Bungalow No. 313 - Part-10 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | Bungalow No. 313 - Part-10

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

Bungalow No. 313 - Part-10

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

બંગલો નં.313ભાગ : 10

વિષય : નવલકથા

પ્રકરણ : 19 બંગ્લાનુ રહસ્ય

પ્રકરણ : 19

બંગ્લાનુ રહસ્ય

બે દિવસ બાદ અંકિત ત્રિવેદીનો ફોન આવ્યો કે તેના રિપોર્ટસ હજુ તૈયાર નથી.તે હજુ વધુ તપાસ કરવા માંગે છે.તેને બંગ્લાની ચાવી માંગી એટલે વૈદિકે પટ્ટાવાળા સાથે ચાવી મોકલાવી દીધી.અંકિત ત્રિવેદીએ ફરીથી બંગલા પર જઇને પોતાને જરૂરી એવી બધી તપાસ કરી લીધી. બીજા બે દિવસ બાદ અંકિત ત્રિવેદીએ જણાવ્યુ કે આવતીકાલે તે બંગલા નં.313 પર રિપોર્ટસ લઇને આવશે.આખરે રિપોર્ટસમાં શું હશે તેની ચિંતામાં વૈદિકને રાત્રે ઉંઘ પણ ન આવી.વહેલી સવારે તે તૈયાર પણ થઇ ગયો. અંકિત ત્રિવેદીએ આપેલા સમય સવારના દસ વાગ્યા પહેલા બધા 9:30 મિનિટે બંગલા પર પહોંચી ગયા.બરાબર દસ વાગ્યામાં બે મિનિટની વાર હતી ત્યારે જયોતિષ શાસ્ત્રી અંકિત ત્રિવેદી પોતાની બ્લેક કલરની સ્વિફટમાં બેસી કાળા સુટબુટમાં સજ્જ થઇને પહોંચી ગયા.પોતાની સાથે પોતાનુ એક લેપટોપ અને એક નાની બ્રિફકેસ લઇને આવ્યા હતા. “મિ.વૈદિક એન્ડ મિ.ઋતુ ચાલો બધા આપણે હોલમાં જઇએ અને પછી વાત કરીએ” અંકિતે આવતાવેંત કહ્યુ. બધા હોલમાં ગયા.હોલમાં જઇને અંકિતે વૈદિક, ઋતુ, દિપીકા, ગીતા, પારેખ અંકલ, દિવ્યા આન્ટી બધાને ફરતા સોફા પર બેસાડયા અને વચ્ચે ટેબલ પર લેપટોપ ચાલુ કરીને રાખ્યુ.અંકિતે બંગલાનો આખો ડાયાગ્રામ દેખાડયો.ત્યારબાદ બંગલાના અલગ અલગ ચિત્રો દેખાડીને કહ્યુ,

