Hu Taari Yaad ma 2 -21 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૨૧)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૧)

જમતા જમતા વંશિકા જોડે થોડી એવી વાત થઈ હતી. હવે મારે મારું બીજું કામ પૂરું કરવાનું હતું. હું મારી ઓફિસમાંથી બહાર નીકળ્યો બોલ્યો. "હેલો ફ્રેન્ડ, થોડીવારમાં બધા લોકો ફ્રી થઈને કોન્ફરન્સ રૂમમાં આવો." આટલું બોલીને હું પાછો મારી ઓફિસમાં જતો રહ્યો અને મારા કમ્પ્યુટરમાંથી એક પેનડ્રાઈવમાં થોડી પ્રેસેન્ટેશનની એક ફાઇલ કોપી કરીને મારી પાસે લઈ લીધી. થોડીવાર પછી હું કોન્ફરન્સ રૂમમાં ગયો જ્યાં બધા કલીગ મારી રાહ જોઈ રહ્યા હતા. મે મારું લેપટૉપ ઓન કરીને તેમાં પેનડ્રાઈવ લગાવી અને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું. એટલામાં શ્રેયએ પોતાનો પ્રશ્ન મૂક્યો.
શ્રેય :- સર આ મિટિંગ શેના રિલેટેડ છે ?
હું :- સોરી એવ્રીવન, તમને એનો એજન્ડા જણાવવાનો રહી ગયો. ગઈ કાલે આપણને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે એક કંપનીનો જેમાં આપણે એમને એક સિકયુરિટી પૂરી પાડવાની છે. એટલેકે એક એવું સિક્યોર એપ્લિકેશન બનાવીને આપવાનું છે જે એક સાથે મલ્ટિપલ ક્લાઉડ સાથે કામ કરી શકે અને મલ્ટિપલ ફંક્શન કરી શકે મલ્ટિપલ સર્વર ઉપર સાથે કનેક્ટ કરીને. સાથે સાથે બીજા એપ્લિકેશન પણ જનરેટ કરવાના છે જે તેની સાથે કામ કરી શકે અને સૌથી વધુ ઈમ્પોર્ટન્ટ વાત કે જે ઇઝીલી હેક ના થઈ શકે.
શ્રેય :- સર, આ થોડું અઘરું કામ લાગે છે.
હું :- અઘરું હશે પણ ઈમ્પોસિબલ નથી. કંપનીની થોડી હાઈલાઇટ હું તમારી સામે રજૂ કરું છું જેનાથી તમને કંપનીના કામ કરવાની રીત સમાજમાં આવશે અને તેમને શું જોઈએ છે જેનો તમને ખ્યાલ પણ આવશે. (મે એમની સામે પેનડ્રાઈવનો ડેટા પ્રોજેક્ટ કર્યો.)
શ્રેય :- સર, ધીસ ઇઝ વેરી ગુડ કોન્સેપ્ટ.
હું :- યસ શ્રેય, આપણી ટીમે મળીને આ કામ શોર્ટ ટાઈમમાં પૂરું કરવાનું છે. આ પ્રોજેક્ટ જલ્દી પૂરો કરવાનો છે જે આપણી કંપની માટે ખૂબ ફાયદાકારક છે. હવે હું તમને આના વિશે થોડું વધારે બ્રીફ કરી દઉં છું. આવતી કાલથી આપણુ આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ જશે.
