મહેલ-2 Key of the hounted threasure (Part-4)
કલ્પેશ પ્રજાપતિ
" નકશા નો બીજો ભાગ મળી ગયો, પણ એક તકલીફ છે!" તે વ્યક્તિએ સરજી નેે ફોન કરી માહિતી આપતાં કહ્યું.
" શું તકલીફ છે બોલ? હું તને બધી જ મદદ કરીશ." સરજી એ તે વ્યક્તિને કહ્યું.
" કંઈ ખાસ નહિં પણ કે નકશો લન્ડન માં છે રિયા પાસે આપણે એક મહિના ની રાહ જોવી પડશે તે એક મહિના પછી જેતપુર પાછી આવવાની છે ત્યારે તે નકશો આપણે તેની પાસેથી લઈ લઈશું." તે વ્યક્તિ એ સરજી ને પુરી વાત સમજાવતાં કહ્યું.
" ફક્ત નકશો જ નહીં પણ આપણ ને રિયા અને તેના મિત્રો ની પણ જરૂર પડશે જ." સરજી એ તે વ્યક્તિની વાત સાંભળી તેને પોતાનો આગળનો પ્લાન સમજાવતાં કહ્યું અને બીજી જરૂરી માહિતી આપી ફોન કટ કરી નાંખ્યો.
" આ સરજી જો મને બધોજ ખજાનો આપી દેવાના છે તો તે શા માટે મારી આટલી બધી મદદ કરે છે તેમને શું ફાયદો છે?" તે વ્યક્તિ એ ફોન કટ થતાં મન માં વિચારવા લાગ્યો. " મારે શું એનાથી, મારે તો ફક્ત પૈસાથી મતલબ." પોતાના વિચારો માંથી બહાર આવતાં તે વ્યક્તિ બોલ્યો.
@@@@#@@@@
" શું વિચારે છે રિયા?" જમતા જમતા રિયા ને વિચારમાં ડૂબેલી જોઈ પુર્વી
એ રિયા ને પૂછ્યું.
" એજ કે ગામમાં તે બાળકીની કોઈએ હત્યા કરી તો પછી મને તે ડરામણું સ્વપ્ન કેમ આવ્યું? શું તે બાળકીની કોઈ એ હત્યા જ કરી છે કે પછી તે બધું તે આત્મા નું જ કામ છે?" રિયા એ પોતાનાં વિચારો પુર્વી સમક્ષ રજૂ કરતાં કહ્યું.
" રિયા તું ખોટું ટેન્સન લે છે ઘેલાણી સરે તારી સાથે ચોખવટ તો કરી હતી, અને હા જો તારે વધુ જાણવું જ છે તો મહિના પછી આપણી એક્ઝામ્સ પુરી થઈ જાય છે પછી ઘરે જવાનું છે તો જાણી લેજે ત્યાં જઈને." રિયા ની વાત સાંભળી પુર્વી એ રિયા ને સમજાવતાં કહ્યું. પછી બંને જમીને થોડીવાર વાતચીત કરીને સુઈ જાય છે. આમને આમ 25 દિવસ નીકળી જાય છે પણ તે દિવસ પછી રિયા ને ડરામણું સ્વપ્ન આવતું નથી જેના લીધે રિયા ને હવે કોઈ પણ જાતનું ટેન્શન હોતું નથી. તો બીજી તરફ ગામમાં પણ છેલ્લા ૨૫ દિવસથી વધુ શાંત હતું અને કોઈ ઘટના કે બીજી કોઈ બાબત નહોતી બની જે જોઈ ઘેલાણી ને રાહત હતી. પણ ઘેલાણી ને કંઈક મગજમાં ખુંચતુ હતું તે શું હતું એ જ તેને નહોતું સમજાતું.
@@@@#@@@@
" સાહેબ શું વિચારો છો?" હાથમાં કેટલાક કાગળીયા લઈ ઘેલાણીની કૅબિન માં પ્રવેશતાં ઘેલાણીને વિચારતાં જોઈ નાથુ એ પૂછ્યું. નાથુનો અવાજ સાંભળી
ઘેલાણી પોતાનાં વિચારો માંથી બહાર આવે છે.
" નાથુ ખબર નથી પણ મારું મને કંઈક કહેવા માંગે છે, શું એજ નથી ખબર? એક કામ કર નાથુ ઈલાયચી વાળી કડક ચા મંગાવ મારુ મગજ બંધ થઈ ગયું છે." ઘેલાણીએ પગ ટેબલ પર લંબાવતા નાથુ ને કહ્યું.
" પણ ગામમાં તો બધું ઠીક ચાલે છે તો તમને શું થયું છે? કોઈ પર્સનલ પ્રોબ્લેમ છે કે શું?" ઘેલાણી ની વાત સાંભળી નાથુ બોલ્યો.
