Kayo Love - Part - 7 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૭

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

કયો લવ ભાગ : ૭

કયો લવ ?

ભાગ (૭)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૭

ભાગ (૭)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧,૨,૩,૪,૫ અને ૬ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ(૧) ,ભાગ(૨), ભાગ(૩), ભાગ(૪), ભાગ(૫) અને ભાગ(૬) માં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે,અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે,એવામાં કુલદીપ નામના છોકરાનું,પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી,નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે,અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ,પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો,પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે ,અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે,આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે,જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે,પણ તે પણ તોછડી મુલાકાત,જેઓ બંને નથી જાણતા કે,એકમેકના પરિવારજન,બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત,એક ગાર્ડનવાળી જગ્યે બંને ને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે,પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી,....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ(૧), ભાગ(૨),ભાગ(૩),ભાગ(૪),ભાગ(૫) અને ભાગ (૬) જરૂર વાંચજો..)

હવે આગળ............

પણ રુદ્રને એક વાત જે અધુરી રહી ગઈ હતી,જે પ્રિયાએ પોતાની ચુપકીદી તોડતા,પહેલો શબ્દ બોલ્યો હતો,એ હતો “પાસ” ,એનો અર્થ કેવી રીતે જાણું? એ શબ્દ,એના જીવને બેચેન કરી રહ્યો હતો.પણ પ્રિયાને કઈ રીતે પૂછું,હમણાં એ સુજતું ન હતું.

પ્રિયાનું પરિવાર છુટા પડી,જવાની તૈયારીમાં જ હતું,ત્યાં જ રુદ્ર મોકો જોઈ, પ્રિયા પાસે વાત કરવા જાય છે.

પ્રિયા,પોતાનાં મામાની છોકરી સાથે જ ઉભી હતી,ત્યાં જતા રુદ્ર કહેવાં લાગે છે, “એક મિનિટ,પ્રિયા...”

પ્રિયા અને રિંકલ ની નજર રુદ્ર સામે જાય છે.પ્રિયા હજું પણ રૂદ્રે ટહુંકો આપ્યો,એના માટે પણ જરા રિસ્પોન્સ નથી આપતી,અજાણી રીતે આંખના પલકારા વગર રુદ્ર તરફ જોય છે.

અમમ્મ્મ,પ્રિયા,મને તમારો મોબાઈલ નંબર, મળશે? રૂદ્રે ખૂબ જ વિનમ્ર થઈ કહ્યું.

આટલું બોલતાની સાથે જ,પ્રિયા કઈ બોલે એના પહેલા જ રિંકલ વચ્ચે જ,ઉતાવળી થઈ કહેવા લાગે છે, “અરે એમાં શું જીજા.....જી,નંબર બોલું છું,તમે ફક્ત,તમારા મોબાઇલમાં સેવ કરવાનું કામ કરો જી ” ઉતાવળી રિંકલે આંખ મીંચકારી નંબર આપતા કહ્યું.

પ્રિયા કઈ નાં બોલી,એ ચૂપ જ રહી.

રુદ્ર નંબર લઈ,થેંક યુ,કોલ કરીશ,બાય કહી, ત્યાંથી ઝડપતી નીકળી જાય છે.

રુદ્રનાં જતાની સાથે જ,પ્રિયા,રિંકલ પર તૂટી પડી, “ક્યાં એન્ગલથી તને આ પાલક પનીર,તારો જીજા...જી લાગી રહ્યો હતો ” પ્રિયાએ પણ રિંકલની સ્ટાઈલમાં જ સંભળાવી દીધું.

ઓહ માય ગોડ,શું જીજાજીએ ,પાલક પનીર તો નથી ઓર્ડર કરેલો ને?રિંકલે હસતાં હસતાં કીધું.

