પ્રથમ પ્રકરણ
મને જાણવાનું ખૂબ ગમશે કે મારી માતાએ મારું નામ "ઇનોલા"(ENOLA) કેમ રાખ્યું, જે, વિરુદ્ધ રીતે, એકલા(ALONE) લખાય છે. મમ્મીને, અથવા કદાચ હજુ પણ, સાઇફરનો (સાંકેતિક ભાષા) શોખ હતો, અને તેના મનમાં કંઈક તો હશે, પછી ભલે તે ભવિષ્યવાણી હોય કે ડાબા હાથના આશીર્વાદ હોય કે, પહેલેથી જ, યોજનાઓ હોય, ભલે મારા પિતાનું હજુ અવસાન થયું ન હતું ત્યારે પણ.
કોઈ પણ સંજોગોમાં, "તું તારી જાતે ખૂબ સારું કરીશ, ઇનોલા," તે લગભગ દરરોજ મને કહેતી હતી કારણ કે હું મોટી થઈ રહી હતી. ખરેખર, આ તેની સામાન્ય ગેરહાજર મનની વિદાય હતી કારણ કે તે સ્કેચ-બુક, બ્રશ અને વોટરકલર સાથે ગ્રામ્ય વિસ્તારમાં ફરવા જતી હતી. અને ખરેખર, મારા ચૌદમા જન્મદિવસની જુલાઈની સાંજે, જ્યારે તેણીએ અમારા ઘર ફર્ન્ડેલ હોલમાં પાછા ફરવાનું પસંદ ન કર્યુ ત્યારે તે મને એકલી છોડી ગઈ હતી.
સવારે લેન બટલર અને તેની રસોઈયણ પત્ની સાથે હું મારા જન્મદિવસની ઉજવણી કરી રહી હતી, શરૂઆતમાં મારી માતાની ગેરહાજરી મને પરેશાન કરતી નહોતી. અમે મળતા ત્યારે ખૂબ જ મૈત્રીપૂર્ણ હોવા છતાં, મમ્મી અને હું ભાગ્યે જ એકબીજાના કામોમાં દખલ કરતા. મેં ધાર્યું હતું કે કોઈ તાત્કાલિક કામ એ તેને બીજે ક્યાંક વ્યસ્ત રાખી દીધી હતી, ખાસ કરીને કારણ કે તેણીએ શ્રીમતી લેનને ચાના સમયે મને ચોક્કસ પાર્સલ આપવાનું કહ્યું હતું.
મમ્મીએ મને આપેલી ભેટોમાં
એક ડ્રોઇંગ કીટ: કાગળ, સીસાની પેન્સિલો, તેમને તીક્ષ્ણ કરવા માટે એક છરી અને ભારતીય રબરના ઇરેઝરનો સમાવેશ થતો હતો, જે બધું ચતુરાઈથી સપાટ લાકડાના બોક્સમાં ગોઠવવામાં આવ્યું હતું જે એક ઇઝલમાં ફ્રેમમાં ખુલતું હતું;
ફૂલોના અર્થો નામનું એક મજબૂત પુસ્તક, ચાહકો દ્વારા પહોંચાડવામાં આવેલા સંદેશાઓ, રૂમાલ, સીલિંગ-મીણ અને પોસ્ટેજ-સ્ટેમ્પ સહિત;
સાઇફરની ઘણી નાની પુસ્તિકા.
જ્યારે હું પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય તેવું જ ચિત્રકામ કરી શકતી હતી ત્યારે મારી માતાએ મારી નાની કુશળતાને પ્રોત્સાહન આપ્યું. તે જાણતી હતી કે મને મારા સ્કેચિંગનો આનંદ આવે છે, કારણ કે મને લગભગ કોઈપણ પુસ્તક વાંચવાનું ગમે છે, ગમે તે વિષય પર - પરંતુ સાઇફરની વાત કરીએ તો, તેણી જાણતી હતી કે મને તેમાં ખાસ રસ નથી. તેમ છતાં, તેણે મારા માટે આ નાનું પુસ્તક પોતાના હાથે બનાવ્યું હતું, જેમ કે હું સ્પષ્ટપણે જોઈ શકતી હતી, પાના ફોલ્ડ કરીને અને સીવીને તેણે સુંદર વૉટરકલરથી દોરેલા ફૂલોથી સજાવેલા હતા.
