હું અને મલય બન્ને તેની બાઇક પર લટાર મારવા નીકળી પડ્યા હતા. ચારેક જેવા દિવસ પછી મને આમ બહારની હવા મળી રહી હતી. હું મલયની પાછળ બેઠો હતો અને નવા નવા રસ્તાઓ અને નવી નવી બિલ્ડિંગોનો નજરો જોઈ રહ્યો હતો. અમે લગભગ ૫ કિમી જેવા અંતરે આવી ચૂક્યા હતા અને ત્યાં એક ગિથમ કરીને કોઈ વેજ રેસ્ટોરન્ટ હતી જ્યાં અમે બંને આવી પહોંચ્યા. હું બાઇક પરથી નીચે ઉતર્યો અને મલય બાઇક પાર્ક કરીને આવ્યો. અમે બંને રેસ્ટોરેન્ટમાં દાખલ થયા. બહારથી દેખાવમાં એક સાદુ રેસ્ટોરન્ટ હતું અને બહુ જૂનું પણ લાગી રહ્યું હતું. અમે અંદર જઈને ટેબલ પર જઈને બેઠા.
મલય :- સર, ડોન્ટ ગો ફોર લુક, દિખને મે બહુત છોટા હૈ લેકિન બહુત પુરાના હૈ ઔર ટેસ્ટ લાજવાબ હૈ.
હું :- હા યાર હા સકતા હૈ આઈ અલ્સો હીયર લુક ડસ નોટ મેટર.
મલય :- આપ યહા કા મસાલા ઢોસા ટ્રાય કરો. આપકા દિલ ખુશ હો જાયેગા.
હું :- અચ્છા મલય, આપકો યહ રેસ્ટોરન્ટ કે બારે મે કૈસે પતા ચલા ?
મલય :- વો ક્યા હૈ ના, મે ખાને કા બહુત શોખીન હું. જબ યહા નયા નયા આયા થા તબ ઘુમતા રહેતા થા. એક દિન યહા સે ગુજરા ઔર યહીં ખાને બેથ ગયા. તબ મુજે માલૂમ પડા.
અમારી વાતો ચાલતી હતી એટલીવારમાં અમારી પાસે એક વેઇટર આવીને ઊભો રહ્યો. મને શું માંગવું તેનો કોઈ ખાસ ખ્યાલ નહોતો એટલે મલય અમારા બંને માટે મસાલા ઢોસા ઓર્ડર કરી દીધા અને વેઇટર ત્યાંથી ઓર્ડર લઈને જતો રહ્યો.
મલય :- અચ્છા સર આપ મેરીડ હે યા સિંગલ હૈ ?
હું :- અભી તક તો સિંગલ હું.
મલય :- તો ફિર શાદી કરને કા ક્યાં ખ્યાલ હૈ.
હું :- કર લેંગે બહુત જલ્દી. બાય ધ વે આપ યહા કબ સે રહેતે હો ?
મલય :- મુજે યહ ૩ સાલ હો ચૂકે હૈ. ઇસસે પહેલે દૂસરી આઇટી કંપનીમે જોબ કર રાહ થા.
હું :- અચ્છા, તો ફિર કબ તક યહીં રહોગે. યહીં પર સેટલ હોને કા ઇરાદા હૈ ક્યાં ?
મલય :- સર ઇરાદા તો એસા હિ હે. યહા કિ હવા લગ ચૂકી હૈ.
હું :- મુંબઈ જાતે હો કી નહીં ?
મલય :- હા, વિકેન્ડ મેં ચલા જાતા હું. સોચ રહા હું કી મોમ ડેડ કો ભી યહીં બુલા લૂ ઔર યહીં પે ઘર લેલુ.
