Panetar ne Pankho - 1 in Gujarati Motivational Stories by Sonal Ravliya books and stories PDF | પાનેતર ને પાંખો - 1

Featured Books
  • My Secret Wife - 6

    शिवम: ठीक है डैड ।आरोही:जी अंकल।शिवम के डैड: हां ध्यान से कम...

  • काल कोठरी - 9

    काल कोठरी ----------(9)जिंदगी एक सड़क की तरा है... बस चलते जा...

  • वजन घटाने पर फैट कहाँ जाता है !

                                                           वजन घ...

  • Munjiya

    "अगर किसी की असमाप्त मुंडन संस्कार की आत्मा भटकती रहे, तो वह...

  • धोखेबाज़ औरत

    प्रस्तावनातेजपुर शहर की गलियों में जब कोई काजल का नाम लेता,...

Categories
Share

પાનેતર ને પાંખો - 1

.....🇮🇳...

.............🇮🇳......(" પાનેતર ને પાંખો ").....🇮🇳.....

.........🇮🇳.......(:::ભાગ:::૧:::)......🇮🇳.......

....... મારી આ વાર્તા માત્ર કાલ્પનિક વિચારથી બનાવેલી અને મારા દ્વારા લખેલી છે... તો કોઈપણ વ્યક્તિને વાંચ્યા પછી મન કે હૃદયમાં જો ખેસ લાગે ખોટું લાગે તો માફી માંગુ... આ વાર્તા દેશ પ્રેમ વિશે અને જિંદગીના સંબંધ કેવી રીતે સાચવાય અને પોતાના પ્રેમ પણ કેવી રીતે જાળવી રાખો તેના પ્રત્યેય છે.... ખૂબ જ આભાર મને અહીંયા મોકો મળ્યો મારા વિચારો પ્રગટ કરવાના ધન્યવાદ....

.....

..઼..... ગુજરાત સૌરાષ્ટ્રનું જૂનાગઢ અને જુનાગઢ નુ ગીર અને ગીરનું હરિયાળી જંગલ માં અનેક પશુ પ્રાણી જીવ જંતુ અને સાથે સાથે અનેક નેહડા વસે અને આ નેહડા માં એક પ્રખ્યાત સમાજ "માણેક સમાજ" કાઠીયાવાડી આહીર નો. આ સમાજમાં લગભગ 400 થી 500 નેહડા વસવાટ કરે.. હવે તમને એ કહી દઉં નેહડા મતલબ વાસથી બનાવેલું ઝૂંપડું તેનો આકાર ગોળ,, નીચે માટી થી લીપણ કરેલું, અને ઉપર વાંસની લાકડીઓ વડે છત બનાવી ને કાગળ ઢાંક્યું છે જેથી વરસાદ અંદર રહેતા લોકોને નુકસાન ના કરે..

..... આ નેહડાઓમાં ઘેટા બકરા ઘોડા અને ગાય ભેંસ બળદ આવા પશુઓનું પાલન કરે અને ગુજરાત ચલાવે,, પરંતુ હા અહીં સિંહ દીપડા અને બીજા પણ પ્રાણીઓનું દબદબો વધારો ગીરના જંગલમાં એટલે આ નેહડા ચારે તરફથી સુરક્ષિત રાખવા માટે બંધ કરવામાં લાકડા દ્વારા આવે છે જેથી જંગલી જાનવર અંદર પ્રવેશી ના શકે....

...... આવા જ નેહડામાં એક નેહડો પ્રખ્યાત" રૂડીબાઈ માણેકનો"રૂડીબાઈ ની ઉંમર લગભગ 50,55 તે થોડીક વધુ તેનાથી રંગ રૂપાળો અને શરીર પાંચથી છ ફૂટ ઊંચું અને શરીરે કાઠીયાવાડી લુગડા ઘાઘરો હાથની હથેળી સુધી બ્લાઉઝ અને ઓઢણી ઘાઘરા અને બ્લાઉઝ ને આખા ઢાંકી દે તેવી,, ડોકમાં ને કાનમાં અને હાથમાં અને પગમાં ઘણા બધા વજનદાર ચાંદીના ઘણા પહેર્યા હતા અને આખો એકદમ સિંહણ જેવી જે કોઈ થી ડરતી ના હોય એવી..

