એ કણસી રહેલ મદદ માંગતો અવાજ સુધી પહોંચવા, એ માટી ખોદીને દરિયાઈ એક ટાપુ સુધી પહોંચી. વિશ્વભરનાં ટાપુઓ કરતાં આ દ્વિપ હરીયાળીથી ભરેલો અને સુંદર દેખાતો હતો. આ જગ્યા ગીચ જંગલો વચ્ચે અરબસાગરને મળતી હોય એવું લાગ્યું. આ નિર્જન ટાપુમાં કોઈ માણસ દેખાતું ન હતું. નિલક્રિષ્ના તો આ દ્વીપની સુંદરતા જોઈને અવાક થઇ ગઈ. એ અહીંના વાતાવરણની ખુબસુરતીમાં ખોવાઈ રહી હતી. આવતા એ અવાજને ભુલી આ દરીયાની લહેરના મોજા માણવા લાગી.
આ અવાજ સુધી આગળ વધતા એક દરિયાઈ ગુફાની એ અંદર પહોંચી. ગુફાની આસપાસ કોઈ લાલ બત્તીથી પ્રકાશ આપતું હોય એવું દેખાય રહ્યું હતું. પરંતુ નિલક્રિષ્ના જાણતી ન હતી કે,
"પોતે આ એક એવી ગુફામાં પહોંચી છે, જે ભ્રમિત છે."
એ ગુફામાં અંદર પગ મુકતાં આપણે ખુદ ઊલ્ટા ચાલતા હોય, એવી રીતે પોતાને જ ભ્રમિત કરતી વ્યુહરચના કરવામાં આવી હતી. કોઈ મરજીવા અહીં અચાનક આવી જાય તો આ ભ્રમિત ગુફામહેલ છે એની એને ભણક સુધા પણ ન થાય. એવી રીતે આ ગુફામહેલની રચના કરવામાં આવી હતી. પેલો અવાજ શોધવા નિલક્રિષ્ના એ ગુફાની અંદર બહાર આજુબાજુ બધે જોવે લાગી. પરંતુ ત્યાં એની નજરમાં કોઈ આવ્યું નહી. આ આખો ગુફામહેલ ટ્રાન્સપરન્ટ હતો. એટલે કે બધું જ બધી બાજુથી આરપાર દેખાતું હતું.
આ એક ભ્રમજાળ છે, એની નિલક્રિષ્નાને ખબર ન હતી. એ તો અવાજ સુધી પહોંચવા આગળ વધી રહી હતી, એટલામાં કોઈ એને પ્રાણવાયુ આપી રહ્યું હોય એવું લાગ્યું. આવી જીવંત ગુફા એ પહેલીવાર જોઈ રહી હતી. એના મનમાં ખતરાની ઘંટી તો વાગી ચુકી હતી. એ ગુફા એનાં પર થોડું પણ દબાણ કરી ઝપેટમાં લેવા ગઈ, ત્યાં તરત જ નિલક્રિષ્નાને આ ભ્રમજાળ સમજમાં આવી ગઈ. નિલક્રિષ્ના જરા આગળ ખશે એ પહેલાં એ ટ્રાન્સપરન્ટ ગુફા એને ઝપેડમાં લેવાં માટે કહેવા લાગી,
"તુમ્હારા રૂપ મુજે ચાહીએ નિલક્રિષ્ના! મેં તુમ્હે યહાં સે કહીં નહીં જાને દુગી..! એસા રૂપ મે ને જિંદગી મે પહેલી બાર દેખા હૈ, અપને શરીર કી ખાલ મુંજે દે કે જાઓ. જલદી સે મેરી પકડ મે આ જાઓ બચ્ચાં...!"
એ ટ્રાન્સપરન્ટ ગુફા જાણે નિલક્રિષ્નાની આંખોને પોતાની આંખોમાં સમાવવા માગતી હોય, એમ પ્રેમ પુર્ણ દષ્ટિથી એ એની આંખોને પીવા લાગી. અને એનાં મુખને ચુમી, ભુજાઓમાં લઈને એ હળવું આલિંગન કરી રહી હતી. નિલક્રિષ્ના પર મલિની દ્વારા કરેલી કોઈ પકડ કામ કરી રહી ન હતી. તેથી મલીનીનાં શરીરમાં નિલક્રિષ્નાનાં કોઈ રંગો પુરાઈ ન શક્યાં. અંતે થાકીને મલિની એ ઢીલ આપી દીધી, નિલક્રિષ્ના એ ભ્રમ જાળમાંથી બહાર નીકળી ગઈ.
