ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"કમિશનર અંકલ,, રાજીવ ઉદયપુરથી નીકળીને રાત્રે લગભગ 11 વાગ્યે મુંબઈ પહોંચશે, એના જીવને જોખમ છે. પ્લીઝ, એના માટે પોલીસ પ્રોટેક્શન ફાળવજો. અને હા ધર્મેન્દ્ર અંકલને છેક એ ગિરફ્તાર ન થઇ જાય ત્યાં સુધી જરાય ભનક ન લાગવી જોઈએ નહીં તો, એ દુશમ્નોને સાવચેત કરી દેશે." વિક્રમ ફોનમાં મુંબઈ ક્મીશનર સાથે વાત કરી રહ્યો હતો.
"વિક્રમ જી તમે જરાય ચિંતા ન કરો, મારે મિસ્ટર અનોપચંદ સાથે વાત થઇ ગઈ છે. તમે મુંબઈ નો મોરચો ભૂલી જાવ, અને હા મિસ પૂજાના વ્હેર અબાઉટ મળે તો મને ખબર કરજો મેં ઉદયપુર અને રાજસમંદના એસ. પી સાથે વાત કરી છે. એ લોકો તમને જરૂર હેલ્પ કરશે."
"થેન્ક્સ, કમિશનર અંકલ, અને હા મારે લાયક કઈ કામકાજ હોય તો મારો પર્સનલ મોબાઈલ નંબર તમારી પાસે છે. મને ચોક્કસ કહેજો."
xxx
"સોનલ બેટા શું થયું.? એ ચાલાક પાકિસ્તાની છટકી કેવી રીતે ગઈ?" ગુલાબચંદ ગુપ્તા પૂછી રહ્યો હતો. એને રંજ હતો કે પોતાના જેવા ચાલાક અને હોશિયાર વેપારીને 15 દિવસ સુધી બ્લેક મેલ કરનાર એક માંડ 24-25 વર્ષ ની છોકરી ને એ પકડીને પોલીસના હવાલે કરી શક્ય ન હતા.
"અંકલ, એ જાસૂસ મેં ધર્યું હતું એથી વધુ ચપળ અને સ્ફૂર્તીલી નીકળી. મેં મનમાં વિચાર્યું કે તમને 15 દિવસ પોતાના ઈશારે નચાવનાર જયારે તમારી નજર સામે આવે ત્યારે મારા ઈશારે નાચતી હોય તો બદલો પૂરો થયો ગણાય, પણ જેવી મોહિની તમને લોકો ને બોલાવવા માટે ઉભી થઇ એ જ વખતે એણે મોહિની ને એવી રીતે ધક્કો માર્યો કે એ સિઘી મારા પર પડી અને અમે બંને ઉભા થઈએ અને ફરી એને તમંચાના નિશાન પર લઇ એ એ પહેલા એ છટકી ગઈ."
"સોનુ તે એને ઓછી આંકી એ તારી ભૂલ હતી, તને યાદ છે ને જીતુએ કહ્યું હતું કે એ માર્શલ આર્ટ થી લઇ અને રેસલિંગ અને ફ્રી સસ્તાઈલમાં ચેમ્પિયન છે. આ તો પાડ માન પ્રભુનો કે એના હાથમાં કઈ હથિયાર ન હતું." મોહિનીએ કહ્યું.
"બેટા ઓનલ, મોહિનીની વાત તદ્દન સાચી છે, એવી ખતરનાક વ્યક્તિથી ચેતવું સારું. આ તો સારું હતું કે એના 2 સાથીદાર અહીં હાજર ન હતા. જો તમને બે માંથી કોઈ છોકરીને કઈ થયું હોત તો હું જીતુભાને શું મોં બતાવત,.તે મારા મનને ઠંડક પહોંચાડવા માટે એને નાચવા મજબુર કરી પણ એમાંથી એણે છટકવાની તક શોધી લીધી પણ તમને કઈ નથી થયું . એટલી સારી વાત છે. હવે એને ભૂલીને રિલેક્સ થાવ, મેં જીતુભા સાથે વાત કરી છે. એ લોકો કૈક કામ પતાવીને, કુંભનગઢથી સાંજે આવશે. મેં સ્થાનિક પોલીસમાં કમ્પ્લેન કરાવી દીધી છે. અને નસીબથી એની કાર નું વર્ણન પણ સરખું લખાવ્યું છે. એટલે એ જલ્દી પકડાઈ જશે.
