અબ આપ લોગ સમજ ગયે હોંગે કી આપકો આગે કૈસે કામ કરના હૈ. હું મારું છેલ્લું વાક્ય પૂરું કરતા બોલ્યો. આજે અહીંયા મારો છેલ્લો દિવસ હતો. આવતી કાલે હું સવારે ઓફિસ તો આવવાનો હતો પણ બસ ૧-૨ કલાકમાં મલય સાથે નાની એવી મિટિંગ કરીને અને પેન્ડિંગ ડોક્યુમેન્ટ હેન્ડઓવર કરીને નીકળી જવાનો હતો એટલે મારે જે કઈ અહીંયા સમજાવવાનું હતું તે હું આજે જ પૂરું કરી રહ્યો હતો.
મલય :- જી સર, થૅન્ક યુ આપને ઇતને દિન યહા રહેકર હમે બ્રીફ કિયા ઔર હમે બહુત સપોર્ટ કિયા.
હું :- અભી ભી આપકો કુછ દાઉટ લગ રહા હૈ તો આપલોગ પૂછ શકતે હો. આજ આપકે પાસ પુરા દિન હૈ આપકે પાસ.
મલય :- જી સર કોઈ બાત નહીં કોઈ ભી દાઉટ લગે ગા તો હમ સબ આપશે પૂછ લેંગે.
હું મારી સવારની મિટિંગ પૂરી કરીને મારી ઓફિસમાં પહોંચી ગયો અને મારું બાકીનું પેન્ડિંગ કામ પૂરું કરવા લાગ્યો. આજે મારી પાસે છેલ્લો દિવસ બાકી હતો એટલે મારે બધા રિપોર્ટ પૂરા કરવાના હતા અને આવતી કાલે મલયને હેન્ડઓવર કરવાના હતા. એટલે સવારે આવીને હું તેના પર નજર ફેરવી શકું અને પછી બીજા દિવસે મલયને જે પણ કાઈ રિલેટેડ ડોક્યુમેન્ટ હોય તે હેન્ડઓવર કરી શકું અને પછી નીકળી શકું. આજનો દિવસ મારા માટે થોડો વધુ વ્યસ્ત હતો. મે ગઈ કાલે વંશિકાને પણ જણાવી દીધું હતું કે આજે મારી છેલ્લો દિવસ છે એટલે હું કદાચ ઓફિસમાં મોડા સુધી કામ કરી શકું અને આપણી વાત પણ ના થઈ શકે. મે વંશિકાને મારું શિડ્યુલ પણ શેર કરી દીધું હતું અને હું શનિવારે સાંજે અહીંયાથી નીકળીશ અને મારી ૫ વાગ્યાની અમદાવાદની ફ્લાઇટ છે તેવું પણ જણાવી દીધું હતું. મે વંશિકાને જણાવ્યું હતું કે હું શનિવારે રાત સુધીમાં ઘરે પહોંચી જઈશ અને પછી આપણે મળવાનું નક્કી કરીશું ત્યાં સુધી અમારી વાતચીત થઈ ચૂકી હતી. હું ઓફિસમાં બેઠો બેઠો મારું કામ પૂરું કરી રહ્યો હતો એટલામાં એક કલીગ મારી પાસે આવ્યો અને તેને જે કોઈ ડાઉબ્ટ હતા તે પૂછવા લાગ્યો. મે પણ મારો અડધી કલાક જેવો સમય આપીને તેના બધા દાઉટ ક્લિયર કરી આપ્યા. હું મારા કામમાં લાગી ગયો. બપોરે મારું લંચ પણ આવી ગયું અને લંચ કરીને હું ફરીવાર મારા કામમાં લાગી ગયો. કામમાં અને કામમાં મારો સમય ક્યાં નીકળી ગયો તેની મને ખબર નહોતી. સાંજના ૫:૩૦ વાગી ચૂક્યા હતા અને બધા પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગયા હતા. થોડીવારમાં મલય મારી ઓફિસમાં આવ્યો અને કહ્યું.
મલય :- સર, હોટલ જાનેકા ઇરાદા નહિ હૈ ક્યા આપકા ?
હું :- અરે યાર ક્યાં કરું. થોડા કામ બાકી હૈ અબ પુરા કર દુંગા. લગભગ ૮ બજે તક ખતમ હો જાયેગા. ફિર ચલા જાઉંગા વૈસે ભી વાહ જાકે ભી ક્યા કરુંગા ઇસસે અચ્છા કામ ખતમ કર દેતા હું તાકી કલ જલ્દી કર શકું.
