Adhuro Prem - 2 in Gujarati Love Stories by orlins christain books and stories PDF | અધુરો પ્રેમ - 2

Featured Books
Categories
Share

અધુરો પ્રેમ - 2

એક દિવસ સાંજે ઓફિસમાં
સાંજના 7-30 થયા હતા, આકાશ વિચારતો હતો કે રોજ લેટ જાવ છું આજે વહેલો જાવ, એટલા માં તૃષા આવી કેબિનમાં, “May I Come In Sir?”
“Yes , આવને, રજા જોઈએ છે?”
“ના સર, મોનિકા મેમનો ફોન હતો કે અત્યારે ઈમરજન્સી મિટીંગ છે જવાનું છે....”
“મિટીંગ? હમણાં? …. 5 વાગે તો સર જોડે મારી વાત થઈ હતી એમણે તો....”
“હા પણ આ ફેક્સ આવ્યો છે H.O. અને પછી મેમનો ફોન આવ્યો....”
“OK તો ચાલો , તુ ફાઇલ લઈ લે અને અબ્દુલચાચાને ગાડી કાઢવા નું કે , હું આવ્યો......”
“OK, SIR” એણે એમ કહીને કેબિન છોડી, કેબિન છોડતા છોડતા આકાશે late આવવા માટે કરેલા ફોનની વાત એના કાને પડી,. એની શંકા સાચી પુરવાર થતી જતી હતી કે આકાશસરના ઘરે કોઈક છે અને આ કોઈક કદાચ પેલી ફોટાવાળી લેડી તો નહિ હોય ને? પણ એ હશે કોણ? એક સાથે ઘણા સવાલોનું તોફાન સાથે એ ફોન કરી નીચે આવી,
આખી મિટીંગમાં એ બેધ્યાન હતી. મિટીંગ આખી આકાશના પ્રિય સરની જવાની અને મોનિકાના ચેરમેન પદે બેસવા માટેની હતી અને Annual Review મિટીંગ પણ હતી.. એણે આકાશના માથે ઘણા માછલા ધોયા. આકાશ રોજીંદા ક્રમ મુજબ એવોઈડ કરી ચાલતી પકડી. , એને જતા જતા મોનિકાએ કેબીનમાં બોલાવ્યો.
“Hello આકાશ ડાર્લીંગ....”
“બોલો, શું કામ હતું?”
“બસ ડાર્લીંગ ? આજ રીલેશન છે આપણા?” I Love You, You Know that….” એ આકાશની નજીક આવી.
“એક મિનિટ , જો આજ વાત કરવી હોય તો I have no time,….I have to go…..”
“Oh, તુ પણ......શું ..હવે ..? હું આવતા week થી ચેરમેન બનું છું. મને ખબર છે પપ્પાએ તને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ખાસ મેમ્બર બનાવ્યો છે. હું એથીય ઉપર MD બનાવીશ. છ કંપનીનો. આખીય ઈન્ડસ્ટ્રીઝનો માલીક , તું ખાલી મારો થઈ જા બસ....”
“Sorry for that, હું કોઈ રસ્તે જતી ભિખારણને બનાવીશ ઘરવાળી પણ તને નહિ OK , મને કોઈ ઈન્ટરેસ્ટ નથી MD કે ચેરમેન બનાવવામાં અને બોર્ડ ઓફ ડિરેક્ટરમાથી રાજીનામાનો લેટર મળે જશે. હું મેનેજર બરાબર છું OK… Bye ” એમ કહી લેટર મુકીને આકાશે કેબીન છોડી, મોનિકાએ જોરથી હાથ ટેબલ પછાડ્યો અને ગુસ્સામાં કહ્યું , “ આકાશ તને આ ભારે પડશે ...”
આ બાજુ નીચે તૃષા ગાડી જોડે ટેન્શન માં ઊભી હતી કે એના કારણે સરને સાંભળવું પડ્યું,
આકાશે નીચે આવી કોટ કાઢી ગાડી પર નાખ્યો... ગુસ્સામાં....
“Sorry sir…. I am Sorry Really….sorry sorry ” તૃષા થોડી ડરી ગઈ રડમસ અવાજે કહ્યું.
“બસ.... ચુપ...... મેં તને કંઈ કીધું?”
“ પણ ....સર ....મારે ........”
“એક વાત કહે મને કે નથી હું Handsome , નથી હું રીચ , છતા મારામાં એવું શું જુએ છે??? કે.... પેલી......” આકાશના મોં પર ગાળ આવતા રહી ગઈ..
“સર, ગાડીમાં બેસો... ...“અબ્દુલચાચાએ દરવાજો ખોલતા કહ્યું
“OK,,,,,“ આકાશ ગુસ્સામાં હતો
“સર, શું થયું? મોનિકામેમ કંઈ.....? ”
“શું કહેવાની હતી એ..... “
“સર , તમને ખબર તો છે , એ તમને બહું પ્રેમ કરે છે , તમને જોઈને એ છલકાઇ જાય છે“ અબ્દુલચાચા હસ્યા
“શું ચાચા ? તમે પણ... “
“પણ સર , તમારી લવસ્ટોરી યુનિક છે , એકદમ ફિલ્મી....” તૃષા હસી
“ચુપ , નહિ તો તને તો મેમો આપી દઈશ, પગાર કાપી લઇશ અલગ...” જવાબમાં તૃષા હસી પડી, અને આકાશ પણ
“શું યાર ,આ નવરી MD બની મારી પથારી ફેરવશે...”
“સર DON’T WORRY , એ તમારું કંઈ નહીં બગાડી શકે...”
“હા આકાશ સર, ટેન્શન મુકો હવે, 1-30 થઈ ગયા છે ઘરે...” અબ્દુલચાચા બોલ્યા
“અરે હા ચાચા, એક કામ કરો તૃષાને ફટાફટ ઘરે ઉતારીને આપણે જઈએ...”
“હા....”
થોડેક સુધી ગાડી દોડી
“સર એક વાત પૂછું?.”
“હા પૂછને...”
“થોડાક દિવસથી, I MEAN તમે પ્રવાસમાંથી આવ્યા પછી થોડા ચેઈન્જ લાગો છો કંઈક ટેન્શનમય.... તમારો ફોન અને સિગાર બંને વધી ગયા છે...”
“ના હવે એવું કંઈ જ નથી આ તો બસ જરા ગામડે નથી ગયો ને થોડા દિવસથી SO….”
“OK, મને એવું લાગે છે કે કંઈક વાત છે જે તમે છુપાવો છો અને હા પેલા ફોટા કોના હતા તમે મને ઈમેઈલ કરવાના કહ્યા હતા? I AM SORRY I KNOW THAT એ તમારી પર્સનલ મેટર છે મારે માથુ ન મારવું જોઈએ પણ તમે મને ખરેખર પર્સનલ ગણો છો એટલે પૂછું છું....”
“બસ બોલી લીધું , હું કંઈક કહું ? તું પર્સનલ છો જ એમાં કંઈ જ નવાઈ નથી યાર...”
“OK તો કહો વાત શું છે ? અને તમે અહિ આવ્યાને 1 મહિનો થયો ને વિજયભાઈને મળ્યા નથી શું વાત છે?”
“OK તને બધું જ કહું છું પણ એક પ્રોમિસ કર કે આ વાત કોઈનેય નહીં કહે અને કંઈપણ થાય તારું મોં બંધ રાખીશ PROMISE કર....”
“DON’T WORRY SIR, PROMISE માતાજીના સમ...”
પછી આકાશે બધી વાત કરી.... ઉંડાણપૂર્વક અને આખી વાત સાંભળ્યા પછી તૃષા બોલી “સર તમે નિશ્ચિંત રહો અને રાધિકામેમનું ટેન્શન લેવાનું મુકી દો હવે એ મારી જવાબદારી, OK…”
“OK THANKS અને હા મારે એની માટે કંઈક ડ્રેસ લેવો છે નવો કંઈક HELP કરીશ.... ?”
“SURE ક્યારે લેવો છે? “
“હમણાં જો તને...”
“OK ચાલો, અબ્દુલચાચા. વિલાયતી માં લઈ લો ત્યાં ફર્સ્ટ ક્લાસ મળે છે...”
“OK તૃષાબેન”
“OK”
તૃષા અને આકાશ બંને આકાશના રૂમ પર આવ્યા, આકાશે લોક ખોલ્યું અને તૃષાને નવાઈ લાગી,
“સર લોક કરીને આમ.... ?”
“હા મારી જોડે બીજો ઓપ્શન નથી તું જાતે જ જોઈ લે એની સ્થિતી... અને મેં તને કહ્યું તો ખરા એની સ્થિતી....”
“હા ...... નમસ્તે મે’મ કેમ છો.... ?” તૃષાએ અંદર રૂમમાં પ્રવેશતા કહ્યું.
“નમસ્તે...” અજાણી સુંદર મોડર્ન ડ્રેસમાં આકાશ જોડે જોઈને ચમકી ધરતી એને થોડું ઓછું ગમ્યું
“ધરતી, આ મારી પર્સનલ સેક્રેટરી છે તૃષા અને તૃષા આ મારી ફ્રેન્ડ છે અને મારા ફ્રેન્ડ અસ્મિતની સિસ્ટર ધરતી છે પણ, તું એને....”
“ધરતીબેન નહિ રાધિકાબેન જ કહીશ DON’T WORRY SIR”
“હા પણ આ ઓફિસ નથી અને મે તને હજારવાર કહ્યું છે ઓફિસની બહાર મને સર નહિ કહેવાનું”
“હા પણ સર મે પણ તમને કહ્યું છે ને કે હું તમને સર જ કહીશ OK…”બંને હસી પડ્યા, ધરતી પણ હસી, બંનેની આત્મીયતા ધરતી ને ખૂંચી,
“કેમ છે તને, ? બેઠા થવું છે?”
“હા... પણ... ચાલશે...”
“ચાલ, શું ચાલશે? હવે હા SORRY આજે હેડ ઓફિસની મિટીંગ હતી મોડું થઈ ગયું SORRY”
“ITS OK, તમે જમ્યા....?”
“તારા વગર.... ?” આકાશે એને બેઠી કરતા કહ્યું, તૃષા બે ઘડી તો આ દ્રશ્ય જોઈ જ રહી એણે પહેલી જ વાર આકાશસરનું આ રૂપ જોયું હતું અત્યાર સુધી એણે આકાશસરને એક કડક ઓફિસરના રૂપમાં જ જોયા હતા.
“સર હું મદદ કરું... ?”
“ના, તુ એક કામ કર, હા પેલી વસ્તું.... ?”
“હા આ રહી...”
“તો આપી દે આ મેમ ને અને એમને હાથ મોં ધોવડાવી દે તું પણ ધોઈ નાખ હું ડિસ તૈયાર કરું છુ.”
“પણ સર ના હું ઘરે જઈને જમી લઇશ”
“તને મે આર્ગ્યુમેન્ટ કરવાની ના પાડી છે , પાર્સલ કંઈ એમને એમ વધારે નથી લીધા,ચલ,...”
આકાશે રસોડામાં જઈને ડીસ તૈયાર કરી એક તૃષાની, અબ્દુલચાચાની, એક ધરતીની ...અબ્દુલચાચાને ફોન કરી બોલાવ્યા ઉપર,
“સર, આની શી જરૂર હતી...” અબ્દુલચાચા એ આવતા જ કહ્યું,
“ચાચા ચુપચાપ બેસી જાવ”
“હા પણ તમારી ક્યા?”
“હું તમારી દિકરીને જમાડીને જમીશ..” તમે જમી લો... એ હસ્યો. અંદર જઈ તૃષાને ડીસ આપી “ લો મેમ, આ ટેબલ ખુરશી પર આવી જાવ, આ ટીવી ચાલુ કર...”
“સર, મને કીધુ હોત.....”
“બસ, ચાલ જમી લે...”
“OK….સર,”
“ચાલો મેમ તમારે જમવાનું છે ને ... ?”
“હા પણ તમારું ક્યાં છે? “ ધરતીએ પૂછ્યું.
“પેલા તું જમી લે , તને જમાડી દઉં પછી હું જમી લઈશ...”
“હા તુ મારી સામે જોયા વગર ચાલુ કર... ચાચા, કંઈ જોઈએ તો કહેજો....”
“હા.......” ચાચા એ બુમ મારી,
પછી બધાએ જમી લીધુ, જમીને તૃષાએ કીધુ, “સર, તો હવે હું જાઉં બહું મોડુ થઈ ગયું છે.”
“તે ઘરે ફોન કર્યો હતો ને?”
“હા સર.....”
“ધરતી હવે તારી આ નવી બહેનપણી છે હા, થોડી બોલવામાં વધારે છે આ અહિં આવતી રહેશે તારે કંઈ મંગાવવું હોય કંઈ પણ જરૂર હોય તો આને ફોન કરીને કહે દેવાનું આ કરી દેશે..., બરાબરને....”તૃષા સામે જોયુ,
“સર, તમારે આમ કહેવાની કંઈ જ જરૂર નથી તમારી ચિંતા એ મારી, ચાલો સર, હું રજા લઉં,”
“OK SEE YOU TOMORROW”
“OK SIR GOOD NIGHT, GOOD NIGHT MAM”
“GOOD NIGHT”
પછી અબ્દુલચાચા અને તૃષાએ રજા લીધી,
આકાશ રાધિકા (ધરતી) જોડે આવીને બેઠો,
“તમે જમી લીધું... ?”
“ના ઈચ્છા નથી.....”
“કેમ આકાશ.... ?”
“બસ, એમ જ.....”
“કંઈ થયું છે.... ?”
“ના......”
“તો પછી જમી લો, ચાલો, મારા સમ છે ઉભા થાવ...”
“OK, OK…. વાત વાતમાં સમ કેમ આપે છે? “
“હા તો જમી લેતાં શું થાય છે..?.”
*****જમ્યા પછી...********
“ડ્રેસ ગમ્યો....???”
“હા સારા છે અને નાઈટી પણ.... આટલો ખર્ચો કરવાની શું જરૂર છે?...”
“ખર્ચાની વાત નહિ કરવાની OK”
“હવે ચાલ સુઈ જા”
“પણ...”
“બસ ચાલ હવે....”
*********************************************************એક રાત્રે **************************************************************************
જમ્યા પછી આશરે 10 વાગ્યા પછી અંદર બેડરૂમમાં આકાશ અને ધરતી ગપ્પાં મારી રહ્યા હતા, એટલામાં ડોરબેલ વાગી
“અત્યારે કોણ હશે?... “ આકાશે વિચાર્યું. ધરતી બોલી, “આકાશ ડોરબેલ વાગે છે...”
“હા, જોઉં છું......” આકાશે ઝડપથી જઈને KEYHOLE માંથી જોઈને કહ્યું “OH SHIT આ અત્યારે..” એ ઝડપથી અંદર આવ્યો,
“ધરતી, મારો ફ્રેન્ડ છે હું લાઈટ બંધ કરું છું તું સુઈ રહેજે અને અવાજ ન કરીશ OK?”
“OK……..”ધરતી એ માથું હલાવ્યું
આકાશે ધરતીના બેડરૂમવાળું બારણું બંધ કરી ડોર ખોલ્યો... “આટલી બધી વાર નાલાયક અને મુંબઈથી આવી ગયો ને બે મહિના થઈ ગયા છે તું કહેતો પણ નથી, ઈડિયટ....”
“બસ હવે સાહેબ પહેલા અંદર પધારશો પછી તમારા તમામ સવાલોના જવાબ હું આપીશ પહેલા બેસ...”
“ના પહેલા એ બોલ કે હજી સુધી.....”
“ચુપચાપ અહીં બેસ......”આકાશે ધક્કો માર્યો, “લે પાણી પી.... “
પાણી પીધા પછી વિજય ફરી ચાલુ થઈ ગયો, “બોલ, મારા સવાલોના જવાબ આપ,”
“તુ પહેલા શાંત રહીશ....”
“ના પહેલા બોલ, અને મારું તો ઠીક તારી રાધા તારા વગર સુની થઈ ગઈ છે તને ભાન છે... ? એ મારુ મગજ ખાઈ ગઈ અને તે તારો નંબર કેમ બંધ કર્યો છે ? આ તો કાલે તારી ઓફિસ ગયો હતો , તારી બ્યુટી એ મને કીધુ. નહિ તો મને ખબર પણ ન પડત...”
“સોરી, મારા માઈ બાપ, ભૂલ થઈ ગઈ, તમારા સુબેડોળ ચરણ સ્પર્શ કરીને તમારી ક્ષમા માંગુ છું તમારી આ ગાયને માફ કરશો?”
“આ ગાયની તો.....”
“બસ યાર, અબ બચ્ચે કી જાન લેગા ક્યાં.... ?”
“લે, પહેલા તારી રાધા જોડે વાત કર, “ વિજયે ફોન લગાડ્યો..
“હા, લાવ,,,,” આકાશે ફોન જોડ્યો” બોલો રાધાભાભીજી કેમ છો?...”
“મજામાં મોટા સાહેબ, CEO SIR GOOD MORNING કેમ છો? તમારા બીઝી શિડ્યુલમાંથી સમય કાઢી અમ નાના માણસોને સમય આપ્યો એ બદલ તમારો પુષ્કળ આભાર...”
“તું મહેણા માર આજે સમય છે. સોરી માય સ્વીટ સિસ્ટર રીયલી સોરી...”
“મારે કંઈ નથી સાંભળવું હા, ક્યા હતા? અત્યાર સુધી અને...”
“એ હું બધુ જ કહીશ તમને , પણ પહેલા માફ કરી દો ભાભીજી...”
“હા ભાભી તરીકે માફ કરી દઉં છું પણ , બેન તરીકે નહિ કરું જ્યાં સુધી તમે આવો ને મારા હાથનું જમશો નહિ ત્યાં સુધી OK….”
“OK PROMISE DEAR ભાભી બનશે તેમ જલદી આવીશ....”
“WHAT DO YOU MEAN બનશે તેમ જલદી આવીશ એટલે?”
“SORRY SORRY આવતા રવિવારે ચોક્કસ આવીશ બસ...”
“આવતા રવિવારે...... ? એના કરતા આવતા જ નહિ OK”
“OYE SORRY બુમો ના પાડ, યાર SORRY, બસ તમે બોલાવશોને હું હાજર થઈ જઈશ પણ હમણા થોડો પ્રોબ્લેમ ચાલે છે ઓફિસમાં , પ્લીઝ રવિવાર SURE , તમારા બંનેના સમ....”
“OYE મારા સમ કેમ ખાય છે ? તમારા બંને દિયર – ભાભીમાં મને કાં મારે છે?...”
“ચુપ... બોલ્યા વગર બેસી રહે.....SORRY PLEASE રવિવાર SURE…”
“OK ચલો માફ કર્યા રવિવારે ડિનર, લંચ અને બ્રેકફાસ્ટ મોર્નીંગ ટી મારા ઘરે ઓકે. ના આવ્યા ને તો....”
“ના આવીશ SURE.... તમારા બંનેના સમ...”
“OK કોર્ટ બરખાસ્ત , ગુડ નાઈટ...”
“ગુડ નાઈટ”
“જોયુ, કેવુ ભારે પડ્યુ ફોન ન કરવું , હજુ તો તુ ઘરે આવ તારી વાત છે.... નાલાયક તને શરમ ના આવી.....”
“સોરી યાર ભૂલ થઈ ગઈ ....ચાલ ચા પીવા જઈએ.... નીચે....ચાલ”
“હમણા?”
“હા હવે ચાલ ઉભો થા....”આકાશે એને ખેંચીને ઉભો કર્યો
બંને નીચે ચા પીવા ગયા. આ બાજુ ધરતી બેડમાં પડી પડી વિચારતી હતી કે “આ રાધા કોણ હશે?”
*****
આકાશ થોડીવાર પછી ઉપર રૂમમાં આવ્યો. એણે ધીમે રહીને ધરતીના બેડરૂમનું ડોર ખોલ્યો.. ધરતી સુતી હતી આછા નાઈટ લેમ્પનું અજવાળું એના મોં પર પ્રકાશી રહ્યુ હતું .ધડીક એને નીરખી રહ્યો ક્યાં કોલેજ સમયની એકદમ સુંદર ખીલેલી અને આત્મવિશ્વાસથી ભરપૂર ધરતી અને ક્યાં અત્યારની મુરઝાઈ ગયેલા ફુલ જેવી , ડરેલી ડઘાયેલી અને હિંમત હારેલી ધરતી... એને થયું થોડીવાર નજીક જઈ એની જોડે બેસું, પછી મન હટાવી લીધું. પણ ત્યાં એને યાદ આવ્યું ની દવા તો બાકી છે.... એણે જઈને જોયુ દવા ધરતી એ લઈ લીધી હતી, એણે ધરતીના માથા પર હાથ મુક્યો તાવ છે કે નહિ એ જોવા માટે, એટલામાં ધરતી ઉઠી ગઈ,
“તમારા ફ્રેન્ડ જતા રહ્યા?” ધરતી એ આંખો ખોલતા જ સવાલ કર્યો
“હા એ ગયો, ડોન્ટ વરી એને કંઈ ખબર નથી...”
“તમારા ખાસ છે એ.... ?”
“હા , ખાસ એટલે બહું જ ખાસ, એમ સમજ કે મારા માં બાપ ભાઈ બહેન બધુ એ બેજ છે. ... તે દવા લીધી?”
“હા તમે આપી તો ખરા...”
“ઓકે , તો હવે સુઈ જા ચલ....”
“આકાશ, આજે જાગવું છે, સુઈને હું કંટાળી ગઈ છું, પ્લીઝ જો તમે થાક્યા ન હોવ તો મારી પાસે બેસશો?”
“અરે તારી આજીજી ન કરવાની હોય તારી ઓર્ડર કરવાનો હોય, આ લે તારી પાસે બેઠો બસ.... પણ યાર, તને આરામની જરૂર છે, હજુ તારુ શરીર એટલું ફિટ નથી”
“કંઈપણ હોય મારે.... એનો અવાજ રડમસ થઈ ગયો....”
“ઓકે પણ એક શર્ત છે. આપણે ફિલ્મ જોઈશું અને હા તું કોઈને યાદ નહિ કરે સિવાય મને...”
“ઓકે.... પણ....”
“પણને બણ”
“ઓકે, પણ ફિલ્મ નહિ ખાલી સોંગ અને હું કોઈને યાદ નહિ કરું બસ....”
“ઓકે..” આકાશને ડર હતો ક્યાંક એ સ્વીટીને યાદ ન કરે... આકાશે ધરતીને બેઠી કરી બેકમાં પાછળ ઓશિકું મુકીને બેસાડી, પછી આછા અવાજે મ્યુઝીક ચાલુ કર્યુ અને નાઈટ લેમ્પ બંધ કરી બારીઓ ખોલી નાખી જેથી કુદરતી હવા અંદર આવે, આછો ઠંડો પવન અંદર આવી રહ્યો હતો,
આકાશ એની સામે બેઠો ખુરશી મુકી ને બંને વચ્ચે થોડીવાર મૌન છવાઈ ગયું, ઘણા દિવસ પછી આકાશ આ રીતે બેઠો હતો ધરતી જોડે એને મનમાં સખત ડર લાગતો હતો છેવટે ધરતીએ મૌન તોડ્યું,
“આકાશ , આટલો સમય મારી યાદ ના આવી?”
“તને શું લાગે છે?”
“ક્રોસ ક્વેશ્ચન ના કર...”
“સાચુ કહું તો , તને છોડ્યા પછી લાઈફ એટલી બીઝી અને એટલી ખરાબ થઈ ગઈ કે ના તો પોતાની જાતને યાદ કરવાનો ટાઈમ મળ્યો ના તો તને”
“ચલ જવા દે એ બધુ, એ કહે કે કાલે તૃષાએ તને કંઈ પાર્સલ આપ્યુ હતુ બપોરે.... ?”
“હા એમા બે ડ્રેસ હતા 3 સાડી હતી...... તમે પસંદ કરી હતી ને?”
“હા એક્ચ્યુલી , તૃષા જોડે હતી એણે કાઢી અને મેં ફાયનલ કરી....”
“એક વાત કહું...?”
“હા બોલ.....ને ...”
“આ સાડી કાઢી પણ તે હશે અને ફાયનલ પણ તે જ કરી હશે. રાઈટ?”
“તું એ કઈ રીતે કહી શકે.... ?”
“મને આ ટાઈપ ગમે છે એ તારા સિવાય કોઈનેય ખબર નથી... SO, અને આ તૃષા કોણ છે?”
“મેં તને કીધુ તો હતું કે એ મારી પી.એ. છે.”
“હા એ તો તમે કહ્યું હતું મને... પણ...”
“તુ એકદમ ચોખ્ખુ પૂછને તુ પૂછવા શું માંગે છે? ”
“એટલે એમ ના સમજીશ કે હું ઈન્કવાયરી કરુ છું કે કંઈ જાસુસી , કરું છું પણ ખાલી...”
“જાન..... આટલી બધી પ્રસ્તાવનાની કોઈ જ જરૂર નથી YOU ARE MY dearest SO you ASK ME ANYTHING, તું એમ જ પૂછવા માંગે છે કે તૃષા મારી ગર્લફ્રેન્ડ નથી ને...”
“ના મેં એવું નથી કીધુ પણ જસ્ટ....”
“એવું કઈશ તો પણ મને ખોટુ નહીં લાગે”
“એટલે.... “ ધરતીનો સ્વર થોડો બદલાયો.
“એટલે મેમ એમ કે અમારી બે વચ્ચે એવું કંઈ નથી. એ જસ્ટ મારી ઓફિસીયલ સેક્રેટરી છે , હા ક્યારેક એ અહીં રૂમ પર આવે છે. મને પર્સનલી વણમાગી સલાહો આપે છે પણ એનું કારણ એવું નથી કે એને મારાથી પ્રેમ છે કે MEANS તું જે મીનીંગમાં કહેવા માંગે છે એ ટાઈપનો પ્રેમ નથી ફક્ત એક આત્મીયતા છે, એટલે અને એ આત્મીયતા પાછળ થોડું કારણ છે....”
“શું.... ?”
“એ કારણ એ છે કે જ્યારે પ્રથમવાર મારી અને એની મુલાકાત આજથી 12 મહિના પહેલા ઈન્ટરવ્યુમાં થઈ હતી સરે, મને જનરલ મેનેજરની પોસ્ટ આપી એને બે વર્ષ થયા હતા મારી જવાબદારી વધતી જતી હતી તમામ 5 પેટા કંપનીઓમાં મારી કંપની અગ્રેસર હતી અને સર મારા પર પહેલેથી વધુ વિશ્વાસ રાખતા હતા, તેથી એ જ્યારે પણ બહાર જાય ત્યારે બધો ચાર્જ મને સોંપીને જાય અને એ પછી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટીંગમાં પણ મને સ્થાન આપવા માંડ્યું એ બધા કારણોથી એમને જરૂરી લાગ્યું કે મારી સેક્રેટરી હોય એથી એમને ઈન્ટરવ્યુ ગોઠવ્યુ એમા સિલેક્ટર્સમાં હું, સર, સરની છોકરી, અને અમારા એચ.આર. હેડ મિશ્રા આટલા હતા, સરે તો મને કહ્યું હતું કે તુ જેને કઈશ એને હું સેક્રેટરી બનાવીશ, પછી સાંજે ઈન્ટરવ્યુ પતાવ્યા પછી હું ગાડીમાં ઘરે જવા નીકળ્યો ત્યારે આ છોકરીએ મારી લિફ્ટ માંગી રસ્તામાં એણે ઓળખાણ આપી કે એ ઈન્ટરવ્યુમાં હતી, એણે કીધુ કે તમારે જે જોઈતું હોય એ હું આપવા તૈયાર છું પણ મને આ જોબ આપી દો પહેલા તો મેં એને બે ચાર લાફા ઝીંકી દીધા અને બે-ચાર શબ્દો બોલીને એને એના સ્થળે ગાડીમાંથી ઉતારી દીધી, રાત્રે ઘરે ગયા પછી એનો ચહેરો મારી નજર સામેથી હટતો જ નહોતો, મને એવું જ લાગ્યા કર્યું અને મેં ક્યાંક જોઈ છે, બીજે દિવસે મેં વહેલા ઓફિસમાં જઈને એનો બાયોડેટા જોયો અને એડ્રેસ વાંચ્યુ અને મારી રીતે એના ઘરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એના ઘરે એની માં બિમાર હતી નાના ભાઈની જવાબદારી એની પર હતી પપ્પા તો હતા જ નહિ – એથીય વિશેષ આ એ જ ગામની છોકરી હતી જે ગામ લોકોએ મારી ધરતીને ઓળખવાનો ઈન્કાર કર્યો હતો ખુદ તારી બહેનપણી પાડોશી એ ના પાડી દીધી ફક્ત આમણે જ મને કહ્યું હતું કે તને તારો હસબન્ડ ઉપાડી ગયો છે. અને માત્ર આજ કારણસર મેં એને જોબ આપી બાકી લેખીતમાં પણ એના માર્કસ ન હતા , ન તો સારો પર્સનલ ઈન્ટરવ્યુ હતો અને એજ દિવસથી સર મારાથી થોડા નારાજ પણ હતા કેમકે મોનિકાની ખાસ બહેનપણીની કઝીનને મેં નકારી કાઢી હતી....”
“તે ફક્ત આજ કારણથી એને જોબ આપી.... ?”
“હા .... ઓફ કોર્સ, અને આ વાત એને નથી ખબર....”
“ઓહ, ગ્રેટ, એટલે તમે મારી તપાસ કરી હતી એમ.... ?”
“હાસ્તો ગાંડી , તને ભૂલતો હોઈશ? છેલ્લે ગામ છોડતા આગલી રાતે ને દિવસે હું આખું ગામ ખૂંદી વળ્યો અને એના પહેલા મારો ચુકાદો આવી ગયો એ વખતે પણ તને શોધી કોલ કર્યા..... તારો કોઈ જ પતો નહતો.”
સામે છેડે ધરતી મૌન થઈ ગઈ.
“તને એવું શું દુખ હતું? પ્રોબ્લેમ શું હતો? એક વાર તો મને કહેવું હતુ કે આકાશ આમ છે, આ પ્રોબ્લેમ છે.... શું હું પારકો હતો કે છું? શું મારા પર હજુય વિશ્વાસ નથી તને ? કે હજુય માફ નથી કર્યા તે મને કે હજુય તારી સાથે શું પ્રોબ્લેમ થયો છે એ કહેતા અચકાય છે....”
“આકાશ એવું કંઈ નથી પણ પ્લીઝ એ લોકો બહું ખતરનાક છે બસ તારાથી દૂર રહી શકું છું પણ તેને ખોવા નથી માંગતી. હું તારાથી દૂર રહીને તને સુખી જોઈને મારુ દુખ ભુલી જાઉ છું, અને આમ પણ મારી જીંદગીમાં હવે કંઈ ખાસ એવું રહ્યું નથી સિવાય તમારી લાગણી બસ, હવે કંઈ વધારે ના બોલાવીશ, પ્લીઝ “ ધરતી રડવા જેવી થઈ ગઈ...
“જો તું મને પોતાનો માનતી હોય અને મને તે માફ કરી દીધો હોય તો મને કારણ કહે કે શું વાત છે? આટલું બધુ થયું શુ? કોણે કર્યું?”
“આકાશ , તમે જે પુછશો એ હું કહીશ અને કરીશ પણ આ સવાલના કર પ્લીઝ તમને હાથ જોડું છું પગે પડું છું.”
“ચુપ, બે ઝાપટ મારીશ આવું બોલી છે તો, મારું મરેલું મો જોવું હોય તો પગે પડવાની વાત કરજે...”
“આકાશ શું કંઈપણ બોલે છે...”
“તો શું કહું તું વાત જ એવી કરે છે તો...મે તને ખાલી એક સવાલ પૂછ્યો છે તુ એનો જવાબ આપવાને બદલે વાત આડી અવળી ફેરવે છે...”
“આકાશ, તમે કંઈપણ કહેશો હું કરીશ પણ પ્લીઝ આ નહિ, મે મારી જાતને વચન આપ્યું છે કે હું તને કોઈ મુશ્કેલીમાં નહિ મુકુ એ એકવાર તમારા ઘરમાં આવી તમારું ઘર વેચાયુ, તમારી બાઈક પર બેઠી તો બાઈક અને ઓફિસમાં આવી તો જોબ, જીંદગીમાં આવી તો તને દુખ પડ્યા , હું ફરી આવુ નથી કરવા માંગતી... બસ.....”
“તું મારી શ્વાસોશ્વાસમાં છે.”
“આકાશ પ્લીઝ”
“હવે બોલ હું મરી જઈશ? જો તું મારી શ્વાસોશ્વાસમાં હોય તો?”
“મારા સમ છે હવે એક પણ શબ્દ આગળ બોલ્યો તો....”
“તો બીજુ શું કહું ? તને ખબર છે, કે આપણા બે વચ્ચે શું છે એની સ્પષ્ટતા આડકતરી રીતે થઈ ચુકી છે તુ જાણે છે છતા....”
“એટલે જ તો તને ગુમાવવા નથી માંગતી”
“તો તારી જોડે પણ ક્યાં છું ? તે તો દિવાલ ઊભી કરી દીધી છે....”
“એ દિવાલ જ તારી સુરક્ષા કરશે”
“મારા માટે કેદ જેવું છે...”
“પ્લીઝ... મને ઈમોશનલ ન કર...”
“સાચુ કહું છુ, તુ એક રીતે મારાથી દૂર ભાગવા માંગે છે...”
“હા...”
“પણ કેમ?”
“પ્લીઝ, આગળ કોઈ સવાલ નહિ...”
“પણ....”
“મારા સમ છે સુઈ જા...”
“પણ...”
“કીધુને મેં એક વાર...”
“પણ...”
“ચલ જા.....”
“ઓકે..... પણ...”
“મારા સમ છે સુઈ જા...”
“ઓકે પહેલા તુ સુઈ જા...”
“ના પહેલા તું...”
“ના...”
“મારા સમ છે જા....”
*****
એક બે દિવસ પછી આકાશ ડો. અર્ચનાના ક્લિનીક પર ગયો
“આવો, આકાશભાઈ કેમ છો?”
“બસ મજામા...... તમે?”
“બસ, હાઈક્લાસ , સારુ થયુ તમે આવ્યા હું આજે આવવાની જ હતી, તમારા રીલેટીવને જોવા, સોરી હું બહાર હતી તેથી આખુ વીક આવી ન શકી, કેમ છે?”
“બસ સરસ છે એને,..... તમે કંઈક રીપોર્ટનું બપોરે..... ?”
“હા, મેં બ્લડ સેમ્પલ લીધા હતા અને મેં મારી રીતે ચેકઅપ કર્યુ છે. એક ડોક્ટર છે ડો. તન્ના ઓર્થોપેડીક સર્જન છે એમની જોડે એમને બતાવીશું. ડોન્ટ વરી એ ફોરેન રહે છે અહીં જસ્ટ બે દિવસ માટે છે. એ ફક્ત એને ચેક કરશે અને રૂટીન ટ્રીટમેન્ટ હું જ કરીશ. એમની એડવાઈઝ મુજબ જ SO, કાલે સાંજે એને અહીં લાવવાની છે હા, હવે કોઈ ચિંતાની જરૂર નથી હાથના પાટા ખુલી જશે કાલે, અને એક પગના., .. હા પણ એ ચાલી નહિ શકે.... થોડી એક્સરસાઈઝ પછી એ ચાલી શકશે... આ મે નથી કહ્યું પણ એક્સરે અને કેસ પેપર જોઈને ડો એ કીધું છે. તો કાલે એને રાત્રે 10 વાગે અહીં લાવવાના છે....”
“ઓકે, થેન્કસ..... ડો.”
“અરે એમા, થેન્કસ કહેવાની કંઈ જરૂર નથી મેં મારી ફરજ જ નિભાવી છે, ચા લેશો ને?”
“ના ડૉ. હવે જઈશ...”
“લો, આવી પણ ગઈ...”
“ડૉ, ફિ....... ?”
“ફિ ની ચિંતા શું કામ કરો છો?”
“તમારી ફીસ નું કહું છું...”
“એ પછી ઓકે, હવે નહીં પૂછતા નહીં તો મારે ટ્રીટમેન્ટ બંધ કરવી પડશે... “ ડૉ. હસી પડ્યા
“ઓકે, તો તમે કહેજો બસ... ડૉ. સ્વિટી અને મારા ફ્રેન્ડના મૃત્યુ વિષે.... ?”
“હમણા એમને કંઈ જ ન કહેતા... એકવાર સારા થઈ જવા દો પછી કહેજો...”
“ઓકે...”
“અને ક્યારેય એનો ઉલ્લેખ સુધ્ધા ન કરતા ..."
“ઓકે, શ્યોર, નહિ કરું,,,, તો હું રજા લઉ?”
“ઓકે, કાલે ભૂલતા નહિ, ફોન કરવાની જરૂર પડશે?”
“ના ડૉ...... નહિ પડે..... બાય એન્ડ થેન્કસ અગેઈન...”
“ઈટ્સ ઓકે...”
આકાશ એ પછી રૂટીન મુજબ ઘરે આવ્યો, ઘડિયાળમાં રાતના 11 વાગ્યા હતા,
ધરતી સુઈ ગઈ એણે જોયું તો ટિફિન પણ ઠંડુ થઈ ગયું હતું, “ ઓહ શીટ, “ એને યાદ આવ્યુ કે આજે એણે વહેલા આવવાનું કહ્યું હતું, રોજ સોના બહેન એને જમાડી જતા હતા, આજે સવારે જ વાતવાતમાં કહ્યું હતું કે એ વહેલો આવશે અને સાથે જમશું...
આ યાદ આવતા જ મોં માંથી ઉદગાર નીકળી ગયો, “ ઓહ શીટ.... આ તો ભારે થઈ.. “ ..એણે જોડે જઈને જોયું તો ધરતી સુઈ ગઈ હતી, એણે ધરતીને ઉઠાડી.
“ધરતી........... “બે ત્રણ વાર ઢંઢોળતા એ ઉઠી ગઈ,
“આકાશ....... ક્યારે આવ્યા.......... ?”
એમ કહીને એ ઉઠવા ગઈ.... ઉઠી ના શકી પણ દુખાવો થયો.... ચીસ પાડી ઉઠી...
“શું થયુ? ..... ઉઠ નહીં.... ના પાડી છેને મેં... “અને પકડી લીધી અને હળવેકથી બેઠી કરી અને ઓશિકાના ટેકે....
