NO WELL: Chapter-8 in Gujarati Short Stories by Darshan Nasit books and stories PDF | NO WELL: Chapter-8

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

NO WELL: Chapter-8

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ -૮)

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે શ્યામને ઝરીન મુલાકાત થાય છે અને રાકેશ લાસ્ટ યરમાં આવી ગયો છે અને હવે આગળ...

પ્રકરણ-૮

કોલેજના ગ્રાઉંડમા ઘેરાયેલા લીમડાના ઝાડ નીચે પાર્ક કરેલી બાઇક પર બેઠેલા રાકેશને નવી આવેલી ગર્લ્સના નિરિક્ષણમા ભંગ પાડતા સંદીપે કહ્યુ, ‘રોકી, તને પ્રણવસર બોલાવે છે.’

‘કેમ?’ રાકેશે પ્રશ્ન કર્યો.

‘કઇક કામ હશે તો જ બોલાવેને યાર!’ સંદીપ કઇ બોલે એ પહેલા આનંદીએ રાકેશના સવાલનો જવાબ આપ્યો.

‘ઓકે, કમિંગ ઇન મોમેંટ ડીયર.’ બે વર્ષથી કોલેજમાં તેઓને શોધવાના સરનામા પરથી (જ્યાથી કોલેજમા થતી બધી હરકતો પર ધ્યાન રાખી શકાતુ) ઊભા થઇને કોલેજ બિલ્ડીંગ તરફ પ્રયાણ કર્યુ.

આનંદી એવી ગર્લ્સમાની હતી કે જેની સાથે રાકેશે વધુ સમય ગાળ્યો હોય, કારણ કે રાકેશને તેના પિતા તરફથી તેને પોલીટીકલ સપોર્ટ મળી રહેવાનો હતો. બાકી પ્રેમ-પ્રેમ કહીને પેસાદાર છોકરાઓ પાછળ ઘેલી બનેલી છોકરીઓ પ્રત્યે એનું મંતવ્ય યુઝ એન્ડ થ્રો માફક હતું. બીજા ગામ-શહેરથી આવેલી મોટા ભાગની છોકરીઓ પોતાના દેખાદેખી કરવાના ખર્ચ કાઢવા માટે બોયફ્રેન્ડ બનાવવાથી લઇને એકદમ હલકામાં હલકી કક્ષાની પ્રવુતિ કરવા તૈયાર થઇ જતી આ કારણોસર તેને કોઇપણ છોકરી પર વિશ્વાસ ન હતો.

‘ટક-ટક...’ રાકેશે ઓફિસમાં પ્રવેશતા પહેલા દરવાજા પર ટકોરા માર્યા.‘મે આઇ કમ ઇન સર?’‘યસ.’ પ્રણવસરની સાથે બીજા બે પ્રોફેસર પણ ત્યાં હાજર હતા.‘સર, તમે મને યાદ કર્યો?’‘કોલેજની જી.એસ. માટેની ચુટણીના ઉમેદવાર તરીકે તું સિલેક્ટ થયો છે.’‘થેંકયુ સર. શું હું બીજા ઉમેદવારોના નામ જાણી શકુ?’‘તું, ફેજલ, સંજય અને કિશન.’ કિશન અને સંજયને તો ઇલેકશનમાં હરાવવાએ રોકી માટે કોઇ મોટી વાત નહોતી.

ફૈઝલને સેકંડયરમાં એક્ઝામ સમયે બગડેલી તબિયતને લીધે એક્ઝામ ન આપી શકાતા બીજું વર્ષ ફરીવાર કરવું પડ્યું. છેલ્લા વર્ષમાં બંનેના જી.એસ. બનવાના સપનાઓના કરને ફૈઝલ હવે રાકેશને ચુંટણીમાં અડચણરૂપ બની ગયો.