" છાની-માની ચા મંગાવ ને બીજી બધી પંચાત કર્યા વગર?" નાથુની વાત સાંભળી ઘેલાણીએ ગુસ્સે થતાં નાથુ ને કહ્યું. નાથુ સમજી ગયો હતો કે ઘેલાણી તેનાં પર બરાબર ખિજાયા છે જેથી તે ફટાફટ કેબિનની બહાર નીકળી જાય છે.
" મિત્રો બે દિવસ પછી રિયા જેતપુર આવે છે." પ્રિયા એ બગીચામાં તેનાં બધાં મિત્રો બેસ્યા હોય છે તેમની પાસે જતા કહ્યું.
" અરે વાહ ! એક કામ કરીએ તેનાં માટે એક નાની પાર્ટીનું આયોજન કરી તેને સરપ્રાઇઝ આપીએ." પ્રિયા ની વાત સાંભળી ખુશ થઈ ખ્યાતિ એ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું. બધાને તેની વાત યોગ્ય લાગે છે અને તેઓ પાર્ટીની તૈયારી કરવાં લાગી જાય છે. તેઓ તેમનાં બધાં મિત્રો તથા પરિવાર જનોને પાર્ટીમાં આવવા માટે નિમંત્રણ આપે છે સાથે સાથે ગામમાં થોડા અંગત વ્યક્તિ તથા સરપંચ તેમજ ઘેલાણી અને નાથુ ને પણ પાર્ટી માં બોલાવે છે તેઓ આ વાત રિયા અને પૂર્વી ને જણાવતાં નથી.
" શું વાત છે રિયા તું આટલી બધી ખુશ જણાય છે? તને કેટલાં સમય પછી આટલી બધી ખુશ જોઈ." એરપોર્ટ તરફ જતાં પૂર્વી એ રિયા ને ખુશ જોઈ પુછ્યું.
" અરે પૂર્વી ઘરે જવાનું છે, મારાં મિત્રો, મારી જન્મભૂમિ જ્યાં મારી બાળપણની યાદો છે તો હવે જ્યારે ત્યાં જવાનું છે તો ખુશી તો થાય જ ને !" પુર્વી ની વાતનો જવાબ આપતાં રિયા બોલી. બંને થોડી જ વારમાં એરપોર્ટ પહોંચી જાય છે, તેમનું પ્લેન અડધો કલાકમાં ઊપડવા નું હોય છે તેઓ પ્લેનમાં બેસે છે પ્લેન તેનાં સમયે ત્યાંથી ઉડાન ભરે છે. લગભગ 16 કલાકમાં પ્લેન અમદાવાદ આવી જાય છે,તેઓ એરપોર્ટ થી બહાર આવે છે જ્યાં તેમના મિત્રો તથા તેમનાં માતા-પિતા તેમને લેવા માટે આવ્યાં હોય છે. રિયા તથા પૂર્વી તેમનાં માતા-પિતા અને મિત્રો ની પાસે જાય છે.
" પૂર્વી તું પણ ચાલ અમારી સાથે જેતપુર." ખ્યાતિ એ પુર્વી ને ગળે લગાવતાં કહ્યું.
" હું પાંચ દિવસ પછી જેતપુર તમને બધાંન મળવાં આવીશ." ખ્યાતિ ની વાત સાંભળી પૂર્વી બોલી.
" પણ આજે રિયા ની સાથે ચલ ને તું, બે દિવસ પછી ઘરે જજે એમ સમજ જે કે તું બે દિવસ પછી લન્ડન થી આવી." પૂર્વીનાં ના પાડતાં પ્રિયા એ તેને સમજાવતાં કહ્યું. પૂર્વી ઘણી આનાકાની કરે છે પણ તેઓ પૂર્વી ને તેમની સાથે આવવા મનાવી લે છે પુર્વી એનાં મમ્મી પપ્પાને બે દિવસ પછી ઘરે આવશે તેવું જણાવી રિયા અને તેનાં મિત્રો સાથે જેતપુર જવા નીકળે છે. તે લોકો છ કલાક માં જેતપુર પહોંચી જાય છે તેઓ રિયા અને પૂર્વીને પાર્ટીની વાત જણાવતાં નથી રિયા અને પૂર્વી ને રિયા ના ઘરે ઉતારી તેઓ કોમ્યુનિટી હોલમાં જાય છે જ્યાં પાર્ટીનું આયોજન કર્યું હોય છે. તે બંને ફ્રેશ થઈને બેસે છે એટલામાં બ્રિજેશ તેમને લેવાં માટે આવે છે.
