Mindset - 3 in Gujarati Philosophy by Sahil Patel books and stories PDF | Mindset - 3

Featured Books
Categories
Share

Mindset - 3

Mindset Chapter 3 : The Acceptability 

મનોબળ તો કદી હાર ના માને એવું થઈ જાય, પણ જ્યારે ખરેખર હાર થાય તો ?
ખરેખર નિષ્ફળ થયા તો ?

મન માં તો ધારીએ કે " અથવા તો હું જીતીશ અથવા તો હું શીખીશ, પણ હારીશ કદી નહિ "
પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવે ત્યારે ?

ત્યારે ફરી મનોબળ નબળું થઇ જાય ને કેમ ??

તો ચાલો જાણીએ એક ઉદાહરણ થકી કે વાસ્તવિકતા નો સામનો કેવી માનસિકતા દ્વારા થઇ શકે.....


બે યુવાન મિત્રો કે જેઓ નાનપણ થી લઇને કોલેજ સુધી સાથે ભણ્યા અને હવે બન્ને પોતાના ભવિષ્ય ને લઇને વિચાર કરે છે.

એક મિત્ર કહે કે હું એક નવો ધંધો શરૂ કરી દવ અને તેમાં ધીમે ધીમે સફળતા મેળવીશ, બીજો મિત્ર કહે મને નાણાકીય ક્ષેત્ર નું સારું એવું જ્ઞાન છે તો હું ફાયનાન્સ ની પ્રેક્ટિસ માં ઉતરી જાવ, આમ બન્ને યુવા મિત્રો એ નક્કી કર્યુ ને લાગી ગયા બંને પોત - પોતાના કાર્ય માં.

બન્ને ખૂબ જ સમજદાર હતા ને ક્યારેય હાર ના માને એવું જ એમનું મનોબળ.

શરૂઆત માં ફાયનાન્સ ની પ્રેક્ટિસ કરતા યુવાને થોડી ઓછી કમાણી કરી, પણ ધંધો કરતો મિત્ર પણ કંઇ ખાસ્સુ કમાયો નહોતો .
એક વર્ષ બાદ બન્ને મિત્રો સારું એવું કમાવી રહ્યા હતા. બન્ને ખૂબ ધનવાન પણ થઈ ગયા હતા, પરંતુ વર્ષ બાદ સમગ્ર અર્થતંત્ર માં ભયાનક મંદી આવી; તેની પહેલી અસર નાણાકીય ક્ષેત્રે થઇ, જેના લીધે પેલા ફાયનાન્સ ની પ્રેક્ટિસ કરતા યુવાન ને ખૂબ જ મુશ્કેલીઓ આવી.

ત્યારબાદ ધીમે ધીમે બધા ધંધાઓને પણ અસર થવા લાગી, આમ કરીને અર્થતંત્ર ભયાનક મંદી માં સરી પડ્યું.
હવે પેલો યુવાન જે ફાયનાન્સ માં પ્રેકિટસ કરતો હતો, તે આ મંદી માં શરૂઆત માં તો ના ડગ્યો , પણ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ તે પોતાની હિંમત પણ ગુમાવતો ગયો, તે પોતાની પ્રેકિટસ ની આવી હાલત જોઇ નહોતો શકતો, કેમ કે આવા સમય માં પેલો ધંધા વાળો યુવાન પણ હિમત નહોતો હાર્યો, એમાં જો પોતે પડતું મૂકશે તો એની આબરૂ નીચે જશે, એવું માનીને તે શરૂઆત માં તો હાર નહોતો માન્યો, પણ હકીકત ધણી ગંભીર હતી, તે હકીકત ને સ્વીકારી ના શકયો ને તે એવું વિચારી બેસ્યો કે દુઃખ ખાલી મારે એક ને જ આવ્યું છે, મારું મનોબળ ખોટી દિશા માં છે, મારે હાર માની લેવી જોઇએ, હું આ દુઃખ સ્વીકારતો નથી, મારી એક સાથે જ આવું કેમ થઇ શકે ; આવું વિચારી ને તે ભયંકર ડિપ્રેશન માં ચાલ્યો ગયો થોડા સમય બાદ મંદી હળવી થઈ, પણ ભયાનક ડિપ્રેશન ના લીધે તે ફરી વાર પોતાને બેઠો ના કરી શક્યો ને અસફળ રહ્યો.

જ્યારે પેલો ધંધા વાળો યુવાન ધીમે ધીમે ફરી શરૂઆત કરવા લાગ્યો, તેણે પોતાના ધંધા માં કમબેક કરી લીધું અને ફરી તે સફળતા પૂર્વક ધંધો ચલાવવા લાગ્યો . તેણે બસ મંદી ના સમય માં એવું વિચાર્યુ હતું કે – “ ગઈ કાલે હું સુખી હતો કેમ કે મારો ધંધો સારો હતો, અત્યારે મંદી છે તો ધંધો નથી ચાલતો , એટલે દુઃખી છું, પણ આ દુઃખ હંમેશા થોડી રહેશે ? સુખ દુઃખ તો ખાલી એક પ્રોસેસ છે ; તે આવે ને જાય, પરિસ્થિતિ ને સ્વીકાર કરી લેવાની ને હાર નહિ માનવાની , એ પરિસ્થિતિ માંથી શીખીને ફરી કમબેક કરવાનું "

ખરેખર મનોદશા ની સારી એવી ચકાસણી તો આવા સમયે જ થાય ને ! 

માટે જ શ્રી કૃષ્ણ એ શ્રીમદ્ ભગવદ્ ગીતા માં કહ્યું છે.

" सुखदुःखे आगच्छतस्तथा गच्छतः, केवलं तयोः स्वीकृतिं कर्तव्या । एषा एका पूर्णा योजना अस्ति ।"

અર્થાત્ સુખ ને દુઃખ આવતા રહેશે, તેમને સ્વીકારો ને માત્ર કર્મ કરો, તેના લીધે આપણું મનોબળ ના તૂટવું જોઇએ .

જો મનોબળ તૂટશે તો પેહલે ફાયનાન્સ વાળા ની માફક ડિપ્રેશન માં ચાલ્યા જશો.

યાદ રાખો : 
" The sun always rises after the previous day's sunset, The success will definitely come after the previous failure "

એટલે કે સૂર્ય હંમેશા ઉગે જ છે , ભલે ને તે આગલા દિવસે આથમ્યો હોય , એ ત્યારે જ ઊગશે જ્યારે આથમશે , એમ જ સફળતા પણ નિષ્ફળતા બાદ આવશે જ .

" Accept the situation, learn from the situation and then do massive work for a comeback towards success "

એટલે કે પરિસ્થિતિ ને સ્વીકારી , એમાંથી શીખો અને એમાંથી શીખીને પોતાની જાતને સફળતા તરફ દોરી જાઓ.