Neelakrishna - Part 31 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 31

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 31

અવનિલના ત્યાંથી નીકળી ગયા પછી, "આ બધું કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે?" એ જાણવા માટે નિલક્રિષ્ના કબીલાના સિપાઈનાં વેશમાં ભ્રમજાળથી ઉત્પન્ન કરેલી, પોતાની અને અવનિલની લાશને લઈને એ કબીલામાં આવેલા દૈત્યરાજ કેતુક સમક્ષ હાજર થવા આગળ વધી.

એણે ત્યાં પહોંચતાં જોયું કે, "પૂર્ણ ચંદ્રની રાત પુરી થવા આવી છે." આ રાતનું મહત્વ કબીલાના લોકો માટે કંઈક ખાસ અને અલગ રહેતું. આવેલા અલગ અલગ કબીલાના લોકો દ્વારા બતાવવામાં આવેલ નૃત્ય પુરાં થવા પર હતાં. પછી આગળ ઉત્સવમાં જે આદિવાસીઓએ સૌથી મોટાં જંગલી પ્રાણીનો શિકાર કર્યો હોય એને પણ સન્માન આપવાનું હતું. અને સાથે સાથે સૌથી વધારે મનુષ્યોની લાશ લઈ આવનારને કબીલાની ખાસ ચાદર ઓઢાડી સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ રાખેલ હતો.

"સ્મશાન અને સબ વાહિનીમાંથી કેવી રીતે આ હેવાનો માણસોનાં સબ ચોરી લેતા હશે?"

"કબીલાનો સરદાર પણ આ શૈતાનો સાથે મળેલો છે?"

"શું આ બધાં અસુરો ભેગાં મળીને નિલમાધવના સ્થાનકે આવેલ બીજી પ્રજાને ખત્મ કરવા માંગે છે?"

"આ અસુરોને પૃથ્વીપર આવવાનો પ્રતિબંધ હતો.
તો એ કંઈ જગ્યાએથી પ્રવેશ કરી શક્યાં હશે ? "

આ રીતે ઘણા બધા સવાલો નિલ ક્રિષ્ના પોતાના મનમાં 
રાખીને પોતાની જ ભ્રમિત લાશ લઈને કબીલાનાં સિપાઈનાં વેશમાં અંદર પ્રવેશી.

બધાં સિપાઈઓ જે રીતે કાર્ય કરતા હતાં એ રીતે એ પણ એક જગ્યાએથી લાશો ઉચકાવીને બીજી જગ્યાએ રાખવા લાગી ગઈ. ત્યારે અસુરોના વેશમાં રહેલા સિપાઈ એકબીજા સાથે વાતો કરતા હતાં એ એણે સાંભળ્યું,

એક દૈત્ય : " હજારો વર્ષોની આપણી મહેનત સફળ થઇ રહી છે. આપણે પૃથ્વી પર મનુષ્યોનાં વેશમાં રહીએ છીએ. એ વાત હજું સુધી કોઈ જાણી શક્યું નથી. વિરમન્યુનો જ્યારે અંત થયો, અને એ અગ્નેઅસ્ત્રની અગ્નિ દ્વારા પૃથ્વી પર જે ધુમાડો ઉત્પન્ન થયો! એ જ ધુમાડાની અંદર સતાઈને આપણે પૃથ્વીની એક બખોલમાં છુપી રીતે રહેવા લાગ્યા. અને આ ગુફામાંથી બહાર નીકળવા આપણે માણસ જેવા વેશ ધારણ કરી માણસની જ આંખમાં ધૂળ જોકવા લાગ્યા. આપણે રોજ રોજ મનુષ્યોનાં સંપર્કમાં આવતાં ગયાં અને એની અંદર શૈતાની વૃતી શીખવતાં ગયાં."

બીજો દૈત્ય : "આજે જે અપરાધો થઈ રહ્યાં છે. એ આપણે જ મનુષ્યોને શીખવ્યા છે. મનુષ્ય વેશમાં રહીને દેવતાઓની પૃથ્વીને ધીમે ધીમે બરબાદ કરી રહ્યા છીએ.
એ વાત હજું સુધી મનુષ્યને સમજાણી નથી. લૂંટ ફાડ, ચોરી, તકેદી અપહરણ, સ્ત્રીઓ પર અત્યાચાર, વગેરે જેવી ગુનાખોરીનું પ્રમાણ પત્રક છે આપણી પાસે...!
આપણી મનુષ્ય રૂપ ધારણ કરીને આ પૃથ્વીવાસીઓની નિકટ આવીને શૈતાની વૃતી શીખવતાં ગયાં. મનુષ્યોની પાસે જ રહીને આ દેવતાઓનાં અસુલો અને સિદ્ધાંતોને વેરવિખેર કરી નાખવાં માટે, પૃથ્વીની અલગ અલગ દિશામાં નીકળી ગયા. આજ બધે આપણા જ રાક્ષસી મનુષ્યોએ દહેશત ફેલાવી છે, છતાં પણ દેવતાઓને કાનો કાન ખબર પડી નથી."

