The Ultimate Truth in Gujarati Short Stories by shifa books and stories PDF | માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2

The Author
Featured Books
Categories
Share

માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2

ગઈ રાતે થોડું મોડું થઈ ગયું સોવામાં અને કાલે મારે વેલુ જવાનું હતું કોલેજ એટલે હું તરતજ સુવાનું પ્રયત્ન કર્યો પરંતુ ઊંઘ આવી નહીં આશરે ત્રણ વાગ્યે મને ઊંધ આવી બા ૬ વાગે ઉઠાડવા આવ્યા બેટા તારે આજે કોલેજ વેલુ જવાનું હતું ને મેં કીધું કે બા તમારી વાસે મારી નીંદર પૂરી થઈ નથી. સમય પસાર થતાં ૭ વાગ્યા ત્યારે વળી બા આવ્યા બેટા તારે આજે કોલેજ વેલુ જવાનું છે ને જો ૭ વાગી ગયા છે મેં કીધું અરે તમને ખબર ના પડે . બા કાય બોયલા નહીં, સમય પસાર થતાં હું ઊઠી ગઈ ઘડિયાળ માં જોયું તો ૭:૩૦ થઈ ગઈ અને મારે ૭ વાગે નિકળવું હતું મને અજે ખુબજ મોડું થય ગયું.

હું જલ્દી જલ્દી નાયુ બ્રશ કર્યો અને જલ્દી જલ્દી તૈયાર થઇ કોલેજ જવા માટે, ત્યાં સુધી બા મારી માટે નાસ્તો બનાવ્યો હતો હું નીચે ઉતરી અને બેગ આઈકાર્ડ લીધો ત્યાં બા કહે બેટા જો તારી માટે નાસ્તો બનાવ્યો છે ખાય લે, મારી નીંદર પૂરી ના થવાથી મારું મન ખુબજ ચિરચીરુ થઇ ગયું અને કીધું વાહ લે જાણે તમે મને ૬ વાગે ઉઠાડવા આવ્યા છો બા તો હું નાસ્તો કરું ના મારે નાસ્તો નથી કરવું કરો તમે કહી હું કોલેજ જવા નીકળતી જ હતી ને ત્યાં વળી બા કહે છે બેટા તું વળી આવ તો રસ્તામાં મેડિકલ આવશે તું દવા લયાવજે ને મારા આજ કાલ માં પગ દુઃખે છે મેં તરતજ ના પાડી દીધી ના નય લવ કહી નિકળી ગઈ.

રસ્તામાં મને વિચાર આવે છે અરે એમાં મારી જ ભૂલ છે કહી વિચારી કોલેજ પોચી અસાયમેન્ટ આપી દીધી અને એક પોગ્રામ હતું ત્યાં ગય પછી એક લેક્ચર હતું એ પૂરું થયું એટલે હું ઘરે જવાનું થયું તો ત્યાં મારી એક દોસ્ત પાછળ થી આવી કહે. માહી એ માહી ઉભરે કામ છે તારું મેં કીધું હા બોલ શું કામ છે દોસ્ત કહે છે કે મારી ઘરે અત્યારે કોઈ પણ નથી હું એકલી છું,તો મેં કીધું હા તો તું મારી ઘરે આવી જા મજા આવશે ચાલ હું અને મારી દોસ્ત વાતું કરતા ઘરે આવ્યા આ મારી દોસ્ત પેલી વાર મારા ઘરે આવી.બા વાટ જોતી તું અરે બેટા આવી ગયા મેં કીધું હા કહી સીધા ઉપર ના રૂમમાં વયા ગયા અને પછી ત્યાં અમે વાતું કરતા અને પછી અસાયમેન્ટ પૂરી કેરી ત્યાં તો બોપર થઈગયો બા જમવાનું લયાવ્યા મેં કીધું અરે બા અમને ડિસ્ટપ થાય છે તમને શું ખબર. બા કઈ ના બોયલા. અમે હજી જમવાજ બેઠા ત્યાજ એક રાડ સાંભળ્યો ત્યાજ એક ઉપર આવે છે કહે જો માહી કંઈક બા ને થય ગયું છે મેં મારી દોસ્ત ને જોયું પણ નહીં અને હું જલ્દી નીચે આવી.

મેં જોયું બા બેભાન થઈને નીચે પડી ગયા છે મેં કહ્યું બા એ બા આંખ ખોલો શું થયું છે બોલો ત્યાજ બા આંખ ખોલે છે ને કહે છે" બેટા" કહી વળી આંખ બંધ કરી નાખે છે અને પછી ખોલતાજ નહીં.

હું રોવા માડુ છું કહું છું બા માફ કરજો મને ખબર ના પડી માફ કરજો! કહી હું આંખ બંધ કરી રડું છું ત્યાજ એક અવાજ સંભળાય છે __બેટા એ બેટા શું થયું , તું સપના માં બોલે છે. તારે કાલ સવાર વેલુ જવાનું છે ને જો હજીતો ૫ વાગ્યા છે સારી નીંદર કરી વેલી ઉઠજે હો બેટા એ બા ની આવજ હતી.

મને એમ કે મેં બા ને ખોય નાખ્યા મેં આજુ બાજુ જોયું ઘડિયાળ માં જોયું તો હજુ ૫:૦૫ થયતી મેં બા ને જોયું તો એ સૂતા હતા. પછી ખબર પડે છે કે અરે આ તો એક સ્વપ્ન છે સપનું છે મારી આંખો માંથી દર દર આંસુ આવી ગયા. ને બાની બાજુ માં જય ને તેના પગ માં માલીસ કરું છું.

આ story માં એજ વાત થાય છે કે જ્યારે હોય ત્યારે તેની વેલ્યુ ના હોય પરંતુ એજ અચાનક જતી રહે તો એની વેલ્યુ અનમોલ થીં પન વધી જાય છે એ આપડી લાગણી છે.