હું આગળનો કોન્સેપ્ટ એ લોકોને ક્લિયર કરવા લાગ્યો અને ૧ કલાક ઉપરના સમય પછી મિટિંગ પૂરી થઈ અને અમે લોકો ફરીવાર કોન્ફરન્સ રૂમમાંથી નીકળીને પોતપોતાના કામમાંથી બહાર નીકળી ગયા. હું મારી ઓફિસમાં ગયો હજી ૪:૦૦ વાગ્યા હતા ઘણીવાર હતી ઘરે જવાની અને ઉપરથી આજે શિખા નહોતી એટલે કંટાળો પણ આવતો હતો અને એકલું પણ ફિલ થતું હતું. શિખા જ્યારે ઓફિસમાં હોય ત્યારે તેની બક-બક ચાલુ રહેતી હોય છે જેના કારણે મને તેની સાથે કામ કરવાની મજા આવતી હતી. મે પોતાનું પીસી સ્ટાર્ટ કર્યું અને પોતાનું કામ શરૂ કર્યું. ઘણા બધા ઇમેઇલ પડ્યા હતા તે ચેક કરવાના હતા. બધા એકપછી એક ખોલીને ચેક કરવા લાગ્યો. કામમાં કંટાળો આવતો હતો હું ફરીવાર ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પોતાના માટે એક કોફી લઈને પાછો આવ્યો અને પાછો પોતાની જગ્યા પર બેસીને કામ કરવા લાગ્યો. 
સાંજના ૫:૩૦ થઈ ગયા હતા અને હવે મારો નીકળવાનો સમય થઈ ગયો હતો. હું મારું બેગ લઈને બહાર નીકળ્યો અને પાર્કિંગ તરફ ગયો. મે મારું બાઇક સ્ટાર્ટ કર્યું અને પોતાના ઘર તરફ જવા લાગ્યો. ઘરે પહોંચીને પોતાના રૂટિન પ્રમાણે હું નાહીને ફ્રેશ થયો અને પછી આંટીના ઘરે ટિફિન લેવા માટે ગયો. ટિફિન લઈને અમે ત્રણેય મિત્રોએ સાથે ડિનર કર્યું.
"હાઉ વાસ યોર ડે ?" વંશિકાએ મને પૂછ્યું.
હું :- સારો રહ્યો આજનો દિવસ. તમારો કેવો રહ્યો ?
વંશિકા :- મારો પણ દિવસ સારો રહ્યો.
જમીને ફ્રી થઈને હું બેઠો હતો ત્યારે વંશિકાનો મેસેજ આવી ગયો હતો અને અમારા વચ્ચે વાત શરૂ થઈ ગઈ હતી.
હું :- શું કરો છો મેડમ ?
વંશિકા :- કાઈ નહીં, બસ સૂતી છું. બાય ધ વે આજે તો એકલા જમ્યા તમે એમ.
હું :- હા, શિખા પણ આજે નહોતી આવી.
વંશિકા :- એટલે તમને આજે નહોતું ગમતું એના વગર એમને ?
હું :- હા, યાર નહોતું ગમતું એકલું એકલું આવતું હતું.
વંશિકા :- તો પછી મેરેજ કરી લો તેના સાથે. પછી તમને રોજ ગમશે એના સાથે રહેશો, સાથે ઓફિસ જશો.
હું :- ના હવે, હું એને મારી બહેન માનું છું. મને એના પ્રત્યે એવી કોઈ ફિલિંગ નથી. તે મારી એક ખાસ મિત્રના રૂપમાં મને ગમે છે.
વંશિકા :- અચ્છા, તમે તેને બહેન માનો છો એમ.
હું :- હા મેડમ, તમને થોડી વધુ પડતી ચિંતા થાય છે મારી.
વંશિકા :- હા, તમે આખો દિવસ એની જોડે ચીપકી રહો છો એટલે થયું કે તેની જોડે લગ્ન કરી લો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
હું :- ના, કોઈ જરૂર નથી. બાય ધ વે તમે કેમ ફોર્સ કરો છો મને એની સાથે લગ્ન કરવા માટે.
વંશિકા :- હું કોઈ ફોર્સ નથી કરતી બસ ખાલી કહું છું.
હું :- અચ્છા, ઇસકો મે ક્યા સમજુ ?
વંશિકા :- કુછ મત સમજો આપ. તે તમારી બહેન છે તે બરાબર છે.