ફૈઝલ બધાને રાકેશથી વધુ મદદરૂપ થવું, દરેક એકટીવીટીમા આગળ રહેવાથી રાકેશના ટક્કર મારનારા હરિફમાંનો એક ગણાય તેમ હતો. વિદ્યાર્થીઓના મનમાં જો રાકેશ કરતા કોઈ વ્યક્તિની છાપ સારી હોય તો એ એક જ હતો, ફૈઝલ. જે બે દિવસથી બહાર ગયો હતો.

‘થેંક યુ, સર’ ફરી એકવાર આભાર માની રાકેશ ફરી ગ્રુપ તરફ આવી ગયો.

મિત્રતામાંથી દુશ્મની થવાની ધીમી શરુઆત થઇ ચુકી હતી. રાકેશ પાસે બે રસ્તા હતા એક તરફ ધ્યેય કે જે કારણને લઈને રાજકારણમાં પ્રવેશવા માંગતો હતો અને બીજી તરફ મિત્રતા.

‘બધા ક્યા?’ આનંદી અને સંદીપ સીવાય બાકીના વ્યક્ત્તિઓ જોવા ન મળતા પૂછ્યુ.‘કેન્ટીનમાં, રોકી ચાલો આપણે પણ ત્યાં જઇએ,’ સંદીપે કહ્યું. ‘શ્યોર,’ રાકેશ બોલ્યો.

‘સરને શુ કામ હતું?’ આનંદી બોલી.‘જી.એસ.ની ચૂંટણી માટે.’ રાકેશે કારણ જણાવ્યું.

‘નામ સિલેક્ટ થયુ?’ આનંદીએ થોડી ચિતા અને થોડી ઉત્સુકતાથી પૂછ્યું.‘યસ, બીજા ત્રણ સભ્યો પણ છે. ફૈજલ, સંજય અને કિશન.’

‘જીતી જઇશ?’ સંદીપે ભવિષ્યવેતા પાસે ભવિષ્ય જોવડાવતો હોય તેમ પૂછયું.

‘યાર હજુ તો ઉમેદવારનુ સીલેકશન થયુ છે. ઇલેકશન સુધી તમારી બધાની હેલ્પ અને પછી આપણા નસીબ અંતે ખબર પડે કોણ જીતશે?’ રાકેશે ફૈઝલને કઈ રીતે હરાવવો તે વિચાર મનમાં ઘડવાનું શરુ કરી દીધું.‘આઇ વીલ ટ્રાય ટુ હેલ્પ.’ કેન્ટીન તરફ જતાજતા આનંદીએ આશ્વાસન આપતી હોય તેમ કહ્યું.‘એ જ તો જરૂર છે. હુ અને ફૈજલ બંનેમાથી જે ચુટાય આવે તે એક જ છે.’

આજદીન સુધી કોલેજમાં બધાએ મત આપીને જી.એસ. બનાવ્યા હતા. પણ આ વખતે હવે જોવાનુ એ હતુ કે કોણ કેટલા મત ખેચી શકે છે?

નિમેષ ચોકલેટ કેક લાવ્યો. કેન્ટીનમા સૌ ટેબલની આસપાસ ગોઠવાઈ ગયા. આનંદીએ કેક કાપીને તેના વીસમા બર્થ ડે સેલીબ્રેટ કરવાનુ શરુ કર્યુ.

‘હેપી બર્થ ડે ટુ યુ, હેપી બર્થ ડે ટુ યુ, હેપી બર્થ ડે ટુ યુ, ડીયર આનંદી’ બધાએ ગાવાની સાથે તાલીઓ પાડીને બર્થ ડે વીશ કરતા કહ્યું. નિમેષે ફોટો પાડીને આ પાર્ટીને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફી કરી.