“વડોદરાનો આ આલીશાન બંગલો છે.દેખાતા જ મન મોહી જાય તેવો મનમોહક આ બંગલો લગભગ 20 વર્ષ પહેલા વડોદરાના જ વેપારીએ બંધાવ્યો હતો.હવે જયારે આ બંગલો બંધાવ્યો ત્યારે આ બધી જમીન એ વેપારીની ન હતી.2000 ફુટની જમીન તેની હતી.1000 ફુટ જમીન ગેરકાયદેસર રીતે વાળી લીધેલ છે.અને બાકીની જમીન ત્રણ ખેડુત પરિવારની છે.ત્રણ ખેડુત પરિવારમાંથી બે ભાઇઓના પરિવાર તેના કરજદાર હતા.” બે આદીવાસી ભાઇઓના કરજ પણ કાંઇ બહુ મોટા ન હતા અને જમીનની કિંમત સામે સાવ મામુલી હતા.છતાય અભણ આદિવાસી આ ભાઇઓ પાસે ખોટી રીતે અંગુઠા મરાવી જમીન હડપ કરી લીધી હતી.તેઓના જીવનનો આધાર જમીન હતી.વેપારીએ જમીન પડાવી લેતા તેઓ કંગાળ બની ગયા.ત્રીજો પરિવાર એક ભીલ પરિવાર હતો.તેઓ તો વેપારીના કરજદાર પણ ન હતા.તેઓનો કોઇ વાંકગુનો પણ ન હતો.તેમને એક દીકરો-દીકરી હતા.દીકરો અભ્યાસ કરતો હતો અને દીકરીના લગ્ન લેવાના હતા.તેમના ઘરનો તમામ ખર્ચો જમીનની ઉપજ દ્વારા નીકળ્તો હતો.આવકનુ બીજુ કોઇ સાધન પણ ન હતુ.ત્યારે વેપારીએ તેને ફોસલાવી પટાવી ખોટી લાલચો આપીને અંગુઠો મરાવીને તેમની જમીન હડપ કરી લીધી. જમીન હડપ કરી લેતા ભીલ પરિવારની રોજીરોટી છિનવાઇ ગઇ.આવકનો કોઇ બીજો સ્ત્રોત ન રહેતા દીકરીના લગ્ન અને દીકરાનો અભ્યાસ રોકાઇ ગયા.ખાવાના સાંસા પડતા ભીલ પરિવારે સામુહિક આપઘાત કરી લીધો.ખુબ જ ભયંકર રીતે સળગીને તેઓએ આપઘાત કરી લીધો.આદીવાસી ભાઇઓની જમીન છીનવાઇ જતા તેઓ રસ્તા પર આવી ગયા.ભીખ માંગવા લાગ્યા અને તેઓની હાલત ખુબ જ ખરાબ બની ગઇ.રસ્તા પર આવી જતા મોટાભાઇના દીકરાની વહુને બદમાશોની ટોળી ઉઠાવી ગઇને તેનો બળાત્કાર કરીને મોતને ઘાટ ઉતારી દીધી અને આ આઘાત સહન ન થતા તેનો પતિ પાગલ થઇ ગયો.આમ બંને પરિવારની હાલત ખુબ જ કફોડી બની ગઇ. આજે પણ તેમના વંશજો ભીખ માંગીને ગુજરાન ચલાવે છે.રસ્તા પર રઝળીને જીવન વિતાવે છે.બંગલો બંધાવતી વખતે વેપારીને પૈસા ખુટી ગયા આથી તેને બિચારા મજુર અને કડિયાઓને પણ પૈસા ચુકવ્યા નહિ.આમ આટલા બધા ખરાબ કાર્ય પછી આ બંગલો બંધાવ્યો આથી બધી નેગેટીવ ઉર્જા આ બંગલામાં રહેલી છે.આ બધા કારણોને હિસાબે બંગલો અપશુકનિયાળ બની ગયો લાગે છે. “ખુબ જ ભયાનક મિ.અંકિત તમે જે માહિતી પુરી પાડી તે ખુબ જ દુ:ખદાયક છે.બંગલો અપશુકનિયાળ હોય કે ના હોય પરંતુ જે અન્યાયી વસ્તુ બની છે.તે ખુબ જ ખરાબ બાબત છે.મારા હૈયામાં એક આઘાત લાગ્યો માણસો પૈસા, સ્વાર્થ ખાતર આટલા બધા ક્રુર શા માટે બની જાય છે? મિ.અંકિત ભીલ પરિવાર તો મૃત્યુ પામ્યો તેના માટે તો આપણે કાંઇ ન કરી શકીએ પરંતુ પહેલા આદિવાસી ભાઇઓના પરિવાર અને મજુર અને કડિયાના પરિવારના નામ ઠેકાણા મળે તો હુ તેમને ન્યાય અપાવવા માંગુ છુ.” વૈદિકે કહ્યુ “જુઓ મિ.વૈદિક હુ તમારી લાગણી સમજી શકુ છુ.આ ક્રુરતા અને અન્યાયપૂર્વકનુ વર્તન તદન ઘૃણાસ્પદ છે.પરંતુ આપણી પણ કેટલીક મજબુરી છે.કડિયાઓ અને મજુરોના નામ ઠેકાણા શોધવા અસભંવ છે.