Lagnino dor - 11 in Gujarati Love Stories by ચિરાગ રાણપરીયા books and stories PDF | લાગણીનો દોર - 11

Featured Books
Categories
Share

લાગણીનો દોર - 11

ભાવનાબેન સંજય અને સંધ્યા ની રાહ જોતા હોય છે રૂપલ પણ રાહ જોતી હતી. સંજય અને સંધ્યા બંને ઘરે આવીને પોતપોતાની રૂમમાં બેગ મૂકીને ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા.

સંજય : મમ્મી જલ્દી જમવાનું આપો મને બહુ ભૂખ લાગી છે.

ભાવનાબેન : હા આપું છું. પેલા સંધ્યા અને રૂપલ ને રોટલી મળશે પછી તને.

સંધ્યા : ના આંટી, હું રોટલી બનાવું છું તમે પણ સાથે જમવા બેસી જાવ.

રૂપલ : મોટા મમ્મી, તમે અને ભાઈ સાથે બેસી જાવ, હું અને સંધ્યા સાથે જમી લેશું.

સંધ્યા : ના દીદી તમે જમી લ્યો.. તમારે આજ અમારા લીધે મોડું થયું હશે જમવાનું. તમે ગામડે વેલા જમી લેતા હશો.

રૂપલ : ના મને ભૂખ નથી લાગી મેં અને મોટા મમ્મી એ નાસ્તો કર્યો હતો.

ભાવનાબેન અને સંજય જમવા બેસે છે. સંધ્યા રોટલી બનાવતી જાય છે, રૂપલ પીરસતી જાય છે.

ભાવનાબેન અને સંજય બંને જમી લે છે

ભાવના બેન : બેટા, હવે તમે બંન્ને જમવા બેસી જાવ હું રોટલી બનાવી આપૂ.

સંધ્યા : ના આંટી અમે અમારી રોટલી બનાવી ને હું અને રૂપલબેન બંને સાથે જમવા બેસી જાશું... તમે આરામ કરો અમે બધું સાફ સફાઈ કરી લઇશું..

ભાવનાબેન : એક કામ કરો તમે જમી લ્યો પછી હું તમને વાસણ સાફ કરવામાં મદદ કરું.

રૂપલ : મોટા મમ્મી, અમે બંને બધું કરી લેશું તમે આરામ કરો.

પછી સંજય એને ભાવનાબેન બંને સોફા પર બેસે છે. અને બંને વાતો કરવા લાગે છે. 

સંજય : મમ્મી અમે રસ્તામાં આવતા હતા ને ત્યારે સંધ્યા એ કહ્યું કે રૂપલબેન આવ્યા છે તો હું અને રૂપલબેન બંને અંબાજી દર્શન કરવા માટે જોઈએ. 

ભાવનાબેન : એ બંને હજી નાના કહેવાય સાથે તું જા તો એ ક્યાં અટવાય નહીં.

સંજય : હા તો મેં કામ કરીએ હમણાં શનિવારે આવે છે ત્યારે મારે કોલેજમાં રજા છે અને બીજા દિવસે રવિવાર છે તમે બે દિવસ ફરી આવીએ.

ભાવના બેન : હા સારું એમ કરો પણ તારા પપ્પા સાથે એકવાર વાત કરી લેજે. 

સંજય : હા.

પછી થોડી વાતચીત કરીને સંજય અને ભાવનાબેન બંને પોત પોતાની રૂમમાં સુઈ જાય છે. 

થોડીવારમાં સંધ્યા અને રૂપલ બંને જમી લીધું અને પોત પોતાનું કામ કરી લીધું. ત્યારબાદ સંધ્યા અને રૂપલ બંને રૂમ માં જાય છે.

સંધ્યાને રૂપલ બંને વાતો કરતા હતા થોડીવાર પછી સંધ્યા એ રૂપલને કહ્યું." તમે આવ્યા છો તો મેં તમારા ભાઈને વાત કરી છે કે આપણે બંને ફરવા માટે અને એક દિવસ દર્શન કરવા માટે અંબાજી જઈએ."

રૂપલ : હા, આપણે જઈશું.. પણ મેં કાંઈ જોયું નથી તમે બધું જોયું છે ને? 

સંધ્યા : હા, મેં જોયું છે હું મારા પપ્પા સાથે ગઈ હતી. 

રૂપલ : તો સારું આપણે બંન્ને જઈશું.

રૂપલ આવી હતી ગામડેથી એટલે એમને બપોરે સૂવાની થોડી ટેવ. તેણે સંધ્યાને કહ્યું "હું થોડી વાર આરામ કરી લવ અને તમે તમારું રીડિંગ કરી લો."

રૂપલ સૂઈ જાય છે અને સંધ્યા ફોન ચાલુ કરે છે. કોલેજમાંથી લાવેલ imp સંજય ને whatsapp માં મોકલે છે. અને કહે છે કે હમણાં કોલેજમાં કોઈ ધ્યાન આપ્યુ નથી ને એટલે આ imp માંથી બધું સારી રીતે શીખી લેજો અને યાદ રાખીને પરીક્ષામાં લખજો. 

સંજય પણ બપોરે સુઈ ગયો હતો. Whatsapp ખોલીને જોયું તો સંધ્યા એ imp મોકલ્યું હતું. 

સંજય સામે જવાબ આપે છે હા હું તો શીખી લઈશ સાથે તો પણ શીખી લેજે જેથી તારી પણ પરીક્ષા સારી જાય. 

ચાર વાગવા આવ્યા બધા ઊઠીને નીચે આવ્યા ભાવનાબેન તો ક્યારના જાગી ગયા હતા. ભાવના બે ને ત્રણેને કહ્યું ભૂખ લાગી હોય તો નાસ્તો કરી લ્યો અને થોડીવાર ત્રણેય બહાર ફરી આવો.


સંજય : મમ્મી, આજ સાંજે આપણે હોટલમાં જમવા જવું છે ?

ભાવના બેન : તારા પપ્પાને પૂછી જો એ આવે આપણે બધા સાથે જઈએ અને જો એને ન આવવું હોય તો તું રૂપલ અને સંધ્યા ત્રણેય જમ્યાવો.


સંજય રમણલાલને ફોન કરે છે... પણ રમણલાલ ના પાડે છે.