ઘડીક ભરમાં જે બની ગયું તે જોઈ સમીર અને મંદાર સહિત આકાશ પણ સ્તબ્ધ થઈ ગયો..નતાશાએ નતાશામાં પ્રવેશેલ આત્માએ ઘડીકના છઠ્ઠા ભાગમાં તાંત્રિક બાબાને લેમેલ કરી નાખ્યા હતા ..તાંત્રિક બાબા કઈ સમજે કે પોતાના બચાવમાં કઈ કરે તે પેહલાજ નતાશાના શરીરમાં પ્રવેશેલ આત્માએ પોતાની આંખો વડે બાબા પર હુમલો કર્યો હતો અને બાબાનું માથું દીવાલ સાથે અફડાવ્યું હતું.
અત્યારે ગજબનો પરચો બતાવ્યો હતો નતાશામાં રહેલ આત્માએ..જ્યારે તાંત્રિક બાબાએ તેને બંધન મુકત કરીને મોટી ભૂલ કરી હતી.
સમીર ઘડીકમાં તાંત્રિક બાબા સામે તો ઘડીક નતાશા સામે તાકી રહ્યો હતો..તો મંદાર અને આકાશ તો આ બધું જોઈ અવાચક બની ગયા હતા..
હા,… હા…,હા..,હા…, નતાશાનું જીત ભર્યું હાસ્ય આખાયે કમરામાં ગુંજી ઊઠ્યું..
“ જોયું સમીર..,! ‘મેં તારા બાબાને કેવા ધૂળ ચાટતા કરી દીધા..,!
સમીરે જોયું તો બાબાનું માથું લોહી થી રંગાઈ ગયું હતું , તેમનું શરીર મડદા ની જેમ પડ્યું હતું..
“મંદાર ..! “જલ્દી જો બાબાને માથામાં ગંભીર ચોટ પહોંચી લાગે છે ..! કહેતા સમીર બાબાની નજીક પહોંચ્યો..તો મંદારના કાને સમીરના આ શબ્દો પડ્યા એટલે જાણે હવે હોશમાં આવ્યો હોય તેમ તે પણ બાબાની નજીક પહોંચ્યો
“ આકાશ તું જલ્દી થી કોલ કરી ડોક્ટર આલોક ને ઉપર બોલાવ..સમીરે આકાશ તરફ જોતા કહ્યું.
એટલે આકાશે તરતજ ડો આલોકને ફોન લગાવ્યો.
“ સમીર..!, આ બાબાને કઈ થઈ તો નહીંજાયને.. મંદારે બાબાની હાથની નાળી તપાસતા ચિંતિત અવાજે કહ્યું.
હા..હા..હા…હા …નતાશા એજ રીતે હંસતા ખોખરા અને કર્કશ આવજે બોલી.., ‘હવે આ તાંત્રિક ક્યારેય મારી વાતમાં ટાંગ નહીં અડાવે..!!
આટલું કહેતા નતાશાનું શરીર ફરી પાછું હવામાં પાંચ છ ફૂટ અધ્ધર થયું અને ધમ્મ…, ના મોટા અવાજ સાથે પલંગ પર પટકાયું ..અને એ સાથેજ નતાશા નું હાસ્ય બિલકુલ બંધ થઈ ગયું અને તે આંખો મીચી પલંગ મડદાની જેમ પથરાઈ.. અત્યારે હવે તે બિલકુલ શાંત થઈ ગઈ હતી જાણે ગાઢ ઊંઘમાં સરી ગઈ હોય તેમ સૂઈ રહી.
આકાશનો કોલ મળતાજ ડોક્ટર આલોક ઉપર આવી પહોંચ્યો અને બાબાને આવી હાલતમાં જોતા તે પણ ડઘાઈ ગયો..આ….,
આ શું થયું બાબાને..? તે ઘૂંટણયે બેસતા બોલ્યો.
