નિલક્રિષ્ના: "શેતાન વૃંજા મને રાક્ષસી વૃતિ શીખવી રહી હતી, એ વાતની જાણ, પવનમાં સુકાતી રાક્ષસી હેત્શિવાનાં વાળની લટો એ દરીયાનાં ઉંડાણમાં જઈને હેત્શિવાનાં કાનમાં કહીં સંભળાવી. આ વાતની દરિયાઈ રાક્ષસી હેત્શિવાને ખબર પડતાં એ તરત જ ત્યાંથી બહાર નીકળી પવન મહેલમાં પહોંચી ગઈ. મારી જિંદગીને સાચું મગશદ આપવા માટે, મને ત્યાંથી છોડાવવા માટે, હેત્શિવા શેતાન વૃંજા હારે બે વર્ષ સુધી યુધ્ધ કર્યું. અને મને એનાં ચગુલમાંથી છોડાવી લીધી.
હેત્શિવા રાક્ષસી મહાદેવની સાચી ભક્ત હતી. એનાં પર મહાદેવનો હાથ હંમેશા રહેતો. બે વર્ષ સુધી યુધ્ધ કર્યા બાદ આખરે એણે મને વૃંજા પાસેથી એક દિવસ છોડાવી લીધી. સોમનાથ મંદિરનાં પંડીત મૂળશંકરની પરવાનગી સાથે એ મને રેતમહેલમાં લઈ જવાં તૈયાર થઈ. આમ તો હેત્શિવા હતી એક રાક્ષસી જ પરંતુ એનો ઉદેશ્ય મને ઉછેરીને સાચે માર્ગે આગળ વધારવાનો હતો.
સમુદ્રનો દરવાજો ખુલ્યો અને હેત્શિવા રાક્ષસી મને એ દરવાજાની અંદર ઉંડે ભૂતળમાં લઇ ગઈ. મારો જેનાં માટે જન્મ થયો હતો, એ દિશા બતાવવા એ કામે લાગી ગઈ. જ્યાં હું પહોંચી એ રેતમહેલ હતો. ( રેતમહેલનું પુર્ણ વર્ણન આગળનાં ભાગમાં કરેલું છે.) આ રેતમહેલ એક નજરે જોતાં હરકોઈનાં મનમાં જે મહેલ હોય, એણે એવો જ પુર્ણ રીતે દેખાય. હું ઉદાશ હોઉં ત્યારે આ સમુદ્ર વાત્સલ્ય ભાવથી મને પંપાળી, મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા તત્પર રહેતો. જ્યારે મને ઊંઘ ન આવે ત્યારે વ્હાલથી પંપાળી હેત્શિવામા મને પૌરાણિક દંત કથાઓ, રાજા- રાણીની વાર્તાઓ સંભળાવતી હતી.
આ સમુદ્રી રાક્ષસી જ્યારે મને કૃત્રિમ રસ્તાઓ શોધાવતી ત્યારે હું મહામહેનતે બહાર નીકળતી. એ આટલાં કઠીન માર્ગ મને શા માટે શીખવતી હતી, એ પણ હું સમજતી ન હતી. છતાં, હું હાર માનતી નહીં. હેત્શિવા રાક્ષસી એ મને દરિયાઇ ગુપ્ત માર્ગો બતાવી, દરિયાની અંદર જ ધડતર કરી સર્વશ્રેષ્ઠ વીરાંગના બનાવી દીધી હતી. હું બાળકી હતી ત્યારથી કિશોરાવસ્થા સુધી સમુદ્રી રાક્ષસી હેત્શિવાનાં આશ્ચર્યમાં જ રહી હતી.
હું વીસ વર્ષની થઈ એટલે ફરી એક દિવસ સમુદ્રનો દરવાજો ખુલ્યો. હું પૃથ્વી પર ફરી આવી પહોંચી.
પરંતુ મારાં માટે આ જગ્યા તો સાવ અજાણી હતી.