અમારા મસાલા ઢોસા આવી ચૂક્યા હતા જે સરસ રીતે કેળાના પાંદડામાં સજાવેલા હતા અને ખૂબ મોટા પણ હતા. સાથે કોકોનટ ચટણી અને સાંભર...યાર શું મસ્ત ખુશ્બુ આવી રહી હતી સાંભરની...કદાચ આ સુગંધના કારણે મલય મને અહીંયા લાવી ચૂક્યો હતો. સુગંધ આટલી સરસ છે તો ટેસ્ટ ખરેખર લાજવાબ હશે એવું મને ચોક્કસ પણે લાગ્યું. મે છરી અને ચમચી લઈને એક ટુકડો કટ કર્યો અને મોઢામાં નાખ્યો પછી સાંભરનો ટેસ્ટ કર્યો. ખરેખર યાર મલય મને સાચું કહ્યું હતું. અહીંયાનો ટેસ્ટ મને જીભ પર લાગી ચૂક્યો હતો તે પણ પહેલીવારમાં જ અને હું અમદાવાદનો ટેસ્ટ ભૂલી ચુક્યો હતો. મલય એક ફૂડ લવર હતો અને તેણે ખરેખર એક સરસ જગ્યા શોધી કાઢી હતી. કદાચ હા, આજ કારણે તમિલ રાજ્ય આ ટેસ્ટ માટે પ્રખ્યાત છે. મે ખાવાની શરૂઆત કરી અને અમારી વાતો પણ ચાલુ કરી.
હું :- મલય શાદી કરને કા ક્યાં ઇરાદા હૈ ફિર આપકા, આઈ મીન આપ યહા સેટલ હોના ચાહતે હો પર શાદી તો આપકો આપકે ઘર હિ કરની પડેગી.
મલય :- નહિ સર, મેરી ગર્લફ્રેન્ડ ભી યહીં સે બિલોંગ કરતી હે તો સબ યહીં પર હો જાયેગા.
હું :- વાહ, અચ્છા હૈ આપને પહેલે હિ સબ પ્લાનિંગ કરકે રાખે હૈ.
મલય :- નહિ સર એસા કુછ નહીં હૈ.
હું :- કોઈ બાત નહીં બેસ્ટ ઓફ લક આપકે ફયૂચર કે લિયે.
મલય :- સર, આપ ભી બતાઈએ કુછ આપકે બારે મૈં. આપકા યહ સેટલ હોનેકાં કુછ પ્લાન હૈ ઔર આપકી ભી કોઈ ગર્લફ્રેન્ડ હે કી નહીં ?
હું :- અરે ક્યાં બતાઉ મુઝે મેરા અમદાવાદ બહુત પસંદ હૈ ઔર મે કભી કિસી ઔર જગહ કે બારે મેં નહીં સોચ શકતા. યહા કા માહોલ મુજેભી અચ્છા લગા લેકિન લાઇફટાઇમ યહા નહીં સેટલ હો પાઉંગા ઔર રહી બાત ગર્લફ્રેન્ડકી તો વો અભી હૈ ભી નહીં ઔર નહીં ભી હૈ.
મલય :- સોચ લીજીયે સર, બાદમેં એસ મૌકા નહીં મિલેગા ઔર હૈ ભી ઔર નહીં ભી મતલબ ?
હું :- યાર બહોત લોંગ સ્ટોરી હૈ કભી ફ્રી હોકર સુનાઉંગા ફિલહાલ તો અભી કુછ ક્લિયર નહીં હૈ.
મલય :- કોઈ બાત નહીં સર ફિર કભી ટાઈમ મિલા તો જરૂર મિલેંગે. હો સકતા હૈ કભી મેરા ભી અમદાવાદ આના હો જાયે.
હું :- સ્યોર, આપ કભી અમદાવાદ આઓ તો જરૂર મિલેંગે ઔર હા હમારે અમદાવાદમે ભી લાજવાબ ટેસ્ટી ખાના મિલતા હૈ આપ આઓગે તો જરૂર જાયેંગે.
મલય :- અચ્છા, તો ફિર પાક્કા આના પડેગા. હો સકતા હૈ તબ તક હમ દોનો સિંગલ સે મિંગલ હો ચૂકે હો.