‘થેંક્સ ટુ ઓલ,’ આનંદી બોલી.‘મેની મેની હેપી રીટર્ન્સ ઓફ ધ ડે.’ બોલીને રાકેશે આનંદીને વીશ કરવા હાથને તેની તરફ ધર્યો.થેંકસ બોલી રાકેશ તરફ આવીને બધાની વચ્ચે હગ કર્યું. આનંદીએ રાકેશને સાંજે ઘર પર આવવા આમંત્રણ આપ્યુ. ‘આજે આનંદીનો બર્થ ડે હોવાથી કોલેજમા આખો દિવસ બંક,’ નિમેષે એલાન જાહેર કરતો હોય તેવી અદામાં કહ્યું.

‘ઓકે.’ રાકેશ બોલ્યો.‘આઇ એગ્રી.’ હેતલ ચમચાગીરી કરતા કહ્યું.

ટોળાથી દુર જઈને રાકેશે ફૈઝલનો ફોન રિસીવ કર્યો, ‘હા, બોલ ને ભાઈ.’

‘બસ કેવુ ચાલે એ બોલ.’ સામેથી અવાજ આવ્યો.‘મસ્ત, આજે જી.એસ.ની ચુંટણીના ઉમેદવારના નામ બહાર પડ્યા છે.’‘કોણ કોણ છે?’‘હું, તું, કિશન અને પેલો સંજય,’ રાકેશ સંજયને પોઇંટ કરતો હોઇ તે રીતે બોલ્યો.

પાછળથી આવીને આનંદીએ રાકેશના ખભા પર હાથ રાખતા કહ્યું, ‘કોણ છે રાકેશ?’

‘ફૈજલ, આજે આનંદીનો બર્થડે છે એ યાદ છે ને? અમે તને બહુ જ મિસ કરીએ છીએ.’ આટલુ કહી રાકેશે મોબાઇલ આનંદી તરફ લંબાવ્યો..

‘હેપી બર્થ ડે ટુ યુ મિસ આનંદી.’‘થેંક્સ અ લોટ. કેમ અમારા બર્થ ડે પર જ તારે બહાર જવાનુ થાય?’ આનંદીએ કહ્યું.

‘થોડુ પર્સનલ કામ આવી ગયું.’ રાકેશ અને આનંદીના નજીક આવવાથી મિત્ર તરીકે ફૈજલ અને આનંદી વચ્ચે નાનામાં નાની વાતને લઇને મજાક મસ્તી થવી એ સામાન્ય હતુ. ‘ક્યારે આવે છે?’‘કમિંગ સુન, રાકેશને ફોન આપ થોડુ જરૂરી કામ છે.’‘હા, અમારા માટે તારી પાસે સમય જ ક્યાં છે?’ આનંદીએ ગુસ્સો બતાવવા થોડુ વધારે અવાજમાં બોલી ફોન રાકેશને રીટર્ન કર્યો.

‘ક્યારે આવવાનો છે?’‘કાલે રાતે અને આજે આનંદીને ફરવા લઇ જજે,’ ફૈઝલે સલાહ આપી.‘હા, ભાઇ એ કંઈ થોડુ કહેવાનુ હોય!’‘જી.એસ.ની ચુટણીની તારીખ આવી?’‘ના, હજુ તો ઉમેદવારના નામની જ ખબર પડી છે.’‘ઓ.કે. અને મારા ગયા પછી સંજય તરફથી કોઇ તક્લીફ તો નથી પડીને?’‘ના, પછી એ મુદ્દાને લઇને કોઇ વાત નથી થઇ.’

‘તો ઠીક, બોલ બીજુ કઇ કામ હોય તો,’ બાય બોલી રાકેશ ફરી કેન્ટીનમાં બર્થ ડે પાર્ટીમાં જોડાઇ ગયો.

₪ ₪ ₪

‘વેલકમ રાકેશ.’ આલિશાન બંગલા અંદર પગ મુકતાની સાથે યુવા સંગઠનના પ્રમુખ હિમતલાલે વધાવતા કહ્યું.

