Flat number 504 - 2 in Gujarati Horror Stories by vinay mistry books and stories PDF | ફ્લેટ નંબર ૫૦૪ - 2

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ફ્લેટ નંબર ૫૦૪ - 2

અને કોલ કટ થઈ ગયો ઘરે જવાનુ મોડુ થવુ એ કઈ નવી વાત નહતી મારા માટે પણ ઘર માં રહેલી વસ્તુ થોડા ઘણા પૈસા અને જૂના ઘર ની યાદો અને હા મારી એકલતા આના સિવાઈ કઈ લૂંટાય એમ નહતુ આજ વિચારો માં ફેલ્ટ ના પાર્કિંગ સુધી આવી ગયો એ ખ્યાલ ના રહ્યો. પણ કદાચ મારે આવવા માં વધુ મોડુ થઈ ગયુ મને એમ હતું કે બધા ઉભા હશે લોકો ચર્ચા કરતા હશે પોલિશની વાન ઊભી હશે આ ચિત્રો માંથી મને કઈ જ જોવા ના મળ્યુ . 

  મારુ બાઈક મૂકી ફ્લેટની લિફ્ટ તરફ જવા નીકળ્યો એટલા માં ગાર્ડ અંકલ મળ્યા જેમનો કોલ હતો . અરે પછી શું થયું 

ગાર્ડ અંકલ - હા પોલિશ આવીન ગઈ કાલે સવાર ફરથી આવશે અને તમે બ્લોક એ માં રહેવા આયા એમ 

વિરાજ - હા તમને કહ્યું હતુ મે 

ગાર્ડ અંકલ- હા યાદ આયુ એકલા રો ? 

વિરાજ - હા કેમ 

ગાર્ડ અંકલ- એમજ ભગવાનમાં માનો ? 

વિરાજ- કેમ આવો સવાલ એ પણ આવા સમયે 

ગાર્ડ અંકલ- એમજ ભક્તિ ખરાબ સમય માં આપડી રક્ષા કરે બેટા 

વિરાજ - બરોબર તમારે વાતો કરવી હોય તો હું બેગ મૂકી પાછો આવુ નીચે ? 

ગાર્ડ અંકલ- અરે ના ના હું તો એમજ અને હા રાતે ધાબા પર જવાનુ ટાળજો 

વિરાજ - કેમ 

ગાર્ડ અંકલ - અરે આતો એમજ એકલા રહો છો ને એટલે 

વિરાજ - કઈ સમજના પડી સારુ નઈ જાવ બસ હવે હું મારા ઘરે જાવ ? 

ગાર્ડ અંકલ- હા બેટા સરખુ લોક કરજે હા 

વિરાજ - અરે હા અંકલ આવજો .. 

રાત ના આટલા મોડા પણ લોકોને વાતો ના વડા કરવા હોય છે . ફ્લેટ માં ચોરી થઈ એને કઈ ચિંતા નથી ને મારે ચિંતા કરે છે . ખબર નહીં કેમ લિફ્ટ નુ બટન દબાવ્યુ અને ૫ નંબર નુ બટન અત્યાર થી રૂમ નો પલંગ દેખાવા લાગ્યો થાક છે પણ સરખી ઉંગ માટે પણ એકલા બેસવુ પડી છે . પોતાની સાથે થોડા વિચારો અને મારી એકલતાને પંપાળવા માટે મોટા સપના… લોક ખોલી અંદર આવ્યો અને તરત લાઈટ જતી રહી વાહ ફોનની લાઈટ કરે પણ પાછી યાદ આવ્યુ વાત વાત માં મારી બેગ જ નીચે રહી ગઈ છે . સારુ છે લાઈટ જાય તો પણ જનરેટરના લીધે લિફ્ટ ચાલુ રહે છે 

રૂમ બંધ કરી પાછો નીચે જવા નીકળ્યો…. હાશ બેગ ત્યાજ પડી છે . પણ બાજુ માં જોયુ તો એક સુંદર ગુલાબ એ પણ એકદમ તાજુ ખબર નહીં કોનો જીવ ચાલ્યો હશે આને આમ ફેંકવાનો પણ એક વાતની સમજના પડી કે મારા બાઈક પાસે કોઈનુ વાહન પણ નથી રામ જાણે ખૂબ અંધારા માં આ ગુલાબનો રંગ ફોનની રોશની માં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતુ . મે ઉઠાવી લીધુ અને બેગ સાથે પાછો લિફ્ટ તરફ વળ્યો આ લાગણી ખૂબ અલગ હતી 

