Chemestry Girl in Gujarati Travel stories by Pravin Bhalagama books and stories PDF | Chemestry Girl

Featured Books
Categories
Share

Chemestry Girl

આજે હુ એક છોકરીને મળ્યો. અમે બંને એક બીજાની બાજુમાં જોડે જોડે જ બેઠા હતા. પોતાની મોટી બહેન અને એના ભાઈને 3 સીટ આગળ બેસાડી, એ મારી પાસે બેઠી. દેખાવમાં ખૂબ જ સુંદર, કપડાંથી ભરેલો બેગ, અને એમાં ભાઈ માટે સાચવી રાખેલો પડિકાનો નાસ્તો. એના હાથમાં એક કાળા રંગની ઘડિયાળ અને મંત્રમુગ્ધ કરી દે એવી એની આંખો પર નંબરના ચશ્મા.

ટિકિટ લેવાની થઈ ત્યારે, એણે બેગમાંથી 300 રૂપિયા કાઢ્યા અને ટિકિટ માગી – "2 આખી, 1 અડધી." ત્યારબાદ મારા હાથમાં bus pass જોઈ, કંડક્ટરે પૂછ્યું –

"કેટલે ?"

મે કહ્યુ – "દિયોદર."

"ઓકે," કહી ટિકિટ આપી. અને મેં એને bag માં મુકી દીધી.

મારા ફોનમાં અચાનક screen open થઈ. Open થતાંજ મારા ફોનના wallpaper મા રહેલા ફેમિલી ફોટોને અમુક ક્ષણ જોઈ રહી, અને બાદ પૂછ્યું –

"ભાવેશના ભાઈ ?"

મે કહ્યુ – "હા, પણ તમે કોણ ?"

એને જવાબ આપતા કહ્યું – "હું પણ વડીયાની જ છું. ( "વડીયા" મારુ ગામ. ) પણ અમારા પરિવાર સાથે કેટલાક વર્ષથી બહાર રહીએ છીએ."

મે કહ્યુ – "અચ્છા."

મે પૂછ્યું – "અહીંયાં ક્યાંથી ? મતલબ ક્યાંથી આવો છો ?"

એને કહ્યું – "મામાના ઘરે ગઈ હતી, હવે ઘરે જઈ રહી છું."

"અચ્છા !" – મે બસ એટલું કીધું

ત્યાર બાદ ...


અમે બંને એકદમ ચુપ થઈ ગયા. બન્ને બાજુમાં બેઠા હોવ છતાં, એક જ ગામના હોવા છતાં પણ જાણે અજાણ્યા.

મે મારો ફોન કાઢી, થોડી વાર્તાઓ વાંચવા લાગ્યો. કંટાળી ને મારી આવનારી વાર્તા "મુંજ્યા" માટે scene ને mobile માં ટાઈપ કરવા લાગ્યો. એ મારી બાજુ જુએ, હું પણ તિરછી નજરે એની સામે જોઈ લઉં. ChatGPT ની મદદ લઈ થોડી માહિતી વાંચી, કેટલીક એકઠી કરી અને મોબાઇલને મૂકી દીધો.

એણે પોતાની આંખોપર હાથ લગાવી, બેગ પર માથું રાખી સૂઈ ગઈ. મને લાગ્યું કે ટ્રાવેલિંગને કારણે કદાચ headache (માથું દુખવું) થતું હસે. મને પૂછવું જ હતું, પણ મારા હૃદયની વધતી જતી ધબકારાએ મને કઈજ પૂછવા ન દીધું.

મને એમ કે પાણી પીવું છે એમ પૂછવાના બહાને એની સાથે વાત કરું, પણ ફરી એ બેગ પર માથું રાખી સૂઈ ગઈ.

મારે એની સાથે વાત તો કરવી હતી, પણ introvert હોવાને લીધે કે એને કેવું લાગશે, એ શું કહેશે, એ પરેશાન થઈ seat બદલી દેશે, એવા ડરથી મેં એને કઈ બીજું પૂછી પણ ના શક્યો.

અમે બંને બાજુ બાજુમાં અને એક ત્રીજું અજાણ્યું passenger પણ અમારી સાથે જ બેઠું હતું. ખીમાણા આવતા એ ત્રીજુ passenger seat છોડી ઉતરી ગયું. બાજુમાં બેઠેલી એ છોકરી ફરી બાજુના seat માંથી ખસીને ત્રીજી સીટ પર જતી રહી.

હવે અમે બંને ખૂણાની seats પર બેઠા છીએ, અમારી વચ્ચે રહેલી એક ખાલી seat પર એની બેગ પડેલી છે.

