આગળ સ્ટોરી ની શરૂઆત પહેલા હું તમને જણાવવા માંગુ છું. કે જાનવી ની ફેમિલી જે સુખી રીતે જીવી રહ્યું છે. તે આગળ જઈને બધું જ બદલાઈ જવાનું છે.
જાનવી ના માં બાપ માટે તો તે તેમનો જીવ છે., તેમની દુનિયા છે.
પરંતુ જે જાનવી અત્યારે નાની છે તે શું મોટી થઈને તેના માં બાપ પ્રત્યે પ્રેમ રાખશે.? તેનો જવાબ તમને જાતે જ આગળ મળતો જશે.
ફેમિલી આજે આટલું બધું ખુશ છે તેમની પાસે મુશ્કેલી તો છે. પરંતુ તે હસીને પહોંચી વળે તેમ છે. પણ જ્યારે જાનવી સમજણી થાય છે. ત્યારે તેના પરિવાર નું આખું જ વાતાવરણ બદલી નાખે છે. જાણે ખુશનુમા વાતાવરણ માં અચાનક તોફાન ફરી વળે છે.
આપણે હવે આગળ શું થાય છે તે જોઈએ,
જ્યારે નાના છોકરાઓ પહેલો શબ્દ મમ્મી અથવા માં બોલે છે. ત્યારે જાનવી પહેલો શબ્દ "પા" બોલે છે. તેના પા શબ્દ સાંભળી ને મીતભાઈ નું હૈયું ભરાઈ આવે છે. અને તેમની આંખોમાંથી ખુશી ના ઝરમરિયાં નીકળે છે. તેની મમ્મી ને તો એમ કે તે મમ્મા કે માં જ બોલશે પણ તેવું થયું નહીં. થોડા સમય પછી જાનવી ધીરે ધીરે કરતા નાના નાના શબ્દો બોલવા લાગી. જ્યારે તે આવું કંઈક બોલતી ત્યારે તે બહુ જ ક્યૂટ લાગતી. અને તેના મમ્મી પપ્પા તો તેને બોલાયા જ કરતા અને ખુશ થઈને સાંભળ્યા જ કરતા.
આમ જ જાનવી પણ મોટી થઈ ને સાડા 4 વર્ષ ની થઈ હતી.
તેના ઘર ની બારીમાંથી જાનવી ના પપ્પા નું કારખાનું દેખાતું. જાનવી તેના પપ્પા ને જોવા માટે આખો દિવસ બારી સામે જ બેસી રહેતી અને જોયા કરતી. તેના પપ્પા બહાર હાથ ધોવા આવે કે બીજા કોઈ ભાઈ દેખાય કે જાનવી જોર થી બૂમ પાડીને કહેતી,, " ઓ કાકા મારા પપ્પા ને બોલાવો ને " કારખાના ના કારીગરો પણ તેની કાલીઘેલી વાતો સાંભળતા અને હસતા.
કોઈ તેના વાંકડિયા વાળ જોઈને કાનો, જીફરાડી , જાનુ, ડોશીમાં, કોયલડી વગેરે શબ્દો થી બોલાવતા.
જાનવી ને બાલમંદિર માં બેસાડવાનું તેના મમ્મી પપ્પા એ નક્કી કર્યું. પરંતુ તેના પપ્પા ને બીક લાગતી હતી કે તેમની દિકરી ને કોઈ ટીચર મારશે તો!, કોઈ તેને હેરાન કરશે તો! આની બીક માં તેમણે નક્કી કર્યું કે જાનવી ને જે સ્કૂલ માં મોકલશે. તે જ સ્કૂલ માં જાનવી ના મમ્મી ટીચર બની જશે. જેથી જાનવી નું ધ્યાન રાખી શકે.
જાનવી અને તેની મમ્મી નો સ્કુલ માં પહેલો દીવસ હતો.અને તેની મમ્મી તો તેને તૈયાર કરતા કરતા રડ્યા લાગ્યા. અને તેના પપ્પા તો તેને કે કે જ કરે, "બેટા ધ્યાન રાખજે, કોઈ કઈ કે તો મમ્મી જોડે જજે. અને તેની મમ્મી ને પણ તેના પપ્પા એ કીધું કે ઘડીએ ઘડીએ જાનવી ના ક્લાસ માં જઈને જાનવી ને જોવા જવાનું જ."
જાનવી તેના ક્લાસ માં ગઈ અને ઉષાબહેન તેમના ક્લાસ માં ભણાવવા લાગ્યા. પહેલો દિવસ હતો તો પણ જાનવી ની તો બહેનપણી બની ગઈ. તે છોકરી જાનવી ના ઘર પાસે જ રહેતી હતી. તેનું નામ સ્નેહા હતું. અને તે જાનવી ની પહેલી બહેનપણી બની.
અને આ બાજુ ઉષાબહેન ચપળતા, કૌશલ્ય અને ગુણવાન હતા કે બધા સ્ટાફ વાળા અને તેમના વિધાર્થીઓ પણ તેમને પહેલા જ દિવસે માન આપવા માંડ્યા.
જાનવી ટીચર ની છોકરી છે તેવું જાણીને જાનવી ના ટીચરે તેને પહેલી પાટલી ઉપર બેસાડી હતી. ઉષાબહેન ને જેવો સમય મળ્યો, ત્યારે તે જાનવી ના કલાસ માં જોવા ગયા.
ત્યાં તો જઈ ને જોયું તો જાનવી ક્લાસ ની વચ્ચે ઊભી ઊભી બાળકો ને ' એક બિલાડી જાડી, તેને પહેરી સાડી.. ' વાળું ગીત ગવડાવતી હતી. અને બાળકો તેને જોઈને ગાતા હતા. તેના ટીચર અને ઉષાબહેન સાઈડ માં ઊભા રહીને તેને જોતા હતા.
☺️ Thank you so much ☺️