ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
ગુફાના અંધારામાં ગોળીબારના પ્રચંડ અવાજ ગુંજી ઉઠ્યા. પથ્થરના થાંભલાઓ પર સીસાના અથડામણની ચિંગારી ઝબકારા મારી રહી હતી. શંકર રાવ એક વિશાળ પથ્થરની આડમાં છુપાઈને પિસ્તોલ નું ટ્રિગર દબાવતો હતો—એની આંખોમાં રક્ત પીપાસા ઝળહળતી હતી. ફુલચંદ પોતાના લોકો સાથે એટલો જ દૃઢ હતો.
“શંકર! સરેન્ડર થા!” સજ્જને ગુસ્સે બૂમ પાડી.
“તારી જેવા કૂતરાઓ સામે સરન્ડર?” શંકર રાવનો ખડખડતો અવાજ ગુફાના ગર્ભમાં ગુંજ્યો.
અચાનક બન્ને તરફથી ગોળીબારનો સળિયો થયો. એક બુલેટ ફુલચંદના ખભામાં વાગી, પણ એનો હાથ કંપ્યો નહીં. એણે પોઝિશન બદલી ગોળી છોડતાં જ શંકર રાવના જડબાની નીચે ગોળી વાગી. શરીર ધ્રુજી ઉઠ્યું; એ પથ્થરના થાંભલા સામે અથડાઈ લોહીના દરિયામાં ઢળી પડ્યો. એની આંખોમાં અપાર આશ્ચર્ય ઝબકી રહ્યું હતું— “ફુલચંદ... માર કુતરા... તું મને...” એટલું બોલવામાં તો એના મોં માંથી લોહીના કોગળા નીકળી પડ્યા અને એ ત્યાં જ ઢળી પડ્યો. જે ખજાના માટે અહીં જીન્દી એણે કાવાદાવા કર્યા અને સેંકડો લોકો ના જીવ લીધા એ ખજનો એનાથી માંડ 8-10 ફૂટ દૂર હતો.
“એક ખતમ!”
ફુલચંદે પોતાના સાથીને ઈશારો કર્યો. એના ચહેરા પર ખતરનાક સ્મિત ઝળહળ્યું. પરંતુ પળવારમાં જ એની છાતી પર બે ગોળીઓ તડાકથી વાગી ગઈ. એક ઘૂંટણ પર વળી પડતાં એની આંખોમાં આંચકો નહોતો—ગુસ્સો ઝળહળતો હતો. આખી કારકિર્દીમાં કાયદાને દગો આપતો શખ્સ પોતાના જ ખેલમાં ખતમ થયો હતો. રિવોલ્વર હાથમાંથી સરકી ગઈ, શરીરે અંતિમ ઝટકો લીધો અને એ લોહીના તળાવમાં ઢળી પડ્યો.
ગુફામાં ગોળીબારનો અવાજ ધીમો થતો ગયો, જાણે મૃત્યુ પોતે જ દિવાલોમાં ગુંજીને દમઘોંટૂ શાંતિ લાવી ગયું હોય. બહારનો અંધકાર હવે ગોળીબારના ધુમાડાથી વધુ ભારે લાગતો હતો.
માંગી રામ ભાટી લોહીના ડાઘથી મેલી શર્ટમાં ત્રણ ડરી ગયેલા કોન્સ્ટેબલ સામે ઊભો હતો. એની આંખોમાં એવી ઠંડક હતી કે જાણે માનવતા એમાં ક્યારની મરી ગઈ હોય.
“જાણો છો તમે હવે શું છો?” એનો અવાજ ધીમો હતો, પણ દરેક શબ્દમાં દહાડતી ધમકી છુપાયેલી હતી.
“સરકાર માટે, એક ભાગેડુ ને મદદ કરનારા દગાખોર અને ભ્રષ્ટ પોલીસ કર્મી. ભલું હશે તો તમારા બધાના નામે વોરંટ ઇસ્યુ થઇ ગયા હશે. જેવા તમે શહેરમાં જશો કે તરત ધરપકડ થશે અથવા એન્કાઉન્ટર. જયારે અહીં.. મારી સામે.. આજે તમને મરી જવા માટે પગાર નહીં મળે... બસ, એક બુલેટ.”