“ આલોક…!સમીરે ઉચ્ચક જીવે કહ્યું..” જલ્દી થી તપાસ બાબાને કંઈક થઈ તો નથી ગયું ને..એટલે આલોકે પળનોય વિલંબ કર્યા વિના બાબાની નાડી હાથમાં લેતા તેમણે તપાસ્યા..
“ સમીર..! બાબાને જલ્દી થી હોસ્પિટલમાં લઈ જવા પડશે..”માથામાં ગંભીર ઇજા પહોંચવાને કારણે લોહી ખૂબ વહી ગયું છે..પરંતુ તેમની નાડી હજી ધબકે છે!
“ આકાશ ! સમીરે પળનોય વિલંબ કર્યા વિના કહ્યું..” “તું જલ્દી થી એમ્બ્યુલન્સ તૈયાર કર અમે બાબાને લઈને નીચે પહોંચીએ છે..,!
આ સાંભળી આકાશ પળનોય વિલંબ કર્યા વિના નીચેની તરફ દોડ્યો.
* * *
અત્યારે બીજા દિવસના સવારના આઠ વાગ્યા હત..ભરતપુરની નાનકડી સરકારી હોસ્પિટલના કોઈ એક વોર્ડ માં તાંત્રિક બાબા બંધ આંખે પડ્યા હતા. તેમના માથા પર પાંડાપિંડી થયેલ હતી ,તો તેમની સામે ખુરસી પર સમીર અને મંદાર બેઠા હતા જ્યારે આકાશ અને મહારાજ બહાર બાંકડા પર બેસી તાંત્રિક બાબા જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરતા બેઠા હતા. જ્યારે ત્યાં હવેલીમાં પણ તન્વી સહિત આખું યુનિટ તાંત્રિક બાબા વેહલી તકે સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતું.
“ શું લાગે છે સમીર..,! ડોક્ટરના કહેવા પ્રમાણે બાબા સાજા થઈ જશે. ? , “જોકે ડોક્ટરે 12 કલાક માં હોશમાં આવી જશે ત્યાં સુધી પણ કહ્યું છે..!
“મંદાર..!, “આ બાબા બચી ગયા તેજ ઘણી મોટી વાત છે..,!" સમીરે બાબાના ચેહરા તરફ નજર જમાવેલી રાખતા કહ્યું. " નહીંતર જે રીતના તેમના પર નતાશાએ હુમલો કર્યો હતો અને માથામાં ગંભીર ચોટ પહોંચાડી હતી તે જોતા તો તેમનું બચવું મુશ્કેલ હતું..!
ત્યાંજ બાબાએ આંખની પાંપણો પટપટાવી..અને ધીરે ધીરે આંખો ખોલી..અને પોતે ક્યાં છે તે જોવા આખાય કમરામાં નજર ઘુમાવી.
“સમીર..! બાબા હોશમાં આવી ગયા.મંદારે ઊભાં થઈ બાબાની નજીક પહોંચતા કહ્યું..તો સમીર પણ રાહતની શ્વાસ લેતો બાબાની નજીક પહોંચ્યો.
‘“ હવે કેમ છે બાબા તમને..? મંદારે તાંત્રિક બાબાની આંખોમાં ઝાંખતા પૂછ્યું..,
“ હુ,,,હું,, ક્યાં છું..? ખુબજ કષ્ટ પડી રહ્યો હોય બોલવામાં તેમ માંડ માંડ તેમના મોમાંથી શબ્દો નીકળ્યા.
" તમે હોસ્પિટલમાં છો બાબા..! આ વખતે સમીરે કહ્યું. “ તમે હવેલી માં અમારી સાથે હતા રાત્રે અને પેલી આત્માએ તમારા પર જીવલેણ હુમલો કર્યો હતો બાબા.., ! " અને તમારા માથામાં ગંભીર ઇજા થઈ હતી.
આ સાંભળી બાબાનો ચેહરો નિરાશ થઈ ગયો.
“સમીર..!
બાબાએ ફરી પીડા ભર્યા અવાજે કહ્યું.
