RAW TO RADIANT - 3 in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | RAW TO RADIANT - 3

Featured Books
Categories
Share

RAW TO RADIANT - 3

Shaping & Polish

જ્યાં સમજણ જન્મે, અને આત્મા ચમકે !જીવનમાં દરેક માણસ શરૂઆતમાં રફ ડાયમંડ જેવો જ હોય છે. બહારથી સામાન્ય, થોડોક ખુરદરો, થોડોક ગૂંચવેલો.પણ અંદરમાં કેટલી ચમક છૂપી છેએનો ખ્યાલ ઘણી વાર આપણને પણ નથી હોતો.હીરાની જેમ આપણું પણ ઘડતર અને પોલિશિંગ સમય સાથે થતું રહે છે.અને સાચું કહું તોઆ પ્રક્રિયા સરળ નથી, પણ ખૂબ જ beautiful છે.

⭐ Shaping  ઘડતરહીરાને First Cut મળે છે, અને એ પછી એની shape બનવાની શરૂઆત થાય છે.મને લાગે છે કે આપણું જીવન પણ કોઈ first cut પછી જ બદલાય છેપહેલી સમજ, પહેલો આઘાત, પહેલી કસોટી, પહેલો experience…એ બધાં આપણો આકાર બદલે છે,અને આપણને જીવનમાં નવું સાહસ ખેડવા પ્રેરિત કરે છે.Shaping એટલે સૌથી પહેલા પોતાની જાતને ઓળખવી:

• મારી અંદર શું ઉણપ છે?

• ક્યાં હું અટકી જાઉં છું?

• હું कायથી ડરું છું?

આપણને પોતાની જ આંખોમાં સચ્ચાઈથી જોવા હિંમત જોઈએ.જો જોઈ લીધું પછી સુધાર તો માત્ર મહેનતનો ખેલ રહી જાય છે.Shaping એ પણ શીખવે છે “હું શું છું, અને શું નથી।”આપણું nature શું કહે છે,strength ક્યાં છે,weakness ક્યાં છે,અને ધીમે ધીમે હવે કઈ boundary ઊભી કરવી તે સમજાય છે.Shaping નો સમય એવો હોય છે કે માણસ બહારથી હજી ખુરદરો જ લાગે,પણ અંદરથી કંઈક develop થતું રહે છે.મન ધીમે ધીમે શાંતિ પકડવા લાગે છે,વિચારો align થાય છે,અને personality આકાર લે છે.આ બદલાવ આપણને જીવનમાં આગળ લઈ જાય છે.જીવન તમે તમારું માત્ર તમે બનાવી શકો છો.બીજાના અભિપ્રાયો થી મુક્ત થઈને જાતે પોતાને કહેવું પડે,

“હું મસ્ત છું. હું મારા માં સર્વસ છું.”

⭐ Polish – ચમક લાવવુંઘડતર પછી હીરાની સાચી ચમક bring out કરવાની તબક્કો આવે છે એ છે હીરાને પોલિશ કરવાનો સમય.

જીવનમાં Polish એટલે:

• દરેક ખુરદરા ભાગને smooth કરવો

• જૂની પરતો ઉતારવી

• નકારાત્મકતા છોડવી

• પોતાની clarity વધારવીPolish આપણને શીખવે છે: •

હવે calm રહેવાનું

• હવે વિચાર પક્વ કરવાનો 

.હવે heart soft રાખવાનો

• અને હવે દરેક વાતનો balanced પ્રતિભાવ આપવાનોઆ polish આપણને inner glow આપે છે.આ glow મેકઅપથી નથી આવતો—આ glow ત્યારે આવે છે જ્યારે મન પોતાની સાથે શાંતિમાં આવે.આ પોલિશિંગનો સમય એ હોય છે જ્યાં આપણે કહી શકીએ—“હવે હું એ નથી જે પહેલા હતી.”“મેં પોતાને નવા રીતે જોયા છે.”શરૂઆતથી આપણે Uncut નહોતાં,અપણે માત્ર Unpolished હતાં.

⭐ Shaping & Polish – Emotional

JourneyShaping આપણને શીખવે છે.Polish આપણને ચમકાવે છે.Shaping form આપે છે.Polish glow આપે છે.Shaping સમજણ લાવે છે.Polish acceptance આપે છે.અને આ બંને મળીને આપણું નવું version બનાવે છેએક એવી જાત, જે તૂટીને ફરી ચમકે છે.જીવનના ઘસારા આપણને દુખ આપે છે,પણ ચમક પણ એ જ આપે છે.ક્યારેક એવું લાગે કે તૂટી ગયા…પણ સાચું કહું?જીવન આપણને તોડી રહ્યું નથી જીવન આપણને ઘડી રહ્યું હોય છે.અને આ ઘડતરનું ફળ જઆપણી ચમક છે.

✨હું મારી લખેલી એક કવિતા શેર કરી રહી છું 

ધ્રુવનો તારો ✨🌌

આભ સાવ કોરું દેખાય છે ☁️

પણ સાંજ થતાં ટમટમતા તારલાં ઝળકાય છે ✨⭐

સૂરજનો તેજ પ્રકાશ તારલાંને ઢાંકી જાય છે 🌞🌟

અને ચંદ્રની શીતળ રોશનીમાં તેઓ ઝગમગી ઉઠે છે 🌙✨

દરેકનું અસ્તિત્વ છે અનોખું 🌠

તો કેમ તું તારા અસ્તિત્વથી છે સાવ અજાણ્યો? ❓

કેમ અણગમો છે તને પોતાનાથી? 🤔

સૂરજ નથી અકળાતો તેના પ્રકાશથી 🌞❌

ચંદ્ર નથી અનુભવતો લઘુતા સૂરજ થી 🌙❌

સ્વીકાર તું તારી વાસ્તવિકતાને 🙏

તું પણ એક અણમોલ ધ્રુવનો તારો છે 🌟🧭

સ્વીકાર પોતાની જાતને — જેમ છે, તેમ તું તારો છે 💫💖

સૌથી પહેલા તું પોતાને જાણી લે 👁️‍🗨️

કારણ કે આ આખું જીવન તારું છે 📖✍️

અને તેના અધ્યાય તું જ પોતે લખીશ ✍️🌌

ભલે જગત ન જુએ તારો પ્રકાશ આજે 🌑

પણ સમય આવ્યે, તું આકાશે ચમકીશ!