Indian soldiers became victims of political games in Gujarati Moral Stories by Gautam Patel books and stories PDF | ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા

Featured Books
Categories
Share

ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા

 દિલ્હીના લશ્કરીક્ષેત્ર આર્મી હેડક્વાર્ટર સહિત વિવિધફૌજી સંકુલો ધરાવતા ક્ષેત્રમાં દિલ્લીકેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર વાઘાસરહદેથી આવતી સ્પેશ્યલ ટ્રેનો માટેઆતુરતાપૂર્વક રાહ જોવાતીહતી. દિવસ ડિસેમ્બર ૨,૧૯૭૨નો હતો. ૧૯૭૧નુંભારત-પાક યુદ્ધ ખેલાયાનેબરાબર એક વર્ષ પૂરું થયું હતું.ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે સિમલા ખાતેજુલાઇ ૩, ૧૯૭૨ના રોજકરવામાં આવેલા કરાર મુજબસામસામા યુદ્ધકેદીઓનુંપ્રત્યાર્પણ આરંભાયું હતું.પાકિસ્તાનની સરકાર ભારતના૬૧૬ યુદ્ધકેદીઓને છોડી રહીહતી, જ્યારે ભારતે તેમની સામેપાકિસ્તાનના ૯૨,૭૫૩યુદ્ધકેદીઓને મુક્ત કરવાનાહતા. ભારત માટે સોદો ખોટનોસાબિત થવાનો હતો.વિગ્રહનો સદીઓ થયેચાલ્યો આવતો સ્થાપિત ધારો છે કેવિજેતા દેશ પોતાના યુદ્ધકેદીઓને પહેલાંહેમખેમ પાછા મેળવી લે. વિજયમાં પણઉદાર બનવું એવા ઉટપટાંગ ખ્યાલમાંરાચતી ઇન્દિરા ગાંધીની સરકારને તેપ્રણાલિકાગત લશ્કરી ઇજારો ભોગવવાનુંજરૂરી ન લાગ્યું, મુક્તિની પહેલ તેણેકરી અને ડિસેમ્બર ૧, ૧૯૭૨ના રોજપ્રથમ જૂથમાં ૫૪૦ પાક યુદ્ધકેદીઓનેછોડી મૂક્યા. પંજાબની વાધા સરહદે પાકસૈન્યને તેમનો કબજો સોંપી દેવામાંઆવ્યો. એક વર્ષ લગી વધુ પડતાઅતિથિભાવે તેમની પરોણાગતકરવામાં જાણે કચાશનોવસવસો રહી ગયો હોય તેમવિદાયના સમયે. આપણાલેફ્ટનન્ટ-જનરલ એન. એસ.નાયરે ભારત સરકાર વતીસોગાદો આપી.પાકિસ્તાને ત્યાર પછીભારતીય યુદ્ધકેદીઓને વાઘાખાતે મુક્ત કર્યા. સરહદે તેમનાઅભિવાદન માટે ખાસ્સી મેદનીએકઠી થયેલી હતી.યુદ્ધકેદીઓમાં વાયુસેના તથાખુશ્કીદળના ૩૨ સીનિઅરઅને જુનિઅર અફસરો હતા.બાકીના વિવિધ ફૌજી રેન્કનાજવાનો હતા. વાયુસેનાનાઅફસરો ૧૦ હતા, જેઓ એજ દિવસે ખાસ પ્લેન મારફત દિલ્લીનાપાલમ મથકે પહોંચી ગયા. શેષ સૈનિકો-અફસરોએ બીજે દિવસે અમૃતસરથી ટ્રેન દ્વારાદિલ્લી કેન્ટોનમેન્ટ યાને દિલ્લી છાવણીરેલવે સ્ટેશને પહોંચવાનું હતું, જ્યાં હાજરરહેલાં તેમનાં સેંકડો પરિવારજનોનીધીરજ સમાતી ન હતી.એક મહિલા દમયંતી તામ્બે નામનાં હતાં, જેમની ધીરજ આકરીકસોટીએ ચડી હતી. હવાઇદળનાલાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બેનાં તેઓપત્ની અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય બેડમિન્ટનચેમ્પિઅન હતાં. હવાઇદળના જે દસઅફસરો વિમાન દ્વારા આગલા દિવસેઅમૃતસરથી દિલ્લી પહોંચ્યા તેમાં વિજયતામ્બે સામેલ ન હતા. બાબત ચિંતાજનકહતી. પાકિસ્તાને (તેના કહેવા મુજબ)તમામ ભારતીય યુદ્ધકેદીઓને મુક્ત કરીદીધા હતા અને ભારતીય વાયુસેનાએતેમાંથી પોતાના તમામ અફસરોને જુદાતારવી દિલ્લી મોકલી આપ્યા હતા.લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે એમાંબાકાત કેમ રહી ગયા એ સવાલ હતો. ડિસેમ્બર ૧, ૧૯૭૨નો દિવસ પૂરો થયાપછી હવે તેમની આશા દિલ્લીકેન્ટોનમેન્ટ  રેલવે સ્ટેશને આવનારી ટ્રેન પર મંડાયેલી હતી.દમયંતી તામ્બે જેવી જ ચાતકમનોદશા રેલવે પ્લેટફોર્મ પર બેચેનીપૂર્વકઆંટા મારતા જી. એસ. ગિલની હતી,જેમના ભાઇ વિંગ કમાન્ડર એચ. એસ.ગિલનું પણ વાયુસેનાનાઅફસરો સાથે પાલમમથકે આગમન થયું નહતુ. ૧૯૭૧ના યુદ્ધદરમ્યાન પકડાયેલાઆપણા બધા યુદ્ધકેદીઓપૈકી તેમનો ફૌજીદરજ્જો સર્વોચ્ચ હતો.વિંગ કમાન્ડર ગિલએંગ્લો-ઇન્ડિયન હતા.પિતા શીખધર્મી અનેમાતા ક્રિશ્ચિયન હતી.રહેઠાણ ચંદીગઢમાં હતું.દિલ્લી કેન્ટોનમેન્ટનારેલવે સ્ટેશનેફરિદાબાદના ડો. રામસ્વરૂપ સુરી પણ તેમનાપુત્ર મેજર અશોક સુરીનેલેવા આવ્યા હતા. સવા વર્ષથયે તેમણે પાંચમી આસામરેજિમેન્ટમાં ફરજ બજાવતાદીકરાનું મોં જોયું ન હતું.અમૃતસરથી દિલ્લીકેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનેઆવેલી પહેલી ટ્રેને ડો.રામસ્વરૂપ સુરી, જી. એસ.ગિલ અને દમયંતી તામ્બેએ ત્રણેયને હતાશ કર્યા.લશ્કરી સત્તાવાળાઓ દ્વારાતેમને કહેવામાં આવ્યું કેપ્રથમ ટ્રેન મારફત ફક્તસુબેદાર અને લાન્સ નાયકજેવી કક્ષાના જવાનોઆવ્યા હતા. અફસરો બીજી ટ્રેનમાં આવીરહ્યા હતા. કલાકો પછી એ ટ્રેનનું પણઆગમન થયું, પરંતુ અફસરો તેમાં પણદેખાયા નહિ. આપ્તજનોને ફરીસાંત્વનાનો ડોઝ અપાયો કે બીજી ટ્રેનપણ માત્ર જવાનોને લાવી હતી. હવેપછીની ટ્રેન અફસરોની હતી અનેફ્લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે, મેજરઅશોક સુરી તથા એચ. એસ. ગિલ નક્કીતેમાં પ્રવાસ ખેડી રહ્યા હતા.આ ત્રીજી ટ્રેન કદી આવી નહિ.શરમજનક વાત એ છે કે પાક લશ્કરેભારતીય યુદ્ધકેદીઓનાં નામો લખેલાંત્રણ લિસ્ટ તૈયાર કર્યાં હતાં. અગાઉ પાકસરકારે બે લિસ્ટ ભારતને મોકલી આપ્યાંહતાં. ત્રીજું લિસ્ટ બાકી હતું, જે પ્રાપ્તથાય તે પહેલાં સિમલા કરાર પર સહી-સિક્કા કરી નાખવામાં આવ્યા. ઇન્દિરાગાંધી તેમના કરતાં સવાયા રાજકારણીઝુલ્ફિકાર અલી ભુટ્ટોના હાથમાં રમી ગયાંએટલું જ નહિ, પણ તેમનું પાક સરકારપ્રત્યેનું વલણ અત્યંત કૂણું બન્યું.