એપિસોડ 2 : હાર્ડ સર્વાઇવલ
બધા મરી ગયા હતા. હા, બધા જ. અને કિસ્મત કહો કે બદકિસ્મત, કોઈ પણ રીતે, આખી દુનિયામાં હું જ એક બચ્યો હતો. આખી દુનિયા શાંત પડી ગઈ હતી. ચારે બાજુ દેખાતું હતું તો બસ જ્યાં-ત્યાં પડેલી ગાડીઓ, લૂંટેલી દુકાનો અને લોહીથી સુકાઈ ગયેલા રસ્તાઓ. બધા શહેરો કોઈ બેચલરના રૂમ જેવા અસ્ત-વ્યસ્ત થઈ ગયા હતા.
આ બધુ થયું હતું એક દવાના લીધે. એક સ્ટાર્ટઅપ, જેના વિશે કોઈએ સાંભળ્યું ન હતું, તે લોકોને "હંમેશ માટેની યુવાની"નું વચન આપતી કોઈ ફાલતુ ટેબલેટ વેચી રહી હતી. ઇન્ફ્લુએન્સર્સ તેના ભરી-ભરીને વખાણ કરી રહ્યા હતા. સેલિબ્રિટીઓએ તેને સમર્થન આપી રહ્યા હતા. અને થોડા સમય માટે તે ટેબ્લેટ્સે કામ કર્યું. લોકો યુવાન અને મજબૂત દેખાવા લાગ્યા હતા, જાણે તેમની ઉંમર વધતી અટકી ગઈ હતી. આવા રિઝલ્ટ જોઈને બીજા લોકો પણ આ દવા લેવા લાગ્યા.
અને પછી તે દવાની આડઅસર ચાલુ થઈ. લોકોને ઊંઘ આવતી બંધ થઈ ગઈ, લોહીની ઊલટી થવા લાગી. પછી તે દવાનો ઉપયોગ કરેલ બધા લોકો અડધા-મરેલા જેવા થઈ ગયા. જાણે કે ભૂખથી ઓટોપાયલટ પર ચાલતી-ફરતી મગજ વગરની માંસની કઠપૂતળીઓ. અડધી દુનિયા તો પહેલાથી જ આ દવા ખાઈને બેઠી હતી. અને બાકીની અડધી દુનિયાને આ ઓટોપાયલટ લોકોએ પોતાનો ખોરાક બનાવી દીધો હતો અથવા તેને પોતાનો ચેપ લગાડી દીધો હતો. એટલે હવે દુનિયામાં જીવતા માનવ-માંસની ભૂખથી ભરેલા અડધા-મરેલા ઝોમ્બી બચ્યા હતા. અને હું.
આટલી મહામારી પછી પણ હું એક જ બચ્યો હતો. એટલા માટે નહીં કે હું હોશિયાર હતો, કે હોલીવુડના હીરોની જેમ બહાદુર હતો. ના. હું બચી ગયો કારણ કે હું એક આળસુ, સીધો-સાદો, ઘર-ઘૂસલો, સમાજથી સાત ફૂટ દૂર રહેવા વાળો અને હોરર-ફિલ્મનો મોટો ફેન હતો. મેં મારા જીવનનો મોટાભાગનો સમય હાઇ ડેફિનેશન ટીવીમાં ભૂતો અને ઝોમ્બીને જીવતા લોકોને ખાઈ જતા જોવામાં વિતાવ્યો હતો.
એટલે મને બરાબર ખબર હતી કે જીવતું રહેવું હોય તો શું કરવું. અને એનાથી વધુ જરૂરી, શું ન કરવું. જેમ કે, ચીસો નહીં પાડવાની, કોઈ ચેપવાળા વ્યક્તિને બચાવવાનો પ્રયાસ નહીં કરવાનો, અને ખાસ, અંધારાવાળા ભોંયરામાં જઈને "કોઈ છે?" તો કહેવું જ નહીં. એટલે મારી જાતને બચાવવા મારી પાસે એક પ્લાન હતો- હું પણ તેમના જેવો બની ગયો.
હું એમ નથી કહેતો કે મેં માણસોનું માંસ ખાવાનું ચાલુ કરી દીધું હતું. કે પછી પગ ઢસડીને ચાલવાનું કે અવનવા આવજો કાઢવાનું ચાલુ કરી દીધું હતું (મતલબ થોડું ઘણું!). પણ મને સમજાઈ ગયું હતું કે જો તમે તે ઓટોપાયલટ ઝોમ્બીની જેમ ઢસડીને ચાલો, તેમની જેમ હુ-હુ અવાજ કરો, અને માંસ અને લોહી પોતાના શરીર પર ઘસી નાખો અને થોડો-ઘણો ગટરના પાણી ના છાંટા, તો અભિનંદન તમે એક સર્ટિફાઇડ ઝોમ્બી બની જાવ છો. અને રિયલ ઝોમ્બી તમને એ રીતે ઇગ્નોર કરશે જેમ બ્રેકઅપ થયેલ કપલ એકબીજાને કરે છે.