" ક્યાં લઈ જાય છે અમને?" બ્રિજેશ ની પાછળ પાછળ ઘરની બહાર નીકળતાં રિયા એ બ્રિજેશ ને પૂછ્યું.
" તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે સો પ્લીઝ એનાં વિશે વધારે ના પૂછો તો સારું." ગાડીમાં બેસી ગાડી સ્ટાર્ટ કરતાં બ્રિજેશે રિયા ને કહ્યું. પછી ગાડી સીધી કોમ્યુનિટી હોલ તરફ લઈ જાય છે જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય છે. પાર્ટી જોઈ રિયા અને પૂર્વી બંને ખુશ થઈ જાય છે જ્યારે તેમને જાણવાં મળે છે કે આ પાર્ટી તેમનાં માટે રાખવામાં આવી છે. પૂર્વી પણ સમજી જાય છે કે તેને કેમ જેતપુર લાવવામાં આવી.
" થેન્ક્સ મિત્રો. ખરેખર તમે લોકો એ અમારાં માટે જે કંઈ પણ કર્યું તેના માટે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે." પાર્ટી જોઈ તેનાં મિત્રોનો આભાર વ્યક્ત કરતાં રિયા બોલી. રિયા તેના મિત્રો દ્વારા આપવામાં આવેલ સરપ્રાઈઝ પાર્ટી ખૂબ જ ખુશ હતી.
" એમાં થેન્ક્સ શેનું રિયા? આ અમારી ફરજ છે અને અમે ફક્ત તારા માટે જ નહીં કોઈપણ મિત્ર માટે કરતાં." રિયા ની વાત સાંભળી કેતન બોલ્યો. પછી તે લોકો કેક કટિંગ કરી અંગત વ્યક્તિઓને મળી જમીને પાર્ટી પતાવી બધાં પોતપોતાનાં ઘરે જાય છે પૂર્વી રિયા ના ઘરે રોકાય છે. બધાએ પાર્ટીમાં ખૂબ જ આનંદ માણ્યો હોય છે પણ તેઓ એ વાતથી અજાણ હતા કે આવનારા દિવસોમાં તેમનાં પર કેટલી મોટી આફત આવવાની હતી. બીજા દિવસે પૂર્વી તેના ઘરે જવા માટે નીકળી જાય છે એ જણાવી કે તે 15 દિવસ પછી તેમને મળવાં માટે આવશે.
" રિયા, કાલે રાત્રે ખરેખર મજા આવી ગઈ." રિયા અને તેનાં મિત્રો બેસ્યા હતા ત્યાં આવતાં ઘેલાણી એ રિયા ને કહ્યું.
" સર કંઈ કામ હતું?" ઘેલાણી નાં હાવ ભાવ જોઈ રિયા એ ઘેલાણી ને પૂછ્યું.
" બસ એ જ જાણવું હતું કે કોઈએ તારો સંપર્ક કર્યો કે તારી પાસે કોઈ નકશા ની માંગણી કરી?" રિયા ની વાત સાંભળી મુદ્દાની વાત પર આવતાં ઘેલાણી એ પુછ્યું.
" ના સર એવું કંઈ જ નથી અને હશે તો તમને ચોક્કસ જાણ કરી દઈશ તમે નિશ્ચિંત રહો." ઘેલાણીનાં સવાલનો જવાબ આપતાં રિયા બોલી, પછી ઘેલાણી તેમની રજા લઇ ત્યાંથી નીકળે છે.
@@@@#@@@@
" સરજી રિયા જેતપુર આવી ગઈ છે હવે શું કરવાનું છે?" તે વ્યક્તિએ સમજીને ફોન કરી ને પૂછ્યું. તે વ્યક્તિની વાત સાંભળી સરજી ખુશ થઈ જાય છે.
" કંઇ ખાસ નહીં હું જેટલું કહું તેટલું કર." સરજી એ પોતાનો પ્લાન તે વ્યક્તિને સમજાવતાં કહ્યું સાથે તેને આગળની રણનીતિ પણ સમજાવી કે તેને તે પ્લાન નો અમલ કેવી રીતે કરવો અને તેની મદદ માટે સરજી તેને માણસો પણ આપશે.
" હું તમે કીધું તેમજ કરીશ તમારો પ્લાન એકદમ સટીક છે હમણાં જ હું કામે લાગી જાવ છું." તે વ્યક્તિએ સરજી નો પ્લાન સાંભળી તેની તૈયારી બતાવતાં કહ્યું. પછી ફોન કટ કરી તે વ્યક્તિ તેનાં કામે લાગી જાય છે સરજી નાં કહેવા પ્રમાણે તે પોતાની પહેલી ચાલ ચલે છે.
To be continued............