આ ત્રણ જણાની નાની ફેમિલી હવે 4 માં ફેરવાઈ ગઈ હતી જાનવીના ઘરમાં હવે તેનો નાનો ભાઈ પણ આવી ગયો તેનું નામ અમરદીપ પાડ્યું અમરદીપ જે માત્ર 1 કિલો ને 600 ગ્રામ નું વજન અને દેખાવે તો જાણે જાનવીને જ જોઈ લો અમરદીપનું નાનું એવું નાક, કોમળ જન્મથી જ ગાલ પર બેબી પિંક બ્લશ તેના ગાલમાં જ હતું તેને લીધે તે છોકરો કરતા છોકરી વધારે લાગે. પહેલી વાર ખોલેલી આંખો જે આંખોને જોઈને તેને જોઈને જ ડૂબી જવાનું મન થઈ જાય અને સાચે જ એવા રૂપાળા કુમળા છોકરાને જોઈને વિશ્વાસ જ ન આવતો ઉષાબહેન અને મીતભાઈ ને કે શું સાચે જ અમારો દીકરો છે દીકરા પણ આવા આટલા બધા અંશે કુમળા હોઈ શકે પરંતુ તેમને આવું લાગવું તો વ્યાજબી જ રહ્યું કેમ કે અમરદીપ તો મોટો થવા આવ્યો તો પણ તેનામાં એ જ રૂપાળું એવું મોઢું ખીલતું.
અમરદીપ જ્યારે જન્મ્યો ત્યારે તેને જોઈને લાગતું જાણે ગુલાબની કડી ને આપણે આપણી સામે જ ખીલતા જોતા હોઈએ અમરદીપ નું નામ અમરદીપ બે રીતે બંધબેસતું હતું એક અમરદીપ નામ એ ઉષાબહેન અને મીતભાઈએ પહેલેથી વિચારીને જ રાખ્યું હતું કે જો દીકરો આવે તો તેનું નામ એ જ રાખવું અને બીજું અમરદીપ મોત ના મોઢામાંથી પાછો આવ્યો હતો જાણે તે અમર જ ન હોય અને તેમના ઘરમાં દીપ ની જેમ પ્રગટવા મથતો હોય.
હા આ વાત છે જ્યારે અમરદીપ નો જન્મ થયો વડોદરામાં આજવા રોડ, પાણીની ટાંકી પાસે આવેલા નવજીવન હોસ્પિટલમાં અને ડોક્ટરે કહ્યું કે તેને નિમોનિયા છે તેથી વેન્ટિલેટર ઉપર રાખવો પડશે ત્યાં નર્સ આવીને તેને લઈ ગઈ અને તેને પેટીમાં સુવડાવી દીધો અને તેની પર ઓક્સીજન માસ્ક લગાવી દીધું.
ખૈર દિવસો ખરાબ હોય કે સારા પસાર થઈ જ જાય છે.
આવા સમયમાં જાનવી તેના મામાના ઘરે રહેતી હતી ત્યારબાદ જાનવી, અમરદીપ અને તેના મમ્મી પપ્પાનું આનંદ ભર્યું જીવન ચાલ્યા કરયુ.
બંને ભાઈ બહેન ક્યારે મોટા થઈ ગયા તેની ખબર પડી નહીં પરંતુ આ સાથે ભલે જીવનમાં એક અલગ પણ ક્યાંક ઝીણું એવું દુખતો હતો જ આમ કહીએ તો વધારે જ હતું તો પણ તેમણે માટે તો દુ:ખ ને દુઃખ ન જ કહેવાય અમરદીપ C.p. child હતો. તેનાથી ચલાતુ– બેસાતું કે બોલાતું–ઉઠાતું ન હતું. તેને નોર્મલ બાળક ની જેમ સમજણ ઘણી વધારે હતી. પણ તે હરિ ફરી કે બોલી શકતો ન હતો. તેને 95% disability હતી ઘણા બધા ડોક્ટરોને બતાવ્યા બાદ પણ રીઝલ્ટ 0% પછી તેની દવા અમદાવાદના સિવિલ હોસ્પિટલ ના બેસ્ટ ડોક્ટર જે સેવા આપતા હતા. સિવિલ માં ડૉ. નીરવ ની દવા ચાલુ કરી ડોક્ટરના કહેવા મુજબ તેની એક્સરસાઇઝ (ફિઝિયોથેરાપી) ચાલુ કરાવી દીધી.
સાત મહિનાનો હતો અને સાત વર્ષનો થયો ત્યાં સુધી એક્સરસાઇઝ ચાલુ રાખી પરંતુ રીઝલ્ટ ન મળતા હોવાથી અને તેની પર કઈ ફેર ન પડવાથી એક્સરસાઇઝ બંધ કરાવી દીધી તેની એક્સરસાઇઝ રોજ દિવસમાં બે વાર કરાવતા ઉષાબહેન સવારે અને સાંજે સાથે જાનવિ નાની તેથી તેને પણ સાથે લઇ જતા જાનવી સ્કૂલે જાય અને આવે ત્યારે તેની સાથે લઇ જતા આમને આમ જ સાત વર્ષનો થયો તો પણ આ જ નિત્યક્રમ ચાલુ રાખ્યું.
7 વર્ષ થયા હોવા છતા ન બદલાયું તો એ પ્રેમ જે આ નાનકડા ફેમિલી માં હતો.
Thank you so much readers, 😇
મને આશા છે કે તમને આ એપિસોડ ગમશે..💗