Jacket - Part 8 in Gujarati Detective stories by Ravi Rajyaguru books and stories PDF | THE JACKET CH.8

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

THE JACKET CH.8


આગળ આપણે જોયું કે મીરા , કબીર , અભય અને પ્રીતિ આદિવાસી નિવાસમાં પ્રસ્થાન કરે છે જે તેમની જાણ બહાર હોય છે અને તરત જ આદિવાસીઓ તેમણે કેદ કરી લે છે ત્યારબાદ પરિચયમાં આવે છે વ્રજ અને સ્વરા . તેઓ પણ પ્લેન ક્રેશની ઘટનામાંથી જ બચેલા હોય છે . વ્રજ આદિવાસીઓની ભાષા જાણતો હોવાથી તેમની ભાષામાં તેમની સાથે વાત કરી અમને આદિવાસીઓની કેદમાંથી છોડાવી દે છે . ત્યારબાદ આદિવાસીઓ સાથે બધા લોક નૃત્ય કરે છે . આદિવાસીઓની અદ્ભુત વેશભૂષા હોય છે . તેનામાં રહેલી સ્ત્રીઓએ વિશિષ્ટ પ્રકારના આભૂષણો પહેર્યા હોય છે . ઘેરા સ્વચ્છ કથ્થાઇ રંગના આ આભૂષણો તેમના ગળામાં આપની મોતીઓની માલાની જેમ શોભતા હોય છે . આજે તેમની હેર-સ્ટાઈલ પણ થોડી અલગ હોય છે . વાળને માની લ્યો કાંઈક ફૂલ હોય એ રીતના ગૂંથવામાં આવે છે . આ જ રીતે પુરુષોની વાત કરીએ તો એ લોકો એ માથા પર આપણે ત્યાં જેમ પાઘડી પહેરીએ છીએ તેમ આ લોકો એ પણ ખિલ્લાવાળો મૂંગટ પહેર્યો હોય છે . એમની આંખો રાત્રિના પૂનમના ચંદ્ર સામિ છલકાતી હોય એવું મીરા જણાવે છે . ગળામાં માળા જેવુ જ ઘરેણું પહેર્યું હોય છે જે રાની ગુલાબી કલર કહી શકાય એવું લાગે છે . બધાના હાથમાં ભાલા હોય અને એકદમ તહેવાર મનાવી રહ્યા હોય તેવા વાતાવરણ નો અનુભવ આપણે ગયા પ્રકરણમાં કર્યો . આ સિવાય આપણે કબીર અને અભયના જીવનની વાત પણ કરી ત્યારબાદ આ એડવેન્ચર હજી કેટલી મજા કરાવે છે તેના માટે “ THE JACKET – the story of an adventure… “ માં હવે આગળ....

* * * * *

વર્તમાન દિવસ

આ તરફ હું અને મીરા વાતો કરતાં હતા ત્યાં અમને કંડક્ટરે બોલાવ્યા .

“ ચાલો ભાઈ બીજી બસ આવી ગઈ છે “ , કંડક્ટરે બૂમ પાડી .

આશરે બે કલાક વીતી હશે , હું અને મીરા ઊભા થઈ અને ત્યાં બીજી બસમાં જઈને બેસી ગયા . બસ શરૂ થઈ અને મીરાએ લીંબુપાણી પોતાની બેગ માંથી કાઢીને મને આપ્યું .

“ મારી પાસે પાણી હોય કે ના હોય પણ લીંબુપાણી તો હોય જ છે . “, મીરા એ હસતાં હસતાં કહ્યું.

જ્યારે એ હસ્તી હતી ત્યારે તેના ગાલમાં ખાડા પડતાં હતા જેના લીધે એ વધુ સુંદર લગતી હતી . ત્યારબાદ મીરા એ ફરીવાર પોતાના ઉડતા વાળની લટ સરખી કરી કાનની બૂટની પાછળ ધકેલી અને ફરીવાર ડાયરીને બેગમાંથી કાઢીને વાત કરવાનું શરૂ કર્યું .

મીરા એ ફરીવાર વાત કરવાનું શરૂ કર્યું .

* * * * *

“ધ જેકેટ” માં હવે આગળ...

