ઊંચા વિશાળ પહાડો અને એના પર થી વહેતા ઝરણા. ધરતી પર આવતા જ એ ઝરણા નદી બની જતા, ચારે બાજુ લીલીછમ ધરતી અને એની વચ્ચે વસેલું મોનાપર ગામ.
સવાર ની વહેલી બસ માં ગામના બસ સ્ટેશન પર ચાર જુવાનિયા ઉતર્યા (રાહુલ, નીરવ,રણવીર અને કેવિન)સાથે ત્રણ યુવતીઓ પણ હતી(નિશા,કાવ્યા અને નેહા) શહેર થી ગામડે કોઈક પ્રોજેક્ટ કરવા આવેલા .
બસ માંથી નીચે ઉતરતા જ કાવ્યા બોલી ઊઠી અરે વાહ નીરવ તું તો અમને ખરી જગ્યાએ લય આવ્યો છે ,શું મસ્ત સુગંધ છે ગામડાની માટી માં ,કાવ્યા નો સાથ આપતા નિશા પણ બોલી હા યાર જોને કેટલા સુંદર પહાડો છે ઝરણા છે નદી છે અને એની વચ્ચે ગામ.એટલામાં રણવીર બોલ્યો એ બધું તો ઠીક પણ આપણે અહીં રહેવા માટે પણ કોઈક જગ્યા શોધવી પડશે ને તો રાહુલે કહ્યું તમે ચિંતા ન કરો એ ગામડું છે કોઈ સિટી નઈ જો હોટેલ રૂમ શોધવા પડે એમ કહી બધા હસવા લાગ્યા .
ત્યાં થી ચાલતા ચાલતા એ ગામ ની અંદર ગયા ત્યાં એક ચા ની દુકાન જોઈ બધા ઊભા રહ્યા . કેવીને કહ્યું ચાલો બધા ચા પીઈ લઈએ,નિશા બોલી કેવિન મારા માટે કૉફી લેજે મને ચા નઈ ફાવે .બધા એ ચા પીધી એટલા માં ગામ ના ચરપંચ મોહન ભાઈ નીકળ્યા એમણે અજાણ્યા યુવાનો ને જોઈ પૂછ્યું શહેર થી આવો છો ?રાહુલે કહ્યું હા અમે એક પ્રોજેક્ટ માટે આવ્યા છીએ અને રહેવા માટે કોઈ જગ્યા શોધીએ છીએ મોહન ભાઈ બોલ્યા સારું તમારા બધા ની રહેવા ની સુવિધા કરી આપું છું પણ કેટલીક વાતો નું ધ્યાન રાખવું પડશે બધા એ ઓકે કહ્યું અને મોહન ભાઈ ની સાથે ચાલતા થયા.
મોહન ભાઈ બધા ને લઈ એક જૂની અને જર્જરિત લાગતી હવેલી ની બાજુ માં આવેલા એક નાના પણ પૂરી સુવિધા વાળા મકાન માં લઈ ગયા અને ખાસ ચેતવ્યા કે ભૂલ થી પણ હવેલી ની નજીક ન જવું અને રાતે ઘર ની બહાર ન નીકળવું .બધા એ ખાસ ધ્યાન આપ્યા વગર જ હા પાડી અને અંદર જતા રહ્યા,પણ રણવીર ના મન માં કંઈક જુદુ જ ચાલતું હતું.બધા નહીં ધોઈ ને ફ્રેશ થઈ અને ગામ માં નીકળી ગયા આખો દિવસ રખડ્યા અને સાંજે ઘરે આવ્યા .
ઘરે આવતા જ નિશા ,કાવ્યા અને નેહા ત્રણેય સોફા પર ધમ દઈ ને બેસી ગઈ અને કાવ્યા બોલી હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ અમારા થી બિલકુલ જવાય એમ નથી અમે સાવ થાકી ગયા , અચાનક રાહુલ ની નજર રણવીર પર ગઈ એ બોલ્યો રણવીર તું ત્યાં કેમ ઊભો છે બધા એ એ તરફ જોયું તો રણવીર બારી પાસે ઊભો હતો અને બારી માંથી પેલી જૂની હવેલી નો એક ભાગ દેખાતો હતો.અને પોતાની તરફ આકર્ષિત કરતો હોય એવું લાગતું હતું નીરવ થોડો ડરપોક હતો એને કહ્યું તમે લોકો ભૂલ થી પણ એ તરફ ના જોતા હો ગામ માં પણ બધા એમજ કહે છે કે આ હવેલી માં ભૂત છે ,એના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો.