પાકિસ્તાને યુદ્ધકેદીઓનું ત્રીજું લિસ્ટઆપ્યું નહિ. ખુશ્કીદળના લેફ્ટનન્ટ-જનરલ પી. એસ. ભગતે આપણા તમામયુદ્ધકેદીઓને પાછા મેળવ્યા બાદ જઆપણે ત્યાંના પાક યુદ્ધકેદીઓને છોડવાસંરક્ષણ મંત્રાલયને જણાવ્યું, પરંતુમંત્રાલયે તેમને કોઠું ન આપ્યું. ખરેખરતો નાયબ સેનાપતિ ભગતને બદલેસેનાપતિ જનરલ માણેકશાએ ઇન્દિરાગાંધીને ચેતવણીનો ઇશારો કરવાનીજરૂર હતી.સિમલા કરારના પગલેભારત અને પાકિસ્તાન વચ્ચે ‘એખલાસનુંવાતાવરણ’ સ્થપાયા પછી સરકાર નવોમુદ્દો કાઢી તેને ડહોળવા નહોતી માગતીએવું સ્પષ્ટ જણાતું હતું. ૧૯૭૧નાવિગ્રહમાં પશ્ચિમ તથા પૂર્વ એમ બન્નેમોરચે જ્વલંત વિજય મળી ચૂક્યા બાદહવે જૂજ ડઝન જવાનો-અફસરોનીજિંદગીનું મહત્ત્વ પણ શું હતું ? ભારતમાતાના આવા સપૂતો દેશ માટે લડ્યાહોય તો એ તેમનો ‘દોષ’ હતો.લડાઇમાં થતી સામસામી ખુવારીનેલગતી કેટલીક બાબતો અહીં જાણી લેવાજેવી છે. ગોલંદાજી કે ગોળીબારમાં અમુકસૈનિકો માર્યા જાય છે, જેમની અંતિમઘડીના સાક્ષી એવા સાથીઓ ટુકડીકમાન્ડર દ્વારા મોરચાના કમાન્ડ સેન્ટરનેજાણ કરે છે. ઘાયલ સૈનિકોને વહેલી તકેસારવાર માટે બચાવી લેવામાં આવે છે,એટલે તેઓ પણ ગણતરીમાં બાકાત રહીજતા નથી. અમુક યુદ્ધકેદી તરીકે પકડાયછે, જેમની ગિરફતારી સંઘર્ષની અંધાધૂંધીવચ્ચે તેમના સાથીઓના ધ્યાનમાં આવેકે કેમ તેની કશી ખાતરી નહિ. છતાં ધ્યાનપડે તો તેમનાં નામો વાયરલેસ દ્વારાકમાન્ડ સેન્ટરને મોકલી દેવાય છે. છેવટેખુવારીના લિસ્ટ પર એવાસૈનિકો બાકી રહી જાય કે જેમણેરણમોરચે જાન ગુમાવ્યો, યુદ્ધકેદી તરીકેપકડાયા કે ઘાયલ થયા તે જાણી શકાતુંનથી. આ સૈનિકોને missing in actionએવી જુદી શ્રેણીમાં વર્ગીકૃત કરાય છે.એકંદરે જોતાં તેમની સંખ્યા ઘણી હોય છે૧૯૭૧ના યુદ્ધમા ભારતના પક્ષેતો આવા લાપત્તા જવાનો-અફસરોનીસંખ્યા ખાસ્સી રહી, કેમ કે પાક લશ્કરેઘણાની ગિરફતારી પછી તેમને ઠાર મારીદીધા. ઉપરાંત પોતે કબજે લીધેલા છામ્બજેવા પ્રદેશોમાં પાકિસ્તાને ભારતનાશહીદ જવાનો-અફસરોનાં મૃતદેહો પરતસોંપ્યા નહિ. ભારત હસ્તકના પ્રદેશમાંથયેલા ભયાનક બોમ્બધડાકામાં ફૂંકાઇજનાર શહીદોનાં અમુક મૃતદેહો તોઓળખાય તેવા રહ્યા ન હતા. લડાઇનાતમામ આંકડા નજર સામે આવ્યા ત્યારેખબર પડી કે ભારતના કુલ ૩,૮૪૩પાયલટો, નાવિકો અને જવાનો તથાઅફસરોની શહીદી સામે missing inaction લાપત્તા ફૌજીઓની સંખ્યા૨,૨૨૮ હતી. દરેક ડિવિઝન, રેજિમેન્ટતથા બટાલિઅનમાં લગભગ એવું જપ્રમાણમાપ હતું, જ્યારે અમુકમાં તોચિંતાજનક હદે વધારે હતું. એક પ્રણાલિકાગત ધારો એ છે કેયુદ્ધવિરામ બાદ સામસામા પક્ષોયુદ્ધકેદીઓનું હસ્તાંતર થાય એ પહેલાંદરેકે દરેક સૈનિકના દુ:ખદ અંજામને કેસુખદ અસ્તિત્વને લગતી પાકી ખાતરીકરી લેવી જોઇએ. વિજેતા દેશનું પલ્લુંએ વખતે ભારે હોય છે, એટલે તે પરાજિતદેશ પાસે સંપૂર્ણ હિસાબ માગી તથામેળવી શકે છે. આના માટે દેશાભિમાનતથા દેશભક્ત જવાનો પ્રત્યેના દાયિત્વનીસભાનતા સિવાય બીજા કશાની જરૂરનથી. આ બન્ને સીધાસાદા ગુણોવિજયના ઉન્માદમાં અને પાકિસ્તાનનાટુકડા કરી રાજકીય ઉપલબ્ધિમાંમહાલતી ભારત સરકારે કેમ ન દાખવ્યાતેની વાત જવા દો. મુદાનો પ્રશ્ન એ છેકે આપણા યુદ્ધકેદીઓનાં નામો ગણાવતુંત્રીજું લિસ્ટ તેણે કેમ માગ્યું નહિ ? લિસ્ટમાગવામાં આવ્યું હોત તો અચૂક મળ્યુંહોત, કેમ કે બધું મળીને૯૨,૭૫૩ પાકયુદ્ધકેદીઓ હજી ભારતનો કબજામાં હતા.ભારતીય કરતાં પાક યુદ્ધકેદીઓની સંખ્યાદોઢસો ગણી વધુ હોવાને કારણે ભારતપોતાનું ધાર્યું કરાવી શકે તેમ હતું. આમોકો ચૂકી જવામાં આવ્યો. સરહદની પેલી તરફદુશ્મનની જેલોમાં ગોંધાયેલા દેશભક્તસપૂતોને પણ થોડા વખત પછી તો સાવભૂલી જવામાં આવ્યા.આ સપૂતોનું અસ્તિત્વ ભારતીયપ્રજાજનો માટે કદાચ અજાણ્યું જ રહ્યુંહોત, પણ ૧૯૭૮-૭૯માં અણધારી રીતેઘટસ્ફોટ થયો. પાકિસ્તાનના ખંધા અનેખટપટી સેનાપતિ જનરલ ઝિયા-ઉલ-હકે૧૯૭૭માં લશ્કરી બળવા દ્વારા પ્રમુખઝુલ્ફિકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરીજેલમાં ધકેલી દીધા. ભુટ્ટો પર રાજદ્વારીપ્રતિસ્પર્ધીની હત્યા કરાવ્યાનો આરોપહતો, જેના બદલ ઝિયા તેમને ફાંસીએલટકાવવાનું નક્કી કરીને બેઠા હતા.મોતની સજા કાનૂની રાહે અપાયેલીગણાય તે માટે અદાલતમાં માત્ર નાટકપૂરતો કેસ ચલાવવાનો હતો.વર્ષો પહેલાં બનેલું એવું કે ભુટ્ટોનીયુવાન દીકરી બેનઝીર ભુટ્ટો બ્રિટનનીઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતી ત્યારેવિદ્યાર્થીઓના ઓક્સફર્ડ યુનિઅનની તેપ્રમુખ હતી. આ હોદા પર તેનો કાર્યકાળપૂરો થયો ત્યારે એ પદ વિક્ટોરિયાસ્કોફિલ્ડ નામની અંગ્રેજ વિદ્યાર્થીનીએસંભાળ્યું. બન્ને વચ્ચે ગાઢ મિત્રાચારીહતી. ઘણા વખત પછી સ્કોફિલ્ડ પત્રકારઅને લેખિકા બની. બ્રિટિશ મેગેઝિન‘સ્પેક્ટેટર’માં તેના લેખો તથા અહેવાલોછપાતા હતા. બાળકો માટેનાં કેટલાંકસચિત્ર પુસ્તકો તેણે લખ્યાં. બેનઝીર સાથેતેનો સંપર્ક જારી હતો. ઝુલ્ફિકાર અલીભુટ્ટો પર કેસ ચાલવો શરૂ થયો ત્યારેવિક્ટોરિયા સ્કોફિલ્ડે તેમના વિશે પુસ્તકલખવાનું નક્કી કર્યું, જેમાં મુખ્યત્વે તોકેસને લગતું કડીબદ્ધ વિવરણ આપવામાગતી હતી. પાકિસ્તાનની તેણે મુલાકાતલીધી. કોટ લખપત ખાતે આવેલી જેલમાંઅવારનવાર ભુટ્ટોને મળી અનેબચાવનામા જેવાં તેમનાં મંતવ્યો નોંધ્યાં.