ત્રીજો દૈત્ય: "હજું ક્યાં મદમાં હશે દેવતાઓ કે, એ પૃથ્વી તરફ જોતાં પણ નથી...! 

ચોથો દૈત્ય: "જ્યાં હોય ત્યાં, આપણે શું? આપણે તો આપણું કામ ચાલુ કરીએ."

આમ બધાં અસુર સિપાઈ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતાં. તેથી, આ બધુ સાંભળીને નિલક્રિષ્નાને અસુરોની હકીકત સમજાઇ ગઇ હતી.

આ દૈત્યો ગુફામાં રહેલા નિલમાધવની મુર્તીને અડવાની કોશિશ કરે નહીં, એટલે જ બાબા આર્દે નિલક્રિષ્નાને આ જગ્યાએ જવાનો નિર્દેશ કર્યો હતો. નિલક્રિષ્નાને આ અસુરોની હકીકત હવે સમજાય ગઈ હતી. પરંતુ એનું કાર્ય નિલમાધવની મુર્તીમાં રહેલું હ્દય સહીસલામત રાખવાનું હતું. એ કાર્ય પુરૂ થઈ ગયું હતું. એટલે એ અહીંથી બહાર નીકળવાનો રસ્તો શોધતી હતી.

આ શૈતાનો મનુષ્યનાં મૃત શરીરને પણ ખાવાં લાગ્યા હતાં. કેમ કે, એને હવેની દુનિયામાં એક પણ માણસ જોતો ન હતો. એનાં જેવાં શૈતાનથી જ એ આખી સૃષ્ટિનો ફરીથી આરંભ કરવાં માંગતા હતાં. ધરતીમાં મનુષ્ય નહીં રાક્ષસ જ શેષ રહે એ જ એનું લક્ષ્ય હતું.

ધરતીમાં માણસની દહનક્રિયા તો થતી હતી પરંતુ, એ પહેલાં એમાંથી માણસનું ડેડ બોડી ગાયબ થઈ જતું હતું.
આ બોડી અહીં દહન ન થવા દેવા પાછળ એનો એક જ હેતું હતો, "મનુષ્યનાં શરીરનાં જે સેલ હતાં એ આ માટીમાં ભળવા એને અટકાવવા હતાં."

એ જાણતાં હતાં કે આ સૃષ્ટિનો પાંચ હજાર વર્ષ પછી વિનાશ નિશ્ચિત છે. પરંતુ વિનાશ પછી માણસનાં સેલ પણ વાતાવરણમાં રહેવા ન જોઈએ. એટલે એ જીવતાં અને મરેલાં બધા જ માણસોને ભક્ષી જવાનું કામ છેલ્લા હજારો વર્ષોથી કરી રહ્યા હતાં. આ કામ વધુ ઝડપથી કરવા માટે એ બીજા બધા કબીલાઓ સાથે પણ જોડાઈ રહ્યા હતાં.

જો મનુષ્યોને પૃથ્વી ઉપર બાળવામાં આવે તો એ સેલ એની માટીમાં ભળી જાય. અને હરવખત યુગનાં અંતે  શૈતાનો હારી જાય. એ આ દૈત્યો ને પસંદ ન હતું. એટલે
આ વખતે વિષ્ણુપુરાણ અને માણસજાતનો નાશ કરવા માટે એને એકદમ મોટી યોજના ઘડી હતી. પૃથ્વી ઉપર ભગવાનનાં કેટલાં અવતાર છે! અહીં મનુષ્યો કોઈ વસવાટ કરતા હતાં કે શું! એવો એક પણ સંકેત નવી પૃથ્વી પર આગળનાં ભવિષ્યમાં કોઈ ને પણ ન મળે એવી યોજના એ ગોઠવી રહ્યા હતાં. એ ભગવાન વિશેનું એક પણ સાહિત્ય પૃથ્વી પર રેવા દેવા માંગતા ન હતાં. 