સવાર પડ્યું અમે બધા ફ્રેશ થઈને આદિવાસી નિવાસમાંથી નીકળવાની તૈયારી કરી . જ્યારે અમે નીકળી રહ્યા હતા , ત્યારે બધા આદિવાસી લોકોને મળ્યા , જેમાંથી અમુક રડી રહ્યા હતા . જાણે અમારે એમની સાથે વર્ષો જૂનો સંબંધ હોય . ત્યારબાદ ત્યાંથી થોડા આગળ નીકળ્યા . ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા . અચાનક મારો પગ ખબર નહીં એ ક્યાં પ્રકારની જમીન હશે ?? મારો પગ અંદર ખુચવા લાગ્યો અને મચકોડાઈ ગયો . હું તરત જ ત્યાં જ પડી ગઈ . અચાનક ઝાડ પરથી એક દમ ભૂખરું , ડાર્ક બ્રાઉન કલરનું જેકેટ મારા પર પડ્યું .

બધા તરત જ મારી તરફ દોડીને આવી ગયા અને મને ત્યાંથી ઊભી કરી . અમે આદિવાસી નિવાસથી લગભગ 2-3 km જેટલા આગળ નીકળી ગયા હતા . કબીર અને અભયે મને ઊંચકીને નીચે સુવડાવી . પ્રીતિ અને સ્વરા મારા પગને સરખો કરવામાં લાગી ગયા . વ્રજની નજર જેકેટ પર પડી તેણે તરત જ આ જેકેટ હાથમાં લીધું અને ચારે તરફ જોવા લાગ્યો .

“ શું છે વ્રજ તે ?? “ , અભયે પૂછ્યું .

“ જેકેટ.. “ , એમ બોલીને કઈંક વિચારતો હોય એમ વ્રજ ચહેરાની મુદ્રાઓ બનાવવા લાગ્યો .

“ જેકેટ !! એ પણ અહીં જંગલમાં ?? ના હોય ના હોય સરખું જો ઝાડની છાલનો ઢગલો હશે આ તો રસના લીધે ગઠ્ઠો બની ગયો હોય. “, કબીરે કહ્યું .

“ ના.. યાર.. સાચે જેકેટ જ છે . આ જો...”, અભયે જેકેટ પોતાના હાથમાં લઈને જોઈને કહ્યું .

“ પણ... આ તો જંગલ છે અને એમાય આદિવાસી વિસ્તાર છે . અહીંયા જેકેટ કેવી રીતે ?? “ , આશ્ચર્યચકિત થઈને અભયે પૂછ્યું .

“ મને લાગે છે આપણી પહેલા અહીંયા કોઈ આવી ગયું છે. “ , અભયે કહ્યું .

“ પણ કોણ અભય ?? બને ત્યાં સુધી આ કોઈ એવી જગ્યા તો નથી જ્યાં કોઈ એમનેમ આવી શકે. “ , કબીરે કહ્યું .

“ પણ કોઈ તો આવ્યું જ છે બાકી આ જેકેટનું અહીંયા આ રીતે હોવું કાઇંક અલગ લાગે છે .”, વ્રજે કહ્યું .

પ્રીતિ વ્રજ પાસે આવી જેકેટ લઈને ચેક કર્યું . તો જેકેટના એક પોકેટમાંથી એક કોઈન મળ્યો જે ભારતીય નાણાંનો એક રૂપિયાનો સિક્કો હતો એનો મતલબ કે જેનું પણ જેકેટ હતું એ ભારતીય હોવો કે હોવી જોઈએ . હવે પ્રીતિએ તરત જ બીજા પોકેટ ચેક કરવાના શરૂ કર્યા તો બીજા પોકેટમાંથી એક કાગળ નીકળ્યો . આ કાગળમાં એક અલગ પ્રકારની આકૃતિ હતી . આ એક ચિત્ર હતું જેમાં જાણે કોઈ પુરુષ સ્ત્રીને સાથે ચિતરવામાં આવ્યા હોય તેવું લાગતું હતું . આ કાગળ ઘાટા ભૂરા કોફી જેવા રંગનો અને થોડો મેલો થઈ ગયો હતો . કાગળમાં રહેલા ચિત્રમાં જે સ્ત્રી-પુરુષનું સંયુક્ત ચિત્ર હતું એમાં પગ પાસે હાથી દોરેલો હતો . જે બરાબર પગની પેની પાસે જ હતો . તેનાથી આગળ ઘૂંટણ પાસે અમુક પક્ષીઓ ઉડતા હોય એવું ચિત્ર હતું .

અમને ચિત્રમાં કઈં ખબર ન પડી . આથી આ કાગળને ફરી પાછો એ પોકેટમાં રાખીને અમે જેકેટને અમારી સાથે લઈ લીધું અને મેં પહેરી લીધું . અમે આગળ ચાલતા થયા . અંધારું થવા આવ્યું હતું . હું તો ચાલી પણ શક્તી નહોતી . પછી એક નદી આવી ત્યારે એક દમ રાત પડી ગઈ હતી . અમે બધાએ રાત ત્યાં વિતાવવાનું નક્કી કર્યું . હા... અમારામાં પણ મતભેદ તો હતા જ .

