સમુદ્રક : "હે, દૃષ્ટ અસુરો! પહેલાં તમારા કષ્ટો શું છે એ તો કહો! એનું નિવારણ મારાથી થશે, એવું કંઈ યોજના ઘડીને આપ સૌ કહી રહ્યા છો?"
અસુરરાજ: "પૃથ્વી સાથે તમારું મિલન! અને એ મિલનમાં પૃથ્વીનાં કોખે એક અસુર પુત્ર..!"
સમુદ્રક: " (સમુદ્રકે અતિ ક્રોધીત અવાજે કહ્યું) આ વળી કેવો પસ્તાવ છે! પૃથ્વી સાથે મારું મિલન કોઈ કાળે શક્ય નથી. અસંભવ, અસંભવ! આ મિલન થશે તો સમગ્ર પૃથ્વી પર પાણી ફળી વળશે. આ સમગ્ર સૃષ્ટિ સાથે માનવ જાતનો વિનાશ માગી રહ્યા છો દૂષ્ટો...!"
અસુરરાજ: " (ખોટી રીતે પોતાની વાતમાં ઉતારતા)
વિશ્વાસ રાખો, જે દૈત્ય બાળક પૃથ્વીની કોખે જન્મ લેશે એનાથી પૃથ્વીને કોઈ નુકશાન નહીં થાય. પૃથ્વીનાં કોખે જન્મ લેતા એ દૈત્ય બાળક પૃથ્વી પર નહીં રહે. તમે એ ચિંતા ન કરો. એ દૈત્ય બાળકનાં જન્મ થતાં એ અમારી પાસે પરત ફરશે. અને પૃથ્વીને ફરી જે એની જગા હતી એ જ મળી જશે. મનુષ્યોની તમે ચિંતા ન કરો. એ ચિંતા કરવા વાળા દેવ છે! જો તમારે કુંવારુ ન રહેવું હોય અને આ કંસાર ચાખવો હોય તો, તમારી વાહ, વાહ કરાવવા માટે એક વખત તમારી મર્દાનગી બતાવી દયો. પૃથ્વી પર પથરાઇ જાઓ. એની સાથે દેવો કેટલાં શક્તિશાળી છે. એ પણ તમને ખબર પડી જશે. તમે એક દેવ છો, હું જાણું છું. પરંતુ તમારી વાહ, વાહ કોઈ કરતું નથી! તમને તો બધાં નકારી કાઢે છે. તમારા માટે અમે એક આ અવસર આપવા આવ્યા છીએ. અમારી મદદ કરો. અને આ એકવખત આ દુઃખી સ્ત્રી (પૃથ્વી) નાં આંસુ સામું જોઈ એનાં દુઃખ તમારા દરિયામાં સમાવી લો...! એ તમને સાચો પ્રેમ કરે છે. ત્યાં જઇને એની આંખોમાં એક નજર તો કરો, એની સાચી પ્રીતથી જો તમને પ્રેમ ન થય જાય તો જો જો...!"
(આ વાતથી સમુદ્રક પૃથ્વી ને નિહાળવા તડપવા લાગ્યો્
આવી મીઠી વાતો કરીને અસુરરાજ કેતુક હજુ આગળ સમુદ્રકને કહે છે)
અસુરરાજ : " દૈત્યોને પણ કોઈ તારણહાર જોઈએ છે. અમે દૈત્યો એટલે અમારુ સપનું કોણ પુરું કરે. અમારો વંશ વારસો ચલાવવા એક પુત્ર જોઈએ છે. અને એ પુત્ર તમારા દ્વારા જો જન્મે તો તમારા જેવો જ જ્ઞાની અને શક્તિશાળી હોય. તમારો પુત્ર! આ મિલનથી શક્ય છે. અમારી એક મદદ કરી દયો. દેવ થઈને તમે આટલા નિર્દય ન બનો. અમારો સાથ આપવા તમે તૈયાર છો ને?"
સમુદ્રક : (વિચાર કર્યા વગર) "જો પૃથ્વીને મંજુર હોય તો મને પણ એનો પ્રેમ પ્રસ્તાવ મંજૂર છે."