આ કોઈ સાચી ગુફા ન હતી. મલિની નામની દરિયાઈ માછલી એ પોતાના શરીરને ફુલાવી આ માયા જાળ રચી હતી. એમ કરવા પાછળનું એનું કારણ એ હતું કે, નિલક્રિષ્નાનું રૂપ એને ગમી ગયું હતું. નિલક્રિષ્નાનો રંગ જોઈ એનાં રંગમાં પોતાનું શરીર રંગવા એ માંગતી હતી. પરંતું એ શક્ય ન બન્યું. મલીની સી ફીસ એક ટ્રાન્સપરન્ટ ફીસ હતી. તેથી એ આ નિલક્રિષ્ના રૂપી અધિષ્ઠાતા રૂપવાળું આ અવિચળ સ્વરૂપને એ પામવા માંગતી હતી. પરંતુ નિલક્રિષ્ના આ ટ્રાન્સપરન્ટ જાળમાં ન ફસાણી. એ આવી કોઈ પણ જાળથી મલીનીના હાથમાં આવે એમ પણ ન હતી. તેથી મલિની થાકીને પોતાની માયાજાળ શકેલી પોતાના રસ્તે આગળ વધી ગઈ.
નિલક્રિષ્ના મલિની દ્વારા રચેલ માયાજાળમાંથી નિકળી, અને આ મદદ માટે કણસી રહેલ એ અજાણ્યા જીવનાં અવાજ સુધી પહોંચવા લાગી. ત્યાંથી આગળ વધતાં એ અવાજ ત્યાં નજીકમાંથી આવતો હોય એવું લાગ્યું. ત્યાં અચાનક એક તુટેલા જહાજનું કાટમાળ દેખાયુ. એ જહાજને જોતાં તરત જ એ એની પાસે પહોંચી. આ જહાજની બધી બાજુ ચક્કર લગાવી ફટાફટ આખાં જહાજને એ જોઈ વળી! છતાં, પણ એને ત્યાં કોઈ જીવ દેખાયો નહીં. એ જહાજની બહાર નીકળતી જ હતી ત્યાં એનો હાથ કોઈએ પકડ્યો.
"મારા ઘા તું જ મટાડી શકે એમ છો! કેમ કે, એક માણસે દીધેલાં ઘા બીજો માણસ જ મટાડી શકે. તું ડર્યા વગર મારી મદદે કર...! તારી મદદના બદલામાં હું તારી સમસ્યાનાં ઉકેલ શોધવા હંમેશા તારી સાથે રહીશ." અર્ધ માનવ ને અર્ધ મગરમચ્છ જેવું વિશાળકાય શરીર ધરાવતું આ વ્યક્તિ આમ કરગરીને નિલક્રિષ્નાની મદદ માંગી રહ્યું હતું.
નિલક્રિષ્નાએ તેની સામે નજર કરી, તો એ એકદમ ડરામણું મહાકાય સ્વરૂપ એને દેખાયુ. એની આંખો માંથી આંસુ રૂપી પાણી વહેતું હતું. એ આધેડ પુરુષના હાથનાં સ્પર્શે તેણીનાં મનમાં વાત્સલ્ય ભાવ પ્રગટ કર્યો. તેથી એણે બીજો કોઈ ભય રાખ્યા વગર, એ જહાજ નીચે દબાયેલા આ આધેડ વયના વ્યક્તિને પોતાની શક્તિઓનાં પાસાઓનો ઉપયોગ કરી બહાર કાઢ્યા.