“ યાર ! કબીર હવે હું નથી ચાલી શક્તી . મારા તો પગ હવે સાવ રહી ગયા છે . “ , મેં કબીરને કહ્યું .

“ પણ થોડી વાર ચાલવામાં ઝડપ રાખ , હમણાં કાંઇ ઝૂપડી જેવુ આવે તો ત્યાં આપણે રકાઇ જઈશું . “, કબીરે મને જવાબ આપ્યો .

“ પણ અહીંયા ઝૂપડી શોધવી પણ થોડું અઘરું કામ છે . ખાલી મીરના જ નહીં મારા પગ પણ દુ:ખે છે , હું પણ થાકી ગઈ છું . “, પ્રિતીએ કહ્યું .

“ સાચી વાત છે યાર... આટલો થાક તો ક્યારેય નથી લાગ્યો . પ્લીઝ ફ્રેન્ડ્સ હવે નહીં યાર... “, સ્વરાએ કહ્યું.

“ યાર... આ લોકો નહીં માને અને વાત પણ સાચી છે . ખૂબ રાત થઈ ગઈ છે . અહીંયા રોકાઈ જઈએ . “, વ્રજે કહ્યું.

“ તું પણ હવે છોકરીઓ જેવુ બોલતો જાય છે . સારું લ્યો હવે શું કરીશું કબીર ??”, અભયે નિરાશા વ્યક્ત કરીને અને થાકેલું મોઢું કરીને કપાળ પર કરચલીઓ સાથે અર્જુનને પૂછ્યું .

“ હવે કઈં મારે ના તો પડાતી નથી . બધા આવી રીતે બોલો તો શું થાય ?? ચાલો... “, કબીરે અમને બધાને કહ્યું .

“ ok.. તો અમે ગર્લ્સ અહીંયા લાકડા સળગાવીને ભઠ્ઠો કરીએ છીએ . તમે કાઇંક આજુબાજુમાંથી ફ્રૂટ જેવુ મળે તો લઈ આવશો ? “ , મેં કબીરને પૂછ્યું .

બે મિનિટના વિરામ બાદ...

“ પ્લીઝ... મેં થોડી આજીજી સાથે ફરીવાર કબીરને કહ્યું .

“ ok… વાંધો નહીં પણ હા... , અમારા ગયા પછી ક્યાંય દૂર ના જતાં . “ , કબીરે અમને કહ્યું .

કબીર , અભય અને વ્રજ જવા માટે તૈયાર થઈ ગયા .

“ મને એવું લાગે છે કે અહીંયા ગર્લ્સ પાસે કોઈએ રહેવું જોઈએ , આમ પણ રાતનો સમય છે . એટલા માટે…”, અભયે કહ્યું .

“ હા... સાચી વાત છે તો વ્રજ તું અહીંયા આ લોકો સાથે રહે અમે હમણાં જ આવીએ છીએ . “, કબીરે વ્રજને કહ્યું .

કબીરે તરત જ એનો ઘોડો તૈયાર કર્યો અને એ અને અભય ફળ શાકભાજી જેવુ શોધવા માટે નીકળ્યા . તેમના ગયા બાદ અમે અહીંયા લાકડાનો મસ્ત ભઠ્ઠો કર્યો અને વાતો કરતાં હતા . અચાનક ઝાડી – ઝાંખરાંનો અવાજ અમને સંભળાયો .

“ તો વ્રજ આ રીતે મને સ્વીમીંગ બહુ ગમે...મે... “ , બોલતા બોલતા જ સ્વરા અટકી ગઈ .

“ પછી ?? હેલ્લો.. “, વ્રજે કહ્યું .

“ લાગે છે પેલી બાજુ કઈક છે .“, આમ કહીને સ્વરાએ અમારા બધાની સામે જોયું અને આંગળી એ તરફ દિશા બતાવતી હોય એમ દર્શાવી .