“ક્યાં દુખે છે..... ?”
“ના ક્યાંય નહિ.....”
“સાચું બોલ...... ?.....”
“હા રીયલી.... બસ, આ તો બેઠી થવા ગઈ ઉંધમાં એટલે.. ક્યારે આવ્યા...... ? જમ્યા કે નહિ... ?”
“ના તારા વગર થોડી જમીશ Afterall You Are My Wife…. Radhika”
“રાધિકા.... ?”
“ભૂલી નથી ગઈ ને.....”
“હા, પણ ક્યારેય ઉલ્લેખ નથી આવતો એટલે માઈન્ડમાંથી નીકળી ગયું....”
“એમ નીકળી જાય માઈન્ડમાંથી થોડું ચાલે.... તારે માટે એક આનંદના સમાચાર છે.”
“શું.... સ્વીટી આવવાની છે?”
“ના, હવે....”
“તો..... ? એથી વિશેષ આનંદના સમાચાર બીજા કોઈ ન હોય મારા માટે....”
“મે તને કીધુ છે ને કે એની ચિંતા ન કરે એ જ્યા છે ત્યા બહું ખુશ છે એને કોઈ જ દુખ નથી કોઈ ટેન્શન નથી, હા આપણાથી થોડી દૂર છે ખરી એમા ના નથી, પણ આખરે એ ખુશ છે એમ વિચારીને તો ખુશ થા....” આકાશનો આટલું બોલતા બોલતા ઉદાસ થઇ ગયો એનો અવાજ બદલાઈ ગયો, માંડ એ પોતાની જાત પર કાબુ રાખી શક્યો, સ્વીટીની યાદ આવતા એને પહેલેથી છેલ્લે બધું યાદ આવવા માંડ્યું,
“હા પણ એક માં તરીકે મને જોયા વગર ચેન પડે...... ?... તુ જ કે તને યાદ નથી આવતી એની મારા કરતા તમે એને વધારે રાખતા હતા...” ધરતીની આંખો છલકાઈ ગઈ,
“બસ જવા દે એ બધુ પછી વિચારશું મુડ બગાડીશ નહી. હું ડૉ. જોડે ગયો હતો એમણે કહ્યું કે કાલે તારે દવાખાને આવવાનું છે લગભગ બધા પાટા ખુલી જશે....... તારા....”
“શું..... ?”
“YES DEAR SO હવે તું ચાલતી અને હરતી ફરતી થઈ જઈશ...”
“તો આપણે સૌથી પહેલા સ્વીટીને મળવા અને લેવા જઈશું..... ઓકે....?” ધરતીની આંખોમાં અનોખી ચમક આવી ગઈ, એ ચમક જોઈ આકાશની આંખો ભરાઈ આવી,એ તરત ફ્રેશ થવા જતો રહ્યો....
ફ્રેશ થયા પછી બંને રૂટીન મુજબ જમ્યા થોડી આડી અવળી વાતો કરી, ધરતી એ નોંધ્યું કે જ્યારે પણ એ સ્વીટીની કે અસ્મિતની વાત કાઢતી હતી ત્યારે આકાશ વાત ઉડાવી દેતો હતો યા વાત ફેરવી નાખતો હતો, એને આ વાતની બહું જ નવાઈ લાગતી હતી એ સમયે આકાશનું બદલાતું વર્તન અને અવાજ એને ડરાવી જતો હતો એણે ઘણા સમયથી આ વાત નોંધી હતી એ સોનાબેન અને હવે નવી ફ્રેન્ડ તૃષા અને ડૉ. મેમને પણ આડકતરી સીધી રીતે પૂછતી હતી, સૌના જવાબ સરખા જ આવતા હતા.
આકાશ આટલા સમય પછી આટલા પૈસા અને આટલા બધા માનપાન અને હાઈ પ્રોફાઈલ સોસાયટી માં રહેવા છતાંયે કંઈ જ અસર એના વ્યક્તિત્વને નથી થઈ એ જોઈને એને આનંદ અને ગર્વ થયો,
બીજા દિવસે રાત્રે આકાશ ધરતીને લઈને દવાખાને ગયો. રાત્રિના લગભગ 10 વાગ્યા પછી , એને બંને ડૉક્ટરે મળીને ચેકઅપ કર્યુ એક્સરે પાડ્યા, અને લેબોરેટરી થઈ બંને ડૉક્ટરએ ધરતીને એક જ વાત કહી કે કોઈ જ ટેન્શન રાખ્યા વગર ભૂતકાળ ભૂલી જાવ અને વર્તમાનમાં જીવો બધુ સારુ થઈ જશે....ચેકઅપ પછી આકાશે એ બધી જ જગ્યા બતાવી જ્યાં એ પહેલીવાર આવ્યો હતો રહ્યો હતો. ખાસખાસ એની ખાણીપીણીની જગ્યાઓ , જ્યાં આકાશ અને વિજય બંને બેસતા અને વિજયનું ઘર પણ બતાવ્યુ, નવી વાનગી પણ ચખાડી, હવે ધરતીને પણ થોડીક ફ્રી થઈ હતી, હાથની પટ્ટી અને માથાનો મોટો પાટો છૂટી નાની પટ્ટી રહી હતી, ખાલી એક જ પગે પાટો રહ્યો હતો પણ હજુય નબળાઈ હતી હરવા ફરવાની લાંબો ટાઈમ બેસવાની મનાઈ હતી, ડૉ. ટેન્શન લેવાની ના પાડી હતી.
આકાશે એને ઘણી ફેરવી ગાડીમાં રાતના બે વાગ્યા સુધી તમામ વસ્તુઓ એની ઓફિસ, ફેક્ટરી, તૃષાનું ઘર, વિજયનું ઘર, બધું જ બતાવ્યુ, બંને પાછા રાત્રે બે વાગે ઘરે આવ્યા...
રાત્રે આવીના આકાશે એને પથારીમાં સુવડાવી
“ચલ, હવે સુઈ જા ગુડ નાઈટ...”
“ના, આકાશ બેસ મારી જોડે, મારે આજે વાત કરવી છે...”
“પણ, તુ આમેય થાકી ગઈ છો,,, સુઈ જા”
“ના, મારે તારી જોડે બેસવું છે વાત કરવી છે બસ, પ્રોમીસ સ્વિટી વિષે કે બીજી કોઈ વાત નહિ કરું પણ પ્લીઝ ઘણા દિવસે મે કંઈક માંગ્યુ છે શું નહિ આપે? મારી ઈચ્છા નહિ પૂરી કરે?” રડમસ અવાજે નાના બાળક જેવી નજરે એવી અદાથી જોયું કે ઘડીક હસવું આવ્યુ ઘડીક દયા આવી,
“હવે એણે હળવેકથી ગાલ પર ટપલી મારી “ ઓકે ડાર્લીંગ બેસું છું બસ રડીશ નહિ... ચલ.... હું ખુરશી લાવું...”
“કંઈ જ જરૂર નથી અહીં આવ મારી જોડે હું તારા ખોળામાં માથું રાખીશ.”
“પણ....”
“પ્લીઝ, આવ ને.....”
આકાશ ને થોડો સંકોચ અને શરમ આવી પણ એ પ્રેમ અને સહાનુભૂતિ સહ ખેંચાયો એ એની જોડે જઈને બેઠો... ધરતી એનો ટેકો લઈને બેઠી... અને એણે આકાશનો હાથમાં હાથ લીધો...
ઘડીકભર રૂમમાં શાંતિ છવાઈ ગઈ, આછું મધુરુ સંગીત વાગતું હતુ, અને ખુલી બારીમાંથી સુસવાટાબંધ પવન આવતો હતો, ધરતીનું આ રૂપ જોઈને આકાશને ઘડીકભર કંઈ સુઝ્યુ જ નહિ કે ધરતીને શું કહેવું,
“થેંક્સ, આકાશ,,,,, જો તું......ન.........” ધરતીનો રડમસ અવાજ સહ એની આંખમાંથી પાણી આવી ગયા,
“બસ હું પારકો છું ? થેંક્સ કહે છે અને આ શું છે... ?” એણે ધરતીની આખોના ખૂણા લુછ્યા, “ ગાંડી છે..? . કેમ રડે છે?”
“બસ ખબર નહિ પણ..... આજે ખબર નહિ કેમ ? તુ ન હોત તો મારુ શું થાત બસ આ જ વિચાર આવે છે... એટલે છલકાઈ જવાય છે...”
“ગાંડી છે ? હું કોણ છું? જે કરે છે એ તો ઉપરવાળો હજાર હાથવાળો છે હું તો માત્ર નિમિત્ત છું,... ઓકે, ગાંડી , ઈડીયટ રડે છે..? ..”
“છતાંય... તમારા જેવા બહું જ ઓછા...”
“બસ હવે આગળ બોલી છે તો , બહું વખાણ ન કર, આટલા વખાણ સાંભળવાની આદત નથી મારી ઓકે,”
“ખોટુ નથી બોલતી હવે ખોટુ બોલીને મને શું મળવાનું છે.... ? બોલજે...”
“ઓકે, હું તો એક વિચારે હસવું આવે છે વિજય રાધિકાને ખબર પડશે તો શું થશે?”
“કેમ હસવું આવે છે? અને વિજયભાઈને ન કહેવાનું કંઈ કારણ.... ?”
“કારણ ઘણા બધા છે પહેલુ એક જ કારણ છે મારે તારી અને સ્વિટીની આવી હાલત કરનારને સજા આપવી છે અને તને આ ચક્રવ્યુહમાંથી બહાર કાઢવી છે અને મને ખબર છે આ કામ બહું મુશ્કેલ છે અને હું નથી ઈચ્છતો કે મારે કારણે એમને કંઈ મુશ્કેલી થાય એટલે એમને હજુ નથી કીધુ એમનાથી અત્યારે રીલેશન ઓછા કરવાનું કારણ પણ એ જ છે કે જો કોઈ વ્યક્તિ આપણા પર નજર હોય તો એમને શંકા ન જાય કે મારી સેફ સાઈડ વિજય છે”
“આકાશ, તને ખબર પણ છે કે આ ચક્રવ્યુહ કેટલુ મોટુ છે અને કેટલુ ભયાનક છે?”
“તુ કહીશ તો ખબર પડશે ને ? મને ખબર જ છે અને એ પણ ખબર છે કે તારી જોડે શું થયું છે ? બસ એકવાર તારી મોઢે સાંભળવું છે.”
“આકાશ બધુ રહેવા દે ને, આપણે ક્યાંક દૂર જતા રહીશું કંઈ નથી કરવું આપણે...” એણે આકાશના ખભા પર માથું ઢાળી દીધું,
“એક વાત યાદ રાખ તારી અને સ્વિટીને તડપાવનારને કોઈ દિવસ શાંતિથી નહિ રહેવા દઉં, ભલેને એના માટે મારે કોઈપણ હદ સુધી જવું પડે બસ એકવાર તું મને એણે તારી જોડે શું કર્યુ છે એ કહી દે પછી જો...”
“તને લાગે છે કે હું કહીશ... ?”
“મારા પ્રેમ પર વિશ્વાસ છે...”
“આંધળો વિશ્વાસ ન રખાય...”
“રખાય.... મને ખબર છે કે મારો વિશ્વાસ અને પ્રેમ આંધળો નથી... ઓકે”
“વિજયભાઈને તમે ક્યારે મળેલા એ તો કહો...” એણે આખી વાત ફેરવી નાખી...
“વાત કેમ ફેરવી..? .”
“બોલો ને જવા દે એ બધુ... પ્લીઝ.. FORGOT IT મને કંઈક થાય છે. પ્લીઝ...”
“ઓકે...”
“હા તો બોલને....” એણે હળવેકથી ટપલી મારી....
“હું બધુ છોડીને અહીં આવ્યો અને પહેલા દિવસે મારુ ઈન્ટરવ્યુ થયું પણ કંઈ મેળ ન પડ્યો છતાંય એચ.આર. મેનેજરે મને એક તક આપી અને બીજા ઈન્ટરવ્યુ માટે બીજા મેનેજર જોડે આવવા કહ્યું હતુ બીજા દિવસે અને મારે અજાણ્યા શહેરમાં એક રાત વિતાવવી હતી, મને કંઈ સુઝતુ ન હતુ કે ક્યાં જાવ શું કરુ મારી હાલત પણ ભિખારી કરતાંય બદતર હતી, કારણ કે હું નીકળ્યો એ પછી ત્યાંથી અહીં સુધી 300કિમી અંતર હતું રસ્તામાં મારી ટ્રાવેલ્સ બગડી મેં ઉતાવળમાં એક ટ્રકમાં લિફ્ટ લીધી તો એણે મને લીફ્ટ તો આપી પણ મને તદ્દન અજાણી જગ્યાએ લઈ જઈને લૂંટી લીધો અને માર માર્યો એ અલગ ત્યાંથી જેમ તેમ કરીને અથડાતો કુટાતો અઠવાડીયે અહીં પહોંચ્યો ખિસ્સામાં થોડા રૂપિયા હતા તો એક શર્ટ સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી ખરીદ્યુ અને નળ નીચે હાથ પગ ધોઈને એવો જ ઈન્ટરવ્યુ આપવો ગયો ઈશ્વરનો આભાર કે પેલા મેનેજરને મારી દયા આવી અને એણે મને ફરી બે દિવસ પછી આવવા કહ્યું,. હું સાંજે ફરતો ફરતો એક ચારી લારી એ ગયો જે બહાર હાઈવે પર ત્રણ રસ્તાના ખૂણે એક ચાની લારીવાળો ખુરશીમાં બેઠો બેઠો બીડીના ફૂંક મારી રહ્યો હતો એની જોડે એક બીજી વ્યક્તિ બેઠી હતી, . મને યાદ આવ્યું કે ગઈકાલ સાંજે હું અહી જ ઉતર્યો હતો અને ચા પીધી હતી ત્યારે આજ બે વ્યક્તિ હતી મારે પણ ચા પીવી હતી પણ મારી પાસે ખિસ્સામાં એક ફૂટી કોડી પણ નહતી, આમ, તો મેજર સાહેબે અને મેમે સ્થાનિક એક બે નંબર આપેલા કે જો કંઈ મુશ્કેલી ઊભી થાય તો એમનો સંપર્ક કરુ પણ આવી હાલતમાં જવાની મારી ઈચ્છા નહતી, આમ પણ મને કોઈ સામે હાથ ફેલાવો ગમતો નથી, હું થોડેક જ દૂર કિમી સ્ટોન પર બેઠો હતો ચાની લારી સામે વારંવાર મારી નજર જતી હતી, એક બાજુ બે દિવસ કઈ રીતે કાઢવા તેની મુશ્કેલી હતી, થોડીવારમાં બીજો મિત્ર MEANS વિજય ઊભો થઈને મારી પાસે આવ્યો.”
“હાય, હું વિજય કેમ છો.... ?”
“મજામાં.....” પહેલા તો મને વાત કરવાની ઈચ્છા ન થઈ, પણ એટલામાં ચા વાળો ચા અને પાણી અને પારલે અને બે ટેબલ મુકી ગયો હું ખાવાની અને ચા પીવાની લાલાચ ન રોકી શક્યો આમ પણ આખા દિવસનો ભૂખ્યો વ્યક્તિ બીજું શું કહી શકે...?
“લો, નિશંકોચ ખાવ, ચા પીઓ... મને લાગે છે કે તમે આ શહેરમાં મારી જેમ નવા છો અને જોબની શોધમાં છો રાઈટ.... ?”
“હા એક્ચ્યુલી મારા કપડા પૈસા બધુ જ લુંટાઈ ગયું છે.... એ પછી ડીટેઈલમાં મે વાત કરી. પછી વિજયે કહ્યું,
“તમે જાણો છો સવારે તમે અહીં હતા ચા પીતા હતા અને તમારો ચહેરો સહેજ પણ નતો ગમ્યો પણ હું એક નાનકડા સોદા માટે એક કંપનીમાં ગયો હતો તો એણે આખા વર્ષનો કોન્ટ્રાકટ આપી દીધો, YOU ARE LUCKY FOR ME, પણ હવે એ પુરો કરવા મારી જોડે પૈસા નથી” એ હસ્યો... એણે એની વાત કરી એના પપ્પા એક પી.આઈ. હતા મમ્મી ટીચર એને ભણાવીને એક સારી નોકરી કરાવવા માંગતા હતા આને બીઝનેસમાં રસ છે તો એ ઘર છોડીને ભાગી આવ્યો હતો છ મહિનાથી આ શહેરમાં એને કંઈ ખાસ મળ્યુ નહતુ, પણ બે દિવસથી જ્યારથી મને એ મળતો હતો એના કામ થતા હતા, પણ એ પછી એની મુશ્કેલી ઘટવાને બદલે વધતી જતી હતી,.એ દિવસે મે અને વિજયો રાતના 11 વાગ્યા સુધી ત્યાં બેઠા બેઠા વાત કરી એણે દિલ ખોલીને ઘરેથી કેમ ભાગ્યો શું થયુ અત્યાર સુધી શું કર્યુ તમામ વાતો કરી, એણે એના રૂમ પર લઈ ગયો, એના કપડા આપ્યા, બે દિવસમાં બંને વચ્ચે બહું ઊંડી આત્મીયતા બંધાઈ ગઈ,
બીજા દિવસે હું ઈન્ટરવ્યુ આપવા ગયો એ વખતે તો મે ફરી મેજર સાહેબને વાત કરી હતી અને એમણે બહું જ પ્રયત્નો કર્યા હતા એટલે ગુસ્સે થયેલા સિધ્ધાંતવાદી એમ.ડી. એ સીધો મારો ઈન્ટરવ્યુ લીધો, મને એક જ સવાલ કર્યો કે “મારી ચાર કંપની અલગ અલગ રીતે નફો કરે છે છતાંય બધી ભેગી થઈને સરવૈયુ છેલ્લે નુક્શાનમાં જાય છે એનો ઉત્તર મને કાઢી આપ તો તુ આ કંપનીના એકાઉન્ટન્ટની પોસ્ટ માટે ખરો....”
મને હવે એ તો ખબર હતી કે આ પ્રશ્ન નો જવાબ મળવો બહું જ મુશ્કેલ હતો લગભગ અશક્ય હતો છતાંયે હું બે દિવસ મથ્યો તમામ બેલેન્શશીટ ચેક કરી અધિક ખર્ચ જોયો, અને બધુ જ બરાબર હતું ક્યાંય ભૂલ ન હતી છતાંય એ *** હતી પેટા કંપનીની બેલેન્શ શીટ નફો બતાવતી હતી એને મુખ્ય કંપની નુક્શાન છેવટે એક વાત મારા ધ્યાનમાં આવી એમના ઘરના તમામ ખર્ચાઓ સીધા કોઈને કીધા કહ્યા વગર ઘરની વ્યક્તિઓ પૈસા ઉપાડી જતા હતા એ પણ અગણિત માત્રામાં જેનો કોઈ હિસાબ જ નહોતો છેવટે એના પરિણામ કંપની ના કર્મચારીઓને ભોગવવાનો આવતો હતો, મે મક્કમતાથી એ વાત પૂરી વિગતો સાથે શેઠને બતાવી તો એ તો અવાચક થઈ ગયા કે મહિને કંપનીના નફામાંથી પાંચથી છ લાખ જેટલી રકમ એના ઘરના વ્યક્તિઓ ચાંઉ કરી જતા હતા, છેવટે એમણે એ કોણ હતું એ પણ મારી જોડે જ શોધાવ્યુ અને એને દૂર કર્યા એટલું જ નહિ મે એમની ત્રણેય કંપનીના એકાઉન્ટસ એકદમ ચોખ્ખા કરી આપ્યા મેં છ મહિના કંપનીમાં રાત દિવસ જોયા વગર કામ કર્યું હું દિવસે કંપનીમાં કામ કરતો રાત્રે વિજયને એના બિઝનેશમાં ડિલમાં એકાઉન્ટીંગમાં હેલ્પ કરતો, રજાના દિવસે ઘણીવાર ડિલ કરવા પણ જતો, છએક મહિના પછી મારા મેનેજરને ખબર પડી મારી જોડે ઘર નથી તો એમણે ફ્લેટની ઓફર કરી મેં ના પાડી એટલામાં ચીફ એકાઉન્ટન્ટની જગ્યા ખાલી પડી એના માટે મને ઓફર કરી, મે સીધા ઓફરની ના પાડી કેમકે એટલા મોટા પદ માટે હું લાયક જ નહોતો, એમણે મારા માટે જનરલ ઈન્ટરવ્યુ ગોઠવ્યા એમાં હું પાસ થઈ ગયો.
એ પછી મને આ ફ્લેટ આપ્યો, ગાડી આપી અને એ પછી હું અને વિજય અહીં રહેતા હતા, અને એ પછી સરે ઘણીવાર બહાર જતા મને લઈ જતા અથવા કંપનીનો ચાર્જ સોંપી જતા એમની ગેરહાજરીમાં હું મહિનો બે મહિના કંપની ચલાવતો તેમજ ઘણું ધ્યાન રાખતો એજ વખતે હું અને મોનિકા સંપર્કમાં આવેલા એ વખતે એ બ્રિટનમાં અભ્યાસ કરતી હતી એ ખોટા પૈસા ઉડાવતી હતી મે સરની ગેરહાજરીમાં એને એક બે વાર ખખડાવી નાખી અને પૈસાની ના પાડી પહેલા તો ફરિયાદ કરી પણ સર આગળ કંઈ વળ્યુ નહિ એટલે એ મારી ઈર્ષા કરતી પછી ખબર નહિ કેમ એ મારા પર આકર્ષાવા લાગી એણે મને લગ્નની ઓફર કરેલી અને એકવાર તો સેક્સુઅલ રીલેશનની પણ ઓફર કરેલી ઘણીવાર મને નજીક ખેંચવાનો પ્રયત્ન કરેલો છે એણે આજે પણ એ મને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે એટલે તો મને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન અપાવ્યું અને આ ક્લાસ 1 ફ્લેટ અપાવ્યો, અને હવે એની ઈચ્છા છે કે હું વાઈસ ચેરમેન પદ સ્વિકારી લઉ અને એના ચરણોમાં બેસી જાવ, એની વે જવા દે એ બધુ...
“એક મિનિટ આકાશ એક વાત કે તને આટલી માલદાર યુવતી તને મેરેજ એન્ડ રીલેશનની ઓફર કરી તે સ્વિકારી કેમ નહીં.... ?”
“સીધુ કારણ એક જ છે I LOVE YOU SO much , તને પ્રેમ ન કરતો હતો તો મારુ કોર્ટમાં ડીસીઝન આવ્યા પછી તને ગાંડાની જેમ શોધી ન હોત અને મે પછી અહીં આવ્યા પછી અને વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા પહેલા તને કેટલી શોધી છે એ પૂછજે વિજયને....”
“વિજય અને રાધાના લવમેરેજ છે? કે એરેન્જડ?”
“લવ મેરેજ છે એમા થયુ એવું કે હું વધુ અભ્યાસ માટે ત્રણ વર્ષ મુંબઈ ગયો માટે ત્યાં અભ્યાસ સાથે સાથે કંપનીમાં કામ પણ કરવાનું હતું મને ત્રણ વર્ષ સુધી આવવાની મનાઈ હતી આ બાજુ આ બન્ને જુના ક્લાસમેટ હતા, સ્કુલ વખતના બંને એકબીજાને પસંદ કરતા હતા રાધિકા અહિં એલ.એલ.બી કરવા આવી હતી બંને અનાયાસે મળી ગયા બંને અહિ એકલા હતા મળવાનો દોર વધ્યો જુની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, હું પાછો આવ્યાના બે મહિના પછી મેં આને વિજયના ઘરે જોઈ મિન્સ અમે જ્યા રહેતા હતા એ જૂનું ઘર ત્યાં વિજયે મને બોલાવ્યો, વાત કરી કે અમે બંને ભાગી રહ્યા છીએ અને બે મહિના ફરીશું અને અમે કોર્ટ મેરજ કરીએ છીએ, , મેં રાધિકાની અને અબ્દુલચાચા એ વિજય વતી સાઈન કરી, .... અને એ બંને ભાગી ગયા એના પછી વિજયના બાપે બે દિવસ પોલિસ સ્ટેશનમાં મને રાખી મુક્યો માંડ સરે મને છોડાવ્યો, અને YOU KNOW વિજચ અહિં આવ્યા પછી મારું સર્વસ્વ છે હું એની આંખમાં આંસુનું ટીપુ પણ જોઈ ન શકુ એટલે જ મારે કારણે એ મુશ્કેલીમાં આવે એવી મારી કોઈ જ ઈચ્છા નથી એટલે જ તો મેં આપણી વાત એને નથી કરી.....”
“આકાશ પણ વિજયભાઈને ખોટુ નહીં લાગે?”
“લાગશે એ ગાળો પણ દેશે... પણ બીજો કોઈ ઉપાય નથી મારી જોડે....”
“આકાશ, જે કરે એ સમજીને કરજે હું નથી ઈચ્છતી કે,,,,,”
“ચુપ એ બાબતમાં તારી કોઈ જ વાત નહિ સાંભળુ ઓકે....”
“મને ડર લાગે છે ક્યાંક તું મુશ્કેલીમાં નહિ મુકાય ને.....? મારા એકવાર તારી લાઈફમાં આવવાથી તારી લાઈફ વેરણ છેરણ થઈ ચુકી છે હું નથી ઈચ્છતી કે બીજી વાર વેરણ છેરણ થાય સો, પ્લીઝ....”
“મને મારી કોઈ ચિંતા નથી અને આમ પણ પહેલાનામાં અને અત્યારમાં ઘણો ફેર છે પહેલા મારી પાસે કંઈ નહતું આજે બધુ જ છે ફિઝીકલી, મેન્ટલી અને રીલેશનથી પણ so હવે તારે ડરવાની કંઈ જ જરૂર નથી ઓકે....”
“ઓકે પણ, ખબર નહિ કેમ મને બહું જ ડર લાગે છે....”
“તને ડર લાગવાનું કારણ એકજ છે કે એક તો તે અત્યાર સુધી માત્ર સહન જ કર્યું છે અને એ લોકોનો ભયંકર અત્યાચાર જોયા છે સહન કર્યા છે ક્રુરતા સહન કરી છે SO, તને ડર લાગે એ વાજબી છે પણ તને મારા પર વિશ્વાસ છે?”
“હા પણ....”
“એક વાર મારી સામે જોઈને બોલ તો વિશ્વાસ છે?”
“હા છે....”
“તો બસ તુ ખાલી જો.... જોયા કર હું શું કરુ છું એ....”
જવાબમાં એ કંઈ જ ન બોલી માત્ર આકાશ ના ખભા પર માથુ ઢાળી દીધુ, આકાશ એના ખભા પર હાથ ફેરવતો રહ્યો, બન્ને વચ્ચે મૌન છવાઈ ગયું,
“મને એક વાત તો કહે કે તુ અચાનક ક્યા ગુમ થઈ ગઈ એ પણ આટલા બધા છ વર્ષ સુધી અને અચાનક આમ આવી હાલતમાં આ બધા વચ્ચે શું થયું મને થોડુક તો કહે...”
“પ્લીઝ, આ વિષે મને યાદ ન દેવડાવીશ તો જ સારું છે, મને કંપારી આવી જાય છે, પ્લીઝ...”એ રીતસર રડી પડી અવાજમાં ધ્રુજારી આવી ગઈ
“ઓકે, ઓકે રીલેક્સ ડીયર, ફોરગેટ ઈંટ ઓકે...ચલ જવા દે આટલા દિવસથી અહિ કેવું લાગ્યું અહીં. ? ..”
“મને વિશ્વાસ નથી આવતો કે હું આટલા મોટા હાઈ પ્રોફાઈલ ફ્લેટમાં રહું છું અને એક બેડરૂમમાં બબ્બે એસી, ફ્લેટ ટીવી, ફોન, આટલી હાઈફાઈ આટલું બધુ આવ્યા છતાય તમારા વર્તનમાં સહેજ ફેર નથી પડ્યો આજે એવો જે સ્વભાવ... ખરેખર યુ આર....”
“આઈ એમ નોટ ગ્રેટ , ઓકે, જે છે એ બધુ ઈશ્વરની દેન છે બસ... અને મેજર સાહેબનો સાથ સહકાર છે, બસ... એમા મારા ગ્રેટ હોવાની વાત ક્યાંથી આવી?....” અવાજમાં સહેજ કડકાઈ આવી
‘ઓકે, સોરી ખોટુ કેમ લગાડે છે ? ”
“મેં ક્યાં લગાડ્યુ ? જસ્ટ કીધુ ડિયર...
“તમને થાક નથી લાગ્યો..... ?
“તને થાક નથી લાગ્યો એમ કહે તો... બિમાર તુ છે હું નહિ ઓકે....”
“હા પણ હું તો આખો દિવસ સુતી જ હોઈ છું પછી શું? અને હવે તો સુઈને પણ કંટાળો આવે છે બસ જલદી આ પગનું પ્લાસ્ટર ખુલે અને ચાલતી થાવ...
“પગનું પ્લાસ્ટર ખુલવાથી તુ ચાલતી નહિ થાય એ વાત યાદ રાખજે...
“કેમ?
“કેમ કે તારા કમરમાં મુશ્કેલી છે જ્યા સુધી એ મુશ્કેલી દૂર ન થાય ત્યા સુધી તું ચાલી નહિ શકે....”
“પણ એવો કયો મેજર પ્રોબ્લેમ છે?”
“પ્રોબ્લેમ મોટો નથી નાનો છે પણ તને આરામ અને ધ્યાન રાખવાની જરૂર છે બસ...”
“ઓકે...”
“એટલે જ કહ્યું કે તેને કે આરામ કર એકદમ બેઠી થવાનો ટ્રાય ન કરીશ....”
“ઓકે, સોરી હવેથી ધ્યાન રાખીશ”
“સોરી કેમ કહે છે.? ”
“તમારે સુવુ નથી?”
“તને ઊંઘ આવે છે?...”
“ના જસ્ટ પૂછુ છું કેમ ન પૂછાય?’
“પૂછાય ને.... મેં ક્યાં ના પાડી?”
“તો પછી.... ?”
બંને વચ્ચે થોડીવાર મૌન છવાઈ ગયું...
“ચાલ હવે સુઈ જા બહું મોડુ થઈ ગયું છે ....ચાલ ઊભી થા....”
“પણ, ના બેસ ને ...”
“ના પાડી ને મેં ... ચાલ... એણે હળવેકથી એને પકડીને, સાઈડમાં ખસ્યો અને ઊભો થયો અને એને સુવડાવી પથારીમાં.... કંઈ પણ બોલ્યા વગર સુઈ જા મારા સમ છે”, એણે એને પથારીમાં સુવડાવી અને ઓઢાડ્યુ.
“ઓકે, આમેય તારી વાત માન્યા વગર બીજો કોઈ ઉપાય છે મારી જોડે? તુ પણ સુઈ જજે ઓકે ગુડ નાઈટ...”
આકાશ, એના નિયત ક્રમ મુજબ રૂમનો દરવાજો બંધ કરી ડ્રોઈંગરૂમમાં આવીને એણે થોડીવાર છાપા ફેંદયા પછી બાજુનો બેડરૂમ જે સ્ટોર રૂમ જેવો હતો એ થોડો સાફ કરાવ્યો હતો એણે એમાં એની પથારી કરી હતી ત્યા જઈ સુઈ ગયો.....
*****
બીજો દિવસ આખો બંનેની વાતચીતમાં સોના બહેન જોડેની વાતચીતમાં પસાર થઈ ગયો, રાતના લગભગ 10 વાગ્યા હતા, બંને રોજીંદા ક્રમ મુજબ ટીવી જોતા હતા અને વાતો કરતા હતા.
એટલામાં ડોરબેલ વાગી આકાશ ઉતાવળે જોવા ગયો. કી હોલમાંથી જોયુ તો, રાધા હતી, કદાચ વિજય પણ...., ઘડીકભર એને પણ સુઝ્યુ નહિ શું કરવું ? શુ નહિ ? અને ડોરબેલ વાગતી હતી અને ટીવી પણ , એટલામાં ફોનની રીંગ વાગી , ઊતાવળમાં આકાશથી ડોર ખુલી ગયો... એ ફોન ઉપાડવા ગયો ત્યાં રીંગ પણ પૂરી થઈ ગઈ, બંને અંદર પ્રવેશી ગયા,
“શું વાત છે આકાશભાઈ તમે તો એકદમ ભૂલી જ ગયા ને અમને......... ?”
“અરે રાધાભાભી તમે.....? તમે બંને આમ, અચાનક......?” એની નજર ખુલ્લા દરવાજા પર પડી એના હોશકોશ ઉડી ગયા.
“શું વાત છે ફિલ્મ જુએ છે?.... એ પણ એકલો એકલો.....? “એમ કહિને વિજય અંદરના રૂમમાં ગયો.
“હા વિજય, જોઈએ તો ખરા સાહેબ શું જુએ છે, ? “
“અંદર શુ કામ છે ? બેસોને અહિ....” આકાશ બરાડ્યો...
બંને અંદર પ્રવેશી ગયા , ત્યા બેડ પર ધરતી બેઠી હતી નાઈટલેમ્પ અને ટીવીના અજવાળામાં એનું મોં સ્પષ્ટ દેખાતુ હતુ,
“આકાશ...... ?” વિજય , અને એ પછી રાધા બોલી ઊઠી
“આકાશભાઈ..... ? આકાશભાઈ આ કોણ.... ?”
“ધરતી તો નહિ.......” વિજય બોલી ઉઠ્યો......
“ધરતી રાઈટ.......... ?” પછી રાધા બોલી,
ધરતી માત્ર હકારમાં માથું હલાવી શકી . એ અચાનક આમ થયેલા આગમનથી હેબતાઈ ગઈ, આકાશની સ્થિતી કાપો તો લોહિ ન નીકળે એવી હતી,
“આકાશ તે મેરેજ કરી લીધા? “ વિજય બોલી ઊઠ્યો.
“આકાશભાઈ શું છે આ?”
“તમે પહેલા અહીં આવશો? બેસો , મારી જોડે હું આખા વાત કહું છું. સોરી પણ પ્લીઝ બેસો અહીં.”
આકાશે પરસ્પર આછી ઈન્ટ્રો કરાવી અને બંનેને બહાર ડ્રોઈંગરૂમમાં લઈ ગયો, ધરતી તો બંનેના હાવભાવ જોઈને લગભગ હેબતાઈ જ ગઈ એને લાગ્યું કે આકાશે ધાર્યા કરતા બહું જ મોટી ભૂલ કરી છે આ બાજુ આકાશ બંનેને ડ્રોઈંગ રૂમમાં લઈ આવ્યો અને વિસ્તારથી બધી વાત કરી,
“હવે મને કહે કે મારી ભૂલ છે.... ?”
“હાસ્તો, હજુય કહે છે કે મારી ભૂલ છે? તું અમને પારકા ગણે છે? તારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ નથી? તો શું તારા આ પ્રોબ્લેમમાં સાથ ના આપું?”
“આકાશભાઈ , હું ખાલી કહેવા માટે ભાઈ નથી, કહેતી માનું છું તમને ભાઈ તો શું તમારા માટે આટલુંય ન કરી શકું?”
“મને ખબર છે YOU BOTH LOVE ME AND YOU ALSO IN MY HEART BUT TRY TO UNDERSTANT તમે બંને મારો સાથ આપશો પણ પરદા પાછળથી સામેથી નહીં હું એને નથી બતાવવા માંગતો કે તમે બંને મારા છો બસ, SO જેથી આ કેસ ચાલે ત્યાં સુધી આપણે મળીશુ પણ બહું જ ઓછા અને માત્ર ઔપચારીક હા ધ્યાન બધુ જ હશે પણ અંદરથી બહારથી નહીં ઓકે પ્લીઝ મારા સમ છે જો મારી આ વાત ન માની તો, પ્લીઝ... રાધિકા પ્લીઝ.....”
“ઓકે જેવું તેને ઠીક લાગે આમ પણ હું તો પારકો જ છું ને તારી માટે...” વિજય બોલ્યો
“બસ યાર સોરી હું જે જોઈને અનુભવીને આવ્યો છું એ તે નથી જોયું પ્લીઝ સમજવાનો ટ્રાય કર બાકીનું હું કાલે આવીને કહીશ પ્લીઝ... પ્લીઝ....”
“ઓકે”
આકાશે એ બંનેને અધુરી વાત કરી હતી પૂરી વાત ન હતી કરી, એટલે બંનેને હજુય વિશ્વાસ ન હતો વાતની ગંભીરતાનો,
બીજી આડી અવળી વાતો કરી થોડીવાર બેઠા પછી નીકળી ગયા બંનેમાંથી કોઈનોય મુડ નહતો,
બંનેને એક જ સવાલ હતો કે” આકાશે આટલી મોટી વાત છુપાવી કેમ?”
આ બાજુ આકાશ પાછો ધરતી પાસે આવ્યો ધરતી હજુય જાગતી હતી એણે બધુ જ સાંભળ્યુ હતુ એટલે જ આકાશે સ્વીટીની વાત અને અસ્મિતની વાત ન હતી કરી,
“શું થયુ આકાશ?... મેં તમને કીધુ હતુ ને કે વિજયભાઈને આ વાત કરી દો.... ? હવે......???” એનો અવાજ બદલાઈ ગયો,
“એમા તું શુ કામ ટેન્શન લે છે ? હા હાલ એ બંને ગુસ્સે છે I AM SURE એ બેને તો હું કાલે મનાવી લઈશ યાર, ટેન્શન ના લે આમ પણ કાલે મારે કામ છે હું જવાનો છું....”
“ઓકે પણ પ્લીઝ મનાવી લે જે એ બંને ... મારા કારણે.... તારો.....”. એનો અવાજ રૂંધાઈ ગયો અને રડમસ થઈ ગયો આંખોમાંથી આંસુ આવી ગયા..
“અરે ગાંડી એમાં રડે છે શું કામ પણ, હું મનાવી લઈશ એને.”
“વાત ... વાત એમ નથી, હું જ્યારે........”
“બસ આગળ એક પણ શબ્દ બોલી છે તો તુ જ્યારે હોય ત્યારે મારી પરિસ્થિતિમાં જ તારી જાતને જવાબદાર કેમ ગણે છે?..... તુ મારી કોઈ સ્થિતી પરિસ્થિતિ માટે જવાબદાર નથી ઓકે આજ પછી આવી વાત કરી છે તો મારાથી ભૂંડુ કોઈ નહીં હોય.... યાદ રાખજે અને ચુપ થઈ જા ચલ..... લે પાણી પી લે “ એના આંખના આંસુ લુછ્યા , “લે પાણી પી હવે રડી તો એક થપ્પડ મારીશ પછી જ બીજી વાત કરીશ”
“સોરી પણ....”