..... ત્યાં થોડીક વારમાં ઘણી બધી બાઈઓ આવીને કહેવા લાગી,, રૂડીબાઈ તમે હવે ઝટ (જલ્દી)કરો,, તમારી જિંણકી (નાની)વવ(વહૂ) ને હવે જાજી (વધારે )વાર (સમય )નથી,, હાલો હાલો... આ સાંભળી રૂડીબાઈ તરત એ બાયો સાથે એક ઓરડામાં જાય છે જ્યાં એક સ્ત્રી જેના પેટમાં બાળક હતું અને હવે આ દુનિયામાં જન્મ લેવા માટે તૈયાર અને એ સ્ત્રી ખાટલામાં દુઃખી અવસ્થામાં સૂતા સૂતા ખૂબ જ ચીખો પાડી રહી હતી.

.... એટલામાં રુડીબાઈ ત્યાં આવ્યા ને બાઈ( સ્ત્રી) ઓને કહ્યું,, તમે જટ કરો.. હવે મારો વારસદાર આ દુનિયામાં જન્મ લેવાનો છે તમે એને આવવાની તૈયારી કરો. યાદ રાખજો એને જન્મ દેવા વાળી માં ને ભલે પીડા પડે પણ મારો આધાર મારો દીકરો એમ કહું કે મારા દીકરા નો દીકરો આ દુનિયામાં હેમખેમ (સ્વચ્છ) જન્મ લેવો જોઈએ.. આ સાંભળી ત્યાં ઊભેલી સ્ત્રીઓ હા  મા માથું હલાવે..

...... તેટલી વારમાં એ સ્ત્રીનો છેલ્લી ચીખ સાથે એક બાળકને જન્મ આપે અને એની સાથે તે બેભાન અવસ્થામાં પહોંચી જાય.. જેવું જ બાળક જન્મે તેવી જ ત્યાં ઊભેલી સ્ત્રીઓ એક સફેદ કાપડમાં તેને કોરું કરીને તેનો વિટી દે. પરંતુ તે સ્ત્રીઓ વિચારમાં હતી કે બાળક જન્મ લેવાની સાથે રડે પરંતુ આ બાળક કંઈક અલગ નસીબ લઈને આવ્યું છે તેણે જ્યારથી જન્મ લીધો છે ત્યાંથી બસ હસી રહ્યુ છે.. તેની આંખોમાં અને એના મુખ પર માત્ર ખુશી અને આનંદ છે જાણે આખી દુનિયા જીતીને જીતની ખુશી મનાવતો હોય આનંદ અનુભવુંતું હોય એવું લાગે.   

....અને એટલી વારમાં રુડી બાઈ ત્યાં આવી જાય અને એ બાળકને એ સ્ત્રીઓના હાથમાંથી ઉપાડીને પોતાના હાથમાં લઈ લે અને બહાર કેટલાક લોકો છે તેને દેખાડે અને ઊંચું કરીને કહું મારો વારસદાર મારા ઘરનો ચિરાગ મારો વંશ આગળ વધારનાર,, મારા કુળની ઉજળું કરનાર મારી પેઢીની આગળ લઈ જનાર એવો મારા પૌત્ર એ આ દુનિયામાં જન્મ લઇ લીધો,, આજ આમંત્રણ હે બધા નેહડાને જમણવાર મારા તરફથી... અને ત્યાં ઉભેલા લોકો બધા ખૂબ જ રાજી થઈ જાય છે ખુશ થઈ જાય છે..

