માતા નું શ્રાધ્ધ
સવારથી જ ઘરમાં ઉતાવળ હતી. અજિતની પત્ની એક તરફ રસોડામાં અને બધી જગ્યા એ દોડાદોડી કરી રહી હતી, બીજી તરફ પાતીલમાં દાળ ઉકાળી રહી હતી. થાકેલા શ્વાસ વચ્ચે પણ એ બોલી ઊઠી—
“અજિત, જરા પાણી ગરમ કરાવી દો, બ્રાહ્મણોને જમાડવાના પહેલાં હાથ ધોવડાવવા ના છે.”
અજિત ચૂપચાપ ઊભો હતો. આંખો સામે સતત માતાનો ચહેરો આવતો હતો. પત્નીના અવાજ પર પણ એને જવાબ આપવાનો મન નહોતો. અંતે ધીમેથી બોલ્યો—
“હા… કરી દઈશ.”
બ્રાહ્મણો આવ્યાં. જમવા બેસાડ્યા. પત્ની હોશે–હોશે થાળી ભરતી હતી, પણ અજિતનું મન ક્યાંક દૂર ખોવાઈ ગયું હતું. એને યાદ આવતું હતું—
> “બેટા, તું ભણજે, તું મોટો માણસ બનજે. હું મજૂરી કરી લઉં છું.”
એ યાદ આવતું હતું—
> “મને ભૂખ લાગી છે મા.”
“લે બેટા, તું ખાઈ લે, હું પછી ખાઈ લઉં છું.”
એનાં હૃદયમાં જાણે આગ સળગતી હતી. આંખોમાંથી આંસુ વહી પડ્યાં. પત્નીએ જોયું અને ધીમેથી પૂછ્યું—
“શું થયું તમને?”
અજિત ગળું ભરી બોલ્યો—
“મારી મા… મેં એને ક્યારેય સાચું માન આપ્યું જ નહીં. એણે કેટલી મહેનત કરી… પણ હું તો સાસરીના વૈભવમાં ફસાઈ ગયો. હું એને પોતાની પાસે બોલાવી પણ ન શક્યો.”
પત્ની થોડી ક્ષણ મૌન રહી. એના પણ આંખ ભીંજાઈ ગયાં.
“અજિત… જે થયું એ પાછું તો ન થઈ શકે, પણ આજે તમે જે પસ્તાવો કરી રહ્યા છો, એ જ તમારી માતાને સાચી શ્રદ્ધાંજલિ છે.”
બ્રાહ્મણો જમાડીને પછી અગાસીમાં વાસ મૂકવામાં આવ્યો. આખું કુટુંબ નિહાળતું રહ્યું. થોડી વાર પછી એક કાગડો આવીને વાસ પર બેઠો અને અન્ન ચાખી ગયું.
અજિતનાં હોઠ અનાયાસ કંપી ઊઠ્યા. એ હાથ જોડીને આકાશ તરફ જોયો—
“મા… મને માફ કરજો. હું તમારી સેવા ન કરી શક્યો. પણ હવે પ્રતિજ્ઞા કરું છું—જ્યાં પણ કોઈ માતા–પિતા સંઘર્ષમાં હશે, હું એમના સંતાન સમાન બની સહારો આપીશ. તમારી યાદમાં હું બીજાને સંભાળીશ.”
એ બોલતાં એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. પત્નીએ તેની ખભા પર હાથ મૂક્યો.
ત્યારે જ અજિતને લાગ્યું કે કાગડાની આંખોમાંથી જાણે એક સંદેશ વરસી રહ્યો છે—
"બેટા, પસ્તાવાથી કંઈ બદલાતું નથી, પણ સંકલ્પથી જીવન બદલાય છે. જો તું બીજાના માતા–પિતાને સંતાન સમાન માનશે તો એ જ મારી સાચી સેવા ગણાશે. મારું જીવન તારા માધ્યમથી આગળ વધશે."
અજિતે માથું નમાવ્યું. એ પળે એને અંદરથી હળવાશ અનુભવાઈ. જાણે વર્ષોનો ભાર ઉતરી ગયો હોય.
એટલે જ કવિ કહે છે કે
માંની મમતા સાગર સમી, પિતા છે છાયાં વૃક્ષ,
સુખ–દુખ સહન કરી આપે, જીવનને મજબૂત દિશા એક.
ભૂખ્યા રહી ને ખવડાવે, તરસ્યા રહી ને પીવડાવે,
સપના પોતાના તોડી ને, સંતાનના સપના સજાવાવે.
રાત્રીના અંધકારમાં દીવો, દિવસના તાપમાં છત્ર,
તેમના આશીર્વાદ વગર અધૂરું, જીવનનું દરેક પત્ર.
સંતાનનું કર્તવ્ય એ જ કે, ન ભૂલે એનો ઋણ,
વૃદ્ધાવસ્થામાં સહારો આપવો, એ જ સાચો ધર્મ–પથ સચિન.
ન બનું ક્યારેય સ્વાર્થનું દાસ, ન અવગણું તેમનો ત્યાગ,
માં–બાપના ચરણોમાં જ છે, દુનિયાનો સારો રાગ.
અંતિમ સંદેશ
માં–બાપનું સ્થાન દુનિયામાં સર્વોચ્ચ છે. માંનો પ્રેમ નિશ્વાર્થ છે, એ બાળક માટે પોતાના જીવનના સુખો ત્યાગી દે છે. પિતા સંતાનને સંસારના દરેક તોફાનથી બચાવતો છત્ર છે. બાળકના જન્મથી લઈ વૃદ્ધાવસ્થા સુધી માં–બાપ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે—ભોજનમાં પોતે ભૂખ્યા રહી સંતાનને ખવડાવવું, મુશ્કેલીમાં પોતાના સપના છોડીને સંતાનના ભવિષ્ય માટે કામ કરવું, આ બધું તેમના જીવનનો અવિભાજ્ય ભાગ છે.
પરંતુ ઘણીવાર સંતાન મોટું થઈને, પોતાના નવા પરિવારમાં વ્યસ્ત થઈને, માં–બાપની સેવા અને સંભાળને ભૂલી જાય છે. આ જ સૌથી મોટું દુઃખ છે, કારણ કે જે માં–બાપે જીવનભર માત્ર આપ્યું છે, તેમને સંતાન પાસેથી અંતે સહારો અપેક્ષિત હોય છે.
સંતાનનું સાચું કર્તવ્ય એ જ છે કે વૃદ્ધાવસ્થામાં માતા–પિતાને પ્રેમ, આદર અને સંભાળ આપે. જેવો સ્નેહ આપણને બાળપણમાં મળ્યો હતો, એવો જ સ્નેહ આપણે વળતો આપવો જોઈએ. આ જ જીવનનો સાચો ધર્મ અને સર્વોત્તમ પુણ્ય છે.