“હા એવું જ કંઈક સમજ...ચાલ ને હવે,બહાર જઈએ,બહાર ઉભા રહી બધા જ આપણી રાહ જોતા હશે.”પ્રિયાએ ચાલતા ચાલતા બહારની તરફ રસ્તે જતા કહ્યું.

પ્રિયા,સાચી વાત કહું,બંને પરિવારવાળા મળી,આ જ વાત કરતા હતાં કે,તેઓને આ જોડી પસંદ છે,અને જો તમે બંને એકમેકને પસંદ કરી લેશો,તો આગળ વાત કરશે.

પ્રિયાના ધબકારા આ સાંભળી વધી રહ્યાં હતાં,તે વિચારી રહી હતી,લગ્નનાં બંધનમાં જોડાવાની છું હું?તે પણ આ પાલક પનીર સાથે....

લગ્નનાં હોલ પરથી બધા છુટા પડી પોતપોતાનાં ઘરે રવાના થાય છે,રાત્રે મોડું થતાં,ઘરે પહોંચતા,થાકેલા રહેવાથી,કારમાં કે ઘરે આવી, કોઈ આ બાબત પર પ્રિયા સાથે ચર્ચા કરતું નથી....

પ્રિયા બીજા દિવસે,પોતાનાં સમય પ્રમાણે, કોલેજ પહોંચી જાય છે.કોલેજમાં પણ નીલ સર, ભાવ ન આપતા હતાં,તે જાણવા છતાં, પ્રિયા નીલ સરનાં લેકચરની જ રાહ જોયા કરતી હતી,ઇનશોર્ટ,પહેલા તે એટરેકટ થઈ હતી,પછી લાઈક કરવા લાગી હતી, અને પ્રિયા, હવે નીલ સરને એકતરફી ચાહવા લાગી હતી.

નીલ સરને પોતાનું ભણાવાનાં કામ સાથેનું મતલબ હતું,પ્રિયા સાથેની મુલાકાત, એક અણધારી મુલાકાત હતી.પણ સંજોગે એક જ કોલેજમાં પ્રિયા સાથે ફરી મળવાનું થયું.નીલ સર,આવતા....ભણાવતા....અને જતા રહેતા,પરંતુ પ્રિયા,પોતે જ હવે એકતરફી પ્યારમાં પડી રહી હતી.

લેકચર,પત્યાં બાદ સોની મળે છે,અને બંને બહેનપણી નીચે કેમ્પસમાં જવા માટે નીકળે છે,ત્યાં જ પ્રિયા રવિવારની રુદ્ર વિશેની ટુંકમાં વાત પતાવે છે.

આ સાંભળી.સોની હવે કાયમની ચીડવવા માટે રેડી થઈ ગઈ હતી,અને કહેવાં લાગી,આવ્યો ફોન પાલક પનીરનો?

“હજું સુધી તો નથી” પ્રિયાને પણ હવે સોની સાથે મજા આવી રહ્યી હતી.

કારણકે રિંકલ,મામાની છોકરી હતી, એ જીજાજી કહેવાં લાગી રુદ્રને,મજાકમાં જ કહ્યું હતું,તો પણ ન ગમતું હતું પ્રિયાને,જયારે સોની એની ખાસ ફ્રેન્ડ,પ્રિયાની જેમ જ પાલક પનીર કહેવાં લાગી.

પ્રિયા એક વાત કહું, “આપણા ગ્રુપમાં,મેં બધી જ વાત કરી દીધી છે,કે તેય કુલદીપને થપ્પડ કેમ મારી,એક્ચૂલી,વિનીત કંઈક વધારે જ ફોર્સ કરવા લાગ્યો એટલે કહેવાં પડ્યું.”

“ ઓ.કે ”પ્રિયાએ એટલું જ કહ્યું.

“પ્રિયા વિનીતે મેસેજ આપ્યો છે કે,એક વાર તને મળવા માંગે છે,બસ સોરી કહેવું છે,અને ફરી ગ્રુપમાં જોડાઈ જા પહેલાની જેમ ,એમ કહેવાં માંગે છે”સોની વિનીતે જે મેસેજ આપ્યો હતો,એ એકશ્વાસે કહી ગઈ.