“હું..હું મારું કામ બરાબર રીતે ન કરી શક્યો..! બાબાએ બંને હાથ જોડતા કહ્યું. મને માફ કરીદો.. “એ…,.એ આત્મા મારા ધાર્યા કરતાં વધુ શક્તિશાળી નીકળી સમીર..!
“ કઈ વાંધો નહીં બાબા..! ,સમીરે તેમના બંને હાથ પકડતા કહ્યું, " તમારે માફી માંગવાની જરૂર નથી,..” " તમે તમારી તરફથી બનતો પ્રયાસ કર્યો..
“ હાં બાબા ..!, " આ વખતે મંદારે પણ કહ્યું..," આમાં તમારી કોઈ ભૂલ નથી..અને તમારો જીવ બચી ગયો તેજ અમારા માટે મોટી વાત છે…!
" સમીર! બાબાના ચેહરા પર ચિંતાના વાદળો ફરી વળ્યા.,. "તમારા બધાના ખાત્મા માટે એ આત્મા રઘવાયો થયો છે.. અને તેમાં મેં બળતા માં ઘી હોમ્યું છે એટલે તે વધુ છંછેડાયો છે.!..
“બાબા..! હવે આનો શું ઉપાય છે..?.સમીરના ચેહરા ચિંતા લીપાઈ ગઈ.., “ આનો કોઈ બિજો ઉપાય ખરો..?
“ સમીર..તમે લોકો એ મેં આપેલ માદળિયું પહેર્યું છે ત્યાંજ સુધી તમે સુરક્ષિત છો..! , બાકી તમે જોયું ને માદળિયું કાઢવાની ભૂલ શર્લિને કેવી ભરી પડી ગઈ..તેને જીવથી હાથ ધોવા પડ્યા..તો વળી નતાશાએ પણ માદળિયું કાઢીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે..!
" તો બાબા આ આત્માથી કાયમ માટે છૂટવાનો કોઈ તો રસ્તો હશે ને..! ? સમીરે પૂછ્યું
" સમીર મેં તમને આપેલ માદળિયું પણ કાયમી ઉકેલ નથી જેમ જેમ દિવસો વિતશે તેની શક્તિ પણ ઓછી થતી જશે…માટે મને માફ કરો ભાઈ..હું દિલગીર છું..,હવે હું આમાં તમને કોઈજ મદદ કરી શકું તેમ નથી..!
તાંત્રિક બાબાની વાત સાંભળી સમીર અને મંદાર નિરાશ થયા..અને હવે આગળ શું કરવું તે વિશે વિચારતા હવેલી પર પાછા ફરવા માટે આગળ વધ્યા.
* * *
અત્યારે સવારના અગિયાર વાગ્યા હતા ..અને અત્યારે સવારના સમયે પણ ભરતપુર ગામના મેથોડીસ્ટ ચર્ચની બરાબર પાછળ આવેલા ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં એક ભયાનક સન્નાટો છવાયેલો હતો. થોડીજ વારમાં કબ્રસ્તાનના ઝાંપા પાસે એક પોલીસવેન આવીને ઊભી રહી જ્યારે બરાબર તેની પાછળ એક એમ્બ્યુલન્સ અને એક કાર આવીને ઊભી રહી. પોલીસવેન માંથી હેડ કોન્સ્ટેબલ પવાર તથા બીજા ત્રણ ચાર હવાલદાર ઉતર્યા. જ્યારે કારમાંથી ..સમીર ,મંદાર અને આકાશ ઊતર્યા.
“ શિંદે..,! હેડ કોન્સ્ટેબલ પવારે બીડીનો સડકો મારતા હવાલદાર શિંદેને ઓર્ડર છોડ્યો. “ આગળ ચર્ચા ના કમ્પાઉન્ડમાં ચર્ચનો પાદરી રહે છે,..." તેને જલ્દી બોલાવી લાવ..અને કહેજે એક છોકરીની ડેડ બોડી આવી છે તેના અંતિમ સંસ્કાર કરવાના છે..!