“હજુ પણ.... ?”
“સોરી રાતના 1 વાગ્યા છે ચલ સુઈ જા... હા તે એ બંનેને એવું કેમ કીધુ કે આપણે મેરેજ કર્યા છે...”
“તુ ચિંતા શુ કામ કરે છે ? એક રાત એ બંનેને ટેન્શનમાં રહેવા દે કાલે મનાવી લઈશ યાર, ડોન્ટ વરી નાઉ લેટ્સ ગો ટુ સ્લીપ, ગુડ નાઈટ... દવા લીધીને ...”
“હા હવે ઈડિયટ તે તો આપી હજુ કેટલી વાર પૂછીશ ? ”
“સોરી ડાર્લીંગ આઈ એમ ફોરગેટ....”
“ઈટ્સ ઓકે.... ગુડ નાઈટ ડાર્લીંગ બોલ્યો” એ વખતે આકાશની આંખમાં અનોથી ચમક હતી અને એના ચહેરા પર કંઈક અલગ જ હાવભાવ હતા જાણે રીયલમાં એ એની થતી હોય, ધરતી પણ એના હાવભાવથી પ્રેમની અભિવ્યક્તિ કરવાનું છુપાવી શકતી નથી જાણે અજાણ્યે પણ એનાથી વ્યક્ત થઈ જતુ હતુ.
*****
એણે વિજય અને રાધિકાને એવું કહ્યું કે એણે ધરતી જોડે મેરેજ કરી લીધા છે અને સ્વીટી મુશ્કેલીમાં છે. અને એની જોડે ધરતી જોડે મેરેજ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી કેમકે એના પતિ જોડે જબરદસ્તી છૂટાછેડા લીધા પછી એનો પતિ એને જીવવા દેતો નથી એટલે એને સેફ્ટી માટે એણે મેરેજ કરી લીધા અને અહીં લઈ આવ્યો.
વિજય અને રાધા બંનેને આ થિયરી પર વિશ્વાસ નહોતો, બંનેમાંથી કોઈ ઘરે આવીને બોલ્યુ નહિ,
“શું થયું વિજય...?” રાધાએ બેડમાં બેસતા મૌન તોડ્યુ,
“શું બોલુ મારી જોડે કોઈ શબ્દ જ નથી બોલવાના, હું સવારથી સાંજ સુધી મારા શિડ્યુલમાં બીઝી હોઉ છું મને તો કોઈ વાત ખબર જ નથી હોતી અને આમ, અચાનક આટલું મોટુ પગલુ ભર્યુ અને પૂછ્યુ પણ નહિ એણે.. ?”
“વિજય એક વાત કહું..... ?”
“હા બોલને....”
“મને નથી લાગતુ કે એ બંને એ મેરેજ કર્યા છે બીજી વાત જો મેરેજ કર્યા હોત તો આકાશભાઈ છુપાવે નહિ અને છેવટે તમને તો એ કહેત જ.... બીજી વાત કે આખી વાત કંઈક અલગ જ છે કેમ કે જો એ મુંબઈથી કામ પતાવીને ફરવા ગયા એના એક મહિના પછી મને ફોન આવેલો અબ્દુલચાચાને ઘરની ચાવી આપવાનું કહેલુ હતુ મેં આપી હતી મને એમ કે કંઈક કામ હશે એના મહિના પછી એણે અબ્દુલચાચાને પૈસા આપવાનું કહ્યું હતુ....”
“એમા શું છે ? આ ધરતી હોસ્પિટલમાં હતી એનું એક્સીડન્ટ થયુ હતુ તો જરૂરી છે કે હોસ્પિટલ માં પૈસા આપવા પડે...”
“હા પણ તે પાસબુક જોઈ મેં બે દિવસ પહેલા જ ભરાવી છે આ જો.... જરા બે મહિના પહેલાના ટ્રાન્ઝેક્સનસ જો મુંબઈની બે વાર ફ્લાઈટની ટિકિટ ટ્રેઈનમાંથી આવ્યા પછી બે હોસ્પિટલમાં ટ્રાન્ઝેક્સનસ આ મુજબ મુંબઈની હોસ્પિટલમાં ટ્રાન્ઝેક્સન્સ....”
“રાધા, એણે કીધુ તો ખરા કે આ મુંબઈ હતી આને ખબર પડી અસ્મિત દ્વારા અને એ લેવા ગયો અને ત્યાં બધા જ બીલ્સ એને ચુકવાયા છે....”
“હા પણ મારી જાન એક વાત સમજ આ મુંબઈ હોય તો મુંબઈથી અમદાવાદ ફ્લાઈટમાં ન અવાય? અને ત્યાંથી અહીં 100 કિમી ગાડીમાં ન આવાથી અને બધુ ટ્રાન્ઝેક્સનસ ચેકથી કરવું હોય તો આંગડીયામાં પૈસા કેમ મંગાવે અબ્દુલચાચા જોડે...... ?”
“તું યાર આ પોલિસની વાત મારા મગજમાં ક્યાય નથી ઊતરતી.....”
“નથી ઊતરતી ને મને ઉતરે છે સાલા મારા પપ્પાજી આખા સિટીના પી.આઈ. છે એમના છોકરાને આવી વાતોમાં ટપ્પો પણ નથી પડતો, ઈડીયટ, તમારા ભાઈ કાલે સવારે આઠ વાગે આવશે જેટલું બોલવું હોય બોલી લેજો ઓકે હવે શાંતિથી સુઈ જાવ.....”
“મારો બાપ પી.આઈ. છે પણ ડિટેક્ટીવ મારી જાન થે બોલો હવે શું કરવું.... ? અને સાલ્લા પેલા નાલાયકને તો હું કાચો કાચો ખાઈ જઈશ... બંને હસી પડ્યા,”
“ચલો હવે સુઈ જાવ ડિયર...”
“ઓકે....”
*****
બીજે દિવસે આકાશ સવારમાં બધુ જ કામ પડતું મુકીને સૌથી પહેલા ધરતીને ચા-નાસ્તો કરાવીને એ વિજયના ઘરે ગયો.
રવિવાર હોવાના કારણે વિજયના ઘરે શાંતિ હતી બંને ડ્રોઈંગ રૂમમાં છાપુ વાંચતા હતા અને એટલામાં જ આકાશ પ્રવેશ્યો, ઘર બહું મોટુ ન હતું ઉપર બે રૂમ હતા અને જેમાં ઉપર જવાના પગથિયા ડ્રોઈંગ રૂમમાં જ હતા, અને સામે કિચન હતું, અને એક રૂમ અલબત્ત એ મકાન ભાડે હતું અને એ આકાશના નામ પર ભાડે હતું,
“હાય ભાભીજી , કેમ છો? ગુડ મોર્નીંગ”
“ગુડ મોર્નીંગ.....” રાધિકા ચા પીતી પીતી ઊભી થઈને ચાલી ગઈ ગુસ્સામાં
“ગુડ મોર્નીંગ, ડીયર.....”
“બેસો મોટા સાહેબ.....” કટાક્ષમાં એની સામે જોયા વગર જ માત્ર છાપુ વાંચતા વાંચતા જ કહ્યું,
“લો ચા..........” રાધા અંદરથી ચા લઈને આવી.......
“સોરી યાર, સોરી રાધા...... પ્લીઝ તમે બંને આમ, વાત સાંભળ્યા વગર મોં ફુલાવશો...”
“કેમ વાત સાંભળ્યા વગર એટલે ..? .કાલે તો આખી વાત કરી તારા મોઢે..” ગુસ્સામાં છાપુ ટેબલ પર પછાડતા વિજય બોલ્યો..
“કાલે તમે ન હતા તો શું તમારું ભુત હતું......? ” રાધા બોલી,
“હા મારી મમ્મીજી, સોરી હું જ હતો અને મેં જે કહ્યું એ તદ્દન અધુરુ છે અને ખોટું છે પ્લીઝ પહેલા તુ અહીં બેસીસ ?? સાહેબ તમે કંઈ પણ ગુસ્સો કરતા પહેલા એકવાર મારી વાત ધ્યાનથી સાંભળશો?”
“બોલ શું કહેવું છે.... બોલ ચલ જલદી......” વિજય બોલ્યો
“અધુરુ છે અને ખોટું છે એટલે......???.”
“તારે જે સફાઈ આપવી હોય આપ, પણ હું તારી કોઈ વાત માનવાનો નથી અને તુ.....”
“વિજય બોલવા દે એમને સાંભળીયે તો નવાબ ને શું કહેવું છે.... ?”
“તો સાંભળો..... પહેલી વાત મેં અને ધરતી જેનું નામ મેં રાધિકા કહ્યું સાચુ નામ ધરતી છે આ એ જ ધરતી છે જેને શોધવા મેં રાત દિવસ એક કર્યા હતા સોરી હું જુઠ્ઠું બોલ્યો કે આ બીજી છે, સોરી હા મેં અને ધરતી એ મેરેજ કર્યા જ નથી કેમ કે એ પોસિબલ જ નથી, કેમકે હજુ એના ડિવોર્સ થયા જ નથી એના પતિ જોડેથી તો મારા અને એના મેરેજ થાય જ ક્યાંથી? અને મેં આવો પ્લાન એટલા માટે ઘડ્યો કે એના પતિ એ એનુ કિડનેપીંગ કર્યું હતુ એનું અને સ્વીટીનું અ સ્વીટી એના કબજામાંથી ભાગી પણ ભૂખને કારણે મૃત્યુ પામી એ...”
“ભુખ ને કારણે........ ?” રાધા અવાચક થઈ ગઈ........
“હા........” એ પછી સ્વીટીના મૃત્યુ ની અસ્મિતની વાત એને કઈ રીતે અહીં લાવ્યો તમામ વાત એ બંનેને કીધી.ટુંકમા વિજય અને રાધાને તમામ વાતો કરી દીધી અત્યાર સુધીની.
“ઓકે સોરી તારી જગ્યા એ હું હોત તો ડેફિનેટલી આમ જ કરત..... SO આમાં તારો કોઈ જ વાંક નથી.... સોરી મે ગુસ્સો વધારે કર્યો એ બદલ.....” વિજય બોલ્યો,
“આકાશભાઈ, ધરતી આઈ મીન રાધાના પતિને ખબર પડશે ત્યારે.... ? અને યુ સે ધેટ હી ઈઝ ડેન્જરસ મેન......... તો....???” રાધાના અવાજમાં ડર હતો.
“રાધા ભાભી , આપણે બહાર એને રાધિકા જ કહિશુ અને શી ઈઝ માય વાઈફ... પ્લીઝ, એ જ વાત હોઠો પર હોવી જોઈએ, વાત બધી જ કરીશું પણ આપણી રીતે ઓકે..”
“ઓકે ડોન્ટ વરી..... આ બધુ તો ઠીક પણ, હવે એને બહાર કઈ રીતે કાઢશું ? આ પરિસ્થિતીમાંથી કોઈ પ્લાન છે તારી જોડે.... ? અને તારા કહેવા મુજબ એને સ્વીટી અને અસ્મિતના મૃત્યુની ખબર નથી તો પછી એને........ ?” વિજય ચિંતાતુર અવાજે બોલ્યો
“પ્લાન તો મારી જોડે બધો જ તૈયાર છે , બધુ તૈયાર છે પણ બસ ખાલી એના હાની રાહ જોવાઈ રહી છે આકાશ આત્મવિશ્વાસથી બોલ્યો ....”
“હા પણ એ છે શું? એ તો કહે અને કોના હાની રાહ જુએ છે?” વિજય બોલ્યો...
“એની જ અને હા તો ઠીક પણ એકવાર એ સ્વીટીના અને અસ્મિતનું મૃત્યુ થયુ છે એ વાત સાંભળવા અને સ્વિકારવા તૈયાર થઈ જાય તો બસ........”
“આકાશભાઈ કોઈપણ સ્ત્રી એના ભાઈનું મોત તો એક્સેપ્ટ કરી શકે પણ એના દીકરો કે દિકરીનું ..... અને આમ, પણ સ્વીટી, એને માટે સર્વસ્વ હતી એ તમને બહું સારી રીતે ખબર છે તો પછી એ.....” રાધાનો અવાજ લાગણીસભર હતો
“મને ખબર છે પણ આ સત્ય એક દિવસ તો બહાર આવશે જ અને લાવવું જ પડશે ને”
“હા એ તો છે..... “વિજય હકારમાં બોલ્યો
“ડૉક્ટરે હાલ તો કોઈ જ આઘાત ન આપવો એમ કહ્યું છે...... તો શું કરુ યાર, હાલ તો કંઈ કહેવાય નહિ પછી જોયુ જશે.....”
“જવા દે એ બધુ યાર છોડ ટેંશન, અમે જોડે છીએ ને ? કંઈને કંઈ કરી લઈશું .......... ,. એય જા ચા લઈ આવ જા આમ મારી મૈયતમાં બેઠી હોય એવું મોં ફુલાવીને બેસ્યા વગર જા અને નાસ્તો પણ લાવજે.. ગરમાગરમ ભજીયા....”
“રાધા પ્લીઝ ભજીયા નહીં સાંજની રોટલી હોય તો તળી દેજે તારા હાથની તળેલી રોટલી ખાધે બહું ટાઈમ થઈ ગયો.....”
“જોયુ આને કહેવાય પ્રેમ ભાઈનો પ્રેમ.....” ઓકે એણે જોરથી વિજયને ટપલી મારી, “નવી બનાવી દઉં છું 5 મિનીટ લાગશે.....”
“પણ રાધા, એ એકલી છે.......”
“બહું બોલશો નહિ, ચુપ........”
“પણ......”
“બસ એય નો, આર્ગ્યુમેન્ટ ચુપ, “ વિજયે એના મોં પર હાથ મુક્યો “ તમે જાઓ બેગમ “
“થેંક્યુ માય ડાર્લીંગ *** જો હુકમ આલમપનાહ ...”
“સાલા નાલાયક બિચારી ને ખોટી મજુરી કરાવીશને તું....”
“ચુપ એ મારી વાઈફ છે”
“હા બહેન મારી છે ઓકે....”
“ચુપ...”
“એય એક વાત તો કહે તને આ બધુ ખબર પડી કઈ રીતે..... ?”
“અરે એમાં એવું થયુ ને કે અમે બંને મેડમ જોડે ચેકઅપ માટે ગયા હતા, અને એક્ચ્યુલી મારી ઈચ્છા સહેજેય નહતી પણ, થોડા દિવસ પહેલા તારી બહેન એની બહેનપણીની પાર્ટીમાં ગઈ હતી....”
“અને હંમેશા મુજબ એ એકલી ગઈ હતી એમાં તુ તારા ભંગાર ઓફિસનું કામ હોવાને લીધે ન હતો ગયો રાઈટ......... ?” વાત કાપતા આકાશે..કહ્યું.
“હા પણ મારે પેલી V.M IND સાથે ડિલ હતી, તને ખબર છે,...? .”
“હા પણ તને ખબર છે મેં તને કહ્યું હતુ કે કંઈ જરૂર હોય તો કહેજે.... તે ના કીધુ......”
“હા પણ એ દિવસે તારી મિટીંગ હતી, તારી ગર્લફ્રેન્ડ જોડે ડિરેક્ટરની.........”
“તો, મારી સેક્રેટરી આવત, એ તો મને ઓળખે જ છે ને ?અને એ કઈ એટલી તો ખરાબ નથી કે V.M. જોડે ડિલ ન કરી શકે ઓકે.....”
“હા પણ યાર હું જાઉ તો વધારે સારું પર્સનલી મારી એવી ઈચ્છા હતી બસ, સો.....”
“અને એના કારણે તે રાધાને પાર્ટીમાં મોકલી એ પણ નાના છોકરાની બર્થડે પાર્ટીમાં તને ખબર છે કે આમ પણ એ નાના છોકરા ને જુએ છે અને એને કંઈક થઈ જાય છે અને તું એને નાના છોકરાની પાર્ટીમાં મોકલે છે તારુ તો શું કરવું યાર, ? ?તુ લવર છે કે કોણ છે યાર.....? ..” આકાશના અવાજમાં ગુસ્સો હતો.
“સોરી યાર પણ.........”
“માય ફૂટ, ગો ટુ હેલ વીથ યોર સોરી”
“આકાશભાઈ એમાં એમનો કોઈ જ વાંક નથી મે જ જીદ પકડી હતી કે મારે જવું છે..... એમણે તો...”
“તમે તો કંઈ બોલશો જ નહીં, આખરે પક્ષ તો એનો જ લઈશ ને કે.........”
“સોરી પણ........”
“ચુપ.........”
“તમને બંનેને ખબર છે કે તમારા બંનેમાં કોઈને કંઈ જ ખામી નથી તો પછી ટેન્શન કેમ લો છો ? યાર નક્કામું ટેન્શન ઊભુ કરો છો અને એવું જ હોય તો મે તમને બંનેને એક ઓપ્શન બતાવ્યો છે યાર તુ એક સંતાન ઓર્ફન સ્કુલમાંથી લઈ લે યા તુ આને ઓફિસ જોઈન કરાવી લે........ પણ તમને બંનેને બંનેમાંથી એકેય ઓપ્શન માન્ય નથી તો.....”
“હાલ હું ઓપ્શન બતાવું છુ આ રોટી ગરમાગરમ લો, આવી જાવ બેસો અને આ ચા......” રાધા રોટલી બનાવતા બોલી,
“ચલ હવે બેસ ગુસ્સામાં તપીશ નહિ , આમેય ચાય ગરમ છે અને રોટલી પણ, તુ તપીશ તો......” વિજયે એને હાથ પકડી બેસાડ્યો
“આમેય જેટલું ગુસ્સે થવાનું હતું અને જેટલું રડવાનું હતું બધું જ અમેં બંનેય કરી લીધું છે સો, પ્લીઝ નો સેડ સીન્સ પ્લીઝ....” રાધા હસી,
“તને તો છેને....... શું કરવું તમારા બેનું......? .”
“એ તો તમારે પોલિસ સ્ટેશનમાં લાકડી પડી હતી એ વખતે વિચારવાનું હતું સોરી હવે કંઈ નહિ થાય” રાધા જોરથી હસતા હસતા બોલી,
“ચલ હવે નાસ્તો કર”
“તમને બંને આજ સુધી સમજી શક્યો નથી”
“અને તુ.......તુ. ...... સાલ્લા આટલા વરસથી એક જ નામ જપે છે એ કંઈ ઓછું છે? બોલાવીશ નહિ હવે.........” વિજય બોલ્યો
“ ચુપચાપ નાસ્તો કરને, “ હળવેકથી ટપલી મારતા રાધા બોલી
“ ખબર નથી પડતી “ આકાશે પણ ટપલી મારી
એ પછી આકાશ ઘણીવાર સુધી બેઠો લગભગ બે કલાક સુધી પછી પાછો રૂમ પર જવા નીકળ્યો....
*****
આ ઘટના પછી રાધા પણ ઘણીવાર સાંજના ભાગે આવતી ધરતીને મળતી વાતો કરતી ધીમે ધીમે એના પણ રીક્વરી આવતી ગઈ, પહેલા ઊઠી પણ ન શકતી હવે થોડું ચાલીને પોતાની રોજીંદી ક્રીયા પતાવી શકે એટલી સક્ષમ થઈ ગઈ, રોજ રોજ રાધાભાભીનો સાથ, બીજી બાજુ સોનાબેન તો એની જોડે જ હતા જેની જોડે ખાસ બહેનપણી જેવા સંબંધ થઈ ગયા હતા, અને સૌથી મોટો સાથ ડૉ. અર્ચનાનો તો હતો જ, આમ હવે ધરતીને એકલું લાગતુ ન હતુ વળી આકાશ પણ એની વિશેષ કાળજી લેતો હતો.
આ બધા વચ્ચે પહેલી જ વાર ધરતી આકાશ તરફ ખેંચાતી જતી હતી, કેમ કે સોનાબેન અને રાધાભાભીના મોં પર એમનું નામ વિશેષ જોવા મળતુ, અને વિશેષ આકાશે કાળજી એવી રાખતો દિવસમાં ચારથી પાંચ વાર ફોન કરવા, અને રાત્રે એને જમાડવી સવારે ઉઠાડવી એની નાનામાં નાની વાતનું પણ ધ્યાન રાખવું, એને સ્પર્શી ગયા,
આ બાજુ આકાશ માટે, કપરા ચઢાણ થયા, એના પ્રિય સરે રાજીનામું મુકી દીધુ, આખી કંપનીની કમાન મોનાના હાથમાં આવી, એણે આવી કંપનીનું રીસ્ટ્રક્ચરીંગ કર્યુ જેમાં મેઈન કંપનીનો વિસ્તાર વધાર્યો, આકાશની કંપની એમા પેટા કંપની જેવી બની ગઈ, એણે આકાશની કંપનીનું કદ ઘટાડી નાખ્યુ તૃષાને લઈને એના હાથની રેગ્યુલેટરી અને ઈન્ફોર્મેશન માં પ્રમોશન આપી દીધુ આ વિભાગની હેડ એ હતી, જેનું કામ બધા પેટા કંપનીના મેનેજર પર નજર રાખવાનું અને ઓર્ડર દેવાનું હતું, એટલે દેખીતી રીતે એ આકાશના હેડ જેવી બની હતી, આમ મોનિકાએ એનો બદલો પૂરો કર્યો, એ પછી આકાશને કોઈને કોઈ રીતે હેરાન જ કર્યા કરતી,
આમ, આકાશની ઘરની સ્થિતી સુધરતી જતી હતી જ્યારે ઓફિસની સ્થિતી બગડતી જતી હતી,
*****
એક દિવસ સાંજે મિટીંગમાં તૃષા દ્વારા રીપોર્ટીંગ થયુ એ મુજબ આકાશને બે માસ સુધી સેલેરીમાં ફાયદો મળતો અટકાવવામાં આવ્યો હતો, કારણ એના વિભાગમાં હદ કરતા વધુ પ્રોડક્સન થયુ હતુ, જેની જાણ કરવામાં આવી ન હતી, હકીકતે એની મૌખિક જાણ હતી, આકાશને રૂટીન મિટીંગમાં બધાની વચ્ચે પહેલી જ વાર ઊતારી પાડવામાં આવ્યો, અને અપમાન થયુ, આકાશ સમસમી ગયો, આકાશ આખા દિવસના ટેન્શનમાંથી ઘરે ગયો,
એ રોજીંદા ક્રમ મુજબ ઘરે ગયો, પણ આજે ઘર કંઈક અલગ લાગતું હતુ, એ સૌ પ્રથમ બેગ મુકીને ધરતીના રૂમમાં ગયો, ત્યાં પણ ઘણો ફેરફાર હતો એ સુતી હતી, અને આછા ડીમ લાઈટમાં એ ફેરફાર સ્પષ્ટ જોઈ શકતો હતો, અને એનો ગંદો રૂમ વ્યવસ્થિત હતો, અને વર્ષોથી બંધ પડેલું રસોડું વ્યવસ્થિત અને ચોખ્ખુ હતુ.
ટૂંકમાં ઘર પહેલી જ વાર ઘર જેવું લાગતું હતુ, એ આશ્ચર્યમાં મુકાઈ ગયો, એટલામાં ધરતી આવી, એ સોફા પર બેઠો હતો,
“ચલો જમી લો, આકાશ...”
“અરે, તુ.... સોરી તમે.....”
“આમ, આટલા આશ્ચર્યથી શું જુઓ છો ? હું જ છું....”
ધરતી આછા પીળા રંગની સાડીમાં સજ્જ બહું જ સુંદર લાગતી હતી, ધડીકભર એને નિરખી જ રહ્યો, એટલામાં ધરતી અનબેલેન્સ થઈ એ સારી થવા છતા વધુ સમય ચાલી કે ઊભી રહી શકે એવી સ્થિતીમાં નહતી, ગમે ત્યારે એને ચક્કર આવી જતા ડૉક્ટરે એને હજુ આરામ કરવાનું કહ્યું હતુ,
આકાશે ઉભા થઈને પકડી, “શું કરે છે ? તને ના પાડી છે કામ કરવાની ? તો આખુ ઘર સાફ કરવાની શી જરૂર હતી ?આવો બેસો અહીં....”
“હું બરાબર છું....”
“ના પાડીને ?? આવ બેસ અહીં..” એને બેસાડી,
“કંઈ નથી થયુ બસ ખાલી આ તો.......”
“ચુપ ખબરદાર કંઈ બોલી છો તો.”
“પણ કંઈ નથી થયુ મને આટલું ટેન્શન કેમ લો છો યાર, ? આટલા બધા મહિનાથી પથારીમાં સુઈને કંટાળી ગઈ છું પ્લીઝ હવે આરામનું ન કહીશ, મને કંટાળો આવે છે, યાર પ્લીઝ આકાશ, મને ઘરનું કામ કરવાની પરમીશન આપો, પ્લીઝ” એણે નાનકડા છોકરાની જેમ એવી રીતે કહ્યું કે આકાશને ખબર જ ન પડી કે શું કહેવુ, ઘડીભરમાં ગુસ્સો ઓગળી ગયો, સ્મિત સાથે કહ્યું,
“ડિયર તારે કામ કરવાની શી જરૂર છે? કામ કરવા માટે છે જ ને ? અને રહી વાત રસોઈની તો એના માટે ટિફિન આવે જ છે ને...?”
“ના મને નથી ગમતુ ટિફિન અને મને ભાવતુ પણ નથી અરે હવે તો હું કામ કરી શકું છું પછી શું છે ? અને સોનાબેન તો છે ને મારી જોડે પછી શું કા ટેન્શન લો છો......?”
“પણ, હજુ તારા રીપોર્ટસ નોર્મલ્સ નથી આવ્યા, તને કેમ સમજાવુ, હજુ તારે આરામની જરૂર છે યાર પ્લીઝ ........ મારી વાત માનને......”
“ના.........ના ને...........ના......”અદબ વાળીને બેસી ગઈ એ ગુસ્સામાં
“ઓકે,ઓકે માય ડિયર કમ વાઈફ એક શર્ત છે જમવાનું સોનાબેન બનાવશે તું માત્ર મદદ કરીશ પણ બહું નહિ ખાલી મદદ........ ઓકે..........?”
“ઓકે ગોડ પ્રોમિસ ........ થેંક્સ ડાર્લીંગ થેંકસ અ લોટ........ “એ ખુશી થી સોફા પર ઉછળી પડી........
“બસ હમણા વાગશે પગે... બહું કુદકા ન માર, ખાલી મદદ કરવાની છે તારે માઈન્ડ વેલ, હા એક વાત ન ભૂલીશ......”
“નહિ ભૂલુ કે હું તારી મિ. આકાશની વાઈફ રાધિકા છું, અને એ તો કહો કે સ્વિટી ક્યાં છે?”
“એ જે જગ્યાએ છે બહું જ સલામત અને અને બહું જ ખુશ છે હા તુ એને નથી જોઈ શકતી પણ એને તારી સેકંડે સેકેન્ડની ખબર છે.......”આકાશની આંખો ભરાઈ આવી છતા હસતા હસતા કહ્યું,
“અચ્છા એ તો કે અહિં ક્યારે આવશે...?”
“થોડી રાહ જો......”
“ પણ કેટલી ???? “
“થોડી.....ચલ જમવાનું જમી લઈએ ? ”
“હા ચાલો..... હું ગાંડી જ છું ને કે તમને .... ચાલો...”
“તું ગાંડી હોય તો હું તારાથી વધારે કેમ કે વાતો માં તો મે તને લાવી દીધી હતી...... સો...”
“ઓકે,ચાલો હવે......”
“ઓકે.........” આકાશ બધા સવાલો જવાબો ખંખેરીને જમવા બેઠો પણ એની નજરમાંથી હટતી નહતી સ્વીટી......
*****
આકાશનું ઓફિસનું ટેન્શન વધતું જતુ હતુ હવે તો તૃષાના ગયા પછી લગભગ એકલા જેવો જ હતો એનો સાથ આપનાર કોઈ ન હતુ, ઊપરથી મોનિકાના મહેણાં ટોણાં અને પ્રેશર અને એકબાજુ ધરતીને સાચી વાત કહેવાનો ટાઈમ નજીક આવતો જતો હતો, એ ધીમે ધીમે રીક્વરીમાં આવતી જતી હતી,
આ બાજુ ધરતી એ ઘરનું નાનુ નાનું કામ સંભાળી લીધુ હતુ, સોનાબેન જમવાનું બનાવી જતા ઘણીવાર ધરતી પણ બનાવી દેતી એ આખો દિવસ ટી.વી. જોતી, ગીતો સાંભળતી અને આકાશે મંગાવેલા મેગેઝીન, બિઝનેશ મેગેઝીન, બુક્સ વાંચતી અને થોડો ટાઈમ સુઈ જતી આમ, ને આમ ત્રણ મહિના અને એના એક્સિડન્ટને છ મહિના થઈ ગયા, પણ હજુ એને સ્વીટી અને અસ્મિતના મૃત્યુની ખબર નહતી,
*****
એક દિવસ આકાશને ફોન આવ્યો
“હેલ્લો, મિ. આકાશ કેમ છો?”
“કેમ ભૂલી ગયા?”
“સોરી અવાજ યાદ છે પણ........”
“ઈન્સ. મિશ્રા, યાદ આવ્યું ? તમારા વાઈફ?”
“ઓહ, સોરી સર રીયલી સોરી કેમ છો? “
“બસ આઈ એમ ફાઈન, અત્યારે.......... વેસ્ટર્ન ટચમાં છું , રૂમ નં. 601માં મળશો? આઈ વોન્ટ ટુ મીટ યુ,...”
“હા સ્યોર, હમણાં જ પહોંચુ છું ચલો...”
“ઓકે.....”
સામે છેડે ફોન કપાઈ ગયો, આકાશ ઘડીકભર ફોન પકડી રહ્યો ઘણા સમય પછી આમનો ફોન આવ્યો હતો, એને થયુ કે નક્કી “ એ કંઈક લાવ્યા હશે અથવા કેસ ફાઈલ કરવાનો સમય નજીક આવી ગયો હશે.. જે હોય એ બેસ, ચલ....”
એણે ઓફિસની ગાડી લીધી . ગાડીને સેલ્ફ ડ્રાઈવ કરીને સીટીના સૌથી હાઈ પ્રોફાઈલ એરીયા માં આવેલી હોટેલ વેસ્ટર્ન ટચ તરફ ગાડી દોડવવા લાગ્યો. એણે ટૂંકા રસ્તે ગાડી લીધી જેથી જેમ બને તેમ ઓછા ટાઈમે પહોંચી જવાય. જેથી સમય ન બગડે અને હકીકતે એના મગજમાં ઘણા બધા સવાલો હતા, એટલા બધા કે એની કોઈ હદ કે સીમા ન હતી એટલે એને રસ્તો ટૂંકો હોવા છતાં પણ લાંબો લાગતો હતો. , ગલીઓમાંથી ગાડી ધીમી ધીમી જતી હતી, એટલામાં તો એક વ્યક્તિ વચ્ચે આવી ગયો એણે લગભગ ગાડી બ્રેક મારી ઊભી રાખવી પડી,
એટલામાં ઈન્સ. મિશ્રા આવીને બેસી ગયા,
“ચાલો જવા દો આકાશભાઈ ડાબી બાજુ લઈ લેજો.....”
“અરે સર, આપ, અહીં આમ, અચાનક.....”
“તમને તો ખબર છે હમણા કંઈ જ નક્કિ નથી કહેવાનુ, ફોનનું કે હોટલનું એટલે અને મને ખબર છે કે આ તમારો ફેવરેટ રસ્તો છે, એક કામ કરો જમણી બાજુથી લઈ લો સીધી હાઈવે પર જશે,”
“ઓકે, થેંક્સ, પણ આ બધા રસ્તા, તમે મારા કરતા પણ વધારે...”
“હા, કેમ કે અહીં મે 10 વર્ષ કામ કર્યુ છે આઈ.બી. માં પહેલા આ શહેર માફિયાનું ગણાતું હતુ,.. ગેંગવોર તો રોજના હતા... હવે કંઈ જ નથી”
“એટલે જ ઓકે, ક્યાં ઊભી રાખુ?”
“આગળ ચાર રસ્તા આવે છે ત્યાંથી જમણી બાજુ બે કિમી આગળ જઈને,.....”
“ઓકે...”
થોડીવાર સુધી બંને છેડે મૌન છવાઈ ગયું, ગાડી નિશ્ચિત મુકામ પર સુમસાન રસ્તા પર જઈને ઊભી રહી,
બંને બહાર આવ્યા, “આવો, ત્યાં ઊપર લીમડા નીચે જઈને બેસીએ,...”
“હા,....”
“આ મારી વર્ષો જુની ફેવરીટમાં ફેવરીટ જગ્યા છે આઈ લવ ધીસ પ્લેસ, તમે કેમ છો ? અને તમારા વાઈફ કેમ છે....? ..”
“ઓહ, એ સારી છે, હવે રીક્વરી ની ગાડી જોરમાં છે, સારી થઈ જશે પણ હજુ માનસિક રીતે એટલી સારી નથી, શારીરીક રીતે તો વાંધો નથી હજુ બેસવામાં અને ચાલવામાં તકલીફ છે. બાકી બધુ ઓકે છે.”
“બહું સરસ, એ પણ સારુ થઈ જશે હવે મે કેસની બધી જ તપાસ પૂરી કરી લીધી છે અને આમાં તમામ વિગતો લખેલી છે, કેસ ફાઈલ કરવાનો સમય 15 દિવસ પછી છે, 15 દિવસ પછી તમારો મુખ્ય આરોપી મોરેશિયસથી આવશે, પણ એના પહેલા મારે ધરતીનું સ્ટેટમેન્ટ જોઈશે, લેખીતમાં ના હોય તો, એના મોઢે બોલેલી કેસેટ, હા, શક્ય હોય તો, એને હકીકતથી વાકેફ કરી દો, ઓકે અને હા હવે આપણો કપરો સમય શરૂ થાય છે એ યાદ કરી લેજો ઓકે.”
“ઓકે, પણ, ડૉક્ટરને મારે પૂછવું પડશે કે....”
“હા એમને શક્ય હોય તો આજે જ પૂછી લેજો... ઓકે....”
“ઓકે, પણ તમને લાગે છે?”
“મને લાગે છે નહિ પૂરો વિશ્વાસ જ છે કે વી વીલ વીન, હા થોડી તકલીફ પડશે મુશ્કેલી વેઠવી પડશે પણ જીત આપણી જ થશે”
“હવે વધુ માહિતી આમાં લખેલી છે, ચાલો નીકળીએ મને રેલવે સ્ટેશન ઉતારી દેજો ઓકે, અને હા હવે છુટથી ફરવામાં વાંધો નથી જો તમારે ધરતી જોડે ક્યાંય જવું હોય તો પણ, થોડું ધ્યાન રાખજો મારા માણસો તો છે જ પણ છતાંય તમે...”
“ડોન્ટ વરી સર.......”
“ઓકે નાઉ લેટ્સ ગો.........”
“ઓકે કંઈ નાસ્તો કે.......”
“ના કંઈ જ નહિ બસ મને ઉતારી દો તમે છુટ્ટા.....,” ઈન્સપેક્ટર મિશ્રા વાત વચ્ચેથી કાપતા જ કહ્યું.
પછી મિશ્રા સાહેબને યોગ્ય જગ્યાએ ડ્રોપ કરીને ફરી ઓફિસ બાજુ નીકળી ગયો,
*****
ઓફિસે ગયા પછી એના મગજમાં મિશ્રા સાહેબે કરેલી વાત જ રમતી હતી, છેવટે એણે ફોન કરીને ડૉ. જોડે ગયો,
“શું વાત છે આકાશભાઈ આમ, અચાનક આજે અહીં આવવાનું કોઈ ખાસ કારણ? ડૉ. ને આશ્ચર્ય થયું.”
“બધુ બરાબર તો છે ને.... ?” મેં કહ્યું બપોરે જ ધરતીબેનને ચેક કરી આવી એ એકદમ બરાબર છે એને કોઈ જ પ્રોબ્લેમ નથી
“હા એને કોઈ પ્રોબ્લેમ નથી પણ હવે થઈ શકે છે મને એવું લાગે છે........”
“કેમ એવું શું થયું. ?........”
“ડૉ. એનો કેસ ફાઈલ કરવો છે અને એના માટે મારે ધરતીનું સ્ટેટમેન્ટ જોઈએ છે , અસ્મિત અને સ્વીટી નથી રહી એ વાત પણ એને કરવી છે મારે.... એના માટે પ્રથમ તમારું મંતવ્ય જોઈએ છે......... એને આટલું બધુ ટેન્શન એક સાથે કઈ રીતે આપવું..... મેં એને આડકતરી રીતે ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો છે પણ એ કોઈ રીતે મોં નથી ખોલતી, કંઈ બોલતી નથી. ડૉ.... શું કરું મને કંઈ જ નથી સમજાતુ...... હું પેલા હરામીને એની સજા આપવા માંગુ છું ખાસ નિર્દોષ સ્વીટી માટે, અને આ છે તો કંઈ કહેવા તૈયાર નથી,....”
“આકાશભાઈ શાંત થાવ, આમ તમે ટેન્શનમાં આવી જશો તો કેમ ચાલશે?, લો પાણી પીઓ ચા પીઓ, રીલેક્સ થાઓ......” ડૉ. એ ફોન કરી કેન્ટીનમાંથી ચા મંગાવી ફોન કરી.. પ્યુન આવીને ચાના બે કપ મુકી ગયો,
“લો ચા”
ડૉ એ ચાનો કપ આપતા કહ્યું, “લો ચા પીઓ, જુઓ આકાશભાઈ ધરતી એક ભારતીય સ્ત્રી છે જે પોતાના પતિ સામે ભાગ્યે જ થાય અને એને તૈયાર કરવાનું કામ સમય પર છોડી દો એને પ્રેમથી ધીમેધીમે વાસ્તવિકતામાં લાવી દો હા બધુ એક સાથે નહિ ધીમેધીમે એની જોડેથી વાત કઢાવો પ્રેમથી એની નજીક જાવ અને પછી એને હળવેકથી સમજાવો, બહું જબરદસ્તી ન કરતા ધીમેથી ઠંડા મગજથી વિચારીને આગળ વધો......”