કોન્સ્ટેબલો ભયથી એકબીજા ના ચહેરા જોવા લાગ્યા. ચંદ રૂપિયાની લાલચમાં આવીને સમાજમાં ઈજ્જત પાક્કી સરકારી નોકરી દાવ પર લગાડીને એમણે શું મેળવ્યું હતું એની મનોમન ગણતરી કરવા લાગ્યા. નાનું મોટી લાંચ જ્યારથી લેવાની શરૂ કરી ત્યારથી અત્યાર સુધીની જિંદગી જાણે ફાસ્ટ ફોરવર્ડ રૂપે એ ત્રણે જનની નજર સામેથી પસાર થઇ ગઈ.
માંગી રામે સિગરેટ સળગાવી; એની આગનો પ્રકાશ ચહેરા પર શેતાની તેજ પાથરતો હતો.
“પણ તમારા જેવા હરામનું ખાનારા પર હું એક અહેસાન કરવા માંગુ છું. જો આજે ખજાનો મારી સાથે લાદી દેશો તો તમારી ત્રણ પેઢીનો ભૂખમરો ભૂલી જશે. તારા બાળકો સ્કૂલમાં, તારો બાપ કારમાં, તારી પત્ની ઘરમાં... કેવું લાગે છે ગમશે ને તમને લોકો ને એ જિંદગી?
એક કોન્સ્ટેબલ થોડી હિંમત કરીને બોલ્યો: “પણ સાહેબ... કાયદો…”
માંગી રામ ખડખડાટ હસ્યો. “કાયદો? કાયદો મરેલો છે. એ તો આ ગુફામાં જ મરી ગયો. ફુલચંદ? એનો કાયદો? એ પણ પૈસે ખરીદાયેલો હતો.”
ત્રણેય કોન્સ્ટેબલના ચહેરા પર અસ્પષ્ટ અંધકાર છવાય ગયો. તેઓ એકબીજાની આંખોમાં જોયું... પછી એક પછી એક પોતાના હથિયારો જમીન પર મૂકવા લાગ્યા.
“સમજદાર છો,” માંગી રામે ધીમેથી કહ્યું અને પાછળ ઉભેલા સજ્જન સિંહ તરફ ઈશારો કર્યો.
“આ તમારા નવા મલિક. સલામ કરો. અને ઉપાડો બે બે કોથળા—ચાર કિલોમીટર જંગલમાં લઈ જવાના છે. જો અર્ધા કલાકમાં પહોંચાડી દેશો તો દસ-દસ લાખ અલગથી અપાવીશ.”
માંગી રામે બાજુમાં ઊભેલા પોતાના બે આદિવાસી શિકારી તરફ ઈશારો કર્યો. એકે ટોચ પર પહેરેલી લેન્ટર્ન ઉંચકીને આકાશમાં સાંકેતિક અવાજ કર્યો. ક્ષણમાં જ આસપાસના ઝાડોની પાછળથી પાંચ આદિવાસી બહાર આવ્યા. તેમની આંખોમાં જંગલની કુશળતા અને શરીરમાં જંગલી ચપળતા ઝળહળી રહી હતી.
“આ લોકો તમને સલામત લઈ જશે,” માંગી રામે ધીમેથી કહ્યું, પછી એક કશ લઈને સિગરેટની રાખ ઝાડના મૂળ પાસે ઠાલવી.
“પણ યાદ રાખજો—જે કોઈએ દગો આપ્યો, એનો જીવડો અહીં જ દફનાઈ જશે.”
હવે લગભગ વીસ કોથળા ઊંચકવાના હતા. ખભા પર ભાર ચઢાવતાં એક પછી એક માણસ હાંફતા શ્વાસમાં ખજાનો લઈને ચાલવા તૈયાર થયા.
ગુફાના અંધકારમાંથી એક શીતળ હવાનો વંટોળ બહાર નીકળ્યો—જાણે મૃત્યુના શ્વાસનો સંકેત આપતો હોય. પરંતુ સજ્જન સિંહને ખબર નહોતી કે આ લડાઈ હજી પૂરી નથી...
બહાર હવે રાત ગાઢ થઈ ગઈ હતી. પાનખર પવનમાં પાનખરની સુગંધ અને બંદૂકોના ધુમાડાનો કડવાશ ભળી ગયો હતો. નવા આવેલ આદિવાસીઓ એ છુપાવેલા લાકડાના કઠેડા ઝાડીમાંથી કાઢ્યા. ખજાનાના કોથળા લાકડાના ભારે કઠેડા પર બાંધી દેવાયા. ચાર-ચાર માણસો ખભા પર કાંઠો ઉંચકીને ધીમે ધીમે જંગલમાં ચાલવા લાગ્યા.