“હમણાં તો નહી જ,પછી આવીશ,ત્યાં સુધી વિનીત પણ જરા સીધો થાય”એમ કહી પ્રિયા સોનીને બાય કહી ઘર જવા નીકળે છે.

ત્યાં જ વિનીત સામે જ ઊભો હતો,આજે તો પ્રિયાને કઈ પણ કરીને મળવું હતું.

વિનીત ખૂબ જ નમ્ર થઈ પ્રિયાને “હાય” કહે છે.

પ્રિયા શાંતિથી કહે છે “ હેલ્લો,વિનીત ,મને મોડું થાય છે,આપણે પછી વાત કરીશું”

ફક્ત આટલું કહી પ્રિયા ત્યાંથી છટકવા માંગે છે.

પ્રિયા,તું મને એટલું બધું ઇગ્નોર કેમ કરી રહી છે? વિનીત પ્રિયાની નજદીક જઈ આંખોમાં આંખો નાંખી કહેવાં લાગ્યો.

“મને મારી વાતને એક્સ્પ્લેન કરવાનો મોકો તો આપ ”વિનીતે કહ્યું.

વિનીત તું,તારા વર્તન બદ્દલ સોરી માંગી લીધી છે.અને મેં પહેલા પણ કીધું ને,હમણાં પણ કહું છું,ઇટ્સ ઓ.કે,હવે હું જઈ શકું ને ?

પ્રિયા શું વિચારે છે,તું મારા માટે ? આવી રીતે કેમ વાત કરી રહી છે? વિનીત ફરી પ્રિયાની વધુ નજદીક જઈ,કહી રહ્યો હતો.

બધા જ વિદ્યાર્થીઓ,પોતપોતાનાં ઘરે જવા નીકળ્યા હતાં,તેથી વિદ્યાર્થીઓનું ટોળું એકસાથે જ ભીડ કરી રહ્યું હતું,અને વિનીતે,પ્રિયાને રસ્તામાં જ અધવચ્ચે જ રોકી રાખી હતી,તેથી પ્રિયાને ગુસ્સો આવે છે.

“ અબે યાર જસ્ટ ચિલ્લ નાં,હું કઈ નથી વિચારતી,મને જવા દે હવે ” પ્રિયા ગુસ્સામાં જ કહે છે.

એટલામાં જ વિનીત પ્રિયાનો હાથ જોરથી પકડી લે છે.

“વિનીત હાથ છોડ મારો,તું લાફો ખાઈશ આજે મારા હાથનો” પ્રિયા હાથ છોડાવતા કહી રહી હતી.

વિનીત પ્રિયાનો હાથ જોરથી પકડી લે છે,અને પહેલા આ ભીડભાડમાંથી નીકળીને એકાંત જગ્યે કમ્પાઉન્ડનાં દીવાલે પ્રિયાના હાથ છોડી દે છે.

પ્રિયા ત્યાંથી જવા જ લાગે છે,પરંતુ ત્યારે જ વિનીત બંને હાથોનાં પંજા, દીવાલને અડાડી ,પ્રિયાનાં જવા પર રોક લગાવી દે છે.પ્રિયાને નાં છુટકે દીવાલને અડી જવું પડતું હોય છે.

પ્રિયાનો ગોરો ચેહરો, લાલ ટમાંટર જેવો થઈ ગયો, “અબે ઓ,દિમાગ હટા હૈ ક્યાં? ચલ, હાથ હટા અબ,ઔર જાને દે મુજે...”

“પ્રિયા, મેં તારું,આવું વર્તન ક્યારે પણ નથી જોયું,જે તું કેટલા દિવસથી મારી સાથે કરી રહી છે” વિનીતે બંને હાથો દીવાલ પર હજુ પણ અડાવીને જ રાખ્યાં હતાં,અને પ્રિયા,એ બંને હાથોની વચ્ચે,દીવાલને અડીને ઉભી રહી હતી.