વીસ વર્ષ પહેલાના આ નાના વર્ગનુ સરનામુ શોધવુ શક્ય નથી.પરંતુ પહેલા બંને આદિવાસી પરિવારનુ સરનામુ હુ આપી શકુ એમ છુ.મે મારી રીતે તપાસ કરી લીધી છે.મોટાભાઇના પરિવારમાં તેનો મોટો દીકરો જે પાગલ બની ગયો હતો તે ગુજરી ગયો છે.મોટાભાઇ અને તેના પત્નિ પણ અવસાન પામ્યા છે.તેનો બીજો દીકરો તેમના પરિવાર સાથે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગે છે.” “જયારે નાના ભાઇના પરિવારના ઘણા સભ્યો પાગલ થઇ ગયા છે અને તે રસ્તે રખડે છે.નાનાભાઇનો એક દિકરો અને દીકરાની પત્ની પોતાના પરિવાર સાથે પાસેના ગામડામાં જઇને ભીખ માંગે છે.”અંકિત ત્રિવેદીએ માહિતી આપી “ખુબ જ ઘૃણાસ્પદ વાત મિ.ત્રિવેદી પેલા વેપારીને તો ફાંસીએ લટકાવી એવો જોઇએ”ગીતાએ કહ્યુ. “ગીતા તેને ફાંસીએ લટકાવતા પહેલા પેલા બંન્ને પરિવારોને શોધી ન્યાય અપાવવો ખુબ જ જરૂરી છે” ઋતુએ કહ્યુ. “મિસિસ મહેતા વેપારીને તો ખુબ જ કમોત મળ્યુ છે.તેની બંન્ને કિડની ફેઇલ થઇ જતા તેના શરીરમાં અસંખ્ય જીવાત પડી ગઇ હતી.અને રિબાઇ રિબાઇને તેનુ મૃત્યુ થયુ છે.ઇશ્વરે તેને સજા આપી દીધી છે અને અત્યારે તેનો પરિવાર પણ ગરીબાઇમાં જીવે છે.” અંકિતે કહ્યુ “તમે મને પહેલા આદીવાસી પરિવારો પાસે લઇ જાઓ મારે તેમને યોગ્ય મદદ કરવી છે.તેમની જમીનના પૈસા ચુકવવા છે” વૈદિકે કહ્યુ “મિ.વૈદિક તમારે પૈસા ચુકવવાના ન હોય પેલા વેપારીના પરિવારે ચુકવવાના હોય”અંકિત ત્રિવેદીએ કહ્યુ “હુ પણ સમજુ છુ એ વાતને કે મારે ચુકવવાના ન હોય પરંતુ ઇશ્વરે આજે મને એટલા પૈસા આપ્યા છે અને કોઇને મદદ કરવાનો મોકો આપ્યો છે ત્યારે હુ તક શા માટે જતી કરુ? મારે તે ગરીબ, દુ:ખિયારા પરિવારની મદદ કરવી છે.” વૈદિકે કહ્યુ “મિ.વૈદિક ખુબ જ ઉમદા વિચારો છે તમારા.આજની આ દુનિયામાં તમારા જેવા માણસો મળવા ખુબ મુશ્કેલ છે.તમારી ભાવના જોઇને મારી લાગણી પણ જાગી ઉઠી છે.હુ શક્ય એટલી તમારી મદદ કરીશ અને આપણે બધા સાથે મળીને તેઓની મદદ કરીશુ.આવતીકાલે હુ પુરતી તપાસ કરી રાખીશ અને કાલે જ તમને તેઓ પાસે લઇ જઇશ.”અંકિતે કહ્યુ. બીજે દિવસે સવારે અંકિતે ત્રિવેદી વૈદિકને રેલ્વે સ્ટેશન પર લઇ ગયો. ત્યાં રહેલા યતીનભાઇ જે પહેલા આદીવાસી પરિવારના સભ્ય હતા તેઓને મળ્યા ત્યાં રહેલા ભીખારીઓની પરિસ્થિતિ જોઇને વૈદિકને ખુબ દુ:ખ થયુ.આથી વૈદિકે બધા ભીખારીઓને નાનકડા મકાન અને નાનકડી નોકરી અપાવવાનુ વચન આપ્યુ.આદિવાસી પરિવારના બધા સભ્યોને મળીને તેમને યોગ્ય કિંમત ચુકવીને તેના પરિવારના બધા સભ્યોને નાની મોટી નોકરી શોધી આપી અને રહેવા માટેની સગવડ કરી આપી. ત્યારબાદ બંગ્લા નં.313 માં યોગ્ય વિધિ અને હવન કરાવીને પારેખ અંકલ સાથે બધા રહેવા માટે શિફટ થઇ ગયા.થોડા જ દિવસમાં ઋતુની બિમારી પણ એકદમ સારી થઇ ગઇ. હેતલે એક સુંદર દિકરાને જન્મ આપ્યો અને પિતાજીના જન્મદિવસે ચારેય ભાઇ-બહેનોએ બંગલામાં એક સુંદર પાર્ટી રાખી અને ગરીબોને દાન આપ્યુ.આખરે મિ.મહેતાની અંતિમ ઇચ્છા પુર્ણ થઇ ગઇ.