industrial City in Gujarati Magazine by Munavvar Ali books and stories PDF | ઉદ્યોગનગરી

Featured Books
Categories
Share

ઉદ્યોગનગરી

હાલનો સમય સ્પર્ધાનો થઈ ગયો છે.

ટેકનોલોજી અને તેનો બહોળા પ્રમાણમાં થતા ઉપયોગ ક્યારેક અચંબિત કરી દે છે, આમ થવાથી માર્કેટમાં ખૂબ મંદી આવી ગઈ છે નાનકડા આવા મારા શહેરમાં ભોજન સિવાય દરેક ક્ષેત્રમાં સ્પર્ધા થતી જ રહે છે. 

એક સાંજે હું મારું દૈનિક કાર્ય પૂર્ણ કરીને નોકરી એ થી પરત ઘરે જઈ રહ્યો હતો ત્યાં કાપડના બજારમાં થતી સ્પર્ધાઓ મે નિહાળી એક દુકાન જે અંકલેશ્વરની જાણીતી કાપડ ની શૂટિંગ અને શર્ટિંગ ની દુકાન છે ત્યાં બોર્ડ માર્યું હતું તે મેં જોયું 'મોનસુન સ્પેશિયલ ઓફર દરેક શર્ટ પેન્ટ ની સિલાઈ 40% ની છૂટ"

મેં વિચાર્યું "ઑત્તારી! પગાર આવે એટલે તરત અહીં જ આવી જઈશ. કેમ કે, હું અહીંથી જ કાપડ સીવડાવું છું."

ખાટું શ્યામ સિલેક્શન નામે દુકાન જોઈ ત્યાં પણ બોર્ડ માર્યું હતું, "દુકાન બંધ કરવાની હોવાથી કાપડ લઈ જાઓ 35% છૂટ ના ભાવે"

મેં નક્કી કરી લીધું આને ત્યાંથી કાપડ લઈને મારા દરજી ને ત્યાં જ્યાં ૪૦ ટકા ની છૂટ છે ત્યાં સીવડાવી લઈશ. 

પછી હું ચાલતો ચાલતો સ્ટેશને પહોંચ્યો ત્યાં રૂસ્તમ પ્લાઝા ની એક દુકાનમાં મૂકેલું બોર્ડ વાંચ્યું કાપડની ખરીદી પરથી સિલાઈ તદ્દન ફ્રી. 

મને મનમાં થયું "જબરજસ્ત કોમ્પિટિશન છે દોસ્ત!" 

ત્યાં તો મોબાઈલ ફોન રણક્યો

પિતાજી નો ફોન હતો જેને પતાવીને હું મોબાઈલમાં  સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસીયું.

કંથારીયા ગામે જકરીયા મસ્જિદની સામે ૪૦૦ રૂપિયામાં કોઈપણ એક કાપડ મળશે અહીં દરેક રંગમાં ત્યાંજ પેટર્ન ડિઝાઇનર કુર્તી પાયજામા બધા કાપડનો એક જ ભાવ ₹400 

થોડી સ્ક્રોલ કર્યા બાદ બીજી એડ જોઈ ૫૦૦ રૂપિયામાં બે કાપડ ખરીદશો જે એક પર એક ફ્રી છે એટલે કે ₹500 માં બે કાપડ સુરતમાં નવા બજારમાં અલકરીમ ચા વાળાની સામે. 

હવે મને મૂંઝવણ થઈ "લેવું તો લેવું શું?"

એટલામાં મેં જોયું 'હયાત પેલેસ હોટલમાં સેલ શરૂ થઈ ગયો છે. આવો અને નિહાળો મોંઘા દાન બ્રાન્ડેડ કપડા સસ્તા ભાવે.'

મને વિશ્વાસ ન થયો છતાં અડધો કલાક વિચાર્યા બાદ બીજા દિવસે સવારે એટલે કે રવિવારે પહેલી ટ્રેન પકડીને ભરૂચની હોટલનો એ સેલ જોયો. 

બકવાસ!!

શર્ટ નો ભાવ ₹1,299 અને 1899 અને લેવિસ તેમજ અન્ય સારી બ્રાન્ડેડ 950 બધા રૂપિયામાં

લોકલ શર્ટ અને બજારના ભાવમાં 350 અથવા 299 માં 279 ના ભાવે વેચાતા હોય છે અહીં તો ટીશર્ટ અડધી બાયની 750 રૂપિયા લૂંટ ચલાવી છે કે શું? 

પછી સોમવારે સવારે ઓનલાઈન બે શર્ટ 350 રૂપિયા મંગાવ્યા શું આ મારું પગલું યોગ્ય ગણાય? 