“પણ ડૉ મારી જોડે ખાલી 15-20 દિવસ છે.........” આકાશના અવાજમાં વ્યગ્રતા હતી ,
“રીલેક્સ હજુ 15-20 દિવસ છે આકાશભાઈ બધુ બરાબર થઈ જશે શું કામ ચિંતા કરો છો..... ?”
“મારું મગજ બહેર મારી ગયું છે....”
“રીલેક્સ આકાશભાઈ શાંતીથી કામ લો ટેન્શન લેવાથી કંઈ થવાનું છે..... ?”
“ના.......”
“તો પછી, ટેન્શન શું કામ લો છો જે પરિસ્થિતિ આવી છે એને સ્વીકારો અને હિંમતથી આગળ વધો અને આમેય તમને તો ખબર જ હતી ને કે આ સ્થિતિ આવવાની છે ખબર હતી ને.,... ?”
“હા........”
“તો પછી.....”
“ઓકે, થેન્કસ ડૉ. આટલા બધા ટેન્શન વચ્ચે શું કરવું એનો કંઈક રસ્તો મળ્યો ખરો.....”
“બસ તો પછી, શાંતિથી તમારા દિલ અને દિમાગ પર થોડુ વજન મુકો બધા સવાલોના જવાબ મળી જશે, ઓકે....”
“યસ, તમારી વાત બિલકુલ સાચી છે....”
“ધેટ્સ ગ્રેટ.......”
“ઓકે તો હું હવે રજા લઉ મારો હેતું અને ટેન્શન બંને દૂર થઈ ગયા......”
“ઓકે તો...”
“તો હવે હું રજા લઉં તમારી ફીસ....”
“આકાશભાઈ મિત્રો માટે ફિ ન હોય મે ના પાડી છે ને તમને.......”
“પણ.....”
“બસ હવે એક શબ્દ આગળ નહિ, નહિ તો હું ધરે આવવાનું બંધ કરી દઈશ..”
‘ઓકે સોરી.... ચલો બાય”
“ઈટસ ઓકે બાય”
આકાશને થોડા ઘણા અંશે એના સવાલોના જવાબ મળી ગયા, છતાં એના મનમાં ડર હતો કે એની જોડે વાત કઈ રીતે કઢાવવી શું કરવું શું નહિ એજ ડર અને વિચારોથી ભર્યો ભર્યો એ ઘરે ગયો,
*****
એ ઘરે જઈને જમીને શાંતિથી બેઠો હતો સોફા પર, એટલામાં જમ્યા પછી બધું વ્યવસ્થિત કરીને ધરતી આકાશના બાજુમાં આવીને ગોઠવાઈ..... આકાશ ગંભીર મુખમુદ્રામાં આંખો બંધ કરી બેઠો હતો, થોડીવાર સુધી એ નીરખી રહી, એને લાગ્યુ કે આકાશા કંઈક ટેન્શનમાં છે, “આકાશ, ........ “ ધીમેકથી એને ઢંઢોળ્યો,
“હા, શું થયું?.... “ એ એકદમ ઝબકીને જાગી ગયો,
“શું થયુ ? કેમ આટલો બધો ટેન્શનમાં છે.... કંઈ થયું છે?....”
“ના બસ કંઈ નહીં....”
“મને કેમ એવું લાગે છે કે તુ ટેન્શનમાં છે...”
“ના રે ના કંઈ જ નથી એવું બસ થોડુઘણું તો ચાલ્યા કરે....”
“છતાંય બોલને તમે મારી જોડે વાત કરી શકો છો હું એટલી પારકી તો નથી ને......? ”
“અરે એમાં પારકાનો ક્યાંથી સવાલ આવ્યો..? તું ક્યાં પારકી છો...... ? કોણે કીધુ કે તું પારકી છે ?”
“તમે આટલા ટેન્શનમાં લાગો છો અને છતાંયે વાત નથી કરતા એનો અર્થ એ થાય કે તમે મને પારકી ગણો છો એટલે જ નથી કહેતા...”
“ના યાર એવું કંઈ જ નથી...... બસ થોડું તારુ ટેન્શન છે.”
“મારુ...... મારું શું ટેન્શન છે?”
“એ જ કે તને જલદીથી હરતી ફરતી ક્યારે કરવી.......”
“બહું જલદી યાર રીલેક્સ આટલી તો મરણના મુખમાંથી તો થઈ ગઈ હવે તો ચાલી હરી ફરી શકું છું હવે શું છે...?.”
“છતાંય તું હજુ એટલી નોર્મલ તો નથી થઈ ને...”
“આકાશ શું યાર ? મારી આટલી ચિંતા કરે છે અને પોતાનું સહેજ ધ્યાન જ નથી રાખતા ચાલો સુઈ જાવ હવે રાતના 12 વાગ્યા તમે સવારના વહેલા ગયા છો થાકી ગયા હોઈશ.... ચાલો....”
“પણ....”
“પણને બણ ચલો ઊભા થાવ...”
એણે આકાશને ઊભો કર્યો અને બેડરૂમમાં સુવાડ્યો જબરજસ્તી....
*****
બીજા દિવસે રજાનો વાર હતો એ સવારમાં આકાશ ને ફોન આવ્યો અને ફરજીયાત ઓફિસમાં જવુ પડ્યુ મને કમને એ ઓફિસ ગયો, સાંજે છ વાગ્યા આસપાસ આકાશ આવ્યો એ બહું જ ઉતાવળમાં હતો, રાધિકા {ધરતી } બેઠી બેઠી વાંચતી હતી,
“શું કરે છે? ચલ જલદીથી ફટાફટ આ સાડી પહેરીને તૈયાર થઈ જા પાંચ મિનિટમાં આપણે અહીંથી જવાનું છે ઉતાવળ કરજે અને સવાલ નહીં જલદી.....” આકાશે એક પેકેટ એના હાથમાં પકડાવ્યુ ,
એણે ખોલીને જોયું તો સિલ્કની બહું મોંઘી સાડી હતી ભુલથી લેબલ પૈસાનું ઉખાડવાનું રહી ગયું હતુ એની આંખો મોટી પહોળી થઈ ગઈ એની કિંમત જોતા જ સાડા પાંચ હજાર રૂપિયા એવી ત્રણ સાડી હતી ત્રણેય એના ફેવરેટ માં ફેવરીટ રેડ, ગુલાબી, અને યલો રંગની એણે રેડ કલરની પહેરીને બહાર આવી આજે આકાશ એને ચલાવીને મેઈન ગેઈટથી લઈ ગયો અને ગાડીમાં પણ એ બન્ને જ હતા, આજે ચાચા ન હતા ગાડી સડસડાટ હાઈવે પર દોડવા માંડી, એ હજુ સુધી આકાશને કંઈ પૂછી ન શકી “એને ક્યાં લઈ જાય છે?” અને આકાશ એને કંઈ જ બોલતો નહતો, એના મનમાં ઘણા સવાલો હતા,
અચાનક એક સર્કલ પર આકાશે ગાડી ઊભી રાખી એક ચાની રેકડી હતી, આકાસે કાચ ખોલીને ચાનો ઈશારો કર્યો,
“તને ખબર છે આ જગ્યાએ મે પ્રથમ વાર પગ મુક્યો આ સીટીમાં ત્યારે અને અત્યારે કંઈ જ ફેર નથી પડ્યો આ એ જ બેંચ છે જેની પર મે મારી પ્રથમ ત્રણ રાત કાઢી હતી અને મારી અને વિજયની મુલાકાત પણ અહીંયા જ થઈ હતી, આવ, બહાર આવ.....” આકાશ દરવાજો ખોલીને બેંચ તરફ દોરી ગયો.
“મનીષકાકા બે અડધી ચા આપજો.......”
“હા બેટા, તમે બેસો લાવું છું.....” વયોવૃદ્ધ મનીષકાકાએ ચા લાવી મુકતા કહ્યું...
“બેસ અહીં......”
“આકાશ, તમે અહીં.... રાત........ ?” ધરતી આશ્ચર્યથી જોઈ રહી
“હા, જો આપણી છેલ્લી મુલાકાત થઈ ત્યારપછી મારે કેસ ફાઈનલ થઈ ગયો, મને છૂટાછેડા મળી ગયા પણ મારે ભરણપોષણના દાવામાં બધુ ગુમાવવાનો વારો આવ્યો, 10 લાખ રૂપિયા આપવા પડ્યા બદનામી થઈ એ અલગ વધુમાં મારી કંપનીમાં પણ છાપ બગડી અને એથી મેં રાજીનામું ધરી દીધુ અને એ પછી તને ખબર છે પહેલુ કામ મે તને શોધવાનું કર્યુ હતુ હું તારા રૂમ પર ગયો હતો પણ ત્યા કોઈ એ કીધુ કે તું મુંબઈ ગઈ છે........”
“હા હું મુંબઈ જ ગઈ હતી..”
“કેમ.... ?”
“તે તો મને કહ્યું હતુ ને કે પરિસ્થિતિનો સામનો કર, એનાથી દૂર ન ભાગ... એટલે.”
“હા પણ, એ પછી તુ મુંબઈ પણ ન હતી ને?”
“ હા , હું ઇન્દોર હતી થોડો ટાઈમ ..”
“તો પછી આ બધુ.......”
“જવા દે એ બધુ મને એ કહે કે તને મારી બધી વાત મળતી હતી?”
“મળતી હોત તો તને આ સ્થિતીમાં આવવા દેતો?..... લે ચા પી લે.....”. એણે ચાનો કપ આપતા કહ્યું.
“તને યાદ છે કે મને ચા હજુય ભાવે છે?”
“હા..... તારી દરેક વાત આજેય એવી જે છે મારા હ્યદયમાં ....”
“તમારે આટલી મોંઘી સાડી લેવાની શું જરૂર હતી.... ?”
“મોંઘી એટલે 500ની જ છે....”
“જુઠુ નહીં બોલ, આ એમ.આર.પી છે મેં જાતે ફાડી છે હવે એમ ન બોલતો કે આ ખોટી છે...”
“હા હવે ખોટી જ છે..... તું ક્યા આ જુએ છે ? અને તુ મારી છે તારા માટે હું કંઈ પણ લાવું એ મારો હક છે ઓકે,....” એણે એમ.આર.પીની ચિઠ્ઠી હાથમાંથી લઈ ફાડી નાખી.
આકાશે ધરતીનો હાથ હાથમાં લઈનો દાબી દીધો, ધરતી માત્ર એને નીરખી રહી.... બંને થોડીવાર એ જ રીતે બેસી રહ્યા તે પછી ધરતીએ મૌન તોડ્યુ કે “મને ભૂખ લાગી છે.....”
“તો ચાલો જઈએ જમવામાં શું જમીશ? પંજાબી, ચાઈનીઝ.... ?”
“તારી ફેવરીટ પંજાબી એ પણ હાઈવે પર ઢાબામાં......... ઓકે....”
“ઓકે, ચલ તો પછી.....”
બંને જણ હાઈવે ઢાબા પર જમ્યા એ પછી આકાશે ચાંદની રાતમાં ગાડી ઊભી રાખી હાઈવે પર , ગાડીના ટેકે બંને જણ ઊભા હતા, ગાડીની પાર્કીંગ લાઈટ અને ટ્રકના અવાજ સિવાય સન્નાટો હતો,
“આમ, શુ જુઓ છો ? મને કદી જોઈ નથી....? ”આકાશ ધરતીને નિરખી રહ્યો હતો એટલે ધરતીએ કહ્યું
“જોઈ છે ને જુની ધરતીની યાદ આવી ગઈ, એટલે...”
“જુની ધરતી અને આ ધરતીમાં શું ફેર છે..... ?”
“ઘણો ફેર છે.....” આકાશે એની નજીક આવી એક હાથ એના હાથમાં લેતા કહ્યું
“શુ....... ?” ધરતીએ એની તરફ ફરતા કહ્યું
“એય, તુ એક કામ કર, આ ઈયરરીંગ્સ બદલાવી લે તને લાંબા સારા લાગે છે હું લાવ્યો છું, અને તારા હેયર છે ને ખુલ્લા રાખ તુ પહેલા જે હેરસ્ટાઈલ રાખતી હતી ને એ પાછી કર આમ, આ ચોટલી વાળી સ્ટાઈલ બંધ કરી દે.....” પછી આકાશે એના ઈયરીંગ બદલાવ્યા અને અને હેયર ખોલી નાખ્યા. બન્ને એક બીજા સામે જોઇને પ્રેમભર્યું સ્મિત કર્યું એટલામાં ધરતી બોલી.
“એક વાત પૂછુ.....”
“હા પૂછ ને...”
“તે મને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.... ?”
“હા હમણા સુધી મે તને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, તારા વગર આ પૈસો પ્રતિષ્ઠા બધુ જ નકામુ છે.... સમજી, તારા માટે નામ-દામ બધુ કુરબાન છે... એ કો કહે તુ ક્યા ગઈ હતી..?..”
“આકાશ, આપણી છેલ્લી મુલાકાત પછી હું સામેથી મારા પતિ પાસે ગઈ ત્યાં નોર્મલ સંબંધ શરૂ કરવાના પ્રયત્ન કર્યા... પણ બધુ વ્યર્થ ગયું છેવટે કંટાળીને હું પાછી આવી ગઈ અને એ થોડો ટાઈમ પછી આવીને મને અને સ્વીટીને જબરદસ્તી લઈ ગયો,....”
“એટલે હું અહીં આવવા નીકળ્યો ત્યારે તું મુંબઈ એને મળવા સમજાવવા ગઈ હતી અને ન માન્યો એટલે પાછી આવી ગઈ અને મને જોબ મળી ત્રણ વર્ષ પછી એ તને આવીને ઊઠાવી ગયો અને ત્યારથી માંડી અત્યાર સુધી તમને એ કેદમાં રાખી અને યાતનાઓ આપી રાઈટ.....”
”જવા દેને હું એ કંઈ જ યાદ કરવા નથી માંગતી આકાશ પ્લીઝ, મને તારી જોડે વર્તમાનમાં જીવવા દે શાંતિથી બસ....... પ્લીઝ,” એણે આકાશના ખભા પર માથુ ઢાળી દીધુ, એની આંખમાંથી ડબડબ આંસું સરકી પડ્યા થોડીવાર પછી એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી આકાશના ખભા પર માથુ મુકીને
“પ્લીઝ આકાશ, મારે જીવવું છે વર્તમાનમાં .... પ્લીઝ ભુતકાળ....”
“હા ઓકે યાદ નહીં કરાવું બસ........ ચલ ચલ શાંત થઈ જા ચલ આવ બેસ ગાડીમાં....... “આકાશે હાથ પકડીને ગાડીમાં બેસાડી આકાશે શહેરની ફરતે આવેલા 30 કિમીના રીંગરોડ પર ગાડી ફેરવીને પાછી એપાર્ટમેન્ટમાં લઈ આવ્યા ઘરે.......
એ પછી આકાશ ઘણી રીતે તક શોધતો રહ્યો કે સ્વીટીના મૃત્યુની વાત કહે પણ કંઈ તક જ ન મળી હવે કેસ ચાલુ થવાને માંડ અઠવાડીયુ હતુ હજુ ધરતીને કંઈ જે ખબર ન હતી કે ધરતીનું સ્ટેટમેન્ટ લીધેલું ન હતુ આકાશ મનોમન બહું ડરતો હતો મનમાં ઈશ્વરને કહેતો કે કંઈક રસ્તો કાઢો કે જેથી તે ધરમસંકટ ટળી જાય, અને બન્યુ પણ એવું જ ઘરની સાફસફાઈમાં ધરતીના હાથમાં સ્વીટીની ફાઈલ આવી ગઈ હાથમાં એની આંખો ફાટી ગઈ એના પગ નીચેથી ધરતી સરકી ગઈ...
*****
આકાશ સાંજે ઘરે આવ્યો, ઘરનું વાતાવરણ કંઈક અલગ જ હતું ઘરની તમામ લાઈટસ ઓફ હતી, સિવાય નાઈટ લેમ્પ મેઇન રૂમમાં એસી પણ બંધ હતુ અને ઘરમાં સન્નાટો હતો, રોજ એ સાંજે દરવાજો ખોલે એટલે ઘરમાં મ્યુઝીક વાગતું હોય કાં ટીવી ચાલુ હોય, એનો દરવાજો ખોલતા જ ધરતી આવી જાય આજે આમાંનું કંઈ જ ન હતુ, એના બેડરૂમની લાઈટ પણ બંધ હતી, એને આશ્ચર્ય થયુ અને બીક પણ લાગી, એણે બુમ મારી, “ધરતી........ ધરતી....”
પણ સામે કંઈ જ જવાબ ન મળ્યો, એ લગભગ દોડીને બેડરૂમમાં ગયો, એણે લાઈટ ચાલુ કરી, ધરતીની આંખો રડી રડીને લાલઘુમ થઈ ગઈ હતી, એ બેડમાં સુતી સુતી ચોધાર આંસુએ રડતી હતી, બાજુમાં સ્વીટીનો ફોટો અને કેસ પેપર પડ્યો હતો આકાશ આખી વાત સમજી ગયો એ ફાઈલ સ્વીટીની હતી,
“ધરતી,....... ધરતી, શું થયું? કેમ રડે છે? “
“ખબરદાર જો.. મને...યુ આર લાયર, યુ આર ચીટર,, “લગભગ રડી પડી એ.. એટલુ બોલતા જ,
“થયું શું છે ? એ કહીશ...”
“આ શું છે? તુ હત્યારો છે મારી દીકરીનો મારો,.......”
“પ્લીઝ, પહેલા તું શાંત થા, રડવાનું બંધ કર યાર, પ્લીઝ, બેસ,....” એ ધરતીની નજીક જઈ આંસુ લુછવાનો પ્રયત્ન કર્યો તો, ધરતીએ એને હડસેલો માર્યો, “ખબરદાર, જો મારી નજીક આવ્યો છો તો, તે જ સ્વીટીને મારી છે, જેથી હું તારી પાસે આવી જાઉં, અને તારી થઈ જાઉ, તુ હત્યારો છો, તને હું નહિ મારુ શરીર જોઈએ છે..... પહેલેથી જ........ ચલ જા અહીંથી ......” એણે ગ્લાસનો છુટ્ટો ઘા કર્યો,
“ધરતી, પ્લીઝ તું શાંત થા.....યાર,”
“ધરતી પ્લીઝ બેસ........” આકાશ સહેજ ખસી જતા ગ્લાસ વાગ્યો નહીં, ધરતી બહું જ ગુસ્સામાં હતી, એ બહું જ જેમ તેમ બોલતી હતી, આકાશને ત્યાંથી જતા રહેવું જ મુનાસીબ માન્યુ એ લાઈટ બંધ કરી એણે ધરતીને કહ્યું.
“તને એવું લાગે છે ને કે હું જ હત્યારો છું ઓકે તો હું જાઉ છું પણ પ્લીઝ તું શાંત થા”,
“તુ જા અહીં થી હું તારો ચહેરો જોવા પણ નથી માંગતી જા..... તારામાં અને મારા પતિમાં કંઈ ફેર નથ સાલા, શરીરના ભુખ્યા છો તમે......”
“ઓકે પ્લીઝ શાંત થા, સ્વીટી તારી નહીં પણ મારી પણ.....”
“ચુપ રહે એનું નામ પણ ન લેતો જા અહીંથી.....”
આકાશે લાઈટ અને દરવાજો બંને બંધ કરી દીધા,અને ડૉ.ને ફોન કર્યો ,અને બધી વાત કરી, “ડૉ.એ કહ્યું ડોન્ટ વરી હું આવું છું”
એ થોડી વારમાં ઘરે પહોંચ્યા અને ધરતી સાથે થોડીવાર વાતચીત કરીને એને ઘેનનું ઈન્જેક્સન આપી દીધુ,
“આકાશભાઈ ડોન્ટ વરી હવે એ સુઈ જશે કાલે એ બહું મોડી ઉઠશે, એ ઉઠસે એ વખતે હું જ એની જોડે હોઈશ, સો ડોન્ટ વરી..... હા એને આઘાત બહું જ લાગ્યો છે માનસિક અસર પણ બહું જ થઈ છે”,
“એને કંઈ થશે નહીં ને.... ?” આકાશનો અવાજ રડમસ થઈ ગ્યો,
“ના, હું એને કંઈ નહિ થવા દઉ, ડોન્ટ વરી, અને જે થયું એ સારુ થયુ છે.”
“હા પણ, જો એ આઘાતમાંથી બહાર નહીં આવે તો... ?”
“આવી જશે, તમે છો હું છું આપણા પ્રયત્નોથી એ આવી જશે, હા પણ તમારે થોડી હિંમત રાખવી પડશે હું એમની જોડે કાલે વાત કરીશ. હા મને ઈન્સપેક્ટર મિશ્રા સાહેબનો નંબર આપજો મને એ મદદરૂપ થશે,.....”
“હું એમની જોડે વાત કરાવું હમણા... ?”
“હા, સ્યોર કેમ નહિ....”
આકાશે મિશ્રા સાહેબને ફોન જોડ્યો અને આખી વાત કરી, ડૉ. એ વાત કરી અને ધરતીને આઘાતમાંથી બહાર લાવવામાં મદદ માંગી, એમણે મદદની ખાતરી આપી,
“આકાશભાઈ હવે તમે નિશ્ચિંત થઈ સુઈ જાવ વિજય તમારા પ્રેમનો જ થશે....”
આકાશ આશ્ચર્ય સાથે જોઈ રહ્યો, ડૉ સામે એણે કદી કીધુ ન હતુ કે એ ધરતીને પ્રેમ કરે છે.
“ડોન્ટ વરી તમારી આંખો અને તમારી કાળજી અને ચિંતા તમારો પ્રેમ પ્રગટ કરે છે આકાશભાઈ એમાં શરમાવા કે છુપાવવા કે હેરાન થવા જેવું કંઈ જ નથી,....”
“ડૉ. પ્લીઝ હું ધરતી સારી થઈ જાય અને એના ગુનેગારોને સજા મળે એમ જ ઈચ્છુ છું બસ....”
“એ બધુ જ થશે ડોન્ટ વરી હવે સુઈ જાવ...”
“ઓકે હા , તમને મુકી જાવ ? રાત બહું થઈ ગઈ છે.”
“નો, હું જતી રહીશ મારે ક્યા દૂર જવું છે....”
“ઓકે સોરી...”
“આ.... હા.... સોરી પારકા માટે હોય હું પારકી નથી ઓકે....”
“ઓકે....”
ડૉ જતા રહ્યા, આકાશ ધીમે રહી બેડરૂમમાં ગયો એણે ફાઈલ સંતાડી અને બધુ વ્યવસ્થિત કર્યુ, એ ધરતીને ઘડીક નીરખી રહ્યો, એની આંખમાંથી આંસું નીકળી આવ્યા,.....
એ ચુપચાપ બહાર આવી સોફા પર જ સુઈ ગયો, બીજા દિવસે સોનાબેન સવારે આવ્યા ત્યારે સોનાબેનને બધી વાત કરી સોનાબેને કહ્યું,
“આકાશભાઈ ચિંતા ન કરો બેનને કંઈ નહીં થાય જે થયું એ સારુ થયું છે... તમે શાંતીથી ઓફિસ જાવ,.....”
“ઓકે....હા મને ફોન કરતા રેહજો અને આજે પ્લીઝ આખો દિવસ અહી જ રેહજો પ્લીઝ ”આકાશ ના અવાજ માં આજીજી હતી.
“ આકાશભાઈ તમે ચિંતા કર્યા વગર શાંતિથી ઓફીસ જાવ ..”
“ ઓકે “
આકાશ ઓફિસમાં ટેન્શનમાં નીકળ્યો....
*****
આ બાજુ ડૉ. અર્ચના ઘરે આવ્યા, ધરતી ભાનમાં આવી ગઈ હતી, સોનાબેને એમને ચા-પાણી નાસ્તો આપ્યો, એમણે ખાલી ચા જ પીધી,
“ધરતીબેન કેમ છો?”
“ડૉ.....” ધરતી એમને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી....
“પ્લીઝ, શાંત થાવ ધરતીબેન જે થવાનું હતું એ થઈ ગયું....”
“પણ આકાશે જ મારાથી આ વાત છુપાવી... મને એનું બહું જ દુખ છે.... ફરી રડી પડી,”
“આકાશભાઈ એ જે કર્યુ તમારી જીંદગી બચાવવા કર્યુ છે, મને પણ ખબર છે કે તમારી દીકરી આ દુનિયામાં નથી, મે અને તમારા સર્જને જ આ વાત કરી હતી કે તમને આ વાત ન કરવી,....”
“પણ.....”
“મારી વાત સાંભળો,.....” ડૉ. એ બધી વાત કરી, કેમ કરીને આકાશભાઈએ એમને શોધ્યા, અહીં લાવ્યા, સારા કર્યા બધી જ વાત, સ્વીટીની પણ વાત કરી,...
“હવે આટલું સાંભળ્યા પછી પણ તમને એવું લાગે છે કે આકાશભાઈ તમારા ગુનેગાર છે... ?”
“ના ડૉ......”
“બસ તો હવે રીલેક્સ થાવ અને જે માણસે તમારી અને સ્વીટીની જોડે જે કર્યુ છે એનો જવાબ આપવા તૈયાર થાવ મન મક્કમ કરો...”
“ઓકે, ડોક્ટર....”
“હા હવે હું જાઉ છુ, હા સાંજે પાછી આવીશ ત્યાં સુધી પ્લીઝ રીલેક્સ,...”
“ઓકે....” એમ કહીને ડો.અર્ચના નીકળ્યા.
“હા હવે જમી લો થોડું ચાલો...” સોનાબેને ડીસ મુકતા કહ્યું એમણે ટીવી ચાલુ કરી
“સોનાબેન એક વાત પૂછું..... ?”
“હા પૂછોને બહેન....”
“તમને કેટલો સમય થયો અહીં?.....”
“મને.... મને પોતાને યાદ નથી આકાશભાઈ આવ્યા એ દિવસથી કામ કરુ છું, કેમ?”
“બસ એમ જ.....”
“કેમ આકાશભાઈ સાહેબ પર કંઈ શંકા છે? અરે બેનબા, તમે તો ઠીક હું અહીંયા એકલી જ આવું છુ હું ઘણા ઘરમાં કામ કરુ છું ઘણા પુરુષો ખરાબ નજર નાખે છે, ફાયદો ઉઠાવે અથવા ફાયદો લેવાનો પ્રયત્ન કરે પણ આકાશભાઈ ભગવાનના માણસ છે, મને ઘણીવાર પૈસાની તકલીફ પડી છે કે ઘરમાં કોઈ બીમાર છે છોકરાની સ્કુલની ફી હોય સરે મારા બંને છોકરાનો ભણાવવાનો ખર્ચો પણ એ જ આપે છે તમને ખબર છે હું નવી નવી આવી હતી કામ કરવા, હું મારા સસરાની બીમારીના કારણે બહુ ચિંતામાં રહેતી , મારા પતિ એકલા કમાતાને હું બે ઘરના કામ કરતી એમાં કંઈ વળતુ નહિ, બે ત્રણ વાર સાહેબે પૂછ્યું કે સોનાબેન કંઈ ચિંતામાં છો? મેં ના પાડેલી, હું વરસોથી એક ઘરે કામ કરતી, એમની જોડે પૈસા માંગ્યા, તો એ માણસે ગંદી માંગણી કરી, મે એ ઘરે કામ છોડી દીધેલુ, હું અહીં જ કામ કરતી એ પણ ઘર સાફસફાઈ અને કપડાં બસ ખાલી રૂ. 300/- માં તો આકાશભાઈ બે ત્રણ દિવસ પૂછ્યુ, મને એમ કે આ પણ એમાંના જ હશે, પણ પછી ચિંતા વધી ગઈ તો એક દિવસ મેં રડીને વાત કરી તો, મારા સસરાને દવાખાને પહોંચાડ્યા મારી બધી ચિંતા દૂર કરી, બેન મેં ઘણા ઘર અને ઘરના જોયાં છે આકાશભાઈ જેવા નહિ, એમણે કદી મને તુકારે નથી બોલાવી કે મને ખરાબ નજરે નથી જોઈ, અરે , એ મારી સામે સિગાર પણ ન પીએ, જો પીધી હોય તો હું આવું તો ફેંકી દે એટલું માન મારુ રાખે છે તો બેન તમારે એમની જોડે રહેવામાં ડરવાનું કે બીજી કોઈ ચિંતા રાખવાની હોય બસ એમના પર ભરોસો રાખવાનો હોય....”
ધરતી ઘડીક સાંભળતી જ રહી,
“તમને ખબર છે તમને તાવ હોય ત્યારે એ રાતોની રાત જાગતા હોય છે, પછી ભલેને ઓફિસમાં ગમે તે થયું હોય... ખરેખર તમારે તો ભગવાનનો આભાર જ માનવો રહ્યો કે આકાશભાઈ તમને મળ્યા છે.”
સાંજે ડૉ. ફરી આવ્યા, અને સોનાબેન જમવાનું બનાવીને ગયા હતા, અને એમને જમાડીને ગયા, આકાશ આવીને એને સુતી જોઈ એ જગાડવાની એને જોવાની હિંમત કરી શક્યો નહિ, ધરતી જાગતી હતી, આકાશે, રૂમનો દરવાજો ખોલીને ફરી બંધ કર્યો, ધરતી ને હતુ કે આકાશ અંદર આવશે પણ એ અંદર આવ્યો નહિ, એ અંદર આવવાની હિંમત કરી શક્યો નહિ,
એ રૂમમાં જતો રહ્યો, એને એના શેરબજારનું સંભાળતા નિતેશભાઈનો ફોન આવ્યો,
“હા નિતેશભાઈ, શું થયું કંઈ સારા સમાચાર....?”
“ના આકાશભાઈ મારા પોતાના વીસ ગયા છે તમારા પાંચ ગયા છે સોરી આજે અણધાર્યુ એવું થયું કે કંઈ ખબર જ ન પડી, સોરી...”
“કંઈ વાંધો નહિ નિતેશભાઈ પાંચ તમારે બીજા જોઈતા હોય તો હું આપીશ....?”
“ના ફક્ત ચાર આપો જો થાય તો તમારું ને મારું બંનેનું સેટીંગ થઈ જાય આશા રાખુ કે કાલે માર્કેટ સારુ રહે...”
“બે દિવસથી તો 15 ની ખોટ મને ગઈ છે... ખબર નહીં હજુ કેટલી જશે...”
“આકાશભાઈ ફક્ત આશા જ રાખવી રહી.”
“હા એ તો છે”
આકાશે ફોન મુકી દીધો
આ બાજુ ધરતી હળવેકથી ઊઠી અને જેવી રૂમમાં જ્યાં ગઈ એણે આ આખી વાત સાંભળી આટલા બધા રૂપિયા શેરબજારમાં ગયા, એણે બપોરે જ ટીવી પર સાંભળ્યુ હતુ કે” શેરમાર્કેટમાં સપાટો બોલ્યો હતો, શેરમાર્કેટ તુટી ગયું હતુ, આજે.”
એણે બારણા પર ખટખટાવ્યુ, “આકાશ જમવાનું કાઢયુ છે જમી લો....”
“અરે હા આવ્યો,...” એમ કહીને બહાર આવ્યો
“તારે – તમારે નથી જમવાનું... ?”
“મેં જમી લીધુ છે....”
“ઓકે, તમે જમીને આરામ કરો... હું જમી લઈશ આમ પણ ડૉ. તમને આરામ કરવાનું કહ્યું છે...”
“હું બેસુ તો કંઈ વાંધો.... ?”
“ના, પણ...”
“કંઈ વાંધો હોય તો હું જાઉ.....” એમ કહીને એ ઉભી થવા ગઈ એટલામાં આકાશે હાથ પકડીને બેસાડી.
“અરે ના યાર પ્લીઝ બેસને .. તમારી તબિયત સારી નથી એટલે કહું છું. ડૉ તમને આરામ કરવાનું કહ્યું છે....”
“મને કંઈ નથી થયું ઓકે,” એણે જમવાનું પીરસ્યુ અને આકાશની જોડેના ખુરશી પર બેસી ગઈ, હજુ સુધી એણે ગુસ્સામાં વાત કરી હતી, આ બાજુ આકાશ ટેન્શનના કારણે કંઈ બોલવાના મુડમાં નહોતો.
“એટલામાં એનો ફોન રણક્યો ,”
“બેસો તમે હું જોઉં છું, કોણ છે...”
“પણ.....?”
“ઈંટસ ઓકે, અને એકવાર કહ્યું ને કે હું જોઉં છુ, ચુપચાપ જમી લો....” કૃત્રિમ રોષમાં કહ્યું. એ થોડીવાર માં પાછી આવી,
“શું થયું ? કોનો ફોન હતો....? ”
“તમારી સેક્રેટરીનો ફોન હતો મેં કહી દીધુ કે તમે જમીને કરો છો...”
“તમને કઈ રીતે ખબર પડી કે એ તૃષા જ છે.... ?”
“એનો અવાજ સાંભળીને, હું એટલી બધી પાંગળી નથી કે કોઈનો અવાજ સાંભળીને મને ખબર ન પડે.. ઓકે...”
“હા સોરી....”
થોડીવાર બંને વચ્ચે મૌન છવાઈ ગયું, આકાશ જમીને ઊભો થયો, અને ધરતીએ બધી સાફ સફાઈ કરી, આ બાજુ આકાશે ફોન જોડ્યો,
“બોલો, મેડમ શું કામ હતું ?”
“સોરી સર, આજે જે કંઈ પણ થયુ એ બદલ મેડમે મને...”
“ઈટસ ઓકે મને ખબર છે પૂરી વાતની તારે સોરી કહેવાની કંઈ જ જરૂર નથી, ઓકે...”
“પણ મારે કારણે તમને ખોટેખોટું સાભળવું પડ્યુ અને ઉપરથી...”
”ઈટ્સ ઓકે, ફાઈન, યાર ચાલ્યા કરે એવું બધુ તો...”
“હા સરે મને નીતીશભાઈનો ફોન હતો, હું ત્યાં જઈ આવી, અને તમને ટોટલ લોસ 20 નો થયો છે. સર હાલ માં બધુ બંધ રાખો. સમય સારો નથી.....”
“હા હું પણ એ જ વિચારું છું, અરે હા સાંભળ, કાલે વિજયને પાંચની કંઈક જરૂર છે એને ટ્રાન્સફર કરી દેજે ને, સમય મળશે?”
“હા કેમ નહીં ? મળશે જ ને.....”
“સર એ એકાઉન્ટમાં પણ ગોટાળા થયા હોય એમ લાગે છે કાલે બેલેન્શશીટ કઢાવવી પડશે...”
“હું બપોરે જોઈ લઈશ શું છે ? એ...”
“ઓકે સર ફરીથી...”
“ઈટ્સ ઓકે યાર”
“હા સર, મેડમ એવુ કહેતા હતા તમારૂ યુનિટ બંધ કરીને એને મર્જ કરી દેવું છે...”
“ભલે કરે યાર, એનો સમય છે મને ડીમોશન આપશે એ જ ને મને મંજૂર છે...”
“પણ સર, એમાં તમારો તો કંઈ વાંક છે નહિ, વગર વાંકે...? ”
“જે કરવું હોય કરે એ આઈ ડોન્ટ કેર તુ પણ ટેન્શન ન લે, ઓકે, હા કંઈ ખાસ હોય તો મને કહેજે હા પણ ત્યાં નહિ અહીં...”
“હા ખબર છે... કંઈ હશે તો ચાચાને ફોન કરીશ.....”
“ઓકે,,, ગુડ...”
“હા સર, કાલે કેસની તારીખ છે ભૂલતા નહિ...”
“અરે હા યાર, થેંક્સ”
“ગુડ નાઈટ”
“ગુડ નાઈટ”
આ બાજુ ધરતી ફોન પરની આકાશની વાતો સાંભળી ગઈ એને પાક્કી ખાતરી થઈ ગઈ કે આકાશ કંઈક મુશીબતમાં છે પણ એ કઈ મુસીબતમાં છે એનો અંદાજ ન આવ્યો,
આ બાજુ આકાશ હેરાન પરેશાન થઈ ગયો એકબાજુ છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજુ મોટુ નુક્શાન થયુ હતુ ઉપરથી ઓફિસમાં એની બોસ દ્વારા મેન્ટલી ટોર્ચરીંગ થતું હતુ. આ બાજુ ધરતીની કેસની બે સુનાવણી થઈ ગઈ હતી. છેલ્લી સુનાવણી હતી કે જેમાં ધરતીનું બયાન લેખીત કે મૌખિક રજુ કરવું જરૂરી હતુ, આમને આમ બીજા બે દિવસ નીકળી ગયા,
*****************************************************************************************************************************************************
એક વહેલી સવારે
આકાશ રોજ મુજબ ઉઠીને તૈયાર થતો હતો, ધરતી અને સોના કિચનમાં કાંમ કરતી હતી ધરતી ચા – નાસ્તો તૈયાર કરતી હતી એટલામાં વિજયનો ફોન આવ્યો, આકાશના હોશ કોશ ઉડી ગયા ફોન સાંભળીને,
“શું થયુ આકાશ..... ?” ધરતી આકાશને શૂન્યમનસ્ક બેસેલો જોઈને પૂછ્યુ,
“આકાશ શું થયું....?” ફરીવાર રીતસરનો ઢંઢોળ્યો,
“હા..... હા... ના... કંઈ નહીં... કેમ...”
“આકાશ શું થયું તમને.. ?”
“કંઈ નહીં....”
“આકાશ શું થયું અચાનક આમ ટેન્શનમાં કેમ આવી ગયા... ? તમારી તબિયત તો બરાબર છે ને...”
“એક મુસીબત છે....”
“શું થયું?”
“મમ્મી પપ્પા આવે છે એ કાશ્મીર ટુર પતાવીને આવી રહ્યા છે એકાદ કલાકમાં પહોંચી જશે, વિજયનો ફોન હતો, એ સીધા અહીં જ આવવાના છે.”
“ઓહ, માય ગોડ તો હવે... ?”
“હું એ જ વિચારું છું....”
“એક કામ કરુ હું વિજયભાઈના ત્યાં જતી રહું, પછી એ લોકો જતા રહે પછી આવી જઈશ.....”
“ના.......” બહું લાંબુ વિચાર્યા પછી આકાશે કહ્યું.
“તો પછી શું કરીશુ?”