" જી સાહેબ..”! કહેતા શિંદે કોઈ સવાલ જવાબ કર્યા વિનાજ પાદરીને બોલાવવા આગળ વધી ગયો.
જ્યારે કોન્સ્ટેબલ પવાર અને અન્ય હવાલદારો કબ્રસ્તાનમાં પ્રવેશી ગયા તો તેમની પાછળ પાછળ સમીર મંદાર અને આકાશ આપણ દાખલ થયા.. ત્રણેયના ચેહરા પર શર્લી આમ કમોતે મારી ગઈ તેનું દુઃખ વર્તાતું હતું. જ્યારે કોન્સ્ટેબલ પવારે કાલે રાત્રે ઇન્સ્પેક્ટર જયવીરનું પણ ખુન થઈ ગયું છે એવું જણાવ્યું ત્યારે સમીરને આઘાતનો આંચકો લાગ્યો હતો.
થોડીજ વારમાં હવાલદાર શિંદેની સાથે ફાધર લોબો..તથા કોઈ અજાણી યુવતીની લાશ આવી છે અંતિમ સંસ્કાર માટે એ જાણી ચર્ચમાં પ્રાર્થના કરવા આવેલ અન્ય આઠ દશ લોકો પણ અંતિમ વિધિમાં સામેલ થવા આવી પહોંચ્યા.
“ બેટા..! કબર પાસે પહોંચી ફાધર લોબોએ કોન્સ્ટેબલ પવારને સંબોધીને કહ્યુ..,” હવે ડેડ બોડીને દફનાવતા પહેલાં બધાના દર્શન માટે અહીં લઈ આવો..!
એટલે પવારે એમ્બ્યુલન્સ માંથી ડેડ બોડીનું કોફિન કાઢી લાવવા શિંદેને ઈશારો કર્યો..
શિંદે સહિત ચાર હવાલદારો એમ્યુલન્સમાંથી કોફિન લઈ આવ્યા અને કબર પાસે લોકોના અંતિમ દર્શન માટે કોફિન નું લાકડાંનું ઢાંકણ ખોલ્યું.
એટલે સૌથી આગળ ઊભેલા ફાધર લોબોની નજર કોફિન માં પડેલ યુવતીની ડેડ બોડી પર પડી અને એ સાથેજ તેઓ ચોંક્યા..
“અરે ..,આ યુવતીને શું થયું..? તેમના મોમાંથી સવાલ સરી પડ્યો. ‘આ …”આ યુવતી તો કાલેજ મને મળવા આવી હતી..! આઘાત અને નવાઈના આશ્ચર્ય સાથે ફાધર લોબો બોલી ઊઠ્યા..
તો….,
તો ..આ ફાધર કઈ રીતે શર્લિને ઓળખે છે..? તે જાણી સમીર આકાશ સાથે મંદાર ને પણ નવાઈ લાગી.
“ફાધર..!, આ યુવતીનું નામ શર્લિ છે.., અને કાલે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન અકસ્માતે તેનું મૃત્યુ થયું કે છે..! કોન્સ્ટેબલ પવારે કહ્યું “ અને આનું કોઈ સગું વહાલું નથી એટલે અમને તેના અંતિમ સંસ્કારનું કામ સોંપાયું છે..!!.
“ ફાધર થોડા વિચારમાં પડી ગયા અને પછી કંઈક વિચારી પોતાના બંને હાથ બંને ખભા અને પોતાની કપાળ પર અડાવી અંગ્રેજી ભાષામાં અંતિમ વિધિના મંત્રી પઢવા માંડ્યા.
થોડીજ વારમાં ફાધર શર્લીની દફનવિધિ પતાવી પછી જતા પહેલા કોન્સ્ટેબલ પવારને તથા સમીરને પોતાની ઓરડીમાં આવવાનું કહી ફાધર ચાલી ગયા..એટલે ત્યાં હાજર અન્ય લોકો પણ ત્યાંથી રવાના થઈ ગયા.