ભુટ્ટોની મનોદશા, જેલના સંજોગો,પહેરેગીરોનો ભુટ્ટો પ્રત્યેનો અમાનવીયવર્તાવ અને બીજી માહિતી એકઠી કરીસ્કોફિલ્ડે તે ભૂતપૂર્વ પ્રમુખની ફાંસી બાદBhutto: Trial & Execution નામનુંપુસ્તક ૧૯૭૯માં પ્રગટ કર્યું.પાકિસ્તાનમાં જ લાહોર ખાતે આવેલાનફીસ પ્રિન્ટર્સ નામના પ્રેસે તે છાપ્યું.વિક્ટોરિયા સ્કોફિલ્ડે મર્હુમ ભુટ્ટોનેકોટ લખપત જેલમાં અપાયેલા માનસિકત્રાસ અંગે માહિતી ટાંક્યા બાદ લખ્યુંહતું : ‘કોટ લખપતમાં આવા સંજોગોહોવા સાથે વિશેષમાં ભુટ્ટોને ત્રણ મહિનાસુધી વિચિત્ર પ્રકારની તકલીફ અપાતીહતી, જે ખાસ તેમના ‘લાભાર્થે’ હોવાનુંતેઓ માનતા હતા. ભુટ્ટોની કોટડી અનેબરાકના એરિઆ વચ્ચે ૧૦ ફીટ ઊંચીદીવાલ હતી, પરંતુ તેની પેલી તરફથીરાત્રિના સમયે આવતા હૃદયદ્રાવકબરાડાના તથા ચીસોના અવાજોને રોકીશકતી ન હતી. ભુટ્ટોના એક વકીલેજેલના સ્ટાફને પૂછપરછ કરી ત્યારેજાણવા મળ્યું કે અવાજો ભારતીયયુદ્ધકેદીઓના હતા, જેઓ ૧૯૭૧ના યુદ્ધદરમ્યાન માનસિક સંતુલન ગુમાવીપાગલ બની ચૂક્યા હતા. યુદ્ધકેદીઓનીઅદલાબદલી કરવામાં આવી ત્યારે ભારતસરકારે તેમને સ્વીકારવાની ના પાડી દીધીહતી, કારણ કે તેઓ પોતાના વતનનુંનામ પણ ભૂલી ચૂક્યા હતા. આથી તેમનેકોટ લખપતમાં જ બાકીની જિંદગી પૂરીકરવા બંદીવાન રખાયા હતા.'વિક્ટોરિયા સ્કોફિલ્ડે પુસ્તકમાંઆગળ લખ્યું : ‘ભારતીય બંદીવાનોનીમાનસિક હાલત અંગે જાણ્યા પછીભુટ્ટોએ તેમને બીજે ખસેડવાની માગણીકરતો પત્ર જેલના સત્તાવાળાઓનેઆપ્યો. પત્રની નકલ પોતાના વકીલનેસુપરત કરી અને વકીલે તે બધાંઅખબારોને મોકલી. ભારતીય કેદીઓનેઆખરે બીજે ખસેડવામાં આવ્યા.સ્વાભાવિક રીતે જેલના સત્તાવાળાઓએમ કબૂલવા તૈયાર ન હતા કેજાણીબૂઝીને ભુટ્ટોની ઊંધને ખલેલપહોંચાડવામાં આવી રહી હતી. ભુટ્ટો જોકે પોતે વીતાવેલી ઊજાગરાની રાતોભૂલ્યા નહિ. ફરિયાદોના બીજા પત્રોમાંતેઓ અવારનવાર પાગલોનો ઉલ્લેખકરતા રહ્યા. ‘પચાસેક જેટલા પાગલોનેમારી બાજુના વોર્ડમાં રખાયા હતા. અડધીરાત્રે સંભળાતા તેમના બરાડાને તથાચિત્કારોને હું કદી ભૂલીશ નહિ.’ એવુંતેમણે લખ્યું.સ્વાભિમાન અને સંવેદના વગરનાભારતીય રાજકારણીઓને બાદ કરો તોવિક્ટોરિયા સ્કોફિલ્ડે કરેલા વર્ણનનોસૂચિતાર્થ દરેક વ્યક્તિ પામી શકે તેમહતી. સ્પષ્ટ વાત છે કે ભુટ્ટોની કોટડીનાબાજુના વોર્ડમાં ભારતીય યુદ્ધકેદીઓનેરાતભર પાશવતાની હદે શારીરિક ત્રાસઅપાતો હતો, ત્રાસ અસહ્ય હોવાને લીધેતેમની થથરાવી મૂકતી ચીસો અટકતી નહતી. વર્ષ ૧૯૭૮નું કે ૧૯૭૯નું હતું.૧૯૭૧થી શરૂ કરીને તેમણે સતત આવાજંગલિયાત ભર્યા સિતમો વેઠ્યા હોય તેપણ નક્કી વાત હતી. બનવાજોગ છે કે પુષ્કળ યાતનાઓ સહન કર્યા બાદ અમુકજણા માનસિક સંતુલન ગુમાવી પાગલનીઅવસ્થામાં સરી ચૂક્યા હોય, પરંતુયુદ્ધકેદીઓની ૧૯૭૨માં અદલાબદલીકરવામાં આવી તે વખતે પણ શું તેઓપાગલ હતા ? ભારત પાછા ફરેલા ૬૧૬યુદ્ધકેદીઓ ત્યારે સાબૂત મગજના હતા,તો બીજા પચાસેક કેમ નહિ ? અને કયો દેશ એવો હોય કે જે પોતાના વીરસૈનિકો-અફસરો પાગલ બની ગયાનાબહાને તેમની સાથેનો છેડો ફાડી નાખે ?ઉપરાંત કોટ લખપતના જેલરોએ ભુટ્ટોનાવકીલને ભારતીયો પાગલ હોવાનુંજણાવ્યું એટલે શું માની લેવું કે તેઓખરેખર અસ્થિર મગજના થયા હતા ? વિક્ટોરિયા સ્કોફિલ્ડનું પુસ્તકBhutto: Trial & Execution પ્રગટથયાના પગલે ભારતમાં દેકારો મચવો  જોઇએ, પણ કશું જ ન બન્યું. ૧૯૭૯માં વડા પ્રધાન મોરારજી દેસાઇની અને પછી ચૌધરી ચરણસિંહનીજનતા સરકારો હતી. ઇન્દિરા ગાંધી ત્યારબાદ એ જ વર્ષે ફરી સત્તા પર આવ્યાં.કોઇ સરકારે આપણા યુદ્ધકેદીઓ અંગેપાકિસ્તાનનો જવાબ માગ્યો નહિ. જવાબતો ચાંપીને માગી શકાય તેમ હતો, કેમકે ભારતના ઘણા પાયલટો, જવાનો તથાઅફસરો ૧૯૭૧ના તુમુલ સંગ્રામ વખતેપાક દ્વારા જીવતા પકડાયા હોવાના નક્કરપુરાવા હતા. અહીં દૃષ્ટાંતો તરીકે અમુકજણાની ગિરફતારીના કિસ્સા  :> કેપ્ટન ગિરિરાજસિંહ : આ બાહોશ અફસર પાંચમી રેજિમેન્ટનાસભ્ય હતા અને કાશ્મીરના છામ્બ મોરચેલડી રહ્યા હતા. પાકિસ્તાને છામ્બનોકેટલોક પ્રદેશ યુદ્ધમાં જીતી લીધો હતો.ડિસેમ્બર ૫, ૧૯૭૧ના રોજ પાક લશ્કરેતેમને યુદ્ધકેદી તરીકે પકડ્યા અને ચારદિવસ પ્રચારકૂંબેશના ભાગરૂપે કરાંચીરેડિઓ પરથી તેમના રેકોર્ડેડ શબ્દોપ્રસારિત કરવામાં આવ્યા. કેપ્ટનગિરિરાજસિંહે તે મેસેજમાં પોતાની માતારેશમીદેવીને તથા પિતા માનસિંહને પોતેસલામત હોવાના ખબર આપ્યા.પાકિસ્તાન આવા બ્રોડકાસ્ટ દ્વારા પોતાનાલશ્કરની સિદ્ધિનો ઢંઢેરો પીટવા માગતુંહતું, પણ એમ કરવા જતાં તેણે કેપ્ટનગિરિરાજસિંહને યુદ્ધકેદી બનાવ્યાનીસાબિતી આપી દીધી. આમ છતાંડિસેમ્બર ૧, ૧૯૭૨ના દિવસે ૬૧૬યુદ્ધકેદીઓ સાથે ભારતને તેમનો હવાલોન સોંપ્યો. બે વર્ષ પછી ૧૯૭૪માંપાકિસ્તાને તેની અટક ખાતેની જેલમાંસજા ભોગવી ચૂકેલા મોહનલાલ ભાસ્કરનામના કેદીને મુક્તિ આપી, જેણે સ્વદેશ કેઆવીને જણાવ્યું કે કેપ્ટન ગિરિરાજસિંહઅટક જેલમાં હતા. ૧૯૮૮માં એટલે કેયુદ્ધનાં ૧૭ વર્ષ બાદ મુક્ત થયેલામુખ્તિયારસિંહ નામના ભારતીય કેદીદ્વારા ફરી એવા જ સમાચાર મળ્યા. આકેદીની ચાર દીવારી કોટ લખપત હતી.