છેલ્લા 11 વર્ષથી હું દિવ્યાગ લોકો સાથે કાર્ય કરી રહ્યો છું. હું જે પણ કઈ લાગણી ધરાવું છે એ રીતે અપેક્ષા ફાઉન્ડેશન થકી મારી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરતો આવ્યો છું. આ પ્રવૃતિને લઈ ન્યૂઝ પેપરમાં અમારા કાર્ય વિશે એક લેખ છપાયો છે. જે હું આપની સમક્ષ વહેંચી રહ્યો છું. આપ પણ અમારા ફાઉન્ડેશનને સપોર્ટ કરીને દિવ્યાગ લોકોના જીવનમાં અજવાશ ફેલાવશો એવી આશા...
ઓફિસ વગર દરેક દિવ્યાંગોના દિલમાં સરનામું ધરાવતી હરતી ફરતી સંસ્થા એટલે અપેક્ષા ફાઉન્ડેશન
ઘરમાં લાઈટ જતી રહે અને ચોમેર અંધારુ પથરાયેલું હોય ત્યારે એવું બને કે આપણા જ ઘરમાં જ્યાં આપણે વર્ષોથી રહેતા હોયસ છતાં પણ વસ્તુઓ ન મળે. પગમાં ઠેસ વાગે કે પછી અકસ્માતમાં પગ ગૂમાવવો પડે તો જીવન જ નિરર્થક લાગવા લાગે. સંભળાવાનું કે બોલવાનું કોઈ બંધ કરી દે તો તમને એક મિનિટ પણ નહીં ગમે... તો વિચારો કે એવા લાખો દિવ્યાંગો પોતાની જીંદગી કઈ રીતે જીવતા હશે? તો આવા જ દિવ્યાંગ ભાઈ બહેનો માટે સમગ્ર ગુજરાતમાં કામ કરતી સંસ્થા એટલે અપેક્ષા ફાઉન્ડેશન.
2024માં માતૃદિવસે 100 જેટલી પ્રક્ષાચક્ષુ મહિલાઓના હસ્તે અપેક્ષા ફાઉન્ડેશનની શરૂઆત થઈ. 800થી વધારે બ્લાઈન્ડ વિદ્યાર્થીઓના પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ કરનાર તેમજ ભારતમાં માત્ર 50 લોકોને મળતા જીનીયસ એવોર્ડ વિજેતા અલ્પેશ કારેણા અને તેમની ટીમ દ્વારા આ કાર્યની શરૂઆત કરવામાં આવી. આમ તો આ ગૃપ છેલ્લા 11 વર્ષથી દિવ્યાંગો માટે કાર્ય કરી રહી છે પરંતુ છેલ્લા 2 વર્ષથી અપેક્ષા ફાઉન્ડેશનના નામ પરથી સેવાકીય પ્રવૃતિઓ શરૂ છે.
અપેક્ષા ફાઉન્ડેશન જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારને આજીવન રાશનકિટ, વ્હીલચેર, ટ્રાયસિકલ, શૈક્ષણિક સહાય, નવું નવું ભોજન, પ્રવાસ, મનોરંજન કાર્યક્રમો, દરેક તહેવારની ઉજવણી, સ્વ રોજગાર કેબિન જેવી અનેક સહાય સમગ્ર ગુજરાતમાં પુરુ પાડી રહ્યું છે. અપેક્ષા ફાઉન્ડેશન ગ્રામીણ વસ્તી માટે સમાવિષ્ટ વિકાસની તકો ઊભી કરતા અનેક કાર્યક્રમો શરૂ કરી શક્યું છે. ફાઉન્ડેશન અપંગ સમુદાયમાં નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે સ્વ-રોજગાર કેબિનના પગલાને સૌથી વધારે મહત્વ આપે છે.
દિવ્યાંગોમાં ટેલેન્ટ છે, જોશ છે, જૂનુન છે, જુસ્સો છે, શક્તિ છે.... પરંતુ આપણા જેવા નોર્મલ સમાજે એમને સપોર્ટ કરવાની અને તક આપવાની જરૂર છે. અપેક્ષા ફાઉન્ડેશન અલગ અલગ કાર્યક્રમો થકી એ જ વાતને પુરવાર કરવા માગે છે કે દિવ્યાંગોને દુનિયાથી અલગ ન સમજો. એમના ટેલેન્ટને સમાજમાં અને સ્ટેજ પર સ્થાન આપો. એમની દુનિયા પણ અનેક રંગોથી ભરેલી છે.
અપેક્ષા ફાઉન્ડેશનના મુખ્ય કાર્યની વાત કરીએ તો એમનું સપનું છે કે એક દિવ્યનગરી બને. આ દિવ્યનગરીમાં 2000 જેટલા ફ્લેટ હોય. ત્યા માત્ર અને માત્ર દિવ્યાંગો જ રહેતા હોય. આ નગરીની અંદર બધી જ સુવિધા હોય. ત્યાં દિવ્યાંગોને પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમો થતાં હોય. આ સાથે જ દિવ્યનગરીની એકદમ બાજુમાં એક દિવ્યાંગ બિઝનેસ હબ સેન્ટર હોય કે જ્યાં દિવ્યાંગો કામ કરીને રોજગારી મેળવતા હોય. દિવ્યાંગ બિઝનેસ હબ સેન્ટરમાં એવી દરેક વસ્તુઓનું ઉત્પાદન થતું હોય કે જે ગુજરાત, ભારત અને વિદેશમાં એક્સપોર્ટ થતું હોય. જો કે અત્યારે અપેક્ષા ફાઉન્ડેશન ઓફિસ ખોલ્યા વગર જ ગ્રાઉન્ડ લેવલ પર દિવ્યાંગો માટે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરે છે.
અપેક્ષા ફાઉન્ડેશને છેલ્લા 2 વર્ષમાં હજારો દિવ્યાંગોને મદદ કરી છે. ઘણા પરિવારને આજીવન રાશનકિટ આપે છે. 11 અલગ અલગ ગામોમાં સ્વરોજગાર કેબિન આપી છે. સાસણ ગીર અને ચોટીલા ડુંગરનો પ્રવાસ પણ કરાવ્યો છે. નવરાત્રિ જેવા કાર્યક્રમો કર્યા છે તો સાથે જ સારી સારી હોટલોમાં જમવાના કાર્યક્રમો પણ કર્યા છે. માટે એવું ચોક્કસપણ કહી શકાય કે ઓફિસ વગર પણ દરેક દિવ્યાંગોના દિલમાં અપેક્ષા ફાઉન્ડેશનનું સરનામું છે. તો જો આપ પણ ફાઉન્ડેશન સાથે જોડાયને દિવ્યાંગોના જીવનમાં અજવાશ ફેલાવવા માંગતા હોય તો અવશ્યથી કોન્ટેક કરજો. 8347723650