મલય :- ઠીક હૈ સર મે અભી ચલતા હું. કલ મિલતે હૈ ફિર.
હું :- ઠીક હૈ.
મલય ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પોતાના ઘરે જવા નીકળી પડ્યો અને હું ફરીવાર મારા કામમાં લાગી ગયો.
રાતના ૮:૦૫ જેવો સમય થઈ ચૂક્યો હતો અને મારું કામ પૂરું થઈ ચૂક્યું હતું. હવે આવતીકાલે મારે મલયને હેન્ડઓવર કરવાનું બાકી હતું અને જે કઈ અધર ફાઇલ હતી તે જયંતસરને તથા મેઇન ઓફિસમાં ઇમેઇલ કરવાની હતી. જે વધુ કાઈ મગજમારીવાળું કામ નહોતું. હું મારું લેપટૉપ બંધ કરીને મારી બેગમાં મૂકીને બહાર નીકળ્યો. બહાર મુરુગન મારી રાહ જોઈને કારમાં બેઠો હતો. હું જઈને કારમાં બેઠો અને અમે હોટલ તરફ જવા રવાના થઈ ગયા. હું હોટલ પહોંચ્યો અને રૂમમાં ગયો. ફ્રેશ થઈને જમવાનું ઓર્ડર કરી દીધું અને જમીને થોડીવાર બાલ્કનીમાં બેઠો. રાતના ૧૧ વાગી ચૂક્યા હતા. મને વધુ કામ હોવાના કારણે વંશિકાએ મને કોઈપણ મેસેજ કરીને સામેથીજ ડિસ્ટર્બ નહોતો કર્યો. થોડીવાર પછી હું મારા બેડ પર જઈને સૂતો અને ઊંઘી ગયો. સવારે ઉઠ્યો ત્યારે મારો ટાઈમ થઈ ચૂક્યો હતો.
મે મારો મોબાઈલ ડેટા ઓન કર્યો અને તેમાં વંશિકાનો ગુડમોર્નિંગનો મેસેજ આવી ચૂકેલો હતો. મે તેના જવાબનો રિપ્લે આપ્યો. ઓફિસ પહોંચીને મારું જે કોઈ કામ હતું તે પૂરું કર્યું. જે ઇમેઇલ કરવાના હતા તે ઇમેઇલ કરી નાખ્યા અને ફાઇનલી મલયની ઓફિસમાં તેને હેન્ડઓવર કરવા માટે ગયો. હું મલય પાસે બેઠો અને અમારી મિટિંગ શરૂ કરી. થોડા સવાલો અને જવાબો પછી અમારી મિટિંગ પૂરી થઈ. મને મલયે પૂછ્યું.
મલય :- સર, કૈસા રાહ આપકા યહા કા એક્સપિરિયન્સ ?
હું :- મલય બહુત અચ્છા રહા ઓર આપ સબ લોગોને બહુત સપોર્ટ કિયા. બહુત અચ્છા લગા આપ સબ લોગોકે સાથ કામ કરકે.
મલય :- હમ લોગોકો ભી બહુત મજા આયા. આપકા ફ્રી બિહેવિયર હમ સબકો બહુત પસંદ આયા. આશા કરતાં હું કી હમ ફિર કભી સાથમે કામ કરેંગે.
હું :- યસ સ્યોર મલય. આઈ હોપ ફિર જરૂર મિલેંગે. આપ ભી આના કભી અમદાવાદ હમ ભી આપકી મહેમાન નવાજી કરેંગે.
મલય :- જી સર જરૂર.
હું :- અચ્છા મલય ચાલો અબ મેં નીકળતા હું. શામકો મેરી ફ્લાઇટ હૈ ઔર મુજે પેકિંગભી કરના હૈ અભી.
મલય :- ઠીક હૈ સર ગુડબાય.
