🌹🙏ૐ શ્રી ગુરુમાઁબાબા મનસાજરતકારું વનદૈવ્યે નમઃ 🙏🌹
પ્રેમ તરફ પ્રયાણ..
પ્રેમ તરફ પ્રયાણ એ પ્રકૃતિ તરફનું આકર્ષણ.. પ્રકૃતિ અને પુરુષનું સમાગમ એટલે શ્રુષ્ટિની ઉત્તપતિ. શ્રુષ્ટિનાં ઉદભવમાં પંચતત્વ સ્વરૂપ ઈશ્વરની ઈચ્છા કૃપા અને આશીર્વાદ.
પ્રેમ લાગણી આકર્ષણ સંવેદના તિરસ્કાર પ્રતિકાર સ્વીકાર ઈર્ષા કરુણા દયા મમતા કાળજી ઉપહાસ બધાં પ્રેમવ્યાકરણ સમજાય ના સમજાય..મીઠો એહસાસ...આ એક પ્રેમસંહિતાઃ...
"પિતા પુત્રપુત્રી" નો પ્રેમ "માઁ દીકરા દીકરી"નો પ્રેમ દરેક સબંધમાં સંવેદના પ્રેમ કાળજી કરુણા માયા દયા મમતા સ્વીકાર આકર્ષણ એનો તીવ્ર એહસાસ હોય છે.
રામાયણમાં મંથરાએ કૈકઈના કાન ભંભેર્યા અને કૈકઈને સહુથી વધુ પ્રિય એવાં રામને પુત્રાંધ પ્રેમમાં વશ થઈ વનવાસ આપ્યો.
આમાં પ્રેમ જાગ્રત હોવાં છતાં નકારાત્મક અને હકારત્મક ઉર્જા બન્ને એ ભાગ ભજવ્યો. આજ કૈકઈ રામ લંકાવિજય પછી અયોધ્યા પાછા આવ્યા કૈકઈનું કરુણામય માતૃત્વ રામને ચરણે પડેલું.
કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા ગયાં.. સૂના પડેલાં વૃંદાવનમાં ના મોરલીના સૂર લહેરાયા ના વૃક્ષો ક્ષ્રુપોમાં ફળ ફૂલ આવ્યાં. મોર ટહુકા ભૂલ્યા કોયલ મીઠાં બોલ. સુની ધરતી સૂના ગગનમાં અશ્રુભરી રાધાની આંખ.. એક આંસુ... સુદ્ધા આંખની બહાર ટપકવા નથી દેતી.. કારણ..
પોતાનાં કૃષ્ણ માટેનો પ્રેમ એનો વિરહ એની પીડા કોઈને બતાવવા જતાવવા નથી માંગતા.. પોતાનાં કાનાની ફરિયાદ કાનાને પણ નથી કરતાં.. પોતાનાં પ્રેમનો મહાસાગર "દિલ"માં સમાવી સહી રહેલાં..
રાધા એમની તથા કૃષ્ણની વાતો પ્રેમ લાગણી એહસાસ પોતાનાં દિલમાં રાખી કાળજે કંડારીને રાખે છે.
પ્રેમ અદ્ભૂત એહસાસ પાવન પવિત્ર પાત્રતા ખુમારી ગુરુર એક અંગત અનુભવ છે એ બે દિલથી બનેલો એક પવિત્ર ઓરા છે એનો કૈફ.. કદી ના ઉતરતો નશો.. એવી પાત્રતા ધારાવનારને જ સમજાય છે અનુભવાય છે.
આ અનુભૂતિ કોઈ શબ્દોમાં વર્ણાવાતી નથી કોઈને કહી શકાતી નથી કોઈને પણ આપી નથી શકાતી. એનો આગવો અનુભવ છે સાક્ષાત્કાર છે.
પ્રેમ.. એક એહસાસ.. એક પવિત્ર અનુભવ..
પ્રેમ... પ્રેમ એક પવિત્ર એહસાસ લાગણી ભાવના મનની સંતૃપ્ત સ્થિતિનો આનંદદાયક ભાવ..
