karna- trust on truth in Gujarati Spiritual Stories by Pm Swana books and stories PDF | કર્ણ નો ધર્મ

Featured Books
Categories
Share

કર્ણ નો ધર્મ

મને વારે વારે મહાભારત ના પ્રસંગો ની વાત જાણવા માં આવે છે.પાંડવો અને કૌરવો ની વાત.ઘરનાં અને તેઓ સર્વે નેપ્રેમ,સ્નેહ અને વિશ્વાસ બન્ને ઉપર હોય છે.પણ એક અન્યાય અને બીજા ન્યાય ને સંગત હોય છે.સ્નેહ બન્ને માટે હોય એનો અર્થ એમ નથી કે તે અયોગ્ય હોય તો ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, શકુની,ગંધારી,દ્રોણાચાર્ય ની જેમ મૌન રહેવું જોઈએ.અને કર્ણ ની જેમ સાથ ન આપવો જોઈએ.સ્નેહ માં અંધ થઈ કૌરવો ની ગંદકી,અનિતી ને પહેલાં, શરૂઆત માં જ રોકી હોય તો તે,સદમાર્ગે ચોક્કસ વળ્યાં હોત, પણ સ્નેહ,મર્યાદા,ડર અને સંબન્ધ ના જાળ માં કૌરવો ને અયોગ્ય કરવા ખરેખર  તો આ દરેકે દરેકે સાથ જ આપ્યો છે.એટલે તો કૌરવો ની હિંમત ઉત્તરોતર વધતી જ ગઈ..એટલી વધી કે આ બધાં ના દેખતાં તેમની હાજરી માં શ્રી કૃષ્ણ ને બંદી બનાવવા જેટલું અજ્ઞાની વર્તન કરવાની હિંમત કરી એટલે શ્રી કૃષ્ણ એ કહ્યું હતું કે દ્રૌપદી જોડે અન્યાય થતો જોઈ જે મૌન રહ્યા તે સર્વે નાશ પામશે.સ્નેહ માં એ વડીલો એ એ મિત્રોએ એ સ્નેહીઓ એ કૌરવો નું ખરાબ, અયોગ્ય જ કર્યું છે.એમ પોતાનાં ઓ જો ખોટું કરે તો તેમને સંપૂર્ણ પણે રોકવા જોઈએ.એજ સ્નેહી નું કાર્ય,ફરજ,હક છે.જો અસત્ય ને અયોગ્ય વર્તન ને નહીં રોકો તો પાપ વધશે. કેમ કેમ કે અયોગ્ય થતું જોઈ રોહી,સ્નેહ,ડર કે સબંધ ના ઓઢનાં ઓઢી મૌન રહે છે તે પણ તે અપરાધી અને એટલાં જ ગુનેગાર છે.સ્નેહ કે ડર એટલો બધો ન હોવો જોઈએ કે એ સત્ય ન બોલી શકે.એટલો ન હોવો જોઈએ કે એ અસત્ય ને ન ટોકી શકે એટલો ન હોવો જોઈએ કે એ અસત્ય ને સાથ આપે અને સત્યને ચૂપ કરે.અસત્ય થી ડરી સત્ય ને ડરાવવું મુર્ખામી છે.સત્ય ક્યારેય સ્વાર્થ થી છુપાઈ નહિ શકે.જ્યાં સ્વાર્થ અને નીચતા ને મહત્વ મળે સત્ય ક્યારેય ત્યાં વળી શકે.એટલે કે સ્નેહ અને મુર્ખામી માં અયોગ્ય અને અસત્ય ને,સ્વાર્થી અને ખોટાં સંબન્ધ ને  સાથ ન આપવો જોઈએ..આગળ મહાભારત ની જેમ જ  વિનાશ અને પ્રપંચ નો ઉજાગર થશે...આપણે જાતે તે ભૂલો થી દુર થઇ,સાચા રસ્તે વળીએ, અયોગ્ય,સ્વાર્થ અને ડર નો રસ્તો મૂકી દઈએ.જે અયોગ્ય કર્યું છે તેને સુધારીએ તો કદાચ ભવિષ્ય નો વિનાશ મહાભારત જેવો ન થાય અને અંત સુખદ રહે. રામાયણ જેવો.પૈસા,સત્તા,અભિમાન,સમાજ કરતા વધારે પાપ,ભગવાન નો પ્રકોપ અને ગંદકી નો વિચાર કરીએ.એમનાં રાજીપા નો વિચાર કરીએ.આદર્શ થવાનો,સારા બનવાનો.પુણ્ય કમાવવાનો વિચાર કરીએ.

કર્ણ ની જેમ અંધ ન બનવું.જ્યારે જાણીએ છીએ કે અસત્ય અને અધર્મ છે તો તેનાથી દૂર રહેવું... અધર્મ નો વિરોધ કરવો.દબાવવું જેમ અસત્ય સત્ય ને દબાવે છે એની બદલે સૌ એ ભેગાં થઈ ને અસત્ય ને દબાવવું જોઈએ.

કર્ણ ન બનવું જોઈએ.

જ્યારે સત્ય  ને દબાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ જાણો છો?

સત્ય એટલે પરમેશ્વર...
સત્ય એટલે આધાર.
સત્ય એટલે અવિનાશી?
સત્ય એટલે પ્રેમ.
સત્ય એટલે વિશ્વાસ.

આપણે પરમેશ્વર ને,પ્રેમ ને વિશ્વાસ ને દબાવીએ છીએ.

જ્યારે પરમેશ્વર ને દબાવવાનો ગુનો કરો.પાપ કરો ત્યારે પરમેશ્વર અસત્ય અને સત્ય ની વચ્ચે આવી ઉભા રહી જાય છે. સર્વે જુવે છે. અને અસત્ય ને સાચો માર્ગ દર્શાવવા અનેક રીતે પ્રયત્ન કરે છે.અને સત્ય નું રક્ષણ કરે છે.છે.છે.

અસત્ય, નો હંમેશા નાશ થાય છે.અસત્ય હંમેશા પરાજિત જ થાય છે.અસત્ય ક્યારેય સુખ મેળવી શકતું નથી.
પવિત્રતા એજ સત્ય છે.
વિશ્વાસ એ જ સત્ય છે.

આપણે હંમેશા સત્ય,સંસ્કાર અને નીતિ ને જ અપવાનનવી જોઈએ.જ્યારે સત્ય ને સાથ આપીએ છીએ.સત્ય ની સમજણ જ અંતે વિજય આપે છે.
સત્ય નો હંમેશા વિજય થાય છે.
સત્ય જ સુખ અર્પે છે.
સત્ય જ સનાતન છે.
સત્ય .સત્ય.સત્ય