Panetar ne Pankho - 2 in Gujarati Motivational Stories by Sonal Ravliya books and stories PDF | પાનેતર ને પાંખો - 2

Featured Books
Categories
Share

પાનેતર ને પાંખો - 2

         🇮🇳 " પાનેતર ને પાંખો " 🇮🇳


         (ભાગ::૧)

.... ચાલો આપણે આવી ગયા છીએ "પાનેતર ને પાંખો"🇮🇳 આ વાર્તા નો બીજો ભાગ અને અંતિમ ભાગ લઈને....

.... જ્યાં નેહડામાં પાબી ની દીકરી નો જન્મ થાય કોઈ ખુશ નથી પરંતુ પાબી પોતે ખુશ છે અને પોતાની દીકરીને હાથમાં ઉપર કરીને આખા ચંદ્રની સામે જોઈ કહે"આજ અંજવાળી પૂનમ આખી ધરતી ઉપર પ્રકાશ પાથરે અંજવાળું પાથરે,, અને આજની રાત્રીએ મારી દીકરી ન જન્મ થયો તેથી મારી દીકરીનું નામ હું "પૂનમ "રાખું.. જે આ દુનિયામાં એમ કહું કે જમાનામાં જુના વિચારધારા દૂર કરીને નવી વિચારધારા નો અજવાળુ ફેલાવશે... આમ કરી તે પોતાની દીકરીનું નામ પૂનમ રાખે...

.... હવે ધીરે ધીરે પૂનમ મોટી થવા લાગી પરંતુ ઘરમાં તેને વધારે લાડ,વાહલ કે પ્રેમ મળતો નહીં, કારણ કે તેને બે નાના ભાઈ હતા અને પૂનમ દીકરી હોવાને લીધે પણ...

... પૂનમ હવે આઠ વર્ષની થઈ ગઈ નિશાળે પણ જાય ત્રીજા ધોરણમાં ભણે અને હવે સરકારી સ્કૂલમાંથી પ્રાઇવેટ સ્કૂલમાં ભરતી કરવાનું એક ટીચરે તેની મા પાબીને જણાવ્યું.. પરંતુ ઘરમાં કોઈએ સાથ આપ્યો નહીં આ વાતને તો પણ જીદ કરીને પાબીએ પૂનમ ને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલી..

.... આવી રીતે પૂનમ હવે મોટી નિશાળમાં ભણવા જાય ત્યારે એક દિવસ ટીચર એ બધા બાળકોને પૂછવામાં આવ્યું કે જણાવો બાળકો મોટા થઈને તમે શું બનવા માંગો છો... તારે બધા બાળકોએ કોઈ ટીચર ડોક્ટર વકીલ એન્જિનિયર અને કોઈ તો ખેતી કરવા માંગે છે ત્યાર પછી ટીચરે પૂનમને પૂછ્યું તે જણાવ પૂનમ તું મોટી થઈને શું બનવા માંગે ત્યારે પૂનમે પોતાના બંને હાથ ફેલાવીને બારીમાંથી આકાશ તરફ જોઈને કહ્યું,, ટીચર જેવી રીતે આ સૂર્ય અને ચંદ્ર આખી ધરતી પર પૃથ્વી પર પોતાનો પ્રકાશ પાથરે અને બધાને અજવાળું કરે તેવી રીતે મારે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી બનવું મારે ગરીબી દૂર કરવી ,, રસ્તાઓ બનાવવા,, જે ભણેલા લોકો છે એના માટે નોકરી ન સુવિધા કરવી,, પાણીની વ્યવસ્થા કરવી અને ખેતી કામ કરતા ખેડૂતોને વીમા અને લોનમાં વધારો કરવા,, સ્ત્રીઓને સહાય બનવું,, અને આપણા દેશને આગળ લઈ જવો એ મારુ સપનું છે,, આ સપનું મારી મમ્મીનું છે જ્યારે એ ધોરણ સાતમાં ભણતા હતા પરંતુ ઘર પરિસ્થિતિને લીધે પરંતુ તેને ભણતર અધૂરું મૂક્યું અને આ સપનું એના મન અને હૃદયમાં રહી ગયું અને હવે મારે આ સપનું પૂરું કરવું. આપણા દેશના પ્રધાન મંત્રી બનવું,,

