1. તમને જોઈ તમારાં જીવનસાથી ની પસંદ વર્તાય .
2. પુરૂષ ની સફળતા પાછળ એક સ્ત્રી નો હાથ.
3. લગ્નગ્રંથિ બાદ સ્રી પુરુષ નો એક બીજા માટે ત્યાગ.
4. પુરૂષ નું મન નાના બાળ જેવુ જયારે સ્રી નું મન હઠીલું.
1.તમને જોઈ તમારાં જીવનસાથી ની પસંદ વર્તાય .
કહેવાય છે કે તમને જોઈ ને તમારાં જીવનસાથી ની પસંદ વર્તાય છે. કહેવાય છે કે દરેક પુરુષ ની અંદર એક સ્ત્રી છુપાયેલ હૉય છે. અને દરેક સ્ત્રી ની અંદર એક પુરૂષ છૂપાયેલો હોય છે.પુરુષ ઍવી સ્ત્રી ને લગ્નગ્રંથિ માટે પસંદ કરે જે એની અંદર ની ભાવના, લાગણી બધુ ધરાવતી હોય. અને સ્ત્રી એવાં પુરુષ ને લગ્નગ્રંથિ માટે પસંદ કરે જે એની અંદર ની ભાવના, લાગણી બધુ ધરાવતો હોય. ટૂંક માં બન્ને એક બીજાં માં ખૂટતું હોય એવું પાત્ર પસંદ કરે. એટ્લે જ તો અર્ધનારેશ્વર નું રૂપ પુજ્ય છે.
2. પુરૂષ ની સફળતા પાછળ એક સ્ત્રી નો હાથ.
પુરુષ ની સફળતા પાછળ સ્રી નો હાથ હોય છે ઍવુ કહેવાય છે. એક પુરુષ જયારે કમાવા નીકળે છે ત્યારે પાછળ ઘર ની સ્રી ઘર પરિવાર વહેવાર બધુ સાચવે છે.. પછી એ પત્ની, માતા, બહેન ગમે તે હોય. માતા નાનપણ માં સંસ્કાર અને સિંચન કરે છે. પત્ની પતિ ને દરેક વસ્તું માં સાથ આપે છે એની નાની નાની ભૂલો સુધારે છે એણે એક સારો પિતા બનાવતા શીખવે છે. જરૂર પડે ત્યારે પત્ની કમાવા માં કોઈ પણ ફરિયાદ વગર સાથ આપે છે. એટ્લે જ તો કહેવાય છે કે એક પુરૂષ ની સફળતા પાછળ એની માતા અને પત્ની નો સાથ હોય છે.
3. લગ્નગ્રંથિ બાદ સ્રી પુરુષ નો એક બીજા માટે ત્યાગ.
જયારે સ્રી અને પુરુષ લગ્નગ્રંથિથી જોડાયા છે ત્યારે બન્ને એક બીજાં માટે ઘણુ ત્યાગ કરતાં હોય છે. જેની ક્યારેક બન્ને માંથી કોઈ ને એક બીજા ના ત્યાગ ની ખબર હોતી નથી. પુરુષ ઘર પરિવાર ને જોડી રાખવા દિવસે દિવસે કમાણી વધારવાની કોશિશ કરે છે. તેણી પાછળ તેની સ્રી ઘર પરિવાર બાળકો બધુ એક એક જીણું જીણું કેટલુંય સાચવે છે . સામે પાત્ર સ્રી સમજદાર હોય તો ઘણું સમજે ને જતું કરે છે.
Ex: આજ ના જમાના પ્રમાણે બધાં ને પતિ ખુબ સારુ કમાતો અને પત્ની ને પરિવાર ને પૂરતો સમય પણ આપતો હોય તેવો છોકરો જોઈએ. પણ શું હકીકત એ આ શક્ય છે? જેટલું બોલવામાં આવે તેટલું સહેલું પણ નથી. પતિ ઘર થી દુર 70 80 km કે તેથી વધારે km બારે કમાવા જાય છે ત્યારે એણે આવતા જતા દરરોજ ની એવરેજ 4 -5 hr જોઈએ (મોટા city નું ટ્રાફિક). આ પરિસ્થિતિ માં પતિ જો પત્ની ને કહે કે ત્યાં જ્યાં કમાય છે ત્યા થી નજીક કોઈક જગ્યાએ રહેવા નું ગોઠવ્યે તો તેમાં પત્ની adjust (ભારે કપડાં, મોંઘી વસ્તું વગેરે લેવા જવા મોટા સિટી માં જવું કે એ વસ્તુઓ બધી online મગાવવી) કરે તો પતિ પત્ની ને પરિવાર ને સમય પૂરતો આપી શકે બાકી તો દરરોજ ની ઍક જ ફરિયાદ તમે મને સમય નથી આપતા.
4.પુરૂષ નું મન નાના બાળ જેવુ જયારે સ્રી નું મન હઠીલું.
પુરૂષ નું મન નાના બાળ જેવુ જયારે સ્રી નું મન હઠીલું. પુરુષ કોઈ પણ જગડો, દલીલ વગેરે પળવાર માં ભૂલી જાય ને કામ ધંધે કે બીજી પ્રવૃત્તિ માં વળગી પડે. જયારે સામે સ્રી એટલી ઝડપ થી એ વસ્તું નથી કરી શકતી. ક્દાચ કરી શકે તો પણ મન માં એ મહિનાઓ, વર્ષો સુધી ખટકતું રહે. હોર્મોનલ ફેરફાર, ઘર પરિવાર નાં દરેક સભ્ય સાથે જુદું જુદું બધાં ને ગમતું કરવામાં પોતાની જાતને ભૂલી જવી એવાં જિંદગી નાં ફેરફાર માં એ પ્રિય પાત્ર તરફ થી ઉપેક્ષા નથી જોઈ શકતી ને એમાં એક ને એક વસ્તું એનાં મગજ માં ચાલતી રહે છે. એ માટે જ સ્ત્રી ને કસરત, ધ્યાન ધરવું, ગમે તેટલા કામ વચ્ચે પોતાના માટે સમય કાઢી પોતાના શોખ ઈચ્છા પૂરા કરવાં ઍવુ કહેવામાં આવે છે.
- Komal Lakhani