મને યાદ છે કે જ્યારે હું પહેલી વાર નકલી ઝોમ્બી બન્યો હતો. તે દિવસે હું મારા એપાર્ટમેન્ટ બિલ્ડિંગની બહાર નગ્ન ઉભો હતો, સિવાય કે બોક્સર શોર્ટ્સ. અને શરીર પર લગાવ્યું માંસ, લોહી અને થોડા ઘણા ગટરના પાણીના છાંટા. (જીવતું રહેવા કરવું પડ્યું, ભાઈ! શું કરું.) મને રસ્તા પર ત્રણ ઓટોપાયલટ દેખાયા. બાઘાની જેમ ધીરે-ધીરે ડોલતા અને પગ ઢસડીને ચાલી રહ્યા હતા. અને મોઢામાંથી હુ-હુ. તે એટલા લોહીથી લથપથ હતા જાણે કોઈએ તેમના પર સ્પ્રે પેઇન્ટ કર્યું હોય.
મેં ઊંડો શ્વાસ લીધો. ડરથી નહીં, પણ મને ઉલટી ના થઈ જાય એટલે. પછી હું મારી શ્રેષ્ઠ ઝોમ્બીની એક્ટિંગ કરતો આગળ વધ્યો. જડબું લબડેલું, ત્રાસી ડોક, આંખો અડધી બંધ, લબડતા નબળા હાથ અને ઢસડાતા પગ.
તેઓએ મારી સામે જોયું પણ નહીં! કે ભાઈ ચલો ઝોમ્બી-ઝોમ્બી ભાઈ-ભાઈ છે તો હુ-હુ કરીને હાઇ-હેલ્લો તો કરે. એ પણ નહીં. બસ મારી નજીકથી ધીરે-ધીરે ચાલતા સરકી ગયા. મને તો રોવું આવી ગયું. થોડુંઘણું રાહતથી. થોડુંઘણું સડેલા માંસની ગંધથી.
તે તેરમો દિવસ હતો. અને હવે.. કદાચ.. બેતાલીસ-તેતાલીસ હશે? મેં પછી ગણતરી કરવાનું જ બંધ કરી દીધું હતું.
મને તો આમાં મજા આવવા લાગી હતી. હવે તો હું પણ એકદમ અસલી જેવો નકલી ઝોમ્બી બનવામાં માસ્ટર થઈ ગયો હતો. આ આખી દુનિયા ખતમ થવાની વાત ભયાનક અને નિરાશાજનક માનવામાં આવે છે. પણ મને તો આ લાંબા વેકેશન જેવું લાગી રહ્યું હતું. એક સારું (અને ખરાબ પણ) એકલવાયુ, સ્વતંત્ર વેકેશન. જ્યાં મને કંઈ પણ કરવાની છૂટ હતી. ગમે ત્યાં જવાની છૂટ હતી. કોઈપણ ચિપ્સની ન ખોલેલી બેગ ખાવાની છૂટ હતી. મેં દરેક મોલ અને સુપર-માર્ટને લૂંટયા હતા. ગગનચુંબી બિલ્ડિંગ પરથી મૂતર્યો હતો. અને રાત્રે ઊંડા મૌન અંધારામાં હું છત પર ચડી જતો અને કોઈ મોંઘી સિગાર (મોલમાંથી લૂંટેલી) મોંમાં રાખીને (ખાલી મોંમાં જ રાખતો, પીતા નહોતી આવડતી મને) ઝોમ્બીઓને જોતો. આવું હતું મારું વેકેશન.
સિવાય કે... મારી સાથે વાત કરવા માટે કોઈ નહોતું. હું ફેશન સ્ટોરના પૂતળાઓ સાથે વાતો કરતો, તેમના પર ગુસ્સો કરતો (કમસે કમ તે મને ખાવા મારી પાછળ તો નહીં દોડે!). જોક્સ કહીને જાતે જ એકલો હસતો.
મેં ઢોંગ કરવાની કળામાં નિપુણતા મેળવી લીધી હતી. ઝોમ્બી હોવાનો ઢોંગ, મને જૂની નોર્મલ દુનિયાની યાદ નથી આવતી તેનો ઢોંગ, આ વેકેશનને એન્જોય કરવાનો ઢોંગ અને જીવતા રહેવાનો ઢોંગ.