અસુરરાજ: "પૃથ્વીને મંજુર છે, તો તમને શાનો ડર? પૃથ્વી જોડે અમે વાત કરીને આવ્યા છીએ. એણે અમને તમારી પાસે મોકલ્યાં છે. એટલે જ અમે આ મિલન માટે તમારી સમક્ષ યાચના કરીએ છીએ."
સમુદ્રક એકાંતમાં બેસી વિચાર કરવા લાગ્યો
કે,
"પૃથ્વી મને વળવા ઈચ્છે છે. તો મારે એને 'ના' કહેવી ન જોઈએ. મારે એની ઈચ્છાનું માન રાખવું જોઈએ. હું એને 'ના' કહું તો મારી મર્દાનગી લાજે...! આમ પણ દૈત્ય કહે છે એ પ્રમાણે પૃથ્વી માટે મારાથી વધારે યોગ્ય પુરુષ ન મળી શકે. હું એનાં માટે સંપૂર્ણ પણે યોગ્ય છું.
આમ મસ્તીમાં આવી સમુદ્રક આ વિવાહ માટે તૈયાર થય રહ્યો હતો.
આ મિલન અસુર દૈત્યોને કાળ ચોઘડિયા જોઈને કરાવવું હતું. એટલે ખરાબ ચોઘડિયું કે ખરાબ દિવસ હોય એ વાતમાં શંકાનું કોઈ સ્થાન ન હતું. અને દૈત્ય રાક્ષસ જન્મ લેવાનો હતો તો એ કોઈનું સારું તો ઈચ્છવાનો ન હતો. અસુર ખોળે જન્મે એટલે એ સમય કાળ હોય, આ અવતારથી કોઈનું સારું ના થાય. એ તો વિનાશ કારી જ હોય...!
આમ, અનેક પ્રકારની મીઠી વાતોથી સમુદ્ર દેવ પણ દૈત્યોની કાન ભંભેડીથી ફસાઈ ગયા હતાં. દેવ હોવા છતાં દૈત્યોની વાતો એને સારી લાગવા લાગી. અસુરને પોતાની પેટે જન્મ આપવા એ કોઈ ગર્વની વાત ન હતી પરંતુ, ચડામણી જ એટલી હતી કે, 'સમુદ્રક આ વાતનું ગર્વ કરવા લાગ્યો હતો.
દેવોની દુનિયામાં પ્રથમવાર વિરુદ્ધ પક્ષના દેવી દેવતાની આ પ્રેમની આકૃતિ બની રહી હતી. આ પ્રેમ હવે ન કોઈ ગીરી પર્વતથી અટકાવવાનો હતો કે, ન વિંધ્યાચળની પર્વત માળાથી રોકાવાનો હતો. સમુદ્રક અને પૃથ્વી પોતાનું અસ્તિત્વ ગુમાવીને એકમેકમાં ભળીને પ્રેમની હસીન દુનિયામાં ખોવાઈ રહ્યા હતાં.
પૃથ્વીનો પ્રેમ પણ વર્ષોનાં ઈન્તજારમાં વટવૃક્ષ બની ગયો હતો. હવે કોઈ દેવી, દેવતા પણ એને રોકી શકે એમ ન હતાં. આ બંને પોતાની જિંદગીને મન ફરીને માણવા માટે એનાં કદમ આગળ વધારી રહ્યા હતાં. આજ પહેલીવાર એ બન્ને પોતાના દિલની ધડકન સાંભળી રહ્યાં હતાં.
સમુદ્રક પણ હવે એ પ્રેમની આગમાં જલતો હોવાથી વરાળ ઉત્પન્ન કરી નવા વાદળો બનાવી પૃથ્વી પર કમોસમી વરસી રહ્યો હતો. આમ રોજ બરોજ થતાં પૃથ્વીમાં રહેતા જીવોની હાલત ગંભીર થવા લાગી. એ પાણીમાં જીવવું અઘરું થઈ રહ્યું હતું.
