kashamash - 3 in Gujarati Love Stories by Roshani Prajapati books and stories PDF | કશમશ એ બીજા પ્રેમની - 3

Featured Books
Categories
Share

કશમશ એ બીજા પ્રેમની - 3

કાશમશ એ બીજા પ્રેમ ની

ભાગ - 3

નીતી તેના રૂમ માં જાય છે. રાહુલ ની ફોટો લઈને પલંંગ પર્ બેસે છે. ફોટા ની સામે જોઈ ને રડવા લાગે છે.રડતા રડતાબોલે છે રાહુલ તું કેમ મને છોડીને જતો રહ્યો તારા વગર મને બિલકુલ ભી ગમતું નથી પણ ખબર નથી કેમ હમણાંથી મયંંક આટલો સારો કેમ લાગે છેેે .. મયંંક મારી ખુબ જ સંંભાળ રાખે છે.મને સારી રીતે સમજે છે. એટલું વિચારતા વિચારતા નીતિ સૂઈ જાય છે . 

બીજા દિવસે નીતિ એના કેબિન માં કામ કરી રહી હતી . તો  એટલા માં એના એના કેબિન ના ડોર માં ટક ટક અવાજ આવ્યો.... એણે કમીન ... એટલું કહી ને એને ઉપર જોયું તો મયંક હતો .. નીતિ એ કહ્યું અરે તમે . મયંક કંઇ ભી બોલ્યા વગર ત્યાં ખુરશી માં બેસી ગયો અને બોલ્યો અમે બધા કોલિગ્સ વિચારીએ છીએ કે આજે કામ ઓછું છે તો બધા કંઈક એક્ટિવિટી કરીએ.... મયંક આગળ કંઈક બોલે એટલા માં જ નીતિ એ કહ્યું મારે એમાં કોઈ ભાગ નથી લેવો હું અહીં બરોબર છું . તો મયંક કહે અરે ચાલો ને મજા આવશે .તો નીતિ ગુસ્સા થી બોલી અરે મેં એક વખત તો કહ્યું કે ન મારે નથી આવું તો ભી તમે પાછળ પડ્યા છો . મયંક ઊભો થઈ ને બોલ્યો અરે તમને શું પ્રોબ્લેમ છે તમે કોઈ સાથે વાત નથી કરતા. ખુલી ને કોઈ સાથે રહેતા ભી નથી ... કોઈ પ્રોબ્લેમ હોય તો કહો તો અમે તમને મદદ ભી કરી શકીએ 


એટલું કહી મયંક બહાર જતો રહ્યો. નીતિ વિચારવા લાગી કે હું કઈ ખરાબ તો નથી બોલી ને ... ઓફિસ માં બધા બહાર આવી ગયા બધા વિચારતા હતા કે શું કરીએ.. એટલા માં નીતિ પણ બહાર આવી. નીતિ ને બહાર જોઈ ને મયંક ખુશ થઈ ગયો... નીતિ બહાર આવી ને ખુરશી માં બેસી ગઈ . બધા એ નક્કી કર્યું કે ટ્રુથ અને ડેર રમીએ.. બધા નીચે બેસી ગયા નીતિ ભી બેસી નીચે. બોટલ ને ગુમાવી બધા રમવા લાગ્યા . .. ત્રણ ચાર વખત ગુમાવ્યા પછી બોટલ નીતિ અને ટીના ની સામે આવી... ટીના એ પૂછું ટ્રુથ કે ડેર.. તો નીતિ બોલી ટ્રુથ .. ટીના એ પૂછ્યું કે આ સફેદ કપડાં કેમ પહેર્યા.. નીતિ એ સાંભળી ને વિચારવા લાગી ... તો ટીના એ કહ્યું વિચાર્યા કરતા જવાબ આપો તો સારું .. નીતિ ની આંખ માં આંસુ આવી ગયા અને બોલી મારા હસબન્ડ જસ્ટ છ મહિના પહેલા જ મરી ગયા છે. આખી ઓફીસ માં મૌન છવાઈ ગયું. નીતિ કે ભી બોલ્યા વગર એના કેબિન માં જતી રહી. કેબિન માં બેસી ને એ રડવા લાગી. કોઈ ને હિંમત નોતી થતી એના કેબિન માં જવાની. 

ઓફિસ ટાઈમ પૂરો થયો . નીતિ બેગ લઈને ઓફીસ ની બહાર ઉભી હતી . ત્યાં મયંક આવ્યો એને ફરી એજ કહ્યું કે હું તમને મૂકી જાઉં . પણ નીતિ એ ન પાડી. એટલા માં એની કાર આવી ને એમાં બેસી ને જતી રહી.. મયંક વિચારવા લાગ્યો કે હું મારી ફિલિંગ કેવી રીતે નીતિ ને જાણવું .. એટલું વિચારી ને એ બાઈક પર બેસી  જતો રહ્યો. નીતિ એના રૂમ માં કોફી નો કપ લઈને બેસી છે અને વિચારે છે કે આ મયંક કેમ મારા પાછળ પડ્યો છે. હું ફક્ત રાહુલ ને જ પસંદ કરું છું. એટલા માં રીતુ આવી ને બોલી કેમ નીતિ એવા તો કયા વિચાર માં છે .. પછી નીતિ એને બધું કહે છે. રીતુ કહે છે અરે આજે બધાને ખબર પડી ગઈ . અરે કઈ વાંધો ને એમાં શું.....

રીતુ કહે નીતિ એક વાત પૂછું શું તમે મયંક પસંદ છે.. તો નીતિ વિચાર માં પડી ગઈ.......


(ક્રમશ:)...