એક સંવેદનશીલ વિષય પર ચર્ચા કરતા પહેલા વાંચકો ને વિનંતી છે કે શક્ય એટલું ખુલ્લું મન રાખે અને શાંતિથી આ વિશે વિચારે.. આજનો ટોપિક યુથ એટલે કે યુવાનો માટે અતિ મહત્વપૂર્ણ છે.. અને એ છે ... "પોર્નોગ્રાફી". મારા પૂર્વે ના લેખો અને વાર્તાઓ માં આ વિશે મુક્ત મને ચર્ચા કરવાની ઈચ્છા હતી .. પણ એ વાર્તાઓ અને લેખો માં મેં આ વિશે વધુ ચર્ચા કરેલ નથી. પણ આજે મારા પ્રિય વાચકો ને આ વિશે જણાવીશ.. આ માટે મારી પાસે કેટલાક પ્રશ્નો છે... જેના ઉત્તર દ્વારા આ બાબત ઘણી સ્પષ્ટ થશે..
નીચે ના પ્રશ્નો યુવકો અને યુવતીઓ દ્વારા પૂછવામાં આવ્યા છે.. અને મેં નામ અને ઓળખાણ ગોપનીય રાખી છે.. તેની નોંધ લેવી..
(પ્રશ્ન : ૧) શું પોર્નોગ્રાફી જોવી યોગ્ય છે? પોર્નોગ્રાફી ના પ્રોઝ અને કોન્સ જણાવો.
(ઉત્તર) : તમારો પ્રશ્ન યોગ્ય છે.. કોઈ પણ વસ્તુ ,વ્યક્તિ કે સંસ્થા સાથે જોડાતા પહેલા અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના પ્રોઝ અને કોન્સ એટલે કે ફાયદા અને નુક્સાન જોઈ લેવા જોઈએ.. પણ એ સમજો એ પહેલા પોર્નોગ્રાફી શું છે.. એ વાત સમજી લો. પોર્નોગ્રાફી સંભોગ અથવા શારીરિક સંબંધ ના વિવિધ આસનો અને પદ્ધતિઓ દર્શાવતી બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા અભિનીત તેમ જ દિગ્દર્શિત ફિલ્મ છે.. જેમ સામાન્ય સિનેમા માં સ્ટોરી હોય છે, ડાયલોગ હોય છે અને એક ઘટના દર્શાવવા માં આવે છે.. તેમ આ પ્રકારની ફિલ્મો માં પણ સ્ટોરી, ડાયલોગ અને ઘટનાઓ દર્શાવવા માં આવે છે.
પોર્નોગ્રાફી નો મુખ્ય ઉદ્દેશ્ય તેના દર્શકોને શારીરિક તેમજ માનસિક રીતે ઉત્તેજિત કરવાનો હોય છે અને તેના વ્યૂઝ જેટલા વધે છે એટલા વ્યૂઝ પ્રમાણે પોર્નોગ્રાફી બતાવનાર પ્લેટફોર્મ ને પૈસા મળે છે. પોર્નોગ્રાફી ફિલ્મો ઈન્ટરનેટ આવ્યા પહેલા પણ બનતી હતી અને વિડિઓ કેસેટ અને સીડી દ્વારા રેકોર્ડ થતી હતી.. પણ ઇન્ટરનેટ આવ્યા પછી આ પ્રકારની ફિલ્મો નો વ્યાપ ઘણો વધ્યો છે. આ પ્રકારની ફિલ્મો ફ્રી માં પણ ઉપલબ્ધ છે.
હવે આ પ્રકારની ફિલ્મો જોવાના ફાયદા સમજી લઈએ..
(૧) પોર્ન જોનાર વ્યક્તિ તેમ જ કપલ્સ એક સર્વે પ્રમાણે સેક્સ એને તેના વિવિધ પાસાઓ વિશે માહિતગાર થાય છે.. સેક્સની બાબત માં સંકોચમુકત બને છે.
(૨) આ પ્રકારની ફિલ્મો કપલ્સ ની રેગ્યુલર તેમ જ બોરિંગ સેક્સ લાઇફ માં ફૅન્ટેસી એલિમેન્ટ ઉમેરે છે.
(૩) સેક્સ્યુઅલ પરફોર્મન્સ અથવા ઉત્તેજના ની તકલીફો તેમજ માનસિક કંટાળો ક્યારેક પોર્ન મૂવી જોવાથી દૂર થાય છે.
(૪) જો પોર્ન ફિલ્મો જોવાથી તમારા રોજિંદા જીવન ને ,સ્વાસ્થ્ય ને , સહજતાને અને કારકિર્દી તેમ જ પરિવાર ને નુક્સાન થતું નથી.. અને તમે એ ફિલ્મો ને ફક્ત ક્યારેક જ .. મનોરંજન અને રોમાન્સ ના હેતુ થી જુવો છો તો એમાં કોઈ વાંધો નથી.
હવે પોર્ન ફિલ્મો જોવાના નુક્સાન ની વાત:
(૧) પોર્ન ફિલ્મો નો વધુ પડતો ઉપયોગ મગજ અને મગજ ની રાસાયણિક પ્રક્રિયાઓ માં લાંબાગાળે ફેરફાર કરે છે.. અને આ રીત ના કન્ટેન્ટ ની આદત લાગે છે.
(૨) પોર્ન ફિલ્મો ક્યારેક સંવેદનહીન અને પશુતા પૂર્વક સેક્સ ના દૃશ્યો થી યુક્ત હોઇ આ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી છે.
(૩) પોર્ન જોઈને રેગ્યુલર હસ્તમૈથુન કરતા લોકો ને વિવિધ પ્રકારની શારીરિક તેમ જ માનસિક તકલીફો થઈ શકે છે તેમ જ સેક્સ એડિક્શન નું જોખમ વધે છે.
(૪) રેગ્યુલર પોર્ન જોતા યુવક યુવતી ઓ પોતાના રિયલ લાઈફ સંબધો થી દૂર અથવા અસહજ થાય છે. તેઓ વધુ એકાંત પ્રિય અને મોબાઇલ એડિક્ટ બને છે.
(૫) પોર્ન એડિક્ટ્સ પેઇડ સેક્સ , બલાત્કાર અથવા અન્ય વિકૃતિ ઓ તરફ દોરાય છે.
આજના સમય માં પોર્નોગ્રાફી જોવી અને જોવડાવી ખૂબ સામાન્ય વાત છે.. પોતાના બાળકો ને આ વસ્તુ ના પ્રોઝ અને કોન્સ વિશે માહિતગાર કરવા.