પ્રેમ સાથે તપ, તપસ્યા, આરાધના, ઉપાસના, મન સાથે મનોબળની આત્મશક્તિ એક અદ્ભૂત અનુભૂતિ વણાયેલી છે.
એનાં મૂળમાં નિસ્વાર્થ વફાદારી છે.. ત્યાગનું તપ છે છતાં પ્રેમની સાચી ભૂખ અને ઝંખના છે આજ પ્રેમ લક્ષણા ભક્તિ છે.. આ કુદરતનો આ ઈશ્વરીય શક્તિનો એહસાસ છે.. પ્રેમ સાથે વાસનાનું વળગણ નથી પરંતુ વફાદારી સાથે સમર્પણ છે. સમર્પિત થયાં પછીનું સાચું સુખ અને આનંદ છે.. આજ ભાવ અનુભૂતિમાં ઈશ્વરનો મેળાપ સમાગમ છે એને પામવા બસ એક સંપૂર્ણ ઈચ્છા સંકલ્પ અને સમર્પણ જરૂરી છે.
ઘણી વાર જે વ્યક્ત કે સમજાવી નથી શકાતું તે ભાવવિભોર થઈ એહસાસ કરાવી શકાય છે ભલે ત્યારે શબ્દો નિશબ્દ થઈ જાય પણ એ સાંકેતિક ભાવ એહસાસ અનુભવ કરાવી જાય છે..
આ અનુભૂતિમાં વાચા બંધ છે મૂક છે આંખો ઉભરાય છે ભાવવાહી આંસુ શબ્દ બને હૃદય નિર્મળ બને અને પ્રેમનો સાક્ષત્કાર થઈ જાય..
આવાં સમયે ના સ્તુતિ.. શ્લોક.. કોઈ મંત્ર કે તંત્ર કામે લગાડવું પડે ના કોઈ યત્ન પ્રયત્ન કરવાં પડે.. અને બસ... હૃદયથી સ્વીકાર થઈ જાય.. ના કોઈ નીતિનિયમ કામ કરે ના કોઈ સીમા સંકોચ કે ડર રહે.. બસ પ્રેમની અનુભૂતિ થાય સ્વીકાર થાય..
એમાં ના કોઈ વચનની લાહણી થાય ના કોઈ બંધન પરીક્ષેપમાં દેખાય છતાંય કોઈ અગમ્ય અગોચર અદ્રશ્ય પ્રેમની દોરી થકી બંધન થાય.. આપોઆપ સ્વીકાર અને સમર્પણ થાય..
રામસીતા..રાધા કૃષ્ણ.. મીરાં.. નરસિંહ..આમાં શ્રેષ્ઠ ઉદાહરણ.. કોઈ પાત્ર એમનો પ્રેમ સમજવા એમની એકમેક સાથેની વફાદારી અને મન દિલની સમજણ એકરૂપતા કોઈ સમજી જ ના શક્યું..
પ્રેમની તાકાત આકર્ષણનું કારણ બને હૃદય આત્મા એકમેકથી જોડાય.. સબંધનો એક પવિત્ર ઓરા તૈયાર થાય.. એમાં તનનો કોઈ સરોકાર નથી વાસનાનો સમાવેશ નથી છતાં "બધું " જ છે.પ્રેમમાં વ્યક્તિ ભલે હોય પણ ઈશ્વરની સાક્ષીમાં સમજણ અને વફાદારી જોડાય પછી એનો સ્વીકાર થાય.
મૂળમાં પ્રેમની અનુભૂતિ જાગૃત થઈ હોય તો સ્પર્શમાં સ્વર્ગીય આનંદ મળે છે.. સુખ નહીં.. "આનંદ".. સુખનું આયુષ્ય નથી પણ પ્રેમ.. આનંદ અમર અને અનંત છે.
માઁ નો પ્રેમ એવો મળ્યો કે એ પાકો એહસાસ છે. એ મારાં દિલ કાળજે અંકિત છે ડગલે ને પગલે સાચો પ્રેમ એની આહટ એનો સંકેત આપે છે...
દક્ષેશ ઇનામદાર. "દિલ"..