નબીર અને ખુશુનો સાથ..??? શું હશે તેમનું ભવિષ્ય..???

વાંચતાં રહો..

મનસ્વીની સાથે..