આગળ આદિવાસી શિકારી લેન્ટર્ન ઉંચકીને અજાણ્યા માર્ગ બતાવતા. તેમની આંખોમાં અજાણી શાંતિ હતી—જાણે આ પહાડોના રહસ્યો માત્ર તેમને જ ખબર હોય. દરેક પગથિયે પથ્થરના ખખડાટ, બંદૂકોની ઝણઝણાટ અને ભારેલા શ્વાસનો અવાજ ભયાનક સંગીત રચી રહ્યા હતા.
ઝાડની ઘેરી છાયા માંથી સજ્જન સિંહ રસ્તો જોયો કરતો હતો. એની આંખોમાં જીતનો તેજ ઝળહળતો હતો. એણે માંગી રામને હળવેકથી બોલાવ્યો અને ઠંડા અવાજે કહ્યું:
“યાદ રાખજે માંગી—તું બોસ બની રહ્યો છે એનો મને વાંધો નથી. પણ હંમેશા યાદ રાખજે... તું મારો ગુલામ છે.”
માંગી રામના ચહેરા પર ક્ષણિક સ્મિત ઝબક્યું—એ સ્મિત શું સ્વીકારનું હતું કે કોઈ છુપાયેલી યોજનાનો? એ અજાણ્યું રહ્યું. સજ્જન સિંહે પોતાના હોઠ પર ધીમેથી કહ્યું: “હવે આ ખજાનો... મારો છે.”
xxx
કુંભલગઢની એક અત્યંત આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ ના સ્પે. રૂમમાં બેડ પર બેઠેલા પૃથ્વી ને સ્ટેથોસ્કોપ થી ચેક કરતા ડોકટરે નર્સ ને સૂચના આપતા કહ્યું. “ચાકુ એ ડાબા પડખામાં થી ચામડીનું લચકુ ઉડાવી દીધું છે. સારું છે કે પાંસળી બચી ગઈ છે અને ડાબા ખભામાં જ્યાં પહેલા ગોળી વાગી હતી ત્યાં ચાકુના કેટલાક ઘા અને ડાંગથી મૂઢ માર વાગ્યો છે. નસીબદાર છે. હવે આરામ જોઈએ. સેલાઈન પૂરી થયા પછી પેઇનકિલર ઇન્જેક્શન આપી દેવું.”
પૃથ્વી સહેજ વ્યંગ કરતા બોલ્યો “ડૉક્ટર, મને જંગલમાં એ ગુંડા સાથે લડાઈ કરતા ચાકુની જેટલી બીક નહોતી એટલી તમારા ઇન્જેક્શનની લાગે છે.”
ડૉક્ટર (સ્મિત કરીને): “જંગલમાં તું બચી ગયો, અહીં અમારે તને સાવ સાજો કરવો છે. આરામ કર.” કહીને રૂમમાં પ્રવેશેલા પૂજા અને વિક્રમને કહ્યું. "એમને બહુ સ્ટ્રેશ પડે એમ વાતો ન કરતા, અને આરામ કરવા દેજો. ડૉક્ટર અને નર્સ બહાર નીકળી જાય છે. રૂમમાં શાંતિ છવાઈ છે. ફક્ત સેલાઈન ના ટીપાં પડવાનો અવાજ. છે.
પૂજા ખુરશી પરથી ઊભા થઈને, ધીમા સ્વરે બોલી “પૃથ્વી… તને હું ફક્ત ત્રણ દિવસથી જ ઓળખું છું. ત્યારે, દુબઈમાં, સુમતિ આંટી ની તબિયત બગડેલી… અને ત્યાં તું અચાનક મદદ કરવા ઊભો રહ્યો. આજે ફરી એ જ થયું — મારી જિંદગી બચાવી.” કહેતા એનાથી ડૂસકું ભરાઈ ગયું. પછી બોલી “હું શું કહું તને? આ બધું શું કોઈ સંજોગ છે… કે કોઈ અજાણી કડી છે?”
