એક વખત ની વાત છે . એ વિશાળ જનમેદની વચ્ચે એક જૈન સાધુ પ્રવચન આપી રહ્યા હતા . આમ તો બધા ધર્મ ને પોત-પોતાના આગવા નિયમ હોય જ છે પરંતુ બધા નો હાર્દ તો એકતા અને પરંપરા જ જાળવવાનો હોય છે . આ સાધુ નિત્ય કર્મ પ્રમાણે પ્રવચન આપતા પરંતુ ઓલી કહેવત છે ને 'બધાનો સમય આવે' તો સાધુ નો કેમ ન આવે . આજે વિશાળ જનમેદનીને તેઓ સંબોધી રહ્યા છે અહિંસા પર ચર્ચા નો મારો ચલાવ્યો દરેક જીવની સેવા કરવી જોઈએ તેઓ આપણને કોઈકના કોઈ રૂપે મદદરૂપ થાય છે. આટલું સાંભળતા જ એક યુવાન ઊભો થયો ને જોર- જોરથી બરાડવા માંડ્યો તમે સાચું કહી છો મારી સાથે પણ આવુ થયું છે એક વખત માછલી એ મારો જીવ બચાવેલ છે. હવે આ વાત સાંભળી બધા ચોંકી ઉઠ્યા એક માછલી માણસ નો જીવ કેવી રીતે બચાવી શકે? તમને અને મને બંને ને આશ્ચર્ય જગાડે તેવી ઘટના છે.ઘણા મોનકોની પ્રવચન શૈલી એકતરફી હોય છે. એમાં સંવાદ કે પ્રશ્નોત્તરીની જગ્યાએ શ્રવણ અને માન્યતા જ વધુ હોય છે."ધર્મગુરુ કે સંત પર શંકા કે પ્રશ્ન કરવું એ અવમાનીય માનવામાં આવે છે, જ્યારે પ્રશ્ન શંકા નથી, શીખવાની પદ્ધતિ છે."હવે આ સાધુ ના પ્રવચન મા આ યુવક એ જાણે સાધુ ને એક નવી ઓળખ આપી.તેમના પ્રવચન ની વાત ઠેક ઠેકાણે થવા લાગી. મોટા મોટા લોકો ને જૈન સાધુઓ તેમને મળવા આવવા લાગ્યા . ધર્મ ના અગ્રણી ગણાતા સાધુઓ મા તેમનુ નામ લેવાવા મંડાયું. એક પ્રવચન એ સાધુની જિંદગી ફેરવી નાખી.સાધુ પણ એટલા નામનામા ડૂબી ગયા કે તેમને યુવક ને એ પણ ના પૂછ્યું કે માછલી એ તારો જીવ કેવી રીતે બચાવ્યો. સાધુ એ યુવક ને પોતાની પાસે રાખી લીધો ને કહ્યું તારે દરેક પ્રવચન મા આવી ને આ માછલી વારી વાત નું રટણ કરવા માંડવાનું .યુવક ને પણ સાધુ પૈસા આપતા ને સાધુ ને પણ નામના ને કિર્તી મળી રહેતી. આમ બન્ને નું હાલ્યા રાખતું એક તીરથી બે નિશાન સંધાતા હોય તો કોણ નો સાંધે ? મહિનાઓ પછી ઋષિ ને આશ્ચર્ય થયુ કે યુવક નો જીવ માછલી એ કેવી રીતે બચાવ્યો હશે ? તેઓ ને તેમના શિષ્ય ને બોલાવી ને તે યુવક ને બોલાવી લાવા કહ્યું. યુવક આવ્યો ને ઋષિ એ પૂછ્યું હવે યુવક નો જવાબ વાર્તા ને નવી જ દિશા મા લય જાય છે.યુવક એ કહ્યું :એમાં થયુ હતું એવુ કે હું ને મારા મિત્રો જંગલ મા ફરવા ગયા હતા ને અમે મિત્રો વિખૂટા પડી ગયા હું બે દિવસ થી ભૂખ્યો હતો ખાવા માટે કાઈ પણ હતું નહી હું જંગલ માં આગળ ગયો ત્યાં મને નદી દેખાણી ને તે નદી મા માછલી હતી એ માછલી ને મેં ખાધી ને મારો જીવ બચી ગયો. આ સાંભળીને ઋષિ પાસે તો શબ્દો જ ના હતા બોલવા માટે. પરંતુ બન્ને નું હાલતું હતું .કોઈ શા માટે પોતાના પગે કુહાડી મારે?
***
આજના સમય મા પણ આવા લોકો જોવા મળતા જ હોય છે હું કોઈને આરોપ નહી કરતો બસ આપણે આંધળું અનુકરણ કરવાનું નથી.
ભગવદ્ ગીતા, શ્લોક 34, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
ઉપદક્ષ્યંતિ તે જ્ઞાનું જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥
અર્થ:
સાચું જ્ઞાન મેળવવા માટે વિદ્વાનો પાસે જાવ, વિનમ્ર રહો, સેવા કરો અને પ્રશ્નો કરો. એવા જ્ઞાનીઓ તને તત્ત્વનો ઉપદેશ આપશે.
આપનો કિંમતી સમય આપી વાંચવા બદલ આભાર 🙏માફ કરજો કોઈની લાગણી ને ઠેસ પહોંચી હોય તો.