Colors of Krishna's life in Gujarati Short Stories by Abhinav Ahir Writer books and stories PDF | કૃષ્ણના જીવનના રંગો

Featured Books
Categories
Share

કૃષ્ણના જીવનના રંગો

લેખક પરિચય:-⬇️
જય દ્વારીકાધીશ મિત્રો , હું જામનગર શહેરનો રહેવાસી અભિનવ ચેતરીયા. મારો પ્રથમ લેખ
 " કૃષ્ણ ના જીવનના રંગો " જે ભગવાન શ્રી કૃષ્ણ ને સમર્પિત કરેલ છે, ઉંમર માં થોડો નાનો છુ પરંતુ મને લેખનનો શોખ બહુ હોવાથી સાહિત્યમાં રસ ધરાવુ છું
હાલ અત્યારે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને સાથે સાહિત્ય સાથે જોડાયો છું

લેખ ની પ્રસ્તાવના:-⬇️
" કૃષ્ણ ના જીવનના રંગો " એ એક શ્રી કૃષ્ણ ના જીવન તેમજ જીવનકાર્ય માટે અને શ્રી કૃષ્ણ ના અલગ અલગ સ્વરૂપ ના મિત્રો ને અહીં આ દર્શાવેલ છે


" કૃષ્ણ ના જીવનના રંગો " 
શરૂઆત 

કૃષ્ણ જ્યારે જ્યારે વુદાવન થી આવે છે ત્યારે ત્યારે તેના અલગ અલગ સ્વરૂપ ના મિત્રો તેની સાથે હોય છે.
જ્યારે કૃષ્ણ ગાયો ચરાવવાં જતા ત્યારે તેની સાથે ગોવાળીયા અને ગૌધન ( ગાયો નું ધણ ) સાથે આવતું મિત્રો બની રહેતું તેમજ આજ રીતે શ્રી કૃષ્ણ ની સાથે મોરપીછ રહેતું, મોરપીછ પણ એક કૃષ્ણ ના જીવનનુ મિત્ર છે,


કૃષ્ણ ના જીવનના રંગો
2. શૃંગાર નો રંગ 

કૃષ્ણ નું જીવન બાળપણથી જ ગોપીઓ સાથે વિતયું હતું તેમજ શ્રી કૃષ્ણ નો રાધા સાથેનો પ્રેમ પણ અદ્ભુત હતો ત્યારે બાળપણ માં પણ શ્રી કૃષ્ણ કાનમાં કુંડણ , પગમાં પહેરવા માટે નું વસ્ત્ર , મોરમુકુટ , વાંસળી અને અન્ય રોજીંદા જીવનની વસ્તુઓ થી શ્રી કૃષ્ણ નો શણગાર થતો હતો આ રીતે શ્રી કૃષ્ણ બાળપણથી જ શૃંગાર નો શોખ ધરાવતા હતા ત્યારબાદ આજે આપણે સહુ જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ ના ફોટો અથવા ચિત્ર પર તેમનો શણગાર વધુ કરવામા આવે છે, અને શ્રી કૃષ્ણ ના ધાર્મિક મંદિરો જેવાં કે દ્વારકા,મથુરા,ડાકોર અને બીજા અન્ય મંદિરોમાં પણ શ્રી કૃષ્ણ ની મૂર્તિ પર પણ શણગાર કરવામાં આવે છે આ રીતે કૃષ્ણ ના જીવનનો બીજો રંગ છે શૃંગાર નો રંગ 


કૃષ્ણ ના જીવનના રંગો
3. સરળતાનો રંગ ( ગોવાળીયા નું જીવન )

આપણે સહુ ને ખબર છેકે શ્રી કૃષ્ણ ની સ્વભાવ સરળ અને નિખાલસ વાળો હતો , શ્રી કૃષ્ણ ગોકુળ ના ગોવાળીયા અને ગૌધન ( ગાયો નું ધણ ) સાથે ગાયો ચરાવવા જતા ત્યારે તેમની આસપાસ તમામ ગોવાળીયા અને ગૌધન ( ગાયો નું ધણ ) રહેતા અને વચ્ચે શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા આ દ્રશ્ય મનમોહક બની જતુ અને ત્યારબાદ સાંજના સમયે શ્રી કૃષ્ણ અને ગોવાળીયાઓ પોતાની ગાયો ને તેમના ખીલે ( ગાયો નુ રહેવા નું સ્થાન ) 
રાખી જતાં 