એ બધુ જે હોય તે, પણ આ પરિસ્થિતિમાં પણ મોજ કરતાં મેં શીખી લીધું હતું અને મેં એક મસ્ત પ્લાન બનાવ્યો છે. થિયેટરમાં પોર્ન જોવાનો. (મને જજ ના કરતાં! દુનિયા ખતમ થઈ ગઈ હતી અને એક જુવાન છોકરાની પણ શારીરિક જરૂરિયાત હોય છે.)
મને એક લૂંટાયેલા અસ્ત-વ્યસ્ત એન્ટરટેનમેન્ટ શોપના કાઉન્ટર નીચેથી પોર્ન ડીવીડી મળી. (દુનિયામાં મહામારી હતી અને એવા તો કયા ચુથીયા હતા જે ડીવીડી લૂંટવા આવ્યા હતા!) તે ડીવીડીનું કવર થોડું ફાટી ગયું હતું. તેમાં અર્ધ-નગ્ન પોર્ન સ્ટારનો ફોટો હતો. મેં બે મિનિટ સુધી તેને જોઈ અને ફોટો જોઈને જ નીકળી જાય તે પહેલા હું ડીવીડી ટીશર્ટમાં નાખીને ત્યાંથી નીકળી ગયો.
થિયેટર ત્યાંથી ફક્ત પાંચ મિનિટ દૂર હતું. થિયેટરની બિલ્ડિંગ જૂની હતી. બહાર એક મોટું પોસ્ટર લાગેલું હતું, તેના પર લખ્યું હતું: “COMING SOON: FAST & FURIOUS 18.” સ્પોઇલર: તે ક્યારેય આવવાનું નથી.
હું બીયરના બે કેન અને પોપકોર્નની પ્લાસ્ટિક બેગ લઈને અંદર ગયો જે મેં એક જૂના સ્ટોરમાં માઇક્રોવેવ કરી હતી. લોબીમાં અંધારું હતું, પણ એટલું પણ નહીં કે કઈ દેખાય નહીં. હું ફ્લોર પર તૂટેલા કાચથી બચીને ચાલતો સ્ક્રીન-3 તરફ ગયો. તે સૌથી મોટું ઓડિટોરિયમ હતું. લાલ રંગની સોફા જેવી વેલ્વેટ સીટો. ત્રણ-ચાર માળ જેટલો મોટો પડદો. ડોલ્બી સરાઉન્ડ સાઉન્ડ. (જલસા પડી જવાના છે!)
મેં પ્રોજેક્શન રૂમમાં જઈ મશીન ચાલુ કર્યું. તેને ચાલુ કરવામાં થોડો સમય લાગ્યો. પછી સ્ક્રીન એવી રીતે પ્રકાશિત થઈ ગઈ જાણે સ્વર્ગમાંથી લાઇટ આવતી હોય. ડીવીડી લગાવીને પછી મેં પ્લે દબાવ્યું. પછી થિયેટરમાં આવીને એકદમ વચ્ચેની સીટમાં બેસી ગયો.
ખરાબ મેકઅપ અને ખરાબ એક્ટિંગ કરતી પોર્ન સ્ટારથી ફિલ્મની શરૂઆત થઈ. (જોકે આવી ફિલ્મો એક્ટિંગ માટે કોણ જોવે છે, ‘એક્શન’ માટે જોવે છે.) પોર્ન સ્ટારની મોટી-મોટી આંખો હતી (હા, તે પણ મોટી હતી.) સ્તનો તો જાણે હમણાં ફૂટી પડશે તેટલા મોટા.
લગભગ પાંચ મિનિટ થઈ પછી મેઇન સીન ચાલુ થયો. હું ભાવનાત્મક, આધ્યાત્મિક અને શારીરિક રીતે તેમાં પરોવાઈ ગયો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા જીન્સના બટન ખોલ્યા. અને પછી મેં એ કરવાનું શરૂ કર્યું જે કોઈપણ એકલો માણસ થિયેટરમાં પોર્ન જોતાં કરત.
જે મજા મને આવી રહી હતી તેનું વર્ણન શક્ય નથી. મારું મન બધી ચિંતાઓથી મુક્ત થતું જણાઈ રહ્યું હતું. મહિનાઓ પછી આ બધી ધમાલમાં મને પરમઆનંદની શાંતિ મળી હતી.