જોવાથી જ ખ્યાલ આવી જાય કે તે થોડા સમયથી આ ભેટ બનાવી રહી હતી. તેણે મારા માટે વિચારવાની કમી રાખી ન હતી, મેં મારી જાતને કહ્યું. નિશ્ચિતપણે. આખી સાંજ દરમિયાન ઘણી વખત.
જ્યારે મને ખબર નહોતી કે મમ્મી ક્યાં હશે,પરંતુ મને અપેક્ષા હતી કે તે કાં તો ઘરે આવશે અથવા રાત્રે સંદેશ મોકલશે. એટલે હું શાંતિથી સૂઈ ગઈ.
જોકે, બીજા દિવસે સવારે, લેને નકારમાં માથું હલાવ્યું. ના, લેડી ઑફ હાઉસ (ઈનોલાની માતા) પાછી આવી ન હતી. ના, તેણી તરફથી કોઈ શબ્દ પણ આવ્યો ન હતો.
બહાર, ભૂખરો વરસાદ પડ્યો, મારા મૂડને અનુરૂપ, જે વધુને વધુ અસ્વસ્થ થતો ગયો.
નાસ્તો કર્યા પછી, હું ઉપરના માળે મારા બેડરૂમમાં ગઈ, એક સુખદ આશ્રયસ્થાન જ્યાં કપડા, વોશસ્ટેન્ડ, ડ્રેસર વગેરે સફેદ રંગથી રંગાયેલા હતા અને કિનારીઓ આસપાસ ગુલાબી અને વાદળી સ્ટેન્સિલવાળા પોઝ હતા. "કૉટેજ ફર્નિચર," એવું લોકો તેને કહેતા હતા, આવી સસ્તી વસ્તુઓ ફક્ત બાળકો માટે યોગ્ય હતી, પરંતુ મને તે ગમ્યું, મોટાભાગના દિવસો માટે.
આજે નહીં.
હું ઘરની અંદર રહી શકી ન હોત; ખરેખર, હું ઉતાવળમાં મારા બૂટ પર ગેલોશ( રબરના લાંબા શૂઝનો ઉપરનો ભાગ, કે જે પાણીથી પગ ન પલળે એ માટે વપરાય છે.) ખેંચવા સિવાય બેસી શકતી ન હતી. મેં શર્ટ અને નીકરબોકર્સ (પેન્ટ કે જે ઘૂંટણની નીચે સુધી પહોંચે) પહેર્યા હતા, આરામદાયક કપડાં જે પહેલા મારા મોટા ભાઈઓના હતા, અને તેના પર મેં રેઇનકોટ પહેર્યો. બધું રબર જેવું લાગતું હતું, હું નીચે આવી અને હૉલવેમાં સ્ટેન્ડમાંથી છત્રી લીધી. પછી હું રસોડામાંથી બહાર નીકળી, શ્રીમતી લેનને કહ્યું, "હું આસપાસ આંટો મારવા જઈ રહી છું."
વિચિત્ર; આ જ શબ્દો હું લગભગ દરરોજ કહેતી હતી જ્યારે હું વસ્તુઓ શોધવા માટે બહાર જતી હતી, જોકે સામાન્ય રીતે મને ખબર નહોતી કે કઈ વસ્તુ શોધવા હું જઈ રહી છું. જે કંઈપણ હોઈ શકે. હું ઝાડ પર ચઢી જતી ફક્ત એ જોવા માટે કે ત્યાં શું હોઈ શકે છે; મરૂન અને પીળા રંગના પટ્ટાવાળા ગોકળગાયના શેલ, બદામના ઝૂમખા, પક્ષીઓના માળાઓ. અને જો મને મેગપી(એક પ્રકારનું પક્ષી) નો માળો મળે, તો હું તેમાં વસ્તુઓ શોધતી; જૂતાના બટન, ચળકતા રિબનના ટુકડા, કોઈની ખોવાયેલી કાનની બુટ્ટી. હું ડોળ કરતી કે કંઈક ખૂબ મૂલ્યવાન ખોવાઈ ગયું છે, અને હું એને શોધી રહી હતી
ફક્ત આ વખતે હું ડોળ કરી રહી ન હતી.