મલયની આ વાત પર અમે બંને હસી પડ્યા. અમે લોકો ડિનર સાથે એકબીજાને વધુ ઓળખીને પોતાની મિત્રતા વધુ મજબૂત બનાવી રહ્યા હતા. ઓફિસમાં અમારો સંબંધ કલીગનો હતો અને ત્યાં આવી મિત્રતા બની શકવાની સંભાવના નથી હોતી. ઓફિસમાં ફક્ત અમને લોકોને કામ દેખાતું હતું અને ત્યાંથી બીજી કોઈ વાતો કરવા માટે અમે નવરા નહોતા પડતા. આજે અમે સાથે ડીનર કરવા નીકળી પડ્યા જે અમારી લોકોની કલીગમાંથી મિત્રતા મજબૂત કરવાની પહેલી શરૂઆત હતી. મે જમતા જમતા ઘડિયાળમાં જોયું ૮:૨૦ જેવો ટાઈમ થઈ ચૂક્યો હતો. મે મારો મોબાઈલ કાઢ્યો અને મોબાઈલ ડેટા ઓન કર્યો. વંશિકાનો એક પહેલાથી મેસેજ આવી ચુક્યો હતો. "પહોંચી ગયા ડીનર કરવા માટે?" મે વંશિકાનો જવાબ હા લખીને મોકલી આપ્યો અને સાથે સાથે બીજો એક મેસેજ કરીને પૂછી લીધું જમી લીધું કે બાકી છે અને મારો મોબાઈલ પોકેટમાં મૂકી દીધો. અમે લોકોએ હજી એક એક ઢોસો ઓર્ડર કરી ચૂક્યા હતા. ટેસ્ટ એટલો સરસ હતો કે પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય. બીજો ઢોસો પણ અમે વાતવાતમાં પૂરો ખાઈ ચૂક્યા હતા અને હવે અમારું પેટ અને મન પૂરેપૂરું ભરાઈ ચૂક્યું હતું. અમે લોકો જમીને ઊભા થયા અને બિલ કાઉન્ટર પર પહોચ્યા. જ્યાં હું અને મલય બિલ પે કરવા માટે એકબીજા જોડે જબરદસ્તી કરવા લાગ્યા. મલય કહી રહ્યો હતો કે હું બિલ પે કરીશ અને હું કહી રહ્યો હતો કે હું બિલ પે કરીશ. થોડી એવી માથાકૂટ કર્યા પછી મલય મને એવું કહ્યું કે તમે અહીંયા ગેસ્ટ બનીને આવ્યા છો એટલે તમારું ધ્યાન રાખવું મારી ફરજ છે. અત્યારે મને તમારી મહેમાન નવાજી કરવાની તક આપો અને બદલામાં હું અમદાવાદ આવીશ ત્યારે હું પણ તમને મહેમાન નવાજીની તક આપીશ. ફાઇનલી મારે મલયના આવા શબ્દો સામે ઝૂકવું પડ્યું અને બિલ તેણે જ આપી દીધું. અમે લોકો રેસ્ટોરેન્ટમાંથી બહાર આવ્યા ત્યાં સુધીમાં ૯ વાગી ચૂક્યા હતા. અમે લોકો બાઇક પાસે ગયા ત્યાં જતા મલયે મને કહ્યું.
મલય :- અબ આગે કા ક્યાં પ્લાન હૈ સર. કહા જાના હૈ ઘૂમને?
હું :- વેલ મલય, ડીનર તો હો ગયા અબ સોચ રહા હું હોટલ ચલતે હૈ વાપશ.
મલય :- અરે સર અભી તો સિર્ફ ૯ બજે હૈ, અભી તો આપ યહા કા રાત કા નઝારા દેખીએ. બાય ધ વે આપ સ્મોક યા ડ્રીંક કરતે હૈ ?
હું :- હા બટ આદત નહીં હૈ, કભી કભી સ્મોક ભી કરતા હું ઔર કહી બહાર ઘુમને જાતા હું તો ડ્રીંક ભી કર લેતા હું.
મલય :- ચાલીએ તો ફિર એક એક સિગારેટ હો જાયે ઔર થોડા રસ્તો પે ઘુમ ભી લેતે હૈ.