“જો મમ્મી પપ્પા અહીં રહેશે તો તારા આ કેસમાં મને પ્રોબ્લેમ થશે, મારા પર કંઈ થાય તો હું સહન કરી લઈશ પણ મમ્મી પપ્પા, વિજયભાઈ ને ભાભી મારી દુખતી નસ છે એમને કંઈક થયુ તો આ લડાઈ હું નહીં લડી શકુ, મારે આ લડાઈ મારા ફ્રેન્ડ અને સ્વીટી માટે લડવી છે અને જીતવું છે તારા પર થયેલ એક એક જુલમનો હિસાબ લેવો છે એ માટે એ લોકોનું અહીંથી દૂર અને મારાથી દૂર રહવું જરૂરી છે...”
“પણ આકાશ, એ માટે એમનું દૂર રહેવું મને સમજાતુ નથી, પ્લીઝ મારી સાથે જે થવું હતુ થઈ ગયું મારી માટે, મારા કાલ માટે તુ તારી આજ કેમ બગાડે છે... ?”
“બસ મે તને પહેલા જ કહ્યું હતુ કે પહેલા તુ બોલી ને મે સાંભળ્યુ હતુ હવે હું બોલીશ હું કરીશ ને ફક્ત તુ મારા આદેશનું પાલન કરીશ,,,,”
“પણ આકાશ.......”
“પણ ને બણ, જો બે દિવસ પછી મારે તારા કેસ માટે જવાનું છે કોર્ટમાં અને આ વખતે તારા પતિ સિંગાપુરથી આવવાનો છે અને મારો કેસ મજબુત કરવો જરૂરી છે અને એના માણસોની નજર મારા પર છે એ ગમે તેમ કરીને મને હેરાન કરશે, જો મમ્મી-પપ્પા અહીં રહેશે તો એ એમને પણ હેરાન કરશે, એથી વિશેષ સારુ કે એ લોકો અહીંથી જતા રહે, લોકોને લાગે કે બાપ, દીકરા વચ્ચે કંઈ જ નથી બસ એવું જ વર્તન મારે કરવું છે....”
“એટલે તમે મારે લીધે તમારા.....”
“હા એમની જોડે બગાડીશ, હા તુ મમ્મી કે પપ્પા કે વિજયને કહીશ તો મારુ મરેલું મોં પણ નહિ જુએ....”
“આકાશ ................”
“બસ, મારા સમ છે હું જેમ કહું તેમ જ કરીશ તુ બસ....”
“પણ.....”
“બસ, ધેટ્સ માય ઓર્ડર....”
*****
આ બાજુ આકાશ રોજની જેમ તૈયાર થયો અને નાસ્તો કર્યા એટલામાં ડોરબેલ રણકી ધરતીની ધડકન વધી ગઈ, આકાશે એની સામે જોયુ “ધરતી છેલ્લી વાર કહું છુ યાદ રાખજે મને બોલીશ નહીં મારા સમ છે....”
જવાબમાં ધરતી નીચુ જોઈ ગઈ, આકાશ કી હોલમાથી જોઈ કન્ફર્મ કર્યુ કે એજ લોકો છેને પછી દરવાજો ખોલ્યો,
“કેમ આટલી બધી વાર લગાડીને તુ લેવા કેમ ન આવ્યો? તને ફોન તો કર્યો હતો ને? વિજયે, બિચારો એ બહાર હતો એટલે ન આવ્યો તુ પણ ન આવ્યો......” આકાશના પપ્પાએ અંદર આવતા પ્રશ્નોની રમઝટ બોલાવી, અંદર ધરતીને સાડીમાં ઉભેલી તેમજ સેથીમાં સિંદૂર પુરેલી જોઈને અચાનક એ ચમકી ગયા, એના મમ્પી પણ ચમકી ગયા,
“આ કોણ છે દીકરા,,,,” મમ્મીએ પૂછ્યુ
“તુ અંદર જા, રાધિકા ચલ...” આકાશે સત્તાવહી સુરમાં અવાજ કર્યો,
“આ, રાધિકા છે મારી પત્ની....”
“શુ? આ તારી.....” પાપાને 11 કેવીનો ઝટકો લાગ્યો હોય એમ બે ઘડીક અવાચક બની ગયા,
“એમાં આટલું ટેન્શન કેમ લો છે મને ગમ્યુ ને તમે છ મહિનાથી ટુરમાં હતા તો મે સિવિલ મેરેઝ કરી લીધા સિમ્પલ....”
“તે એકવાર પણ અમને પુછવુ કહેવુ જરૂરી ન લાગ્યું...”
“ના, એમાં શુ, પૂછવાનું.....? ”
“હા હું જાઉ છુ ઓફિસ જમવાનું તૈયાર છે જમી લેજો મમ્મી રાધિકાની તબિયત સારી નથી ડૉ. એ આરામનું કહ્યું છે તો એને આરામ કરવા દેજે હા દરવાજો બંધ રાખજો, આજુબાજુ વાળાને અંદર આવવા ન દઈશ ઓકે.... હું જાઉ છું ....” આકાશ એમ કહી નીકળી ગયો,
આ બધું આકાશના પપ્પાને તો અપમાન જેવું લાગ્યુ એ સુનમુન થઈને સોફા પર બેસી ગયા અને એના મમ્મી પણ....
ધરતી ચા – પાણી નાસ્તો લઈને આવી, “પપ્પા લો પાણી, મમ્મી....હા, હા બેટા મુક લઉં છુ...... “પપ્પા બે ઘડી એની સામે જોઈ રહ્યા,
“મમ્મી પપ્પા પ્લીઝ આકાશનું કહેવું ખોટુ ન લગાડશો પ્લીઝ, અમારા મેરેજને ઝાઝો ટાઈમ નથી થયો અને પ્લીઝ આકાશ તરફથી હું માફી માંગુ છું સોરી મમ્મી પ્લીઝ......”
“અરે એની માફી.... તે કંઈ નથી કહ્યું બેટા, તારા તરફથી કોઈ ફરિયાદ નથી....” પપ્પા બોલ્યા
“તું માફી ન માંગ બેસ અહીં ચલ....”
મમ્મી બોલ્યા “તુ એનાથી ખુશ તો છે ને ? એટલું કે” મમ્મી એ એના માથા પર હાથ ફેરવતા કહ્યું,
“હા, બહું જ એમણે જ તો મને મરતા મુખમાંથી બચાવી છે એ ન હોત તો હું જીવતી પણ ન હોત...”
“શું વાત કરે છે દીકરા.? ..”
“હા પપ્પા એટલે જ કહું છું એમની વાત નું ખોટુ ન લગાડશો એ ટેન્શનમાં છે એટલે “
“ઓકે...”
“હા તમારા બંને માટે ગરમ પાણી ગીઝરમાં તૈયાર છે તમે ચાલો અંદર એટલામાં હું જમવાનું પીરસી દઈશ, ચાલો ઉભા થાવ...”
“ઓકે, દીકરી ચલ...”
“પણ દીકરા આતો તારો ને આકાશનો રૂમ છે” પાપા બોલ્યા
“ના આજે તમે અહીં રહેશો આમ પણ આકાશના આવતા સુધી તો ટીવી જોઈને દિવસ કાઢુ છુ તમે આરામ કરો ... ચલો...”
“ઓકે....”
એ ફટાફટ રસોડામાં ગઈ, “બેનબા તમારે કંઈ કરવાનું નથી બધુ તૈયાર છે મે ડાઈનીંગ ટેબલ પર મુકી દીધુ છે તમે પણ બેસી જાવ ચલો”,
“પણ એમની જોડે.... ના મને શરમ આવે.....”
“એમા શેની શરમ ..... ચાલો....” બંને જણે જમવાનું કાઢી દીધુ એટલામાં મમ્મી પપ્પા બંને તૈયાર થઈને આવી ગયા હતા,
“બેટા, તુ પણ બેસી જા...”
“ના, તમે લોકો જમી લો હું પછી જમીશ...”
“બેનબા, તમે બેસી જાવ હું પીરસી દઈશ”
“હા બેટા તુ બેસી જા...” આકાશના મમ્મી બોલ્યા,
“પણ.....”
“પણ ન બણ તુ આકાશની જેમ જીદ્દી ન બન ચલ બેસી જા...” આકાશના પપ્પા બોલ્યા,
“ઓકે.....”
બધાએ ચુપચાપ શાંતિથી જમી લીધુ આકાશના મમ્મી પપ્પાના મગજમાં ઘણા બધા સવાલો હતા, પણ જમતા જમતા એમણે ચુપ રહેવામાં જ સાર માન્યો.
સાંજે આકાશે ફોન કર્યો એના મમ્મીએ જ ઉપાડ્યો
“બોલ દિકરા...”
“મમ્મી, મે ફોન એટલા માટે કર્યો કે હું અને રાધિકા એક પાર્ટીમાં જવાના છીએ તમે બન્ને તમારી રીતે જમી લેજો અને રાધિકાને કેજે કે એ આઠ વાગે તૈયાર રહે હું એને લેવા આવીશ...”
“હા...” કંઈ બીજુ બોલવા પહેલા ફોન સામે છેડેથી કપાઈ ગયો,
“શું થયું મમ્મીજી કોનો ફોન હતો... ?”
“હા..... હા બેટા, આકાશનો ફોન હતો...”એમને ઝટકો લાગ્યો હતો કે ફોન હાથમાં જ રહી ગયો એટલામાં રાધિકા અંદરથી આવી એણે મમ્મીના હાથમાં રીસીવર જોયુ એટલે થોડીક નવાઈ લાગી, એને અંદાજ આવતા વાર ન લાગી કે આકાશનું પરાક્રમ હશે.
“શું કીધુ એમણે.....? ”
“તમારે બંને એ કંઈક પાર્ટીમાં જવાનું છે તુ તૈયાર રહેજે 8 વાગે એ લેવા આવશે...”
“હું હમણા એને ફોન કરીને કઉ....”
“ના તુ તારે શાંતિથી જા દીકરી...” આકાશના પપ્પા બોલ્યા.
“પણ....”
“પણ ને બણ તુ મારી ચિંતા ન કર અમે બન્ને અમારુ બનાવી લઈશું અમારા હાથપગ હજુ ચાલે છે.....” આકાશના પપ્પા બોલ્યા...
“તુ જા શાંતિથી પાર્ટીમા જવાની તૈયારી કરજા.... આમ પણ 7 વાગી ગયા છે જા...” આકાશના મમ્મી બોલ્યા...
આ બાજુ રાઈટ 8 વાગે આકાશ આવી ગયો એ કોઈને કંઈજ બોલ્યો નહિ, સીધો રૂમમાં જઈને રાધિકાને લઈને નીકળી ગયો, રાધિકાને આકાશનું આ વર્તન સહેજે ન ગમ્યુ,
“આકાશ તમે આમ શુ કામ કરો છો?”
“મેં શું કર્યુ છે...... ?” આકાશે ગાડીને મેઈન રીંગ રોડ પરથી હાઈવે પર ટર્ન મારતા કહ્યું.
“એજ કે તમે જે વર્તન તમારા મમ્મી પપ્પા જોડે કરો છો એ....”
“હું જે કરુ છું એ બરાબર છે ઓકે...બાય ધ વે તુ આ બ્લુ સાડીમા બહું જ સુંદર લાગે છે....”
“આકાશ વાત ન ફેરવ...”
“હું ક્યાં વાત ફેરવું છું જસ્ટ કહું છું તુ એ બધુ મુક યાર પ્લીઝ.... પ્લીઝ..... મારી ખાતર એ બધુ”.
“પણ મને એ બધુ નથી સારુ લાગતુ યાર...”
“પણ પ્લીઝ યાર મારા સમ છે એ વાત વિષે કંઈ વિચાર્યુ છે પણ તો...”
“આકાસ .... સમ... નહિ આપ યાર...”
“પ્લીઝ.... મારા સમ છે તને....”
“ઓકે.... સોરી, પણ આપણે જઈએ છીએ ક્યાં? અને આ સાડી કોણે પસંદ કરી છે? તુ લાવ્યો ક્યારે આને..... ?”
“મારી પસંદગી છે બહું જ ડરતા ડરતા લીધી હતી બે દિવસ પહેલા પણ લાવ્યો કાલે અને આપણે શહેરથી દૂર “ મેગા પેલેસ “ માં જમવા જઈએ છીએ ઓકે...”
“કઈ ખુશીમાં જરા કહેશો...? અને મમ્મી પપ્પાને જોડે લીધા હોત તો કંઈ વાંધો હતો...? .”
“હા મે ત્યા આપણા બન્ને માટે સ્વીટ કેન્ડલ લાઈટ ડીનરની વ્યવસ્થા કરી છે”
“કઈ ખુશી માં.? .”
“બસ મારે તારી જોડે ડિનર લેવાની ઈચ્છા હતી એટલે...” એણે એક હાથ રાધિકાના હાથમાં હાથ મુકી દિધો,
બંને વચ્ચે ઘડીકભર મૌન છવાઈ ગયું એટલામાં ગાડી ભવ્ય હોટલના પાર્કિંગમાં પહોંચી આકાશે દરવાજો ખોલ્યો અને પહેલેથી રીઝર્વ ટેબલ તરફ આગળ વધ્યા ત્યાં સુંદર સજાવેલા ટેબલ પર આગળ આવ્યા, રાધિકા જોઈને ઘડિકભર આશ્ચર્યમાં ડુબી ગઈ,
“આકાશ, આની શી જરૂર હતી.... ?”
“પ્રથમ તો એ કે બે દિવસ પછી આપણો કેસ ચાલુ થશે, બીજુ કે ડૉ.નો રીપોર્ટ છે કે તું ટોટલી 90 ટકા ફિટ થઈ ગઈ છો, એટલે અને ખાસ મારે તારી જોડે ખાસ સમય વિતાવવો હતો એટલે આવું કરવું પડ્યુ એક્ચ્યુલી આ બધુ અઠવાડિયા પહેલાથી જ નક્કી હતુ રીયલી....”
“જુઠ્ઠો....”
“ખરેખર, ફરીવાર એક વાત કહું... નજીક આવ...”
“શુ છે... ?” એ આકાશ તરફ નમી,
“તું આ રીતે ખુલ્લા વાળ , આ સુંદર લાંબા ઈયરરીંગ્સ અને આ શણગાર રીયલી બહું જ સુંદર લાગે છે.”
“આકાશ............ “ એ શરમાઈ ગઈ.
“શું છે ? કેમ આટલા બધા વખાણ કરે છે.... ?”
“જે છે એ કહું છુ લે. ખોટુ થોડુ કહું છું ...” આકાશે રાધિકાનો હાથ હાથમાં લઈને બંગડીઓ રણકાવી, એ ઘડીકભર એની સામે જ જોઈ રહ્યો....
“આટલો બધો ઈમોશનલ કેમ છે... ? શું થયું છે?”
“ઈમોશનલ..... ? ના હું પૂરોપૂરો રોમેન્ટીક મૂડમાં છું અને તું ઈમોશનલ કહે છે. ?”
“સાહેબ તમે આખા જગતને મુરખ બનાવશો તમારી રાધિકાને નહીં ઓકે તમે રોમેન્ટીક કરતા વધારે ટેન્શનમાં છો.”
“એવું કંઈ નથી યાર....”
“કંઈ વાંધો નહીં મારી જાન જમી લો... ચાલો... ? બંનેએ શાંતિથી જમી લીધુ આકાશના ચહેરા ઉપરનું ટેન્શન એકદમ નજરમાં આવતુ હતુ, એ ધરતીએ નોંધ્યુ.
“બંને શાંતિથી જમીને થોડીક આડી અવળી વાતો કરી બિલ ચુકવી ને બહાર આવ્યા બંને ગાડીમાં બેઠા,”
“શું આકાશ શેનું ટેન્શન છે તમને... ?”
“મને મને કોઈ ટેન્શન નથી કેમ?...” આકાશે ગાડી પાર્કીંગમાંથી બહાર કાઢી હાઈવે પર લીધી...
“જુઠ્ઠુ નહિ બોલ.....”
“ખરેખર યાર.....”
“મારા માથા પર હાથ મુકીને બોલ કે કોઈ ટેન્શન નથી....”
“શું નાના છોકરા જેવું કરે છે”
“તો મુકને......”
“ધર્મ સંકટમાં કેમ નાખે છે.....?..”
“તો પછી બોલને શું ટેન્શન છે....”
“એક મિનિટ જરા હું ગાડી સેઈફ જગ્યાએ લઈ લઉ.......”
“ઓકે........” બંને વચ્ચે થોડીવાર માટે મૌન છવાઈ ગયું,
આકાશે ગાડી હાઈવે પર સીટીથી થોડે દૂર વ્યસ્ત છતા શાંત રસ્તાની સાઈડમાં ઊભી રાખી, બંને વચ્ચે ઘડીક મૌન છવાયેલું રહ્યુ.
“શું છે? આકાશ કેમ આટલો બધો ટેન્શનમાં છે? કંઈ થયું છે?”
“બસ કંઈ નહીં થોડુક ટેન્શન એ છે કે બે દિવસ પછી તારા કેસની સુનાવણી રોજે રોજ થનાર છે તારા પતિને કોર્ટમાં બે દિવસ પછી હાજર કરવાનો છે તારુ સ્ટેટમેન્ટ દાખલ કરવાનું છે મમ્મી પપ્પા અહીં છે........”
“આ બધી વાતનો મમ્મી પપ્પા જોડે શું રીલેશન છે. ?”
“છે જો આ કેસ હું મારી રીતે લડવા માંગુ છુ અને એક વાત સમજી લે કે આ કેસ અધરો છે તારા પતિને હું તો સમજી ગયો છું એ કેસ જીતવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે એટલે જેમ બને તેમ હું વિજય મમ્મી પપ્પા તમામને આ બધાથી દૂર રાખવા માંગુ છું જેથી સમય આવે એ બધાનો બેકઅપ તરીકે ઉપયોગ કરી શકું સમજી એટલે જ વિજયના ઘરે જવાનું બંધ કર્યું છે મમ્મી પપ્પા જોડે એટલે જ આવું વર્તન કરું છુ.સમજી....”
“આકાશ મારા કારણે તુ આ બધા જોડે રીલેશન બગાડતો હોય તો પ્લીઝ મારે નથી લડવો કોઈ કેસ પ્લીઝ....”
“તારુ તો ઠીક છે ચલ તારી જોડે જે થયુ તે તુ કુદરતનો ન્યાય માનીને સ્વીકારી લઈશ પણ બીચારી સ્વીટીનો શું વાંક હતો? મારા મિત્રનો શું વાંક હતો કે એને એટલી ક્રુરતાથી મોત મળ્યુ?”
“આકાશ તો શું મારી સાથે જે થયું છે એ શું સામાન્ય હતુ એમ માને છે? મે જે સહન કર્યુ છે એ મારુ મન જ જાણે છે કે મેં શું સહન કર્યુ છે....”
“તો પછી પ્લીઝ એકવાર મને કહે કે એ નાલાયકે શું કર્યુ છે પ્લીઝ... તને તારી સ્વીટીના સમ છે જો તુ ના કહે તો.... પ્લીઝ.....”
“એમાં એવું થયું કે હું પહેલીવાર એની જોડે ગઈ ત્યારે થોડો સમય વ્યવસ્થિત ચાલ્યુ પણ પછી એણે રંગ દેખાડવાનું શરૂં કર્યુ દારુ પીવો, દારૂની મહેફિલ ગોઠવવી, ઘરેથી દિવસો સુંધી બહાર રહેવું, એટલું જ નહી, પણ બીજી સ્ત્રીઓ જોડે સંબંધ રાખવા એ બધુ તો ચાલુ જ હતુ એટલે હું કંટાળીને પાછી આવી ગઈ...”
“પણ તુ રહી જ કેમ એની જોડે.....?”
“એટલા માટે કે શરૂઆતમાં જ્યારે પણ એ ભૂલ કરતો ત્યારે એ મારી ને સ્વીટીની માફી માંગી લેતો એ સ્વીટીને બહું વહાલ કરતો અને સ્વીટીના કારણે હું દર વખતે રોકાઈ જતી પણ એની બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોની મને ગંધ આવી એટલે હું ત્યાંથી આવી પાછી...”
“ઓકે, તો પછી તને જબરજસ્તી લેવા આવવા પાછળનું કંઈ કારણ....”
“એનું કારણ સ્વીટી હતી કેમકે એણે એક અવાવરૂ ઉજ્જડ જગ્યા સ્વીટીના નામે કરી હતી, અચાનક એક સરકારના પ્રોજેક્ટના કારણે એના ભાવ આસમાને પહોંચ્યા એટલે મારી ને સ્વીટીની સહમતી વગર એ જગ્યા વેચી ન શકે ઉપરાંત સ્વીટી એ એને એના એક સાગરીતનું ખુન કરતા જોયો હતો...”
“સ્વીટી એ ..... ક્યારે ક્યાં....... ?”
“તને યાદ છે તું છેલ્લીવાર આવ્યો ત્યારે મે તને સોગન આપ્યા હતા કે તુ ઘરે હું કહું ત્યા સુધી ન આવતો હું મુશ્કેલીમાં છુ....”
“હા, એ પછી હું આવ્યો જ નહિ...”
“હા બસ એ જ વખતે હું સ્વીટી બંને પાછા આવીને શાંતિથી રહેતા હતા ત્યારે અચાનક સ્વીટીએ જીદ પકડી કે એને ફરવા જવું છે હું એને લઈને બે દિવસ માટે ફરવા ગઈ ત્યાં એક પિકનીક પોઈંટ પર સવારના સુમારે છ વાગે ઉજ્જડ જગ્યા પર એ અજય અને એના માણસો એક માણસને ગાડી માં સળગાવી દીધો આ દ્રશ્ય જોનાર હું અને સ્વીટી જ છીએ, ત્યારથી એ અને એના માણસો મારી પાછળ પડી ગયા, હું એના હાથમાં ન આવી એટલે હું જ્યાં રહેતી હતી ત્યાં મને ચારિત્ર્યહીન સાબીત કરવાનો પ્રયાસ કર્યો એમાં એ સફળ પણ રહ્યો....”
“એટલે જ જ્યારે હું તને શોધવા તારા ફ્લેટમાં એપાર્ટમેન્ટમાં ગયો તો એ લોકો એ સરખો જવાબ ન આપ્યો....”
“હા એટલે જ તો એ એપાર્ટમેન્ટ છોડ્યુ હતુ એ પછી મને રંજનનગર સોસાયટીમાંથી ઉપાડી ગયો, એ ઉપાડીને સૌપ્રથમ મુંબઈ લઈ ગયો, ત્યાં પ્રથમ તો પ્રેમથી રાખવાનો પ્રયાસ કર્યો થોડો સમય અને હું રહી પણ ખરા એણે મારાને સ્વીટીના જુઠ્ઠા સમ ખાધા ને એવો ઢોંગ કર્યો કે એની જાળમાં ફસાઈ ગઈ એણે એવો ઢોંગ કર્યો કે જાણે બીઝનેશમાં ખોટ ગઈ છે એને તકલીફ છે એવું કહીને પહેલાતો મારાને સ્વીટીના નામે જે હતું એ તમામ પોતાના નામે કરી લીધુ, એટલું જ નહિ મને લઈને સ્વિટઝરલેન્ડ, સીંગાપુર ફરી આવ્યો, સેકન્ડ હનીમુન માટે, એ નાલાયકે અમારા બંનેના શારીરીક સંબંધોનો વીડીયો શુટ કર્યો,”
“મે પ્રથમવાર એના મો પર થુંકીને આવી હતી એનો બદલો લીધો મેં એની જોડે સર્વસ્વ બીજીવાર સોંપી દીધુ એ તમામ ચાર મહિનાના એને શુટીંગ કર્યુ સેક્સ ક્લીપ્સ બનાવી....”
“તને એ વાતની ખબર જ્યારે પડી એ ચિટીંગ કરે છે.... ?”
“ત્યારે કે મે એક દિવસ એના એક મિત્ર ઘરે આવ્યો હતો એના લક્ષણો મને સારા ન લાગ્યા, એનુ મારા તરફ એ જે રીતે જોતો હતો એ મને જરાયે સારુ ન લાગ્યુ, પણ એ અજય જોડે થોડીક વાતો મારા કાને આવી, કોઈક વિડીયો ક્લીપ્સની વાતો હતી, મને એ દિવસે શંકા ગઈ કે કોઈકની વિડીયો ક્લીપ્સ ઉતરે છે એ દિવસ પછી મે થોડીક વોચ રાખી મારા બેડરૂમમાં તપાસ કરી તો મારી આંખો ફાટી ગઈ મને એ શારીરીક સંબંધો માટે બીજા બેડરૂમમાં જ લઈ જતો એ રૂમ સામાન્ય દિવસોમાં બંધ રહેતો હતો, મારા બાથરૂમમાં એ સ્નાન ન કરે, એ દિવસ પછી આ બધુ નિરીક્ષણ કર્યુ મે પછી તમામ રૂમ બાથરૂમની તપાસ કરી બધેથી છુપા કેમેરા માઈક્રોફોન્સ મળ્યા, એ પછી મેં અજયને એ વિશે પૂછ્યુ તો એણે નફ્ફટાઈથી કીધુ કે હું તારી વિડીયો ક્લીપ્સ ઉતારુ છુ તારી નગ્ન ફોટા પાડુ છુ, મેં તારા ફોટાનું આખુ કલેક્શન ભેગુ કર્યુ છે....”
“કેમ મે તારુ શું બગાડ્યુ છે.? .”
“તે મારુ કંઈ બગાડ્યુ નથી બગાડી શકીશ પણ નહિ જસ્ટ ફોર એન્જોય હા મારે બે પ્રોજેક્ટસ જોઈએ છે એના માટે બે ઓફિસર આવશે પાર્ટી કરવા આજે રાત્રે તારે એમને ખુશ કરવાના છે ગમે તેમ કરીને એના પર એની સાઈન લેવાની છે.”
“હું એમાંનું કંઈ નહિ કરું..... હું રૂમ બંધ કરીને જતી રહી, આજે એના બે માણસો આવ્યા એમણે ચિકાર દારુ પિધો, પછી એણે એમણે મારા રૂમમાં ધકેલી દીધા, મેં વિરોધ કર્યો તો એણે કીધુ કે તારા તમામ વિડીયો ઈન્ટરનેટ પર મુકીને બજારમાં મુકી દઈશ એટલુ જ નહીં મને કોલગર્લ બનાવીને પોસ્ટર છાપવાની ધમકી આપી અને ખાસ તો સ્વીટીને મારી નાખવાની ધમકી આપી, મારે મારી જાત ઉપર રેપ થવા દેવો પડ્યો.... એ પછી આ રોજની ઘટનાક્રમ બની ગઈ, એ એના માણસો મારી જયાફત ઉડાડતા મિજબાની માણતા મારી..... એ પછી એક દિવસ થોડી હિંમત ભેગી કરીને એનો વિશ્વાસ કેળવી એના જ માણસનો સહારો લઈને ઈન્દોર ભાગી ગઈ, સ્વીટીને લઈને ત્યાંથી દીલ્લી, ચેન્નાઈ, બેંગલોર ભાગતી રહી, એના જે માણસને મેં ફોડ્યો હતો, પૈસા અને લાલચ આપીને એની એને ગંધ આવી ગઈ અજયે એને મારી નાખ્યો, પણ ત્યાં સુધી મેં તેના તમામ કાળા કામો સ્મગલીંગ, દેહવ્યાપાર, દાણચોરી, દારુનો વેપાર, ડ્રગ્સ તમામની માહિતી મેળવી લીધી હતી, એના તમામ પુરાવા, તમારા મિત્રને મારા ભાઈને મોકલી આપ્યા હતા, એણે એ તમામ પુરાવા એક લોકર્સમાં હજુ પણ સેફ રાખ્યા છે. પણ એક દિવસ એના માણસોને ખબર પડી ગઈ કે હું ગુજરાત જાઉં છું બેંગલોરથી ત્યારે મને એમણે ટ્રેનમાંથી આંતરી લીઘી. મને ઉપાડીને લઈ ગયા,, હાઈવે પર એક ચોબારી કરીને ગામ છે બોર્ડર પર ત્યાં સ્વીટી ને મને રાખી, મને સિગારના ડામ આપ્યા, માર માર્યો અને પૂરાવા આપી દેવા ઘણી ધાક ધમકી લાલચો આપી, પછી એક દિવસ જમ્યા પછી એનો માણસ મને બાંધવાનું ભુલી ગયો, રૂમ બંધ કર્યો ખરો પણ મારા હાથ ખુલ્લા હતા, મેં સ્વીટીને એક નાનકડી બારીમાંથી ભગાડી તારો નંબર તથા સરનામાં વાળો કાગળ લખીને મેં એને ભગાડી દીધી, એના થોડા ટાઈમ પછી હું પણ ભાગી પણ બીજી દિશામાં ત્યાં મારુ એક્સિડેન્ટ થયું અજયના માણસોને લાગ્યુ કે હું મરી ગઈ છું.....”
“તે આટલુ સહન કર્યુ એકવાર પણ એવો વિચાર ન આવ્યો કે મને ફોન કરું...? ”.
“હા આવ્યો હતો ને પણ પછી થયું કે તને ફોન કરીને શું કહું? તું પહેલેથી જ આટલો પરેશાન હેરાન છે તને વધારે હેરાન કરવા નથી માંગતી....”
“સરસ પોતે જાતે સહન કર્યે રાખ્યુ કેમ”
“હા પણ તને કહીને પણ શું કરું ? તું જ કહે એ માણસ એટલો ખતરનાક છે કે ખુન કરવું એના માટે રમત રમવા જેવું છે યાર........ એ બહું જ ખતરનાક છે આકાશ બહું જ.... “ ધરતી રડવા માંડી.
“હવે એ રાક્ષસનો અંત થશે જ એને તમામ પાપોની સજા મળશે બસ હવેથી તારી આંખમાં કોઈ આંસુ નહીં વહે તારી સાથે થયેલા તમામ અન્યાયનો બદલો લઈશ હું..... હવે જો મારો કમાલ...... બસ મને વચન આપ કે આ વાત તુ અદાલતને લિખિત અને મૌખીકમાં કહીશ.......”
“હા, સ્યોર,,,,,, આકાશ મને બીક લાગે છે ઘરે જઈશું....”
“હા સ્યોર......”
પછી બંને ગાડીમાં બેઠા અને ઘેર જવા નીકળ્યા રસ્તામાં બંને વચ્ચે થોડી ઘણી વાતો થઈ પછી બંને ઘરે આવ્યા, “આકાશ સાંજના જ્યાં સુધી મમ્મી પપ્પા છે ત્યાં સુધી....”
“હા ત્યાં સુધી હું તારા રૂમમાં સુઈ જઈશ પણ ડોન્ટ વરી બે ત્રણ દિવસનો જ ટાઈમ છે પછી....”
“તુ મારી જોડે સુઈશ એમાં મને કંઈ વાંધો નથી, વાંધો એ છે કે તમારી કોઈ હરકતથી મમ્મી પપ્પાને ખબર પડી ગઈ તો........ ?”
“કેમ આવું વિચારે છે..... ? ક્યાંક તે એમને કંઈ કીધુ નથી ને........... ?”
“ના રે ના હવે તમે શુ મને ગાંડી ગણો છો? “
“ મારાથી એમ થોડુ કહેવાય છે....”
“એટલે..??...”
“કંઈ નહીં... ચલ હવે લિફ્ટ આવી ગઈ છે. “ બંને હસી પડ્યા...
આકાશે બેલ મારી એના મમ્મી એ દરવાજો ખોલ્યો આકાશ સીધો રૂમમાં જતો રહ્યો, વળી રાધિકા વાતે વળગી મમ્મીને . તો આકાશે એને બોલાવી લીધી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો, આ બાજુ આકાશે નીચે પોતાની પથારી તૈયાર કરી દીધી હતી, પણ, ધરતી એની પાસે આવી , બેઠી એની પથારી પર,
“તુ શું અહીં આવી... ? ચલ હવે સુઈ જા... ચલ અને હા દવા લીધી? અને જા ચેન્જ કરીને ફ્રેશ થઈ જા..... ચલ.....”
“આકાશ મને બીક લાગે છે પ્લીઝ મારી જોડે બેસને થોડીવાર પ્લીઝ.. પ્લીઝ...... “એણે આકાશનો હાથ પકડી લીધો.
“કેમ? કંઈ.....??.” આકાશ અટકી ગયો એની આંખમાં ડર સ્પષ્ટ લેખાતો હતો.... “સારુ ચલ..... ચલ ઊભી થા......” એણે એને ઊભી કરી પલંગ પર બેસાડી,
“ચલ સુઈ જા........”
આકાશે મેઈન લાઈટ બંધ કરી નાઈટ લેમ્પ ચાલુ કર્યો, અને ધરતીની બાજુમાં આવીને બેઠો,
“કેમ રડે છે..... ?” આકાશે ધરતી ધીમી આહે રડતી હતી હીબકા ભરતી હતી આકાશના આ શબ્દો સાંભળી આકાશને વળગીને રડી પડી ધ્રુસકે ધ્રુસકે
“બસ શાંત થઈ જા.........” આકાશ ધરતીને ભેટેલી જોઈને ઘડીક મુંઝાઈ ગયો એ નાના બાળકની જેમ વળગીને રડતી હતી આકાશે પછી હળવેકથી એના ખભે હાથ મુક્યો અને માથા પર હાથ ફેરવી શાંત પાડવાની વાત કરી, છેવટે એને રડવા દીધી, થોડીવાર પછી એ શાંત થઈ છતા એ એને વળગેલી જ હતી, આકાશે ના છુટકે એને ત્યાંજ બેસવું પડ્યુ, થોડીવાર પછી આકાશને લાગ્યુ કે ધરતી સુઈ ગઈ છે એ ધરતીને સાઈડમાં સુવડાવાનો પ્રયાસ કર્યો એટલામાં એ જાગી ગઈ
“આકાશ પ્લીઝ મને બીક લાગે છે આમ જ રહે પ્લીઝ ... અહીં જ રહેને પ્લીઝ......” ધીમા સાદે રીતસરની આજીજી કરી એણે જોરથી આકાશની છાતી પર માથું ઢાળી દીધુ અને આકાશને જોરથી વળગી પડી,
“ઓકે ઓકે રીલેક્સ.... મને બેસવા દે તો....”
“ના અહીં જ રહેજો........ પ્લીઝ......”
“ઓકે હું અહીં જ છુ તારી પાસે રીલેક્સ ક્યાંય નહીં જાઉ હું ડોન્ટ વરી.....”એણે એના માથા પર હાથ ફેરવ્યો,....
*****
સવારે ધરતીની આંખ ખુલી એ સંપૂર્ણ રીતે આકાશની બાહોમાં હતી, એ શરમાઈ ગઈ એણે આકાશે ઉઠાડ્યો.. આકાશ માંડ ઉઠ્યો.... બંને એકબીજામાં એવી રીતે ગૂંચવાયેલા હતા કે માંડ ઉઠી શક્યા...
“આઈ એમ સોરી, રાત્રે.....”
“સોરીની કંઈ જ જરૂર નથી, આકાશ મને હકીકતે રાત્રે બીક લાગતી હતી કે તમે મારી પાસે સુતા ન હોત તો મને ઉંઘ પણ ન આવત ખરેખર,,,,,”
“ચલ મોડુ થઈ ગયું છે ફટાફટ તૈયાર થાવ... “ આકાશ એની જોડે નજર પણ મિલાવી ન શક્યો શરમના કારણે....
“આકાશ,....... કંઈ ખોટુ લાગ્યુ હોય તો સોરી,,,,,,,” એણે આકાશનો હાથ પકડ્યો.
“સોરી કેમ કહે છે... ?” આકાશ ઉભો થવા જતો હતો પણ ધરતી એ હાથ ખેંચ્યો એટલે પાછો ધરતી તરફ બેડમાં ખેંચાયો,
“કેમ તો પછી આટલા હેરાન કેમ છો?.... કંઈ થયુ કે પછી.... ?” ધરતી એ તોફાની નજરે આકાશ સામે જોયુ , આકાશ ખરેખર ગંભીર હતો,
“ના, હવે બસ જે રીતે ઉઠ્યોને એ રીતે બસ...... બસ ... શરમ આવી એટલે..” આકાશ શરમાતા શરમાતા બોલી ગયો, ધરતી હસી પડી, એણે આકાશના હાથમાં હાથ મુક્યો, “આ હાથે તો મને નવી તાકાત આપી છે એના માટે મારો જીવ આપી દઉ તો પણ ઓછો છે.... અને આ પણ......... તારી પત્ની તો છુ ને ડમી તો ડમી....” છેલ્લુ વાક્ય આકાશના કાનમાં કીધુ બંને જોરજોરથી હસી પડ્યા,
“ડમી છેલ્લો શબ્દ ન બોલી હોત તો પણ ચાલત ...” આકાશ હસ્યો,
“હા પણ કાઢવો એ તારા હાથનું કામ છે.......”
“એ જ તો કરુ છુ ..............” આકાશે ધરતી ના ગાલ પર હળવી ટપલી મારી નાહવા જતો રહ્યો, ધરતી બે ઘડી એને જોઈ જ રહી બારણે ટકોરા પડ્યા, એણે દરવાજો ખોલ્યો મમ્મી હતા,
“ગુડ મોર્નીંગ મમ્મી, તમે.....”
“હા તમારા બન્ને માટે ચા – નાસ્તો તૈયાર છે અહીં લાવું કે.... ?”
“અરે તમે શું કામ તકલીફ લીધી ? હું ઉઠી જ ગઈ હતી.”
“નારે દીકરી, આટલુ તો હું કરી શકુ છું ને મારો હક્ક છે...”
“પણ.....”
“તુ જલદી ફ્રેશ થઈ જા, અને ચાલ નાસ્તો કરવા ચાલ જલદી કર....”
“ઓકે મમ્મી.....”
આકાશ એટલામાં ફ્રેશ થઈ ચેન્જ થઈને આવી ગયો, ધરતી માંડ દરવાજો બંધ કર્યો હતો હજુ એ રાતની બ્લ્યુ સાડીમાં જ હતી ઘડીક એને નીરખી રહ્યો નજીક આવ્યો,,, “શું થયું કોણ હતુ....... ?” આકાશ ધરતીની આંખમાં આંખ પરોવીને જોઈ જ રહ્યો,
“મમ્મી હતા....” આકાશ એટલો નજીક આવી ગયો કે ધરતીની આંખમાં એવી રીતે જોઈ રહ્યો કે ધરતી શરમાઈ,
“શુ જુએ છે.......?.” એણે આકાશના બંને હાથમાં હાથ મુકી દીધા
“બહું જ સુંદર લાગે છે તુ આજે....”