બધા હસવા લાગ્યા અને નેહા બોલી શું નીરવ તું પણ આટલો બધો ડરે છે કાવ્યા અને નિશા બોલી યાર જે હોય તે પણ થોડો ડર અમને પણ લાગે છે તરત જ રણવીર બોલ્યો કઈ નથી યાર તમે બધા ખોટા ડરો છો નક્કી એ હવેલી માં કોઈ કિંમતી વસ્તુઓ હશે એટલે જ ગામ વાળા એવી અફવા ફેલાવે છે કે હવેલી માં ભૂત છે જેથી કોઈ ત્યાં જાય જ નહી .રાહુલ અને કેવીને પણ એ વાત માં હા પાડી અને કહ્યું ડરો નહીં આપણે જઈ ને જોઈએ એટલે બધું ખબર પડી જાય કે શું છુપાવવા એ લોકો આવું કરે છે .
બધા ને મનાવી ને રણવીર ઘર ની બહાર લઈ આવ્યો બધા ના હાથ માં ટોર્ચ હતી અને ધીમે પગલે હવેલી તરફ ઉપડ્યા હવેલી ની નજીક પહોંચ્યા ત્યાં ગામના એક વૃદ્ધ માણસ ત્યાં આવી પહોંચ્યા ,એ બધા ને હવેલી નજીક જતા જોઈ બૂમ પાડી ,શું કરો છો ત્યાં ? અચાનક આવેલા અવાજ થી બધા ચોંક્યા પાછળ જોયું તો એક દાદા હાથ માં લાકડી લઇ ને ઊભા છે સફેદ વિખરાયેલા વાળ વિખરાયેલી લાંબી દાઢી .કોઈ અચાનક જોવે તો ડરી જ જાય અને અવાજ પણ મોટો અને કર્કશ .
કેવિન સામે આવ્યો અને બોલ્યો દાદા અમે તો એમ જ આંટો મારવા નીકળ્યા હવેલી જોઈ તો એમ જ જોવા ઊભા રહી ગયા. આ સાંભળી પેલા દાદા બોલ્યા ઠીક છે ચાલો જાવ ઘરે અને શું જાવ સવાર સુધી દરવાજો ન ખોલતા એ લોકો હા કહી ઘર તરફ જતા રહ્યા અને પેલા દાદા બીજી તરફ એ જતા રહ્યા તરત બધા પાછા આવ્યા અને હવેલી નો મોટો લોખંડ નો દરવાજો ધીમે થી ખોલી નાખ્યો .
દરવાજો ખોલતા જ એક ઠંડી હવા ની લહેર દોડી ગઈ જાણે કોઈ એ બધા ને આવતા જોઈ ખુશ થઈ ગયું હોય . બધા ધીમે પગલે અંદર ની તરફ ચાલવા લાગ્યાં નિશા અને નિરવ ના ચહેરા પર થી જાણે રંગ જ ઊડી ગયો હોય એવા ફિક્કા લાગતા હતા એને રોકવાની બહુ કોશિશ કરી પણ રણવીર અને કાવ્યા ના માન્યા અને બધા ને લય હવેલી માં જતા રહ્યા.અંદર ની તરફ એક દરવાજો હતો એના પર એક તાળું લટકતું હતુ અને દરવાજા પર જામેલી ધૂળ જોઈને લાગતું ના હતું કે અહીં પહેલા કોઈ આવ્યું હશે , નિશા બોલી ફ્રેન્ડસ અહીં કોઈ આવ્યું હોય ક્યારેય એવું મને નથી લાગતું કેટલી વિરાન હવેલી છે આપણે પાછા જતા રહીએ.એ સાંભળી કેવિન આગળ આવ્યો અને બોલ્યો નિશા શું કરે છે તું અમારી ફ્રેન્ડ થઈ ને આટલી ડરે છે ? વિચાર આપણને અહીં થી કંઈક કિંમતી વસ્તુ મળી તો લાઇફ સેટ થઈ જશે અને કોઈ એવી ઇન્ફોર્મેશન મળી જે પહેલા કોઈ ને ન મળી હોય આ હવેલી માંથી તો આપણે ગામ વાળા ની નજરો માં હીરો બની જશું.
નિશા ને મનાવી અને નિરવ બોલ્યો ચાલ રણવીર જલ્દી આ તાળું ખોલ કોઈ જોઈ જાય એ પહેલા ચાલો અંદર રણવીર એ એક પથર થી તાળું તોડી નાખ્યું દરવાજો ખૂલ્યો ,અંદર નજર કરી તો હવેલી બહાર અને અંદર સાવ અલગ અલગ લાગતી હતી બહાર વિરાન અને અંદર આટલી સુંદર વચ્ચોવચ્ચ મોટું ઝુમર હતું સુંદર નક્કાશી કામ અને એના થી સુંદર દીવાલ પર લાગેલી પેઇન્ટિંગસ.અંદર પગ મૂકતા જ જાણે કોઈ જોર જોર થી શ્વાસ લેતું હોય એવો અવાજ આવ્યો નીરવ એકદમ ડરી ગયો પણ કેવિન બોલ્યો હવેલી બંધ હતી અને આપણે ખોલી એટલે પવન અંદર ભરાણો એનો અવાજ છે .બધા ધીમે ધીમે ઉપર ની તરફ ની સીડીઓ ચડવા લાગ્યા ઉપર જતા જ રાહુલ ના પગ થોભી ગયા કાવ્યા બોલી શું થયું રાહુલ ? કેમ ઊભો રહી ગયો ?
