RAW TO RADIANT - 1 in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | RAW TO RADIANT - 1

Featured Books
Categories
Share

RAW TO RADIANT - 1

💎 Rough Daimond💎 

આપણે બધાને હીરા ના વિષયો માં થોડી જાણકારી છે, રફ હીરા કેવા હોય છે અને એને કાપી માપી એના લેયર હટાવી દઈએ ત્યારે કિંમતી હીરા ની પ્રાપ્તિ થાય છે. ચાલો સમજીએ ,

રફ ડાયમંડ (Rough Diamond) એટલે શું?

રફ ડાયમંડ એટલે એ હીરો જે હમણાં જ ધરતીમાંથી કાઢવામાં આવ્યો હોય.

બહારથી જોવા જાઓ તો એકદમ સામાન્ય પત્થર લાગે… કાળો-ભુરો, ખરખરાટ, ક્યારેક તો કચરાપેટીમાં ફેંકી દેવા જેવો લાગે.

પણ એની અંદર?

અંદર તો એકદમ ચોખ્ખો, ઝળકતો, લાખો-કરોડોનો હીરો છુપાયેલો હોય છે!

એને બસ કાપવો પડે, ઘસવો પડે, પોલિશ કરવી પડે… અને પછી એ જ દુનિયાનો સૌથી કિંમતી અને સુંદર હીરો બની જાય છે.

આપણે પણ એજ સમજવાની ફરજ છે આપણે પણ હીરા જેવા જ છે પણ આપણે શું કરીએ છે પોતાની જાતને બહુજ સૂક્ષ્મ આંકી ને બેસી જઈએ છે, અને આપણે બધું સમજતા હોવા છતાં એમ કહીએ છે મને ના આવડે હું તો એકલી જાતે રોડ ક્રોસ પણ ના કરી શકું. પણ કોશિશ કર્યા વગર હાર ને સ્વીકારી લેવું યોગ્ય તો નથી તમે પોતાના ઉપર કેટલી મહેનત કરી વિચાર કર્યો છે ખરો! બસ આપણે આ વાત ને જીવન નું સનાતન સત્ય માની ને બેસી ગયા છે, જીવન માં એક વાર જાઓ જાતે રોડ ક્રોસ કરી ને જુઓ પછી જુઓ તમે કેવી અંતર આત્મા ની ખુશી તમારા હૃદય ને અનુભવ થાય છે.

જીવન માં પોતની આંતરિક શક્તિ ને કઈ રીતે જાણી શકો, દરેક એ કામ કરવા પોતાની જાત ને હા બોલો કે હા હું કરીશ, એ કામ કરવા માં એટલું મન લગાવો કે દિમાગ ભલે ને થાકી ને લોટપોટ થઈ જાય પણ અંદર ની અવાજ આપણને કહે કે હા હું કરી શકીશ, જ્યાં સુધી તમે એ કામ માં પરિપૂર્ણ નથી પડતું ત્યાં સુધી જ્યારે એક વાર કામ ખતમ થઈ જશે તમે જોઈ શકશો તમારા માં આંતરિક બદલાવ ને અનુભવી શકશો, એક નવો જોશ ઉત્સાહ અને મન ને ખુશી મળશે,આજે આખી દુનિયા માં બધા લોકો જોવે છે એ છે સ્વકૃતિ . 

જ્યારે આપણે કોઈના પણ મદદ વિના પોતાની મહેનત થી કઈ પણ કામ ને પરિપૂર્ણ કરીએ છે ત્યારે આપણે પોતાની જાત ને માન્યતા આપીએ છે અને આપણે એ પણ અનુભવ થાય છે કે હું ખાસ છું મારા માં પણ ક્ષમતા રહેલી છે આ વાત આપણને સૌથી પહેલા કામ માં અનુભવાય છે.

આપણી મજીલ આ તો નથી યાર આ હીરા ને હજુ ઘણું ઘસવાનું છે શેપ આપવાનો છે પછી એક પછી એક લેયર હટશે, જેમ Rough Daimond મળે છે એની ઉપર ધૂળ માટી ની પરત હોય છે આપના મન પર ખોટા વિચારો ની પરત છે કે મારાથી તો આ નહીં થાય હું તો ક્યારે આ કરી ના શકું પણ આ પરત હટાવા આપણે પોતાની જાત ઉપર કામ કરવું પડશે. 

ધીમે ધીમે એક પછી એક આપણે નવા કામ કરશું એમ આપણું હૃદય એક નવો આત્મવિશ્વાસ સંચારિત થાય છે. બસ કઈ પણ નવું કામ કરવા માટે આત્મવિશ્વાસ ની જરૂર હોય છે અને આપણે તો નકારાત્મક વિચારો ની ખાણ પડ્યા હોઈએ છે, દરેક મનુષ્ય માટે ભગવાન કોઈ એવા વ્યક્તિ ને મોકલે છે જે આપણા જીવન માં આપણે નકારમત્ક વિચારો ની ખાઈ માંથી બહાર લાવે છે અને આપણા માં નવો આત્મવિશ્વાસ જગાવે છે આપણને હિરા ની જેમ ઘસે છે અને આપણને પોતાની સાચી ક્ષણતા ને જાણી શકીએ છે, અને સમય ની સાથે આપણને સમજાય છે કે અત્યારે આપણે એક રફ ડાયમંડ ના લેવલ ઉપર છે હજુ મહેનત કરવાની બાકી છે પોતાની જાત ઉપર.