મલય મારી પાસે આવ્યો અને તેણે મારી સાથે હાથ મિલાવ્યો અને હું ત્યાંથી બહાર નીકળ્યો. હું મારી ઓફિસમાં ગયો અને ત્યાંથી મારું લેપટૉપ કાઢીને બેગમાં મૂક્યું હું બહાર નીકળ્યો ત્યારે બીજા બધા લોકો પણ બહાર ઊભા હતા વારફરતી તેઓ બધા મારી પાસે આવ્યા અને મારી સાથે શેકહેન્ડ કર્યું અને બધાની રજા લઈને હું ત્યાંથી નીકળ્યો. નીચે આવીને કારમાં બેઠો અને મુરુગન મને ડ્રોપ કરવા માટે આવ્યો. મે રસ્તામાં મુરુગનને જણાવી દીધું કે સાંજે ૫ વાગ્યાની મારી ફ્લાઇટ છે એટલે તે 3 વાગતા મને પિક કરવા માટે આવી જાય. હું હોટલમાં પહોંચ્યો અને મારા રૂમમાં ગયો. હું રૂમમાં ગયો ત્યાં સુધીમાં ૧૨:૩૦ વાગી ચૂક્યા હતા. મે જમવાનું ઓર્ડર કરી દીધું અને થોડીવારમાં જમવાનું પણ આવી ગયું. હું જમીને ફ્રી થયો ત્યાં સુધીમાં ૧:૩૦ વાગી ચૂક્યા હતા. મારે ખાસ કઈ પેકિંગ કરવાની જરૂર નહોતી કારણકે જેટલી વસ્તુ હું લઈને આવ્યો હતો એટલી પછી લઈ જવાની હતી. ખાલી વધુમાં થોડા શોપિંગના કપડા હતા જે મારી બેગમાં આરામથી સમાઈ જાય એટલી જગ્યા હતી. મે પેકિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અને અડધી કલાકની અંદર મારું પેકિંગ પૂરું કરી નાખ્યું. હવે ૧ કલાક જેવો સમય બાકી હતો. હું ફ્રેશ થવા માટે ગયો અને ફ્રેશ થઈને પોતાના સિલેક્ટ કરેલા કપડાં પહેરી લીધા. મારી અવિ અને વિકી સાથે પણ વાત થઈ ચૂકી હતી. તેઓએ મને જણાવ્યું હતું કે મને એરપોર્ટ પર પિક કરવા માટે આવશે એટલે મને કોઈ પ્રોબ્લેમ પણ નહોતો રિટર્ન જવામાં. મે મારું લગેજ ઉઠાવ્યું અને લેપટૉપ બેગ પણ લઈ લીધું. હું રૂમની બહાર નીકળ્યો અને લોક કરીને રિસેપ્શનિસ્ટ પાસે ગયો અને ચાવી હેન્ડઓવર કરી. તેમણે મને સિમ્પલ એક ફોર્મ આપ્યું જેમાં કોઈ સજેશન અથવા ફિડબેક વિશે હતું કે તમને અમારી ફેસિલિટી કેવી લાગી. તમને શું સારું લાગ્યું શું ના ગમ્યું વગેરે વગેરે. મે ફોર્મ ભરી નાખ્યું અને તેમણે આપી દીધું. હું મારું લગેજ લઈને બહાર નીકળ્યો જ્યાં મુરુગન મારી રાહ જોઈને ઊભો હતો. હું કારમાં જઈને બેઠો હતો અને અમે લોકો એરપોર્ટ તરફ જવા રવાના થયા. મુરુગને મને એરપોર્ટની બહાર ડ્રોપ કર્યો આ મારી અને મુરુગનની છેલ્લી મુલાકાત હતી. મે મુરુગન સાથે હાથ મિલાવ્યો અને તેને ફરીવાર ક્યારેક મળીશું તેવા વાયદા સાથે એરપોર્ટમાં અંદર જવા દાખલ થયો. હું અંદર ગયો અને એન્ટ્રી કરી. બોર્ડિંગ કાઉન્ટર પાસે ગયો અને મારું લગેજ જમા કરાવીને બોર્ડિંગ પાસ લીધો. હજી બોર્ડિંગમાં અડધી કલાક જેવો સમય હતો એટલે ત્યાં કોફીશોપમાં જઈને મેં એક કોફી પીધી અને થોડીવાર વેઇટ કર્યો. સમય થતા હું બોર્ડિંગ ગેટ પર ગયો અને અંદર દાખલ થયો. એસ પ્રોસેસ પ્રમાણે મારો બોર્ડિંગ પાસ એરહોસ્ટ્રેસને દેખાડ્યો અને મારી સીટ પર જઈને બેસી ગયો. થોડીવારમાં ફરી એનાઉન્સમેન્ટ થઈ અને મેં મારો સિટબેલ્ટ બાંધી લીધો. ફ્લાઇટ તેની ઉડાન ભરી અને મેં મારો મોબાઈલ કાઢ્યો અને ફટાફટ નેટવર્ક જાય તેની પહેલા વંશિકાને એક મેસેજ ટાઈપ કરીને મોકલી દીધો. "આઈ એમ ઓન માય વે બેબી.."