રાકેશે હળવુ સ્મિત કર્યુ. બંગલાની ચારે તરફ આછા ભૂરા રંગની દિવાલ પર કિમતી ચીજો, દેવતાનો મોટો ફોટો લટકાવેલો હતો. એક દિવાલ પર જૂનવાણી બંધૂક અને તલવાર જેવા વિવિધ શસ્ત્રો પણ રાખેલા હતા. સોફા પર બેસતા પહેલા તેણે નીરીક્ષણ કર્યું.

‘શું ચાલે છે?’ હિમતલાલે પૂછ્યું.‘સારુ, જી.એસ.ની ચુંટણીમાં ઉમેદવાર તરીકે સિલેકશન થઇ ગયુ છે.’ રાકેશની સામે આનંદી બેઠીબેઠી ધ્યાનથી સાંભળતી હતી. આનંદીને આંટીએ તેની પાસે બોલવી. તેણે આ પાંચ મિનિટના સમયનો બરોબર ઉપયોગ કરી લીધો.

‘અંકલ, વિદ્યાનગરમા આવ્યા પછી મે તમારા વિશે ઘણુ બધુ સાંભળ્યુ છે. તમારા પોલીટીકલ વિચારોથી હું બે વર્ષથી પ્રભાવિત થયો હતો એટલે મેં પણ જી.એસ. માટે નામ લખાવી દીધું.’ શ્યામ(માખણચોર) નામ નાના ભાઈનું અને માખણ લગાવવાનું કામ મોટાનું!‘આનંદી ઘરે આવીને ત્યારે તારા જી.એસ.માં સિલેક્શન વિષે મને વાત કરી. પહેલીવાર તેણે મને તારા માટે કઈક કરવા કહ્યું. બોલ શું જરૂર હતી?’

‘અંકલ ચુંટણી નજીક આવે છે. એ માટે ખાસ તમારા જેવા અનુભવી વ્યક્તિની મદદની જરુર છે.’‘એમાં કઈ કેવાનું થોડું હોય! બોલ, બોલ.’‘કોલેજમાં ઉમેદવાર તરીકે ચારમાંથી બે વ્યક્તિ એક હુ અને બીજો ફૈજલ. અમે બંને ખાસ કોલેજ આવ્યા પછીથી સાથે રહીએ છીએ, તો હવે મારે શું કરવુ એ ખબર નથી પડતી. દુવિધા છે, એક બાજુ દોસ્ત અને બીજી બાજુ શોખ.’

‘દુશ્મન બનાવવા પડે છે બાકી મીત્રો તો ગોતવાથી પણ મળી જાય. અને રાજકારણ તો વસ્તુ જ એવી છે જ્યાં ગમે તેવો મિત્ર હોઇ પણ પોતાના સ્વાર્થ અને ધ્યેય માટે કદાચ તેને છંછેડવો પણ પડે. રહી વાત જી.એસ.ની ચુંટણીની, તો એમાં તને આત્મવિશ્વાસ હોવો જોઇએ કે તું જીતીશ.’‘એ જ તો નક્કી નથી કરી શકતો કારણ કે મને ખબર છે કે અમારા બંને વચ્ચે સાવ થોડા એવો મતનો તફાવત રાખીને હારજીતનો નિર્ણય થશે. પોસિબલ છે કે તે ચુંટાય આવે,’ રાકેશે હળવેકથી પોતાનો પ્રોબ્લેમ રજુ કર્યો.