    હજી સુધી કોઈ ગુલાબ મને આપે એવું કઈ બન્યુ નથી પણ આ રાત માં અને આ થાકની સાથે આ ગુલાબનુ મળવુ જાણે મારો અડધો થાક ઉતરી ગયો હોય એમ લાગ્યુ આમ પણ મને સપના જોવા ગમે છે . હકીકત માં મને કોઈ ગુલાબ આપે એવા સંજોગ હજી થયા નથી ભલે આજ સારુ લાગ્યુ અને હળવા સ્મિત સાથે હુ લિફ્ટ તરફ જવા નીકળ્યો અને રોજ મુજબ ૫ નંબર દબાવી લિફ્ટ માં આવી ગયો . અને થોડી વાર માં લિફ્ટ ત્રીજા માળે ઉભી રહી . અને દરવાજો ખુલ્યો મને એમ કોઈ હશે પણ કોઈ નહતુ આસપાસ જોયું બધા દરવાજા બંધ હતા અને એક સન્નાટો હતો . અને મે ફરથી લિફ્ટ બંધ કરવા બટન દબાવ્યુ ખબર નહીં આટલા વાગે આવી મસ્તી કોણ કરતુ હશે ઘર આવની બેગ મૂકી અને આ ગુલાબ મારા કમ્પ્યુટર ટેબલ પર મૂક્યુ અને નાહવા ગયો . 

 મને ડાયરી લખવાનો શોખ ખરો નવા ઘરે આવ્યા પછી મને મળી જ નથી આજે ખબર નહીં ઉંગ જેવુ લાગતુ નથી ડાયરી શોધીશ એમાં સમય જશે અને થોડુ ઘણુ લખીશ એટલે ઉંગ આપમેળે આવી જશે ઘણી સોધ ખોળ બાદ મળી ખરી બવ યાદો અને ઘણા શહેરની મુલાકાત આમાં અંકબંધ કૈદ છે . હા હીરો હું એકલોજ છુ હિરોઈન હાહાહા… હજી એનો કોઈ અતોપતો નથી કારણ મારો અબોલ સ્વભાવ હોય શકે પણ મને અફસોસ નથી કોઈ મારા મૌન ને વળગે ત્યારની વાત ત્યારે આ વિચારો સાથે ડાયરી માં એન્ટ્રી પાડી ક્યાંથી સરુઆત કરુ એ વિચાર માં જ હતો અને નજર પીલા ગુલાબ પર પડી 

  આજ રાત થાક હતો . પણ પાર્કિંગમાં મળેલા ગુલાબ એ થોડી તાજગી ભરી દીધી અને હરતા ફરતાં ડાયરીની યાદ આવી ગઈ આજ ઈચ્છા ઓ અલગ વ્યવહાર કરી રહી છે જાણી મને વર્ષો બાદ કોઈ સ્ત્રીની કમી … નો એહસાસ થઈ રહ્યો છે આવી શાંત રાત માં આખા દિવસનો થાક ઉતરે જાય એવી વાતો થાય કોઈની આંખો માં જોઈને દુનિયા સારી લાગવા લાગે કોઈના અવાજ થી ઘરમાં નહીં પણ મારા અંતરના ઓરડા માં ઉજાશ આવે પ્રેમની ઇચ્છા કરવી પણ કેટલી અદભુત ઘટના છે . કોઈ ના હોવા છત્તા પણ કોઈના એહસાસની વાતો કરવી કોઈના આયા પહેલા કોઈને મન ભરી જોઈને બેસી રહેવુ ખોવાઈ જવુ આ બધુ મહેસૂસ કરવા આજે ખબર નહીં ખૂબ આતુર થઈ રહ્યો છુ . 

અને બસ હવે થોડી આંખો ભારે લાગે છે . એકવાર ફરથીએ ગુલાબને હાથ માં લઈ એની મહેકને અંતર સુધી એક ઊંડા શ્વાસે લઈ લીધે આ લાગણી પણ ખૂબ જ સુંદર છે 

સવાર પડી અને પાછો નોકરી કામ કાજ તરફ આપમેળે જીવન વળી જાય છે . ઓફિસમાં એક મિત્ર છે ખાસ વાતો નથી કરી શકતો કામ ના લીધે પણ એ કઈ નુ કઈ બોલ્યા કરે અને મારો મૂળ હોય તો જવાબ આપીદવ આજે એને ખબર નહીં શુ થયુ હતું 

રાહુલ- અરે વિરાજ શુ ભાઈ આજ તો કઈ અલગ લાગે છે ને તું આમ 

વિરાજ - એટલે કેવો અલગ 

રાહુલ- તારી સ્માઇલ આજે કઈ અલગ લાગે છે . હા કોઈ છોકરી મળી ગઈ લાગે છે અરે હા ઓફિસ માં જે જીનલ છે એ તને જોયા કરતી હોય છે. લાગે છે એના સાથે વાત સરૂ થઈ ગયે લાગે છે ભાઈ મને તો કેહવુ પડી ને ચાલ મને કે તમે ક્યા મળ્યા ભાઈ ઓ હીરો તને કવ છુ મારા થી છુપાવીશ એમ ?? 