શ્રીમતી લેન પણ જાણતી હતી કે આ વખતે પરિસ્થિતિ અલગ છે. તેણીએ પૂછવું જોઈતું હતું, "મિસ ઈનોલા, તમારી ટોપી ક્યાં છે?" અને તેના જવાબમાં મેં ક્યારેય પહેરી નહોતી. પરંતુ તેણીએ મને જતી જોઈને પણ કંઈ કહ્યું નહીં.
મારી માતાને શોધવા જવું છે.
મને ખરેખર લાગ્યું કે હું તેને મારી જાતે શોધી શકીશ.
એકવાર બહાર નીકળી ગયા પછી, હું બીગલની જેમ આગળ પાછળ દોડવા લાગી, મમ્મીના કોઈ નિશાની માટે. ગઈકાલે સવારે, જન્મદિવસની ભેટ તરીકે, મને પથારીમાં મોડે સુધી સૂવાની મંજૂરી હતી; તેથી મેં મારી માતાને બહાર જતા જોઈ ન હતી. પરંતુ મેં ધારી લીધું કે તેણીએ હંમેશની જેમ, ફૂલો અને છોડનો અભ્યાસ કરીને તેનું ચિત્ર દોરવામાં કેટલાક કલાકો ગાળ્યા હશે, મેં તેને પહેલા ફર્ન્ડેલના મેદાનમાં શોધી.
બંગલાનું સંચાલન કરતી વખતે, મમ્મીને વસ્તુઓ ઉગાડવા માટે એકલા રહેવાનું ગમતું. હું જંગલી ફૂલોના બગીચાઓમાં ફરતી રહી, ઘાસના મેદાનો કાંટા અને ઝાંખરાથી ઘેરાયેલા હતા, દ્રાક્ષ અને આઇવી વેલાથી છવાયેલા જંગલ. અને આ બધા સમયે ભૂખરા આકાશે મારા પર વરસાદ વરસાવ્યો.
વૃદ્ધ કોલી કૂતરો, રેજિનાલ્ડ, મારી સાથે ત્યાં સુધી ચાલતો રહ્યો જ્યાં સુધી તે પલાળીને થાકી ન ગયો, પછી આશ્રય શોધવા ગયો. સમજદાર પ્રાણી. હું પણ મારા ઘૂંટણ સુધી ભીંજાઈ ગઈ હતી, હું જાણતી હતી કે મારે પણ રેજિનાલ્ડ જેવું જ કરવું જોઈએ, પરંતુ હું કરી શકી નહીં. મારી ચિંતા પણ મારી ચાલ સાથે વધતી જતી હતી, અત્યાર સુધી ભય મને ચાબુકની જેમ ભગાડી રહ્યો હતો. મારી માતા અહીં ક્યાંક સૂઈ ગઈ, દુઃખી થઈ ગઈ કે બીમાર થઈ ગઈ, અથવા એવો ભય જેને હું સંપૂર્ણપણે નકારી શકતી ન હતી, કારણ કે મમ્મી નાની ઉંમરની ન હતી - તેણી હૃદયના હુમલાથી લથડીને પડી ગઈ હશે. એવું પણ હોઈ શકે છે પરંતુ કોઈ આટલું ખરાબ વિચારી પણ ન શકે; બીજા શબ્દો હતા, મૃત્યુ. મારા પિતાની જેમ જ.
ના, પ્લીઝ.
કોઈ એવું વિચારશે કે, હું અને મારી માતા "નજીક" ન હતા, તેથી મારે તેના ગાયબ થવાનો બહુ વાંધો ન હોવો જોઈએ. પરંતુ તદ્દન વિપરીત; મને ખૂબ જ ભયાનક લાગતું હતું, કારણ કે જો તેની સાથે કંઈ ખરાબ થયું હોય તો તે મારી ભૂલ લાગતી હતી. હંમેશા મને જે કંઈ થયું હોય તેના માટે દોષ લાગતો હતો, કારણ કે હું માતાના જીવનમાં મોડેથી જન્મી હતી, એક સ્કેન્ડલ, એક બોજ. અને હંમેશા મેં મારા મોટા થયા પછી બધું જ ઠીક કરવાની અપેક્ષા રાખી હતી. કોઈ દિવસ, મને આશા હતી કે, કોઈક રીતે, હું મારા જીવનને એક ચમકતો પ્રકાશ બનાવીશ જે મને અપમાનના પડછાયામાંથી બહાર કાઢશે.
અને પછી, મારી માતા મને પ્રેમ કરશે.
તેથી તેણીને જીવતા રહેવું જ પડશે.