હું :- અચ્છા એમ, ઠીક છે. (વંશિકાના વાત કરવાના ટોન પરથી લાગી રહ્યું હતું કે તેને જલન થઈ રહી હતી પણ તે કહી પણ કઈ રીતે શકે એટલે વધુ પડતું કાઈ બોલી પણ નહોતી શકતી.)
વંશિકા :- બાય ધ વે હું અત્યારે સોંગ સાંભળી રહી છું ખૂબ મસ્ત સોંગ વાગે છે.
હું :- કયું સોંગ ?
વંશિકા :- મે જીતના તુમ્હે દેખું મન યે ના ભરે, 
મે જીતના તુમ્હે સોચું મન યે ના ભરે,
ઇન આંખો મેં છલકતા હૈ મેરા પ્યાર તેરા પ્યાર,
કહી તુજમે ધડકતા હૈ મેરા પ્યાર તેરા પ્યાર..
હું :- વાહ, સરસ સોંગ છે.
વંશિકા :- સોંગ તો સરસ છે પણ તેની ફિલિંગ ખૂબ સરસ છે પોતાના પ્રેમનો ઈઝહાર કરવાની. મને બહુ ગમે છે આવા સોંગ.
હું :- બરાબર, મને પણ બહુ ગમે છે આ સોંગ.
વંશિકા :- એવું એમ, આપણી ચોઇસ ખૂબ મળતી આવે છે નહીં ?
હું :- હા, ખૂબ મળતી આવે છે.
વંશિકા :- ખબર છે આ ક્યાં મૂવીનું સોંગ છે ?
હું :- હા, ખબર છે ને જલેબી મૂવીનું સોંગ છે.
વંશિકા :- ગૂડ વન, એટલે તમને સોંગ સાથે એના મૂવીનો પણ આઇડિયા હોય છે એમને.
હું :- હોય જ ને મેડમ, મને ગમે છે મૂવી જોવા.
વંશિકા :- એવું એમ પણ હું તમને ૩ મહિના જેવા સમયથી ઓળખું છું પણ મેં તમને હજી ક્યારેય મૂવી જોવા માટે જતા હોય એવું સાંભળ્યું નથી. 
હું :- શું કરીએ મેડમ, એકલું એકલું કોણ જાય જોવા.
વંશિકા :- કેમ કોઈની પણ સાથે જઈ અવાય ને ?
હું :- નથી થતું પોસીબલ કેમ કે સન્ડે એક દિવસ મળે છે અને એમાં અમારો ઘણીવાર અડધો દિવસ અનાથઆશ્રમમાં જાય છે.
વંશિકા :- અનાથ આશ્રમ ?
(હું આજે વંશિકા ૩ મહિના જેવા સમયથી વાત કરી રહ્યા હતા પણ અમારા વચે હજી ખાલી નોર્મલ વાતોજ થતી હતી. હજુ સુધી અમે બંન્ને ફક્ત એકબીજાની પ્રોફેશનલ લાઈફ વિશે જાણતા હતા. હજુ સુધી અમારા વચ્ચે કોઈ પર્સનલ લાઈફ પર વાત થઈ નહોતી. વંશિકાને કદાચ થતું હતું કે હું અહીંયા મારા ફ્રેન્ડ સાથે રહું છું બેચલર તરીકે અને મેં પણ હજુ સુધી મારા પાસ્ટ વિશે તેને કાઈ કહ્યું નહોતું અને તેને પણ મને પોતાની પર્સનલ લાઇફ વિશે જણાવ્યું નહોતું. ધીરે ધીરે જેમ વાતો વધતી જતી હતી તેમ અમે એકબીજાની પર્સનલ લાઈફ પર ફોકસ કરતા જતા હતા. આજે અમે આ ટોપિક પર પહોંચ્યા હતા તો મને મારી લાઇફ વિશે વંશિકાને પહેલાજ જણાવી દેવું યોગ્ય લાગ્યું હતું.)