વિરાજ- ભાઈ શાંત રે એવું કઈ નથી અને આમ આવી બધી વાતો થોડી ધીમે બોલ એવુ કઈ નથી . 

મને તો એ પણ ખ્યાલ નથી આ જીનલ છે કોણ અને તુ ભાઈ જા ને તારું કામ કર અને મને પણ કરવા દે સવાર સવાર માં કઈ પણ 

રાહુલ - હા ભાઈ હશે હશે આમ પણ છોકરી મળ્યા પછી દોસ્તને કોણ યાદ કરે 

આ માણસને મે ચૂપ જોયો જ નથી . માંડ એને એના કામ ભેગો કર્યો પણ વાત કદાચ સાચી હતી કોઈ ના આવ્યા પછી  આપણી સ્માઇલ તો બદલાય હવે જેમ આને કહ્યુ એક રીતે જો કઈ થાય તો મારું સ્મિત બદલાય પણ મને ખ્યાલ છે એવું કઈ હશે નહીં અને પીલુ ગુલાબ હજી મારા મન માંથી કેમ નથી નીકળતુ એનો પણ કઈ જવાબ નથી મળી રહ્યો ભલે જોયું જશે અત્યારે મારા સપના અને કામ અગત્ય છે . આ બધા વિચાર સાથે સાંજ અને રાત પણ પડી ગઈ વિચારો ઘર પોહચવા આયો હતો એન વિચાર આવ્યો ગુલાબનો કોણે મૂક્યુ હશે કે કોઈ ના થી પડી ગયું હશે….

 અને પાર્કિંગ સુધી આવી ગયો આજે પણ ગાર્ડ અંકલ હળવી ઉંગ માં આડા પડ્યા હતા મારા બાઈકના અવાજ થી ઉઠી ગેટ ખોલ્યો અને હું મારી જગ્યા એ આવી ગયો .. અને જે જગ્યા પર ગુલાબ હતું એ જગ્યા ને બે ઘડી જોઈ અને લિફ્ટ તરફ જવા નીકળ્યો અને ત્યાં આવી ૫ નંબર પ્રેસ કર્યું આજ પણ કામનો થાક વધુ લાગી રહ્યો હતો અને આ બધા વિચારો અચાનક બંધ થઈ ગયા કારણ આજે પણ લિફ્ટ ત્રીજા માળે આપ મેળે ઊભી રહી ગયે અને દરવાજો ખુલ્યો અને મે જોયું …. મારા શ્વાસ થોડો ધીમો પડ્યો કારણ મારી નજર સમક્ષ તદ્દન પીલા ગુલાબ જેવું જ ગુલાબ ખૂબ કાળજી પૂર્વક મૂક્યો હોય એમ મારી એકદમ સામે જ પડ્યું હતું જાણે મારા માટેજ મૂક્યુ હોય એમ આ સંજોગ હવે મને થોડો અલગ લાગવા લાગ્યો હતો . બીજો કોઈ વિચાર આવે એ પહેલા મે તરત લિફ્ટ માં ૫ નંબર પ્રેસ કર્યો પણ લિફ્ટ નો દરવાજો બંધ જ ના થયો . આજે જાણે પહેલી વાર મને ડર લાગ્યો રાત ના લગભગ ૧ વાગ્યા હશે અને આ રીતનુ કામ કરવા કોણ જાગતુ હશે હિંમત કરી બહાર નીકળે ને એ ગુલાબ મે ઉઠાવી લીધું અને મારા રૂવાટા ઉભા થઈ ગયા એનુ કારણ હતુ લિફ્ટનો અવાજ હા દરવાજો બંધ થવા જઇ રહ્યો હતો અને મે પાછળ વળી જોયું ત્યારે એ દરવાજો ફરથી ખુલી ગયો જાણે મને અંદર આવાનુ કહી રહ્યો હોય .. આ બધું સામન્ય નહતું તેમ છતાય હિંમત કરી મે લિફ્ટમાં જવાનુ નક્કી કર્યું અને અંદર જઈને ૫ નંબર પ્રેસ કર્યો મારા હાથમાં એક હળવી કંપના હતી મારી આંગળિયો પરસ્પર એક બીજા સાથે અથડાઈ રહી હતી અને મારો શ્વાસનો અવાજ મને વધુ નર્વસ કરી રહ્યો હતો…

વધુ આવતા અંકે પાર્ટ ૩ ટૂંક સમય માં રજૂ થસે 

આભાર …