વિનીત આંખોમાં આંખ નાંખીને વાતો તો કરી રહ્યો હતો,પરંતુ વિનીતે બંને વચ્ચેનું ઘણું બધું ડિસ્ટેન્સ રાખ્યું હતું,તેનો મકસદ ફક્ત, કુલદીપ વિષેની સચ્ચાઈ જણાવાની હતી.

“પ્રિયા હું તને કેવી રીતે સમજાઉં,હું કુલદીપને વધારે નથી ઓળખતો,એ સામે ચાલીને આવ્યો હતો,મારી સાથે દોસ્તી કરવા માટે,એને જ કીધું કે,મારા કોલેજમાં કોઈ વધારે ફ્રેન્ડ્સ નથી,એવી રીતે અમારી રોજની કોલેજમાં જ મુલાકાત થઈ અને દોસ્તી થઈ ગઈ,પછી હું આપણા ગ્રૂપમાં એને લાવી પરિચય કરાવ્યો,બસ એનાથી વધારે કહી નહી ” વિનીતે ખૂબ જ વિગતમાં સમજાવતાં પોતાની સફાઈ આપી.

“થઈ ગયું ને,તારું એક્સ્પ્લેનેસન,હવે મને જવા દે..” પ્રિયા કંઈ જ સાંભળવા ન માંગતી હોય,એવી રીતે કહે છે.

“હા થઈ ગયું,અને બીજું એમ કે,તું હવે ફરી ગ્રુપમાં આવી જા,મારા માટે નહી,તારા જ ગ્રૂપનાં ફ્રેન્ડ્સ માટે” વિનીત આજીજી સ્વરે બંને હાથોનાં પંજા દીવાલ પર જ અડાવી રાખીને કહી રહ્યો હતો.

ત્યાં જ પ્રિયાનાં મોબાઈલની રીંગ વાગે છે.

“વિનીત પ્લીસ,મને જવા દે” પ્રિયા પોતાનાં બેગ ખોલતાં કહી રહી હતી.

વિનીત હજું પણ એવી જ રીતે ઊભો હતો.પ્રિયા દિવાલને અટકી,પોતાની બેગમાં રાખેલો મોબાઇલ કાઢી રહી હતી,ત્યારે છુટા રાખેલા બધા જ વાળ,ચહેરા પર આવી જતા,ત્યારે તે કાન નાં પછવાડ કરી દેતી,પણ ફરી તે એવી રીતે જ પ્રિયાના ચેહરા પર આવી,ડીસ્ટર્બ કરી રહ્યાં હતાં,એમાં મોબાઇલની રીંગ સ્ટોપ થવાનું,નામ જ ના લેતી હતી ,કે ના મોબાઇલ બેગમાંથી મળી રહ્યો હતો.

વિનીત તો,ગુસ્સામાં બોલી રહી,પ્રિયાની અદાને જ નિહાળી રહ્યો હતો,એમાં પણ વાળને બંને હાથો થી પછવાડ કરતી પ્રિયા,ઝીણી આંખો કરી બેગને ક્યારથી ફંફોસી રહી હતી,એમાં ફરી લાંબી વાળોની એકસાથે લટો ચહેરાની જમણી બાજુએ આવી ગઈ,વિનીતે તે જોતા જ ખૂબ જ પ્યારથી,પોતાનાં જમણા હાથે થી પ્રિયાની લટો કાનનાં પછવાડ કરી દીધી.

“વિનીત શું કરે છે? પ્રિયા લાલઘૂમ થઈ, વિનીતનાં ગાલ પર થપ્પડ મારવા હાથ ઉપાડે જ છે,તે જ પળે વિનીત સોરી કહી દે છે.ત્યાંજ મોબાઇલની રીંગ પણ વાગતી બંધ થઈ જાય છે.