કૃષ્ણ ના જીવનના રંગો

4. યુદ્ધનો રંગ

કુરુક્ષેત્ર ના મેદાનમાં માં શ્રી કૃષ્ણ ને સર્વશ્રેષ્ઠ યોદ્ધા માનવામાં આવે ગીતાનુ જ્ઞાન આપે અને ત્યારના સમયે ગીતાનું મહત્વ, ઈતિહાસ લોકો ને સમજાવે છે અને આજે આપણે સૌ કોઈ ગીતાજી ના પાઠો , અધ્યાય નું વાંચન , પઠન કરીએ છીએ શ્રી કૃષ્ણ ને પોતાના જીવન માં આ રીતે લોકોને આ ધાર્મિક પુસ્તક ગીતાજી વાંચવા માટે માર્ગદર્શન આપવુ એ પણ એક અમના જીવનનો એક રંગ ગણાય છે ...

કૃષ્ણ ના જીવનના રંગો
5. ગોપાલ કૃષ્ણ (બાલકૃષ્ણ) નો રંગ
શ્રી કૃષ્ણ જ્યારે નાનાં હતા ત્યારે એ અમુક મીઢી મસ્તીઓ(મસ્કરી ) કરતા જેમકે માખણ ચોરવુ,ટચલી આંગળીએ(છેલ્લી આંગળી ) એ પર્વત ઉપાડી સૌને મદદ કરવી, વાંસળી વગાડી ગોપીઓ તરફ પોતાનું આકર્ષણ બાંધવું ..

કૃષ્ણ ના જીવનના રંગો
6. મિત્રતા નો રંગ (મૈત્રી નો રંગ )
આપણે સૌ જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ અને સુદામા ની મૈત્રી આ દુનિયાની શ્રેષ્ઠ મૈત્રી માનવામાં આવતી ત્યારે સુદામા અત્યંત ગરીબ હતા અને શ્રી કૃષ્ણ સોનાની નગરી રાજા હતા , કેટલાય વર્ષો બાદ સુદામાં શ્રી કૃષ્ણ ને મળવા એ સોનાની નગરી તરફ નીકળે છે અને માર્ગ માં એમને ઘણી બધી મુશકેલીઓ આવી છે પરંતુ અંતે એ સોનાની નગરી પર પહોંચે છે અને ગેટ પર ઉભેલા સૈનિક (પહરેદાર) ને કહે છે શ્રી કૃષ્ણ ને કહો એમનો બાળ-મિત્ર સુદામો આવ્યો છે અને એ સૈનિક (પહરેદાર) શ્રી કૃષ્ણ ને કહે ત્યાંતો શ્રી કૃષ્ણ દોટ મુકી ગેટ પર આવી સુદામાને ભેટી પડે છે આ રીતે શ્રી કૃષ્ણ ના જીવન માં મિત્રતા નો રંગ (મૈત્રી નો રંગ ) પણ જોવા મળે છે

આભાર લખાણ :- ⬇️
વાંચક-મિત્રો નો ખૂબ ખૂબ આભાર મારો આ લેખ વાંચવા માટે અને આ લેખ આગળ તમારા પરીવાર અને મિત્રો ને શેર કરો તેમજ મને સોશિયલ મિડીયા પર ફોલો કરજો..⬇️

■👉Please Subscribe My YouTube 
Channel :- abhinav._.chetariya 
 
 ■👉Please Follow On My Instagram Account 
@the_abhinav_ahir

■👉Please Follow On My Facebook App Account :- Abhinav Ahir 

■👉Please Follow My Show On Spotify App 
" ABHINAV CHETARIYA'S SHOW "