હું :- ઠીક હૈ ચલતે હે લેકિન મેરી ભી એક શર્ત હૈ. સ્મોકિંગ મેરી તરફ સે તભી ચલેંગે.
મલય :- ઠીક હૈ સર આપકી નામ.
મલયે બાઇક કાઢ્યું અને અમે બંને ફરી બાઇક લઈને નીકળી પડ્યા. આ વખતે મલય મને ઘણે દૂર લઈ જઈ રહ્યો હતો. સ્મોકિંગ તો ફક્ત એક બહાનું હતું અમારું રખડવાનું હકીકતમાં તો મલય મને અહીંયાના રસ્તાઓ પર ફેરવી રહ્યો હતો અને કોઈ અથવા સ્પેશ્યલ સ્થળ વિશે માહિતી પણ આપી રહ્યો હતો. અમે લગભગ બીજા ૮ જેવા કિમી દૂર આવી પહોંચ્યા હતા. ત્યાં એક પાર્લર પર મલયે બાઇક રોક્યું અને અમે ત્યાં જ ઊભા રહ્યા. મલયે ગોલ્ડફલેક લીધી અને મે મારી માર્બોલો લીધી. અમે બંને ત્યાજ ઊભા રહીને ફૂંકો કરવા લાગ્યા અને થોડી ઘણી વાતો કરવા લાગ્યા. થોડીવાર રહીને અમે બંને ત્યાંથી નીકળી પડ્યા અને હવે મલય મને હોટલ પર ડ્રોપ કરવા માટે આવી રહ્યો હતો. અમે હોટેલ પહોંચી ગયા અને મલય ત્યાં નીચે ડ્રોપ કરીને જતો રહ્યો. મે મલયને ઉપર આવવા જણાવ્યું પણ તેને પણ હવે મોડું થઈ જશે તેવું કહીને જતો રહ્યો. હું મારા રૂમમાં ગયો અને સૌથી પહેલા ફ્રેશ થઈ ગયો. મને ક્યારેય નાહ્યા વગર ઊંઘ નહોતી આવતી જેના કારણે હંમેશા હું સુતા પહેલા ફ્રેશ થવાનું પ્રિફર કરતો હતો. ફ્રેશ થઈને મારા લૂકમાં આવી ગયો અને બેડ પર આવીને સૂતો. મે મારો મોબાઈલ કાઢ્યો અને મોબાઈલ ડેટા ઓન કર્યો જેમાં ટપટપ મેસેજ ચાલુ થઈ ગયા. આ બધામાં મારી દિલની રાણી વંશિકાનો પણ મેસેજ આવી ચુક્યો હતો. હું વંશિકાના ઇનબૉક્સમાં એન્ટર થયો. "હા જમી લીધું અને તમે ?" વંશિકાએ મને પૂછ્યું હતું. મે પણ મેસેજ ટાઈપ કરી દીધો. "હા મે પણ જમી લીધું." મારા મેસેજ મોકલ્યાને ૧ મિનિટમાં વંશિકાનો ફરી મેસેજ આવી ગયો જાણે તે ફક્ત મારી રાહ જોઈને બેઠી હોય એમ.
વંશિકા :- ગુડ, શું જમ્યા ?
હું :- મસાલા ઢોસા અને તું ?
વંશિકા :- પાઉંભાજી. મે બનાવેલી.
હું :- વેરી નાઈસ. ક્યારેક મને પણ ખવડાવ.
વંશિકા :- અહીંયા આવી જાવ એટલે પાક્કુ ખવડાવીશ.
હું :- અચ્છા સારું, બાય ધ વે મલય મને ખૂબ સરસ રેસ્ટોરેન્ટમાં લઈ ગયો હતો.
વંશિકા :- કોણ મલય ?
હું :- અરે હા યાર મે તને જણાવ્યું નથી ને હજી. મારી ઓફિસનો કલીગ છે. આજે તેણે મને ડિનર માટે ઓફર કર્યું હતું.
વંશિકા :- અચ્છા તો પછી કેવું રહ્યું તમારુ ડીનર.