xxx
"મિસ્ટર વિક્રમ, મને બેહદ અફસોસ છે કે, અમારી ટિમની મોજુદગીમાં મિસ પૂજાનું અપહરણ થયું છે અને એ પણ માત્ર 3-4 મિનિટની અંદર, અમારી કમાન્ડો શીતલ મહંતો એમને લગભગ 4 વાગ્યે અને 15 મિનિટે ભાર જતા રોકી ને પૂછપરછ કરેલી, અને આ બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાં અમારા લગભાગ 10 માણસો હતા, અને જયારે અમને ખબર પડીકે એમનું કિડનેપ થયું છે. ત્યારે ચાર વાગ્યા ઉપર 19 મિનિટ થઇ હતી. અમે માત્ર 5 મિનિટમાં નાકાબંધીની સૂચના આપી પણ ..."
"સુંનીલ કેળકર સાહેબ, એમાં હું તમારો વાંક નથી જોતો. જે થવાનું હોય એ થઈને જ રહે છે." વિક્રમ કૈક દાર્શનિકની જેમ બોલ્યો.
"ના છતાંય, અમારી જવાબદારી હતી. આય બી ચીફનો આદેશ હતો અને એમણે મને પર્શ્નલ સૂચન કર્યું હતું, જો પૂજા મેમ 2-3 કલાકમાં સહીસલામત નહિ મળી આવે તો. અમારી આખી ટિમને સસ્પેન્ડ કરવામાં આવશે ઉપરાંત અમારા બધા પર ઈન્કવાયરી થશે અને સહુથી વધુ તો આય બી ચીફ મિશ્રાજીનો મારા પરનો ભરોસો તૂટી જશે."
XXX
આખા ભારતમાં સાંજ વધુ ઘેરી બની ગઈ હતી. સાડા સાત વાગ્યા હતા. અરાવલ્લીની પહાડીઓ પર અંધકાર ઘેરી વળ્યો હતો. વનરાજી પથ્થરિયા પાંજર જેવી લાગી રહી હતી. પક્ષીઓ ઊંઘી ગયા હતા, પણ માનવીય હવસ હજુ જાગી રહી હતી. જો કોઈ આ ક્ષણે અવિરત દ્રષ્ટિથી આ ઘાટ પ્રદેશનો વિહંગાવલોકન કરે તો એને સ્પષ્ટ દેખાઈ જાય… આ ક્ષણે જો કોઈ વિહંગાવલોકન કરે તો એને સ્પષ્ટ દેખાય — ત્રણ જુદી દિશાઓમાંથી ત્રણ માનવ સમૂહ , એક જ લક્ષ્ય તરફ ધીરે ધીરે ઘૂસી રહ્યા છે — ખજાનો.”
ઉત્તર પશ્ચિમ દિશામાં, માલોદા ગામની સીમ પાસે આવેલા એક ટાઢા, ઊજાળા વિહોણા આશ્રમ માં, શંકર રાવ પોતાના સાથીઓ સાથે ઊભો હતો. આશ્રમ ભલે વેરાન હતો, પણ અંદર એક તેજ સભા ચાલતી હતી. ફુલચંદ અને તેની પોલીસ ટીમ, અને શંકર રાવનો ખૂંખાર સાથી માંગી રામ પોતાના બે ભાડૂતી માથાભારે ગુનાખોરો સાથે ભૂગર્ભ નકશા જોઈ રહ્યા હતા. ફૂલચંદે અવાજ ઘટાડીને પૂછ્યું,
"અહીંથી કેટલું દૂર છે સર?"