અમે બધા એ તરફ ગયા . અમે જોયું કે એક ગાંડો હાથી અમારી તરફ આવી રહ્યો છે . અમે ચારેય ભાગ્યા , હાથી આવી ગયો . એકદમ ગાંડોતુર હતો . માનો બે-ત્રણ શું દસ બારને ક્યાંય દૂર ફેંકી દે એવો હાથી હતો . અમે જોર જોરથી રાડો પડતાં હતા એમાં વ્રજે અધુરામાં પૂરું લાકડું ભઠઠામાંથી ઉપાડી હાથી ઉપર ફેંકયું . હાથી વધુ ગુસ્સે થઈ ગયો અને અમારામાં તો આમતેમ નાસભાગ મચી ગઈ . ત્યારબાદ અચાનક વ્રજની નજર જેકેટ પર પડી ખબર નહિઁ તેને શું વિચાર આવ્યો હશે . આ સમયે હાથી તો તેની અત્યંત નજીક આવી પહોંચ્યો હતો પણ બન્યું એવું કે હાથી વ્રજને કઈં ના કર્યું અને અમારા ત્રણેયના અવાજનો જાણે પીછો કરી રહ્યો હોય તેમ આમથી તેમ ફરવા લાગ્યો . મને બધી વાત સમજાઈ ગઈ અને તરત જ મેં બૂમ પડી ,

“ વ્રજ...

આ જેકેટને ઓળખે છે , જેકેટથી તું હાથીને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર . જસ્ટ ટ્રાય ટુ ડુ ઈટ વ્રજ . “

વ્રજ અમારી સામે આશ્ચર્ય ચકિત થઈ જોઈ રહ્યો અને તરત જ તેને પહેરેલું જેકેટ કાઢ્યું અને જે તરફ હાથી દોડે તે તરફ દોડીને એની સામે જેકેટને લાવવા લાગ્યો . થોડીવારમાં જ હાથી શાંત થઈ ગયો , અમે ત્રણેય સાથે બોલી ઉઠ્યા , “ સુપર્બ વ્રજ , માઈન્ડબ્લોઇંગ યાર...!!! “ , અમે તાળીઓ પાડતા પાડતા ત્યાં એકઠા થઈ ગયા .

બસ એટલી વારમાં કબીર અને અભય અમારા માટે ફળ અને શાકભાજી લેવા ગયા હતા એ બધુ લઈને આવી ગયા . ખબર નહીં શું થયું મને તો મેં દોડીને કબીરને અને પ્રિતીએ અભયને અને સ્વરાએ વ્રજને એકદમ ટાઈટ હગ કરી લીધું . ખબર નહીં કેમ પણ મને એવું લાગ્યું કે આ કદાચ મારી જિંદગીની સૌથી સારી પળ હતી . પછી થોડી શરમથી અમારો ચહેરો પણ ઝૂકી તો ગયો પણ ચહેરા પરની એ લાલી તો એવી ને એવી જ હતી . અમે હસવા લાગ્યા . આ પછી અમે પેલા લાકડાના ભઠ્ઠા ફરતે ગોળ બેસી ગયા અને ફ્રૂટ્સ – વેજીટેબલ્સ જે કઈ અર્જુન અને અભય અમારા માટે લાવ્યા હતા તે ખાવા લાગ્યા .

“ બાય ધ વે , તમને આ બધુ મળ્યું ક્યાંથી ?? “ , પ્રિતીએ અભયને પૂછ્યું .

“ અહીંથી આશરે એકાદ – બે કિમી દૂર એક નદી હતી તેની બાજુમાં ઘણા બધા વૃક્ષો અને છોડવાઓ અમે જોયા બસ ત્યાંથી આ બધુ મળ્યું ભલે આપને ત્યાં હોય એવા ફળ તો નથી પણ ખવાય એવું છે કારણ કે આ બધી વસ્તુઓ વિશે મેં ક્યાંક વાંચ્યું છે . થેન્ક ગોડ ! કે ક્યાંય દૂર જવું ના પડ્યું . “ , અભયે હાશકરા સાથે જવાબ આપ્યો .

અમે બધા ડિનર કર્યા બાદ બધાના જીવનની વાત જે અમે અધૂરી મૂકી હતી પ્રીતિથી એ વાતને આગળ વધારવનું શરૂ કર્યું .

* * * * *

આ તરફ અમદાવાદમાં...

આ તરફ અમદાવાદમાં મીડિયા કવરેજ પણ શરૂ થઈ ગયા હતા , જેમાં રેડિયો અને ટીવી પર સમાચાર શરૂ થઈ ગયા હતા .