પ્રિયા,ત્યાંથી વિનીતનો ડાબો હાથ,જે હજી દીવાલ પર જ રાખ્યો હતો,એને જોરથી ઝાટકીને ત્યાંથી,પોતાનાં ઘરે જવા નીકળી પડે છે.

“પ્રિયા.....”વિનીત એટલું જ કહી ચીલાવતો રહ્યો,અને તે જ દીવાલ પર જમણા હાથનો મુકો મારતો,અફસોસ કરી રહ્યો.

પ્રિયા ઘરે આવી ફ્રેશ થઈને મોબાઇલમાં મિસ્ડ કોલ ચેક કરે છે,અનનોન નંબર હતો,તે જ નંબર પર કોલ કરે છે,સામે રીંગ જઈ રહી હતી,પણ કોઈ રિસ્પોન્સ નથી આપતું.

એકવાર મનમાં થાય છે કે રુદ્રનો હશે.

એક કલાક પછી તે જ નંબરથી કોલ આવે છે,પ્રિયા કોલ રિસિવ કરી, “હેલ્લો” કહે છે.

“હેલ્લો,મિસ પ્રિયા...રુદ્ર....” રૂદ્રે પ્રિયાનો અવાજ પારખતાં કહ્યું.

“હા,પ્રિયા બોલું,કેમ છો ?” પ્રિયા નમ્ર થઈ કહેવાં લાગી.

“વેલ,લેમન વગરનું,પાલકપનીર કેવું હોય ? રુદ્ર જાણે,પ્રિયાને બહુ પહેલાથી ઓળખતો હોય,એવી રીતે ફોન પર જવાબ આપ્યો.

“પાલક પનીરની રેસીપી તો હું નથી જાણતી,પણ આ ફોન કેવી રીતે કટ થાય,એટલું તો હું જાણું છે” પ્રિયાને જાણે એમ થયું કે,નમ્ર બનીને વાત કરીને ભૂલ કરી દીધી ,સીધો આન્સર આપવામાં કેમ કોઈ માનતું નથી, એમ વિચારમાં તે ફરી ચિડાઈને વાત કરવા લાગે છે.

“નાં એવું નહી કરતા,મને પણ આવડે છે, ફરી ફોન લગાડતા” રૂદ્રે પ્રિયાનાં સવાલનો જવાબ,એની જ બોલીમાં આપ્યો.

“એહય...યયયય,શું કામ હતું એ બોલો?” પ્રિયાને જાણે ભાવ જ ન આપવો હતો,એવી રીતે કહેવાં લાગી.

“ઓ.કે. આ રવિવારે ફ્રી હોય તો આપણે મળી શકીએ ? જો નાં નહી પાડતા,તમે જ કીધું હતું, કે આપણે થોડીક મુલાકાતો કરી લઈએ” રુદ્ર પ્રિયાને જાણે હા,પાડવા માટે જ મનાવી રહ્યો હોય,એવી રીતે કહેવાં લાગ્યો.

“ક્યાં મળવાનું છે?”પ્રિયાએ કહ્યું.

“તમે જ્યાં કહો ત્યાં”સામેથી રૂદ્રે જવાબ આપ્યો.

“ઓ.કે. હું ટાઈમ,અને ક્યાં મળવું છે એનું એડ્રેસ,મેસેજ કરીને કહી દઈશ.” પ્રિયાએ કહ્યું.

એટલીજ વાતચીત કરીને,બંનેએ બાય કહી ફોન ને કટ કર્યો.

ત્યાર બાદ પ્રિયાએ તરજ સોનીને ફોન લગાડી ફ્રી છે કે હમણાં પૂછ્યું, તરજ જ પોતાનાં ઘરે બોલાવી દીધી.