... પૂનમની વાત સાંભળીને આખો ક્લાસ ખડખડાટ હસવા માંડ્યો,, અને ટીચર પણ હસવા લાગ્યા,, ત્યારે બાળકોને ટીચર કહે,, પૂનમ સપના જેવા હોય ને તો પહેલા તું આ જમીન પર પગ રાખ હજી તારું મગજ આકાશમાં ઉડી રહ્યું છે અને તું જાગી જાય તુ હજી સુતેલી છે,, અને ઊઠીને જો સવાર થઈ ગઈ રાત્રી ક્યારની પૂરી થઈ ગઈ છે,,

... આ સાંભળીને પૂનમ નો જવાબ આપ્યો,, ટીચર તમારી જે કહેવું હોય તે ખબર મારું સપનું એક દિવસ નહીં તો અનેક દિવસ ભલે થાય પણ આ જિંદગીમાં મારે પ્રધાનમંત્રી પીએમ બનવું જ છે અને બનવું જ છે આ મારી જીદ છે આના માટે મારે ભલે રાત્રિઓ સુધી જાગવું પડે ભલે દિવસોને કુરબાન કરવા પડે,, ત્યારે આ વાતને ટીચર અને બાળકો હસવામાં કાઢી દે પરંતુ પૂનમ એની વાત અને વચનથી અડક હતી...

..... હવે ધીમે ધીમે પૂનમ મોટી થવા લાગી છે આજે પણ નામ 18 વર્ષની થઈ ગઈ છે.. તારે ઘરમાં એના લગ્નને લઈને વાતો ચાલવા લાગી પરંતુ તેરી માં પાબી એની સાથે હતી એણે ના પાડી દીધી કે મારી દીકરી લગ્ન નહિ કરે,, પરંતુ ઘર પરિવાર માનવા તૈયાર ન હતો.. પરિવાર તરફથી પૂનમને કહેવામાં આવ્યું જો લગ્ન કરવા ના હોય તો આ ઘર છોડીને જવું પડશે અને આ સાંભળી ,, પાબી એ પૂનમ ને કીધું,, જા મારી દીકરી તું આ ઘર પરિવાર અને આપણો સમાજ આપણું ગામ છોડીને જાય પરંતુ એક દિવસ હું તારી વાટ જોઈશ અને મને ખબર છે તું જરૂર આવીશ...

.... આમ કહીને પૂનમ તેની મમ્મીને અલવિદા કહીને ઘર છોડીને જાય છે... હવે ધીરે ધીરે પુનમ પોતાની સ્ટુડન્ટ નું એક નાનકડું ગ્રુપ બનાવે અને આ ગ્રુપનું નામ છે" પાંખો"આ ગ્રુપે બે વર્ષમાં કેટલા ગામ તાલુકા અન જિલ્લા ઘણી બધી મદદ કરે છે એટલે તેને વિધાનસભા ચૂંટણીમાં સ્થાન મળે અને 20 વર્ષની ઉંમરે પૂનમ ધારાસભ્ય તરીકે પોતાનું ગ્રુપ પાંખોને લીડ કરે છે..

.. આમ ધીરે ધીરે પાંચ વર્ષ પછી 25 વર્ષની ઉંમરે પૂનમ પોતાનૂ ગ્રુપ "પાંખો"ને આખા ભારત દેશમાં નામ અપાવે છે..

.. અને હવે 25 વર્ષની ઉંમરે પૂનમને જામનગરના પ્રખ્યાત રાજનેતા વિજયભાઈ ચૌહાણ ના પુત્ર સાથે પ્રેમ થાય છે તેનો પુત્ર માનવ એક ડોક્ટર છે તે જામનગરની સિવિલ હોસ્પિટલ નું ઓનરમાં છે.. અને તે તેની સાથે પૂનમ અને માનવ ના લગ્ન થાય છે અને તેનું લગ્ન જવન આગળ વધે..

અને તે એક રાજ્યની મુખ્યમંત્રી તરીકે ચૂંટાય છે અને ધીરે ધીરે બીજા પાંચ વર્ષ પછી કેટલાય રાજ્યોમાં પોતાનું ગ્રુપ આગળ વધારે છે..