હું :- ખૂબ સરસ, સાચું કહું તો રેસ્ટોરન્ટ જોઈને બિલકુલ નહોતું લાગતું કે અહીંયા આટલો બેસ્ટ ટેસ્ટ મળશે. આપણા અમદાવાદ કરતાં પણ અહીંયા બેસ્ટ અને ટેસ્ટી જમવાનું મળે છે.
વંશિકા :- અચ્છા શું નામ હતું રેસ્ટોરેન્ટનું?
હું :- ગિથમ કરીને રેસ્ટોરન્ટ હતી. અમે લોકોએ ડિનર કર્યું અને પછી બહાર ફરવા નીકળી પડ્યા. લગભગ અમે લોકો ૧૫ કિમી જેવા એરિયા ફરી ચૂક્યા અને મલયે અહીંયાના સ્થળો વિશે મને જણાવ્યું.
વંશિકા :- અચ્છા બીજું કાંઈ ?
હું :- બીજું તો મલય અહીંયા રહે છે અને તે અહીંયા સેટલ થવાનું વિચારી રહ્યો છે. અહીંયા વાતાવરણ પણ ખૂબ સરસ છે. ખૂબ ઠંડુ વાતાવરણ છે. મન થઈ જાય કોઈનું પણ કે અહીંયા રહી જઈએ.
વંશિકા :- હા તો પછી ત્યાં જ રહી જાવ ને. અહીંયા આવવાની શું જરૂર છે તમને ?
હું :- હા વાત તો સાચી છે તારી. પણ શું કરું ત્યાં અમદાવાદમાં કોઈ મારી રાહ જોઈ રહ્યું છે.
વંશિકા :- અચ્છા કોણ છે તે મને પણ જરા જણાવો. હું પણ ઓળખું તેને.
હું :- છે ને એક મીઠડી અને સુંદર છોકરી જે મારી રાહ જોઈ રહી છે અને મને અહીંયા આવી જતો જોઈને એકલી એકલી તડપી રહી છે.
વંશિકા :- અચ્છા એમ, તો તો મારે તેને મળવું પડશે હવે. હું પણ જોઉં તમે જેના આટલા વખાણ કરી રહ્યા છો તે કેટલી સુંદર છે.
હું :- ચોક્કસ હું જરૂરથી મળાવીશ. બાય ધ વે વિચાર કે મારું ટ્રાન્સફર અહીંયા થઈ જાય તો ?
વંશિકા :- પ્લીઝ આવું ના બોલશો.
હું :- કેમ ના બોલું ? ખૂબ સરસ જગ્યા છે કોઈને પણ અહીંયા વસવાનું મન થઈ જાય એવું છે. હું પણ અહીંયા વિચારી રહ્યો છું કે અહીંયા સેટલ થઈ જાવ.
વંશિકા :- બસ હવે, હું નથી ઇચ્છતી કે તમારું ટ્રાન્સફર અમદાવાદ છોડીને બીજી કોઈ જગ્યાએ થઈ જાય. મારે અમદાવાદ છોડીને ક્યાંય નથી જવું. હું અહીંયા અમદાવાદમાં રહેવા માગું છું.
હું :- અચ્છા પણ એમાં તારે શું કામ અમદાવાદ છોડવાનું ટ્રાન્સફર તો મારું થવાનું છે ને ?
વંશિકા :- અચ્છા, હવે હું સમજી ગઈ બધું. ત્યાં કોઈ બીજી ના પ્રેમમાં પડી ગયા છો કે શું ?
હું :- ના હો, મને બીજી કોઈ છોકરી સાથે પ્રેમ નથી થયો.
વંશિકા :- ના સાચું કહો ને એટલે જ તમારે એકલા ટ્રાન્સફર લઈને ત્યાં જવું છે ને મને છોડી ને ?
હું :- ના એવું કઈ નથી, હું તો ખાલી મજાક કરું છું. ટ્રાન્સફર વિશે તારું રીએકશન જોવા માંગતો હતો.
વંશિકા :- બસ આટલીવારમાં લાઇન પર આવી ગયા ?