મે ઝડપથી Play Store open કર્યું અને Chess ની રમતને ડાઉનલોડ કરી. કારણકે એતો બંને બાજુથી રમી શકાય, એટલે કે અમે બંને રમી શકીએ. અને એ બહાને મને એની સાથે થોડી વધારે વાતો પણ કરી શકું. હુ તો એની સામે જાણી જોઈને હારી જવા પણ તૈયાર હતો. પણ, Chess રમવા માટે એને ના પાડી તો ? બસ, આ જ એક ડરના લીધે એને ફરી હુ કઈ પૂછી ના શક્યો કે કઈ કહી ના શક્યો. અમારું શાયદ ઉતારવાનું station ખૂબ જ ઝડપથી નજીક આવી રહ્યું હતું.

મારા હૃદયના ધબકારા ધબકે, એના કરતાં પણ વધારે ઝડપથી ધબકી રહ્યા હતાં. એની સાથે વાત કરવી હતી, પણ કોઈ બહાનું જ નોતું મળી રહ્યું.

એની સાથે વાત કરવાનો કોઈ પણ મોકો હું છોડવા નોતો તૈયાર, પણ ડર એ જ કે શરૂઆત કોણ કરે. એ પણ મારી બાજુ જુએ, હુ પણ એની સામે જોઉં, પણ વાત શું કરવી ?

પૂછવું તો ઘણું બધું હતું મારે, પણ એને જાણે એ પૂછે તો હું આગળ એની સાથે બોલું ને ? મેં એને કઈ પૂછ્યું ના શક્યો, ના એની સામે કઈ બોલી શક્યો. ત્યાં જ અચાનક રૈયા ગામનું સ્ટેશન આવ્યું. 2 મહિલાઓ ત્યાંથી બસમાં ચઢી. એક અમારી પાછળની seat પર જઈ બેઠી અને બીજીએ અમારી seat પર બેસવા માટે એને કહ્યું – "થોડા ખસો ને ..."

અને ...


ફરી અમે બંને હવે એક બીજાની બાજુમાં બેઠા છીએ. એ મહિલા જાણે મારા માટે એક ભગવાનનો અવતાર રૂપ હતી.

અમે બંને બાજુમાં બેઠા, અમારું સ્ટેશન આવવા હવે તૈયાર જ હતું. હું હવે આ મોકો ખોવા નોતો માંગતો.

ઝડપથી ધબકતા હૃદય સાથે, ખૂબ જ હિંમત કરી મેં એને પૂછી જ લીધું –

"દિયોદર જ ઉતારવાનું છે કે વડીયા આવવાનું છે ?"

એને કહ્યું – "દિયોદર જ !"

"અચ્છા," મેં કહ્યું અને આગળ પૂછ્યું –

"તમારા પપ્પા શું કરે છે ?"

જોરદાર મલકાતી સ્માઈલ આપી, જવાબ આપતા બોલી –

"પપ્પા Job કરે છે, અને દિયોદરમાં અમારી દુકાન પણ છે."

"Nice one," કહી હું એની સામે જ જોતો રહ્યો.

ફરીથી પૂછ્યું – "ભણવાનું ચાલુ છે ?"

એના મોઢા પર એક અલગ જ smile હતી – "હા ! 12th પૂરૂં કરી, હવે college કરવાનો વિચાર છે."

"અચ્છા," મેં પણ કહ્યું. મને એમ કે Arts માં હશે, એટલે સામાન્ય રીતે પૂછ્યું – "કયા વિષય સાથે college કરવાનો વિચાર છે ?"

એ ઉત્સાહથી જવાબ આપવા લાગી – "Chemistry ⚗️, Biology, અને એમાં પણ ... !"

આટલું સાંભળતા જ હું આશ્ચર્યચકિત થઈ ઉઠ્યો.

"Chemistry, Biology ! ભાઈ વાહ, ગજબ !" મેં હસતા હસતા કહી દીધું – "આ વિષયો તો માટે subject ને પાર છે, અમે રહ્યા ARTS વાળા." (હું મનોમન ખુશ થઈ રહ્યો હતો, કેમ કે એ પણ હવે secure જેવું ફીલ કરી ખુલ્લા દિલથી જવાબ આપી રહી હતી.)

મે પણ પૂછ્યું – "તો Favourite subject કયો છે ?"

એણે મારી સામે જોઈ સ્માઈલ આપતા કહ્યું – "Chemistry 🧪."

મારી આંખો ખુલીને ખુલી રહી ગઈ. હવે એ મારી સાથે થોડી નજીક આવી, કહેવા લાગી –

"Chemistry મારો fav. subject છે."