... અને હવે લગ્નના પાંચ વર્ષ પછી પૂનમની ત્યાં એક વર્ષનો દીકરો "પાર્થ"છે,, પાર્થને જોઈને હંમેશા પૂનમને તેની મા યાદ આવતી પરંતુ હજી સુધી તે પોતાના પરિવાર પાસે નથી ગયી.. તને પોતાની મા ખુબ જ યાદ આવે પરંતુ એ જ્યાં સુધી સપનું પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં જાય આ વચનથી એ ઉભી રહી જાય....

.. આમ ધીરે ધીરે પુનમ નું ગ્રુપ એટલું આગળ વધી રહ્યું તો ભારતમાં બે ભાગમાં પૂનમ નું ગ્રુપ અને બીજા એક ભાગમાં વિરોધી ગ્રુપ હવે પૂનમ 45 વર્ષની ઉંમરમાં પ્રવેશ કરે છે અને હવે ભારત દેશમાં પ્રધાનમંત્રીની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે એક મહિના પછી ચૂંટણી છે અને આ વખતે તેમાં એક ફોર્મ ભરાયુ છે,, પૂનમ માનવ ચૌહાણ... અને આ ભારત માટે અને પૂનમ માટે અને તેના પરિવાર અને તેના પતિ માટે જે હંમેશા એના પગલે ને ડગલે અને કામયાબી માં પૂનમની સાથે છે...

પૂનમના પરિવારમાં પૂનમને બે બાળકો છે મોટો દીકરો પાર્થ 16 વર્ષનોઅને નાનો દીકરો અભય 12 વર્ષનો..

... હવે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ અને પરિણામ જાહેર થવાના છે અને એ ખાસ કરીને વાત છે આજે પરિણામ ના દિવસે પૂનમની માં અને તેનો આખો પરિવાર એની પાછળ ઉભો રહ્યો છે અને આમાં તેના દાદીમા રૂડીબાઈ પણ ઊભા છે રડતી આંખોએ.. અને જ્યારે પરિણામ જાહેર થતા ની સાથે જ પૂનમ માનવ ચૌહાણ નામ આખા ભારતમાં ગુજી રહ્યું છે ત્યારે આજે સામાન્ય પરિવારથી આવતી દીકરીનું સપનું પૂરું થયું છે આ સપનું માત્ર પૂનમનું નથી સાહેબ પરંતુ ગામડામાં રહેતી દરેક દીકરીઓનું છે જેને ઉડવા માંટે પાંખો નથી મળતી,, નવું જોવા માટે આંખો નથી મળતી પરંતુ તો પણ તે હાર નથી માનતી પરિવારથી અને પોતાના સંબંધોથી લડીને એક નવું કરવાના વિચાર કરે છે અને જીત પણ મેળવે..

.. આમ પૂનમ પોતાનું સપનું પૂરું કરે અને ભારતમાં નવા વિચાર,, અને આત્મવિશ્વાસ સાથે ભારત દેશને આગળ લઈ જાય... નવા રસ્તાઓ બનાવે નવી નિશાળ બનાવે નવા હોસ્પિટલો બનાવે નવા કારખાના બનાવે જેથી લોકોને રોજગારી મળી રહે અને નવી ભણતર બનાવે ગામડાઓમાં પાણી પહોંચાડે અને ગામડાઓમાં પણ નિશાળ બનાવે જેથી કોઈપણ બાળક અભણ ના રહી જાય અને કેટલીય સંસ્થા ઓ પર પોતાની મા પાબી બેન નું નામ લખાવે અને તેના નામની હોસ્પિટલ અને સ્કૂલ પણ બનાવે..

... તો સાહેબ જરૂરી નથી કે દીકરો જ માત્ર તમારા સપના પુરા કરે ,,પૂનમ એક દીકરી જ હતી અને કોઈ સાથ સહકાર વગર તેની માં નું સપનું તેણે પૂરું કર્યું..

.... એટલે દીકરી જો હોય તેને સન્માન કરો. આગળ વધારો ભણાવો ગણાવો અને જિંદગીમાં પગભર બનાવો જેથી એને કોઈના સાથ સહકારની જરૂર ના પડે...


..... ધન્યવાદ મારી આ વાર્તા ને વાંચવા માટે મારી વાર્તા તો મોટી હતી પરંતુ કામના લીધે હું સમય ના આપી શકું છું માફ કરજો એટલે ટૂંકમાં જ લખી નાખી ધન્યવાદ ધન્યવાદ...


........ સોનલ રાવલિયા......

...