રાહુલે સામે ના ખૂણા માં આંગળી બતાવી ઈશારો કર્યો ત્યાં લોહી જેવા તરલ નું ખાબોચિયુ ભર્યું હતું હવે બધા ના મન માં થોડો ડર બેસી ગયો હતો રણવીર એ હિંમત કરી આગળ જઈ જોયું તો એ લોહી જ હતું .હવેલી માં એકદમ સન્નાટો છવાઈ ગયો, અચાનક નેહા બોલી કોઈ કૂતરું કે બિલાડી હશે અહીં મરી ગયું હશે ,તરત નીરવ બોલ્યો શું બોલે છે નેહા તું તારી નજર સામે જ તાળું ખોલ્યું અહીં કોઈ ના આવવાના નિશાન છે જ નહીં ક્યાંય તો કૂતરું કે બિલાડી ક્યાંથી આવે બધા એ નીરવ સામે થી નજર હટાવી રણવીર સામે જોયું તો ઉપર રણવીર ના દેખાયો એ જોઈ નિશા રડવા લાગી અને કહ્યું જોયું બધા ની ના છતાં આવવાનું પરિણામ? રણવીર પણ ગાયબ થઈ ગયો........નેહા અને કાવ્યા એ નિશા ને ચૂપ કરાવી અને બધા રણવીર ને શોધવા લાગ્યા આખી હવેલી જોઈ લીધી પણ રણવીર ના મળ્યો બધા પાછા સીડીઓ પાસે આવ્યા અને એકબીજા સામે જોવા લાગ્યા, અચાનક કેવિન બોલ્યો નીરવ ક્યાં છે ?બધા આજુબાજુ જોવા લાગ્યા એટલા માં સામે ના રૂમ માં બે આકૃતિ દેખાણી એ જોઈ કાવ્યા બોલી એ રહ્યા બન્ને ચાલો અહીં થી જલ્દી નીકળી જઈએ પણ એ આકૃતિઓ બહાર ની જગ્યાએ અંદર ની તરફ જતી હોય એવું લાગ્યું તો નેહા અને કાવ્યા એ તરફ દોડી ગઈ અને બોલી રણવીર,નિરવ મજાક ના કરો ચાલો અહીં થી જલ્દી એમ કહેતા કહેતા એ અંદર જતી રહી ઘણો ટાઇમ થઈ ગયો પણ ચાર માંથી એક પણ બહાર ના આવતા નિશા કેવિન અને રાહુલ પણ ડરતા ડરતા અંદર જવા લાગ્યા આગળ રાહુલ એની પાછળ નિશા અને એની પાછળ કેવિન .
કેવિન ને લાગ્યું કોઈ પાછળ થી પસાર થયું તો કેવિન એ તરફ જવા લાગ્યો નિશા એ એની સામે જોયું તો લાગ્યું જાણે અંધારું એને ધીમે ધીમે ગળી રહ્યું છે અને કેવિન પણ ગાયબ થઈ ગયો ,નિશા અને રાહુલ ના ચહેરા પર હવે ડર બિલકુલ સાફ સાફ દેખાતો હતો એ રણવીર,નીરવ,કાવ્યા અને નેહા જે રૂમ માં ગયા હતા ત્યાં ગયા અને જોયું તો રૂમ અંદર થી સાવ ખાલી હતો ક્યાંય બારી કે બીજો દરવાજો પણ ના હતો , અચાનક દરવાજો બંધ થવાના અવાજ થી બન્ને ચોંક્યા અને જોયું તો જે દરવાજા થી એ અંદર આવ્યા હતા એ બંધ થઈ ગયો અને સાવ અંધારું થઈ ગયું ટોર્ચ પણ કામ કરતી બંધ થઈ ગઇ.
આખી હવેલી માં એકાએક નિશા અને રાહુલ ની બૂમ ગુંજી ઊઠી , આ આખરી બૂમ હતી .એ પછી ન તો ક્યારેય કોઈ બૂમ સાંભળી કે ના એ 7 યુવાન યુવતી ને જોયા બસ એ હવેલી એની એ જગ્યાએ એની એ સ્થિત માં આજે પણ ઊભી છે.