નોંધ : આ કહાની સંપૂર્ણ રીતે કાલ્પનિક છેં, આ ના બધા જ રાઈટ્સ મારાં છેં,
. ઘણીવાર આદતો એ આપણને સમાવી લેતી જોવા મળે છેં, માદક બનેલી ઠંડી હાવઓને ભેદતા દૂધ વાહન આવીને એના ઘરની બહાર ઉભું રહ્યું, વાહનમાંથી ઉતરીને એણે દરવાજો ખખડાવ્યો, દરવાજો થોડો જૂનો હતો ખુલતા પહેલા એણે ઘરની અંદરનુ દ્રશ્ય સાંભળાતું હતું, તપેલી ખાખડવાનો અવાજ, જાણે હાથમાંથી ફ્લોર ઉપર પડી ગયેલી હોય એ રીતે અવાજ કાનને અડ્યો, બહાર ઉભેલા માણસે ખુલીને હસવાનું ચાલુ રાખ્યું, તેટલામાં જ એના મોઢા આગળ દરવાજો ખુલ્યો એના વેરાયેલા દાંત એણે મોઢામાં સરકાવ્યા, અંદર ઉભેલો માણસ બોલ્યો લિસાના હાથમાંથી ભાગવાનો પ્રયત્ન કરતી તપેલી પકડાઈ હવે એ ક્યાય ન જઈ શકે તપેલીનું એન્કાઉન્ટર અને અટ્ટ હાસ્ય ફરીથી ફેંકતા દૂધવાળાએ દાંત કાબુમાં ન રહેતા કહ્યું અરે સાહેબ તમે ક્યાં ચોર - પોલીસ રમવા લાગ્યા છો સવાર સવારમાં?
રવિવારે હું દૂધ વેચું? દુધવાળો કઈ બોલ્યા વગર તપેલીમાં દૂધ સરકાવી બરની બંધ કરીને નીકળવાનો પ્રયત્ન કરે ત્યાંજ લિસાનુ અટ્ટહાસ્ય, આવજો ભાઈ કાલે સોમવારે હું ગામડે લગ્ન માં જવાનો એટલે કાલે દૂધ નઈ આવે, એણે ઉભા પગે ગાડીમાં બેસવાનું નક્કી કર્યું, દૂધ વાહન ચાલતા ચાલતા બંધ પડ્યું ને ફરીથી ચાલ્યું એટલામાં નંબર પ્લેટ જે ઘરની બહાર હતી એણે વાંચવાનો સમય મળ્યો જે નવી દેખાતી હતી, ઉપર લખ્યું હતું પત્રકાર લિસા, દૂધવાળા એ ગાવાનું ચાલુ રાખ્યું જે મનમાં ગીત આવ્યું એ ગાયું અને અને વાહન ચા ની ટપરીએ આવીને ઉભું રહ્યું , એણે બે ઘડી વિચાર્યું અને ફરીથી ગાવાનું ચાલુ કર્યું, ચા મંગાવી, ચા આવી, એણે ચાની ચુસ્કી લીધી અને મનમાં લિસા વિશે જ વિચારતો રહ્યો, ચા એના મન ઉપર માદક બનતી ગઈ, એણે ચા પીધા બાદ સળગતા કચરામાં કાગળ નો કપ નાખી ચાલવાનું શરુ કર્યું અને ગાડીમાં બેઠો, અહીં રવિવાર હોવાથી અખબાર ની જેમ ફડ ફડ થવાનો કોઈ જ પ્રશ્ન ન હતો...
તેણે દૂધને ધીમી આંચ ઉપર મૂકી દૂધને એકાંત આપ્યું, ટીવી ચાલુ કરી news જોવાનું ચાલુ કર્યું, મૂડ બદલાયો તેણે ડિબેટ માં લડાઈ જોવામાં રસ ઓછો થયો કારણકે ટોપિક બરાબર ન હતો, હવે તેણે ચેનલ બદલી કાર્ટૂન જોવાનું શરુ કર્યું, મનમાં વિચાર કર્યા બાળકની જેમ કાર્ટૂન જોવામાં પણ મજા છેં, અચાનક યાદ આવ્યું દૂધ દોડીને રસોડામાં ગયો તરત જ એણે દૂધ ની સફેદ સપાટી નીચે તપેલીમાં જ દેખાણી હાસકારો થયો દૂધ રેલાઈ ન ગયું એનુ સુખ મળ્યું....
એણે બ્રશ કરવાનુ વિચાર્યું, કે તરત વિચાર આવ્યો હવે ભેગા ભેગું નહાઈને જ પાર મુકું, એણે કપડાં લીધા અને બાથરૂમ તરફ પગલાં મુક્યા..,. ગ્યાસ ગીઝર ઓન કરી એણે ગરમ પાણી શરીર ઉપર રેડ્યું જાણે ચામડીની કિંમત જ ન હોય.... નહાતા - જ વિચારો કર્યા... કલ્પનાના ઘોડાઓ ઘણા જ હવાઈ સફરે દોડ્યા અને એણે પાછા લાવીને ઘોડાઓ બાંધ્યા ને પાણીનો નળ બંધ થયો એ બાથરૂમ માંથી બહાર આવ્યો...
મન ગમતા કમ્ફરટેબલ કપડાં એણે પેર્યા અને હવે ઘરની બહાર જવાનુ નક્કી કર્યું, ઘરને લોક મારીને તેણે ચાવી ખીસામાં મૂકી.... ગામમાં આવતા ખેતરો વચ્ચે પંછીઓનો કોલહલ તેના કાનમાં પડતો હતો.....
અચાનક ગામમાં લોકોનું ટોળું તેણે દેખાતું હતું..... તે આગળ વધ્યો અને હવે તેણે જોયું કે ત્યાં દૂધ વાળો બેહોશ પડ્યો હતો, એમ્બયુલેન્સ થોડીવારમાં આવી અને પાસેના જ એક શહેરમાં તેણે લઈને ગઈ, સરકારી હોસ્પિટલ હતી, ત્યાં તેની તપાસ થઇ. ફૂડ પોઇઝન થયું છેં એવુ ડોક્ટરનું કહેવું હતું... ત્યાંજ દવાખાનામાં બીજા બે લોકો પણ બેહોશી ની હાલતમાં આવ્યાના સમાચાર મળ્યા કારણ હતું ચા ની ચુસ્કી.......
વધુ આવતા અંકમાં.....