મને મારા પરમ મિત્ર નો ફોન આવ્યો કહેવા લાગ્યો કે ઓમકાર શોપિંગ સેન્ટર મારી સાથે આવજે 850 રૂપિયામાં જોડી મળશે જ્યાં તું બે શર્ટ ખરીદી પર કાં બે પેન્ટ ખરીદી પર બીજી પાંચ પેન્ટ મેળવશે એટલે કે તેને સાત પેન્ટ 4500 5000 ની શ્રેણીમાં મળી રહેશે એટલે કે તું જોડી બનાવશે તો તને સાડા આઠસો રૂપિયામાં જોડી બની જશે.

આ ઉધોગ સિવાય અન્ય ઘણા ધંધા એવા છે જે લોકો કરવા લાગ્યા છે.

હવે જ્યારે એક કેળાવાળો ભલો ધંધાર્થી 16 દિવસથી પિરામન નાકે તેને કેળાની લારી લગાવતો હતો તેને જોઈને સામે પાન મસાલાના વેપારીએ તેને ગલ્લાની બહાર બીજી લારી ઉભી કરી અને લાકડા પાટિયા બેસાડીને કેળાના ધંધો કરવાનો શરૂ કર્યો. 

આની પાછળ બે કારણો હોઈ શકે તે કેળા વાળા નો ધંધો બંધ કરાવવા માંગતો હોય અથવા તો તે એવું ઇચ્છતો હોય કે બધા ગ્રાહક પેહલે ત્યાં જ આવે.

અને હાલના સમયમાં છેલ્લા ચાર મહિનાથી ચા નું ચલણ એવું વધ્યું છે લોકો ચા ના એવા ગેલસપ્પા દિવાના બની ગયા છે. 

નગરી નગરી દ્વારે દ્વારે ચાલના ગલ્લા ખુલતા જાય છે એમાં આ ફ્રેંચાયસી વાળો ધંધો ખૂબ ચાલી રહેલો છે આ ચલણ ખૂબ વિસ્તૃત ચર્ચામાં છે. 

સૌથી પહેલા ખેતલાબાપા આવ્યા તેમના ચા ગલ્લો લાવીને, તેમણે ગુજરાતમાં ઠેર ઠેર ગલ્લા લગાવ્યા ગલ્લાને લઈને તેવી નાની દુકાન કરવા લાગ્યા પતરા ના શેડ બનાવીને મોટી દુકાન કરી.

આમ કરતા કરતા તે ચલણમાં આવ્યા પરંતુ એક કૌભાંડમાં તે ઝડપાયા અને તેમનો ચાનો ધંધો પડી ભાંગ્યો. 

પછી તેને ટક્કર આપવા ચાય સુતા બાર વાળો આવ્યો. 

સુતા બાર નો ચાનો ધંધો છ મહિના ચાલ્યો તે ચોકલેટ વાળી ચા ચોકલેટ વાળી કોફી અને બીજું ઘણું બધું મેનુમાં લઈને આવ્યો હતો જેમ કે ક્રોઇસન બિસ્કીટ જે ખાલી યુરોપ થાઈલેન્ડ માં ખવાય છે તે શીખીને અહીંયા તેણે વેચવાના શરૂ કર્યા પરંતુ તે પણ ખાસ ચાલ્યો નહીં. 

આમાં ધંધાની સાથે નસીબનું જોર પણ અજમાવવું ખૂબ જરૂરી હોય છે અને ખૂબ ઓછા વ્યક્તિઓને આ સફળતા મળતી હોય છે.

તેથી હમણાં પાટીદાર રજવાડી ખૂબ ચાલી રહ્યા છે બની શકે તેઓ પ્રમાણિકતાથી સ્વાભાવીક રીતે બધાને વ્યાજબી લાગે તેમ ચા પાતા હોય અથવા તો ઓછા ભાવમાં વધુ કપ ભરી આપતા હોય. 

તેમને ચાની સાથે સાથે ભજીયા વડાપાવ બોર્નવિટા કોફી અને ઉકાળો તેમજ પફ અને મસ્કાબન પણ વેચવાના શરૂ કર્યા તેથી તેમને ધારી સફળતા મળી અને તેમને ટપાટપ ફ્રેન્ચાઇઝી વાળી લારીઓ ખોલવા લાગયા અને નાની દુકાનો પણ ખોલવા લાગી. 

મારા મનમાં એ વિચાર આવે છે કે ખેતલા બાપુ પણ તો આવું બધું લાવ્યા હતા જોકરના ગાંઠિયા ઠંડા મીઠા પાન જલારામના ખમણ અને જલેબી તો પછી તેમનો ધંધો કેમ જામ્યો નહીં? 

તેમની ભેળસેળ પકડાઈ કે તેઓ ચામાં ગાંજો મિલાવે છે એવું તો ના હોઈ શકે મને એમ લાગે છે.