હું :- હા, હું અવિ અને વિકી રવિવારના દિવસે સમય મળે ત્યારે અનાથ આશ્રમમાં જઈએ છીએ. ત્યાંના છોકરાઓ સાથે રહીએ છીએ. કારણકે અનાથ આશ્રમ અમારી લાઇફમાં એક મહત્વનો ભાગ છે. જો અનાથ આશ્રમ ના હોત તો અમે ત્રણેય અહીંયા સુધી ના હોત.
વંશિકા :- અચ્છા, ખૂબ સારું કામ કરો છો પણ મને સમજણ ના પડી તમે કહેવા શું માગો છો. આ અનાથ આશ્રમ ના હોત તો તમે ત્રણેય મતલબ ?
હું :- વંશિકા, આપણે બન્ને મિત્ર જરૂર છીએ પણ હજી સુધી આપણે એકબીજાની પર્સનલ લાઇફ વિશે વધુ કાઈ જાણતા નથી.
વંશિકા :- હા આઈ નો, પણ મે પૂછ્યું તે તો સમજાવો મને.
હું :- વંશિકા, હું અને મારા બંને મિત્રો અવી અને વિકી અમે લોકો અનાથ છીએ. આ દુનિયામાં અમારું કોઈ નથી.
વંશિકા :- વોટ, રુદ્ર આટલી મોટી વાત છે અને તમે મને હજી સુધી કહી પણ નથી.
હું :- આપણે એકબીજાની પર્સનલ લાઈફ વિશે ક્યારેય વાત નથી કરી એટલે આપણને નથી ખબર.
વંશિકા :- હું સમજી શકું છું રુદ્ર. પણ તમારું કોઈ રિલેટિવ તો હશે ને.
હું :- મને નથી ખબર વંશિકા, મને તે પણ નથી ખબર કે મારા માતા પિતા કોણ છે. હું જ્યારે સમજતો થયો ત્યારે હું અનાથ આશ્રમમાં રહેતો હતો મને ફક્ત એટલું યાદ છે એનાથી વધુ મને કાઈ ખબર નથી. 
વંશિકા :- તમે ક્યારેય તમારા ત્યાંના ગાર્ડિયનને નથી પૂછ્યું તમારા વિશે ?
હું :- હા, મે પૂછ્યું હતું પણ તેમણે મને એવું જણાવ્યું કે હું સાવ નાનો એવો હતો જ્યારે તે લોકોને રસ્તા પરથી મળ્યો હતો.
વંશિકા :- ઓહ માય ગોડ, પણ પછી આગળ ?
હું :- શું આગળ ?
વંશિકા :- રુદ્ર, હું તમારી દુઃખ વધારવા નથી માગતી તમારો ભૂતકાળ યાદ કરાવીને પણ હું તમારા વિશે બધું જાણવા માગું છું. પ્લીઝ આગળ જણાવશો તમારી લાઇફ વિશે ?
હું :- ઠીક છે, હું અનાથ આશ્રમમાં મોટો થયો હતો. ત્યાંથી મેં ભણીને મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને કોલેજમાં મને અવિ અને વિકી મળ્યા હતા. તેઓ પણ મારી જેમજ એક અનાથ આશ્રમમાંથી બિલોંગ કરતા હતા. અમે અહીંયા અમદાવાદમાં અમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી અમે લોકો જ્યારે જોબ પર લાગ્યા ત્યારે અમે ત્રણેય લોકોએ સાથે રહેવાનું નક્કી કર્યું અને અમે ત્રણેય મહેનત કરીને પોતાનું ઘર લીધું અહીંયા. આને આટલા સમયથી અમે લોકો હવે એક ફેમિલીની જેમ સાથે રહીએ છીએ.
વંશિકા :- તમારુ નામ અને સરનેમ કઈ રીતે તમને મળી ?
હું :- આ બંને વસ્તુ મને ત્યાંથી જ મળી છે.
વંશિકા :- રુદ્ર, આઈ પ્રાઉડ ઓફ યુ.