મે મારા મોબાઈલમાં ઇરફોન કનેક્ટ કર્યા અને સોંગ ચાલુ કર્યા. પહેલું જ સોંગ વાગવા લાગ્યું.
તું ધૂપ સુન્હેરી ફિઝહોમે રહેતી હો મેરી દુવાઓ મેં,
તેરા નામ જીસ લમ્હે મેં લુ બેહદ મિલે આરામ હૈ,
તેરી હી ગલીઓ મેં આવારા શામ હૈ...
આ સોંગ વાગતાજ મને મારી અને વંશિકાની આલ્ફાવન મોલમાં થયેલી મુલાકાત યાદ આવી ગઈ ત્યાં પણ અમે કોફીશોપમાં બેઠા હતા ત્યારે આ સોંગ વાગી રહ્યું હતું અને તેના પછી તો કેટલાય વિચારો ચાલુ થઈ ગયા. મે મારી આંખો બંધ કરી દીધી હતી. હું કેટલાય સપનાઓમાં ખોવાઈ ચૂક્યો હતો. સમય ક્યારે બદલાઈ જાય છે તે કોઈ નક્કી નથી હોતું હું જ્યારે અહીંયા આવી રહ્યો હતો ત્યારે કેટલો દુઃખી હતો અને આજે જ્યારે અહીંયાથી જઈ રહ્યો હતોં ત્યારે તેનાથી પણ વધુ ખુશ હતો. જ્યારે આવ્યો ત્યારે મારી અને વંશિકાની છેલ્લી મુલાકાત પતાવીને આવ્યો હતો. એના વિચારોમાંથી દૂર થવા માટે અહીંયા આવ્યો હતો અને આવ્યા પછી મારો સમય બદલાઈ ગયો હતો. મારું એ સ્ટેટ્સ મૂકવું અને એને જોઈને વંશિકાને ચિંતા થવી અને મને મેસેજ કરવો પછી અમારી વાત થવી. વંશિકાનું મને ઈનડાયરેક્ટલી પ્રપોઝ કરવું અને મારા પ્રત્યેનો પ્રેમ કેટલો છે તે જણાવવું. અને કહેવું કે જ્યારે આપણે મળીશું ત્યારે તમારે જે સાંભળવું છે હું તમને કહીશ. રાત્રે વિડિયૉકોલમાં એકબીજાને જોવા અને ફક્ત ઇશારાથી વાતો કરવી. એની પહેલા પણ જ્યારે મેં વંશિકાને પહેલીવાર જોઈ હતી ત્યારથી લઈને અમે આટલા નજીક આવી ગયા. અમારી અનેક મુલાકાતો થવી અને અચાનક અમારા બંનેનું એક પ્રપોઝના લીધે વાત કરવાનું બંધ થવું અને તેનો આના માટે સમય માંગવો. કેટલી બધી યાદો કરી એકસાથે તાજી થઈ રહી હતી. કેટલાય દિવસથી જે સપનું બનીને રહી ચૂક્યું હતું તે હવે પૂરું થવાનું હતું ખબર નહીં કેટલો સમય રાહ જોઈ હશે મે આ દિવસ માટે. અરે દિવસ નહીં મહિનાઓ કહીએ તો પણ ચાલે. હમેશા વંશિકા સાથે મિત્ર તરીકે રહીને તેને જીવનસાથી બનાવવા સુધીની સફર અને એના માટે કરેલી કેટલીય મેહનત. ફાઇનલી આ બધી જ મહેનત હવે રંગ લાવી ચૂકી હતી. મને મારી ડ્રીમગર્લ હંમેશા માટે મળી રહી હતી. બસ હવે અમુક કલાકોનો સમય હતો પછી હું અમદાવાદ અને વંશિકા સાથે મુલાકાત. આ યાદો મારું મન વધુ પ્રફુલ્લિત કરી રહી હતી. એની મીઠી યાદો મારા મનમાં એના માટેનો પ્રેમ વધુ ગાઢ બનાવી રહી હતી. મારો પૂરો સમય તેની યાદોમાં નીકળી ચૂક્યો હતો અને થોડીવારમાં હું અમદાવાદ લેન્ડ કરી રહ્યો હતો. ફ્લાઇટ લેન્ડ કરતા હું મારી સીટ પરથી ઊભો થયો અને બહાર નીકળ્યો. એરપોર્ટ પરથી પોતાનું લગેજ લીધું અને બહાર નીકળ્યો. બહાર નીકળતા એક નાહકનો શ્વાસ લીધો અને મારું મન બોલી ઊઠ્યું."ગુડ ઇવનિંગ માય અમદાવાદ."
