નારિમાઇન પોઇન્ટ... દરિયો એની મસ્તી માં ઘૂઘવતો જતો હતો. અને આજે એ એકલો માત્ર પોતાની સાથે બપોર ના 2 વાગ્યે દરિયે બેસી રહ્યો હતો.
ખૂબ દોડાવ્યો જિંદગીએ એની એને. દોડતા દોડતા એ ક્યારે હાંફતો ગયો એની પણ એને ખબર ન પડી. બસ 20 વર્ષ થી દોડતો જ રહ્યો.
આજે સવારે જ્યારે એ ઉઠ્યો ત્યારે સ્મિતા બાજુ માં સુઈ રહી હતી. બાળકો એના રૂમ માં આરામ કરતા હતા.. જ્યારે એ પોતાના ટાસ્ક પુરા કરવા માટે વહેલો ઉઠી ગયો હતો.
ત્યાં તો અચાનક એના મોબાઈલ પર અજાણ્યા નંબર પર થી એક msg આવી પડ્યો. "Happy birthday dear."
એ વિચારી રહ્યો કે મને dear કહેવાવાળું કોણ છે? એને અમુક વર્ષો પહેલા ના કૉલેજના દિવસો આંખ સમક્ષ તરવળી ઉઠ્યા!
માનસી એની નજર સમક્ષ તરવરી ઉઠી.. પણ અત્યારે અટલા વર્ષે માનસી ક્યાંથી? એ તો વર્ષો થી એને છોડી ને કેનેડા જ સ્થિર થઇ ગઈ હતી.
એણે રિપ્લાય આપ્યો "thanks " but who are u?
સામે થી કાંઈ રિપ્લાય ન આવ્યો. એ એના કામ માં વ્યસ્ત થઇ ગયો. ઘર માં રાબેતા મુજબ કામ શરુ થયું. એ રૂટિન પતાવી ને
ટિફિન લઇ પોતાની કાર માં office જવા નીકળ્યો. મન માં પ્રશ્નો ઉપર પ્રશ્નો અને ધારણા ઉપર ધારણા ના વાવાજોડા આવ્યા કરતા હતા.
એ ઓફિસ પહોંચ્યો.. સ્ટાફ બધા એ સાથે મળી એને વિશ કર્યું.
એણે સ્ટાફ માટે icecream મંગાવી બધાને નાનકડી પાર્ટી આપી.
લંચ બ્રેક પડ્યા પછી એ જ્યારે એનું ટિફિન ખોલી ને બેઠો અને જમ્યો ત્યારે સ્મિતા એ ખાસ આપેલી સૂચના એને યાદ આવી. કે આજે તમારે ખાસ તમારા ચેક અપ માટે ના રિપોર્ટસ પોતાના ફેમિલી ડૉક્ટર પાસે થી લેતા આવવું.
એણે જમી ણે dr પંડ્યાને ફોન ક
રી ને એપોઇન્ટમેન્ટ લઇ લીધીઅને રિપોર્ટ મોબાઈલ માં મોકલી આપવા કહ્યું. પણ dr પંડ્યા, જે એમના ફેમિલી ફ્રેન્ડ જેવા જ હતા એમણે એને નારિમાઇન પોઇન્ટ પર મળવા બોલાવી લીધા.
એ કંઈક ચિંતા માં પોતાની ઓફિસ થી નીકળી, અને દરિયે બેઠો. Dr પંડ્યા ની રાહ જોતો હતો. ઘૂઘવતા દરિયા ને એણે કેટલાય વર્ષે જોયો હશે.. આમ એ મનોમન dr પંડ્યા નો આભાર માનવા લાગ્યો કે એમણે આ જગ્યા એ બોલાવ્યો તો એ કુદરત ની સમીપ આવી શક્યો.
ત્યાં ફરી થી મોબાઈલ પર msg આવે છે, hi dear! એ ફરીથી ચોકી ઉઠ્યો! એ પૂછી બેઠો કે તમે કોણ? જવાબ કશોય ન આવ્યો. પણ dr પંડ્યા આવી ચુક્યા.. એમણે એના હાથ માં રિપોર્ટ ની ફાઈલ મુકી.
એના ખભે હાથ મુકી ને કહ્યું, Happy birth day dear.. હું તને અહીં ખાસ મળવા આવ્યો. આજે તારો 40 મો birth day છે. પણ મારે તને ખૂબ ચેતવવાનો છે. એ એને સાંભળી રહ્યો.
Dr પંડ્યા એને કહેવા લાગ્યા, તારા બધા રિપોર્ટ બોર્ડર પર છે.
અને એક ન મજા આવે ઍવી વાત એ છે કે હેલ્થી અને unhealthy લાઈફ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.
આટલી વ્યસ્ત લાઈફ વચ્ચે તે પોતાના માટે કોઈ સમય જ નથી રાખ્યો. યાદ કર તું આ રીતે ક્યારે બેઠો હોઈશ? યાદ કર તું ખડખડાટ ક્યારે હસ્યો હોઈશ? શું તું તારા જુના મિત્રો ને મળે છે? ક્યારેક વિચાર કે ઘર ના IMI ભર્યા સિવાય અને બિલ ચૂકવ્યા સિવાય પણ તારી પોતાની અંગત લાઈફ છે. શું તું તારી ઉંમર મુજબ ની મિનિટો ચાલે છે
એની પાસે કોઈ જવાબ ન હતો.. Dr પંડ્યા બોલ્યા, ધાર કે જો આજે ક એક અઠવાડિયા બાદ તારુ મૃત્યુ થવાનું હોય તો તું જિંદગી માં ક્યા કામ પહેલા હાથ પર લે? કોને મળવા જા?
એની પાસે સ્તબ્ધ બન્યા સિવાય કોઈ જવાબ ન હતો. ત્યાં મોબાઈલ પર ફરી msg આવ્યો.. Dr પંડ્યા સાથે મીટિંગ પતે પછી સામે harmony caffe છે. તમે ત્યાં આવો, હું ત્યાં મળીશ.
એ ઝડપ થી ત્યાં પોંચ્યો.. સ્મિતા અને તેના બાળકો અને અમુક ખાસ ફેમિલી friends surprise આપવા તૈયાર જ હતા. Dr. પંડ્યા પણ ત્યાં આવી ચુક્યા હતા.
આજે એનો ખરેખર happy birth day હતો. અને આગલી જિંદગી તંદુરસ્ત રીતે પસાર થાય એ રીતે કટિબદ્ધ થયો.