પૃથ્વી એ ઊંડો શ્વાસ લેતા કહ્યું. “પૂજા, આને કડી કે ભાગ્ય સાથે ન જોડ. હું ફક્ત મારી ફરજ કરું છું — માણસાઈની. તને મદદ કરી એમાં કંઈ ખાસ નથી.”
પૂજા ધીમે, પણ દૃઢતાથી બોલી. “ના, પૃથ્વી. ખાસ છે. કારણ કે લોકો તો આંખ આડા કાન કરી જાય છે. પણ તું ત્રણ દિવસમાં બે વાર મારી સામે ઢાલ બની ઊભો રહ્યો છે. આભાર કરતાં પણ વધારે કંઈક અનુભવું છું હું…”
પૃથ્વી હળવેથી અધૂકડો બેઠો થયો. અને એક સખ્ત નજર વિક્રમ પર નાખતા કહ્યું. “વિક્રમ. એન્ટવર્પ માં જેઓ મને મારવા આવ્યા હતા, મારો એક સાથી આઈસીયુમાં છે એને કોણે મોકલ્યા?”
વિક્રમ (શાંતિથી, આંચલિક અવાજમાં): “હું જ. પણ મારો હેતુ તને ખતમ કરવાનો નહોતો. મને જીતુભા અને તારી જરૂર હતી શેરાને ખજાનાના જવાબદારી માંથી મુક્ત કરાવવા.”
પૂજા (ચોંકીને કહ્યું “વિક્રમ…? અને કયો ખજાનો.???
વિક્રમ : હું તને પછી બધું સમજવું પુજુ. હમણાં આ પૃથ્વીના મન ની શંકા નું સમાધાન કરી લેવા દે." કહી પૃથ્વી તરફ જોયા વગર કહ્યું “હું સ્વીકારું છું, એ મારી સૌથી મોટી ભૂલ હતી. પણ એ સમયે હું મજબૂર હતો. ખજાનાની જવાબદારી, જે પેઢીઓથી શેરા પર હતી, એને મુકત કરવા માટે મને જીતુભા અને તારી જરૂર હતી. પણ રસ્તો ખોટો પસંદ કર્યો.”
પૃથ્વી કડક અવાજે બોલ્યો “ખોટો રસ્તો ? હું મરી જાત. મારો કલીગ મરણ પથારીમાં છે. મારા સસરાને કિડનેપ કર્યા. મારા મિત્ર ની નોકરી.. અને સહુથી વધુ. તારા લીધે મારી સોનલ ખૂબ હેરાન થઈ છે, વિક્રમ.છોડીશ નહીં હું. તને.”
રૂમમાં મૌન છવાય ગયું, માત્ર સેલાઇનની ટીપાં પડવાનો અવાજ હતો. વિક્રમ પૃથ્વી જોતો, ગંભીર અવાજે બોલ્યો. “હું તારો ઋણી છું. કદાચ આખી જિંદગી રહીશ. જીતુભા સાથે બધું સ્પષ્ટ કરીશ.”
પૃથ્વીએ મોઢું ફેરવતા કહ્યું. “મારે જવું છે. જીતુભાનો જીવ જોખમમાં છે. ત્યાં સોનલ બા, અને મોહિની ભાભી પણ એકલા છે. પાકિસ્તાની જાસૂસ પણ ઉદયપુરમાં ફરી રહ્યા છે. તું આ બધું જીતુભાથી વાત કર. તારા પર મને હજુ પણ જરા પણ વિશ્વાસ નથી. અને હા હું તારાથી જરાય ડરતો નથી. હું ઘાયલ છું. તારી પાસે મને ખતમ કરવાનો આવો મોકો બીજી વાર નહિ હોય." કહીને એ પલંગ પરથી ઉભો થયો અને બારણાં બાજુ ચાલ્યો જેવા પાંચ છ ડગલાં ચાલ્યો હશે કે અચાનક ફસડાઈ પડ્યો. પણ એ જમીન પર પડે એ પહેલા વિક્રમે દોડીને એને પકડી લીધો. પૂજા બોલી ઉઠી કે "અરે, પૃથ્વી શું થયું?"