ભારતે ક્યારના ભુલાવી દીધેલા કેપ્ટનગિરિરાજસિંહ ત્યાં સબડી રહ્યા હતા.● ફ્લાઈટ લેફ્ટનન્ટ મનોહર પુરોહિત આગ્રામાં હવાઇદળનાએરબેઝ પર ફરજ બજાવતા ફ્લાઇટલેફ્ટનન્ટ ડિસેમ્બર ૯, ૧૯૭૧ના દિવસેઆકાશી હુમલા માટે સરહદપાર ગયા,જ્યાં તેમનું પ્લેન તોડી પાડવામાં આવ્યું.કેપ્ટન ગિરિરાજસિંહ હવાઈદળે તેમને missing in action જાહેર કર્યા. પહેલાં તો એમ ધારી લેવાયુંકે તેઓ વીરગતિ પામ્યા હતા, પણમહિનાઓ પછી ઓગસ્ટ ૮, ૯ અને ૧૦,૧૯૭૨ના લાગલગાટ ત્રણ દિવસોએપાકિસ્તાને રેડિઓ પર તેમના રેકોર્ડેડસંદેશા પ્રસારિત કર્યા.પાકિસ્તાન હવે આવા બ્રોડકાસ્ટ દ્વારાતેની પાસે હુકમનાં કેટલાંક પત્તા હોવાનુંબતાવવા માગતું હતું. સરવાળે થયું એવુંયુદ્ધકેદીઓના હસ્તાંતર વખતે આપણાબંધનમુક્ત હવાબાજો ખાસ પ્લેન દ્વારાપાલમ હવાઇમથકે પહોંચ્યા તેમાં ફ્લાઇટલેફ્ટનન્ટ મનોહર પુરોહિત સામેલ નહતા, જ્યારે પાકિસ્તાન તેઓ જીવંતહોવાનું સ્વીકારી ચૂક્યું હતું.આ મુદ્દો ભારત સરકારે પાકિસ્તાનસમક્ષ કદી ન ઉઠાવ્યો. દેશના કાજે લડતાયોદ્ધાની આવી કમનસીબી માત્ર તેનામાટે નહિ, પરંતુ તેના કુટુંબીજનો માટેપણ કેટલી હદે કારમી નીવડે તેનો દાખલોમનોહર પુરોહિતનો દીકરો વિપુલ હતો.૧૯૭૧માં તે બાળક હતો. પિતાનીઆછીપાતળી યાદો જ તેના મગજમાંઅંકાયેલી હતી. પિતાની મુક્તિ અંગે તેફ્લાઈટ લેફ્ટનન્ટ પુરોહિતપ્રયાસો કરતો રહ્યો, જે ફોગટ હતા. વર્ષોબાદ વડા પ્રધાન અટલ બિહારીવાજપેયીએ આગ્રા ખાતે જનરલ મુશર્રફસાથે શિખર મંત્રણા ગોઠવી ત્યારે આપણાયુદ્ધકેદીઓની મુક્તિ માટે દેખાવોયોજવામાં આવ્યા. દેખાવકારોમાં વિપુલપણ હતો. પુલિસે તેના સહિત ૧૦જણાની ધરપકડ કરી, જેને ભારત જેવાદેશમાં સ્વાભાવિક બાબત ગણવી જોઇએ.> મેજર અશોક સુરી  આ ફૌજી અફસર પાકિસ્તાન સામેના ભૂમિયુદ્ધમાંડિસેમ્બર ૫, ૧૯૭૧ના રોજ પકડાયાહતા. એક મહિના બાદ જાન્યુઆરી ૬અને ૭, ૧૯૭૨ની રાત્રે લાહોર રેડિઓસ્ટેશને ‘પંજાબ દરબાર’ કાર્યક્રમમાં મેજરઅશોક સુરીનું નામ જાહેર કર્યું હતું.સિમલા કરાર પછી ઓગસ્ટમાં ફરીરેડિઓ પર બે વખત તેમને યુદ્ધકેદી તરીકેઓળખાવાયા હતા. પાકિસ્તાને ખુદઆવી કબૂલાત જાહેર કરી, એટલે ભારતસરકાર મેજર સુરીની મુક્તિ અંગે મક્કમવલણ અપનાવી શકે તેમ હતી.પાકિસ્તાન તે યુવાન અફસરનો હવાલોન સોંપે તો તેનું નાક દાબી શકાય તેમહતું, કારણ કે ૯૨,૭૫૩ પાક યુદ્ધકેદીઓહજી ભારતના કબજામાં હતા. આમછતાં, યુદ્ધમોરચે મળેલી ફતેહના કેફમાંમસ્ત અને યુદ્ધ પછીના રાજકીય ખેલમાંવ્યસ્ત એવી ઇન્દિરા સરકારે ઇસ્લામાબાદપર કશું દબાણ ન કર્યું. મેજર અશોકસુરીને mission in action જાહેર કરીભૂલી જવામાં આવ્યા.આપણા રાજકારણીઓ પોતાનોસ્વાર્થ પૂરો થયે દેશના રક્ષક જવાનો પ્રત્યેપણ કેવા સંગદિલ બની શકે તે જુઓઘણા વખત પછી મેજર અશોક સુરીએપોતાના હસ્તાક્ષરમાં લખેલો અનેછૂટકારો પામેલા  કેદી દ્વારામોકલેલો પત્ર તેમના પિતા રામસ્વરૂપસુરીને મળ્યો. લખાણની તારીખ ડિસેમ્બર૭, ૧૯૭૪ની હતી—એટલે કે મેજર ત્રણવર્ષ થયે પાક જેલમાં કેદ હતા.તપાસમાં જણાવ્યું કે અક્ષરો અશોક સુરીનાજ હતા. ૧૯૭૫માં બીજો પત્ર મળ્યો.દાણચોરીના કે જાસૂસીના આરોપસરપાક જેલોમાં સજા કાપી ચૂકેલા કેદીઓમારફત ત્યાર પછી અવારનવાર પિતારામસ્વરૂપને દીકરા અંગે સમાચાર મળતારહ્યા. મુખ્તિયારસિંહ નામના કેદીએ ૧૯૮૮માંસ્વદેશ આવ્યા બાદ માહિતી આપી કેમેજર અશોક સુરી કોટ લખપત જેલમાંયાતનાઓ વેઠી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી,નરસિંહ રાવ તથા અટલ બિહારીવાજપેયી એમ ત્રણ વડા પ્રધાનોનેરૂબરૂમાં વિનંતીઓ કરીને નાસીપાસથયેલા રામસ્વરૂપ સુરી અંતે દીકરાનું મોઢુંજોયા વિના જ અવસાન પામ્યા. ● ફ્લાઈટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ આ શીખ પાયલટ ડિસેમ્બર ૪, ૧૯૭૧ના રોજ આપણાહલવાડા રન-વે પર સુખોઇ-7 પ્રકારનાવિમાનને દોડાવી અને ટેક-ઓફ કરીપાકિસ્તાનની દિશામાં રવાના થયા ત્યારેયુદ્ધમાં એ તેમનું પહેલું મિશન હતું. દુર્ભાગ્યે હરવિન્દરસિંહ માટે તે છેલ્લુંમિશન નીવડ્યું. વિમાનવિરોધી તોપોનાગોળાએ તેમના પ્લેનને વીંધી નાખ્યું અનેજાન બચાવવા તેઓ પેરેશૂટ વડે બહારકૂદી પડ્યા. બીજે દિવસે સવારે ૮:૩૦વાગ્યે પાક રેડિઓએ તેમની હિરાસતનાસમાચાર પ્રસારિત કર્યા. ભારતીયસૈન્યના મોનિટરિંગ સ્ટેશને તે સમાચારઝીલ્યા અને પુરાવા માટે તેનું ટેપ રેકોર્ડિંગકરી લીધું.આ વતનપરસ્ત હવાબાજના પિતાસ્ક્વોડ્રન-લીડર ગુરુબક્ષસિંહ પોતે ફાઇટરપાયલટ હતા. દેશની સેવા કાજે પોતાનીકૌટુંબિક પ્રણાલિકા અનુસાર જુવાનદીકરા હરવિન્દરસિંહને ભારતીયહવાઇદળમાં ભરતી કરાવ્યો હતો. થોડાદિવસ પછી વ્યથિત બાપને એરફોર્સહેડક્વાર્ટરનો પત્ર મળ્યો કે, ‘તમારોદીકરો પોતાની ડ્યૂટી હિંમતભેર બજાવવાજતાં દુશ્મનોના હાથે યુદ્ધકેદી તરીકેપકડાયો છે. તમે જો તેની સાથે પત્ર-વ્યવહાર કરવા માગતા હો તો નીચેજણાવેલા સરનામે પત્ર મોકલી શકો છે.