“કેમ .... ? કદી નથી લાગી..... ?”
“લાગી છો ને...... પણ આજે કંઈક વધારે ......”
“બસ બહું વખાણ ન કર બીક લાગે છે......”
એણે આકાશના મોં પર હાથ મુકી દીધો, અને ઘડીક એની નજીક આની એ ખભા પર માથુ ઢાળી દીધુ,
આકાશ કંઈ જ બોલ્યો નહી માત્ર એણે એના માથા પર હાથ ફેરવ્યો અને બાહોમાં લીધી ધરતીની આંખમાંથી આંસુ નીકળ્યા એટલા કે એણે આકાશનો ખભો પલાળી દીધો,
“કંઈ ગભરાવવાની જરૂર નથી હું છુને તારી જોડે....” એણે એના માથા પર હાથ ફેરવ્યો ધરતી પરી એકવાર આકાશની બાંહોમાં મન મુકીને રડી પડી, કેટલીય વાર સુધી એને વળગી રહી અને આકાશે એના માથા પર હાથ ફેરવતો રહ્યો છેવટે આકાશે મૌન તોડ્યુ,
“ચલ, ઉઠ હવે હું જાઉં?.....”આકાશે એના આંસુ લૂછતા કહ્યું, “આ આંખમાંથી આંસુ સારા નથી લાગતા.... ચલ હવે ઓલરેડી પોણા નવ વાગી ગયા છે, નવ વાગે ઓફિસમાં પહોંચવું છે અને હા ડરીશ નહીં કંઈપણ બીક લાગે તો આ....”
“હા ખબર છે હવે મને ડરવાની કંઈ જરૂર નથી.... તુ તો છે મારી જોડે પછી....”
“ઓકે મેડમ હવે હું જાઉ........”
“પછી ઓફિસ જઈને ......”
“પણ....”
“સોરી મોડુ થઈ ગયું છે....”ઓકે એણે ધરતીને છોડાવતા ગાલ પર હળવી ટપલી મારીને એ નીકળી ગયો, એણે રૂમની બહાર ડાઈનીંગ ટેબલ પર બેઠેલા મમ્મી પપ્પાને નજર અંદાજ કર્યા, કંઈ જ બોલ્યો નહીં જાણે કોઈ હોય જ નહિ એમ, મમ્મીથી ના રહેવાયુ, “બેટા, નાસ્તો, ચા તો કરતો જા...”
“મમ્મી તને કેટલીવાર કીધુ છે કે જતી વખતે નીકળતી વખતે ચા નાસ્તાનું ન પૂછવું તુ રહેવા આવી છો તો રહેને ! શાંતીથી ખાઈ પી ને જલસા કર હું શું કરુ કે ન કરું એમાં વચ્ચે ન પડ મારે શુ કરવું ને શું નહિ હવે તારે કંઈ કહેવાની જરૂર નથી પ્લીઝ સોરી મહેરબાની કરીને શાંતીથી જીવવું છે તો જીવવા દે સોરી... “ આકાશ ગુસ્સામાં લાંબુ લેક્ચર સંભળાવીને ચાલતો થયો આકાશના પપ્પા ગુસ્સાથી સમસમી ગયા, ધરતી આકાશનું આ રૂપ જોઈને સમસમી ગઈ અને ડઘાઈ પણ ગઈ એ કઈ બોલે એ પહેલા આકાશ નીકળી ગયો, આકાશ ના મમ્મી બેડરૂમમાં જતા રહ્યા, ધરતી શરમથી નીચુ જોઈ ગઈ, એને તો ખબર જ ન પડી કે શું બોલવું, આકાશના મમ્મી રૂમમાં જઈને રડી પડ્યા, પાછળ આકાશના પપ્પા પણ ગયા.
“મે તને ના પાડી હતી ને અચાનક નથી આવવું આ છોકરાને નહીં ગમે...... તુ ક્યાં માને છે મારુ. . આના લક્ષણો તો પહેલેથી જ સારા નથી પૈસા આવતા સાવ નપાવટ થઇ ગયો છે અને છોકરી આવતા તો સાવ.... ચલ રડવાનું બંધ કર સામાન તૈયાર કર આપણે ફરી ગામ જતા રહીએ ચલ રડવાનું બંધ કર હવે... “ ગુસ્સામાં આકાશના પપ્પા બોલી ગયા,,
આ બધુ સોના જોતી હતી અને સમજતી હતી ધરતી રસોડામાં આવી, “બેનબા તમે તો ચા- નાસ્તો કરી લો....”
“નહિ સોના દીદી ઈચ્છા નથી....”
“તમારે દવા લેવાની છે લો નાસ્તો કરી લો મહેરબાની કરીને આકાશભાઈ ને ખબર પડી યા ડૉ.મેમને ખબર પડી તો મારુ આવી બનશે સમજ્યા, લો ચાલો હવે બેસી જાવ....”
ધરતી એ મને કમને નાસ્તો કર્યો અને દવા પીધી એને મનોમન આકાશ પર ગુસ્સો આવતો હતો,
આ બાજુ થોડીવારમાં આકાશના પપ્પા બહાર આવ્યા “રાધિકા અમે લોકો જઈએ છીએ મે વિજયને ફોન કર્યો છે એ લેવા આવી જશે,.....”
“પપ્પા જમીને જાવ તો.....”
“આકાશના શબ્દોથી પેટ ભરાઈ ગયું, બરાબર”,
“પપ્પા એમના તરફથી.....”
“ના તારે સફાઈ આપવાની કંઈ જ જરૂર નથી”
આકાશના પપ્પાએ ધરતીની વાત સાંભળ્યા વગર જ કાપી નાખી, “હું અહીં એક સેકન્ડ પણ રહેવા નથી માંગતો અને હવે જીવતેજીવત પણ નહી, મરીને મારી લાશ પણ અહીં નહીં આવે....” ધરતી આ સાંભળીને અવાચક થઈ ગઈ એ અંદર મમ્મી સુતા હતા ત્યાં ગઈ,
“મમ્મી હું જાણુ છુ કે આ બધાનું મુળ કારણ હું જ છુ, હું તમારી સમક્ષ માફી માંગવાને લાયક તો નથી પણ તમારી દીકરી સમજી ને તમારી પગે પડીને વિનંતી કરૂ છુ ને આકાશ જે બોલી ગયા, એની હું માફી માંગુ છુ, પ્લીઝ તમારે અહીં રોકાવુ ન હોય તો કંઈ વાંધો નહીં પણ જમીને બપોરે જતા રહેજો પ્લીઝ, પ્લીઝ મમ્મી સોરી....”
ધરતી પલંગ જોડે મમ્મીના પગ પાસે બેસી ગઈ એની આંખમાંથી આંસુ વહી નીકળ્યા, આ જોઈ મમ્મી ઉઠી ગયા,
“તારે માફી માંગવાની કંઈ જ જરૂર નથી, દીકરા તારો કોઈ વાંક જ નથી”,
“વાંક તો મારો જ છે ને જે કંઈ થયુ તમારે સાંભળવું પડ્યુ બધુ મારી કારણે જ ને....”
“એ તો મે આપેલા સંસ્કારો બોલે છે...”
“મમ્મી પ્લીઝ આકાશમાં ટેન્શનમાં છે એ મજબુરીમાં છે અને બીઝનેશમાં અને ઓફિસમાં ટેન્શન છે એટલે એ ગમે તેમ રીએક્ટ કરે છે. પ્લીઝ હું માફી માંગુ છુ મમ્મી પ્લીઝ....”
“અરે દીકરી ઊભી થા, ચલ નહીં જાઉં બસ જમીને જ જઈશ.. બસ...“ એટલામા આકાશના પપ્પા અંદર આવ્યા કંઈક બોલવા જતા હતા એટલમાં મમ્મી બોલ્યા “તમારે કંઈ નથી બોલવું આપણે જમીને જઈશું.”
સાંજે નવેક વાગ્યે આકાશ ઓફિસથી પરત ફર્યો, સોનાબેને દરવાજો ખોલ્યો, અને રાબેતા મુજબ જતા રહ્યા, એને ઘરમાં સન્નાટો લાગ્યો, ધરતીના રૂમની ડીમ લાઈટ ચાલુ અ ધીમા અવાજે સંગીત વાગતુ હતુ, ધરતી બ્રાઈટ રેડ કલરની સાડી પહેરીને સુતી હતી, એ બહું જ સુંદર લાગતી હતી, ઘડીકભર જોઈ જ રહ્યો , ધીમેથી એને જગાડી,
“ધરતી...... ધરતી..........”
“હા.........” એ અચાનક ઊંધમાંથી જાગી, “અરે તમે.......... ક્યારે.......... આવ્યા..........”
“બસ હમણાં જ......... પણ આટલો સન્નાટો કેમ છે........... મમ્મી / પપ્પા ....ક્યાં ગયા?”
“તમે સવારે જે રીતે મમ્મીને બોલ્યા એ પછી તમને લાગે છે તમારા મમ્મી અહીં રોકાય.... ? તમારે જરૂર શી હતી ... આવું કરવાની.........? ”
“તારા કેસની કાલે સુનાવણી છે હું કોર્ટમાં જઈશ કાલે મહાશય આવવાને એ મહાશય, અને હું નથી ઈચ્છતો કે તારા કારણે કોઈને કંઈક થાય અને એ મોતની જવાબદાર તુ તારા હાથને ગણે....”
“પણ આકાશ મારે કારણે આવું કરવાની ક્યાં જરૂર છે યાર, જો મારા કારણે તુ સર્વસ્વ ગુમાવી દે એવું હું કદાપિ નથી ઈચ્છતી યાર, હું એકવાર તારી લાઈફમાં આવી ગઈ છું ફક્ત ચાર જ દિવસ .... ફક્ત ચાર જ દિવસ હું તારી લાઈફમાં રહીને તે તારુ સર્વસ્વ ગુમાવી દીધુ છે ના આકાશ મારે કંઈ નથી કરવું પ્લીઝ...”
ધરતી લગભગ રડવા જેવી થઈ ગઈ એની આંખમાંથી આંસુ નીકળી પડ્યા, થોડીવારમાં શાંત રહી, પણ આંસુનું પૂર એની આંખમાંથી વહી જ નીકળ્યુ, છેવટે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, આકાશ એની તરફ્ ફર્યો, એના ખભા પર બંને હાથ મુક્યા “તુ શુ કામ રડે છે? એ વખતની વાત જુદી હતી, એ જે કંઈ થયુ એ તો બસ નક્કી જ હતુ, એ તુ ન આવી હોત મારી લાઈફમાં તો પણ એ ઘટના બનવાની જ હતી, પણ આ સમયે જે થઈ રહ્યુ છે એ મારુ પ્લાનીંગ છે.”
“તુ બધી વાતને પ્લાનીંગનું નામ ન આપ, શું એ વાત ખોટી છે કે તને તારા બીઝનેશ માં 10લાખની ખોટ ગઈ છે કે શેરબજારમાં 10 થી 15 લાખનું નુક્સાન થયુ છે. તે તારો પર્સનલ બીઝનેસ બંઘ કરી દીધો છે .... ? બોલ .... એ વાત એ વધુ તારી પ્લાનીંગમાં છે તને તારા મેનેજરે દગો દીધો એ પણ તારુ પ્લાનીંગ છે..... હવે બોલ.... “ ધરતી એ ગુસ્સામાં એના બંને હાથ છોડાવ્યા અને એ સોફા પર જઈને ફસડાઈ પડી...
“હા એ વાત સાચી છે અને એની પાછળ એ જ મહાશય નો હાથ છે....”
“અને તને ઓફિસ મા પ્રોબ્લેમ મારા આવ્યા પછી જ ઊભા થયા છે.... એ પણ.....”
“ના એ તો પેલી ડાકણ ચેરમેન બને તો એ તો થવાનું જ હતુ પણ આ બધામાં તુ શું કામ ટેન્શન લે છે ? જો એક વાત સાંભળ એ વખતે મારી જોડે બેકઅપ નહતુ આજે મારી જોડે બેકઅપ છે મારી જોડે બધુ જ છે તુ રડ નહિ યાર પ્લીઝ.... અને તું મારી જોડે હોય આ બધુ મને ક્યાંય નથી નડતુ અને સાચી વાત તો એ છે કે હું તને ગુમાવવા નથી માંગતો મે મારી સ્વીટી ને ગુમાવી છે હવે તને નહીં, હું સ્વીટીને જે તકલીફ પડી છે એનો તો બદલો લઈને જ રહીશ....”
“પણ એ બદલો લેતા લેતા તુ તારુ બધુ ગુમાવી દઈશ, આકાશ, એ ... તુ સમજતો કેમ નથી ? હું એને નજીકથી ઓળખું છું એ રાક્ષસ છે રાક્ષસ એય નીચ છે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તને કંઈક થઈ ગયું તો.... ? “ ધરતી આખુ વાક્ય પૂરુ ન કરી શકી અને રડી પડી, આકાશ એની નજીક આવ્યો એની બંને આંખોમાંથી આંસું લુછયા,
“ મને કંઈ નહિ થાય, મારે કંઈ સમજવું નથી હું તો બસ એટલું જ સમજુ છું કે આકાશ અને ધરતી નું મિલન થઈ ગયું છે હવે એને જુદા નથી પડવા દેવા બસ આઈ લવ યુ યાર તારા વગર બહું સમય કાઢ્યો છે હવે નહિ બસ હવે કંઈ જ સાંભળવુ નથી મારે તારો સાથ જોઈએ છે, જીંદગીભરનો બસ....” આકાશ એને ભેટી પડ્યો, એની આંખમાંથી આંસુ વહી ગયા, થોડીવાર બંને એમ જ રડ્યા.
“ધરતી તુ રડે છે............? ” આકાશની આંખમાંથી આંસુ લુછતા કહ્યું
“ના....”
“છુપાવવામાં તો તારી માસ્ટરી હજુ છે નહિ... આ શું છે પાણી છે કે પરસેવો?” આંસુ આંખમાંથી લૂછીને બતાવતા ધરતીએ કહ્યું આકાશ કંઈ જવાબ આપ્યા વગર બસ ફરીથી ભેટી પડ્યો ધરતી એની છાતીમાં વાગ્યુ હતુ એ હજુ બહું સારુ નહતુ થયુ તેથી એને દુખાવો થયો...એના મુખમાંથી ચીસ નીકળી..
“શું થયું........ ?”
“કંઈ નહીં દુખાવો થાય છે......”
“દવા લીધી.......... ?”
“હા યાર બસ એ તો.......”
“ઓકે... સોરી હું જ જોરથી ભેટ્યો એટલે....”
“ઈટસ ઓકે ચલ હું કઈંક બનાવું તમે બેસો ઓકે”
“ઓકે....”
એમ કહી ધરતી રસોડામાં આવી ગઈ....
આકાશ રીલેક્સ થઈને બેઠો, પછી એ રસોડા માં ગયો ધરતી ગેસ પર કંઈક ગરમ કરતી હતી, એ એની જોડે જ ઉભો રહ્યો, “શું કરે છે.... ?”
“શાક ગરમ કરું છું......”
“મારે ચા પીવી છે તારા આ હાથની...”એણે એના હાથ પર હાથ મુકી દીધો, ધરતી એ આશ્ચર્ય સાથે આકાશ તરફ જોયું એ હસી પડી,
“અત્યારે, ? આકાશ જમવાનું તૈયાર છે યાર, ચાલો તમે ચેન્જ કરી લો, તો આપણે જમી લઈએ...”
“ના મારે ચા પીવી છે... “એણે એના બંને હાથ હાથમાં લીધા એની થોડો નજીક ગયો, “પ્લીઝ...યાર ચા પીવી છે...”
“આકાશ તુ બહું જીદ્દી છો, અને છોડ ચલ શાક બળી જશે... તારુ ફેવરીટ બનાવ્યુ છે...”
“મારુ ફેવરીટ.... ?”
“યસ , હા......... મને યાદ છે. તારુ ફેવરીટ શું છે અને હા મારા હાથે જ બનાવ્યુ છે છોડ ચલ ચેન્જ કરી લે..” એણે હાથ છોડાવતા ધક્કો માર્યો.
“ના નહિ જાઉં, મારે ચા પીવી છે. ....” એને લગભગ બન્ને હાથોથી વિંટાળીને બાહોમાં કેદ કરી લીધી
“આકાશ............”ધરતીએ આંખમાં આંખ નાખીને કહ્યું.
“શાક મે બંધ કરી દીધુ છે, હવે ચા પીવડાવે છે કે નહીં........ ?” આકાશે આંખમાં આંખ નાખીને કહ્યું.
“ના પાડુ તો....... ?”
“તુ ના પાડી જ ન શકે...”
“પાડુ તો... ?” આકાશે જવાબમાં કોઈ જવાબ જ ન આપ્યો ફક્ત એને આંખોમાં આંખ નાખીને નીરખી જ રહ્યો, ધરતી પણ ઘડીક એની આંખોમાં ખોવાઈ ગઈ, પણ, આકાશ વધુ નજીક આવે એ પહેલા ધરતી એ મૌન તોડ્યુ,
“ચલ બનાવી દઉં છું હવે ખુશ....”
“ઓકે... ઓકે......” આકાશ જાણે સપનામાંથી જાગ્યો હોય, ઘડીક કંઈ બોલી ન શક્યો, માંડ એ ધરતીથી દૂર થયો,
“શું થયુ, સાહેબ ? ક્યાં ખોવાઈ ગયા હતા?”
“તમારામાં...... ?”
“મારામાં એવું ખોવાવા જેવું કંઈ છે જ નહિ”
“છે આખી તુ મારી હોવ તો તારામાં જ ખોવાવાનું હોય ને મારે તો....”
“મને બીક લાગે છે..”
“કંઈ નહીં થાય ડરે છે શું કામ ? હું છું ને... ? “
“ડરતો લાગે જ ને.... ? ..”
“બસ હવે ચલ હું ચેન્જ કરી લઉ તુ ચા અને બે ત્રણ રોટલી પર લે જે .. ઓકે... “ ધરતી વધુ ઈમોશનલ થાય ને કંઈક બોલે એ પહેલા આકાશ ત્યાંથી નીકળી ગયો, ધરતી ચા બનાવતા બનાવતા આકાશમાં ખોવાઈ ગઈ અને આકાશ ચેન્જ કરવા જતો રહ્યો.
થોડીવાર પછી ધરતી ચા અને નાસ્તો લઈ આવી આકાશ હજુ આવ્યો ન હતો રૂમનો દરવાજો બંધ હતો એ ઊભી થઈ, દરવાજો ખખડાવ્યો.
“સર જલદી કરો ચા ઠંડી થાય છે.,”
“અરે હા મે નાહી લીધુ છે બસ કપડા પહેરીને આવું છું”
“જલદી કર હવે આટલી બધી વાર હોય કંઈ ? જલદી કર....” દરવાજો ફરી ખખડાવ્યો
“હા યાર, બે મિનીટ....”
“ના, ચલ જલદી હવે....... નહીતર હું અંદર આવી જઈશ.....”
“આવી જા આમ પણ દરવાજો જો અટકાવેલો જ છે બંધ નથ કર્યો,”
“જો જે હો, ખરેખર હું આવી જઈશ.....”
“આવી જા, જાન...... એણે દરવાજો ખોલ્યો. એણે પકડી લીધી,
“ચલ છોડ, ચા ઠંડી થાય છે..”
“નહિ મુકુ તો...”
“આકાશ પ્લીઝ, ચા ઠંડી થાય છે અને મને ભુખ લાગી છે........” ધરતી એ શરમમાં વાત ફેરવી નાખી,
“ઓકે, ચલ,” એણે એને છોડી હાથ પકડ્યો, બંનેએ ચા પીધી,
“કેમ એક જ રોટલી ખાધી.... ?”
“મેડમ, જમવાનું નથી... ?”
“હા તો પછી નાલાયક ચા જ મંગાવી હતી ને”
“હા, હા, હા, હા.... યે હમારા સ્ટાઈલ હૈ જાન.”
“બસ હવે ચલ કાઢી દઉ. ?”
“હા પણ ડાઈનીંગ ટેબલ પર નહિ રૂમમાં લઈ લે ટીવી જોતા જોતા....”
“ના કંઈ જ જરૂર નથી ચલ હવે ઉભો થા..... ડાઈનીંગ ટેબલ પર ચલ...”.
“પણ......”
“પણ ને બણ, સાફ કોણ કરશે...”
“હું, કરીશ બસ....”
“નો વે, જાન, મેને સબ રખ દિયા હૈ ખડે હોજાઈએ ”, એણે આકાશનો હાથ પકડીને ઊભો કર્યો
“ઓકે, ઓકે ચલ.........”
પછી બંને જણે જમી લીધુ, ધરતી એ બધુ વ્યવસ્થિત મુકી દીધુ, આકાશ રૂમમાં જઈને ટીવી ચાલુ કરીને ટીવીમાં જોતો હતો, બધુ પૂરુ કરી ધરતી રૂમમાં આવી, આકાશની બાજુમાં બેડમાં ગોઠવાઈ,
“સાહેબ હવે સૂઈ જશો, બહું થયુ હવે, થાકી ગયો હોઈશ તુ ચલ....”
“ના કંઈ જ ઈચ્છા નથી,...” એણે એમ કહીને ધરતીના ખોળામાં માથુ નાખી દીધુ,
“આકાશ, ચલ હવે... લાવ રીમોટ”, એણે રીમોટ તફડાવી લીધુ અને ટીવી બંધ કરી,
“ચલ હવે સૂઈ જા ચલ,.....” ધરતી એ આકાશના વાળમાં હાથ ફેરવતા કહ્યું,
“નથી, નથી સૂવુ અને આજે સુઈશ ને તો આ રીતે તારા ખોળામાં માથુ નાખીને,....... તારી જોડે જ”
“મને કંઈ વાંધો નથી પણ પછી, મારા પગ દુખે કે બેઠા બેઠા કમર પકડાઈ જાય તો હેરાન તુ જ થઈશ હું નહીં... ઓકે......”
“તો તુ મારા ખોળામાં સુઈ જજે બસ.....”
“એવું કંઈ નથી કરવુ ઓકે, ચલો ઊભા થાવ વ્યવસ્થિત સુઈ જાવ... ઓકે....”
“તારી બાહોમાં સુવુ તો કંઈ વાંધો છે... ?”
“તુ મારી બાજુમાં સુએ કે મારી જોડે મને શું વાંધો હોય? “ ધરતી એ તોફાની સ્મિત કર્યુ.
“બરાબર.....”
“આમ, શુ જુએ છે? કદી જોતો નથી કે જોઈ નથી....”
“ના જોઈ છે ને ... કેમ મને જોવાનો હક્ક નથી.... ?”
“છે ને તને પૂરેપૂરો હક્ક છે ને .........”
“બહું જ સુંદર લાગે છે તુ, આજે, એક વાત કહું....... તુ ડ્રેસ પંજાબી પહેરતો... વધુ સુંદર લાગીશ, તુ કહેતો બે ચાર લાવી દઉં”,
“ના હમણાં નહીં.....”
“શું વાત છે ? પંજાબી ડ્રેસનું નામ પડતા તારા ચહેરાનું નૂર કેમ ઊડી ગયું... ?”
“ડ્રેસના નામ પરથી, કંઈ નથી થયુ પણ ખબર નહીં, આ બધી ઘટનાઓ વિતાવ્યા પછી ઈચ્છા નથી થતી, અને પ્લીઝ મારા આટલા વખાણ ન કર.......”
“કેમ....... ?”
“બીક લાગે છે મને , તુ આટલા વખાણ કરે છે આટલી કાળજી રાખે છે, તુ એટલો નજીક છે કે...... તને ગુમાવવાનો ડર લાગી આવે છે...”
“મને કંઈ નથી થવાનું કે, હું તારાથી ક્યાંયા દૂર નથી જવાનો સમજી, ગાંડી, આમ ડરવાનું થોડી હોય,....”
“હા પણ છતાયે....”
“બસ હવે હું છું ને હંમેશા તારી જોડે.... ડરે છે શુ કામ.....”
“ડર એટલા માટે લાગે છે કે આટલો પ્રેમ, આટલો આનંદ, શાંતિ કદી નથી મળ્યા આટલા વર્ષોમાં, આટલા ટૂંકા સમયમાં તે તમામ સુખના અનુભવ કરાવી લીધા આકાશ, એ પણ કંઈ જ અપેક્ષા વગર.... આકાશ ખરેખર તારા માટે જીવ આપી દઉં ને તો પણ ઓછો પડે....”
“મારે તારો જીવ નહિ તુ જોઈએ હંમેશાને માટે બનીશને....”
“હું તારી જ છું આકાશ, પણ તારી ધરતી......”
“આગળ કંઈ જ ન બોલતી, જેવી છે મારી ધરતી એ મારી જ છે, ઓકે, ....” .એના મોં પર હાથ મુકી દીધો. એ પછી બંને એકબીજાને ભેટી પડ્યા, ક્યાંય સુધી,
“ચલ સુઈ જઈએ.....? ...”
“હા ચલ,....... હું જાઉ મારા રૂમમાં...”
“ના અહીં જ સુઈ જા પ્લીઝ....... મારી જોડે મને બીક લાગે છે....”
“કંઈ નહીં થાય, કંઈ બીક ન લાગે હું છું ને....”
“ના પ્લીઝ, અહીં જ રહેને...”
“પણ ધરતી સમજને અહીં નહીં પ્લીઝ “
“ના અહીં જ.......”
“હું મારી જાત પર કાબુ ન રાખ શક્યો તો?” આકાશે વેધક સવાલ કર્યો,
“આકાશ, હું તારી જ છું અને હવે તારા થકી જ મને નવું જીવન મળ્યુ છે, એ તારું જ છે, એમાં મને કંઈ અફસોસ નહીં થાય, પણ ગર્વ થશે, આઈ લવ યુ યાર...”
“આઈ લવ યુ ટુ, પણ છતાંય મારે તો મર્યાદા રાખવી પડેને જાન, જ્યાં સુધી આ બધા ડીસ્પ્યુટ પતે નહિ ત્યાં સુધી,.....”
“તુ મારી જોડે છે પછી આ સમસ્યા પૂરી થાય કે ન થાય મને કંઈ નથી જોઈતુ બસ તુ તો છે ને મારી જોડે......”
“હા હું તો છું જ પણ મારે તને આ કીચડમાંથી કાઢવી છે બસ....”
“બધુ જ થઈ જશે, હું કંઈ ચિંતા નથી કરતી મને તારી ચિંતા છે... તને કંઈ થઈ ગયું તો...”
“મને કંઈ જ નથી થવાનું ઓકે”
“ઓકે આઈ નો પણ....”
“રીલેક્સ દવા પીધી તે.... ?”
“ના બાકી છે......”
“ચલ હું લઈ આવું, પછી સુઈ જઈએ ઓકે”
“ના હું પી લઉં છું,”
“ના બેસ હું જાઉં છું”,
“આકાશ તું મને જાડી બનાવી દઈશ કામ ન કરવા દઈને...”
“કંઈ વાંધો નહીં હું તો ઈચ્છુ જ છું કે તુ આ પાતળી સોટી જેવી માંથી જાડી થાય ઓકે,...”
“ના મારે નથી થવું બેસને હું”
“ના બેસ ચલ હું જાઉં છું.....”
“ઓકે જીદ્દી સાલ્લા...”
પછી આકાશ દવા લઈ આવ્યો, ધરતી એ દવા પીધી , આકાશ એની બાજુમાં એ જ બેડમાં સુઈ ગયો...
*****
રોજ આમ જ દિવસો વિતતા ગયા અને આમને આમ કોર્ટની તારીખ નજીક આવી ગઈ, ધરતી પણ જાણે આ તારીખની આતુરતાથી રાહ જોતી હતી, એણે ઓફિસીયલ સ્ટેટમેન્ટ આપી દીધુ હતુ, અને પોલીસે આજે ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી, સ્વીટી ની હત્યા, ધરતી પર માનસિક શારીરીક અત્યાચાર, રેપ, બ્લેક મેઈલીંગ, ને હત્યાની કોશિશનો એ ઉપરાંત ધરતીના સ્ટેટમેન્ટ ઉપરથી મુંબઈ પોલિસને આકાશના દોસ્ત અસ્મિતનો મર્ડર કેસ પણ ઉકેલવામાં મદદ મળી, પ્રથમ તારીખમાં જ કોર્ટે પોલીસને રીમાન્ડ આપી દીધા, સિંગાપુર થી આવવું જ ધરતીના પતિને ભારે પડ્યુ, આકાશે બહું સમજી વિચારીને પગલું ભર્યું હતુ, કે ધરતીનો કેસ અહીંની જ અદાલતમાં જ ચલાવવાની માંગણી કરાવી, જે કોર્ટે માન્ય રાખી,
આમ, ધરતી પહેલી જ આક્રમણમાં જીતી ગઈ હતી, પણ એ થોડા દિવસો બહું જ ટેન્શનમાં નીકળ્યા,
એ પછીના એક શનિવારની સાંજે આકાશ ઓફિસથી પરત આવ્યો હતો, જમીને પછી બંને બેડરૂમમાં બેઠા હતા, ધરતી રોજની જેમ જ એની પડખે રસોડામાંથી આવી બેઠી, આકાશ આંખો બંધ કરીને બેડ પર માથુ રાખીને સુતો હતો,
“આકાશ, શું થયું. ?”
“અરે, તું થઈ ગયું? કામ પુરુ થઈ ગયું?”
“હા, શું વાત છે કંઈ ટેન્શન. ?”
“ના રે કંઈ ટેન્શન નથી, કેમ?”
“આ મહિનો આખો ટેન્શન અને દોડધામમાં ગયો છે ને તમારો મારે લીધે...”
“અરે તારા માટે નહિ દોડીશ તો કોના માટે દોડીશ... ?”
“હા પણ એમાં તમારું પોતાનું કંઈ ધ્યાન રાખો છો........?”
“કેમ આમ પૂછે છે... ?”
“આજે આ લેટર તમારા બેગ નીચેથી અથવા બેગમાંથી પડી ગયો હશે મને મળ્યો....”
“શું છે....... કંઈ હશે ઓફિસનો ... જવા દેને ચાલ્યા કરે....”
“વિમાની પોલીસી છે ત્રીજી નોટીશ છે, તમે ભરી નથી....”
“એક મિનીટ, આજે તો બેગ હું ભુલી ગયો હતો તો નીચે પડવાનો સવાલ જ ક્યાંથી આવ્યો....”
“મારા ભૂલક્કડ મહારાજ તમને યાદ આવ્યુ ખરુ કેમ... સોરી મે તારી બેગ ફેંદી હતી....”
“તારે સોરી કહેવાની કંઈ જ જરૂર નથી તને હક્ક છે આફ્ટરઓલ તુ મારી ઘરવાળી છો...”.
આકાશે એમ કહીને માથુ ધરતીના ખોળામાં નાખી દીધુ, “આ.....હ.....” ધરતીએ હળવી ચીસ પાડી,
“શું થયુ....” આકાશ એકદમ ઉભો થઈ ગયો,
“કંઈ નહીં, તારી ઘરવાળી લંગડી છે હજી ક્યાં સારી થઈ છે..... ?”
“સોરી યાર ભુલાઈ ગયું..... સોરી......”
“બસ હવે ચલ સુવુ છે ને તમારે, ચલ, હવે સુઈ જા....” આકાશે ફરી એના ખોળામાં માથુ મુક્યુ,
આકાશ અને ધરતી બંને એકબીજાની વધુ નજીક આવી ગયા હતા, પ્રેમના એકરાર પછી પણ બંનેના હ્યદયમાં છુપો ડર હતો જુદા પડવાનો, બંને ઈમોશનલ થઈને એકરાર કરી લેતા હતા પણ પછી પ્રેમી કરતા વધારે મિત્રોની જેમ રહેતા, બંને એકબીજાની બાજુમાં સુતા હોય, ક્યારેક હળવી નિર્દોષ તોફાન પણ કરી લેતા પણ એકબીજાના આલીંગનમાં સમાઈ જતા પણ મર્યાદા ક્યારેય ઓળંગી નહતી, એક સીમાની આગળ કદી જતા ન હતા, હવે બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા....
“શું જુએ છે.... ? આકાશે મૌન તૌડ્યુ”,
“બસ તને જોઉં છુ મારે લીધે કેટલું સહન કર્યુ છે તે આટલા મહિનામાં...”
“એટલે.....”
“એટલે એમ કે પૈસે ટકે, માન મોભો બઘામાં મારા આવવાથી તમને અધોગતિ થઈ છે, સાચી વાતને.....”
“ના મેડમ એવું કંઈ જ નથી....” આકાશ ખોળામાંથી ઊભો થયો, “ચલ આવ, હવે તમારો વારો.... તું થાકી જઈશ આમ પણ હવે આપણી વાતો કદાચ લાંબી ચાલશે....” ધરતીએ કંઈ પણ બોલ્યા વગર આકાશના ખોળામાં સુતી,
“તુ આટલુ બધુ કેમ વિચારે છે યાર, થોડા ઘણા ઉતાર-ચઢાવ તો જીંદગીમાં આવ્યા કરે એમાં તારે લીધે જ થયું છે એવું વિચારવાનું ક્યા આવ્યુ છે. ?”
“હાસ્તો તારા બેન્કના પાસબુક જોઈ જે તે પરમ દિવસે જ ભરાવી છે તારા ઓફિસના લેટર્સ વાંચ્યા, તારી મોના ડાર્લીંગનો પ્રેમપત્ર પણ વાંચ્યો....”
“તુ એ ડાકણનું નામ ન લેતી...”
“શાંત વત્સ શાંત... ધરતી હસી....
“ તને હસવું આવે છે....” આકાશ સાચે જ ગુસ્સે હતો,
“સોરી, યાર, ગુસ્સો શું કામ કરે છે...હું તો મજાક કરુ છુ, તારી ડાર્લીંગ તો એક જ છે ને...”
“કોણ..... એક કોણ......... ?”
“મને શું ખબર.........”
“તો પછી એક જ છે એવું કેમ કીધુ?”
“હા એતો એક જ છે ને તારા આ નાનકડા હ્યદયમાં.....”
“ના પચીસ ત્રીસ છે..... ખબર છે.....” આકાશ હસ્યો,
‘હા પણ એમાં રાણી......” ધરતી એ વાક્ય અધુરુ છોડ્યુ, આકાશે એની આંખ નાખી,
“રાણી કોણ........ ?”
“તને ખબર છે.....”
“ના બોલ......”
“ના તને ખબર છે........”
“બોલને હવે નહિતર........”
“નહિતર શું કરીશ........ ? મારી રાણીને ખાઈ જતા આવડે છે મને”, આકાશ એની નજીક ગયો,
“હા તો ખાઈ જા તારી રાણી ધરતીને.....”
“ધરતી......... એ કોણ..........? ”
“તારે સાંભળવું જ છે..... ?”
“હા........ હા.. મેડમ...”
“તારી રાણી હું જ હોઉંને બીજી કોઈની તાકાત છે આમાં આ હ્યદયમાં અંદર આવી શકે.... ?”
“અચ્છા એમ.....”
“હાસ્તો વળી....”
જેમ વેલ આધારને વિંટળાઈ જાય તેમ ધરતી આકાશને વિંટળાઈ ગઈ, એકદમ મજબુત રીતે જાણે કેટલાય વર્ષોથી આં ક્ષણની રાહ જોતા હોય એમ બંને એકબીજામાં ખોવાઈ ગયો,
“આકાશ, મારા માટે તે તારુ સર્વસ્વ એકવાર ન્યોછાવર કરી દીધુ છે હવે બીજીવાર પણ એ જ સ્થિતીનું નિર્માણ થવા તરફ જઈ રહ્યુ છે તુ.... હું નથી ઈચ્છતી કે ફરીથી તું......”
“જો, તારા માટે હજારો કરોડો રૂપિયા કુરબાન તુ મને મળતી હોય તો હું મારુ સ્વર્ગ અર્પી દેવા તૈયાર છુ, હાલ જે થાય છે એમાં મને કોઈ આશ્ચર્ય નથી એ સર્વ થવાનું જ હતું તે થાય છે હજુ પરિસ્થિતિ આનાથી પણ વધુ ખરાબ આવશે, એના માટે પણ હું તૈયાર છું.”
“આકાશ તને એ રીતે હું નહિ જોઈ શકું.....”
“બસ હવે ચુપ કોઈ જ ઈમોશનલ વાત નહિ... મારુ શું થશે શું નહિ એ કરતા તારી જીંદગી જોડે જે થયું છે એને સુધારવાનું છે અને એ મહત્વનું છે સમજી....”
“પણ આકાશ, અત્યાર સુધી તુ જે બિઝનેશ માં પગ મુકવા માંગતો હતો એ ચાન્સ મારે લીધે તે ગુમાવી દીધો બીજુ 10 થી વધુ લાખનું તને નુક્સાન ગયું, જોબમાં તને કયો ફટકો પડ્યો એ બધુ મારે લીધી નથી....”
“ના એમાં તુ ક્યાંય જવાબદાર નથી એતો માત્ર બનવા જોગ જ છે...... પણ એક મિનિટ, આ બધાની તને ખબર કેમ પડી? તને કોણે કીધુ?”
“સોરી તારા બે ત્રણ કુરીયર આવ્યા હતા, જે મેં વાંચ્યા અને તુ જે બેગ ભુલી ગયો હતો એના પરથી.....”
“તમારે સોરી કહેવાની કંઈ જ જરૂર નથી તમારાથી મારુ કંઈ છુપુ નથી કે છુપુ રહેવાનું નથી એ બધુ તમારું જ તો છે, ...... પણ તમને જે ખબર પડી તે અધુરી છે.....”
“અધુરી કઈ રીતે... ?”
“મારી જોબ અને બીઝનેસમાં જે કંઈ થયું એમાં હાથ તમારા એ નો છે....”
“પણ એ તો જેલમાં છે....”
“હા એ સિંગાપુરથી આવ્યો હતો ત્યારે મોનાને મળ્યો હતો, મારા ખાસ અંગતે મને વાત કરી છે અને મે પણ એના માણસને ઓફિસમાં જોયો છે અને મારી જોબમાં મને હેરાન કરવા પાછળ એનો જ હાથ છે.......”
“પણ કઈ રીતે.......... ?”