“ નમશ્કાર , પી ટીવી ન્યુસમાં હું રીંકલ આપનું હાર્દિક સ્વાગત કરું છું . સમાચારોની શરૂઆતમાં જોઈએ તો ટ્રેડ સલાહકારોના જણાવ્યા પ્રમાણે શેર બજારમાં કડાકો બોલવાની તૈયારી . ત્યારબાદ દર્શક મિત્રો પી ટીવી ને અત્યારે જ બીજા બ્રેકિંગ ન્યુસ મળી રહ્યા છે જે આજના સૌથી મોટા સમાચાર ગણી શકાય . અમદાવાદથી આફ્રિકા જતી છેલ્લી ફ્લાઇટ આફ્રિકાના જંગલની બરાબર ઉપર જ હવામાં ક્રેશ થઈ ગઈ છે . એરપોર્ટ પર રહેલા અન્ય અધિકારીઓએ સાથે વાત કરતાં અમને એવું જાણવા મળી રહ્યું છે કે અમુક યાંત્રિક ખામીઓના લીધે આ પ્લેન ક્રેશ થયું છે , ઘણા યાત્રિકોના મૃત્યુ થયા છે , આ સિવાય ટૂંક સમયમાં આપનું બચાવ લશ્કર આફ્રિકા મોકલાઈ રહ્યું છે , હવે જોઈશું આગળ કે કેટલા યાત્રિકોના મૃત્યુ થયા છે જેમાં કોણ કોણ છે ?? તે પહેલા લઈશું એક નાનકડો બ્રેક . વધુ માહિતી માટે જોતાં રહેજો પી ટીવી ન્યુસ નમશ્કાર . “

આ સમાચાર જોતાં જ અમારા છ એ છ ના ઘરે રોકકળ શરૂ થઈ ગયા . અમારા માતા પિતા અમને ફોન કરી રહ્યા હતા પણ ત્યાં કેવો ફોન ?? અમે તો એક એવી જ દુનિયામાં પહોંચી ગયા હતા જ્યાંથી લગભગ પાછું આવવું તો મને અશક્ય જણાતું હતું . પણ દોસ્ત આશા તો અમર છે ને ! બસ આ આશાનો દોર ગૂંથી અમે ચાલી રહ્યા હતા . આ ન્યુસનું પ્રસારિત થવું માત્ર ટીવી પર જ નહોતું . રેડિયો પર પણ રેડિઓજોકીઑ આ વાત દુનિયાને સાંભળવી રહ્યા હતા .

“ ગૂડ મોર્નિંગ અમદાવાદ , હું છું આપ સૌનો આર જે સિડ , મિક્સ મસાલા મોર્નિંગમાં સવારના આઠ વાગ્યા ને પાંચ મિનિટ થઈ છે મારી મસાલેદાર સ્ટુડિયો ક્લોકમાં . આજ એક દુ:ખદ સમાચાર આપની સામે આવ્યા છે કે અમદાવાદથી આફ્રિકા જે રાત્રે છેલ્લી ફ્લાઇટ નીકળી હતી તે આફ્રિકાના જંગલની બરાબર ઉપર જ હવામાં ક્રેશ થઈ ગઈ છે . એરપોર્ટ પરના એક્સિડેંટ હેડ સાથે પણ આપણે વાત કરવાના છીએ આ વિશે . ત્યાં સુધી સાંભળતા રહો મિક્સ મસાલા મોર્નિંગ વિથ આર જે સીડ ઓન્લી ઓન 96.5 એફએમ દિલ સે સુનો ઔર દિલ સે બજાઓ . “

આ સિવાય ન્યુઝપેપરમાં પણ આ ન્યુઝ છપાવાના શરૂ થઈ ગયા હતા . એરપોર્ટ પર ક્રૈશમાં રહેલા યાત્રીઓના પરિવારજનોની ભીડ જામી ગઈ હતી . એરપોર્ટ પરના તમામ સ્ટાફની પણ આ મુદ્દે મિટિંગ બોલાવવામાં આવી હતી . સમગ્ર શહેરમાં માનો અમારીજ ચર્ચા જ્યાં જુઓ ત્યાં ચાલતી હતી . ચા ની કેબિનથી માંડીને પાનની દુકાન સુધી બધી જગ્યા એ એક જ વાત થતી હતી .

હવે જઈશું સરકસમાં “ ધ ગ્રેટ ચેમ્પિયન સર્કસ “ , હવે આ સરકસની શું વાત છે ? અને એડવેન્ચરની વાતમાં સર્કસ કેવી રીતે આવ્યું ? એ જાણવા માટે તમારે આવતા એપિસોડ સુધી રાહ જોવાની છે . અને હા... 11/11/2015 બુધવારના રોજ દિવાળી છે તો “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર...”ના તમામ વાંચકમિત્રોને રવિ રાજ્યગુરુ તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને 12/11/2015 ગુરુવારના રોજ નવા વર્ષનો પ્રથમ દિવસ છે તો “ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર...”ના તમામ વાંચકમિત્રોને રવિ રાજ્યગુરુ તરફથી નવા વર્ષની પણ હાર્દિક શુભકામનાઓ… આપ સૌને “ નુતન વર્ષાભિનંદન “ ....

HAPPY DIWALI AND HAPPY NEW YEAR