..... પરંતુ એટલી વારમાં તે સ્ત્રીઓ જે બાળકને જન્મની વખતે ત્યાં હતી તે આવે ને કહે રૂડીબાઈ તમે જરાક ધીરજ રાખો,, તમારા હાથમાં જે બાળક છે તમારા દીકરાનુ જ છે,, તમારું વંશ છે અને તમારો ચિરાગ પણ એક વાત તમે સાંભળો એ દીકરો નથી એ દીકરી છે દીકરી છે... અને એટલી વારમાં ખાટલા સુતેલી બાળકને જન્મ આપ્યો હતો તે સ્ત્રી ઉઠી જાય અને ઊભી થઈને તમે મારું બાળક ક્યાં ગયું અને મારું બાળક આપો. ત્યાં ઊભેલી એક સ્ત્રી કહે,, પાબી તુ ઉભી ના થા હમણાં જ હજી તે તારી દીકરી ન જન્મ આપ્યો છે તારુ શરીર થાકેલું છે અને તારે આરામ ન જરૂર છે આ સાંભળી "પાબી ઊભી થઈને ધીમે ધીમે આગળ વધવા માંડે અને મનમાં મનમાં હરખ અનુભવે, અને ઉપર ભગવાનની મૂર્તિ તરફ જોઈને કહે,, હે કાનુડા હા તે મારી લાજ રાખી દીધી,, બધા પોતાને દીકરો માંગે પરંતુ મેં તારી પાસે દીકરી માંગી હતી જે મારા અધુરા સપનાઓને પૂરા કરે જે મને નથી મળ્યો એ મારી દીકરીને મળશે જે મારી ઈચ્છા અધૂરી રહી ગઈ એ મારી દીકરી પૂરી કરશે અને આ રીતે મારી દીકરી મને લઈને મારી આખી જિંદગી પૂરી કરી દીધી ખુશીઓથી ભરી દીધી... આમ વિચારતા એની આંખોમાં આંસુ આવ્યા..

.... પરંતુ બહાર રૂડીબાઈ ની આંખોમાં આંસુ હતા તેને કાને અવાજ સંભળાયો કે તમારા હાથમાં દીકરો નથી દીકરી છે એટલે તરત જ દીકરીને ખાટલામાં મૂકી દીધી છે અને ત્યાંથી દૂર હટી ગયા અને કહ્યું લઈ જાવ આ છોકરીને મારી આંખો ને હામેથી... હું આ કલમુવી નું મોઢું જોવા નથી માંગતી આજ મારો દિ બગડ્યો અને આની મા એ મારા દીકરાની જિંદગી બગાડી તને આ દુનિયામાં જનમ દઈને છોકરી.. સાહેબ એ માત્ર એક દિવસનું બાળક હતું જે કંઈ સમજી શકતું નથી પરંતુ ખાટલામાં સૂતી સુતી એ છોકરી હશે ત્યારે રૂડીબાઈ ખૂબ જ હશે થાય અને ત્યાં સુધી સ્ત્રીઓને કહું કોઈ નવરુ છે જો હોય તો આ છોકરીને મારા મોઢાની સામેથી હટાવી લો નકર મને ખબર નથી હું શું કરી દીય..

...... આ સાંભળીને એ છોકરીને જન્મ દેનારી તેની મા પાબી ઝડપથી ડગલા ભરતી એની દીકરી પાસે આવીને અને પોતાના હાથમાં લઇ લે અને એક ટક માં દીકરી બંને નજરથી નજર મિલાવે.. જાણે એની માં કેટલા વર્ષો થી વાટ જોતી હોય ને કેટલી વાતો એના હૃદયમાં દખલાવીને બેઠી હોય , કે મારી દીકરી આવશે આ દુનિયામાં જન્મ લેશે અને હું આ બધી વાતો એને કરી દઉં,, અને એની દીકરી પણ એની નજર સામે એકટક જોયા કરે,, જાણે એની માને બધી વાતોનો બધી ફરિયાદોના હોંકારા રા દેતી હોય..

....્્્

......