"V.K. Vaghela school માંથી જ મેં 12th ભણી."

"અચ્છા," મેં બસ એટલું જ કહ્યું. એને તરત જ મારી સામે જોઈ બોલી ઉઠી –

"મારે 12th માં 100 માંથી 87 આવેલા."

આટલું સાંભળતા જ એના બદલે હું ફુલાઈ ગયો.

હરખાઈને મે પૂછ્યુ; તો હવે શું plan છે આગળનો ?

એણે કહ્યું, Collage મા admission લીધુ છે હાલ તો ?

મે ફરીથી પૂછ્ય; કૉલેજ મા admission ? કયાં ?


એણે કહ્યું; પાલનપુર.

ઓહ્ ! તો દરરોજ Up down કરશો કે કોઈ બીજો પ્લાન છે ? ( મે એની સામે જોતા પૂછ્યુ; )

એને કહ્યું, હાલ તો પીજી મા વિચાર્યું છે, ત્યાં સેટ નહિ થાય તો મામાનું ઘર તો છે જ deesa માં ! ત્યા રહી લઈશ ... 

હુ થોડો મલકાયો; વાહ ! 


"અને college પછીનો શું પ્લાન છે આગળ ?"

એને કહ્યું – "Chemistry માં Ph.D કરવાનો વિચાર છે."

"Chemistry માં 87 ! એમાં પણ Ph.D કરવાનો વિચાર ? Ohh !"

એને કહ્યું – "બહુ tough વિષય છે, પણ મારો favourite છે. એટ્લે આજ હાલ પૂરતું."

મે પણ મજાકમાં કહી દીધું – "Seriously yaarrr, મેં just એની ચોપડી જોઈ અને એમાંથી interest ઉઠી ગયેલો."

એણે પૂછ્યું – "દિલીપને ઓળખો છો ?"

મે – "હા !" પાડી (રામ જાણે કયો દિલીપ), પણ ના પાડું તો વાત બંધ થઈ જતી. એટલે ...

મે "હા !" પાડી, એટલે એને કહ્યું – "ગોગા મહારાજના મંદિરની પાછળ જે ઘર છે, ત્યાં જે દિલીપ છે એ મારા મામાનો છોકરો છે."

મને યાદ આવ્યું – "હા ! દિલીપ નામના ભાઈને ઓળખું તો છું." પછી મેં એને તરત જ પૂછ્યું – "તો તો વડીયા આવવાનું થતું હશે ને તમારે ?"

એને કહ્યું – "ના ! મતલબ ક્યારેક ક્યારેક ! મને બહાર ફરવું કે જાવું નહિ ગમતું."

ત્યારે એને point મારતા બોલ્યો – "મતલબ કે 'હું ને મારી Chemistry' એવું જ છે એમને ?"

એ ખૂબ જ ખુશ થઈ ગઈ. એને મારી સામે જોઈ સ્માઈલ આપી. 3જી seat પર બેઠેલા એના ભાઈ એ એની seat પર ઊભા થઈ, એને પોતાની પાસે બોલાવી રહ્યો હતો. પણ એ બોલી નહિ – "તું બેસ ત્યાં, હું અહીંયાં ઠીક જ છું." એવું લાગી રહ્યું હતું કે જાણે, એને હું અને મારી વાત ધીરે ધીરે પસંદ આવી રહી હતી. આગળ seat ખાલી હોવા છતાં, એ આગળ બેસવા તૈયાર ન હતી.

હવે દિયોદર bus station નો એ વળાંક નજીક આવી રહ્યો હતો. અમે બન્નેનાં શાયદ અલગ થવાની પળ નજીક આવી જ રહી હતી. મારા હૃદયના ધબકારા અતિશય વધી રહ્યા હતા. શાયદ એના પણ ... જે લાગણી હું અનુભવી રહ્યો હતો, શાયદ એ મારા કરતાં પણ વધારે. મને એનું નામ પૂછવાનું મન થયું, પણ હું પૂછ્યો જ ન શક્યો. એની સુંદરતા જોઈને અને એની વાત કરવાની અદા એટલી સરસ હતી કે બીજું કઈ સુઝ્યું જ નહિ.

એનો ભાઈ ફરી seat માંથી ઉભો થઈ બોલ્યો – "અહીંયા school આગળ ઉતારવાનું છે."

છોકરીએ ના પાડી અને કહ્યું – "ત્યાં જ બેસ, હવે ઉતારવાનું જ છે."

Bus વળી ને bus standમાં ગઈ. હું બેગ લઈને ઉતારવા તૈયાર થયો. મારે એને બોલાવવી હતી. પણ શું કઈ બોલાવું ?