એકબીજા સાથે દૈત્યરાજ કેતુક છુપાવેશમાં રહેલા અસુરો સાથે વાત કરી રહ્યા હતાં કે, 

"યુગો પહેલાં સમુદ્રક અને પૃથ્વીનાં મિલનથી આપણે દેવતાઓનું નામ નિશાન મીટાવી દેવું હતું. પરંતુ ત્યારે આ વાતની જાણ વિષ્ણુને થઈ ગઈ હતી. તેથી, તેણે આપણાં મોકલેલા એ અસુર હયગ્રીવે ચોરેલા વેદોને એની પાસેથી છીનવી લેવા માટે વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કરી લીધો. પરંતુ આ વખતે આપણી તાકત એટલી દુગની થઈ ગઈ છે કે, એનો કોઈ પણ અવતાર આપણને પૃથ્વીમાં રાજ કરતા રોકી શકશે નહીં. અત્યારે આપણે આ જગા પર અનેક મનુષ્યોને આપણા જેવા શૈતાન બનાવી દીધાં છે. આપણો માણસ જ હિન્દુ મુસ્લિમ વચ્ચે યુધ્ધ કરાવે છે. એ આ બન્ને પક્ષો વચ્ચે ડબલ રોલ ભજવે છે. એ ક્યારેક હિંદુ જેવી વેશભૂષા બનાવીને હિંદુને ઉશ્કેરે છે કે, "ખત્મ કરી નાખો મુસ્લિમોને...!" અને ક્યારેક મુસ્લિમ બનીને હિંદુ દેવતાઓનું નામ નિશાન ન રહે એ માટે એનાં મગજમાં હિન્દુ દેવતાઓ માટે નફરત ફેલાવતા કહે છે કે, " હિન્દુ કમજોર છે. આ હિન્દુસ્તાન પર રાજ કરવાં યોગ્ય તમે મુસ્લીમ છો...! હીંદુ તમારી તાકત સામે લડવા અસમર્થ છે. જાઓ દેવતાઓનાં બધાં જ મંદિર ઉખેડીને દેવતાઓની જન્મભૂમિ ભારતતને તમારા કબજે કરી લ્યો. એટલે તમારો 'અલ્લા' જ ઉંચો રે...! "

આમ દૈત્યો છુપા વેશમાં રહીને આખી પૃથ્વીમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા, પોતાનું સૈન્ય તૈયાર કરી રહ્યા હતાં. અને દેવતાઓની એની ભનક સુધા ન હતી.
આ વખતે આ શૈતાનો જે પ્લાન કરી રહ્યા હતાં. એ પરથી લાગતું હતું કે, "આનું અભિમાન હજુ પણ છૂટ્યું નથી. શ્રીવિષ્ણુ પૃથ્વી ને બચાવવા આવ્યા છે ને આવશે, એ વસ્તુ આ શૈતાની દિમાગ ને શું ખબર?"

એ પૃથ્વીને એવી બનાવવા માંગતા હતાં કે, કોઈપણ સ્ત્રીને નિવસ્ત્ર કરવામાં આવે તો એને ઢાંકવા ભગવાન ક્યાંયથી પ્રગટ થવા ન જોઈએ. પૃથ્વી પર કોઈ કોઈને બચાવનારો જ ન હોવો જોઈએ. બધાં જીવ રાક્ષસી
વૃતિથી ભરેલા હોવાં જોઈએ. પોતે નગ્ન રીતે ફરે કે ભષ્ટ્ર આચરણ કરે તો રોક-ટોક કરવા વાળું ન હોવું જોઈએ.
ટુંકમાં, પોતાનાં ઉપર કોઈનું આઘીપત્ય ન હોવું જોઈએ.

આમ, પૃથ્વી વિશેની સત્ય હકીકત જાણ્યા પછી નિલક્રિષ્ના એ અંધાર્યા ટાપુમાંથી બહાર નીકળી, અને ઓડીસાની સીમા ઓળંગી આ સમુદ્રનાં રસ્તે સોમનાથ સુધી પહોંચી. જ્યાં હેત્શિવા અને બાબા આર્દ તેની રાહ જોઈ રહ્યા હતા. કેમ કે, કૃત્રિમ પૃથ્વી પરથી અસલી દુનિયામાં નિલક્રિષ્નાને જવાનો સમય થઇ ગયો હતો. 

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા" કૃષ્ણપ્રિયા"✍️