હું ગેટની બહાર નીકળ્યો જ્યાં અવિ અને વિકી મારી રાહ જોઈને ઊભા હતા. મને જોઈને તેઓ મને ભેટી પડ્યા જેને ઘણા વર્ષો પછી અમે મળી રહ્યા હોય. વિકીએ મારું લગેજ હાથમાંથી લઈ લીધું અને અમારી કારની ડેકીમાં મૂકી દીધું. અમે ત્રણેય કારમાં બેઠા અને ઘર તરફ જવા નીકળી પડ્યા. મને એરપોર્ટ પહોચતા લગભગ ૭:૩૦ ઉપર થઈ ચૂક્યું હતું. અવિ અને વિકીએ મને જણાવ્યું કે આપણો જમવાનો પ્લાન બહારનો છે એટલે અમે લોકો સીધા અનિલભાઈને ત્યાં ગયા.ત્યાં જઈને જમવા માટે બેઠા. હું હજી બેઠો હતો અને અવિ અને વિકી અત્યારે પોતાના મોબાઈલમાં મશગુલ થઈ રહ્યા હતા. અમે ઓર્ડર આપી દીધો હતો પણ અનિલભાઈને બીજા ગ્રાહક હોવાથી થોડો સમય લાગે તેમ હતો એટલે અમે ઓર્ડરની રાહ જોઈને બેઠા હતા. મે મારો મોબાઈલ કાઢ્યો અને મને યાદ આવ્યું કે મેં ફ્લેટમાં વંશિકાને મેસેજ કર્યો હતો અને એના પછી હજુ સુધી વંશિકાનો કોઈ મેસેજ આવ્યો છે કે નહીં તે મેં ચેક નહોતું કર્યું. યાર કઈ રીતે કરું જેવો અમદાવાદ ઉતર્યો કે તરત અવિ અને વિકીએ મને ઘેરી લીધો હતો અને કારમાં બેસાડી દીધો હતો એના પછી તો કારમાં અમારી વાતો ચાલુ થઈ ગઈ હતી અને મને મોબાઈલ કાઢવાનો પણ સમય નહોતો મળ્યો. પછી અમે સીધા ઘરે જવાની જગ્યાએ અહીંયા જમવા આવી ચૂક્યા હતા. મે મોબાઈલ ડેટા ઓન કર્યો અને એકપછી એક મેસેજો સ્ટાર્ટ થઈ ગયા. એમ વંશિકાનો મેસેજ પણ આવી ચૂક્યો હતો. જે મેં વાંચ્યો અને વંશિકાએ મને કહ્યું હતું. " વેલ્કમ ટુ યોર હોમ ટાઉન માય મી."
યાર દિલમાં જોરથી કોઈએ તીર માર્યું હોય એવું લાગ્યું હતું મને. માર મિ.....શું લખ્યું હતું જાણે એવું કહેવા માગતી હોય કે યુ આર ઓન્લી માઇન. આટલા પ્રેમથી પહેલીવાર મને કોઈએ કંઈક કહ્યું હતું. મે ફરીવાર મેસેજ ટાઈપ કરવાનું સ્ટાર્ટ કર્યું. "હું પહોંચી ગયો અમદાવાદ. હું અત્યારે બહાર બેઠો છું જમવા માટે અવિ અને વિકી સાથે. ઘરે જઈને મેસેજ કરું તને પછી આરામથી વાત કરીએ આપડે." મે મોબાઈલ લોક કરીને પાછો મૂકી દીધો અને ત્યાં સુધીમાં અમારો ઓર્ડર પણ આવી ગયો. અનિલભાઈ પોતે અમને આપવા માટે આવ્યા હતા. અમે લોકોએ જમવાનું સ્ટાર્ટ કર્યું. બહુ ટાઈમ પછી અહીંયાનું ટેસ્ટી જમવાનું મળી રહ્યું હતું. હા, બાય ધ વે ગિથમ રેસ્ટોરન્ટની વાત કંઈક અલગ હતી પણ હોટલ કરતા પણ વધુ સારું જમવાનું મને અનિલભાઈને ત્યાં લાગતું હતું.