શંકર રાવની આંખો ચમકી. "માત્ર અઢી કિલોમીટર... દક્ષિણપૂર્વ દિશામાં. હવે એક જ દાવ છે—જે પહેલાં, પહોંચશે એ બાકી બધાને પાછળ મૂકીને ખજાનાનો કબ્જો લઇ લેશે. એ ખજાનો કે જેના માટે મારી પાછલી કેટલીય પેઢીઓ તરસતી રહી આખરે એ ખજાનો મારો થશે." શંકર રાવ માટે આ ખજાનો માત્ર ધન નહોતો. એના પૂર્વજોનું એક સપનું હતું. આ એનું જૂનું અહમ હતું. એક એવી સિદ્ધિ કે જે તેને પોલીસબળની ઉપરની લાઇન સુધી લઈ જઈ શકે. પણ એ જાણતો નહોતો કે જે દિશામાં એ ચડી રહ્યો છે, એ તરફથી જીતુભા પણ ખુમારી સાથે આગળ વધી રહ્યો છે.
વિશિષ્ટ દક્ષિણ દિશામાંથી, વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીના ભીંત જેવાં ઝાડ વચ્ચે, જીતુભા અને ગિરધારી ધીરે ધીરે આગળ વધતા હતા. સગીરધારી નો સુમો ક્યારનોય પાછળ છૂટી ગયો હતો. બધી દિશાઓમાંથી અંધારું પડતું રહ્યું, પણ જીતુભા માટે આ રસ્તો પ્રકાશમય હતો. ખજાનો મળવો એ મહત્વનો મુદ્દો હતો ખરું, પણ એનાં માટે વધુ અગત્યનું હતું – ખજાનો સાચી જગ્યાએ પાછો પહોંચે. ત્યાં જ્યાં તેનું તાત્પર્ય હતું – શ્રીનાથજીના ચરણોમાં.પણ ગિરધારી થાક્યો હતો, પણ હજીય સાથે આવવા જીદ કરી રહ્યો હતો.
જીતુભા થંભ્યો. પાછળ જોયું—ગિરધારી વીસ ડગલાં દૂર હતો. જીતુભાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યુ. "ગિરધારી મને તો આજીવન આવા ખતરાઓનો સામનો કરવાની પ્રેકટીશ છે. ક્યારેક પહાડ, ક્યારેક જંગલ, ક્યારેક રણ તો ક્યારેક ભરબજારમાં પણ તું અનુભવી નથી માટે હજી કહું છું તું પાછો વળ. હું એકલો ખજાનો સહીસલામત લઇ આવીશ."
ગિરધારીએ એક ક્ષણ જીતુભા સામે જોયું અને પછી મક્કમ અવાજે કહ્યું. "જીતુભા, મારુ નામ ગિરધારી ચતુર્વેદી છે. અને આ મિશન માટે મને જાણતા કે અજાણતા અનોપચંદ શેઠજી એ પસંદ કર્યો એ મારા માટે અભિમાનની વાત છે. આ ખજાનો શ્રીનાથજીનો છે. અમે વ્રજવાસી એ શ્રીનાથજી માટે કઈ પણ કરી શકીયે મારા માટે આ ખજાનો એ માત્ર ખજાનો નથી મારા પૂર્વજો નું તર્પણ છે. મહેરબાની કરીને મને રોકશો નહિ. આ ગિરધારીના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ હરામખોર એ ખજાનાને સ્પર્શી નહિ શકે.