સમુદ્ર તો પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. એ તો એનાં સવાલોના ઉત્તર ભરતી આ પૃથ્વીને મળી તૃપ્ત થવા,
વાદળો બની પૃથ્વી પર એકીધાર વરસવા લાગ્યો હતો.
આમ, અનરાધાર વરસી એ પોતાનો પ્રેમપત્ર પૃથ્વીને
રોજ રોજ મોકલવા લાગ્યો.
પૃથ્વી પ્રત્યેનો આ લગાવ વધતા એ પણ પૃથ્વીની દુનિયામાં ખેંચાવા લાગ્યો હતો. પોતાની દિશાથી એ પૃથ્વીને નિહાળી શકતો ન હતો. તેથી એનાં સુધી પહોંચવા એ ઘણાં અખતરાઓ કરવા લાગ્યો હતો.
સમુદ્રક આમ કરીને ધીમે ધીમે પૃથ્વીનાં દિલ સુધી પહોંચી રહ્યો હતો.
પૃથ્વીને સમજાવતા સમુદ્રકે કહ્યું કે,
"હું નાનેથીજ બ્રહ્મચારી વ્રતનું પાલન કરું છું. હું બ્રહ્મચારી છું. છતાં પણ તારાં આ બળથી તારી તરફ ખેંચાય રહ્યો છું. તારા સતત આમ કરવાથી મારું બ્રહ્મચારી વ્રત જોખમમાં મૂકાય જશે. મારી અંદર તારાં વિચારો ઘર કરી રહ્યા છે. તારા આગમનથી મારા યૌવનમાં ખળભળાટ મચી રહ્યો છે. મારી મર્યાદાઓ તુટી રહી છે. હું ક્યાંક આ યુવાનીનાં જોશમાં મારો કિનારો ભુલી તારી ઉપર પથરાયને તારું અસ્તિત્વ વેર વિખેર કરી ન નાખું એનો ડર લાગે છે. આગળ હવે નવા તરંગો જાગે એ પહેલાં તારાં પ્રેમ પાસાંને આઘા કરી મારાથી દુર થઇ જા. આ ભરતી મારાં અંગે અંગમાં રોમાન્સ જગાડે છે. મારાં શરીરમાં ઉદભવતી આંધી રુદ્ર રૂપ ધારણ કરે એ પહેલાં જ હું યુ ટર્ન લેવા માગું છું. હવે એકવાર પણ આ આંધી ઊઠશે તો જગતમાં મોટી હલચલ ઉભી થઇ જશે.
હું કુંવારો છું! આ આખું જગત પણ મને આ નામે ઓળખે છે એ જ નામે મને ઓળખાવા દે..! યુગે યુગે હું એ જ રીતે રહેવા માંગું છું."
આ બન્નેને પ્રેમ થઈ ગયો હતો. એ પણ એવો પ્રેમ જ સર્વસ્વ..! પરંતુ બંને પોતાના સ્થાન, માન અને દેવતાનું વર્ચસ્વ જમાવી રાખવા માંગતા હતાં. પોત પોતાની રીતે સ્વતંત્ર પણ રહેવા માંગતા હતા અને મિલનની પણ કામનાં કરતાં હતાં.
સમુદ્રકને જવાબ આપતાં પૃથ્વી એ કહ્યું કે,
પૃથ્વી : "જગતમાં ક્યારેય કોઈ જાણી શકશે નહીં કે, આપણું મિલન થયું હતું. જગત માટે તું કુંવારો જ હતો અને કુંવારો જ રહીશ. આ વસ્તુ કોઈ દેવતા જગતમાં ફેલાવી શકશે નહીં. એ મારું તને વચન છે..! જગત તને આપણા મિલન પછી પણ કુંવારો જ ઓળખશે. જો તને એ વાતનો ડર હોય, તારા પર લાંછન લાગવાની બીક હોય તો! હું તને વચન આપુ છું. આ આપણું મિલન થશે, એ આ જગત ક્યારેય જાણી નહીં શકે."
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રીયા" ✍️