આ વિધિને લગતા કેટલાક નીતિનિયમોપણ તમારી જાણ માટે લખ્યા છે, જેમનુંતમારે પાલન કરવાનું છે.’પિતાએ અનેક પત્રો લખ્યા, પરંતુએકેયનો જવાબ ના આવ્યો. ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહનું સુખોઇ-7પ્લેન તોડી પડાયાના ૧૦ દિવસ બાદએરફોર્સ હેડક્વાર્ટરના એર-કમાન્ડરે પત્રલખી ગુરુબક્ષસિંહને જણાવેલું કેહરવિન્દરસિંહ જીવતા પકડાયાનાસમાચાર ઓલ ઇન્ડિયા રેડિઓએ પણમોનિટર કર્યા હતા અને તેનું રેકોર્ડિંગઆકાશવાણી પાસે મોજૂદ હોવાને લીધેચિંતા કરવાની જરૂર ન હતી. બીજા ૧૫દિવસ પછી હેડક્વાર્ટરના ગ્રૂપ કેપ્ટન જી.એસ. પુનિયાએ ગુરુબક્ષસિંહને ફરી જાણકરી કે હરવિન્દરસિંહ પાકિસ્તાનમાંયુદ્ધકેદી હતા. આ રીતે બબ્બે વખતસધિયારો મળ્યા છતાં ડિસેમ્બર ૧,૧૯૭૨ના દિવસે હવાઇદળના બીજાપાયલટોનું જ્યારે પુનરાગમન થયું ત્યારેફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ તેમાંસમાવેશ પામ્યા ન હતા. ગુરુબક્ષસિંહેફરી પાછો હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો, જેણેથોડા દિવસ બાદ શોકસંદેશો પાઠવ્યો કે,‘તમારો પુત્ર યુદ્ધમાં શહીદ થયો હોવાનેકારણે હવાઇદળ તેમને મળી શકતાપેન્શન, વળતર અને બીજા આર્થિક લાભોમાટે વ્યવસ્થા કરવા માગે છે. આ સાથેકેટલાક ફોર્મ બીડ્યાં છે, જે ભરીનેહેડક્વાર્ટરના સરનામે મોકલી આપશો.’સ્ક્વોડ્રન-લીડર ગુરુબક્ષસિંહનામાથે જે વજ્રપાત થયો તે જુવાનજોધદીકરો ગુમાવનાર પિતા જ કલ્પી શકેતેવો આઘાતજનક હતો. કારમી વ્યથાનાબોજા હેઠળ તેઓ ભાંગી પડ્યા. લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ જો પાકરેડિઓની કબૂલાત મુજબ જીવતા પકડાયાઅને સમાચારનું ધ્વનિમુદ્રણ કરી ભારતેપુરાવો મેળવ્યો તો સરકારે તેમની સોંપણીમાટે પાકિસ્તાન સમક્ષ કડક માગણી શામાટે કરી નહિ ? યુદ્ધકેદીઓને લગતાજિનિવા કરારના અન્વયે તે મુદ્દોઆંતરરાષ્ટ્રીય ધોરણે કેમ ન ઊઠાવ્યો?પાકિસ્તાને તમામ ભારતીય યુદ્ધકેદીઓનેપાછા ન સોંપ્યા, તો ભારતે ત્યાર બાદપાક યુદ્ધકેદીઓને કેમ મુક્ત કરી દીધા ? શા માટે તેમનેબાનમાં પકડી ન રાખ્યા ? સૌથી મોટોપ્રશ્ન એ કે એરફોર્સ હેડક્વાર્ટરે શેનાઆધારે ફલાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દર-સિંહને શહીદ જાહેર કર્યા. વ્યથિત પિતામાટે બધા પ્રશ્નો અનુત્તર રહ્યા.> મેજર એ. કે. ઘોષ  ૧૫મી રાજપૂત રેજિમેન્ટના મેજર એ. કે. ઘોષયુદ્ધના પ્રારંભિક તબક્કે જ પાક લશ્કરનાસકંજામાં આવી ગયા હતા. જેલનાસળિયા પાછળ ધકેલી દેવાયેલા તેઅફસરનો ફોટોગ્રાફ પાકિસ્તાને તેનીચડિયાતી લશ્કરી તાકાતનું પ્રમાણમેજર એ. કે. ઘોષ આપવાના હેતુસર સમાચાર એજન્સીનેમોકલાવ્યો. અમેરિકાના ‘ટાઇમ’ સાપ્તાહિકે તે ડિસેમ્બર ૨૭, ૧૯૭૧ના અંકમાં ૨૯મા પાને છાપ્યો.  ફોટો પરિચયમાંIndian prisoner peers through barsએટલું જ લખાણ હતું, પણ એ ફોટો મેજરએ. કે. ઘોષ યુદ્ધકેદી તરીકે પકડાયાનોદસ્તાવેજી પુરાવો હતો. આથીયુદ્ધકેદીઓની અદલાબદલી વખતે તેમનીવાપસી થવા અંગે શંકા ન હતી.આમ છતાં પાક સરકારે તેમનેમુક્ત કર્યા નહિ અને સિમલા કરાર પછીઇસ્લામાબાદ સાથે યા૨ીદોસ્તી કરવામાગતી ઇન્દિરા સરકારે તેમની વાપસીમાટે આગ્રહ પણ રાખ્યો નહિ. ઘોષનીપત્નીએ કારમા આઘાતને લીધે માનસિકસમતુલા લગભગ ગુમાવી દીધી. ઘોષનાદુઃખી ભાઇ દિલ્હીના સંરક્ષણ મંત્રાલયનાધક્કા ખાતા રહ્યા. મંત્રાલયનાઅધિકારીઓને ‘ટાઇમ' મેગેઝિનનીનકલ દેખાડી ત્યારે તેમને કહેવામાં આવ્યુંકે માત્ર ફોટોગ્રાફ મેજર એ. કે. ઘોષજીવંત હોવાનો કે યુદ્ધકેદી હોવાનો પુરાવોગણાય નહિ. નફ્ફટાઇની સીમા વટાવીજતો એ જવાબ મળ્યા પછી મેજરનાંકુટુંબીજનો લાચાર હતા. લાગણીશૂન્યસરકાર પાસે વધુ અપેક્ષા રાખી શકાયતેમ ન હતી.● ફ્લાઈટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે ડિસેમ્બર, ૧૯૭૧માં રણહાકપડી ત્યારે વિજય તામ્બેએ યુદ્ધમોરચે જવાવિદાય લેતી વખતે પત્નીને કહ્યું :‘દમયંતી, હું ખાસ મિશન પર જાઉં છું.કદાચ પાછો આવી શકું અને કદાચ નહિ.તારી સંભાળ લેજે.' આ વતનપરસ્તફ્લાઇટ-લેફ્ટનન્ટને માત્ર અઢાર મહિનાઅગાઉ પરણેલી દમયંતીનો જવાબ હતોઃ‘વિજય, ‘V’ ફોર વિક્ટરી! આગળ વધો.આખો દેશ તમારી પાછળ છે.’ દમયંતીનુંછેલ્લું વાક્ય તેના માટે અત્યંત કરુણ રીતેભ્રામક સાબિત થવાનું હતું. પતિને દેશનુંજરાય પીઠબળ મળવાનું ન હતું.ડિસેમ્બર ૪, ૧૯૭૧ના રોજહતભાગી ફ્લાઇટ-લેફ્ટનન્ટ તામ્બેનુંપ્લેન તોડી પાડવામાં આવ્યું. બીજે દિવસે‘પાકિસ્તાન ઓબ્ઝર્વર’ નામના અખબારેપાક એરફોર્સ દ્વારા ૪૬ ભારતીય પ્લેનતોડી પડાયાના અતિશયોક્તિભર્યાસમાચાર છાપ્યા. મહત્ત્વની વાત એ કેપાંચ ભારતીય પાયલટો જીવતા પકડાયાહોવાનું અને તેમાં ફલાઇટ-લેફ્ટનન્ટ વી.વી. તામ્બે સામેલ હોવાનું અખબારેજણાવ્યું. પાકિસ્તાનના રેડિઓએ પણતેમની ગિરફતારીના સમાચાર પ્રસારિતકર્યા, જેને ઓલ ઇન્ડિયા રેડિઓએરાબેતામુજબ રેકોર્ડ કરી લીધા.સમાચારમાં તામ્બેને યુદ્ધકેદી તરીકેઓળખાવવામાં આવ્યા. પાકિસ્તાનનુંરેડિઓતંત્ર સરકારી હતું, માટે પાકસરકારે પોતે કરેલી એ કબૂલાત હતી.