Nirva in Gujarati Letter by Jay Piprotar books and stories PDF | નીરવા

Featured Books
  • સાથ

    શહેરની પ્રખ્યાત દાસ કોલેજના મેદાનમાં રોજની જેમ સવાર સવારમાં...

  • ગાંધીનગર

     બોમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ રચાયેલા આશરે ૧,૯૬,૦૦૦...

  • મારા ગામનું મંદિર

    મારા ગામનું મંદિરમારું ગામ નાનું છે, પણ તેની ધરતી પર પ્રેમ,...

  • નીરવા

    સપ્ટેમ્બર મહિના ની સોળ તારીખ ના રાત ના ૯:૩૦ એ ત્યારે જ્યારે...

  • શ્રીરામભક્ત શ્રી હનુમાનજી

                    ચાલો આજે આપણે શ્રીરામભક્ત હનુમાનજી — ભક્તિ,...

Categories
Share

નીરવા

સપ્ટેમ્બર મહિના ની સોળ તારીખ ના રાત ના ૯:૩૦ એ ત્યારે જ્યારે મને તારો ફોન આવ્યો અને તે મારો હાલ ચાલ પૂછ્યો ત્યારે હું સાચેન થોડોક ચિંતામાં અને બેચેન હતો પણ તારા ચેહરા ઉપર પણ મને જરાક અમથી ચિંતા ની રેખાઓ દેખાઈ અને તે જે હેત થી મને પૂછ્યું મેં એ જ ક્ષણે વિચારી લીધું હવે મને કઈ ન થઈ શકે અને હું થવા પણ નહીં દવ...
હું ICU માં હતો અને મારા પપ્પા મળવા આવ્યા અને કીધું કે એક છોકરી નો ફોન આવ્યો તો પૂછતી હતી સર ને કેમ છે મેં ફોન જોયા વગર જ કઈ દીધું તું જ હોય શકે... તું બોલે તો એટલું મીઠું કે મધમાખીઓ એ ભેગું કરેલું મધ પણ શરમાય જાય....
તને ખબર તારો જન્મદિવસ ભગવાને એટલે છેલ્લે રાખ્યો હશે કે આને તો હું સાવ નિરાંત કરી ને બનાવીશ અને એના પછી કોઈ બીજું આવું નહી બનાવું, તું એક જ છો, તારા જેવું બીજું કોઈ હોઈ પણ ન શકે...
તારા જેટલું કોઈ સુન્દર આ સંસાર માં બીજું કોઈ નહી હોય એમાં પણ જો તું ચણિયાચોળી પેરી લે તો તા જાણે જોગીદાસ ખુમાણ ની ખુમારી, મેઘાણી ના પુસ્તક ની કવિતા, ગિરનાર ના ઝરણા નું નિરંતર વહેતું પાણી એવું માની લે કે સુંદરતા નો સમાનાર્થી પણ આ તો થઈ તારા સૌંદર્ય ની વાત જો વાત તારા સ્વભાવ ની વાત કરું તો મેં આટલું સાફ દિલ વાળું વ્યક્તિત્વ મારા જીવન હજુ સુધી તો નહી જ જોયું, તને જોય ને મને એવી લાગણી આવે હે અલખ ના નાથ બસ આને રાજી રાખો આના બધા દુઃખ મને દઈ દો ખબર શું કામ કારણ કે તને હસતી જોય હું એમ ભી ખુશ જ રેહવાનો, એવું લાગે જાણે આ કલી નામ ના યુગ માં પણ કોઈ ત્રેતાયુગ ની ગોપીને નિહાળવાનો લાહવો મને મળ્યો હોય..
બસ ખાલી મને થોડા થોડા દિવસે હાઇ હેલો કરતી રેજે,
હું એવું ઇચ્છું છું કે મારા ઘરે જો ભગવાન કરે ને દિકરી ના જન્મ થાઈ તો એ તારા જેવી હોય,
સ્વભાવ અને સૌંદર્ય બંને માં....
અને તું ગરબા રમતી રમતી જ્યારે જરાક અમથું મલકાઈ ને ત્યારે ખુદ જાણે ગરબા શરમાય ને ઓગળી તારી પાસે ભેગા થઈ ગયા હોય..
તારી આજુ બાજુ નિરંતર સકારાત્મક વિચારો ની નદી વહે છે, શાયદ તને અંદાજો પણ નહી હોય તું કેટલી ખાસ અને જરૂરી છે મારા માટે પણ. એટલી કે જેમ નદી ને જરૂર હોય પાણીની જેમ સૂરજ ને જરૂર હોય હાઇડ્રોજન ની જેમ માણસ ને જરૂર હોય પ્રાણવાયુની જેમ લાઇટ ને જરૂર હોય વિદ્યુત ની કઈ ક એવું જ સમજી લે...
આ વેહલી સવારે લખેલું છે ત્યારનું સપનું પણ ખોટું નથી હોતું તો આ તો મન ની વાત છે આને યતિશયોક્તિ ન સમજતી તું ખાસ છો ( ખાસ ની બોવ જ ખાસ ) હું દવાખાના માં ૧૬,૧૭ દિવસ રહ્યો પણ સર્જરી પેહલા કે પછી એક ક્ષણ માટે પણ હું દુઃખી નહી થયો મારા ઘરવાળા કે કોઈ ને ભી પૂછી શકે છે અને એનું કારણ માત્ર ને માત્ર તું છો..
મેં બોવ બધું સાહિત્ય વાંચ્યું છે પણ એમાં પણ કોઈ ઈ તારા જેવા વ્યક્તિત્વ નું વર્ણન નથી કર્યું મતલબ ભૂતકાળ માં પણ કોઈ તારા સમીપ ન હતું જો કોઈ તારા જેવુ ત્યારે હોત તો આજે ડાયરો ઓ માં ખાલી તારા જ ગીત ગવાત શાયદ રજાઓ એના રાજ મેલી દેત શાયદ તને જોવા માટે પણ યુદ્ધો થાત એટલે ભગવાન એ તારું સજર્ન પછી કર્યું હશે અને હું તો મારી જાત ને બોવ ભાગ્યશાળી માનું છું કે તું મને ઓળખે છે,
એનાથી વિશેષ શું હોય શકે આ સંસાર માં...