સોની પ્રિયાના બેડરૂમમાં આવતાં જ પૂછવા લાગી,“ અરે પ્રિયા શું થયું,કયું અર્જેટ કામ આવી પડ્યું?? કે હમણાં જ બોલાવી લીધી મને ?

પ્રિયા લેપટોપ પર,કેટલીક ઓનલાઈન શોપિંગ સાઈટ ખોલીને રાખી હતી,તેમાંથી સિલેક્ટ કરેલા કેટલાક ક્લોથસ સોનીને બતાવતા કહ્યું “ આ જો,આ કેવું છે?”

“એહ..હેઅ...હે... કેમ,ક્યાં જવાની છે,શાના માટે?” સોનીએ વિસ્મયથી એકસાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યાં.

“અરે તું બોલને પહેલા,કયું સિલેક્ટ કરું?” પ્રિયા પણ અધીરાઈથી પૂછી રહી હતી.

“અરે યાર,પણ મેં તને આટલું શોર્ટ,પહેરતા ક્યારે પણ નથી જોયું,ગોવાનાં દરિયા કિનારે જઈ રહી છે કે શું ? સોની ગુંચવાતા મને પ્રિયાની તરફ સવાલોનું મોઢું લઈ કહી રહી હતી.

“અરે બધું કહું છું,પહેલા બોલ કયું પસંદ છે?પ્રિયા ફરી પૂછવા લાગી.

સોની પસંદ કરેલા કપડા તરફ આંગળી ચીંધીને દેખાડવા લાગી.

“ઓ.કે,હું ઓનલાઈન મંગાવી લઉં છું,રવિવારના પહેલા આવી જશે” પ્રિયા લેપટોપમાં ધ્યાન લગાવતી કહી રહી હતી.

પ્રિયાને જે શોપિંગ કરવું હતું,તે ઓનલાઈન ઓર્ડર આપી,લેપટોપને બંધ કરી બેડ પર મૂકતા,સોનીને કહે છે, “ કોલેજમાં,મેં તને પાલક પનીરની વાત કરેલી,એનો ફોન આવ્યો હતો,સો..મળવા માંગે છે.”

“હા તો સારી વાત છે,પણ તારી પહેલી મુલાકાતે, તું આવું પહેરીને જઈશ ?પાલક પનીર તને રિજેક્ટ જ કરશે !!” સોની ચિંતાતુર થતાં કહી રહી હતી.

“હા એ જ હું પણ ચાહું છું,કે પાલક પનીર મને રિજેક્ટ કરે” પ્રિયા રમત રમતી હોય એ રીતે સ્માઈલ આપતા કહ્યું.

“પ્રિયા, ના... તું યાર પાગલપન કરે છે,ક્યારેક તો વિચારીને જિંદગીનો ફેંસલો કર,દરેક સમયે આવી રીતે બચપનાવાળી રમત ન રમ્યા કર,તારા લગનનો સવાલ છે !!” સોની સમજાવતાં કહી રહી હતી.

“હા, લગ્નનો સવાલ છે,એટલે જ તો આવું કરી રહી છું,તું ટેન્સ નહી લે યારા.”સોની પર બંને હાથો રાખતા પ્રિયાએ કહ્યું....

અને એ રવિવારનો દિવસ આવી જ ગયો...

પ્રિયા આવા કપડામાં પોતાનું રૂપ,પહેલી વાર જોઈ રહી હતી,પોતાને પણ ઘણું અજુગતું લાગી રહ્યું હતું,પણ પ્રિયાને આ રુદ્ર માટે આવું જ કરવું હતું.

પ્રિયા અરીસામાં પોતાનું રૂપ જોઈ ઝીણી આંખો કરી,હાથના ઇશારાથી જાણે,હાથમાં પિસ્તોલ પકડી હોય,એ રીતનું પોઝીશન લઈ,કહી રહી હતી, “ પાલક પનીર,જસ્ટ વેઈટ એન્ડ વોચ ”

(ક્રમશ: ..)