Jalebi in Gujarati Short Stories by khushi books and stories PDF | જલેબી

The Author
Featured Books
Categories
Share

જલેબી

દિવાળી નજીક આવી રહી હતી. દરવર્ષની જેમ જ સમગ્ર શહેર રંગીન દીવોના પ્રકાશથી ઉજળાઈ ઊઠ્યું હતું. ઘરોમાં રંગોળી ઊંકાતી, ફટાકડાં ફોડાવા લાગ્યા, અને વિવિધ મીઠાઈઓની સુગંધ રસોડાંમાંથી બહાર આવતી. દરેક ઘરમાં ખુશીઓનો માહોલ હતો, અને એવું જ વાતાવરણ હતું ઋદ્ધિના ઘરમાં પણ. એ એક મધ્યમવર્ગીય, પ્રેમાળ અને સંસ્કારપ્રધાન કુટુંબ હતું, જ્યાં મમ્મી પાપા, ઋદ્ધિ અને તેનો મોટો ભાઈ રહેતા.

દિવાળી એટલે ઘરમાં સફાઈ, નવી સજાવટ, અને મીઠાઈઓનો ખજાનો. લાડુ, પેડા, ચકલી, ઘૂઘરા જેવી મીઠાઈઓ બનાવાઈ રહી હતી. ઋદ્ધિ પણ ખુબ ઉત્સાહથી બધામાં ભાગ લેતી હતી. એની આંખોમાં તેજ અને હળવો ચમકતો શરારતી હાસ્ય. પણ એ વર્ષે એક અલગ જ ઈચ્છા એની અંદર કાંકરી મારી રહી હતી – એને ખાસ જલેબી ખાવાની ઈચ્છા હતી.

એક સાંજે રસોડામાં જ્યારે મમ્મી તળવા માંડી હતી, ઋદ્ધિએ પૂછી લીધું:

“મમ્મી, આ વખતે જલેબી નથી બનાવવાની?”

મમ્મી હસીને બોલી, “બાકી બધું ઘણું મીઠું છે, બેટા. જલેબી થોડાં દિવસ પછી લાવીએ, હમણાં તો કામ ઘણું છે.”

પપ્પા અને ભાઈએ પણ એમજ કહ્યું – “પછી લઈ આઈશુ ને, પણ હમણાં ઘણું બધું મીઠું થઈ ગયું છે.”

છોટી ઋદ્ધિએ થોડીવાર મોઢું બંધ રાખ્યું. કદાચ એની આંખોમાં થોડી નિરાશા પણ ઝલકી, પણ એએ વધારે કશી જિદ્દ ન કરી. એવી તો હતી ઋદ્ધિ – સમજદાર, પ્રેમાળ અને સહનશીલ. પણ એ નાની ઇચ્છા, જેને બધાએ સામાન્ય ગણાવી, એને કોઇ ઊંડાણથી સમજતું હતુ – એનો મોટો ભાઈ.

એ ઘડીએ ભલે એના મોંએ કંઈ ન આવ્યું હોય, ભાઈએ નક્કી કરી લીધો હતો – કે આ જન્મદિવસ ઋદ્ધિ માટે ખાસ બનાવવો છે.

જેમ જેમ દિવાળી પૂરી થઈ, ઘરમાં શાંતિ છવાઈ. ફટાકડાંના અવાજ સ્થિર થયાં, દિવાઓની તેજી થોડી ઓછી થઈ, અને ઘરના વાતાવરણમાં ફરી રુટિન લોટી આવી. પણ ભાઈનું મન બિઝી હતું – એ કોઈ ખાસ રજુઆત માટે તૈયારીઓમાં લાગેલો હતો.

જન્મદિવસના પેહલા દિવસે, ભાઈએ છુપાઈને નજીકની મીઠાઈની દુકાન પર ઓર્ડર આપ્યો. એ જ જગ્યાએથી, જ્યાંથી સૌથી ક્રિસ્પી અને રસદાર જલેબી મળતી હતી.

અને પછી આવ્યું એ દિવસ – ઋદ્ધિનો જન્મદિવસ.

સવારનો સમય સાધારણ રહ્યો. મમ્મી-પપ્પાએ આશીર્વાદ આપ્યા, થોડાં ભેટ મળ્યાં – ખાસ કંઈ નવું નહોતું. ઋદ્ધિએ પણ વધારે અપેક્ષા રાખી નહોતી. એને લાગ્યું કે કદાચ આ વર્ષે પણ કંઈ ખાસ નહીં થાય.

પણ ત્યાર બાદ સાંજ થઈ… દરવાજો ખૂલ્યો અને ભાઈ અંદર પ્રવેશ્યો – હાથમાં એક ટપ્પા.

પહેલા તો બધાને લાગ્યું કે સાધારણ જ ભેટ હશે, પણ જ્યારે એ ખૂલે છે… ત્યારે ઘરમાં એક મીઠી સુગંધ પ્રસરે છે.

આ ટપ્પામાં હતી – એક કિલો ગરમાગરમ, રસભરી, તરત તળેલી જલેબી!

ભાઈએ એને ખૂબજ પ્રેમથી થાળીમાં ગોઠવી, વચ્ચે એક નાની મોમબત્તી લગાવી, અને ઋદ્ધિને બોલાવી:

“આજના બર્થડે કેક નહીં, આજનો કટ તારી મનપસંદ જલેબી કાપીને કરીએ!”

ઘરમાં દરેક જણ હસી પડ્યો. ઋદ્ધિ આશ્ચર્યથી જોઈ રહી હતી. એની આંખોમાં આનંદની ચમક હતી – એવી જે કંઈ બોલ્યા વિના બધું કહી જાય.

એમ જલેબી ‘કાપી’ ગઈ. દરેકે ભેગા મળીને જલેબી ખાધી. એ ખુશીની સાથે, પ્રેમ અને લાગણીની જે મીઠાસ પ્રસરી – એની સાથે કોઈ બીજી ભેટ સરખામણી કરી શકે એમ નહોતી.

હા, ઋદ્ધિ આખી જલેબી તો નહિ ખાઈ શકી, પણ એ દિવસની મીઠાશ એના હૃદયમાં હંમેશ માટે વસાઈ ગઈ.

અને આજે, જ્યારે ઋદ્ધિ મોટી થઈ ગઈ છે – વ્યવસાયમાં વ્યસ્ત, જીવનની ભાગદોડમાં મુકાયેલી – ત્યારે પણ, દરેક દીવાળીના દિવસે એને એ જલેબી યાદ આવે છે. ઘણા વર્ષો ગુજરી ગયાં છે, અનેક બર્થડે ઉજવ્યાં છે, મોંઘા કેક પણ કપ્યાં છે – પણ એ મીઠી સાંજ જેવી લાગણી એના માટે બીજું કંઈ લાવી શક્યું નથી.

“એ જલેબી જેવી મીઠાસ આજે સુધી કોઇ પણ મીઠાઈમાં આવી નથી…”

🧡 કારણ કે, ખરેખર – ક્યારેક સૌથી નાની ઇચ્છાઓ પાછળ સૌથી ઊંડો પ્રેમ છૂપાયેલો હોય છે.

અને એવી યાદો – સમય સાથે નહીં ઓછી થાય, પણ વધુ મીઠી બની જાય.