“વાત થોડા સમય પહેલાની છે જ્યારે બે મહિના પહેલા કેસ ફાઈલ થઈ ગયો, એમાં એવું છે કે આપણે કેસ પહેલા તમારા અને સ્વીટીના અપહરણ, તમારા પર હત્યાનો પ્રયાસ, મારપીટ, સ્વીટીની હત્યાનો આટલા આરોપ મુક્યા એ પછી તારી જુબાની પછી મુંબઈ પોલીસે કેસ કર્યો તારા ભાઈની હત્યાનો, અહિંયા તો આપણે બધુ લગભગ ગુપ્ત રાખ્યુ હતુ પણ મુંબઈ પોલિસે એને હાજર થવાનું ફરમાન જાહેર કર્યુ ત્યારે એણે અહીંયાના કેસની ખબર પડી, એટલી એની આદત મુજબ પ્રથમ તને શોધવાનો પ્રયાસ કર્યો, પછી એને આપણા બંનેની ખબર પડી ગઈ, ઈન્સપેક્ટર શર્માં ઈન્ચાર્જ છે એની ખબર પડી, એણે પ્રથમ મુદતમાં જ કોર્ટમાં હાજર ન થયો પણ મારી જોડે મુલાકાત કરી હતી, એ દિવસે બીજુ કંઈ તો ન કરી શક્યો ધમકી આપ્યા સિવાય, પછી એણે મારો ઈતિહાસ ફંફોસ્યો તો મારા માટે મોનાને સોફ્ટ કોર્નર છે એ ખબર પડી, એટલે મોનાને મળ્યો મુંબઈમાં અને બીઝનેશમાં પાર્ટનરશીપ લીધી, ડિલ કરી, એના માણસને અહીંની ઓફિસમાં ગોઠવ્યો, આખી, ઓફિસનું સ્ટ્રક્ચર ઉપરથી નીચે સુધી બદલાવાયુ, મોના એ મને ઓફર કરી એની સાથે મેરેજની મે ના પાડી તો મને બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી રાજીનામું અપાવ્યું મારા 10 ટકા પાર્ટનરશીપ પણ પછી લઇ લીધી. મને આર એન્ડ સી ના મેનેજરમાંથી કાઢ્યો, અને ક્યુ એન્ડ સી નો ડિપાર્ટમેન્ટલ હેડ બનાવ્યો સેલેરી ઘટાડી, મારી સગવડો લઈ લીધી અને અમુક સ્પેશીયલ સગવડો એક ફેમિલી મેમ્બર તરીકે મળતી હતી એ બંધ કરી , મારી સેક્રેટરી કમ ફ્રેન્ડને મારી જોડેથી લઈ લીધી અને કંપનીમાં સાવ એકલો કરી દીધો, આ બધી એની ગેઈમ છે એ ઓછુ હોય એમ મારા શેરબજારના ઈન્વેસ્ટમેન્ટની ખબર પડી મારા શેરબજારના મેનેજરને ફોડ્યો અને ત્રણ દિવસમાં 15 લાખનું નુક્સાન કરાવ્યુ એમા તો મારે વિજયના બિઝનેશમાંથી પાર્ટનરશીપ ફ્રેન્ડશીપ તૂટે એના ભયે પણ મુકી દેવી પડી, ઓફિસના ફોન પર ધમકી આપવી, મારી ગાડીનો પીછો કરવો મેન્ટલી ટોર્ચરીંગ આ તો નોર્મલ બાબતો છે હમણાં ની મારી જોડેની........”
“આકાશ તારી જોડે................”ધરતીની આંખમાંથી આંસુ વહી ગયા, એ રડી પડી
“અરે યાર, તુ કેમ રડે છે એમાં, આ બધુ તો નોર્મલ છે હું તો પહેલેથી જ માનસિક રીતે તૈયાર જ છુ એમા તારે કંઈ જ ટેન્શન લેવાની જરૂર નથી,...”
“પણ, મારે લીધે તુ આટલો બધો હેરાન થાય એ કેમ ચાલે..? આકાશ એક કામ કર પ્લીઝ મારે કેસ નથી લડવો, તું મુકી દે આ બધુ, આપણે અહીંથી દૂર જતા રહીશું પ્લીઝ,,,,, પણ તુ....” બેડ પર બેઠી બેઠી રીતસરની રડી પડી, એ બહું જ ધ્રુસકે ધ્રુસકે રડતી હતી, આકાશ એની નજીક આવ્યો,
“ચુપ થઈ જા ધરતી, પ્લીઝ....”
“ના તુ કાલે... કાલે નહીં આજે જ કોર્ટમાં અપીલ કરી દે કે કેસ પાછા ખેંચવા છે બસ...”
“શાંત થઈ જા ધરતી પ્લીઝ.....ધરતી, ધરતી, પ્લીઝ, ચુપ એકદમ ચુપ થઈ જા.... કંઈ જ નથી કરવું, તને ન્યાય આપવામાં મારે જીવ પણ જાય તો તે મને મંજૂર છે પણ....” એટલામાં ધરતીએ જોરદાર તમાચો આકાશના ગાલે ચોડી દીધો.
“તને કંઈક થઈ ગયું તો હું શું કરીશ? હું કોના ભરોશે છુ? ... હું તારા જ ભરોશે તારા સહારે જ મેં છ મહિના કાઢ્યા છે અને આગળ તુ નહિ હોય તો..? ” ધરતી આકાશને વળગીને રડી પડી, આકાશ ઘડીક સ્તબ્ધ થઈ ગયો, એને શું બોલવુ શું કહેવું કંઈ જ ખબર ન પડી, ધરતી એના ખભા પર માથુ ઢાળીને રડી પડી બહું જ જોરથી, ધ્રુસકે ધ્રુસકે રડી પડી, થોડીવાર સુધી બંને છેડે મૌન છવાઈ ગયું.... આકાશે મૌન તોડ્યુ,
“ધરતી, જો મને કંઈ નહીં થાય ઓકે.... પ્લીઝ કેટલુ રડીશ હવે મારા સમ છે રડી છે તો....ચલ હવે સુઈ જા, હા દવા લીધી....,”
“ના બાકી છે,...”
“તો ચલ ઊભી થા મો ધોઈ નાખ, રડી રડીને કાળી થઈ જઈશ, તુ ગોરી છો ને એ સારુ છે સમજી, ચલ ઊભી થા....” આકાશે એના ગાલ પરથી આંસુ લુછ્યા,
“કાળી કે ગોરી હવે શું ફેર પડે છે.... ?”
“મને તો પડે છે ને,........” આકાશ એની નજીક આવ્યો એની આંખમાં આંખ નાખી,
“પાણી લઈ આવ તો દવા પીશ ને...”ધરતી એ શરમાઈને વાત વાળી એ નીચુ જોઈ ગઈ
“ઓકે લાવું છુ પણ પહેલા મોં ધોઈ નાખ, ચલ, બહું રડી છો જો મારો શર્ટ ભીનો થઈ ગયો છે,”
“સોરી........ “ હજુ એ નીચુ જ જોતી હતી.
“ઓકે, ચલ જા હું આવું છું દવા લઈને...”
“ઓકે...” ધરતી વોશરૂમમાં ગઈ, આકાશ પાણી લેવા ગયો, આકાશ પોતે પાણી પીતા વિચારતો હતો ધરતી એ જે કીધુ એના પર, કે શું એ ખરેખર એકરાર હતો કે બસ ઈમોશનમાં બોલી ગઈ હતી, એણે સિગરેટ શોધીને સળગાવી, એ બસ ધરતીના, એના અને ભવિષ્યમાં આગળ શું થશે એ વિચારે ચઢી ગયો... એ ઘડીક ભુલી ગયો કે એ દવા લેવા અને પાણી લેવા આવ્યો છે...
ધરતી ફ્રેશ થઈ ને આવી 10 મિનીટ રાહ જોઈ આકાશ આવ્યો નહીં એ બેડ પરથી ઊઠી બહાર રસોડામાં ગઈ તો, આકાશ શૂન્યમનસ્ક મને રસોડામાં પ્લેટફોર્મના ટેકે ઊભો ઊભો કંઈક વિચારતો હતો અને સિગરેટના કશ થી કશ મારતો હતો, એ ધડીક તો સ્તબ્ધ થઈ ગઈ, આમ, આકાશને સિગરેટ પીતો જોઈને એ નજીક ગઈ અને સિગરેટ હાથમાંથી બહાર નાખી દીધી,
“તને કંઈક છે......... મગજ જેવું...”
“ના એ તો ક્યારનુંય આપી દીધુ, વેચી દીધુ,....”
“હું તારી રાહ જોઉં છુ અને તુ અહીં ઊભો ઊભો સિગરેટના ધુમાડા કાઢે છે તે આ ક્યારથી ચાલુ કરી.....?”
“સોરી હું અહીં આવ્યો ત્યારથી જ ચાલુ છે હા રોજ નહિ કોઈક દિવસ ટેન્શનમાં હોવ તો જ...”
“બસ આજ પછી જોયો છે તો યાદ રાખજે....”
“શું કરીયે મેડમ...”
“દૂર જ રહે મારાથી........” આકાશ નજીક આવવા ગયો ત્યાં જ ધક્કો માર્યો,
“સોરી યાર....”
“તેલ પીવા ગયું તારુ સોરી....” ધરતી ગુસ્સામાં બેડરૂમમાં જતી રહી, આકાશ મનોમન હસી પડ્યો
આકાશ દવા અને પાણી લઈ બેડરૂમ માં ગયો ત્યાં ધરતી ગુસ્સામાં ચાદર ઓઢી પડખુ ફેરવી સુતી હતી, “ધરતી ચલ દવા પી લે...” આકાશે ચાદર ખસેડી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો.
“નથી પીવી દવા મારે....” ગુસ્સામાં ચાદર પાછી ખેંચી લીધી
“સોરી યાર, મારો ગુસ્સો દવા પર શું કામ ઉતારે છે.... ચલ પી લે જો મારા સમ છે.”
“હા પી લઈશ, પણ...... “
“તુ કંઈ પણ શરત મુકે એ પહેલા કહી દઉં કે, આ આદત છુટતા થોડીવાર લાગશે હા છોડી દઈશ, એમા ના નહી, પણ થોડો સમય આપજે...”
“ઓકે, મંજૂર છે, રોજ કેટલી પીધી એનો હિસાબ મને આપવાનો બસ...”
“ઓકે, મંજૂર છે હવે તો દવા પી લો ઊભા થાવ,....”
“નથી પીવી યાર કડવી છે, સાત જનમથી દવા જ પીતી હોવ એવું લાગે છે..... પ્લીઝ નથી પીવી....”ધરતી નાના છોકરાની જેમ કરતી હતી,
“તુ ઊભી થા જો,” આકાશે એનો હાથ પકડ્યો અને બેઠી કરી,
“સાવ, લુલી લંગડી નથી હોં, ઊભી થઈ શકુ છું...” એણે એમ કહી આકાશનો હાથ છોડાવ્યો પણ એમ કરતા જ એ ચીસ પાડી ઉઠી, હળવી, “આઉચ..............”
“શું થયું.... મેં ના પાડી છે તને જોરથી ઉઠવાની હજી તારા પગ અને હાથ અને છાતી પર તકલીફ છે તુ ભુલી કેમ જાય છે તને કેટલી વાર ના પાડી,”
“બસ, આકાશ, કંઈ નથી થયું, બેસ અહીં....” એણે આકાશનો હાથ પકડીને બેસાડ્યો, “બેસ....” એણે એને બેડમાં ખેંચ્યો,
“તને કંઈ ભાન પડે છે.....”
“પણ આટલુ ટેન્શન કેમ લે છે કંઈ નથી થયુ મને....”
“ટેન્શન તો લેવું જ પડે ને...”
“બસ, શાંત થા લાવ” દવા એણે દવા પીધી,
“બસ, હવે ખુશને... “ધરતીએ પાણીનો ગ્લાસ આપતા કહ્યું
“ઓકે, આભાર, ચલ સુઈ જા હવે હું બહાર જઈને સુઈ જાવ છુ, ઓકે....”
“ઓકે, ગુડ નાઈટ હા દરવાજો ખુલ્લો રાખ અથવા અહીં જ સુઈ જા મને બીક લાગે છે.... “આકાશ એ સાંભળી જોરજોરથી હસી પડ્યો....
“શું હસે છે સાચુ કહું છું અહીં સુઈ જા.....”
“ના દરવાજો ખુલ્લો જ છે ઓકે....”
“કેમ મારી જોડે સુતા બીક લાગે છે...”
“હા તુ મને કોઈને મોં ન દેખાડવા લાયક કરી નાખે તો... મારે ક્યા જવુ....?”
“નહીં મુન્ના, હું કંઈ નહીં કરુ, આવી જા..” ધરતી હસી પડી,
“એવું કંઈ નથી મેડમ પણ તુ સુઈ જા મારે ઓફિસનું થોડું કામ છે ચલ સુઈ જા...”
“તો અહીંયા લઈ આવ, ચલ હું ટીવી જોઉં છું તું એમ કર...”
“ઓકે, બહું જીદ્દી છો....”
“તારી જ છું જેવી છું એવી....” બંને મંદમંદ હસી પડ્યા, આકાશ ધરતીની બાજુમાં ખુરશી નાખી બેઠો કામ કરવા લાગ્યો ધરતી ટીવી જોતા જોતા સુઈ ગઈ, આકાશે હળવેકથી ટીવી બંધ કર્યુ,
એ કામ કરતા થાકીને ક્યારે સુઈ ગયો ચેરમાં એને જ ખબર ન પડી,
*****
આકાશ અને ધરતી ના દિવસો આમને આમ વિતતા ગયા, ધરતી એ કોર્ટ હાજરમાં થઈ જુબાની આપી, ધરતી જુબાની આપવાના દિવસે....
સવારે આકાશ રોજની જેમ જ ઉઠી ગયો, એના રૂમમાંથી એ ધરતીના રૂમમાં આવ્યો બારણું રોજની જેમ ખુલ્લુ જ હતુ, ધરતી બેડના ટેકે બેઠી હતી, વિચારોમાં ખોવાયેલી હતી, એ બેડ પર જઈને એની બાજુમાં બેઠો છતાંયે ધરતીના વિચારો ન તુટ્યા,
“ધરતી... ધરતી”, એણે ધરતીને ઢંઢોળી
“હા... અરે આકાશ તમે ઉઠી ગયા”
“હા, શું વિચારમાં છે? ચલ તૈયાર થઈ જા, ચલ મોડુ થશે....”
“બસ કંઈ નહીં, થોડીક બીક લાગે છે....”
થોડીવાર મૌન રહી, એણે આકાશના ખભે માથુ ઢાળી દીધુ, રીતસર એને વળગી પડી,
“આકાશ થોડી નહી બહું જ બીક લાગે છે હું નહીં બોલી શકું કંઈ... આકાશ મારે નથી જવુ, પ્લીઝ હું અજીતનો સામનો નહીં કરી શકુ, મારે એ દિવસો નથી યાદ કરવા.... પ્લીઝ, આકાશ..... “ એ રડી પડી
“ધરતી, ધરતી, આમ જો મારી આંખમાં આંખ નાખીને, હું છું ને, હવે એ અજીત તારુ કંઈ નહીં બગાડી શકે, ઓકે, તું મને પ્રેમ કરે છે ને? તને મારા પર વિશ્વાસ છે ને? છે ને... ?”
“હા, આકાશ...... પણ, મારે લીધે તને...???.”
“કંઈ નહીં થાય મને તું શું કામ ડરે છે.” આકાશે બન્ને હાથ એના ગાલ પર મુક્યા.
“આકાશ તને કંઈક........ “ પણ એ રડી પડી., એણે ધરતીની આંખોમાં જોયું એને ભરોસો આપવાનો પ્રત્યન કર્યો. અને હળવેકથી બાહોમાં લીધી અને ભેટીને સાંત્વના આપવાનો પ્રત્યન કર્યો.
“કંઈ નહીં થાય મને ઓકે, ગાંડી વાતો બંધ કર અને ચલ ઊભી થા તૈયાર થઈ જા આજે ખરો દિવસ છે, ઓકે, આજ દિવસની તો મેં રાહ જોઈ છે, તારા કે મારા માટે નહીં આપણી સ્વીટી માટે, પ્લીઝ ગેટ અપ ડાર્લીંગ.... ઓકે, જલદી તૈયાર થઈ જા, ઓકે”
“ઓકે..........”
ધરતી રેડ ગોલ્ડન બોર્ડર સાડીમાં બહું જ સુંદર લાગતી હતી, એ તૈયાર થઈને બહાર આવી, આકાશ એ જ વખતે તૈયાર થઈ ને બહાર આવ્યો, બે ઘડીક જોઈ જ રહ્યો, એ કંઈ જ બોલ્યા વગર એની તરફ ખેંચાઈ ગયો, એની નજીક ગયો, ધરતી ઘડીક હેરાન રહી ગઈ,
“બહું જ સુંદર લાગે છે....” આકાશ એકદમ નજીક આવી ગયો,
ધરતી નીચું જોઈ ગઈ, આકાશ વધુ નજીક જાય ત્યાં જ સોનાબેને બુમ પાડી,
“ભાભી, ભાઈ ચા તૈયાર છે નાસ્તો પણ જલદી....” આકાશ ઘડીક ગભરાઈ ગયો એને અંદાજ પણ ન હતો કે સોનાબેન આવી ગયા છે. ધરતી હસી પડી, સોના પણ,
“કંઈ વાંધો નહિ ભાઈ, મેં કંઈ નથી જોયુ તમે જલદી ચા નાસ્તો કરી લો મોડું થશે....” સોના હસી પડી, ધરતી પણ, આકાશ થોડો શરમાયો, કંઈ બોલ્યો નહીં, ડાઈનીંગ ટેબલ પર ધરતીને હસવું આવતુ હતુ અને સોનાને પણ, અને આકાશ જોડે બોલવાના શબ્દો નહતા,
“શું યાર શું બંને હસે રાખો છો.... ?”
“કંઈ નહીં............ ભાઈ બસ એજ કે તમે જલદી લગ્ન કરી લો બને એ જ.....”
“દીદી શું તમે પણ.....” ધરતી શરમાઈ
“ખોટું ક્યાં કહું છું કેમ ભાઈ?”
“હા બસ, એની જ તો તૈયારી કરું છુ, એકવાર એ રાક્ષસ જેલમાં જતો રહે પછી એ પણ કરીશ, કેમ મેડમ.... ?” આકાશે ધરતીના હાથમાં હાથ મુકી દીધો,
ધરતી કંઈ જ બોલી ન શકી શરમાઈ ગઈ,
બંને ફટાફટ ચા નાસ્તો કર્યો,
“ધરતી જલદી કરજે મોડુ થશે.... ઓકે, ફાસ્ટ”
“હા, બસ એક જ મિનિટ,..... હું આવું....”
“ઓકે પણ જલદી....”
ધરતી અંદર રૂમમાં ગઈ અને તરત પાછી આવી,
ધરતી પ્રથમવાર જ આમ ખુલ્લે આમ આકાશ સાથે બહાર નીકળી હતી, એ આકાશ જોડે જતી હતી પણ, સાંજે મોટેભાગે કે રાત્રે, પણ દિવસે તો આજે જ નીકળી હતી, એને બધુ જ બહું વિચિત્ર લાગી રહ્યુ હતુ, ફ્લેટમાથ લિફ્ટ અને લિફ્ટ માથી નીકળીને ગાડી સુધી એને બહું બધુ યાદ આવી ગયું, એનો ભુતકાળ, એના પર જબરજસ્તી, વિડીયો, અત્યાચાર, એને લાગી રહ્યુ હતુ બધા એની સામે જોઈને હસી રહ્યા હતા, એણે આકાશનો હાથ પકડી લીધો, આકાશ ઘડીક એની સામે જોઈ જ રહ્યો, એણે ધરતીના કપાળે વળી રહ્યો પરસેવો, ચહેરાના હાવભાવ સ્પષ્ટ કરી રહ્યા હતા કે ધરતીને બીક લાગી રહી હતી, એણે એનો હાથ મજબુત રીતે પકડ્યો, ગાડીને ઈશારો કર્યો, ચાચા ગાડી લઈને આવી ગયા.
ધરતી વ્યવસ્થા જોઈને અવાચક રહી ગઈ, બે પ્રાઈવેટ સિકયુરીટી ની ગાડી હતી, ગન સાથે અને પ્રાઈવેટ સિક્યુરીટી ઓફિસરે દરવાજો ખોલ્યો, ધરતી આકાશની ઓફિસ ગાડીમાં અંદર બેઠી, એને બહું જ ડર લાગી રહ્યો હતો એણે આકાશના ખભા પર માથુ ઢાળી દીધુ,
આ બાજુ કોર્ટમાં સૌ કોઈ આ મોભો જોઈ ચકિત થઈ ગયા, તે એક મોંધી ગાડી અને એમાંથી સિક્યુરીટી ગાર્ડસ વીથ ગન ઉતર્યા એમણે દરવાજો ખોલ્યો, એમાંથી આકાશ અને ધરતી ઉતર્યા કોર્ટે પરિસરમાં પ્રાઈવેટ સિક્યુરીટીનો ચાર્જ પોલીસે લીધો, પોલિસ ધરતી અને આકાશને કોર્ટ રૂમ સુધી દોરી ગઈ, અને ત્યાંજ ધરતી અને આકાશની નજર ધરતીના પતિ પર પડી, એ બે ઘડી આવો મોભો જોઈને અવાચક થઈ ગયો, એ આકાશે ધણીવાર મળ્યો હતો છેલ્લા છ મહિનામાં નિયમીત મુલાકાત થતી હતી પણ આ રીતે પ્રથમવાર જ મુલાકાત થઈ એ પણ ધરતી સાથે, આ બાજુ ધરતીની નજર એના પર પડી એ થોડીક ડરી ગઈ એણે જ્યારે પણ એના પતિને જોયો હતો ત્યારે એ હુંકમ ચલાવનાર, શેતાની સ્વરૂપ ભયાનક રૂપમાં જ જોયો હતો આજે એણે એને હાથકડીમાં જકડાયેલો, શશ્ત્ર પોલીસથી ઘેરાયેલો જોયો હતો, ધરતીની નજર સામે એનો પ્રેમ અને પ્રથમ દિવસો યાદ આવી ગયા, એના આંખોના ખૂણા ભીના થઈ ગયા,
આ બાજુ આકાશના મનમાં ડર હતો, છેલ્લા છ મહિના ઉપરથી આ કેસની ટ્રાયલ ચાલતી હતી.
બે મહિના તો રીતેશ હાજર ન થયો પછી માંડ હાજર થયો, ચાર મહિનાથી પોલિસ રિમાન્ડ લઈ રહી હતી, પણ હજુ એણે ગુનો કબુલ્યો ન હતો, ન તો પોલિસ વધુ પુરાવા ભેગા કરી શકી હતી, આમ આકાશ નું ટેન્શન હતુ ક્યાંક રીતેશ પૈસા આપીને કેસ બગાડી ન નાખે, કેમ કે એની જોડે બહું જ પૈસા હતા બે નંબરના અને ઉપર પોલિટીશીયનમાં રીલેશન પણ બહું જ હતા,
હજુ કોર્ટ ચાલુ થવાને વાર હતી, આકાશને વકીલનું કામ હતુ જેથી એ બંને બહાર ગયા, ધરતીને એકલી બેસાડીને આકાશ જોડે બીજો કોઈ ઉપાય ન હતો, આકાશ અને વકીલ બંને કોર્ટ ચાલુ થતાં જ પાછા આવી ગયા,
આ બાજુ કોર્ટ ચાલુ થતાં જ ધરતી પ્રથમ બયાન આપવાની શરૂઆત કરી પણ આકાશના આશ્ચર્ય વચ્ચે એ થોડુ જ બોલી શકી, એ એકદમ ગભરાઈ ગઈ, આ બાજુ સામે વકીલે ધરતીના ચારિત્ર્ય પર કોલગર્લ હોવાનો, પતિને વફાદાર ન હોવાના ફોટા, પુરાવા રજુ કર્યા, ધરતીને કંઈ પણ બોલવા જ ન દીધી,
આજે જાણે બધા જ સંજોગો આકાશની વિરુધ્ધ હતા, કોર્ટ ધરતીનું બયાન સાંભળવાની ના પડી, ઉપરથી એની પુછપરછ માટે કહ્યું, અને આકાશનો વકીલ કંઈ જ ન કરી શક્યો, ઉપરથી રીતેશે ખોટુ મેડીકલ ચેકઅપનું બહાનું કાઢ્યુ, અને જામીન અરજી કરી, જે કોર્ટે બીજા સેશનમાં હાથ ધરવા કહ્યું,
આકાશની સમજ બહાર હતુ જે થઈ રહ્યુ હતુ એ એક બાજુ કોર્ટ ધરતીની માનસિક સ્થિતી ચેક કરવાના આદેશ આપ્યા હતા, અને સાંજે રીતેશના જામીન અરજીની સુનાવણી, ધરતી લાગેલા, લગાવેલા ચારિત્ર્યહીન, માનસિક રીતે પાગલ, કોલગર્લ જેવા આરોપોથી ફરીથી ભાંગી પડી હતી, અને બોલવા ચાલવાની હાલતમાં જ ન હતી,
રીશેસ ટાઈમમાં,
“શું થઈ રહ્યું છે આ વકીલ સાહેબ?” વકીલરૂમમાં આકાશે પૂછ્યુ,
“મને જ નથી સમજાતુ કે એક જ રાતમાં બધુ ફરી ગયું, મને લાગે છે કે રીતેશને જામીન મળી જશે...”
“તો હવે. ?..”
“હાલ તો આપણે હારી રહ્યા છીએ,.... અને ઈન્સપેક્ટર મિશ્રા પણ નથી, નહીતર એમના બયાનથી પણ રાહત થાય એ પણ નથી, આકાશભાઈ તમે એક કામ કરો, અહીંથી જાવ હું કોર્ટને કહી દઈશ કે, ધરતીને હોસ્પિટલ લઈ જવા પડ્યા એટલે તમે હાજર નથી...”
“પણ.....?”
“હું કહું છું બરાબર કહું, તમે જાવ ધરતીને લઈ જાવ અહીંથી, પ્લીઝ મારી વાત માન”,
“ઓકે......”
“એક મિનિટ, આ વાત કરીને પછી જાવ”
“કોણ છે ? ”,
“મિશ્રા સાહેબ છે....”
“આકાશ, કેમ છે?” ફોનમાં સામેથી પહાડી અવાજ મિશ્રા સાહેબનો હતો,
“મને સમજાતુ નથી, અચાનક....”
“રીલેક્સ તમે બંને ઘરે જાવ, ક્યારેક જીત માટે હાર ખાવી પડે છે, પ્લીઝ તમે જાવ હું પછી વાત કરીશ,”
“ઓકે, બાય....”
આકાશ ધરતીને લઈને ઘરે આવ્યો, આ બાજુ રીતેશને જામીન મળી ગયા, ધરતી માનસિક રીતે બીલકુલ પડી ભાંગી હતી, અને એને તાવ હતો, સાંજે સોનાબેને જમવાનું બનાવ્યુ, ધરતીએ થોડુ ધણુ ખાધુ,અને રૂમમાં જઈને સુઈ ગઈ, આકાશે દવા આપી ને બહાર ટીવી જોતો હતો,પણ ટીવીમાં એને કંઈજ રસ ન હતો, ધરતી એની જોડે કંઈ જ બોલી ન હતી, રડતી જ હતી, એને તાવ હતો બે વાર દવા આપી હતી, છતાં અસર નહતી,
આકાશ ટીવી જોતા જોતા ક્યારે સુઈ ગયો,એની એને કંઈ જ ખબર ન રહી, સવારે સોનાબેનના ડોરબેલના અવાજથી એ ઉઠ્યો, ઉઠીને ઘડિયાળમાં જોયું તે, નવ વાગી ગયા હતા, આજે સોનાબેન પોતે પણ મોડા હતા, એણે દરવાજો ખોલ્યો,
“ગુડ મોર્નીંગ.... આકાશભાઈ...”
“ગુડ મોર્નીંગ,,....”
“શું થયુ કેમ હજી ઉઠ્યા નથી? અને ધરતીબેન... “ આકાશના મનમાં ધરતીનું નામ સાંભળતા જ યાદ આવ્યુ કે “ રાતનો તાવ ઉતર્યો કે નહીં”, કંઈ જવાબ આપે એ પહેલા રૂમમાં દોડી ગયો,
“ધરતીને હજુય તાવ હતો, વધારે હતો”,
“શું થયું આકાશભાઈ..? ..”
“ધરતીને તાવ છે રાતનો હજુયે છે વધારે છે”
“દવા..... ?”
“આપી હતી, દવા મે પણ હજુ ઉતર્યો નથી તાવ”,
“ડૉ ને કીધુ,..... ?”
“ના, રાત્રે દવા આપી હતી એટલે નથી કહ્યું હમણાં કહું”,
“તો કહી દો, જલદી તૈયાર થઈ જાવ”,
“તમને મોડુ થશે”
“હા બસ બે મિનિટ તમે ચા મુકો”
“આકાશે ડૉને ફોન કરી બધી વાત વિગતવાર જણાવી એમણે કહ્યું કે હું થોડીવારમાં આવીને ચેકઅપ કરી જઈશ”,
આ બાજુ આકાશે ઓફિસમાં ફોન કરીને કહ્યું કે એ મોડો આવશે, અને એ નાહીધોઈને ફ્રેશ થઈ ગયો ધરતી ઉઠી હતી એટલામાં,
“ગુડ મોર્નીંગ, હવે કેમ લાગે છે. ?”
“ગુડ મોર્નીંગ.... થોડીક ઠીક.......” ત્રુટક ત્રુટક એટલું જ બોલી શકી ધરતી,
“તાવ છે હજુ તને?........”
“ના પ્લીઝ આકાશ તમે ઓફિસ જાવ તમને મોડુ થશે.......” આકાશ બાજુમાં બેઠો બેડ પર એટલામાં ધરતી બોલી,
“હું જઈશ, થોડીવાર પછી આમ પણ મેં કહી દીધુ છે કે હું મોડો આવીશ...બ્રશ કરી લીધુ?”
“હા.....”
“તો પછી ચલ ચા-નાસ્તો કરી લો”
“હું લઈ આવું છું....”
“ના બસ ખાલી ચા જ થોડી જ....”
“ઓકે...” આકાશ ઊભો થઈને રસોડા તરફ જતો હતો એટલામાં સામેથી જ સોનાબેન આવી ગયા,
“લો...... તમે બેસો આકાશભાઈ.....”
“ઓકે લાવોને હું લઈ લઉં છું તમે પણ લઈ લેજો...”
“ના હું ફક્ત ચા જ પીશ નાસ્તો કર્યો હતો મેં ઘરે....”
“ધરતી થોડો નાસ્તો કરી લે.....”
“ના, ઈચ્છા નથી .....”
એટલામાં ડૉ. આવી ગયા, એમણે સામાન્ય વાતચીત પછી ચેકઅપ કર્યુ અને દવા આપી, આકાશ અને ડૉ. બંને સાથે જ બહાર આવ્યા....
“શું લાગે છે ડૉ...? ”
“કાલે કંઈ વધારે થયું હતુ..... ?મને લાગે છે કે માનસિક આઘાત લાગ્યો છે.”
“હા કાલે દર્શન થયાને કોર્ટમાં અને ટોટલ નેગેટીવ રીઝલ્ટ રહ્યુ કોર્ટમાં કાલે એટલે....”
“ઓહ, એ તો વધારે ખરાબ કહેવાય.... તમે બને ત્યાં સુધી એમને એકલા ન મુકતા બાકીની વાત આજે કરીશુ મારી ક્લીનીક પર તમને અને બેનને મોડુ થાય છે રેટ?”
“હા ઓકે હું આવી જઈશ બાય”
“બાય એન્ડ ડોન્ટ વરી”,
*****
આકાશ ઓફિસમાં ગયો સામાન્ય રૂટીનમાં દિવસ પૂર્ણ થઈ ગયો, પણ ઘરે પહોંચતા મોડો હતો કેમકે એ ઓફિસથી ડૉ.ની ક્લીનીક પર ગયો, અને ત્યાંથી આવતા મોડુ થઈ ગયું, આ બાજુ દવા આપી સોનાબેન આકાશને ફોન કરીને નીકળી ગયા,
રાત્રે આકાશની રાહ જોઈને ધરતી બેસી રહી હતી, જમ્યા વગર, અને આકાશ રાત્રે ગયો પછી બંને વચ્ચે કઈ ખાસ વાતચીત ન થઈ
અને એ રીતે થોડાક દિવસો નીકળી ગયા, આકાશને ઓફિસમાં દબાણ વધતા ગયા, અને ધરતી બહું જ નાજુક સમયમાં હતી એટલે એને સંભાળવી પણ જરૂરી હતી ઓફિસના એકાઉન્ટમાં પ્રથમ વાર જ એની જાણ બહાર ગોટાળા થયા હતા, એ પણ એના ધ્યાન પર ન આવ્યા, અને વિજય સાથેના બિઝનેસમાં પણ થોડાંક સંબંધ બગડ્યા, અને ધરતી પણ ખાસ વાતચીત કરતી ન હતી એનુ કારણ પણ એને ખબર ન હતી, એમને એમ દિવસ વિતતા જતા હતા, એના પછી બે વાર કોર્ટ આવી ગઈ એણે ધરતીને હાજર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, છેલ્લીવાર કોર્ટમાં એની અને રીતેશ વચ્ચે સારી એવી ચકમક ઝરી..... એણે આકાશને ધમકી પણ આપી દીધી...
એના થોડા દિવસ પછી એની મેનેજર મોના એ આકાશને બોલાવ્યો કેબિનમાં,
“હાય ડાર્લીંગ બેસને તુ આમ ઊભો ગરીબડો બનીને સારો નથી લાગતો મારી પાસે તો બેસ બહું સેવા કરીશ તારી.....”
“કામ શું છે......... ?” આકાશે વાત વચ્ચેથી કાપી નાખી,
“ડાર્લીંગ મને તો સેવાની તક આપ”
“તમારે આવી ફાલતુ વાત કરવી હોય તો મારી પાસે સમય નથી.......”
“ઓહ બહું ઉતાવળ છે...... શું પીશ ચા કે કોફી?”
“નો નથીંગ....”
“ઓહ હું તો ભુલી ગઈ તુ તો તારી બહાર પરણેલી પત્નીના હાથની જ ચા પીતો હોઈશ નહી?”
આકાશ ચમક્યો...... “તમારે કામ શું છે?”
“ઓહ, બહું ઉતાવળો તુ........ મને તારી બધી ખબર છે, મારે ડિલ કરવી છે, તું આ પેપર્સ પર સહી કરી દે આ શીતલ એન્ટરપ્રાઈઝ 400 કરોડ રૂપિયાનું તારુ અને આ મોના પણ બસ, તે તારી પેલી જોડે બહું જલસા કર્યા.......”
“તમે મારો સોદો કરવા નીકળ્યા છો........ ?”
“સોદો નહીં જાન, જો રીતેશ મારો કઝીન છે બહું જીદ્દી છે અને પૈસો પણ બહું છે એની જોડે એની સામે લડવા કરતા સમાધાન કરી લે ને......”
“અને સમાધાન કઈ રીતનું એ કહેશો જરા....”
“એ જ કે ધરતીની જગ્યાએ હું ગોઠવાઈ જઈશ શીતલ એન્ટરપ્રાઈઝની સ્વીસની શાખા એની અને તું મારો.”
“ઓહ વેરી નાઈશ...”
“તો સોદો મંજૂર...”
“તુ મને તારી સાત તો શું સિત્તેર હજાર જનમ લઈશ ને તો પણ ખરીદી નહીં શકે રહી વાત રીતેશની તો હું એને જોઈ લઈશ, તારો આ સોદો તારી જોડે જ રાખ, ઓકે **** બાય ધ વે તારા કઝીનને કહેજે કે એસીમાં સુવાનું બંધ કરી દે કેમ કે હવે આખી જીંદગી પથ્થર જ તોડવાના છે જેલમાં... ઓકે...”
“આકાશ તને ભારે પડશે...”
“થાય એ કરી લે જે છુટ છે તને ઓકે.” એમ કહીને આકાશ નીકળી ગયો
“આકાશ....... તને બહું જ તકલીફ પડશે... યાદ રાખજે....” મોના લગભગ ગુસ્સા સહિત જ બોલી ગઈ,
“આઈ ડોન્ટ માઈન્ડ સ્વીટી .....” આકાશ સહસ્મિત ત્યાંથી નીકળી ગયો,
*****
બે દિવસ પછી,
આકાશ રૂટીન મુજબ બપોરે એક બહું જ અગત્યની મિટીંગમાં જવા નીકળ્યો,એનાથી કંપનીને બહુંજ ફાયદો થાય એમ હતો,
આકાશની ગાડી નોર્મલ ટ્રાફિકમાં જતી હતી, એટલામાં જ ચાર રસ્તા સર્કલ નજીક રેડ સિગ્નલમાં ગાડી ઊભી રહી, ત્યાં જ પાછળથી એક ગાડી એ જોરદાર ટક્કર મારી, અને બીજુ કંઈ સમજે એ પહેલા જ બે બાઈકર્સ આવ્યા હોકી અને બેઝબોલથી આગળ પાછળના કાચનો ભુક્કો બોલાવી દીધો, ગાડીનો પણ ભુક્કો બોલાવી દીધો, અબ્દુલચાચાને ઘણું જ વાગ્યુ હતુ, આકાશ સીટની નીચે જતો રહ્યો એટલે વાગ્યુ પણ બહું જ ઓછુ, પેલા બાઈકર્સ અને કાર પાંચ મિનીટમાં ગાડીનો ભુક્કો બોલાવીને ક્યાંય અલોપ થઈ ગયા,
આકાશ માંડ ઉભો થયો દરવાજો ખોલ્યો, અબ્દુલચાચાને કાચ વાગ્યા હતા, મુઢમાર પણ એમને બહાર કાઢ્યા, એટલામાં કોઈકે ફોન કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગયા, અબ્દુલચાચાને દવાખાને પહોંચાડ્યા, એમને દાખલ કરવા પડ્યા, એને બહું ખાસ વાગ્યુ ન હતુ બસ થોડા ફ્રેક્ચર હતુ,
“હેલો મિ. આકાશ...”
“ઓહ ઈન્સપેક્ટર વ્યાસ કેમ છો....”
“તમે ઓળખી ગયા હા તમારા જેવ ગ્રેટ પર્સનાલીટી ને ઓળખી જવાય ને,........”
