Immense emotion: a personal enemy. in Gujarati Moral Stories by Maharshi Trivedi books and stories PDF | અપાર લાગણી: એક અંગત શત્રુ.

Featured Books
Categories
Share

અપાર લાગણી: એક અંગત શત્રુ.

આમ તો સવાર પડતાની સાથે જ સૌથી પહેલી આપણી દિનચર્યા એ હોય છે કે આજે અખબારમાં તાજા સમાચાર હશે, એટલે કે અખબાર ખોલતા ની સાથે જ સારા સમાચારો તો હોય જ છે પણ ક્યારેક ક્યારેક એવા પણ સમાચાર હોય છે કે જે વાચકોને હજમચાવી દે છે એવી જ કંઈક વાત અહીંયા હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એક વખત ની વાત છે જ્યારે એક માણસ સાવ એકલતા નું જીવન જીવી રહ્યો હતો તેને ઘણી વખત ફરતા જમતા અને સુતા અને જાગતા ની સાથે જ એવો વિચાર આવતો મારામાં શું એવી કમી છે કે લોકો મારી સાથે મિત્રતા નથી રાખી રહ્યા શું એટલો ખરાબ છું કે શું મારામાં કોઈ ખોટખાપણ છે, એ લોકો મારી સાથે કોઈ સંબંધ રાખવા ઈચ્છતું નથી ત્યારબાદ તેને ખૂબ જ અફસોસ થાય છે કે ક્યાંક તું મારાથી ચૂક રહી જ ગઈ છે કાં તો મારા વર્તનમાં અને કા તો પછી મારા જીવનશૈલીમાં લોકો મને અપનાવી નથી રહ્યા.

  આવું જ કંઈક વિચારતા તેને વિચાર આવ્યો કે ચાલ કાંઈ વાંધો નહીં જે હોય તે દુનિયાનું તો કામ જ છે કે જે એક સમય તમારું રાખે છે જ્યારે તમારે એની જરૂર પડે છે ત્યારે એક વાત તો એ મોઢું ફેરવી જ લે છે એટલા માટે જ આ મને કાંઈ સમજાતું નથી કે આ તો વળી કેવો પ્રેમ કે પછી કેવી લાગણી કે આપણે કોઈનું રાખીએ તો આપણામાં એના પ્રત્યે હર હંમેશ એક સારી જ ભાવના હોય છે પણ જ્યારે બદલામાં આપણે સમયે તેની જરૂર પડે છે ત્યારે તેઓનું વર્તન આપમેળે જ પરિચય છે.

  આ વિચાર કરતા ની સાથે જ પોતાના વ્યવસાય ઉપર પહેલો માણસ ઘરેથી નીકળે છે, જોત જોતા માં તે એક ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિક સિગ્નલ બંધ હોવાને કારણે ઉભો રહી જાય છે એટલામાં જ ત્યાં તેની પાસે છ થી સાત છોકરાઓને છોકરીઓ પુસ્તકો લઈને આવે છે અને હાથમાં પેન પણ હોય છે અને મોઢામાંથી એક જ શબ્દ આવે છે કે ભાઈ આ ચોપડી લઈ લો.

 એટલામાં જ મેં પૂછ્યું એક છોકરાને કે બધી પુસ્તકો તારી પાસે એક સરખી જ છે કે પછી અલગ અલગ છે ત્યારે એને હસતા હસતા કહ્યું સાહેબ અમને પણ કોઈ એક ભાઈ દરરોજ આ પુસ્તક વહેલી સવારે આપી જાય છે અને કહ્યું છે કે જેટલી પણ પુસ્તક વેચાશે એના 40% તારા મને પણ વિચાર આવ્યો કે હું પૂછું તો ખરા કે શું આખા દિવસમાં તારી આ બધી પુસ્તકો વેચાઈ જાય છે ત્યારે તે સમજુ યુવક બોલ્યો સાહેબ બને એ તો નથી ખબર કે પુસ્તકની અંદર શું છે શું લખ્યું છે પણ હા મને એટલી ખબર છે કે જ્યારે આ પુસ્તક વેચવાની શરૂ કરી છે કે એક પણ દિવસ ખાલી રહ્યો નથી મને એ નથી ખબર કે અંદર શું છે શું લખ્યું છે તેના વિશેનો અંદર ઉલ્લેખ કર્યો છે પણ મેં તે ભાઈને જ પૂછ્યું કે એવું તો શું છે આ પુસ્તકમાં કે લોકો તેને આટલું ચાહે છે ત્યારે તેને મને હસતા હસતા એટલું જ કીધું કે બેટા અંદર શું લખ્યું છે તે વાંચવાની જરૂર નથી જે વ્યક્તિને પુસ્તકનું શીર્ષક જ સમજાઈ જાય તે આપમેળે અંદર શું લખ્યું છે તેનો સાર મેળવી જ લેશે.

 ત્યારે એટલા માસ મને એને ચોપડી નું પહેલું પાનું બંધ કરી અને ચોપડી ન કવર વાંચવાનું કહ્યું ત્યારે મેં કહ્યું કે હું બોલી શકું છું પણ વાંચી શકતું નથી કારણ કે હું એટલું ભણેલો નથી એટલા માટે તો મારે આજે આ પુસ્તકો વેચવા પડે છે ત્યારે તેને હસતા હસતા મને વાંચીને સંભળાવ્યું એ સાંભળ બેઠા આ શબ્દનો સાર જો કોઈ સમજી જશે તો તેની કોઈ દિવસ પચતાવાનું વારો નહીં આવે તેને માત્ર એક જ શબ્દ કહ્યું કે મેં મારા જીવનમાં એક વસ્તુ જોઈ છે અને તેમાંથી જ મેં આ પુસ્તકનું શીર્ષક આપ્યું છે કારણ કે મેં મારા જીવનમાં બધાને દિલથી ખૂબ પ્રેમ આપ્યો બદલામાં મેં ક્યારે તેમની પાસેથી તેવા જ પ્રેમની આશા ન રાખે પણ સમય જતા જ્યારે મારે તે પ્રેમની જરૂર હતી ત્યારે બધાએ મોઢું ફેરવી લીધું . ત્યારથી મને મનમાં રહ્યો કે વળી આ તો કેવો પ્રેમ આ તો પ્રેમની એક શત્રુ જેવું લાગે છે કારણ કે જેની સાથે મેં આટલી લાગણીઓથી વર્તન કર્યું વ્યવહાર કર્યો આજે તે જ લોકો મારી સામેથી મોઢું ફેરવી રહ્યા છે એનો મતલબ એટલો જ છે કે આ બધું જ એક સ્વ્પ્નજ છે, બાકી બધું ખોટું જ છે આ તો જાણે પોતા દ્વારા પાડેલો જ એક અંગત શત્રુ છે તે જ અસલમાં એક હકીકત છે.