‘સંભાવના હોવી અને હકીકત થવી એ બંને ઘણો બધો તફાવત છે. તારે મારી પાસેથી રાજકારણીય સહાય જોઈએ છે?’ રાકેશે ફક્ત માથું હલાવીને માત્ર ‘હમમમ’ કર્યું.‘તુ તારી રીતે ચુંટણી માટે તારીખ નક્કી ના થાય ત્યા સુધી તારા તરફથી પ્રયત્નો કર પછી બધુ મારા પર છોડી દેજે.’‘પણ તમે આ બધુ કરશો કઇ રીતે?’ હિંમતલાલના આશ્વાસનથી આશ્ચર્યચકિત થઈને રાકેશે પૂછ્યુ. ‘ઘણીવાર જ્યારે મહેનત કરવાથી જીતી ન શકાય પણ જો થોડુ એવુ રાજકારણ રમવામા આવે તો સામેવાળાને સરળતાથી હરાવી શકાય. તારી સાથોસાથ ફૈજલ પણ જી.એસ. માટે પ્રચાર કરશે એટલે બંનેની મહેનત સરખી રીતે આગળ વધતી હશે. તેની સાથે થોડો એવો નાનો અને કઇક રાજકારણનો દાવ રમી દઇએ એટલે તુ આગળ. સમજી ગયો?’‘હા.’‘તારી હા માં પણ તારી જીતનો પડકાર દેખાવો જોઈએ. મારી જગ્યાએ તુ હોય તો આવા સમયે શુ વિચાર?’

જો હિમતલાલ ધારત તો સીધા રાકેશને જી.એસ. બનાવડાવી શકતા હતા પણ તેમને તેનામાં ભાવી નેતા દેખાતો હોવાથી વિચારો બહાર લાવવા પ્રયત્ન કર્યો.

‘કોમવાદ’ ઘાતકી આત્મવિશ્વાસથી આંગળીના ટચાકિયો ફોડતા કહ્યું. વર્ષોથી મનમાં સળગતી ચિનગારી હજુ પણ નહોતી બુજાઈ.‘ધ્યાન રાખજે વધુ મોટાપાયે ન થઇ જાય, કારણકે ઘણીવાર આવા પ્રશ્નોના સોલ્યુશન અમારી પાસેથી પણ મુશ્કેલીથી મળે છે.’‘હમમ્મ... પણ આપણને તો પરિણામ મળે એનાથી કામ ને!’

‘શેનું પરિણામ, પપ્પા?’ આનંદી કાચના ગ્લાસમા મિલ્ક શેઇક લઇને ધીમે-ધીમે નજીક પહોચી કે બંનેએ વાતને અટકાવીને ત્યા ધી એંડ લાવી દીધો.

શહેરમાં સૌ પ્રથમવાર એવી ઘટનાઓ ઘટવાની હતી જે આજદીન સુધી વિચારી ન હોય, મિત્રને પાડવા અને ખાસ પોતાને જીતવા માટે...

‘જો રાકેશ કદાચ જી.એસ. બને તો ભણવામાં કઈ અસર નહી થાય એ બતાવતો હતો.’ દાદ આપવી પડે હો બાકી હિમતલાલની ધડીભરમાં વાત બદલાવી નાખવાની કલાને.‘આજે ડીનર કરીને જજે.’ આનંદીના મમ્મીએ નજીક સોફા પર બેસતાની સાથે કહ્યું.‘અને આજે પાછો આનંદીનો બર્થ ડે છે.’ અંકલે આંટીની વાતમા વાત ભેળવી. રાકેશે આનંદી સામે જોયું તેણે હા પાડવા માથુ હલાવ્યુ.‘ઓ.કે. અંકલ.’ ડીનર સુધી તેઓ બંનેએ રાજકારણની વાત કરી. અંતે હિમતલાલે રાકેશને જો એ જી.એસ. તરીકે ચૂટાઈ આવશે તો યુવા સંગઠનનો ઉપપ્રમુખ બનાવવા માટે પણ નક્કી કરી નાખ્યુ. રાકેશે જોયેલા સપનાઓ પુરા કરવામાં સ્વરુપવાન આનંદી અને ફૈઝલની મિત્રતાથી મળેલી પ્રખ્યાતી અને હિમતલાલ જેવા પીઢ રાજકારણીની મદદથી કોઈ પણ ચુંટણી જીતવા સક્ષમ હતો.

એક તરફ રાકેશ જી.એસ. તરીકે ચુંટાવા માટે કોમવાદનો સહારો લેવા માંગતો હતો અને સામેની તરફ શ્યામ સાથે પણ કૈક આવી જ ઘટનાઓ આકાર લઇ રહી હતી.

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com