"ઠીક છે ગિરધારી તો હવે પગ ઉપાડ, ઓલી પાકિસ્તાની જાસૂસ છટકી ગઈ છે. એના બે સાથીઓ પણ શ્રી નાથદ્વારામાં હતા. પણ કોઈક કારણોથી નીકળી ગયા હતા. પણ હવે એ એકલી ભાગી નહિ શકે, મને લાગે છે કે એણે ચોક્કસ એ લોકોને પાછા બોલાવ્યા હશે અથવા એના બીજા સાથીઓ આટલામાં જ ક્યાંક હશે." જીતુભાએ કહ્યું. એની વાત સાચી હતી. જીતુભા જયારે ગિરધારીને આ વાત કહી રહ્યો હતો એ વખતે નાઝ અને શાહિદ બેઉ અઝહર ને મળ્યા હતા અને પછી અઝહજરે હનિ- ઈરાનીને ફોન લગાવ્યો હતો. અને આખી વાત જણાવી હતી. એ લોકો એ એમના બોસ ના આદેશ ને અવગણ્યો હતો. નાઝ પકડાતા પકડાતા મંદ બચી હતી એટલે એ ત્રણે હતઃ હતા. પણ સામે હનિ-ઈરાનીએ એમને જે કહ્યું એ સાંભળીને એ ત્રણે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
XXX
જીતુભા અને શંકર રાવ પહોંચ્યા હતા એમની બરાબર વચ્ચે ખજાનો જે પહાડીમાં છુપાવેલ હતો એ પહાડી હતી. અને બન્ને ટિમ એ પહાડીથી 3-સાડા ત્રણ દોઢ કિલોમીટર દૂર, હતા. ભૂમિમાં છુપાયેલો એ ખજાનો એક આકૃતિથી ઓળખી શકાય એવું હતું—મકાન જેવી પથ્થરની રચના જેના ઉપર ખોદવામાં આવેલ ત્રણ ઘંટા જેવી રચનાઓ હતી. મૃગજળ જેવું ત્રાજવું, જે અનેક પથ્થરો વચ્ચે ગુમ થતું હોય એવું, પણ જે જાણે પૃથ્વીનાં ગુપ્ત કરાર જેવું હતું.
જીતુભા અને શંકર રાવ વચ્ચેની જગ્યા એ ખજાનો અને ખજાનાની સીધી લીટીમાં 9-10 કિલોમીટર દૂર આવેલ મધ્ય ભૂમિ—તે કાનૂજ ગામની સીમ હતી. અને ત્યાંથી ફરી એક દાવ લઈ રહ્યો હતો—સજ્જન સિંહ. એની સાથે એના પાંચ ખૂનખાર સાથી અને નવા જોડાયેલ 2 સાથીઓ સાથે ખાટલીમાં બંધાયેલ પૂજા. કે જે એના માટે માત્ર વ્યક્તિ ન હતી, એ એક યુનિક કાર્ડ હતી. પોતાની સગ્ગી ભાણેજ પોતાની બહેન ની દીકરી પૂજા સજ્જન સિંહને પોતાના જુના પાર્ટનર ના વારસદાર અને એક વખતની પ્રેમિકા પાસેથી કરોડો કમાવી આપે એમ હતી. ઉપરાંત એને ખાતરી હતી કે એ ખજાનાનું કનેક્શન એના પોતાના ગામ ચાકલિયામાં હતું. અને પૂજાને પકડીને એ ખજાનો વિહે પણ વધુ માહિતી મેળવી શકશે.
સજ્જનના હાથમાં એક ટ્રેકર હતું, અને હની -ઈરાનીએ આપેલ માહિતી મુજબ હવે એને સીધા ચાલવાનું હતું. ખજાનો મંદ હવે એનાથી માત્ર સાડા ચાર કિલોમીટર દૂર હતો.
એ હસ્યો, અને પૂજાને ઉદ્દેશી ને કહ્યું. "ભાણી , આપણે જીવનમાં પહેલી વાર મળીયે છીએ. પણ તું પ્રાથના કરજે કે આ છેલ્લી વાર હોય, આજે તો મને ઉતાવળ છે. અને તું મારુ સુરક્ષાકવચ છે. મારે ભારત છોડીને હંમેશા માટે કોઈ અજ્ઞાત દેશમાં જવું છે. તાંરો પ્રેમી જો મને 1500 કરોડ આપશે તો તું છુટ્ટી. નહિતર પછી,...હા..હા..હા.."
"વિક્રમ તારો પીછો કરતો આવતો જ હ્શે. કંસ મામા તું જીવતો નહિ બચે." પૂજાના મોં માં પટ્ટી બાંધેલ હતી એ માંડ આટલું બોલી શકી.