અહીં આવ્યા પછી બાબા આર્દે મને બધાથી છુપાવીને પૃથ્વી પરનું જરૂરી જ્ઞાન આપ્યું. પૃથ્વી પરનું સંપુર્ણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, હેત્શિવા મને સોમનાથ મંદિરમાં મૂકીને ત્યાંથી નીકળી ગઈ. હેત્શિવા રાક્ષસીએ મને પૃથ્વી પર મુકી, અને એ અદશ્ય થઈ ગઇ. એ મારી યશોદામા જ હતી. મારા જીવનમાં એને બતાવેલાં સાચા માર્ગથી હું કંઈક કરી બતાવુ, એ માટે જ એણે પોતાના હ્દય પર પથ્થર મુકી મને પૃથ્વી પર છોડી. છુટા પડતાં પહેલાં એને સમુદ્રનો બધો જ ખજાનો અને અન્ય બીજી વસ્તુ મને સોપી, પોતાનો ભોગ-વિલાસ પણ છોડી દીધો હતો.
ધૃણે કહ્યું કે ,
"હેત્શિવા હતી તો એક મા જ ને! એ તારાં પ્રેમથી બંધાઈ ગઈ હતી. અને હું તારામાં એ જોઈ શકું છું, એને તને જ્ઞાન આપી પુર્ણ બનાવી છે. પોતાની બુદ્ધિ મોટી એમ વિચારી આગળ વધનાર ક્યારેય ઉતીર્ણ નથી થતાં. જ્યાં સુધી ગુરુ જ્ઞાન રૂપી આંખ ન આપે, ત્યાં સુધી ઈશ્વર જોઈ શકાતો જ નથી.
હું તને ઓળખી ગયો છો પુત્રી! આજ મને ખબર પડી કે, પ્રભુએ મારાં શ્વાસ અત્યાર સુધી કેમ ચાલતા રાખ્યાં હતાં. એટલાં માટે જ કે, હું જે જ્ઞાન ઘરાવતો હતો. એ જ્ઞાનનું તેજ વિફળ ન જાય...!
હું જેની રાહ જોઈ રહ્યો હતો એ કદાચ તું જ છે. તને જ મારે આ તેજસ્વી આંખો આપવાની છે. હવે મને મારાં પ્રભુનો ઈશારો સમજાય ગયો છે. આ તપ મારાં માટે ભયંકર અને કઠોર હતો. પરંતુ મને એ વાતનો અફસોસ છે કે, મેં તારા સુધી પહોંચવામાં વિલંબ કર્યો. હું એ માટે માફી માગું છું. તું તારી જિંદગીનું રહસ્ય શોધવા ક્યાં ક્યાં ફરી પરંતુ તારાં પ્રયત્ન નિષ્ફળ ગયા હશે. પુત્રી એક વસ્તુ ખાસ યાદ રાખજે માત્ર શબ્દજ્ઞાનથી તું તારું લક્ષ્ય મેળવી નહીં શકે. તું જેટલું મગજથી વિચારીશ એટલું જલ્દી લક્ષ્ય પ્રાપ્ત થશે. સાથે આવતા ભયનું પણ હરણ કરવાનું છે. આ અમીનો છટકાવ મનુષ્યને રાક્ષસી બનતો અટકાવશે. એટલે એને પાપ કરવાની કોઈ જગ્યા નહીં મળે.
તું અહીંથી સો ગાવ આગળ જઈશ એટલે એક માયાવી જંગલ આવશે. પરંતુ, એ ધ્યાન રાખજે કે, એમાં પ્રવેશ કર્યા પછી પરત કોઈ ફરતુ નથી. એ જ બહાર નિકળી શકે છે, જેણે અમર વૃક્ષની ઓળખ મળી હોય! આ અમર વૃક્ષ શોધતા તને વાર લાગશે, પરંતુ તું પાછું વળીને જોઈશ નહીં. તું પાછું વળીને જોઈશ તો તારું મૃત્યુ નિશ્વિત છે. કેમ કે, એ જંગલનાં બધાં વૃક્ષો દૈત્ય રાક્ષસ છે. એ એમ કોઈ પર પ્રહાર કરતાં નથી. પરંતુ જે પાછું વળીને જોવે એને આ ડરની નિશાનીને ભેટવું પડે છે. તારાં ડર ઉપર કાબૂ કરી લઈશ, એટલે આપોઆપ તું એ ડરની નિશાનીને કોર્ષ કરી જઈશ. ત્યાં જતાં અનેક એકસરખા વૃક્ષ દેખાશે. પરંતુ અમર વૃક્ષ એ છે જેનાં,
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️