એ આધેડ વયના જીવની દબાયેલી તુટેલી-ફુટેલી હડ્ડીઓને ફરી જોડવા માટે હડજોડ જડ્ડી બુટ્ટી ગોતવા માટે એ દૂર દેખાતા જંગલમાં પહોંચી. એ જડ્ડી બુટ્ટી ગોતવા માટે એને ધણું કષ્ટ પડ્યું, એક કાંટો એનાં હાથમાં લાગતા એ પોતાના શરીરમાં બદલાવ આવવા લાગ્યો. એને થોડું દર્દ પણ થયું, દર્દ થતા એને ભગવાનનું વરદાન પ્રાપ્ત થયું, એવું એને લાગ્યું. જોયું તો એનો પહેરવેશ અને અંગો બદલી રહ્યા હતાં. અચાનક પોતાના શરીરમાં ફેરફાર થતો જોય એ આશ્ર્ચર્યમાં પડી ગઈ. પરંતુ એ બદલાવ એક સેકન્ડ સુધી જ રહ્યો. બીજી સેકન્ડમાં એ હતી એવી જ થઇ ગઈ.
ધૃણનાં ઘા ઠીક કરવા માટે એ હટજોડ જડીબુટ્ટી શોધી લાવી. અને એ વ્યક્તિના બધાં ઘા ફટાફટ ભરી દીધાં. થોડીવારમાં અર્ધમુખી માનવ અને મગરમચ્છ જેવું શરીર ધરાવતા પિતા ધૃણ એકદમ ઠીક થવા લાગ્યા.
(પિતા ધૃણ અને નિલક્રિષ્ના વચ્ચેનો સંવાદ,)
"પરી જેવું સુંદર વર્ણ ધરાવતી, તું કોણ છો પુત્રી?"
"હે મહાપુરુષ! એ સવાલનો જવાબ જ હું વર્ષોથી શોધું છું."
"ચિન્તા ન કર પુત્રી, અમુક સવાલનાં જવાબ ધીરજ રાખવાથી મળે છે...!"
"હા, મહાપુરુષ વીસ વરસના આ સમયગાળામાં ન જાણી શકી તો કદાચ હવે ધીરજ જ વિકલ્પ રહ્યો છે."
"કેટલાં વરસોથી હું એ જહાજ નીચે દબાયેલો હતો. પરંતુ આજ સુધી કોઈ મને બચાવવા ન આવ્યું. એમ કહું કે, આજ સુધી મારો અવાજ કોઈનાં કાન સુધી ન પહોંચ્યો તો પણ ચાલે...! તારામાં અદ્ભુત શક્તિઓ છે તેથી જ તું મારાં સુધી પહોંચી શકી. શું તું આ ટાપુની રહેવાસી છો? તું દરિયાઇ માર્ગ કંઈ રીતે જાણે છે? "
( ધૃણની વાતોનો જવાબ આપતા નિલક્રિષ્નાએ પોતાની આપવીતી આ રીતે વિસ્તારથી કહી સંભળાવી,)
"હું ત્રણ દિવસની થવા આવી હતી. મારા જન્મ પછી છઠ્ઠો દિવસ હતો. મારી છઠ્ઠીનો દિવસ હતો. એટલે મારાં લેખ લખવા વિધાતા મા આવવાનાં હતાં. પરંતુ મારાં જન્મની જાણ બુરી શક્તિ વૃજાને ખબર પડી ગઈ એણે
વિધાતાને મારા ભાગ્ય લખવા ન દીધા. મારાં ભાગ્ય લખાઈ જાત તો કદાચ મારા જન્મનું ઉદેશ્ય શું છે અને એ કંઈ રીતે પુર્ણ હું કરીશ. આ બધી વાતોથી દેવતાઓને શાંતી થાત! પરંતુ વિધાતા મા ને મારી પાસે આવતા જ રાક્ષસી વૃજાએ રોકી દીધા. હું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકું કોઈ ચતુરાઈ મારામાં ન આવે અને હું ભાગ્યથી હંમેશા અળગી રહું, એ માટે સોમનાથ મંદિરમાંથી વૃંજા નામની એક રાક્ષસી મને પવનમહેલમાં લઇ ગઇ. તેનું મગશદ મારા જીવનનાં માર્ગને ભટકાવવાનું હતું.
દરિયાઈ શિવભક્ત રાક્ષસી હેત્શિવા ઘણા વર્ષો પછી પોતાના લાંબા મોટા વાળ સુકવવા પવનની એ ગતિમાં હવામાં ફરતી હતી.
પવન મહેલથી પસાર થતી હેત્શિવા રાક્ષસીનાં વાળની લટોએ જોયું કે,
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️