* * *
“ ભાઈ…! ‘’ આ શર્લિનું કેમ કરતા મૃત્યુ થયું એ મને જણાવશો..? ફાધર લોબોની ઓરડીમાં બેઠેલા ફાધરે કોન્સ્ટેબલ પવારને તથા સમીરને સંબોધીને પૂછ્યું.
“ફાધર અમને ખાસ ખબર નથી કે વાસ્તવમાં શું બન્યું હતું હવેલીમાં પણ.., ! “પણ….સાંભળ્યું છે કે કોઈ આત્મા એ આ બેનનો ખાત્મો બોલાવી દીધો.
કહેવું કે ના કેહવું ની ગરમથલમાં પડેલા કોન્સ્ટેબલ પવારે આખર કહી નાખ્યું..,
એટલે આ સાંભળી ફાધર લોબોના કાન સરવા થયા.
અને ત્યાર બાદ ફાધરે પોતાના મૃત્યુના આગલા દિવસે શર્લિ પોતાને મળવા આવી હતી અને હવેલીમાં બનતી અજીબો ગરીબ ઘટનાઓ વિષે મને વાત કરી હતી. અને મેં તેને હવેલીમાં છાંટવા માટે પવિત્ર પાણી પણ આપ્યું હતું. આમ બધી વાતો સમીર અને મંદારને ફાધરે જણાવી તથા ખરેખર શર્લિને કોઈ આત્માએ મારી હોય તો પછી તમારે માથે પણ મોત ભમે છે ..! તેમ જણાવી ફાધર તેમને સાવચેત કર્યા.
“ તો ફાધર..એના વિશે તમેજ કોઈ માર્ગ બતાઓ
અમે ખરેખર ખૂબ તકલીફ માં છીએ ફાધર..! સમીરે આજીજી ભર્યા ચેહરે કહ્યું.
ફાધર લોબો ઊંડા વિચારમાં પડી ગયા..મારે ..મારે વહેલી તકે તમારી સાથે હવેલીએ પહોંચવું પડશે નહીંતર નાહકના નિર્દોષ વ્યક્તિના ભોગ લેવાશે.. શર્લીએ તો નાહકનો જીવ ગુમાવ્યો..પણ હવે આગળ કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તે માટે મારે હવેલી પર આવવુંજ પડશે..?
“ પણ એ આત્મા ખુબજ ખતરનાક કે છે અને તેણે,..મંદાર આગળ કઈ કહે તે પેહલાજ સમીરે તેનો હાથ દબાવી ચૂપ રહેવા જણાવ્યું..
એટલે તાંત્રિક બાબા પર આત્માએ કરેલા જીવલેણ હુમલા વાળી વાત માંદારે સમયસર ગળામાં પાછી ઊતરી દીધી.
“ ઠીક છે..!આજે રાત્રે હું હવેલી પર પહોંચી જઈશ ..મને લેવા કાર મોકલી આપસો!
આ સાંભળી સમીર અને મંદાર ને ઊંડે ઊંડે રાહત થઈ કે કદાચ ફાધર લોબો આ સમસ્યાનો અંત લાવશે …અને તેમણે ત્યાં થી વિદાય લીધી.
મંદાર ,સમીર,અને આકાશ રવાના થયા એટલે ફાધર લોબો..પોતાનો ઝભ્ભો બદલવા માટે બાથરૂમ માં પ્રવેશ્યા અને ઝભ્ભો કાઢી બાથરૂમ માં ખીંટી પર ટીંગાવ્યો અને ત્યાંજ..
ત્યાંજ એમની નજર બાથરૂમની સફેદ દીવાલ પર પડી.
ત્યાં…,
ત્યાં લાલ લોહી જેવા મોટા અને સ્વચ્છ અક્ષરે લખેલું હતું..
“ફાધર..!
ઝીંદગી વહાલી હોય તો આ ફિલ્મના જમેલામાંથી દૂર જ રહેજો..!