ત્યાં જ આ શાંતિને ભંગ કરતો હુ-હુ નો અવાજ મને સંભળાયો. હું થીજી ગયો. હલ્યો નહીં. શ્વાસ લીધો નહીં. તે અવાજ ફરીથી આવ્યો. વધારે નજીકથી આવ્યો. મેં ધીરેથી માથું ફેરવ્યું. અને ત્યાં હતો, એક ઝોમ્બી. પાછળની લાઇનમાં. તે મને જોઈ રહ્યો હતો. સ્ક્રીન પર ચાલતા આટલા મસ્ત પોર્નને નહીં, મને જોઈ રહ્યો હતો.
ગભરાવવાનું નથી, બસ એક્ટિંગ કરવાની છે, કઈ નહીં થાય, મેં મારી જાતને કહ્યું. હું ઝોમ્બીના કેરેક્ટરમાં આવી ગયો. મેં જડબું થોડું લબડાવ્યું, ડોક ત્રાસી કરી, આંખો અડધી બંધ કરી અને જોરદાર, ક્લાસિક, ઝોમ્બીનો હુ-હુ અવાજ કાઢ્યો.
આ ટ્રિક આમ તો કામ કરી જ જાય છે. પણ. પણ. પણ. પછી ઝોમ્બીએ ત્યાં જોયું જેને હું છુપાવી ના શક્યો. મારો ગર્વથી ટટ્ટાર ઊભો 6 ઇંચનો સામાન.
તે ઝોમ્બાએ મૂંઝવણ સાથે મારા સામાન તરફ એકધારું જોયું અને પાછો અવાજ કાઢ્યો. અને ભગવાનના સોગંદ ખાઈને કહું છું, તે જ ક્ષણે મને સમજાયું. ઝોમ્બિઓના સામાન ઊભા ના થાય. તે મરેલા લોહી વાળા ઓટોપાયલટમાં ચાલતા કઠપૂતળા છે.
હું હવે શું કરવું તેણી મૂંઝવણ સાથે, અડધું પેન્ટ કાઢેલો, અડધું માસ્ટરબેશન કરેલો ત્યાં જ બેઠો રહ્યો. ડરમાં-ને-ડરમાં મારો સામાન તેના મૂળ રૂપમાં આવવા લાગ્યો અને તે ઝોમ્બાને ખબર પડી ગઈ કે હું તેનો નાત-ભાઈ નથી. તેને ખબર પડી ગઈ કે હું તેનો તાજો ખોરાક છું.
અચાનક તે ગર્જના કરીને મારા પર ઝપાટો બોલાવતો કૂદયો. હું ઊભો થઈને ભાગવા ગયો ત્યાં મારા પોતાના અડધા કાઢેલા પેન્ટના લીધે ત્યાં જ કાર્પેટ પર પડી ગયો. હું ઊભો થઈને દોડવાનું વિચારું તે પહેલા તે પાયલટે મારા પર ક્રેશ લેન્ડિંગ કર્યું.
તેણે તેના લોખંડ જેવા, હાડકાંને તોડી નાખે તેવા દાંત મારી ઝાંઘમાં મારીને બટકું ભર્યું અને માંસનો લોથડો ખેંચ્યો. ગળેથી, પેટથી, પાછળથી, બધેથી મારી બૂમ નીકળી ગઈ. જાણે કોઈ ભીના મોજા ચાવી રહ્યું હોય તેવો અવાજ મને આવ્યો. દર્દનો માર્યો હું રડવા લાગ્યો. મેં લાત મારીને, ધક્કો મારીને, મુક્કો મારીને, કઈં પણ કરીને તેણે મારાથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પણ તે મારી ઝાંઘને છોડવા તૈયાર નહોતો. કોઈ મૂવીની જેમ મારા શરીરમાંથી લોહીના ફુવારાઓ છૂટવા લાગ્યા. તે મને ચાવતો જ ગયો.
મને આંખે અંધારા આવ્યા અને ધીરે-ધીરે મારી આંખો બંધ થવા લાગી. મેં મારી આંખો બંધ થતાં પહેલા ના તે ઝોમ્બીને જોયો કે ના મારા લોહીના ફુવારા છોડતા શરીરને જોયું. મેં જોઈ મોટી સ્ક્રીન પર ઓર્ગેઝમથી ભીની થઈ રહેલી મોટી ‘આંખો’ વાળી પોર્ન એક્ટ્રેસને. હું મૃત્યુ પામ્યો મારા હાથમાં મારા સામાન અને ચહેરા પર સ્મિત સાથે.
* * *
જો તમને આ શોર્ટ ગમ્યો હોય તો રિવ્યુ અને રેટિંગ આપી શકો છો. વાંચવા માટે ધન્યવાદ.
Gujarati translation of “Babes, Blood and Bots (English)” by Jignesh Chotaliya. Available in Matrubharti.