આમ છતાં યુદ્ધકેદીઓની અદલા-બદલી વખતે વિજય તામ્બેનું સ્વદેશા-ગમન થયું નહિ. દિલ્હીના એરફોર્સહેડક્વાર્ટર સાથે દમયંતી તામ્બેએઅનેકવાર માથાં પછાડ્યાં. અંતે હૈયુંભાંગી નાખતો જવાબ મળ્યો કે, ‘આપનાપતિને હવે મૃત્યુ પામેલા ગણી શકો છો.’હેડક્વાર્ટરે દમયંતીને પેન્શનની તથાવળતરની ઓફર કરતો પત્ર લખ્યો. આજાતનો નાણાંકીય સધિયારો તે સ્વીકારીલે તો સૌભાગ્યવતીનો દરજ્જો ગુમાવીદે, જ્યારે હકીકતમાં ફલાઇટ-લેફ્ટનન્ટતામ્બે જીવતા હોવાનો સ્પષ્ટ નિર્દેશ ખુદપાક સરકાર દ્વારા મળ્યો હતો.> કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડગુજરાતના સાબરકાંઠા જિલ્લાનાહિંમતનગર તાલુકામાં ચાંદરણી ગામેરહેતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડનો જન્મજ દુઃખી જીવન વીતાવવા માટે થયો હતો.માતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્રબે વર્ષના હતા. બીજાં ૧૭ વર્ષ એવાંવીત્યાં કે જે દરમ્યાન સાવકી માતા તેમનીમાતાની ખોટ લગીરે પૂરી શકી નહિ.કલ્યાણસિંહે ત્યાર બાદ ફૌજી કારકિર્દીઅપનાવી લીધી. નિષ્ઠા, શિસ્ત અને ખંતવડે બઢતી પામી અંતે પાંચમી આસામબટાલિઅનમાં કેપ્ટન બન્યા. ૧૯૭૧નાયુદ્ધ દરમ્યાન આસામ રેજિમેન્ટની જેચાર બટાલિઅનો લડી તેમાં કેપ્ટનકલ્યાણસિંહની બટાલિઅન પણ હતી.કાશ્મીરની છામ્બ સરહદે તેણે પાકલશ્કરના આક્રમણને મારી હટાવવાનુંહતું. આ મોરચે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડયુદ્ધકેદી તરીકે પકડાયા અને તે ઘટનાબીજા ભારતીય જવાનો-અફસરોનીનજર સમક્ષ બની.કેપ્ટન કલ્યાણસિંહ ત્યાર પછી ફરીક્યારેય માતૃભૂમિનાં દર્શન કરવા નપામ્યા. પાકિસ્તાનની જેલમાં તેઓ મોતકરતાં બદતર જિંદગી ગુજારતા હોવાનોઆંખે દેખ્યો અહેવાલ યુદ્ધનાં સત્તર વર્ષપછી નાથારામ અનંતરામ નામના કેદીએઆપ્યો, જેનો છૂટકારો માર્ચ ૨૪,૧૯૮૮ના રોજ થયો હતો. આ કેદીએજણાવ્યું કે તેણે કલ્યાણસિંહ રાઠોડને૧૯૮૩માં રાવલિપંડી ઇન્ટરોગેશનસેન્ટરમાં જોયા હતા. ઇન્ટરોગેશનવખતે પુષ્કળ માનસિક અને શારીરિકત્રાસ અપાય તે છે.મુખ્તિયારસિંહ નામના પેલા બીજા કેદીને૧૯૮૮માં કોટ લખપત જેલમાં કેપ્ટનકલ્યાણસિંહનો ભેટો થયો હતો.અહીં સુ ફક્ત સાત ફૌજીવીરોના કિસ્સા વર્ણવ્યા. કેપ્ટનદિલગીરસિંહ જામવાલ, ફ્લાઇંગઓફિસર આર. એમ. અડવાની, સ્ક્વોડ્રનલીડર મોહિન્દર જૈન, લાન્સ નાયકજગદીશ રાજ, કેપ્ટન અવિનાશ શર્મા,ફ્લાઇટ-લેફ્ટનન્ટ એસ. સી. મહાજન,ફ્લાઇંગ ઓફિસર સુધીર ત્યાગી વગેરેબીજા અનેકના બિલકુલ આવા જ દર્દનાકકિસ્સાઓ વર્ણવી શકીએ.યુદ્ધકેદીઓનાં આપ્તજનોએ તેમના પિતા,ભાઇ કે પુત્રની વાપસી માટે જાહેરમાંમાગણી કરી ત્યારે સરકારી વલણ શું હતું.ઇન્દિરા ગાંધીના શાસનકાળદરમ્યાન વડા પ્રધાનના સચિવાલયમાંફરજ બજાવતા મિસ્ટર ધર નામનાઅધિકારીએ યુદ્ધકેદીઓનાં પરિવાર-જનોને ટેલિફોન કરી તેમને વધુ પડતીબૂમરાણ ન મચાવવાની સલાહ આપી.  નહિ તો પાકિસ્તાન આપણાયુદ્ધકેદીઓને મારી નાખશે. હકીકતમાંધર ઇન્દિરા સરકારની બદનામી રોકવાયુદ્ધકેદીઓનાં કુટુંબીજનોને પરોક્ષ રીતેદમદાટી આપી રહ્યા હતા. ફ્લાઇટ-લેફ્ટનન્ટ મનોહર પુરોહિતની પત્નીસુમન પુરોહિતને તથા ફલાઇંગ ઓફિસરઆર. એમ. અડવાનીની પુત્રી ડોલીઅડવાનીને તેમની વિચિત્ર સલાહનાશબ્દો બરાબર યાદ રહી ગયા હતા. આબન્ને મહિલાઓ શિક્ષિત હોવાને લીધેતેમને સામેથી ફોન કોલ મળ્યો. બાકીતો અશિક્ષિત કુટુંબીજનો પ્રત્યેના સરકારીદુર્વ્યવહારને સીમા ન હતી. યુદ્ધકેદીહવાલદાર કે. એલ. શર્માની પત્ની સંતોષશર્માને કડક અવાજે કહી દેવાયું કે સરકારપાસે એકમાત્ર કામ લાપત્તા જવાનોનેશોધી કાઢવાનું ન હતું. આઘાતની મારીસંતોષ થોડા વખત પછી અસ્થિરમગજની બની.ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઇ,રાજીવ ગાંધી, નરસિંહ રાવ, અટલબિહારી વાજપેયી, મનમોહન સિંહ વગેરેદરેક વડા પ્રધાનની સરકારના ચોપડે તોએ યુદ્ધકેદીઓ ક્યારના મૃત્યુ પામી ચૂક્યાહતા, જ્યારે બીજી તરફ પાક જેલોમાંતેઓ મોજૂદ હોવાના મજબૂત સંકેતોઅવારનવાર મળતા હતા. કેટલાક સંકેતોપ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખુદ પાકિસ્તાન દ્વારામળ્યા. દા.ત. ડિસેમ્બર, ૨૦૦૫માંજાણીતા પાક દૈનિક ‘જંગ’ના તંત્રી જાવેદરશિદે ભારતની મુલાકાત લીધી. થોડાદિવસના રોકાણ દરમ્યાન તેઓ યુદ્ધકેદીસુબેદાર અસ્સાસિંહની પત્ની નિર્મલકૌરને મળ્યા અને તેની વ્યથા જાણીનેતેમણે ખેદ અનુભવ્યો. રશિદે ત્યારબાદ એ વાતને પુષ્ટિ આપી કે ભારતનાકેટલાક યુદ્ધકેદીઓ હજી પાકિસ્તાનનીકોહાટ તથા બન્નુ ખાતેની જેલમાં હતા.સ્વદેશ પાછા ફર્યા બાદ તેમણે નિર્મલકૌરની દુઃખભરી કથા વર્ણવતો લેખ‘જંગ’માં લખ્યો. બન્ને દેશો વાતનેગજાવ્યા વગર ખાનગીમાંયુદ્ધકેદીઓની અદલાબદલી કરે એવુંતેમણે સૂચવ્યું. દેખીતું છે કે અગ્રગણ્યદૈનિકના તંત્રી હોવાના નાતે જાવેદરશિદ ભારતીય યુદ્ધકેદીઓ અંગે પાકીમાહિતી ધરાવતા હતા.બીજો દાખલો : ઇસ્લામાબાદખાતે ડિસેમ્બર, ૧૯૮૯માં યોજાયેલાસાર્ક/SAARC દેશોના અધિવેશનવખતે પાકિસ્તાનનાં વડા પ્રધાનબેનઝીર ભુટ્ટોને ભારતીય પત્રકારોએઆપણા ૪૩ યુદ્ધકેદીઓ અંગે પૂછ્યું.