હું :- કેમ એમ પ્રાઉડ શેનો ?
વંશિકા :- કારણકે બધા અનાથ લોકોની લાઇફ તમારા જેવી નથી હોતી. ઘણા લોકો હજી ફૂટપાથ પર ફરતા જોવા મળે છે. તમારી લાઇફ આટલી બધી હાર્ડ હોવા છતાં પણ તમે હિંમત નથી હાર્યા, સ્ટ્રગલ કર્યું અને તમે પોતાની મહેનત પર આજે અહીંયા સુધી પહોંચ્યા છો. એટલેજ મને આજે તમારા પર ગર્વ થાય છે. સાચું કહું રુદ્ર ?
હું :- હા મેડમ બોલો,
વંશિકા :- હું અત્યારે રડી રહી છું.
હું :- લે કેમ, તને શું થયું ? કેમ રડે છે તું ?
વંશિકા :- બસ, તમારી લાઇફ વિશે સાંભળીને. બધાની લાઇફ સરખી નથી હોતી રુદ્ર. કોઈને ભગવાન બધું આપે છે તો કોઈ પાસેથી બધું લઈ પણ લે છે.
હું :- સાચી વાત છે તારી પણ એમાં શું લેવા રડે છે. લાઇફ ટુ લાઇફ હોય છે પણ તેને કઈ રીતે વિતાવવી તે આપણા હાથમાં છે. 
વંશિકા :- આઈ નો રુદ્ર, પણ હું એક સોફ્ટ હાર્ટેડ પર્સન છું. નાના-નાના દુઃખો વિશે વિચારીને પણ ક્યારેક રડી પડું છું. હું મારા આંસુઓને ઘણીવાર કંટ્રોલ નથી કરી શકતી.
હું :- ઈટ્સ ઓકે, હવે તારા આંસુઓ લૂછી કાઢ.
વંશિકા :- હા, લૂછી કાઢ્યા બસ.
હું :- હવે સ્માઈલ આપ ચાલ. 
(વંશિકાએ મને એક સ્માઈલ વાળું ઇમોજી મોકલ્યું.)
વંશિકા :- અચ્છા, એટલે તમે લોકો તમારો રવિવારનો દિવસ અનાથ આશ્રમમાં પસાર કરો છો. બાય ધ વે શું એક્ટિવિટી કરો છો ત્યાં જઈને ?
હું :- હા, અમે ત્યાં થોડો નાસ્તો લઈને ત્યાં જઈએ છીએ. ત્યાં નાના છોકરાઓને સાથે શેર કરીએ છીએ. અમે ત્યાં તેમની સાથે રમીએ છીએ અને અલગ અલગ એક્ટિવિટી કરીએ છીએ. જેનાથી એમનું અને અમારું એકલાપણું દૂર થાય છે અને કોઈના પોતાનું સાથે હોવાનું અનુભવ થાય છે.
વંશિકા :- મને પણ ખૂબ ગમે છે આવું બધું. રુદ્ર એક કામ કરશો મારું ?
હું :- હા મેડમ બોલો શું કામ છે તમારુ ?
વંશિકા :- મારે પણ ત્યાં આવવું છે તમારી લોકોની સાથે. પ્લીઝ ક્યારેક મને પણ લઈ જશો ત્યાં ?
હું :- સારું, હવે અમે પ્લાન કરીએ ત્યારે ચોક્કસ હું તને કહીશ બસ આવી જજે તું પણ.
વંશિકા :- રુદ્ર થૅન્ક યુ, યુ આર સો સ્વીટ.
હું :- અરે પગલી હમણાં તો રડતી હતી અને હવે સ્વીટ બોલે છે.
વંશિકા :- હા, તમને ના ગમ્યું કે સ્વીટ કહ્યું તે ? અને ફરી વાર રડવા લાગુ બોલો.