ખેતલાબાપા જે લાવ્યા હતા તે મોંઘો મેનુ હતું તે 30 સિવાય ખમણ આપતા નહોતા ગાંઠીયા તો તમારે 40 અને 60 ના જ લેવા પડે હવે કોઈ માણસ આ જમવાના ભાવે ના તો થોડો ખાવાનો આ મારા પપ્પાનો અભિપ્રાય છે. 

ચાલો ચાનું પત્યું એટલે પછી વડાપાવનું શરૂ થયું વધતી મોંઘવારિને લીધે વડાપાવ વાળાને પણ મોંઘવારી નડવા લાગી છે. પહેલા જ્યારે દસ રૂપિયામાં હોંશે હોંશે લોકો વડાપાવ ખાતા હતા તે ₹10 ના 15 થયા અને 15 પછી 20 અને 25 થઈ ગયા. 

આ બધું આપણા એક ગુજ્જુ શેઠને ધ્યાનમાં આવ્યું કે લોકો મામુલી એક ભજીયા અનેક પાવ પર આટલા રૂપિયા નથી ખર્ચી શકતા.

તેથી, જેમ jio મોબાઈલ નેટવર્કમાં ક્રાંતિ લાવ્યો એમ હું વડાપાવ ની ક્રાંતિ લઉં અને તેમણે દસ રૂપિયામાં ફ્રેન્ચાઇઝીવાળા વડાપાઉં વેચવાનું શરૂ કર્યું જે પણ લેવા મગે તેમને તે દુકાનો આપતા થયા.

  દુકાનનું નામ રાખી દીધું રાજા રાણીના વડાપાવ. જે તમને અનુભવ કરાવે કે રાજા રાણી જમી રહ્યા છે એ પણ જનતાના ભાવમાં. 

વડાપાવ તો થયું પરંતુ પાવભાજીનું પણ મારા શહેરમાં ખૂબ  પ્રચલન જોવા મળે છે સૌથી પહેલા આખા શહેરમાં ફક્ત કિસના ની પાવભાજી ખવાતી હતી પછી તેને પોતાની દુકાન બીજે મૂકવી પડી ત્યાં તેનો ધંધો પડી ભાંગ્યો. 

તેની ઘરાકી અડધી થઈ ગઈ તેમાં જ બીજા સ્પર્ધક માર્કેટમાં  ઉતરીયા. 

ક્રિષ્ના ની ઘરાકી બંધ કરવા માટે કૈલાશની પાવભાજી આવી, નીલકમલ ની પાવભાજી આવી, અને જે લોકો જીઆઇડીસીમાં ખાવાના શોખીન છે તે લોકો માટે તો અલગ જ નામથી આવ્યું કેજીતુભાઈના મોટાભાઈ ની પાવભાજી.' 

નીલકમલ વાળા એ તો જબરું કાઢ્યું શ્રાવણ માસ નિમિત્તે ફક્ત લીલા શાકભાજી વાળી ગ્રીન પાવભાજી બે વિચાર્યું કે આર લોકો ગરીબીથ ગરીબીને દામવા કેવા કેવા ઉપાયો કરે છે શ્રાવણ માસ માટે સ્પેશિયલ પાવભાજી એ પણ ગ્રીન?

કૈલાશ એ પણ બીજું કાઢ્યું, "જૈન પાવભાજી અને જૈન પુલાવ"

હવે જ્યારે ઘરેથી ભુખા ડાન્સ લોકો ખાવા નીકડી પડે તેઓ ફક્ત પાવભાજી ના ખાય તેથી પાવભાજી સાથે પુલાવનું પણ ચલણ ચાલવા લાગ્યું અને શરૂ કરનાર કોણ આપણા કૈલાશભાઈ. પાવભાજી સાથે મસાલા વાળો પુલાવ પીરસવા લાગ્યા.

મારી પાડોશમાં જિલ્લામાં કાઠીયાવાડી ભાત ખૂબ ખવાતો છે. 

આ કાઠીયાવાડી ભાત એટલે મસાલા ખીચડી આપણે જેને વાઘરીની ખીચડી કહીએ છીએ તે બનાવવામાં આવે છે અને તેની સાથે કડી પીરસવામાં આવે છે અને તે કડી સાધારણ તિખી અને થોડી મીઠી હોય છે. 

આ કડી ખીચડી શક્તિનાથ વિસ્તારમાં પહેલા લારી લાગતી હતી.

હાલમાં આ કડી અને ખીચડી નું કોમ્બિનેશન ખૂબ ખવાય છે દહેજમાં લોકો ખૂબ ખાય છે તે લાલ રંગની ખીચડી હોય છે જેમાં વટાણા અને લસણ (લીલું) જોવા મળતું હોય છે અને સાથે સાથે કાંદાને પીળા રંગના કરીને પીરસવામાં આવે છે. 

ઉદ્યોગ અને જમણવાર ની આપણી યાત્રા યથાવત રહેશે બીજા અંકમાં મળીશું.