બેનઝીરે કહ્યું કે ૪૧ યુદ્ધકેદીઓઅટકાયતમાં હતા અને તેમને મુક્ત કરવામાટે પાક સરકારના પ્રયાસો ચાલુ હતા.ઇસ્લામાબાદમાં ભારતનું પ્રતિનિધિત્વવડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું.બેનઝીરની સ્પષ્ટ કબૂલાત પછી રાજીવગાંધી નિષ્ક્રિય કેમ રહ્યા ? બેનઝીરભુટ્ટોના શબ્દો પકડી રાખી એકતાલીસજણાને પાછા લાવવા કેમ તજવીજ કરીનહિ ? ૧૯૭૨માં માતુશ્રી ઇન્દિરાએકરેલી પહાડ જેવી ભૂલ તેઓ રહી રહીનેપણ સુધારી શકે તેમ હતા, પરંતુરાજકારણમાં ગળાડૂબ એવા રાજીવ માટેએ કામ ગૌણ હતું.ત્રીજો દાખલો : જાન્યુઆરી,૧૯૮૯માં ભારતની Under-19 ક્રિકેટટીમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો.ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધિકારીજયંત જતાર તે ટીમની સાથે ગયા હતા.ગુજરાનવાલા ખાતે બાંગલા દેશનાજલ્લાદ તરીકે કુખ્યાત બનેલા જનરલટીકા ખાન સાથે તેમનો ભેટો થયો. ટીકા ખાન ત્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાગવર્નર હતા. જયંત જતા૨ે તેમને વાત-વાતમાં પોતાના ભત્રીજા ફલાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે વિશે પૂછ્યું. નવાઇ એ છે કે વાત ખાનગી રહે એ શરતે ટીકા ખાને તામ્બે સાથે જતારની મુલાકાત ગોઠવી આપી. અલબત્ત, પ્રત્યક્ષ ભેટાની છૂટ મળી નહિ. જતાર છેટે રહીને જ ભત્રીજાને દેખી શકવાના હતા. બીજે દિવસે સવારે ૭:૩૦ વાગ્યેફૈસલાબાદની ચિનાબ ક્લબ પર લશ્કરના યુનિફોર્મધારીબે માણસો સાથે જયંત જતાર લગભગઅપારદર્શક કાચવાળી મોટરમાં બેસીનેરવાના થયા. પીળા રંગની જેલ પર દોઢકલાકે પહોંચ્યા. સળિયા જડેલી બારી વાટેદૃષ્ટિપાત કર્યો. તામ્બેની પીઠ બારી તરફહતી. ધ્યાન ખેંચવા જતારે ખોંખારો કર્યો.તામ્બેએ નજર ફેરવી પાછળ જોયું. એતામ્બે જ હતા. ચહેરો ખાસ બદલાયો નહતો. થોડીક દાઢી ઊગી હતી અનેમાથાના વાળ લાંબા હતા. ભારત પાછાઆવ્યા બાદ જયંત જતારે લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બેને પ્રત્યક્ષ જોયાનાસમાચાર દમયંતી તામ્બેને આપ્યા.દમયંતી ઉપરાંત તામ્બેની માતા પુત્રનુંમોં જોવા માટે તડપતી હતી. આ મોકોતેને કદી સાંપડ્યો નહિ. ૨૦૧૦માંતેમનું અવસાન નીપજ્યું.ડિસેમ્બર, ૧૯૭૨થી શરૂ કરીનેદિલ્લીની પ્રત્યેક સરકાર આવી બાબતો પ્રત્યે અંધ તેમજ બધિર હતી.  સંસદમાં યુદ્ધકેદીઓ અંગે પ્રશ્નો ઉપસ્થિત કરાયાઅને દરેક વેળા જે તે સરકારે ઉડાઉજવાબ આપ્યો. દાખલા તરીકે સંસદસભ્યએકનાથ ઠાકુરે કરેલા પ્રશ્નના જવાબમાંતત્કાલીન વિદેશમંત્રી પ્રણવ મુખરજીએએમ કહી પ્રશ્નને ટલ્લે ચડાવ્યો કેભારતના ૫૪ યુદ્ધકેદીઓ પાક જેલમાંહતા અને તેમનાં આપ્તજનોનેજાતતપાસ માટે પાક જેલોની મુલાકાતલેવા મળે એવી ભારત સરકારની માગણીપાકિસ્તાને માન્ય રાખી હતી. આપ્રકારનો જવાબ આપી પ્રણવ મુખરજીએઆખો મામલો આપ્તજનોના માથે ઢોળીદીધો, જેનું નિરાકરણ લાવવાનીજવાબદારી વાસ્તવમાં સરકારની હતી.સૂતરના તાંતણે બંધાયેલી આશાનેવળગી રહેલાં ૧૪ સગાંવહાલાંએ જૂન,૨૦૦૭ દરમ્યાન કુલ ૧૦ પાક જેલોનીમુલાકાત લીધી પણ ખરી, પરંતુ કશો અર્થસર્યો નહિ. પાકિસ્તાનમાં સરકારી જેલો૭૭ અને સામંતો જેવા માલેતુજારોએસ્થાપેલી ખાનગી જેલો ૩૦૦ કરતાંવધારે, એટલે તપાસ કરવી તો પણ કેટલીજેલોમાં ? અને શી ખાતરી કે પાકસત્તાવાળાઓ આપ્તજનોની મુલાકાતદરમ્યાન ગુપચુપ રીતે ચલકચલાણાનીઢબે યુદ્ધકેદીઓનો સ્થાનબદલો કરે નહિ?હકીકતે બે મહિના બાદ ઓગસ્ટ ૧૪,૨૦૦૭ના રોજ પોતાના સ્વાતંત્ર્યદિનનિમિત્તે પાકિસ્તાને આપણા ૧૩૩બિનફૌજી કેદીઓને મુક્ત કર્યા ત્યારે એકમુદ્દો નજર સામે આવ્યો. યુદ્ધકેદીઓનાંકેટલાંક આપ્તજનો પોતાના બંદીવાનપુત્ર, ભાઇ કે પિતા અંગે કશીક જાણકારીમળે તે આશયે પંજાબની વાઘા સરહદેઆવા બિનફૌજી કેદીઓને પૂછપરછકરવા આવ્યા હતા. કુલ ૧૩૩ જણા સાથેજેનું પ્રત્યાર્પણ થયું એ તરશેમસિંહનામના કેદીએ માહિતી આપી કે આપણાયુદ્ધકેદીઓને પાક હકૂમતે ભૂગર્ભકોટડીઓમાં રાખ્યા હતા, જ્યાં તેમનાપર સખત શારીરિક જુલમ ગુજારવામાંઆવતો હતો. કોઇને કોઇ કોટડીમાં પ્રવેશમળી શકતો ન હતો. યુદ્ધકેદીઓની ખોજમાટે જે કુટુમ્બીજનોએ પાકિસ્તાનમાંજેલોની મુલાકાત લીધી તેમને છેતરવામાંઆવ્યા હતા.૧૯૭૧થી પાકિસ્તાને ૫૪જવાનોને તથા અફસરોને નર્કાગાર કરતાંબદતર જેલોમાં ગોંધી રાખ્યા હોવાનાહજી કેટલા પુરાવા જોઇએ ? રાજકીયકોઠાકબાડામાં જ મગ્ન રહેતી આપણીસ૨કા૨ોને મન જો કે પુરાવાનું કશું મહત્ત્વન હતું. સૈનિકોને લગતા ફૌજી કાયદાહેઠળ તેમણે સગવડતાપૂર્વક આશરોલેવાનું ચાલુ રાખ્યું. આ કાયદો ટાંકીનેસંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ ડિસેમ્બર૫, ૨૦૦૭ના રોજ પાર્લામેન્ટમાં એમજણાવ્યું કે રણમોરચે missing in ac-tion સૈનિકનો ૭ વર્ષ સુધી પત્તો ન મળેતો સરકાર તેને મૃત્યુ પામેલો ગણી તેનાકુટુંબીજનોને પેન્શન ચૂકવી દે. સંરક્ષણમંત્રીને એમ પૂછી શકાય કે યુદ્ધકેદીઓજીવંત હોવાની વાતને અનેક પુષ્ટિમળી ચૂકી હોય એવા સંજોગોમાંતેમને મૃત્યુ પામેલા ધારી લેવાનોસવાલ ક્યાં હતો?પાકિસ્તાન અડીને બેઠું હોયઅને કબ્જો બળવાન હોય એ જોતાંભારત સરકાર કશું ન કરી શકી હોતએવો ખ્યાલ મનમાં લાવતા નહિ.પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોકાપી નાખી યુદ્ધકેદીઓના મામલાનેઆંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી શકાયતેમ હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ પણ રજૂઆત કરી શકાય તેમહતી. ઇરાકના સદામ હુસેને૧૯૯૧માં કુવૈતના યુદ્ધકેદીઓને નછોડ્યા ત્યારે કુવૈતના અમીરયુદ્ધકેદીઓનાં બાળકો સાથે યુનોનીજનરલ અસેમ્બલીમાં ગયા અને તેહિજરાતાં બાળકોની વ્યથાનો બધાજે દેશોના પ્રતિનિધિઓને ખ્યાલ આપ્યો.પરિણામે યુનોમાં બ્રિટન તથા અમેરિકાનીસંયુક્ત ટીમનું ગઠન થયું તેના દબાણહેઠળ સદામ હુસેને કુવૈતી યુદ્ધકેદીઓનેછોડી મૂક્યા. ભારત સરકાર પાસે ત્રીજોમાર્ગ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો(વિશ્વ અદાલતમાં) ટહેલ નાખવાનોહતો, પરંતુ એ માર્ગ પણ ન અપનાવાયો.આ તરફ ભારતમાં રાજકોટનિવાસી એડવોકેટ એમ. કે. પૉલયુદ્ધકેદીઓની વાપસી માટે અદાલતી રાહેઅથાક લડત ચલાવી રહ્યા હતા. લડતમાંતેમના વકીલ પુત્ર કિશોર પૉલ પણસામેલ હતા. ફરિયાદી પક્ષમાં ૫૪યુદ્ધકેદીઓના કુટુમ્બીજનોનો તથા૧૯૭૧ના યુદ્ધના હિરો લેફ્ટનન્ટ-જનરલ જગજીતસિંહ અરોરાનો પણસમાવેશ થતો હતો. (અરોરા જો કે આજેહયાત નથી). બધું મળીને ૧૧૧ વખતસુનવણી થઇ, જે દરમ્યાન ગુજરાતહાઇકોર્ટે નોટિસ બજાવ્યા છતાં સમયસરપ્રત્યુત્તર ન આપવા બદલ હાઇકોર્ટે કેંદ્રસરકારને બે વખત દંડ ફટકાર્યો. હાઇકોર્ટેઅંતે ડિસેમ્બર ૨૩, ૨૦૧૧ના રોજ કેંદ્રસરકારને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફજસ્ટિસમાં કેસ દાખલ કરવાનું અને ૫૪યુદ્ધકેદીઓનો તમામ આગલો પગારતેમના પરિવારજનોનેચૂકવવાનું ફરમાવ્યું. હાઇકોર્ટે બહાદુર યુદ્ધકેદીઓનીઉપેક્ષા કરવા બદલ કેંદ્ર સરકારને ઝાટકીનાખી. બાર વર્ષે અદાલતી ચુકાદો આવ્યાપછી એડવોકેટ એમ. કે. પૉલના શબ્દો ઃ'I am the happiest person on thisplanet today.'બીજી તરફ કેંદ્ર સરકારની ખોરીદાનત જુઓ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફજસ્ટિસના બારણે જવાના ગુજરાતહાઇકોર્ટના ચુકાદાને તેણે સુપ્રિમ કોર્ટમાંપડકાર્યો અને પોતાનું બચાવનામું તૈયારકરવાના બહાને સ્ટે ઓર્ડર મેળવી લીધો.સંરક્ષણ મંત્રાલયે બંદીવાન સૈનિકોનેડ્યૂટી પર ગણી આપ્તજનોને પગારઆપવાનું કબૂલ્યું, પણ વિશ્વ અદાલતમાંજવા સામે તેને વાંધો હતો. વાંધાનું કારણશું હોય તે કોને ખબર, છતાં જણાય છેએવું કે ૪૦ વર્ષ જૂની બાબત પર વિવાદખડો કરીને તે પાકિસ્તાન સાથેનારાજકીય સંબંધો બગાડવા માગતી નહતી. ખરેખર તો ભારતની વર્તમાન સરકારઉપરાંત તમામ ભૂતપૂર્વ સરકારોનેરાષ્ટ્રસપૂતોની ઉપેક્ષા બદલ દોષિતગણવી જોઇએ.યુદ્ધકેદીઓને પ્યાદાં બનાવનારરાજરમતે તેમના પર અને તેમનાં આપ્ત-જનો પર શી અસર કરી હોય તેનું જરાઅનુમાન લગાવો. કોઇ વયોવૃદ્ધ બાપપોતાની આંખ મીંચાય તે પહેલાં જુવાનબેટાનું મોં જોવા માટે તડપતો હતો, કારણકે પુત્ર રણમોરચે શહીદ થયો છે એમમાનવાને તેનું મન તૈયાર ન હતું. કોઇપત્ની તેના પતિના પુનરાગમનને ઝંખતીહતી અને પુનરાગમન ન જ થવાનું હોયતો મૃત્યુના સત્તાવાર ખબરને પણ કઠણકાળજે સ્વીકારી લેવા તૈયાર હતી, કેમ કેપોતાનો દરજ્જો સધવાનો છે કે વિધવાનોછે તે અનુત્તર પ્રશ્ન તેના માટે દિવસો-દિવસ અસહ્ય બનતો હતો. કોઇ કિશોરપણ વર્ષો પહેલાં તેને માતૃભૂમિના કાજેવિખૂટો મૂકી જનાર પિતાની રાહ જોતોહતો. પિતાની હયાતી અને શહીદીવચ્ચેની અનિશ્ચિત સ્થિતિ તેના વ્યાકુળહૃદય માટે પણ બોજ સમાન હતી. બીજાબીજાઆપ્તજનોની પણ એવી જકરુણાજનક મનોદશા હતી.પાકિસ્તાનના ટોર્ચર-ચેમ્બર જેવાકારાવાસમાં તેમના પ્રિયજને ગયેઅઠવાડિયે દમ તોડ્યો કે પછી આવતીકાલે યા આવતા મહિને તેનોદેહવિલય થવાનો છે એ તેઓ કદીજાણી શકવાના ન હતા, કારણ કેપાકિસ્તાનના ‘સત્તાવાર’ જેલરજિસ્ટર મુજબ તે પ્રિયજનનુંઅસ્તિત્વ જ ન હતું.--અને વાસ્તવમાં જોવા બેસોતો ભારતને મન પણ આવારાષ્ટ્રસપૂતોનું અસ્તિત્વ ક્યાં છે ?પાકિસ્તાનની જેલોમાં તેમની દુર્દશાઅંગે જાણવા કરતાં બીજી ઘણીબાબતો જાણવામાં અને જણાવવામાંઆપણાં સમાચાર માધ્યમોને વધારેદિલચસ્પી છે. આ ચોપ્પન દેશભક્તોભલે વર્ષો થયે દુશ્મનના મુલકમાં અકથ્યયાતના ભોગવતા રહ્યા, પણ આપણાંમોટા ભાગનાં વર્તમાનપત્રો માટે તેછાપવાલાયક કે ટેલિવિઝન ન્યૂઝ ચેનલોમાટે ચર્ચવાલાયક સમાચાર નથી. ક્યારેકઉપરછલ્લી રીતે ઉલ્લેખ કરાય તેભારતીય પ્રજાજનોને શૂરાતન ચડાવવામાટે કાફી નથી, એટલે પાકિસ્તાન સાથેકરાતી વાટાઘાટોમાં યુદ્ધકેદીઓનાછૂટકારા અંગેનો મુદ્દો કદી આગળ ધરાતોનથી. આ બદકિસ્મતોને દેશના નેતાઓબહુ સહજ રીતે ભૂલી ગયા છે. ગરજસર્યા પછી વૈદને ભૂલી જવો એ શિષ્ટાચારન ગણાય, તો ભારત માતાનો સાદ પડ્યેરણમોરચે ધસી ગયેલા સૈનિકોને ભૂલીજનાર રાજકારણીઓ માટે શું કહેવું ?કહેવાનું માત્ર એટલું કે ૪૦ વર્ષ દરમ્યાનપાશવી અત્યાચારો વેઠી ૫૪ પૈકી જેવતનપરસ્ત જવાનો સંભવતઃ આખરેમોતના ખોળામાં પોઢી ગયા હોય તેમનાઆત્માને પ્રભુ શાંતિ આપે અને આપણાકૃતઘ્ન રાજકારણીઓને આત્મા આપે. 

https://www.facebook.com/share/p/1FjtreZ3G3/