“થેંકસ મને ડી.વાય.એસ.પી વર્માનો આઈ.બી. માથી ફોન હમણાં જ આવ્યો તમારે વિષે કહ્યું, મેં કેસ લખી લીધો છે એમના કહેવાથી, તમને કંઈ યાદ છે.. ?”
“ના ઈન્સ્પેક્ટર ખાસ કંઈ નહીં, પાછળથી કોઈ વાહને ટક્કર મારી બે બાઈકર્સે હુંમલો કર્યો અને મારી ઓફિસ બેગ છીનવી ગયા, બસ... બધુ જ એટલું ઝડપી બની ગયું કે કંઈ વિચારવાનો સમય જ ન મળ્યો....”
“ઓકે, બીજુ કાંઈ યાદ છે... ?”
“ના સર.......”
“ઓકે તો આકાશ તમારે હોસ્પિટલમાં સારવારની અને આરામની જરૂર છે તમે તમારી ટ્રીટમેન્ટ પૂરી કરો અને ત્રણ કોન્સ્ટેબલ અહીં જ રહેશે તમારી સાથે અને કોઈની ફોન પર ધમકી કે કોઈ દુશ્મની...?”
“ના સર, એવું કંઈ જ નથી બન્યુ હમણાં તો”
“ઓકે, કંઈ યાદ આવે તો મળજો ઓકે...”
“ઓકે બાય...”
“બાય....”
એમ કહીને ઈન્પેક્ટર નીકળી ગયા એમના કોન્સ્ટેબલને રાખીને...
આકાશે અબ્દુલચાચાના ઘરે સમાચારા આપ્યા એમના ઘરવાળા બધા આવી ગયા, અને આ બાજુ ડૉ. એમને ભયમુક્ત છે એમ કહી દીધુ અ બે દિવસ પછી એ ઘરે જઈ શકશે...એમ પણ..,
અને આકાશે મેનેજરને ફોન કર્યો,
“હાય સ્વીટ હાર્ટ આજે સામેથી....”
“આકાશ બોલુ છું મેમ હોસ્પિટલથી...”
“હા મને ખબર છે ડાર્લીંગ તારા શ્વાસના અવાજ પરથી ઓળખી જાઉ છું, છતાંયે તને મારા પ્રેમની કદર નથી, હાઉ સેડ.... ?”
“મારી ગાડી પર હુંમલો થયો છે અબ્દુલચાચા હોસ્પિટલમાં છે અને મારી પ્રોજેક્ટ ફાઈલ વાળી બેગ ગુમ છે અને મારા પૈસા પણ મેં પોલિસ કંપ્લેન કરી દીધી છે ઓકે બસ આ જ કહેવા ફોન કર્યો છે....”
“ડોન્ટ વરી ડાર્લીંગ બીજી કોઈ મદદ જોઈતી હોયતો ઘરે ગાડી મોકલું....”
“નો થેંક્સ.......” આકાશે પબ્લીક ટેલીફોલ બુથને પછાડ્યો,
સામેથી હસીને જોરથી ફોન કપાઈ ગયો
આકાશ હોસ્પિટલની ફોર્માલીટી પૂરી કરીને ઘરે ગયો, રીક્ષામાં...
આકાશે ઘરે જઈને દરવાજો ખોલ્યો, ધરતી બહાર આવી, રાતના લગભગ 1 વાગ્યો હતો તે આકાશની હાલ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ, શર્ટ પર લોહીના ડાઘ હાથમાં પાટો...
“આકાશ શું છે આ.... ? શું થયુ તમને.... ?” ધરતી જોઈને ડરી ગઈ.
“કંઈ નહીં મારી ગર્લફ્રેન્ડે કીસ કરી છે એના નિશાન છે...” એ સોફા પર બેઠો. આકાશ હસ્યો.
“શું મજાક કરે છે ઈડીયટ... શું થયુ બોલ ને ... આવી હાલત કેમ થઈ વધારે વાગ્યુ નથી ને અને આમ આટલુ મોડુ કેમ થયુ આ લોહી,,, આ પાટો.... બોલને આકાશ... બોલને યાર.... શું થયું છે...?”
“બસ... ચુપ શાંત થઈ જા ડિયર કંઈ જ નથી થયું બસ મારી ગાડીનો અકસ્માત થયો છે અબ્દુલચાચાને વધારે વાગ્યુ છે મને બસ થોડોક માર વાગ્યો છે અને હાથમાં થોડું ફ્રેક્ચર છે...બસ... બીજુ કાંઈ નથી...”
“પણ.. ક્યારે થયું આ બધુ....... ?”
“આજે બપોરે હું એક મિટીંગમાં જતો હતો ત્યારે...”
“બીજુ કંઈ નુક્સાન નથી થયુંને તને બીજે ક્યાંય...”
“અરે યાર છું તો તારી સામે હું બસ થોડો માર વાગ્યો છે બાકી ઓકે છું.”
“પણ તુ એવું શું કરતો હતો,....”
“અરે યાર મારી મેમ મોના ડાર્લીંગ જોડે ઈશ્ક ફરમાવતો હતો એમાં આ અકસ્માત થયો,...”
“અકસ્માત તારો થયો કોઈકે કર્યો ? એના વિચાર તુ કરતો હતો એમા બિચારી મોના નો શું વાંક છે..... ?”
“શું લાગતી હતી મોના આજે....”
“તો જા ને એની જોડે... હું શું કામ રાહ જોઈ રહી હોઈશ તારી, ક્યારની ભુખી, તરસી બેઠી છુ. શું થયુ એ કંઈ કહેવાનું નહિ અને બસ મોના ડાર્લીંગના નામના વખાણ ચાલુ.... તમારે જે કરવું હોય એ કરો હું જાઉં છું સુવા... ઓકે... બાય .... ગુડ નાઈટ.”એ ગુસ્સામાં જવા ઉભી થઇ.
“અરે ક્યાં જાય છે ........? એને હાથ પકડે બેસાડી........ “ સોરી યાર તને ખીજવતો હતો... ખરેખર તો એમ કહેવા માંગતો હતો કે મને કેમ એવું લાગે છે કે આ અકસ્માત કરવા પાછળ એનો હાથ હોય......”
“કેમ તને એવું લાગે છે.... ? અને તે જ તો મને કહ્યું હતુ કે આ ડીલથી કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો થશે. તો પોતાની કંપની નું નુક્સાન કરાવવા પાછળ એનો શું ઈરાદો હોઈ શકે... ?”
“મને પામવા એ કોઈપણ હદ સુધી જઈ શકે છે તો તને છોડાવવા પણ કંઈપણ હદ સુધી જઈ શકે છે.......”
પછી એણે બે દિવસ પહેલા ઓફિસમાં થઈ ગયેલી પૂરી વાત કહી...
“તમે આજે કહો છો આ વાત....”
”અરે મને શું ખબર કે આટલી ઝડપી આવું પગલુ ભરશે....”
“આકાશ... મને એંધાણ સારા નથી લાગતા હું એકવાર તારુ નુક્સાન કરી ચુકી છું ફરીવાર...”
“એવું કંઈ નહીં થાય તુ પારકી નથી બીજી વાત કે આ લડાઈની શરૂઆત થઈ ચુકી છે આનો અંત આપણી જીતથી જ આવશે મેં સ્વીટીને વચન આપ્યુ છે કે એના મોતના જવાબદાર તમામને હું સજા અપાવીને જ જંપીશ. એના માટે ભલેને મારે વેચાઈ જવું પડે કે મરી જવું પડે...”
“આકાશ.......... પ્લીઝ મહેરબાની કરીને આવી વાત નહીં કર તને કંઈક....”
“પ્લીઝ, ઈમોશનલ થઈને ફિલ્મી ડાયલોગ ના માર ઓકે અને ચલ જમવાનું કાઢને લઈ આવ તારા બેડરૂમમાં જમવું છે ભુખ લાગી છે.”
“ઓકે તમે ચેન્જ કરી લો હું લઈ આવું છું.”
“ઓકે............” આકાશ ઘડીક એને જોઈ જ રહ્યો...
“શું જુએ છે? કદી જોઈ નથી મને... ?”
“ના એવું નથી”
“તો શું વિચારે છે?”
“તારા પર આટલા અત્યાચાર કરનારનું મંગળસુત્ર અને સિંદૂર તુ રાખી કઈ રીતે શકે?”
“આકાશ આ શું છે એ તને નહિ સમજાય સમય આવ્યે ખબર પડશે... ઓકે...”
“ખરેખર યાર તને સમજવી બહું જ અઘરી છે...”
“તો તમે કઈ લાકડી જેવા સીદા નથી ચલો ઊભા થાવ હવે....”
“ઓકે....”
આકાશ ફ્રેશ થઈને રૂમમાં આવ્યો
“કેમ એક જ ડિસ... ? તમે તો કીધુ કે જમી નથી તો પછી એક જ કેમ?,,, જમવું નથી તારે?”
“ઓ સર... બ્રેક મારો પ્લીઝ બેસો કાલે સોનાબેને નથી આવવાના બહાર જવાના છે કાલે સેલ્ફ સર્વિસ છે અને આમેય તમે કામ ન કરવા દઈને મને આળસું ને જાડી તો બનાવી જ દીધી છે તમે સો તમે ડીસમાં જમો હું સીધુ આમાં જ જમી લઈશ”,
“તો મારી સાથે એક જ ડીસમાં જમવાથી તને કંઈ થશે નહિ આમ પણ દુનિયા સામે તો તુ મારી હાલની વાઈફ તો છે જ...”
“અને તમારી નજરમાં....” આકાશ ઘડીક એની સામે જોઈ જ રહ્યો, ધરતીની આંખો જાણે જવાબની રાહ જોતી હતી,
“ચલ લે....” આકાશે કોળીયો ધરતીના મોંમાં મુકી દીધો.... “બસ... અને કાલે બંને ટાઈમ બહાર જમીશુ તેમજ ફરીશુ અને લોંગ ડ્રાઈવ પર જઈશું ઓકે.”
“ખોટા સપના ન બતાવતો નહિતર બેઝબોલના ધોકા વડે માર મારીશ....”
“ઈટ્સ માય પ્લેઝર...”
“બહું નખરાબાઝ થઈ ગયો છે ચાલ જમી લે ચુપચાપ...”
“ચુપચાપ કઈ રીતે જમાય..... ? અને એમાં તમારી જ અસર આવી છે નખરા કરવામાં...”
બંને જમી રહ્યા..
આકાશે એના રૂમમાં જઈને સુઈ ગયો ધરતીને દવા આપ્યા પછી... સવારે થાક અને પીડાના કારણે આકાશ વહેલો ઉઠ્યો નહિ, ધરતી વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ અને આકાશ ના રૂમ તરફ ગઈ, આકાશ એના રૂમમાં આવતો પણ ધરતી બહું જતી નહીં. જતી પણ આકાશ ન હોય તો જ , એ રૂમમાં પ્રવેશી આકાશ હજુ સુતો હતો, એ પથારીમાં જઈને બેઠી “ આકાશ..... આકાશ.... “ એને ત્રણ વાર બોલાવ્યો પણ આકાશ હલ્યો નહિ,
પછી છેવટે એને ઢંઢોળ્યો છતાંય એ ઉઠ્યો નહિ એણે જોરથી ઢંઢોળ્યો અને માથા પર હાથ ફેરવ્યો... “આકાશ... ઉઠો તો.. મોડુ થઈ ગયું છે બહું....”
“હં.... સુવા દે ને યાર બહું જ થાક લાગ્યો છે ઊંઘ આવે છે... “ એમ કહિને ધરતીના ખોળામાં માથુ નાખી દીધુ.
“આકાશ ઉઠો તો ..... આકાશ....” છેવટે આકાશે આંખો ખોલી, એ ઘડીક એકબીજા સામે જોઈ રહ્યા.... આકાશને થોડીવાર પછી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો કે એ ધરતીના ખોળામાં સુતો છે.
એ ઊભો થઈ ગયો... “સોરી મને ખબર નહતી કે તમે આમ .... સોરી.....”
“ઈટ્સ ઓકે, હું તો ઉઠાડવા જ આવી હતી, હવે કેમ છે ? તાવ નથીને તને... ? જો સારુ હોય તો મારી ઈચ્છા હતી બહાર જવાની..”
“એ તો મેં તને કાલે જ કહ્યું કે આપણે ફરવા જઈશું....ઓકે અને હા તારે પૂછવાનું ન હોય ફક્ત આદેશ આપવાનો હોય ઓકે, હું તૈયાર થઈને આવું છું. ઓકે...”
“ઓકે....”
આકાશ ફટ દઈને બાથરૂમ તરફ ભાગ્યો કેમકે નાઈટ સુટમાં હતો એટલે એ રીતસરનો ભાગ્યો..... ધરતી ઘડીક હસી પડી આકાશ શરમાઈને ભાગી જવાથી એણે કબાટ ખોલીને એના મનપસંદ કપડા કાઢીને મુક્યા બેડ સરખો કરી... રસોડા તરફ ચા બનાવવા ગઈ...
આકાશ નાહીને બહાર આવ્યો અને ડાઈનીંગ ટેબલ પર આવ્યો, ધરતી ચા બનાવતા ત્રાંસી નજરે જોઈ રહી કે કપડા ચેન્જ કર્યા છે કે એને મુક્યા હતા એ જ છે.
“આટલીવાર ચા બનાવતા હોય.... ?”
“હા થાય તમારી જેમ અડધી ઉકાળેલી ન પીવાની હોય ઓકે...... લો.......”
“ thanks ...”
“ યુ વેલકમ , અબ્દુલચાચાને ફોન કર્યો ? “
“ના, હમણા જતા એમની જોડે થઈને જઈશું અને હા હવે પછી આ ચાવી તારા હાથમાં ઓકે.... તારા પરના બધા પ્રતિબંધ આજથી મેં પાછા ખેંચી લીધા છે... ઓકે... પણ એક સિવાય ... ઓકે...”
“એક કયો?”
“તુ મારી પત્ની છે એ પ્રતિબંધ”.
“એ હટાવવાનું મેં ક્યાં કીધુ છે?”
“હા પણ ......”
“આકાશ, તો પછી .........., પહેલા અબ્દુલચાચાને જોવા જવું છે સોનાબેન આવી જાય પછી નીકળીયે...”
“ મેડમ જરા તૈયાર તો થાવ...”
“પણ આમાં શું ખામી છે?”
“વેઈટ.....” એમ કહીને ઊભો થઈને રૂમમાં ગયો, અને કંઈક ગીફ્ટ પેક લઈ આવ્યો...
“ઈટ્સ ફોર યુ”
“શું છે આમાં... ?”
“તારી જાતે જ જોઈ લે.... ફટાફટ તૈયાર થઈ જા ચલ...”
ધરતી રૂમમાં જઈને તૈયાર થઈને પાછી આવી આકાશ બે ઘડી જોઈ જ રહ્યો, એ એકદમ નજીક આવી ગઈ ત્યાં સુધી અનિમેષ નજરે જોઈ જ રહ્યો,
“આકાશ...”
“હા... તું આવી ગઈ........ ચલ”
“શું થયું? સારી નથી લાગતી?”
“વખાણ કરવાના શબ્દો નથી મારી પાસે... રીયલી, કોલેજમાં તને પહેલી વાર સાડીમાં જોઈ હતી એ સમય યાદ આવી ગયો.....”
“આકાશ બસ....”
“ઓકે...... જઈશુ......”
“હા ઓકે....”
*****
ધરતી લગભગ પ્રથમ વાર આકાશ સાથે આ રીતે જઈ રહી હતી, લિફ્ટમાંથી ઊતર્યા બાદ સૌ કોઈની નજર ધરતી પરજ હતી ધરતીને થોડી શરમ અને વધારે ડર લાગતો હતો, આકાશે એનો હાથ પકડ્યો, અને ગાડીનો દરવાજો ખોલીને બેસાડી...
“શું થયું......? કંઈ થાય છે..... ?”
“ના આકાશ, ખબર નહીં આમ, આ રીતે બહું વિચીત્ર લાગે છે....”
“અરે બહું થયુ સંતાઈ સંતાઈને હવે,,, હવે આ પાર કે પેલે પાર....”
“આકાશ તમારા મગજમાં પ્લાનીંગ શું છે એ કહેશો... ?”
“મારે તારા અને સ્વીટીના અપરાધીને સજા અપાવવી છે બસ...”
“પણ....”
“બસ ભુલી જા અત્યારે બધુ.... હાલ તું અને હું ફરવા જઈએ છીએ બસ....”
આકાશે એની કંપનીની ઓફિસમાં અંદર અને બહાર ચક્કર મરાવી, અને એની ફેક્ટરીમાં પણ, વળીને પાછા પાર્કિંગમાં આવતા હતા ત્યાં એની જુની સેક્રેટરી તૃષા મળી ગઈ.. એ આવીને ગાડી પાર્ક કરતી હતી,
“સર..... આકાશ સર.....”
“આકાશ કોઈ બોલાવે છે....”
“હાય, સર,....”
“હાય, કેમ હેડ ઓફિસના માણસો અમારી નાની ઓફિસમાં.....”
“સર,.... હું પણ તમારા માટે ???”
“યસ, ઓફ કોર્સ”,
“સર, તમારા બંનેની જોડી બહું જ સરસ લાગે છે... જલદીથી રીલમાંથી રીઅલ થઈ જાવ”
“તૃષા...”
“ખોટુ કીધુ.... ? ખોટુ હોય તો કો....”
“પણ તું કેમ આ બાજુ....?”
“અરે આ તો અહીંથી ઘરે જતી હતી, ત્યાં ગેટ પર પૂછ્યુ સર છે અસમભાઈએ કીધુ કે છે થયુ ચાલો મળતી જાવ,....તમારા એક્સિડન્ટ વિશે પણ સાંભળ્યુ.... ચાચાને કેમ છે. ?”
“સારુ છે, આજે મેડમને ફેરવવા છે એટલે આ બાજુ આવ્યો, થયુ લાવ ઓફિસ બતાવી દઉ.... ચલ સારુ કોઈક તો અમારુ પૂછે છે...”
આકાશ અને તૃષાને વાતો કરતા જોઈ જ રહી, જાણે બંને વર્ષો બાદ છુટા પડેલા મિત્રો વાતો કરતા હોઈ એ રીતે....
“અરે સર, કેન્ટીન માં જઈએ એક ચા- નાસ્તો....???”
“હા ચલ, મારે પૂછવાનું હોય પણ આજે તારા જ પીશ....”
“ચા પીવા નહિ પણ જમવાનું પણ હજાર વાર આમંત્રણ આપ્યું છે આવ્યા કોઈ દિવસ.... ?”
“તને ખબર છે...... ?”
“ઓકે..... ચાલો.....”
બંને એ લગભગ 1 કલાક જેટલી વાતો કરી...
“અરે મેડમ તમે કંટાળી નથી ગયા ને.... અમારા બંનેની ઓફિસની કંટાળાજનક વાતો થી...”
“ના રે ના, હું તો બસ તમને બંનેને સાંભળુ છું...”
“અને હા સોરી હું કબાબમાં હડ્ડી બની તમારા બે વચ્ચે....”
“અરે ના... તુ આવી તો સારુ થયુ તમારા બંનેની ઓળખાણ તાજી થઈ...”
“હા એ વાત છે.... સર, હવે જલદી...”
“બસ તૃષા...”
“સર, સાચુ કહું છું હવે, ખોટુ હોય તો કહો...”
ધરતી શરમાઈ ગઈ...
“ધરતી મેડમ તમે શું કો છો સારી વાત છે મારી..”
“નહીં તૃષાબેન તમે માનો છો એટલું સરળ નથી”
“હા અને મારા આકાશસર માટે ભારે પણ નથી...”
“બસ બહું વખાણ ન કર, આ મને કોલેજ ટાઈમથી જાણે છે તારાથી પણ વધારે..... સાંભળવું તો મારે પડશે પાછળથી....”
“આકાશ, કોઈ દિવસ કંઈ કીધુ છે..... ?”
“તો સર, હું જઈશ, હા, હવે ડબલ થઈને મારા ઘરે આવશો....”
“તુ ડબલ થઈ જા, હું તને જમવા બોલાવીશ...”
“એના માટે થોડોક વેઈટ કરવો પડશે..”
“ઓકે, ચલ બાય...”
“ બાય ..”
*****
બંને એ દિવસ ઘણી જગ્યાએ ફર્યા અને રાત્રે મોડા સુધી ફર્યા અને એ પછી લગભગ નિત્યક્રમ થઈ ગયો કે બંને રોજ સાંજે ફરવા જતા અને હવે આકાશે લોક કરવાનું બંધ કરી દીધુ અને સિક્યોરીટી પણ નોર્મલ કરાવી દીધી, પણ ઓફિસથી રોજ ત્રણથી ચારવાર ફોન કરવાનું ભૂલતો નહિ, આ વાત એની મેડમના ધ્યાન પર જ હતી,
કોર્ટની તારીખમાં ફરીવાર ધરતી અને એના નપાવટ પતિનો સામનો થયો પણ આ વખતે ધરતી આકાશના પ્રેમ અને હૂંફથી વધુ આત્મવિશ્વાસથી ભરપુર હતી એણે એની આંખમાં આંખ નાખીને જ તમામ પ્રશ્નોના જવાબ કોર્ટમાં આપ્યા,
એના પતિએ એના પર ચારિત્ર્યહીન હોવાનો આક્ષેપ કર્યો ઉપરથી એ કોલગર્લ હોવાનું પણ કહ્યું, એટલે જ ધરતીએ એને ગુંડો છે એવું આક્ષેપ કર્યા , પણ સામે પેલાએ ધરતીના ફોટા, ક્લિપ્સ અને પુરાવા હોટલના સાક્ષીઓ રજુ કરી,ધરતીને કોલગર્લ સાબિત કરવા , આકાશ તો એ બધુ જોઈને અવાચક જ રહી ગયો એને હતુ કે આવા આક્ષેપ થશે પણ આ હદ સુધીના થશે એવું નહતી ખબર, બે દિવસની આક્ષેપબાજી અને ઉપરથી આખો બનાવ છાપાંમાં ચગાવવામાં આવ્યો કે શહેરની મોટી કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટરના એક કોલગર્લ સાથેના સંબંધ ખુલ્લેઆમ કંપનીના મકાનમાં વસવાટ અને સંબંધો જેવા ભયંકર ખરાબ ભાષામાં લખેલી હતી વિગતો..., અને ન્યુઝપેપર જોઈને આકાશનું મગજ હલબલી ગયું, સાવ અવાચક જ રહી ગયો.
“શું થયું આકાશ?” ધરતી એ દિવસથી આકાશના હા અને ના સિવાય કંઈ જ વાતચીત કરી ન હતી, એ આકાશ જોડે બેઠી,
“હા, બોલને...”
“શું થયું? કઈ ભૂલ છે મારી?”
“ના કેમ? કેમ એવું કે છે?”
“તો પછી જે દિવસથી કોર્ટથી આવ્યા છીએ તમે વાતચીત નથી કરતા... કંઈ વાંક મારો? કે તમે પણ માનો છો આ છાપાની જેમ કે હું... ?”
આકાશ એના મોં પર હાથ મુકી દીધો,
“બસ, એક પણ શબ્દ આગળ ન બોલતી કેવો માણસ છે કે પોતાની પત્નિને કોલગર્લ કહેવડાવતા પણ શરમાતો નથી, અને તુ એ જ પતિ માટે ઉપવાસ રાખે છે અને આ માથામાં સિંદૂર પૂરે છે અને આ મંગળસુત્ર રાખે છે કેમ?”
“આકાશ આ સિંદૂર અને મંગળસુત્ર કેમ છે શેના માટે છે એ તો સમય આવ્યો જ ખબર પડશે અને રહી વાત કોલગર્લની તો એ તો મે તને પહેલા જ કીધુ હતુ કે મારી દીકરીને છોડાવવા માટે મે બે ત્રણ વાર એના હુંકમના તાબે થઈ હતી આ એ જ રાક્ષસો છે પણ અફસોસ મારી જોડે પુરાવા નથી આકાશ એવા પુરાવા માટે એની ફેક્ટરી શોધવી પડશે જ્યાં મને કેદ કરીને રાખી હતી છ વર્ષ પહેલા, મુંબઈ-ગોવા રોડ પર જો એ જગ્યા મળી જાય તો બધુ જ આપણને મળી જાય”,
“યુ મિન કે જો એના કાળા કામો નું મૂળ મળી જાય તો તને નિર્દોષ અને સ્વીટીના દોષીતને સજા મળી જાય...”
“હા....”
“અને એના માટે મુંબઈ જવું પડે રાઈટ....”
“હા અને ભાઈના હત્યારા પણ આ જ છે જો શર્મા સરની કંઈક મદદ મળે તો આપણે કંઈક કરી શકીએ નહિતર કંઈ નહીં, અને તારા છેડા પણ અડતા ન હોય ને.... ?”
“હા પણ હું મુંબઈ એક જ વાર ગયો હું વધુ વાર નહિ અને વધારે કંઈ ખબર પણ નથી, છતાયે પ્રયત્ન કરવામાં શું વાંધો છે.”
“આકાશ મને બધુ સહન થાય છે મને ગમે તે કહે પણ તને કંઈક....”
“બસ યાર બહું સેન્ટી ન થા, બધુ સારુ થઈ જશે, ઓકે, હું કંઈક રસ્તો કરુ છુ....”
“ઓકે હવે તો સુઈ જા નિરાંતે...”
“ઓકે, ચલ...”
*****
બીજા દિવસે સવારે આકાશ ઓફિસ જવા તૈયાર થયો અને ધરતીના રૂમમાં ગયો અને ધરતી હજુ તૈયાર જ થતી હતી ગળામાં મંગળસુત્ર નાખીને સિંદૂર પૂરતી હતી, એટલામાં જઈ ચઢ્યો આકાશ.....
“તને ના પાડી છે ને આ બંધ કર.... તો , હજુ ચાલુ રાખીશ... ?”
“આકાશ તને કેટલીવાર કહ્યું મે, જ્યાં સુધી સ્વીટીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ જ રહેશે, એના બીજા પણ ઘણા કારણો છે જે તને હમણાં નહિ સમજાય,... જા રીંગ વાગી દરવાજો ખોલ.... કોઈ હશે અથવા સોનાબેન હશે....”
“ઓકે, તુ નહીં સુધરે.... નહીં....”
“નો, ડિયર, કમ ઓન ટેબલ ફોર બ્રેકફાસ્ટ”
“ઓકે....”
આકાશે દરવાજો ખોલ્યો આકાશના ઓફિસની એક કર્મચારી કમ ચમચો અંદર આવ્યો, “તમે આ રીતે અઘટિત રીતે કોઈ અન્ય સ્ત્રી જોડે ન રહી શકો, સંબંધ શું છે તમારો આનો? અમારા છોકરાઓ પર સંસ્કારો ખરાબ પડે કેમ ભાઈઓ ...???”
“હા હા, આ ફ્લેટ ખાલી કરો અથવા આને બહાર કાઢો...” બધાની બુમાબૂમ ચાલુ થઇ.
“હા, બહાર કાઢો આ કોલગર્લનો અડ્ડો નથી આ અમારા ફ્લેટસ સંસ્કારી વ્યક્તિઓનો છે...”
“જુઓ આ કોણ છે એની સાબીતી મારે આપવાની ન હોય અને મને ખબર છે આ કોણ છે એ મારી માટે પુરતુ છે ઓકે, આ ફ્લેટ મને મારી કંપનીએ આપ્યો છે એમાં હું ગમે તે કરુ એમાં તમે કહેવાવાળા કોણ?”
“જુઓ મિસ્ટર, તમે આમ ન રહી શકો...” એ બેન બોલ્યા.
“ઓહ, મેડમ, આ ઘર મારુ છે હું કોઈ પારકી નથી, આકાશની વાઈફ છું આ મંગળસુત્ર અને સિંદૂર દેખાય છે.... કે આ પણ ખોટા છે?”
“આ તો ખોટા પણ હોઈ શકે?”
“જો મારા ખોટા હોય તો આ તમારા બધાના પણ ખોટા છે. ફેર એટલો છે તમને લોકોને એ ગામ વચ્ચે મળ્યા છે અમને અમારી મરજીથી, એના પર કોર્ટની સહી છે બરાબર આઈ ડોન્ટ થીંક હવે તમને વધારે સાબીતીની જરૂર છે કે હું આકાશની છું કે હજુ જોઈએ તો એ પણ આપી દઉ કે ખરેખર હું પત્નિ છું કે નહિ....”
એ આકાશની નજીક આવીને બિન્દાસ્તપણે એની કમરે વિંટાઈ વળી અને એના ગળે હળવી કિસ કરી..
“ઓય સાહુંકારજી તમે શું કરો છો, એ મને ખબર છે હવે જાઓ અહીંથી અને મેડમ પેલા તમારા પતિની તપાસ કરો પછી બીજા કોઈની તપાસ કરજો....” સોના જોરથી બોલી,
“હવે અહીંથી જાઓ છો કે પોલિસને ફોન કરુ.... અને મિ.જય કહી દે જે તારી મેડમને કે તું ગમે તે કર મને ધરતીથી જુદો નહિ કરી શકે હા, કહી દે જે કે મેં કંપની છોડી દીધી છે કાગળ મેં મુકી દીધો છે એના ટેબલે, બીજી કોપી સરને ઘરે પહોંચાડી દીધી છે ઓકે....”
આકાશે જોરથી દરવાજો બંધ કર્યો, ધક્કો મારીને અને સોફા પર બેસી ગયો,
“શું થયું ... આકાશ... ?”
“કંઈ નહીં..... તે રીજાઈન કેમ આપ્યું?”
“બસ એમ જ..... ચલ જલદી ચા – નાસ્તો કાઢ...”
“હવે ખબર પડી આનું કારણ....” મંગળસુત્ર દેખાતા કહ્યું, એ કંઈ બોલી ન શકયો માત્ર, એને ભેટી પડ્યો....
“સાહેબ મોડુ થશે....” સોનાએ બુમ પાડી....
“અરે .... હા.....” ત્રણેય હસી પડ્યા....
આ ઘટના બન્યા પછી આકાશ ઓફિસમાં ગયો સીધો મોનીકાની કેબિનમાં વગર રજા લીધે, અંદર ઘુસી ગયો, એની ખુરશી પાસે જઈને,
“ડાર્લીંગ, આ મારું રાજીનામું છે ઓકે “ લેટર સીધો એના મોં પર માર્યો,
“અને હા આજે સાંજ સુધી ફ્લેટ ખાલી થઈ જશે, આ તારા બાપની ગાડીની ચાવી એ જે મને ગિફ્ટમાં આપી હતી અને બીજી ઓફિસની “ બંને ચાવી ટેબલ પર પછાડી
“અને હા, મારા પૈસા રોકવાની કોશિશ કરીશ નહિ ચુપચાપ આજ સાંજ સુધી મારા ખાતામાં જમા કરાવી દેજે ઓકે, અને કહી દેજે તારા નવા યારને હું એની સામે લડવા પુરેપુરો તૈયાર છું” આકાશે મોનિકાની ખુરશી ફેરવી નાખી ગોળ ગોળ કેબિનનો દરવાજો જોરથી પછાડીને ચાલતી પકડી,
આ બાજુ વિજય રાધિકા એ ફ્લેટ ખાલી કરી દીધો હતો, સાંજે વિજય રાધિકા ધરતી આકાશ બધા ડ્રોઈંગરૂમમાં બેઠા હતા, બધા જમ્યા પછી ચુપચાપ હતા,
વિજયે મૌન તોડ્યુ, “આકાશ મુંબઈ જવામાં જોખમ છે , હજુ વિચારી લે”
“હા ભાઈ ધરતીની વાત સાચી છે કે આપણે બધુ આટોપીને આઉટ જતા રહીએ નવેસરથી લાઈફ શરૂ થઈ શકશે”, રાધિકાએ કહ્યું,
“હા, આકાશ, તને કંઈ થઈ ગયું તો હું શું કરીશ?” ધરતી રડી પડી,
“મને કંઈ નહિ થાય, મિશ્રાસર અને તેમની ટીમ મુંબઈમાં છે એમની હેલ્પ મળી રહેશે આઈ એમ સ્યોર વી વીલ વીન” આકાશે આત્મવિશ્વાસથી કહ્યું,
“આકાશ વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહે મારી માહિતી મુજબ સરકાર બદલાય છે એમાં આ નાલાયકની પકડ વધુ મજબુત બનશે તને ખબર છે મારા માહિતગારો બંને જગ્યાએ છે.” વિજયે કહ્યું
“મેં રાતના પ્લેનની ટિકિટ બુક કરાવી લીધી છે ઓકે, તમે બધા અહીં સેફ છો કોઈ જ કોર્ટની તારીખમાં જવાનું નથી હું ના આવું ત્યાં સુધી”
“આકાશ ન જાને પ્લીઝ,...” ધરતી એની સામે ઘુંટણે બેસી ગઈ,
“એય આ શું કરે છે ઊભી થા મને કંઈ જ નહીં થાય ઊભી થા” એને હાથ પકડીને ઊભી કરી બાંહોમાં લઈ લીધી બાંહોમાં આવતા જ ધરતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી,
આકાશે થોડા કપડાની નાની બેગ પેક કરી પૈસા અને સામાન લઈ મુંબઈ જવા રવાના થયો.
*****
મુંબઈ ગયા પછી ઈન્સપેક્ટર મિશ્રા અને તેમના મિત્રોની મદદ મળી, પણ જરૂરી કોઈ જ પુરાવા હાથ ન લાગ્યા, વિરોધી ટીમે તમામ પુરાવા ધંધા સિફતપૂર્વક બંધ કરી દીધા હતા, હજુ આકાશ કંઈ સમજે તે પહેલા જ વિજયની આશંકા મુજબ જ તમામ આઈ.બી. સ્ટાફ બદલાઈ ગયો આકાશને કોઈ જ મદદ ન મળી છેવટે 1 મહિનાના રઝળપાટ પછી આકાશ ફરી પાછો આવ્યો,
આ બાજુ આકાશના ગયા પછી રિતેશે મોનિકાની કંપનીમાં પાર્ટનરશીપ કરી દેશની ત્રીજી મોટી કંપની અને બીઝનેસમેન હોવાનું ગૌરવ મેળવી લીધુ એનું સન્માન પણ થયું એમાં મિડીયા સામે એણે અનાથાશ્રમ હોસ્પિટલ ઘરડાઘર ના મકાનનું ઉદઘાટન કરી વધુ પ્રસિધ્ધિ મેળવી એ ઉપરાંત એક સ્કુલનો શિલાન્યાસ પણ કર્યો પોલીટીશીયન સાથે મળીને,
આ દરમ્યાન મિડીયાના પ્રસિધ્ધ ન્યુઝ પેપરમાં એની પત્નિ ધરતીએ કરેલો કેસ સ્વીટીના હત્યાના આરોપ વિષે વિસ્તારથી છાપ્યું હતુ, આ લેખ જોઈ સમસમી ગયેલ રીતેશે એ ન્યુઝ એજન્સી જ ખરીદી લીધી, ધરતી કોલગર્લ હોવાના આકાશની રખાત હોવાના સમાચાર છપાવ્યા,
ધરતીનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતુ ધરતી બીજી વખતની આ બદનામી સહન ના કરી શકે એમ હતુ, એણે સુસાઈડનો પ્રયત્ન કર્યો પણ સદનસીબે એ બચી ગઈ,
વિજય રાધિકાને લઈને સીટીની તમામ કંપની વેચીને આકાશના વતન એવા નાનકડા ગામ જતા રહ્યા, વિજયે આકાશને ત્યાં જ આવવા જણાવ્યુ, વિજયે આકાશના માં – બાપ ને તમામ વિગતો જણાવી બધા મળીને ધરતીનું ધ્યાન રાખતા હતા પણ ધરતી વધુને વધુ નિરાશામાં ડુબી ગઈ હતી.
*****
આકાશના મુંબઈથી આવ્યા પછી, રસ્તામાં વિજય આકાશને લેવા આવે છે,
“આકાશ એક ખરાબ ન્યુઝ છે”
“વિજુ સારા ન્યુઝ છે જ ક્યાં?”
“હા, પણ ધરતી માનસીક થઈ ગઈ છે”
“આટલુ બધુ સાંભળ્યા સહન કર્યા પછી એની હાલત એ જ થવાની હતી ઉપરથી એની ના પાડવા છતા હું મુંબઈ ગયો, હું મુબઈ ન ગયો હોત તો આ ન થાત,”
“તુ અફસોસ ન કર હવે ધરતીને સારી કઈ રીતે કરવી એ વિચાર”
“મેં ડૉ. જોડે વાત કરી એ કદાચ સારી નહિ થાય...” આકાશની આંખોમાં આંસુ આવી ગયા,
વિજય એ રીતસર ગાડીની બ્રેક મારી “શું વાત કરે છે યાર...”
“હા સાચી વાત છે, મારી એક જીદે ધરતી મારાથી દૂર કરી દીધી, મને પાવર હતો મારા પૈસાનો, બધુ ઓગળી ગયું બધુ પુરુ થઈ ગયું...” આકાશ રડી પડ્યો,
“કોઈ તો ઉપાય હશેને....”
“ના કોઈ જ ઉપાય નથી” રડતા રડતા આકાશે કહ્યું,
બંને કંઈ જ બોલ્યા વગર સંવાદ વગર ઘરે પહોંચ્યા, ઘરે કોઈ જ હતું નહિ, તાળું હતું, બાજુવાળાએ કીધુ કે “હોસ્પિટલ ગયા છે બધા”,
વિજયે હોસ્પિટલ બાજુ ગાડી મારી મુકી,
હોસ્પિટલ અંદર પહોંચતાં જ “શું થયું રાધા......” બંને એ લગભગ એકી સાથે પૂછ્યું,
“એ સવારે બેભાન થઈ ગઈ હતી બાથરૂમ માં, ડૉ. કે છે કે એને માનસિક આઘાત લાગ્યો છે એટેકની અસર છે કંઈ જ નક્કી ન કહેવાય” આટલું બોલતાં રાધા વિજય ને ભેટી ને રડી પડી,
આકાશ ચુપચાપ આઈ.સી.યુ. માં જ ધરતી ને જોઈ રહ્યો હતો જાણે ધરતી ની આંખો એને કહી રહી હતી કે “આકાશ ચલ નથી લડવું આપણે દૂર જતા રહીએ મે કીધુ હતું તને તુ જ મારી વાત ન માન્યો, તુ હોત તો આ ન થાત ચલ તુ ખુશ રે જે, હું જાઉં છું,....”
*****