હું :- અચ્છા મતલબ, તું મારી સાથે મજાક કરી રહી હતી બીજી કોઈ છોકરીનું નામ લઈને ?
વંશિકા :- કેમ મજાક ફક્ત તમે કરી શકો ? હું ના કરી શકું ? તમે મારી ખિલ્લી ઉડાડી શકો તો હું પણ ઉડાડી શકું ને. હું પણ તમને એટલા તો ઓળખું છું કે તમે અમદાવાદ છોડીને ક્યાંય જાવ તેમ નથી.
હું :- હા તું પણ મજાક કરી શકે છે. બાય ધ વે સાચું હું પણ અમદાવાદ છોડીને ક્યાંય જવા નથી માગતો.
વંશિકા :- હા, બાય ધ વે સાચે ત્યાં ખૂબ સુંદર વાતાવરણ છે ?
હું :- હા, ઘણું સુંદર છે પણ મને એને માણવાનો સમય નથી મળતો. સવારે અહીંયાથી ઓફિસ અને સાંજે ઓફિસમાં અહીંયા. ક્યાંય ફરવાનો ટાઈમ નથી મળતો.
વંશિકા :- કાલે રવિવાર છે, તમારે રજા છે તો કાલે ક્યાંક લટાર મારી આવો તમારા કલીગ સાથે.
હું :- ના મેડમ, કાલનો દિવસ તમારા નામે કર્યો છે. કાલે આખો દિવસ તમારો.
વંશિકા :- ડોન્ટ વરી, હું કોઈ ફોર્સ નથી કરી રહી. તમે ત્યાં ફક્ત કામ માટે નથી ગયા. તમને ત્યાં ફરવાનો સમય મળે તો ચોક્કસ ફરી શકો છો અને પોતાને સમય આપી શકો છો. તમે અહીંયા આવીને મને સમય આપવાના જ છોને પછી.
હું :- હા પણ ચાલ ને જોઈએ કાલની વાત કાલે. આમ પણ કોઈ પ્લાનિંગ બને તો બપોર પછી જ બનશે.
વંશિકા :- અચ્છા સાંભળો, હું તમને વિડિઓકોલ કરું છું મારે તમને જોવા છે અત્યારે પણ ઓન્લી સાઇલેન્ટ મોડ ઓકે. તમે પણ કાઈ બોલતા નહીં ચૂપ ચાપ જોયા કરજો.
હું :- વાહ, તે મારા મનની વાત છીનવી લીધી. ઓકે બસ કર કોલ હું ચૂપ રહીશ.
થોડીવારમાં વંશિકાનો વીડિયો કોલ આવ્યો અને મેં રીસીવ કર્યો. તેણે બ્લેક કલરનું ટી શર્ટ પહેરેલું હતું અને પોતાના વાળ બાંધીને રાખેલા હતા. હું વંશિકાને જોઈ રહ્યો હતો અને તે મને જોઈ રહી હતી. વંશિકાએ ફોનનો બેક કેમેરો ઓન કર્યો અને કંઈક દેખાડ્યું. તે કોઈ દરવાજા પાસે ઊભી હતી. કદાચ તેણે ઘરમાં કોઈ જગ્યાએ છુપાઈને મને કોલ કર્યો હતો. તેણે ફરીવાર પોતાનો ફ્રન્ટ કેમેરો ઓન કર્યો અને ફરીવાર તેનો સુંદર ચહેરો મારી સામે આવી ગયો. અમે બંને ઇશારાથી એકબીજા સાથે થોડી વાતો કરી રહ્યા હતા. અમારો વિડિઓકોલ ચાલુ હતો અને સાથે વંશિકાએ મને મેસેજ કર્યો. " આ એજ મીઠડી અને સુંદર છોકરી છે જેની તમે હમણાં વાત કરી રહ્યા હતા ?"
"યસ માય હાર્ટ." મે પણ તરત વંશિકાને મેસેજ કરી દીધો અને ત્યાર પછી તો અમે કેટલીવાર એકબીજાને આમ વિડિયૉકોલમાં જોતા રહ્યા એનો અમને ખ્યાલજ નથી રહ્યો.