Bus stand માં જતાંજ બધા passenger ઊભા થઈ ગયા. મેં એને "Chemestry Girl" એવું નામ આપ્યું. મારે એને ...

"Okay ! Chemestry Girl, મળીશું ફરી ક્યારેક ! Best Wishes for future" એવું કહી, એની મોંઢા પરની એ અદ્ભુત સ્માઈલને એક છેલ્લી વાર જોવા ખૂબ જ તીવ્ર ઇચ્છા થઈ. કેમ કે ઉતરીને શાયદ અમે બંને પોતપોતાના રસ્તે અલગ અલગ થવાના હતા.

જેમજ મેં એને બોલવા ગયો કે એની બહેન, એમનો એક friend અને એનો નાનો ભાઈ આગળથી ઊભા થયા. મને લાગ્યું કે એની family members સામે એને કઈ કહેવું યોગ્ય નથી. કદાચ ઘરે જઈ એને કઈ સાંભળવાનું થઈ શકે. એટલે એમને જોતા જ હું ચુપ થઈ ગયો.

એ બધા સાથે સાથે ઉતરી ગયા, હું ત્યાં જ seat પર ઉભો રહ્યો. એમને ઉતરી જવા બાદ, મેં પણ નીચે ઉતર્યો. એ એની નાના ભાઈને પોતાના ગળે લગાવીને ઉભી હતી. મેં એની સામે જોતા જોતા આગળ વધ્યો. હું waiting seat તરફ જઈ ઉભો રહ્યો, એ બધા સાથે સાથે મારી આંખ સામે જ નીકળી રહ્યા હતાં.

મને SRK નો એક જ dialogue મગજમાં ચાલતો હતો –

મને લાગી રહ્યું જ હતું કે એ મારી બાજુ ફરીશે ...

હું પણ મનમાં ને મનમાં – "પલટ ... પલટ ..."

And what ...

મુખ્ય દરવાજા બાજુ જઈ એ એની બહેન સાથે વાત કરવાના બહાને પાછળ જોઈ … (वो पलटी).

હું એની જ સામે જોઈને ઊભો હતો, ખુશ થઈ ગયો. હું હજુ પણ દૂરથી એની એ smile ને નિહાળી રહ્યો હતો.

કદાચ, એકાદ snap એની સાથે લીધી હોત, કદાચ એકાદ selfie એની સાથે પાડી હોત, કદાચ એકાદ દાવ કોઈ game નો એની સાથે રમ્યો હોત તો મારા જીવનની એ અદ્ભુત પળને કઈ રીતે સંગ્રહિત રાખતો મને કોઈ idea જ નથી. પણ, એ Deesa થી Diyodar સુધીની ક્યાંક શાંત અને ક્યાંક મઝાકભરી ક્ષણોનો આ સફર મારા જીવનમાં એક અદ્ભુત સોનેરી પળની જેમ છપાઈ ગયી.





|| A Personal Confession Note by the Author ||

> નમ્ર સૂચના:

આ લખાણ, જે તમે વાંચ્યું છે – એ એક યથાર્થ ઘટનાના આધારે લખાયું છે.

પરંતુ તેમાં વ્યક્ત થયેલી દરેક ભાવના મારા આત્માનું પ્રતિબિંબ છે – એવી લાગણીઓ જે મેં અનુભવેલી, પણ ક્યારેય પ્રગટ ન કરી શકેલી.

આ વાતમાં ઉલ્લેખિત વ્યક્તિ માટે હું અતિમાનવીય પ્રેમ કે દુશ્મનાવટ નથી રાખતો.
એ વ્યક્તિ આજ પણ મારા માટે સન્માનનીય છે – અને રહેશે.

હું માત્ર મારા હૃદયમાં ઉદભવેલી લાગણીઓ – જેમ કે admiration, liking, hesitation, respect – એ બધું કાગળ પર ઉતારવાનું સાહસ કર્યું છે.

હુ આશા રાખું છું કે જો આ લખાણ ક્યારેય તે વ્યક્તિ કે તેના પરિવાર સુધી પણ પહોંચે,
તો તેઓ એને “એક યુવાન હૃદયની નિર્દોષ લાગણીઓ” તરીકે જ સ્વીકારી લેશે.

મારા શબ્દોનો કોઈ પણ ખોટો અર્થ ન કાઢવામાં આવે એ મારો વિનમ્ર હેતુ છે.
મારું લખાણ એ પ્રેમ નથી, બેફિકર સપનાનું એક પાનું છે – જે જીવનમાં થતું નથી પણ હંમેશા યાદ રહી જાય છે.

–>  લેખક;
     -  પ્રવીણ ભલગામા