"મને કોઈ રોકી શકે એમ નથી હમણાં 3-4 કલાક માં હું શ્રી નાથજીનો ખજાનો મેળવી લઈશ, ઓલા શેરા એ બહુ કોશીશ કરી તારા સસરાએ એને ક્યાં છુપાવ્યો હતો તને ખબર છે. છેક મારા નાક નીચે, હું જ્યાં રહેતો હતો ત્યાં જ એજ શહેરમાં અને એજ એરિયામાં હું એને આખી દુનિયામાં શોધતો રહ્યો. ખેર એ માટે મેં અઢળક ખર્ચ કર્યો છે એની જ ભરપાઈ મારી ભૂતપૂર્વ પ્રેમિકાનો દીકરો અને તારો પ્રેમી વિક્રમ કરશે. મારા હાથ માંથી તને બચાવવી શક્ય નથી. તારો પ્રેમી એના ઘરમાં રહેલ દગાખોર ને પકડાવવામાં પડ્યો છે. ઉપરાંત શેરા ને મારવા મારા ગુંડાઓ ફરી રહ્યા છે. તને બચાવવા કોઈ નહિ આવે ' કહેતા સજ્જન સિંહ વિકૃત હસ્યો. એના આ હાયમાં એના હાથીઓ પણ જોડાયા સજ્જન સિંહ સિવાયના બધા લોલુપ આંખે પૂજાની સામે જોઈ રહ્યા હતા. સજ્જન સિંહ એ જાણતો હતો પણ એને કઈ પરવા ન હતી. પૂજા એમની વાસનાભરી આંખોથી અકળાઈ રહી હતી બંધન અવસ્થામાં એ કઈ કરીહકે એમ ન હતી. સહેજ થાક ખાઈ ને સજ્જન સિંહ નો કાફલો ફરી ઉપડ્યો. એમની મંઝિલ હતી. કોશિવરાની એ અજ્ઞાત ટેકરી કે જેમાં ખજાનો દાબેલો હતો જે હવે માત્ર ચાર કિલોમીટર દૂર હતી .પણ….
સજ્જનસિંહ જાણતો ન હતો કે શંકર રાવ બીજા રસ્તેથી આવી રહ્યો છે તો એકદમ બીજી બાજુથી જીતુભા ખજાનાની રક્ષા અર્થે આવી રહ્યો છે.. બેસહાય અને ખાટલીમા બંધાયેલ અવસ્થામાં ભૂખ્યા વરુઓ જેમ ઘેરાયેલ હરણીને તાકી રહે એમ પૂજાના અંગના વળાંકોને સજ્જન સિંહના ભાડુતી ગુંડાઓ તાકી રહ્યા હતા. એમને એ હરણીનો શિકાર કરવો હતો પણ ઉતાવળ ન હતી. પહેલા સજ્જન સિંહ પાસેથી ખજાનામાં ભાગ મેળવવો હતો. પછી એ એકલો સજ્જન સિંહ આ માતેલા આખલા જેવા સાત સાત જાણે થોડો રોકી શકવાનો હતો/ અને રોકવા આવે તોય સાત જણા સામે એ ક્યાં ટકવાનો હતો. આમ મનમાં વિચારીને જંગલમાં આગળ વધી રહ્યા હતા. લોલુપનજરથી બચવાનો બીજો કોઈ રસ્તો પૂજાને દેખાતો ન હતો. નિસહાય પૂજાએ પ્રભુને સહાય માટે મૉટે મોટેથી પ્રાર્થના કરવા મંડી એ સાંભળીને સજ્જન યહ અને એના સાથીઓ એ અટ્ટહાસ્ય કરવા માંડ્યું પણ એમને ખબર ન હતી કે એક અલગ જ દિશા માંથી એક અણધારી વ્યક્તિ પૂજાની સહાય કરવા ધસમસતી આવી રહી હતી.
ક્રમશઃ
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.