Kunwaro Jeth - Part 14 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 14

Featured Books
  • Her Silent Secret - 15

    शहर में उस रहस्यमय साइको किलर का नाम पिछले चार सालों से लोगो...

  • पुराने मित्र

    पुराने मित्र लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Erry)समय बीत...

  • पिंकू की परी - 3

    अम्मा की तोरई और स्पेसशिप का गियर'सूं-सूं... खटर-पटर...&...

  • सावन

    सावन की दोपहर लगभग आधी खत्म हो चुकी थी और ढलते सूरज की सुन्ह...

  • पवित्र प्रेम या अभिशाप Season 2 - 22

    शाम का समय था। चौहान हवेली का मुख्य दरवाज़ा खुला।शादी से लौट...

Categories
Share

કુંવારો જેઠ - ભાગ 14


(મિત્રો અગાઉ આપણે જોયું કે જગાભાઈ નું કુંવારા જેઠ નું લેબલ તો હટી ગયું પણ જગાભાઈ એક એવા પાત્ર છે જેમને બંધન થી જાજુ નો બાંધી શકાય "રાણો રાણા ની રીતે" હતો. પણ સોનલ ના કાયદાઓ તેમને કેટલા ફાવશે તે જોઈશું હવે ના ભાગો માં)

સુરજપર ગામના ઇતિહાસમાં નાથુજીના મોટા દીકરા જગાભાઈના લગ્ન જેટલી ધામધૂમથી થયા હતા, એટલી જ ઝડપથી ઘરમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. મોતીપુરા ગામના મોટા જમીનદાર ગિજુભાઈના બહેન સોનલ જ્યારે આ ઘરમાં જેઠાણી બનીને આવ્યા, ત્યારે આખું ગામ કહેતું હતું કે હવે નાથુજીના ડેલાનો વટ આસમાને પહોંચશે. પણ ડેલાની અંદરની હકીકત કંઈક જુદી જ આકાર લઈ રહી હતી. સોનલ ભણેલી-ગણેલી અને કડક સ્વભાવની સ્ત્રી હતી. એણે ઘરમાં પગ મૂકતાની સાથે જ જે 'નવો સરકારી કાયદો' જાહેર કર્યો હતો, એનાથી ઘરની આઝાદીના ધજીાગરા ઊડી ગયા હતા.

સૌથી મોટો ફટકો જગાભાઈની વર્ષો જૂની દિનચર્યાને પડ્યો હતો. જગાભાઈ એટલે સવારે અગિયાર વાગ્યા પહેલાં જેમના નસકોરાં બંધ ન થાય. પણ સોનલે ઘરમાં એક મોટો ડિજિટલ એલાર્મ વગાડવાનું શરૂ કર્યું હતું. સવારે બરાબર સાડા પાંચ વાગ્યે આખા ડેલામાં સાયરન જેવો અવાજ ગૂંજતો: "પીપ... પીપ... પીપ..." જગાભાઈ પરાણે આંખો ચોળતા ખાટલામાંથી જાગતા. એ હજુ તો પોતાની મૂછ પર હાથ ફેરવવાનો પ્રયત્ન કરે ત્યાં જ સોનલ માથે આવીને ઊભી રહી જતી. એના હાથમાં લીમડાનું દાતણ અને ગરમ પાણીનો લોટો હોય.

"ઓ જગાશેઠ! સૂરજ ઊગી ગયો છે. સીમના વળાંકે ભગાભાઈ અને દિલાભાઈ ક્યારનાય ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છે. બાપુજીએ કીધું છે કે આજે કૂવામાં નવું એન્જિન ફિટ કરવાનું છે, એટલે તમારે અત્યારે જ સીમમાં જવું પડશે. આ આખો દિવસ ખાટલા તોડવાના દિવસો હવે ગયા!" સોનલ કડક અવાજે હુકમ છોડતી.

જગાભાઈ મનોમન બળતા, પણ સોનલની તીખી નજરો સામે એમનું કાંઈ ચાલતું નહીં. એ ધોતિયું સરખું કરીને, માથે ફાળિયું બાંધીને સીમ તરફ રવાના થતા. રસ્તામાં એમને સૌથી મોટી મૂંઝવણ એ થતી કે એમની વર્ષો જૂની પ્રિય આદત— માવો ચોળવો— એના પર સોનલે સખત પ્રતિબંધ મૂકી દીધો હતો. સોનલે ચોખ્ખું કીધું હતું, "જે માણસ આખા પંથકનો 'સોશિયલ થિંકર' હોય, એના મોઢામાં માવાની પડીકી શોભા ન આપે. જો ક્યાંયથી પણ માવાની વાસ આવી, તો તે દિવસે ઘરમાં રસોઈ નહિ બને!"

આ પ્રતિબંધના લીધે જગાભાઈના હાથ આખો દિવસ ધ્રૂજતા રહેતા. સીમમાં જઈને એ ટ્રેક્ટરની પાછળ બેસતા ખરા, પણ એમનું મગજ ચાલતું બંધ થઈ ગયું હતું. ભગો અને દિલો ખેતરમાં કામ કરતા કરતા મોટાભાઈની આ હાલત જોઈને મનોમન હસતા. ભગો ધીમેથી કહેતો, "જોયું દિલા? મોટાભાઈ આખા ગામનું રાજકારણ સમજાવતા હતા, આજે ભાભીએ એમને સીધા દોર કરી દીધા!"

બીજી તરફ, સોનલનો આ લશ્કરી કાયદો માત્ર જગાભાઈ પૂરતો સીમિત નહોતો. ઘરમાં ગીતા અને કવિતા જે અત્યાર સુધી પોતાની મરજીથી રસોડું ચલાવતી હતી, એમના પર પણ સોનલે નજર રાખવાનું શરૂ કર્યું હતું. રસોડામાં કયું શાક બનશે, દાળમાં કેટલું ઘી નખાશે અને સાંજે કેટલા વાગ્યે વાસણ ઊટકડાશે— આ બધું સોનલ ડાયરીમાં નોટ કરતી. ગીતા અને કવિતા શરૂઆતમાં રાજી થઈ હતી કે જેઠજી લાઈન પર આવી ગયા, પણ હવે એમને સમજાઈ ગયું હતું કે આ જેઠાણી તો આખા ઘરની શાંતિ છીનવી લેશે.

સાંજે જગાભાઈ ઓસરીમાં થાકેલા-પાકેલા આવીને બેસતા. એમની મૂછના વળ સાવ હેઠળ બેસી ગયા હતા. ગીતા ચાનો કપ લઈને આવતી, પણ એ ચામાં પણ સોનલના કહેવાથી ખાંડ ઓછી નાખવામાં આવતી. જગાભાઈ ગીતા સામે લાચાર નજરે જોતા, અને ગીતા પણ આંખોથી જ ઈશારો કરતી કે, "જેઠજી, અમે કાંઈ કરી શકીએ એમ નથી, અત્યારે ઘરમાં હોમ મિનિસ્ટરનો કાયદો ચાલે છે!" જગાભાઈ ખાટલા પર પડખાં ફેરવતા વિચારતા કે આ સામાજિક પ્રતિષ્ઠા મેળવવાના ચક્કરમાં મેં મારી પોતાની આઝાદીનો બલિદાન આપી દીધો છે. આ મુસીબતમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હવે એમને દેખાતો નહોતો.


ક્રમશ.....