પૃથ્વીએ કઈ જવાબ ન આપ્યો. પૂજાએ ગભરાઈને વિક્રમ સામે જોયું. વિક્રમના ચહેરા પર એક મુસ્કાન હતી. એણે ધીરેથી પૂજાને કહ્યું. "મેં જ ડોક્ટરને કહ્યું હતું કે એને સલાઇનમાં ઊંઘની દવાનો ડોઝ ભેળવવાનું. એને આરામની સખત જરૂરત છે. તું સલામત છે. હવે મને કઈ ફિકર નથી. હવે હું જાઉં છું. શેરા અને જીતુભાની મદદ કરવા માટે.
પૂજા બન્નેને જોઈ રહી છે—એક તરફ કડક પૃથ્વી, બીજી તરફ અફસોસમાં ડૂબેલો વિક્રમ. વાતાવરણ ભારોભાર થઈ ગયું છે. સ્વાગત જ પૂજા બબડી ઉઠી. 'પ્રૃથ્વી… તું એ ક્ષણે મારી પાસે દેવદૂતની જેમ આવી ગયો હતો. મારી જાન, મારી ઇજ્જત… બધું તે બચાવ્યું.. તારા લીધે આજે હું અહીં શ્વાસ લઇ રહી છું. તારી સામે મારું માથું હંમેશા ઝૂકેલો રહેશે. પણ વિક્રમ… તું તો મારી ધડકન છે. તારી ભૂલો, તારા કાવતરાં… એણે સૌને તકલીફ આપી. જીતુભા, સોનલ, પૃથ્વી, અહીં સુધી કે સુરેન્દ્રસિંહને પણ. છતાં પણ મારા હૃદયનો એક ખૂણો કહે છે કે વિક્રમે કર્યું એ બરાબર જ કર્યું છે. પણ એણે મને કહ્યું હોત ... અરે સોનલ તો એની ફ્રેન્ડ હતી એને કહીને ડાયરેક્ટ જીતુભાને મળ્યો હોત ... ' ભાંગેલા હ્ર્દયે એ પોતાના દિલને દિલાસો આપી રહી હતી છેવટે એણે વિક્રમને કહ્યું. "ચાલ વિક્રમ પૃથ્વીને આરામની જરૂર છે. "
xxx
જયારે શેરા અને લખન ખજાના વાળી ગુફામાંથી છુપા દ્વાર માંથી ગુફાની ભાર જંગલના કોઈ અજાણ્યા ખૂણે નીકળ્યા ત્યારે એમનાથી 50-70 ફૂટ દૂર જીતુભા અને ગિરધારી પહોંચ્યા હતા. અચાનક ધડાકાભેર અરાવલીની પહાડીમાં ગડગડાટ થયું અને અંધકારને ચીરતો એક ચમકારો થયો આજુબાજુના નાના મોટા પઠહરો સહેજ સરક્યા અને જાણે આખું જંગલ જીવન્ત બની ગયું હોય એમ પશુ પછી ની ચિચિયારી અને ત્રાડો ના અવાજથી ભરાઈ ગયું. અને એકાદ મિનિટ પછી શેર અને લખન જાણે પથ્થર ફાડીને નીકળ્યા હોય એમ ચારેક ફૂટ ઉપરથી પટકાયા, અને ધૂળ ની નાનકડી ડમરી ઉભી થી. અને તરતજ બધું શાંત થઇ ગયું. જીતુભા અને ગિરધારી દોડીને એમની પાસે પહોંચ્યા. એ જ વખતે માંગી રામ ફુલચંદ ની લાશ પાસે ત્રણે પોલીસ વાળને પોતાની સાથે ભળી જવાની લાલચ આપી રહ્યો હતો. તો એજ વખતે. સુરેન્દ્ર સિંહ સોનલ અને મોહિની ને લઈને ધર્મશાળા પર પહોંચ્યા હતા. તો એમનાથી 3 કિલોમીટર દૂર શ્રી નાથદ્વારા ની અંધારી ગલીમાં એક સ્થાનિક પ્રતિષ્ઠિત ડોકટરના બંગલાની અંદર બાપ નો માલ હોય એમ નાઝ અને અઝહર ડોકટરના બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા જયારે ડોક્ટર બાજુના રુમમાં શાહિદને પાટાપિંડી કરી રહ્યા હતા. કેમ કે ડોક્ટરનું વ્હાલસોયી પત્ની એક માત્ર સંતાન એમની સાત વર્ષની વ્હાલસોયી દીકરી બંને બેડરૂમના બાથરૂમમાં બંધાયેલ અવસ્થામાં હતા.
ક્રમશઃ