હું :- ના, ગમ્યું મને સ્વીટ કહ્યું તે કારણકે હું પહેલાથી જ સ્વીટ છું અને તારે રડવાની જરૂર નથી ખોટી આપણી સાબરમતી નદી ઓવરફ્લો થઈ જશે અને બધું ડૂબી જશે.
વંશિકા :- બસ હા હવે, આ થોડું વધુ પડતું થઈ ગયું તમારુ.
હું :- અચ્છા સોરી, બાય ધ વે તે મારી લાઇફ વિશે જાણી લીધું પણ તારા વિશે પણ કંઈક કહીશ તું ?
વંશિકા :- શું જાણવું છે તમારે મારી લાઇફ વિશે ?
હું :- મને શું ખબર તારી લાઇફ વિશે એ તો તું જણાવીશ મને ત્યારે ખબર પડશે.
વંશિકા :- અચ્છા સાંભળો. હું અહીંયા પાલડીમાં રહું છું. મારી ફેમિલીમાં મારા પપ્પા, મમ્મી અને નાનો ભાઈ છે. પપ્પા બેંકમાં કામ કરે છે, મમ્મી હાઉસ વાઇફ છે અને નાનો ભાઈ કોલેજમાં છે. હવે બીજું કાંઈ જાણવું છે મિ. ઓથોર?
હું :- ના મેડમ, હાલ આટલા પૂરતું ઘણું છે. બાકી પછી કયારેક જાણી લઈશું.
વંશિકા :- હા, હજી ઘણો ટાઇમ છે આગળ આરામથી જાણજો જેમ મને ઓળખતા જાવ એમ.
હું :- અચ્છા હજી તમને ઓળખવા પડશે તેમ ?
વંશિકા :- હા, જેમ મારે તમને હજી આગળ ઓળખવા પડશે તેમ તમારે પણ મને ઓળખવી પડશે ને ?
હું :- હા, વાત સાચી છે તારી.
વંશિકા :- બાય ધ વે, ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. ૧૧:૪૫ થવા આવી આજે કંઈક વધુ પડતું મોડું થઈ ગયું છે.
હું :- હા, મોડું થઈ ગયું છે તારે સૂઈ જવું જોઈએ.
વંશિકા :- ફક્ત મારે નહીં તમારે પણ સૂઈ જવું જોઈએ.
હું :- હા, ઓકે બાય ગુડ નાઇટ.
વંશિકા :- હા અને સાંભળો, આજથી ખબરદાર જો પોતાની જાતને ક્યારેય અનાથ કીધું છે તો. તમે આ દુનિયામાં એકલા નથી. તમારી આ મિત્ર છે તમારી સાથે હંમેશા. ચાલો બાય ગુડ નાઇટ.
વંશિકા મને બાય કહીને સૂઈ ગઈ. હું હજી મારા વિચારોમાં અટક્યો હતો. મને લાગ્યું કે મારા ભૂતકાળ વિશે જાણીને કદાચ વંશિકા મારાથી દૂર થવાનો પ્રયત્ન કરશે પણ તેની જગ્યાએ તેણે મારો સાથ આપવાની વાત કરી. મને આજે તે વાતની પણ જાણ થઈ કે તે એક સોફ્ટ હાર્ટેડ પણ હતી. સાદી ભાષામાં કહું તો એકદમ ભોળી. શું કદાચ આ અમારા પ્રેમની પહેલી સિડી હતી ? આઈ હોપ, તે મને જે રીતે સમજવા પ્રયત્ન કરી રહી હતી આગળ પણ આવીજ રીતે કરતી રહે. આજે મને તે વાતની ખુશી હતી કે મને મારી ચોઇસ પર કોઈ શંકા નહોતી. એનો ભોળો સ્વભાવ મારા દિલમાં એના માટેના પ્રેમમાં વધારો કરી રહ્યો હતો. વાતોના વિચારોના વમળમાં ફસાઈને હું ક્યારે સૂઈ ગયો મને ખ્યાલ જ ના રહ્યો.