Sathiya - 4 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | સાથિયા - ભાગ-4

Featured Books
Categories
Share

સાથિયા - ભાગ-4

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયું કિ સુહાના મોહિત ના મમ્મી રંજનબેન ને ફોન કરી ઘણી વાતો કરે છે. પછી એ એના કામમા લાગી જાય છે. હવે જોઈએ આગળ......................

કામ કરતા કરતા સુહાના ને યાદ આવે છે કે અંજલિ વિશે તપાસ કરાવાની છે એટલે એ મોહિત ના નાનપણ નો મિત્ર ભરત ને ફોન કરવાનું વિચારે છે. સુહાના ફટાફટ બધુ કામ પતાવી ને બહાર એકાંત માં જઈ ભરત ને ફોન કરે છે. ભરત ફોન ઉપાડે છે.

સુહાના : કેમ છો ભરત ભાઈ 

ભરત : મજા મા છુ ભાભી તમે કેમ છો?

સુહાના : ભરત ભાઈ તમે હજી પણ મને ભાભી માનો છો તમારા ભાઈ તો મારુ મો પણ જોવા નથી માગતા.

ભરત : મને ખબર છે ભાભી પણ મને અંદર થી થાય છે કે કંઈ અજુ ગજુ થયુ છે. બાકી મારો ભાઈબંધ આવો નહોતો એ તો તમને એના પણ જીવ થી વધારે પ્રેમ કરતો હતો. એના એકિસડેન્ટ પછી એ સાવ જ બદલાઈ ગયો 

સુહાના : સાચી વાત છે ભરત ભાઈ એમના એકિસડેન્ટ થયો ને એ સારા થયા એના મહિના પછી અમારા લગ્ન હતા એ ફક્ત એક જ મહિના માં બદલાઈ ગયા . ભરતભાઈ તમારે મારુ એક કામ કરવાનુ છે એટલે તમને મે ફોન કર્યો છે.

ભરત : હા ભાભી બોલો ને શું કામ છે હુ મારા થી બનતા બધા જ પ્રયાસ કરીશ.

સુહાના : એમનો એકિસડેન્ટ થયો ત્યારે એ જે હોસ્પિટલમાં એડમિટ હતા ત્યાં એક નર્સ હતી અંજલિ જે એમને બધી મેડિસિન આપતી હતી દેખરેખ રાખતી હતી. મને શંકા છે કે એણે જ મોહિતને કંઈ કર્યું છે અને એ સાવ બદલાઈ ગયા તમારે એ અંજલિ વિશે બધુ જાણી ને મને કહેવાનું છે.

ભરત : સારુ ભાભી તમે જરા પણ ચિંતા ના કરો હુ ર દિવસ ની અંદર અંજલિ વિશે બધુ જાણ કરી તમને કહુ છું

સુહાના : સારુ ભરત ભાઈ હુ બહાર આવી છુ વાત કરવા માટે એટલે મમ્મી પપ્પા ચિંતા કરતા હશે હું હવે ઘર મા જવ છું. તમને પછી ફોન કરીશ.

ભરત : સારુ ભાભી તમને સમય મળે ત્યારે ફોન કરજો.

સુહાના ફોન મુકી ને ઘર મા જાય છે. જમી કરી ને બધા ઊંઘી જાય છે પણ સુહાનાને ઊંઘ આવતી નથી એ બધું વિચાર્યા જ કરે છે. એના મન મા એ પણ આવે છે કે મોહિત ને કોઈએ કંઈ કર્યું તો નથી ને એ એટલા બધા બદલાઈ ગયા મારે એ તપાસ કરાવવું જ પડશે કાલે જ ગામ ના ભુવા પાસે જઈને તપાસ કરાવડાવું કે શું છે ખબર પડે.

સવારે વહેલા ઊઠીને સુહાના ઘરનું બધુ કામ પતાવી ને એના ગામ મા આવેલા ભુવા જી પાસે જાય છે. સુહાના ભુવા ને મોહિત વિશે બધુ કહે છે. ભુવાજી સુહાના ને કહે છે કે તારે મોહિત પરથી ઘઉં ના દાણા ઉતારી લાવવા પડશે ત્યારે હુ જોઈ શકીશ કે મોહિત પર કંઈ થયેલુ છે કે નહિ. સુહાના પછી એના ઘરે પાછી આવે છે અને મોહિત ના મમ્મી ને ફોન કરે છે. 

સુહના : જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છો?

રંજનબેન : જય શ્રી કૃષ્ણ બેટા હુ સારી છું તુ કેમ છે?

સુહાના : હુ પણ ઠીક છુ મમ્મી. તમને એક કામ માટે ફોન કર્યો છે મમ્મી.

રંજનબેન : હા બોલ ને બેટા શુ કામ છે.

સુહાના : મમ્મી મને શંકા છે કે મોહિત ને કોઈએ કંઈ તો કરાવ્યુ છે એટલે એ બદલાઈ ગયા છે. હું એની તપાસ કરાવવા ગામ મા આવેલા ભુવા પાસે ગઈ હતી. ભુવા એ કહ્યુ કે મોહિત પર થી ઘઉં ના દાણા ઉતારીને લાવવા પડશે ત્યારે હું જોઈ શકીશ 

રંજનબેન : કંઈ વાંધો નહિ બેટા હુ આજે રાત્રે જ મોહિત પરથી દાણા ઉતારી લઈશ અને કાલે તુ આવીને લઈ જજે બેટા

સુહાના : સારુ મમ્મી પણ હુ ઘરે નય આવું તમે તો જાણો જ છો કે મોહિત મારુ મો પણ જોવા નહિ માંગતા પછી હું ઘરે આવુ ને એ વધારે ગુસ્સો કરે એટલે આપણે બહાર ક્યાં મળીશું .

રંજનબેન : સારુ બેટા આપણે બહાર કંઈ મળીશું. 

પછી બંન્ને ફોન કાપી ને એકબીજા ના કામ મા લાગી જાય છે.

રંજનબેન સુહાના ને દાણા આપશે અને સુહાના ભુવા પાસે લઈ જશે તો શું ભુવાજી સુહાના ને શું કહેશે મોહિત ને ખરેખર કોઈ એ કંઈ કર્યું છે કે નહિ એ જોઈએ આવતા ભાગમાં ત્યા સુધી નમસ્કાર